Book Title: Shikshamrut
Author(s): Ladakchand Manekchand Vora
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
Catalog link: https://jainqq.org/explore/005553/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ دیا کر انکار For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાગૃત પૂજ્યશ્રી લાડકચંદ માણેકચંદ વોરા (પરમ પૂજ્ય બાપુજી) - ક સંયોજક જ બ્રનિ. શ્રી સગુણાબેન સી. યુ. શાહ ક પ્રકાશક જ શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ સોભાગ પરા, સાયેલા-૩૬૩૪૩૦ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક પ્રકાશન સમિતિ શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ સોભાગપરા, સાયલા-૩૬૩૪૩૦ પ્રથમ આવૃત્તિ : ૧૫૦૦ પ્રત વિ.સં. ૨૦૪૭, ગુરુપૂર્ણિમા - અષાઢ સુદ-૧૫, તા. ૨૬-૭-૯૧ બીજી આવૃત્તિ : ૧૫૦૦ પ્રત વિ.સં. ૨૦૫૪, સંવત્સરી - ભાદરવા સુદ-૪, તા. ૨૬-૮-૯૮ ત્રીજી આવૃત્તિ : ૧૫૦૦ પ્રત (સુધારા-વધારા સાથેની) વિ.સં. ૨૦૬૧, ગુરુપૂર્ણિમા - અષાઢ સુદ-૧૫, તા. ૨૧-૭-૦૫ * પ્રાપ્તિસ્થાન * સાયલા * અમદાવાદ જયેશભાઈ જે. શાહ શીવા એન્ટરપ્રાઈઝ શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ શ્રી રાજસોભાગ આશ્રમ સોભાગપરા, સાયલા-૩૬૩૪૩૦ (જી. સુરેન્દ્રનગર) ફોન નં. (૦૨૭૫૫) ૨૮૦૫૩૩ | ફોન : (૦૭૯) ૨૭૪૭૫૧૧૧ ૨૫, એવરેસ્ટ ટાવર, નારણપુરા, અમદાવાદ-૧૩ ટેલિ-ફેક્સ : ૨૮૦૭૯૧ rajsaubhag@yahoo.com ટેલિ-ફેક્સ : ૨૭૪૮૩૪૩૬ shivaenterprise @yahoo.com મુદ્રકઃ દુંદુભિ પ્રિન્ટર્સ ૪૦૬, આનંદમંગલ-૨, સી. જી. રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯ ફોન : ૨૬૪૬ ૦૮૨૩ શિક્ષામૃત - ૨ મુંબઈ વિનાયક કે. શાહ ૨૨, શાંતિનિકેતન, ૩જા માળે, ૯૫-એ, મરીન ડ્રાઈવ, મુંબઈ - ૪૦૦૦૦૨ ફોન : ૨૨૮૧૩૬૧૮ ૧૯ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ છે આમુખ કી “સદ્ગુરુના ઉપદેશ વણ સમજાય ન જિનરૂપ, સમજ્યા વણ ઉપકાર શો? સમયે જિનસ્વરૂપ.” ઉપર્યુક્ત કડીમાં દર્શાવવામાં આવેલ ભાવોને ચરિતાર્થ કરવાનો સુયોગ પ્રાપ્ત થયો છે. એ સુયોગનું શું મૂલ્ય છે એ તો અધિકારી આત્મા જ સમજી શકે. પાત્રતા કેળવવા માટે, યોગ્યતા મેળવવા માટે, અધિકારી થવા માટે તથા આત્મકલ્યાણ સાધવા માટે આ સંસ્થા તરફથી મુમુક્ષુ જીવોને લક્ષમાં રાખી ગ્રંથમાળા પ્રકાશિત કરવાની યોજના કરવામાં આવી છે. આજે આ સાતમા પુષ્પની ત્રીજી આવૃત્તિ સુધારા-વધારા સાથેની બહાર પાડતા આનંદ અનુભવી રહ્યા છીએ. આ પુસ્તકમાં અધ્યાત્મમાર્ગમાં ઉપયોગી એવા સાહિત્યનું સંકલન તથા જરૂર હોય ત્યાં અર્થ વિવરણ કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચનામૃતો જ લેવામાં આવ્યા છે અને જરૂર હોય ત્યાં પ. પૂ. બાપુજી (શ્રી લાડકચંદ માણેકચંદ વોરા) દ્વારા પ્રકાશ પાડવામાં આવ્યો છે, જે સાધક જીવોને ઉપયોગી થશે એવી ભાવના સહ આ પ્રકાશન બહાર પાડી રહ્યા છીએ. સાયલા . વિ.સં. ૨૦૬૧, અષાઢ સુદ-૧૫ ગુરુપૂર્ણિમા, તા ૨૧-૭-૨૦૦૫ બ્ર.નિ. નલિનભાઈ કોઠારી (પૂ.ભાઈશ્રી) શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ સોભાગ પરા, સાયલા | || સપુરૂષોનું યોગMUT જગતનું ધ્યાન કરો || શિક્ષામૃત જે ૩ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના મી આ સંસ્થાએ ‘શ્રી રાજ-સોભાગ ગ્રંથમાળા'ના નામે મોક્ષમાર્ગમાં ઉપયોગી થાય, સાધનામાં માર્ગદર્શક થઈ શકે તેવાં પુસ્તકોનું પ્રકાશનકાર્ય હાથ ધરેલ છે. પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના “વચનામૃત'નો સ્વાધ્યાય કરતાં પ.