Book Title: Shikshamrut
Author(s): Ladakchand Manekchand Vora
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
View full book text
________________
उ७४
શિક્ષામૃત
પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મ વિચાર. ૧૧ સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ સમજ્યા વણ ઉપકાર શો, સમજ્ય જિનસ્વરૂપ. ૧૨ પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. ૧૯ સ્વચ્છંદ મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ; સમક્તિ તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ, ૧૭ માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય, ૧૮ પ્રત્યક્ષ સદ્ગુરુ યોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ; અસદ્ગુરુને દઢ કરે, નિજ માનાર્થે મુખ્ય, ૨૬ પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર, ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. ૩૫ સમ્યત્ત્વનું તથા કેવળજ્ઞાનનું સ્વરૂપ સમજાવતી આત્મસિદ્ધિશાસ્ત્રની કડીઓ આ પ્રમાણે છે.
મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ; લહે શુદ્ધ સમક્તિ છે, જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦ (ઉપશમ સમકિત) વર્ત નિજસ્વભાવનું, અનુભવ લક્ષ પ્રતીત; વૃતિ વહે નિજભાવમાં, પરમાર્થે સમક્તિ. ૧૧૧ (લયોપશમ સમકિત) વર્ધમાન સમક્તિ થઈ, ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રનો, વીતરાગપર વાસ. ૧૧૨ (ક્ષાયિક સમકિત) કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ૧૧૩ (કેવળજ્ઞાન)
૧૩. ચૈત્યવંદન ત્રણ ખમાસણા દઈ, બેસી ડાબો ઢીંચણ ઊભો રાખી જમણો ઢીંચણ નીચે રાખીને બેસવું અને નીચે પ્રમાણે કહેવું.
“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું ? ઇચ્છે.” “શ્રી સકલકુશલવલ્લી પુષ્પરાવર્તમેળો, દુરિતતિમિરભાનુઃ કલ્પવૃક્ષોપમાનઃ ભવજલનિધિપોતઃ સર્વસંપત્તિહે તુઃ
સ ભવતુ સતત વ: શ્રેયસે શાંતિનાથ: શ્રેયસે પાર્શ્વનાથ:” બધા સુખોની વેલ સમાન, બારે મેઘ ખાંગા થાય તેવા વરસાદ રૂપ સુખો આપનાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/31c08e77e60cc0314598e79e316a657b21274c60f003b9d52c0b2e9cba5bb64d.jpg)
Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406