Book Title: Shikshamrut
Author(s): Ladakchand Manekchand Vora
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 388
________________ અન્ય પદો અને સ્તવનો : ૩૬૩ તો ચાલી શકાય છે, તેમ આત્માના અસ્તિત્વ વિના કોઈ પણ આત્મવાદી દર્શન ઊભું જ ન રહી શકે. સાંખ્ય દર્શનના પ્રણેતા શ્રી કપિલમુનિ હતા. યોગના પ્રણેતા પતંજલી હતા. - ૨ ભેદ અભેદ સૌગત મીમાંસક, જિનવર દોય કર ભારી રે; લોકાલોક અવલંબન ભજીએ, ગુરુગમથી અવધારી રે, ષ૦ ૩ સૌગત-બૌદ્ધ દર્શનવાળા કે જે આત્માને ક્ષણિક માને છે, મીમાંસક-પૂર્વ અને ઉત્તર મીમાંસક - પૂર્વમીમાંસક-શ્રી જૈમિની અને ઉત્તરમીમાંસક વેદાંત છે. જે આત્માને અભેદ-અભિન્ન માને છે. આ બે દર્શનો એ જિનેશ્વરના બે હાથ છે. જો ગુરુગમથી સમજવામાં આવે તો તે લોક અને અલોકનું અવલંબન છે. બૌદ્ધ દર્શન ભેદગ્રાહી છે અને વેદાંતદર્શન અભેદગ્રાહી છે. જ્યારે જૈનદર્શન ભેદ-અભેદ ગ્રાહી છે. તેથી આ બે દર્શન જિનેશ્વરના બે મોટા હાથ છે. આ વાતને ગુરુગમથી અત્યંત સૂક્ષ્મતાપૂર્વક અવધારીને આ બન્ને જાણે લોકાલોકના અવલંબનરૂપે છે, એ સ્વરૂપે ભજવા જોઈએ. સન્માર્ગથી નીચે પડતા આત્માઓ માટે જિનેશ્વરના બન્ને હાથ અવલંબનરૂપ નીવડે છે. પણ આ બધું ગુરુગમથી જાણવું જોઈએ. ગુરુગમ ન હોય તો ધ્યાનમાર્ગ કે યોગમાર્ગમાં ગોથાં જ ખાવાં પડે. બૌદ્ધ એમ માને છે કે આત્મા ક્ષણે ક્ષણે બદલાય છે એટલે કે ક્ષણિક છે. જૈનદર્શન પણ આત્માને દ્રવ્ય નિત્ય માનીને પર્યાયે પલટાતો માને છે એટલે કે જેનદૃષ્ટિ દ્રવ્ય પર્યાય ઉભયને માન્ય કરે છે. માટે સત્ય છે. બૌદ્ધ દર્શન આંશિક સત્ય હોવાથી જિનેશ્વરના એક હાથરૂપ ગણવામાં વિરોધ નથી. મીમાંસક એમ માને છે કે આત્મા એક નિત્ય, નિર્ગુણી, સર્વગત છે, તે બંધાતો નથી અને મુકાતો પણ નથી. આ દ્રવ્યાર્થિક નય જૈનને પણ પર્યાય દૃષ્ટિનો લોપ કર્યા વિના માન્ય છે, તે પણ આંશિક સત્ય હોવાથી જિનેશ્વરના બીજા એક હાથરૂપે માન્ય છે. - ૩ લોકાયતિક કૂખ જિનવરની, અંશ વિચારી જો કીજે રે; તત્ત્વવિચાર સુધારસ ધારા, ગુરૂગમ વિણ કેમ પીજે રે ? ષ૮ ૪ 'જો વિચાર કરીએ તો લોકાયતિક એટલે ચાર્વાક દર્શન છે તે અંગે જૈનદર્શનની કૂખ-પેટ સમાન છે એમ સમજાય છે. પણ આવી તત્ત્વવિચારરૂપ સુધારસધારા ગુરુગમ-ગુરુના અનુગ્રહ વગર કેમ પીવાય ? જો આંશિક રીતે વિચારવામાં આવે તો લોકાયતિક યાને ચાર્વાક દર્શન છે, તે જિનેશ્વર ભગવાનની કૂખરૂપે છે. પેટમાં જેમ પોલંપોલ હોય તેમ નાસ્તિક દર્શનમાંયે પોલંપોલ છે કે જે આત્માને માનતા જ નથી. તેઓ માને છે કે “આ ભવ મીઠો ને પરભવ કોણે દીઠો ?” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406