પૂ.શ્રી. પ્રભુશ્રીજીનાં જે વિવેચન કરતાં વચનો નીકળ્યાં હતાં, તે ઉપદેશામૃત'માં સંગ્રહિત કરવામાં આવ્યાં છે. તેમજ પરમ કૃપાળુદેવના “વચનામૃત'નો સ્વાધ્યાય કરતાં પૂ.શ્રી બ્રહ્મચારીજીનાં જે વચનો નીકળ્યાં તેને બોધામૃત'માં સંગ્રહવામાં આવ્યાં છે. પરમ ઉપકારી, પરમ પૂજ્ય, સંસાર પરિભ્રમણમાંથી બહાર નીકળવા માટેના આધ્યાત્મિક માર્ગદર્શક એવા પૂજ્ય બાપુજી(શ્રી લાડકચંદ માણેકચંદ વોરા)નો જ્યારે જ્યારે મુંબઈમાં નિવાસ હોય ત્યારે “શ્રીમદ્ રાજચંદ્ર” વચનામૃતજીમાંથી સ્વાધ્યાય કરાવતાં, જે વિવેચન કરેલું તેને વિડિયો તથા ઓડિયો કેસેટોમાં સંગ્રહિત કરવામાં આવેલ છે, તેના ઉપરથી આ “શિક્ષામૃત” પુસ્તક તૈયાર કરવામાં આવેલ છે. પરમ કૃપાળુદેવે મોક્ષમાર્ગનું રહસ્ય ગુજરાતી ભાષામાં દર્શાવ્યું છે, તે રહસ્યને મુમુક્ષુઓ પાસે ખૂલ્લું કરીને દર્શાવનારા એવા પૂજ્ય બાપુજીનો આપણા સૌ ઉપર પરમ ઉપકાર છે. આ પુસ્તકમાં સંગ્રહિત કરવામાં આવેલું લખાણ ઈ.સ. ૧૯૮૫, ૧૯૮૬ અને ૧૯૮૭ દરમ્યાન પૂ. બાપુજીની મુંબઈમાં ઉપસ્થિતિ હતી ત્યારે કરેલ સ્વાધ્યાય ઉપરથી લેવામાં આવેલું છે. આ પુસ્તક તૈયાર કેવી રીતે થયું તેની થોડી માહિતી અત્રે આપવી જરૂરી છે. સ્વાધ્યાયની વિડિયો તેમજ ઓડિયો કેસેટ ઉપરથી બ્ર. નિ. શ્રી સગુણાબેન તથા બ્ર. નિ. શ્રી મીનળબેને નોટમાં સ્વાધ્યાય ઉતાર્યા. તે માટે ખૂબજ મહેનત કરીને યથાતથ્ય રીતે પૂ. બાપુજીનાં વચનો લખાય તેની કાળજી રાખી તે કાર્ય પૂરું કર્યું. ત્યારબાદ તે નોંધ પૂ. બાપુજી દ્વારા જોઈ જવામાં આવી. તેમાંથી પ્રાસંગિક વક્તવ્યો અને પુનરોચ્ચાર વગેરે નિવારીને, વ્યવસ્થિત રીતે લખીને, નોંધ ફરીને તૈયાર કરવામાં આવી. આ નોંધરૂપે તૈયાર થયેલ લખાણને પુસ્તક રૂપે પ્રકાશિત કરવા માટે શાસ્ત્રીય તેમજ ભાષાકીય રીતે બરાબર છે કે કેમ તેની ચકાસણી ડૉ. રમણભાઈ શાહ - જેમણે મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના વડા તરીકે કામ કરેલ છે, તેમજ જૈનશાસ્ત્રોના અભ્યાસી છે અને ગુજરાતી ભાષામાં પીએચ.ડી.ની ડિગ્રીના માર્ગદર્શક પણ છે, તેમની પાસે કરાવવાનું નક્કી કર્યું અને આ કામ તેઓએ સહર્ષ સ્વીકાર્યું. ખૂબ જ વ્યવસાયમાં રોકાયેલ હોવા છતાં આશ્રમમાં આવીને તે કામ તેમણે ખૂબજ સુંદર રીતે પૂરું કરી આપ્યું. શિક્ષામૃત જે ૪ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ “શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથની અગાસની આવૃત્તિમાંથી કૃપાળુદેવનાં વચનામૃતો પૂ. બાપુજી એ સ્વાધ્યાય માટે પસંદ કર્યાં તેમાં એકંદરે મહત્ત્વનાં બધાં વચનો આવી જાય છે. તેમ છતાં આ વચનોની પસંદગી તેઓએ મુંબઈની સમયમર્યાદાને લક્ષમાં રાખીને કરી છે. વધુ સમય હોત તો હજુ પણ બીજાં કેટલાંક વચનો લઈ શકાયાં હોત. તેમ છતાં અહીં સ્વાધ્યાય માટે પસંદ કરેલાં વચનો જિજ્ઞાસુ સાધકને કૃપાળુદેવના તમામ વચનો પ્રતિ દોરી જવાની પ્રેરણા ક૨શે એવો વિશ્વાસ છે. આ રીતે આ પુસ્તક તૈયા૨ ક૨વા માટે ૫.પૂ. બાપુજીના સ્વાધ્યાયરૂપે રહસ્ય ખૂલ્લું કરવામાં આવ્યું છે તેની ઓડિયો, વિડિયો કેસેટ ઉપરથી નોંધ તૈયા૨ ક૨વા માટે તથા નોંધને વ્યવસ્થિત કરવા માટે બ્ર. નિ. શ્રી સદ્ગુણાબેન તથા બ્ર. નિ. મીનળબેનનો આ સંસ્થા ખૂબ ખૂબ આભાર માને છે. તેમજ આ પુસ્તકને શાસ્ત્રીય રીતે અને ભાષાકીય રીતે વ્યવસ્થિત કરવા માટે ડૉ. શ્રી રમણભાઈ શાહનો પણ આ સંસ્થા ખૂબખૂબ આભાર માને છે. ઉપરાંત આ પુસ્તકમાં આવેલ પ. પૂ. બાપુજીનાં વચનોને-અનુભવના રહસ્યને બહાર લાવવા માટે જે જે નિમિત્તોએ ભાગ ભજવ્યો હોય તેઓનો પણ આભાર માનવાનું યોગ્ય જ ગણાશે. સાધના કરવા માટે તૈયાર થયેલ મુમુક્ષુઓને આ પુસ્તક ખૂબ જ ઉપયોગી થશે. આ પુસ્તકમાં પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી દ્વારા કહેવામાં આવેલ વચનોનાં રહસ્યોને સ્વાધ્યાય દ્વારા ખુલ્લા કરવામાં આવ્યા છે. આ ગ્રંથમાં ક્યાંક ક્યાંક પરમ કૃપાળુદેવના વચનો ઉપર કોઈ જાતનું વિવેચન કરવામાં આવ્યું નથી અને એમ ને એમ જ તે મૂકવામાં આવ્યાં છે; તેનું કારણ એ છે કે તે સાધક માટે વારંવાર મનન, ચિંતન કરવા યોગ્ય છે. સાધના કરતાં સાધકો આ પુસ્તકનો ઉપયોગ પોતાની સાધનામાં બળ પૂરું પાડનાર તરીકે કરશે તો અચૂક તેઓને લાભ થતો જણાશે. આ “શિક્ષામૃત” ગ્રંથ સાધકોને ઉપયોગી નીવડશે તો અમારું આ પ્રકાશન સાર્થક લેખાશે. સ્મૃતિ દોષ, અનવધાન દોષ, છદ્મસ્થાવસ્થા, મુદ્રણ દોષ વગેરેને કારણે ગ્રંથમાં જે કંઈ ક્ષતિઓ રહી ગઈ હોય તે માટે તેમજ પુનરુક્તિ થવાની સંભાવના છે તો તે માટે ક્ષમા માગીએ છીએ. આ ગ્રંથની પ્રેસકોપી તૈયાર કરવા માટે બ્ર. નિ. શ્રી રસિકભાઈ તથા આત્માર્થી શ્રી છબીલભાઈનો સંસ્થા આભાર માને છે. આ સંકલનને છપાવવા અંગેની બધી જ કામગીરી સંભાળનાર બ્ર. નિ. શ્રી રસિકભાઈની સંસ્થા આભારી છે. શિક્ષાકૃત > ૫ For Personal & Private Use Only પ્રકાશન સમિતિ શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ સોભાગપરા, સાયલા Page #7 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના રહી અજ્ઞાનને લીધે જ જીવ પોતાનું સચ્ચિદાનંદ સ્વરૂપ ભૂલી જાય છે અને બાહ્ય વ્યક્તિત્વને પોતાનું સાચું અસ્તિત્વ માની બેસે છે. આવી ભ્રાંતિને કારણે જીવ નિજનું અસ્તિત્વ બહારના ઉપાયો વડે સાચવવા પ્રયત્ન કરે છે. જ્ઞાન તથા આનંદને પણ બહાર શોધે છે. તે બાહ્ય સંશોધનમાં મારું-તારું, પ્રિય-અપ્રિય, રાગ-દ્વેષની પરિણતિને કારણે જીવ પોતાની કર્મત સૃષ્ટિ ઉત્પન્ન કરે છે અને તે જ દુઃખનું કારણ બને છે. તેથી તદ્દન વિપરીત જ્ઞાનોત્તર દશામાં સમાધિસ્થ યોગી પુરુષને જે સહજ અવસ્થા હોય છે તેમાં પ્રાણ, વૃત્તિ અને મનની સ્થિરતા હોય છે. તે સ્થિરતામાં પોતાનો આનંદસ્વરૂપ આત્મા જે સત્ય છે અને જ્ઞાનસ્વરૂપ છે તેનો અનુભવ હોય છે. પછી તેમાં કોઈપણ સંશય રહેતો નથી. આવા જાગૃત જ્ઞાની મહાત્માને અહમૂનો નાશ, પદગલિક વ્યક્તિત્વ પ્રત્યે ઉદાસીનતા હોવાથી તેવી સ્થિતિ સહજ રહે છે. ' આવા સદ્ગુરુદેવ શ્રી લાડકચંદ વોરા(પ.પૂ. બાપુજી)ના ઉપદેશવચનો દ્વારા આત્મા સંબંધીસત્ય સંબંધીનું શ્રવણ થયું. મનન-ચિંતન અને નિદિધ્યાસનના પ્રયત્ન તેમજ પુરુષાર્થનો આરંભ થયો. મુમુક્ષુ આત્માઓ પર લખાયેલા પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના પત્રો તેમજ પદો, નિવૃત્તિ ક્ષેત્રમાં આપેલો બોધ તેમજ તેની છાયા તથા અત્યંતર પરિણામે અવલોકનનું સંકલન કરતાં અર્વાચીન ધર્મગ્રંથ “શ્રીમદ્ રાજચંદ્ર” વચનામૃત પ્રાચીન કાળના આગમ તેમજ ઉપનિષદો તુલ્ય છે. શાસ્ત્રોક્ત વચનોનાં તેમજ અનુભવનાં ઊંડાણ તથા વિસ્તારથી અધ્યાત્મનાં રહસ્યો અમૃતવચનો દ્વારા અનાવૃત કર્યા છે. તે રહસ્યોનું હાર્દ પામવા, તેના આશયને સૂક્ષ્મતાએ ઓળખવા અને આત્મસાત્ કરવા પ. પૂ. બાપુજીની વિશિષ્ટ પ્રજ્ઞાનો સહારો પ્રાપ્ત થયો અને તેમાંથી આ નવનીતનો, તત્ત્વાર્થનો આસ્વાદ કરાવતો “શિક્ષામૃત ગ્રંથ પ્રગટ થયો. પરમ કૃપાળુદેવ શ્રીમદ્જીના ઉપદેશોને તથા વિચારોને પ. પૂ. બાપુજીએ રોમે રોમે પચાવી પોતાના જીવન વડે તેને મૂર્તરૂપ પ્રદાન કર્યું, મૂળ ધર્મને ચરિતાર્થ કરી બતાવ્યો. ઈ.