________________
આપ્યંતર પરિણામ અવલોકન
૪૫
હે જીવ ! હવે તું સંગનિવૃત્તિરૂપ કાળની પ્રતિજ્ઞા કર, પ્રતિજ્ઞા કર !
કેવળસંગનિવૃત્તિરૂપ પ્રતિજ્ઞાનો વિશેષ અવકાશ જોવામાં ન આવે તો અંશસંગનિવૃત્તિરૂપ એવો આ વ્યવસાય તેને ત્યાગ !
એટલે કે ધંધો બંધ કર. બે વસ્તુ હતી એક ગૃહસ્થાવાસ હતો અને બીજું આ ધંધો હતો.
તો ધંધો બંધ કર.
૩૩૧
જે જ્ઞાનદશામાં ત્યાગાત્યાગ કંઈ સંભવે નહીં તે જ્ઞાનદશાની સિદ્ધિ છે જેને વિશે એવો તું સર્વસંગત્યાગદશા અલ્પકાળ વેદીશ તો સંપૂર્ણ જગત પ્રસંગમાં વર્તે તો પણ તને બાધરૂપ ન થાય. એ પ્રકાર વર્તો છતે પણ નિવૃત્તિ જ પ્રશસ્ત સર્વજ્ઞે કહી છે. કેમ કે ઋષભાદિ સર્વ પરમ પુરુષે છેવટે એમજ કર્યું છે. તેઓ રાજ અને સંસાર મૂકીને ચાલી નીકળ્યા છે.
૪૮
“જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જ જીવ સ્વભાવ રે; તે જિન વીરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય અભાવ રે.”
કષાય જરાય ન હોય.
૫૬
ત્રણે કાળમાં જે વસ્તુ જાત્યંતર થાય નહીં તેને શ્રી જિન દ્રવ્ય કહે છે.
`એટલે મૂળ દ્રવ્ય. એ પુદ્ગલ હોય કે આત્મા હોય. એના પર્યાય બદલાય પણ મૂળ દ્રવ્ય ન
બદલાય.
Jain Education International
કોઈપણ દ્રવ્ય પરપરિણામે પરિણમે નહીં. સ્વપણાનો ત્યાગ કરી શકે નહીં.
કોઈપણ દ્રવ્ય પરપરિણતિ ન કરે. સ્વપરિણતિ જ કરે.
પ્રત્યેક દ્રવ્ય (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી) સ્વપરિણામી છે.
છયે દ્રવ્ય પોતાની પરિણતિમાં જ એટલે સ્વપરિણતિમાં દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવથી રહે છે. અજ્ઞાનદશામાં હોય તો અજ્ઞાનદશાએ, એ જ્ઞાનની પરિણતિ જ છે પણ અસમ્યજ્ઞાન છે, એટલે જ્ઞાનની ઊંધી પરિણતિ છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org