સ. ૧૯૮૫થી ૧૯૮૭ દરમિયાન પ. પૂ. બાપુજીએ મુંબઈમાં કરાવેલા સ્વાધ્યાયોનો પ્રથમ આવૃત્તિમાં સમાવેશ થયો. સાધના કર્તા દેશ-વિદેશના મુમુક્ષુઓને તે આવૃત્તિ ખૂબ જ ઉપયોગી થઈ. પ્રથમ આવૃત્તિમાં બાકી રહી ગયેલા પઘોનું મુમુક્ષુઓના આગ્રહને વશ થઈ ઈ.સ. ૧૯૯૬માં મુંબઈ પધારી ૫. પૂ. બાપુજીએ ક્રમબદ્ધ લક્ષપૂર્વક સાંગોપાંગ વાંચન કર્યું. વાણીના સંયમી શિક્ષામૃત ૬ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ બાપુજીએ આવશ્યકતા પૂરતું જ સરળ સાદી ભાષામાં, ખાસ તારવેલા પત્રો તેમજ પદોનાં રહસ્યોને પ્રકાશિત કર્યા. ધર્માનુરાગી સૌજન્યશીલ મુમુક્ષુ આત્માઓની મદદથી “શિક્ષામૃત” ગ્રંથનું સુધારા-વધારા સાથે પુનઃમુદ્રણ કરી આ નવી આવૃત્તિનું પ્રકાશન કાર્ય પૂર્ણ થયું છે તેનો આનંદ અનુભવીએ છીએ. જે શિષ્ય ગુરુ પ્રત્યે સંપૂર્ણ શરણાગતિપૂર્વક ગુરુની આજ્ઞાનું આરાધન કરે, ગુરુ કરતાં સવાય બને, ગુરુની પ્રતિમૂર્તિ રૂપ બને તે ગુરુ-શિષ્ય યોગ સર્વોચ્ચ અને અતિ ઉત્કૃષ્ટ ગણાય એવા જ ગુરુ-શિષ્ય યોગ પરમ પૂજ્ય બાપુજી તથા પૂ. ગુરુમાનો ગણાય. પ.પૂ. બાપુજીની શિક્ષામૃતનું પાન કરીને તેઓએ સારી એવી આધ્યાત્મિક ઊંચાઈ સર કરી. પૂ. ગુરુમાના આવા અપૂર્વ આધ્યાત્મિક પુરુષાર્થ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતાં અમે આ “શિક્ષામૃત” ગ્રંથ તેઓના શ્રીચરણોમાં સમર્પિત કરતાં આનંદ અનુભવીએ છીએ. જૈનશાસ્ત્રના અભ્યાસી આત્માર્થી ડૉ. રમણભાઈ ચી. શાહ તેમજ સંસ્કૃત ભાષાનાં પ્રાધ્યાપક આત્માર્થી ચંદ્રિકાબહેનપાંચાલીએ આ ગ્રંથને શાસ્ત્રીય તેમજ ભાષાકીય રીતે વ્યવસ્થિત કરી આપવા બદલ સંસ્થા તે બન્નેનો ખૂબ ખૂબ આભાર માને છે. આ ગ્રંથને પ્રકાશિત કરવામાં બ્રહ્મનિષ્ઠ શ્રી રસિકભાઈ, બ્રહ્મનિષ્ઠ મીનળબહેન તેમજ આત્માર્થી વસંતબહેને જે પરિશ્રમ કર્યો છે તે અભિનંદનને પાત્ર છે. લંડન મુમુક્ષુ મંડળે આ પુસ્તકના પ્રકાશનકાર્ય માટે આપેલ આર્થિક સહાય બદલ મંડળના મુમુક્ષુઓને અનેક ધન્યવાદ. પ્રકાશનકાર્ય હોય કે જનસેવા, આશ્રમના બધાં જ કાર્યો પ્રત્યે જાગ્રત રહીને લંડનના મુમુક્ષુઓએ હંમેશ ઉત્સાહપૂર્વક પીઠબળ પુરું પાડ્યું છે તે બદલ મંડળના દરેક સભ્ય પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. આ ગ્રંથનું સુંદર મુદ્રણ, પ્રૂફ રીડિંગ અને પ્રિન્ટિંગ કાર્ય ખૂબ જ સારી રીતે કરી આપવા બદલ સર્વને ધન્યવાદ તથા અભિનંદન. પ્રકાશન સમિતિ શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ સોભાગપરા, સાયલા શિક્ષામૃત + ૭ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ * સ્તુતિ અર્હતો ભગવંત ઇન્દ્રમહિતાઃ સિદ્ધાશ્ચ સિદ્ધિસ્થિતાઃ આચાર્યા જિન શાસનોન્નતિકરાઃ પૂજ્યા ઉપાધ્યાયકાઃ । શ્રીસિદ્ધાન્તસુપાઠકા મુનિવરાઃ રત્નત્રયારાધકાઃ પંચે તે પરમેષ્ઠિનઃ પ્રતિદિનં કુર્વન્તુ વો મંગલમ્ ॥૧॥ મહાદેવ્યાઃ કુક્ષિરત્ન શબ્દજીતવરાત્મજમ્ । રાજચંદ્રમહં વંદે તત્ત્વલોચનદાયકમ્ ॥૨॥ અજ્ઞાન તિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા । નેત્રમુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ II૩II પ્રથમ (નમસ્કારમંત્ર) વડે પંચ પરમેષ્ઠિની સ્તુતિ થઈ. આ નવકાર મંત્રથી કોઈ મોટો મંત્ર નથી. અરિહંત ભગવાન કે જેમણે ચાર ઘનઘાતી કર્મ ક્ષય કર્યાં છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે, તેઓની ઇન્દ્ર પણ પૂજા કરે છે. સિદ્ધ ભગવંતો સિદ્ઘાલયમાં અનંત સુખમાં સ્થિર થયેલા છે. આચાર્ય ભગવંત કે જેઓને આત્મજ્ઞાન થયું છે, અનુભવ થયો છે, જેઓ જૈન શાસનની ઉન્નતિ કરવાનું કાર્ય કરે છે. સિદ્ધાંતના યથાર્થ જાણકાર અને ભણાવનાર એવા ઉપાધ્યાય પૂજ્ય સ્થાને છે. તેમજ સિદ્ધાંતનો યથાર્થપણે સ્વાધ્યાય કરનારા મુનિ ભગવંતો જે રત્નત્રયના આરાધકો છે તેમને પ્રતિદિન નમસ્કાર કરું છું કે જેથી પાંચેય પરમેષ્ઠી ભગવંતો અમારું કલ્યાણ કરનાર થાઓ. ૧ દેવબાની કુક્ષિથી જન્મેલ રત્નરૂપ, તથા વચનનો જય કરનારા એટલે કે શ્રુતજ્ઞાનના પારગામી-પ્રજ્ઞાવંત શ્રીમદ્ રાજચંદ્રજી કે જે શ્રી રવજીભાઈના પુત્ર, તેણે અનાદિના અજ્ઞાનને દૂર કરવા માટે તત્ત્વરૂપી દૃષ્ટિ-દિવ્ય દૃષ્ટિનો આવિર્ભાવ થવા માટેનો રસ્તો બતાવ્યો તેમને ઉલ્લાસિત ભાવથી વંદન કરું છું. ૨ અજ્ઞાનરૂપી તિમિર-અંધકારથી અંધ બનેલાના જેમણે જ્ઞાનરૂપી અંજનની સળીથી દિવ્ય નેત્રો ઉઘાડ્યાં અને સમ્યક્દષ્ટિની પ્રાપ્તિ કરાવી તેવા શ્રી સદ્ગુરુ ભગવંતને નમસ્કાર કરું છું. ૩ શિક્ષામૃત -> ૮ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ , $ Lis Way મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનાલય : શ્રી રાજ-સોભાગ આશ્રમ, સાયલા For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુદેવ - શ્રીમદ્ રાજચંદ્ર For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ સદગુરુદેવશ્રી ૫. પૂ. બાપુજી (શ્રી લાડચંદ માણેકચંદ વોરા) For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ પૂજ્ય ગુરુમાં ‘ક' શ્રીમતિ ડૉ. સદગુણાબેન સી.યુ.શાહ ‘ી શિષ્ય હદયમાં ગુરુ બિરાજે, ગુરુ હૃદયમાં શિષ્ય” એવી અદ્ભુત ગુરુ-શિષ્યની, ભગવાન અને ભક્તની પ્રેમ-પ્રીતિની અમૃતસરિતા | વહે ત્યારે એમાં સ્નાન કરવાની ઝંખના જાગવી સ્વાભાવિક છે. આવી પ. પૂ. બાપુજી અને પૂ. ગુરુમાની પ્રેમસરિતાનું અભિવાદન કરતા અમે આ ગ્રંથ પૂ. ગુરુમાના શ્રીચરણોમાં ભક્તિભાવપૂર્વક સમર્પિત કરતા આનંદ અનુભવીએ છીએ. Jain Educcion rivate Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ने इन 2 मुल More 11१1-21 (उ4थान नही सका. ताविस असा 211 / THESE00517 fa या- 2..... "मन जाधता ---- 32 เ ซ 31 २.९१, त्यार याता 1 42 र २६ । શિક્ષામૃત જે ૯ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ कर विकार तोयाम अहूविभङ्‌गा में विध+दित्युन साथ आने By $151727} 0 प्री माने मा क्रिया है ते लय શિક્ષામૃત - ૧૦ For Personal & Private Use Only www.jalnelibrary.org Page #16 -------------------------------------------------------------------------- ________________ At नवा - m५ र म Deze for a लन इतना શિક્ષામૃત + ૧૧ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ रेन हेप, सर २ बत याय AMIT लान सी या 212 શિક્ષામૃત જે ૧૨ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ eg सुधी भा इंलन भय क्ष्या सुधी सध्या दम भार्गमा खेकडा ध्यानों नयी लीला શિક્ષામૃત ♦ ૧૩ For Personal & Private Use Only www.jalnelibrary.org Page #19 -------------------------------------------------------------------------- ________________ या नुक्षर करे - पानीपत, रममा नर, त्या काही स्व रान याथाय શિક્ષામૃત <૧૪ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ---- तोहीनी HEACHER भी मुली ४३. यीले 20, पण देता portaaton or શિક્ષામૃત ૧૫ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ मा छोडे रापानी नाहन, ले .......... ............ શિક્ષામૃત + ૧૬ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજસોભાગ આશ્રમ – સાયલા સંક્ષિપ્ત પરિચય) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આદર્શ, અર્વાચીનકાળના યુગપ્રધાન પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર એક ગૃહસ્થ મહાત્મા હતા. સમર્થ આત્મજ્ઞાની, પરમજ્ઞાન-નિધાન શ્રીમજીનું અધ્યાત્મજીવન અને તેઓનો બોધ જગતના જીવો માટે કલ્યાણરૂપ બન્યો છે. પોતાના હૃદયસખા, ભગતના ગામ સાયલા સુસ્થિત શ્રી સોભાગભાઈ ઉપર લખેલા પત્રોમાં તેઓએ પોતાનો અંતરંગ પુરુષાર્થ, બાહ્ય ઉપાધિઓ મળે કળવાતો સમાધિભાવ, પોતાનો ક્રમિક આત્મવિકાસ અને આત્મદર્શનનો આનંદ અનુભવ આલેખ્યો છે. તેમણે વીતરાગ ભગવાન મહાવીરે પ્રરૂપેલા સનાતન મૂળ આત્મધર્મને ઉદ્ધાંધ્યો છે. શ્રીમજીને સોભાગભાઈ માટે ઉત્કૃષ્ટ પૂજ્યભાવ હતો, તેમજ શ્રી સોભાગભાઈના રોમેરોમ અને પ્રદેશ-પ્રદેશ શ્રીમદ્જીના સત્સમાગમ માટે આતુર રહેતા, શ્રીમદ્જીનું અનન્ય શરણ પામતા શ્રી સોભાગભાઈને પોતાના અંતિમ દિવસોમાં આત્મસાક્ષાત્કાર થયો હતો. શ્રી સોભાગભાઈના નિમિત્તે જ્ઞાનદિવાકર શ્રીમદ્જીએ જગતને અધ્યાત્મની, પરમાર્થની લહાણી કરી, સોભાગભાઈની કેડીએ અધ્યાત્મના શિખરસમા, પરમ ઉદાસીન શ્રીમદ્જીના આત્મઅમિરાતને પામવાને મુમુક્ષુઓ પુરુષાર્થ બને એ હેતુએ સાયલાના સંત શ્રી લાડકચંદ માણેકચંદ વોરા (પૂ. બાપુજી) એ સાયલામાં જ આશ્રમ સ્થાપવાની ભાવના પ્રગટ કરી, તેથી શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ સંચાલિત આ યોગાશ્રમની ૩૧ ડિસેમ્બર ૧૯૭૬ની સાલમાં મંગળ શરૂઆત થઈ. વીતરાગ ભગવાન મહાવીરે પ્રબોધેલા અને પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રરૂપેલા મૂળ સનાતન આત્મધર્મનું આરાધન પ્રત્યક્ષ સત્પુરુષના સાંનિધ્યમાં જિજ્ઞાસુ મુમુક્ષુ આત્માઓ કરી શકે એ જ આ સંસ્થાનું મુખ્ય લક્ષ ને ધ્યેય છે. આ સંસ્થાના મૂળાધાર અને પ્રણેતા અધ્યાત્મનિષ્ઠ પૂ. ગુરુદેવ પ. પૂ. શ્રી લાડકચંદ માણેકચંદ વોરા (પૂ. બાપુજી)એ જ્ઞાન અને ભક્તિમાર્ગનો સુંદર સમન્વય સાધીને, ઉત્તમ આત્મલક્ષી મોક્ષપુરુષાર્થમાં મુમુક્ષુ આત્માઓને સ્થિર કર્યા. પૂ. બાપુજીનું વિશ્વ વાત્સલ્ય, અંતરંગ ચારિત્ર, વિશાળ અને માધ્યસ્થ ધર્મભાવના તથા તેવા અગણિત ગુણોએ સાધક મુમુક્ષુ આત્માઓને સંસ્કારિત કર્યા. " આશ્રમના પરિસરમાં દાખલ થતાં જ અપૂર્વ શાંતિનો અનુભવ થાય. બ્રાહ્ય જગત વિસ્મૃત થાય, પવિત્ર વાતાવરણમાં દેહનું આરોગ્ય વધે અને આત્મા નિર્દોષ ભાવો ભજતો થાય. આશ્રમમાં મુખ્યત્વે આત્મલક્ષી પ્રવૃત્તિઓ ચાલે છે. જે જીવને આત્મસાધનાનાં શિખર સર કરવા હોય તેને માટે નૈસર્ગિક વાતાવરણ વચ્ચે આવેલ આ આશ્રમ દિવ્યધામ સમાન છે. ભગવાન મહાવીરે પ્રરુપેલા મૂળમાર્ગની ઓળખ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચનામૃતો દ્વારા અહીં અપાય છે. વિશાળ દૃષ્ટિ અને માધ્યસ્થવૃત્તિ ધરાવતા પૂ. બાપુજી અનુભવી સંતોની પ્રેરકવાણીના હિમાયતી હતા. પૂ. બાપુજીએ અન્ય મહાત્માઓએ રચેલા અધ્યાત્મ ગ્રંથોને, સ્તવનોને, પદોને બહુમાનપૂર્વક આશ્રમમાં થતા સ્વાધ્યાય અને ભક્તિમાં સ્થાન આપ્યું છે. “સો સંતોનો એક સુર' આશ્રમના દેવવિમાન સમા કલ્યાણ હોલમાં શિક્ષામૃત ૧૭ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ગૂંજી ઊઠ્યો. પ્રત્યક્ષ ગુરુના અનુભવસ્વરે પૂર્વે થયેલા યોગીઓના સત્યાત્મક બોધનું વિશ્લેષણથી દિવ્ય વાતાવરણ સર્જાયું છે. સહજતાએ સુરતાને સાધી પ્રભુમય એકલક્ષ થઈ સાધકો તન્મય બને છે. સુરેન્દ્રનગરથી ૩૧ કિ.મી., રાજકોટથી ૮૫ કિ.મી. અને અમદાવાદથી ૧૩૫ કિ.મી. પર આવેલા સાયલાના આશ્રમમાં સાધકને જોઈતી રહેવાની તથા ભોજનની સાનુકૂળ વ્યવસ્થા ગોઠવાયેલી છે. તઉપરાંત તીર્થંકર પરમાત્માનું જિનાલય, ધ્યાનખંડ. વાંચનાલય, સૌભાગ્ય સ્મૃતિઘર, પૂ. બાપુજીનું ગુરુમંદિર તથા સમાધિસ્થળ અને મુખ્ય સ્વાધ્યાયમંડ સાધકને અલૌકિક પ્રતીતિ કરાવે તેવા છે. અહીં દેશ-વિદેશના લોકો આત્મસંશોધન અર્થે આવે છે. એક ધ્યેયને સાધવા માટે અલગ-અલગ સ્થળેથી આવેલા સાધકો શ્રી સદ્ગુરુના સાંનિધ્યમાં એક મોટો અધ્યાત્મ પરિવાર બન્યો છે. • પરમ કૃપાળુ શ્રીમદ્જીનું બોધવચન છે : “વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે.” પૂ. બાપુજી માનતા કે દુઃખી મનુષ્યની સેવામાં રહીશું તો આપણો ત્યાગભાવ ને વૈરાગ્યભાવ હમેશાં ટકી રહેશે. સંવેદનશીલ, ઉર્મિપ્રધાન, કોમળહૃદયી પૂ. બાપુજી જ્યારે દુઃખી દરિદ્ર અને અશિક્ષિત સમાજને જોતા ત્યારે તેઓનું હૈયું કરુણાથી ઉભરાઈ આવતું. દેશ-પરદેશથી આવેલા સુખી મુમુક્ષુઓને પ્રેરતા અને સુમાર્ગે તેઓની સંપત્તિનો ઉપયોગ કરાવતા. માત્ર નાણું આપી છૂટી જવું એમ નહીં, પણ ચોકસાઈપૂર્વક, હરેક કાર્ય મુમુક્ષુઓની સ્વયં દેખરેખ નીચે થતું. આમ ત્યાગ ને વૈરાગ્યથી પ્રેરિત સાધક મુમુક્ષુવર્ગ આશ્રમમાં રહી આંતરવિશુદ્ધિની સાથોસાથ બાહ્યમાં નિષ્કામ કર્મયોગ સાધવા લાગ્યો. પરિણામે જનહિતની અનેક પ્રવૃત્તિઓ આરંભિત થઈ. જે નીચે મુજબ છે : ૧. ઉનાળામાં છાશ કેન્દ્રો. ૨. શિયાળામાં ગરમ કપડાં ને ધાબળા. ૩. નિરાધાર તથા વૃદ્ધજનોને અનાજ વિતરણ. ૪. વીરનગર સ્થિત શિવાનંદ મિશનની સહાયથી નેત્ર ચિકિત્સા તથા નેત્રયજ્ઞનું આયોજન. ૫. વિકલાંગ તથા અપંગોને જરૂરિયાતના સાધનો પૂરાં પાડવાં. ૬. બહેનો માટે સિવણ તથા ભરતગૂંથણીની તાલીમ આપતા વર્ગો. ૭. દુષ્કાળ દરમ્યાન નિરણ કેન્દ્ર (Cattle Camps)ને સહાય કરવી. જ્ઞાનવૃદ્ધ પૂ. બાપુજી હવે વયોવૃદ્ધ પણ હતા. પોતે પોતાની હાજરીમાં જ પોતાના ગુરુપદનો ત્યાગ કર્યો. પોતાના ઉત્તરાધિકારી તરીકે પોતા સમાન યોગનિષ્ઠ, સ્થિરચિત્ત, આત્મલીન એવા ભાઈશ્રી નલિનભાઈ કોઠારી તથા ગુરમૈયા શ્રી સદગુણાબેન સી. યુ. શાહને સત્યવારસો આપીને આશ્રમ તથા મુમુક્ષુઓના ભાવિ માટે નિશ્ચિત થઈ ગયા. શાંત, સૌમ્ય, આગવી સૂઝ ધરાવનાર, દૂરંદેશી, અજબ વ્યવસ્થાશક્તિ, હૃદયમાં અપાર વાત્સલ્ય, એવા પૂજ્ય ભાઈશ્રીએ પોતાનું સમગ્ર યોગક્ષેમ આશ્રમને સમર્પિત કર્યું. પૂ. બાપુજીને અનુસરતો વાત્સલ્યભાવ અને અધ્યાત્મનું પોષણ સર્વ મુમુક્ષુને મળવા લાગ્યું. શાંત, ધીર, ગંભીર, સદાયે ચહેરા પર વેરાયેલું સ્મિત તથા આત્મપ્રસન્ન પૂ. ભાઈશ્રીએ પૂ. બાપુજીના મનના ઉત્તમ ભાવોને અને ઇષ્ટ ઇચ્છાઓને એક પછી એક પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો. પારમાર્થિક અપેક્ષાએ, શ્રી સોભાગ દેહવિલય શિક્ષામૃત છે ૧૮ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ શતાબ્દી વર્ષની તથા પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર દેહવિલય શતાબ્દીની સમગ્ર વર્ષ દરમ્યાન વિશ્વવ્યાપકપણે ઉજવણી થઈ અને અનેક ભવ્ય આત્માઓને આત્મધર્મનો પરિચય થયો. - પૂ. બાપુજી થકી પ્રદીપ્ત થયેલો જનકલ્યાણનો ભાવ, નિષ્કામ કર્મયોગી પૂ. ભાઈશ્રીમાં પ્રચંડ રીતે ઝળહળી રહ્યો છે. પૂ. બાપુજીના સમયમાં ઝરણા સ્વરૂપે વહેતું લોક કલ્યાણનું કાર્ય આજે વિશાળ નદીનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. રોગચાળો ને બિમારીથી પીડાતા સાયલા તથા આજુબાજુના ગ્રામજનોને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે, સાયલા પાંજરાપોળે ફાળવેલી જગ્યામાં ૪000 ચો. ફૂટનું દવાખાનું તથા હોસ્પિટલનું નવનિર્માણ થયું છે. સ્ત્રી કેળવણી માટે કંઈ કરવું, પૂ. બાપુજીના તે ઉત્તમ સંકલ્પને સાકાર કરવા પરમ પૂજ્ય ભાઈશ્રીએ બાપુજીના નામે “પૂ. લાડકચંદ માણેકચંદ વોરા ગર્લ્સ હાઈસ્કૂલ” ધોરણ ૮ થી ૧૨ સુધીની કન્યાશાળાની સ્થાપના કરી. ૨૬મી જાન્યુઆરી ૨૦00ના વિનાશકારી ભૂકંપે અનેકને બેઘર કર્યા, જાનહાનિ થઈ અને ભારતની ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની ભૂમિ પર દુઃખ આળોટવા માંડ્યું. સાયલાની બાજુનું નિનામા ગામ, હતું ન હતું થઈ સમગ્ર જમીનદોસ્ત બન્યું. પ્રકૃતિના પ્રકોપને પડકાર ગણી હિંમતથી ઝીલી લેવો એમ કરુણાસાગર પૂ. ભાઈશ્રીએ સંકલ્પ કર્યો. મુમુક્ષુવર્ગને હાકલ આપી અને ભગીરથ કાર્યો શરૂ થયાં. (૧) ૨૫ લાખના ખર્ચે ૧૩૦૦ મકાનો ચોમાસા પહેલાં જ મરામત કરી આપ્યાં. (૨) જમીનદોસ્ત બનેલ નિનામા ગામની બાજુમાં ઉત્તમ ગુણવત્તા ધરાવતા ૩૩૫ આવાસો તથા સંપૂર્ણ જરૂરિયાત સાથે સુંદર ગામ ઊભું કર્યું અને તેનું નામ “લાડકપુર” આપવામાં આવ્યું. બ્લાઈન્ડ પીપલ્સ એસોસીએશનના સથવારે, અપંગ વિકલાંગ તથા મંદબુદ્ધિજીવો માટે આશ્રમના સંકુલમાં જ પ્રગતિશીલ શાળા ચાલુ છે. તે જગ્યા નાની પડતી હોવાથી તેનું વિસ્તરણ કરવાનું નક્કી કરેલ છે. તે માટે આશ્રમની નજીક નવી જમીન ખરીદવામાં આવેલ છે અને તે ઉપર વિકલાંગ સેન્ટરની જરૂરિયાત મુજબ મોટું મકાન બનાવવાનું આયોજન કરેલ છે. “આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ” ના નામે આ પ્રવૃત્તિ ચાલી રહેલ છે. ભૂકંપગ્રસ્ત ૪૩ શાળાઓ, ૧૬૦ ઓરડાઓનું નવનિર્માણ કરી લોકાર્પિત કરી ને તેનું શિક્ષણ ધોરણ ઊંચું આવે તે અર્થે પૂ. બાપુજીના જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે બાલવિકાસ યોજના (પ્રેમની પરબ)નો મંગળ આરંભ તા. ૨૯ જાન્યુઆરી ૨૦૦૪ના રોજ શ્યો. સાયલા તથા આજુબાજુના પછાત વિસ્તારના લોકો માટે આ આશ્રમ આશીર્વાદરૂપ બની ગયો છે. આ યોગાશ્રમ એટલે આધ્યાત્મિક જીવનમાં પ્રવેશવાનું અનોખું સદ્ભાગ્ય, જ્યાં આત્મજ્ઞાની ગુરુનું અનન્ય શરણ, સાંનિધ્ય અને તેઓના સમૃદ્ધ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આ મનુષ્યજીવન સફળ થાય છે. પ્રકાશન સમિતિ શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ સોભાગપરા, સાયેલા શિક્ષામૃત ૧૯ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ (અનુક્રમણિકા . . ૩૧૮ના જાવ .................... ......... ૩૩૪ ૩૪) له ૧. શ્રી વચનામૃતજી .... .............. ૧ ૨. શ્રી ઉપદેશ નોંધ .. ૩. શ્રી ઉપદેશ છાયા ................. ........ ૨૭૨ ૪. શ્રી વ્યાખ્યાનમાર-૧ ................................ ................ ૨૯૧ ૫. શ્રી વ્યાખ્યાનસાર-૨ ................. .......... ૨૯૬ ૬. શ્રી આત્યંતર પરિણામ અવલોકન : (અ) હાથનોંધ-૧........ (બ) હાથનોંધ-૨ (ક) હાથનોંધ-૩ ..... ૭. શ્રી વંદન પ્રણિપાત સ્તુતિ તથા ક્ષમાપના ........ ૩૪૮ ૮. અન્ય પદો અને સ્તવનો : ૧. મોહની નિંદમાં – પૂ. શ્રી કાળિદાસભાઈ ........................... ૩૪૯ ૨. જીય જાને - શ્રી આનંદઘનજી ....... .............. ૩. રોમે રોમે – શ્રી છોટમ ... ............... ૩૫ર ૪. સદ્ગુરુના તે શબ્દ - શ્રી પ્રીતમ ...... ૩૫૩ ૫. નામ સુધારસ - શ્રી નીરાંત ભગત ... ૩૫૪ ૬. પૂરવ પુણ્ય ઉદય કરો - શ્રી ચિદાનંદજી .................... ૩૫૫ ૭. શ્રી વિમળનાથ જિનસ્તવન – શ્રી આનંદઘનજી ...... ૩૫૭ ૮. શ્રી ધર્મનાથ જિનસ્તવન -શ્રી આનંદઘનજી ........ ૩૫૯ ૯. શ્રી શાંતિનાથ જિનસ્તવન - શ્રી યશોવિજયજી .. ૩૩૦. ૧૦. શ્રી નમિનાથ જિનસ્તવન – શ્રી આનંદઘનજી ૩૬૨ ૧૧. ક્રોધ, માન, માયા, લોભની સક્ઝાયો - શ્રી ઉદયરત્ન ............. ૩૬૭ ૧૨. શ્રી આત્મસિદ્ધશાસ્ત્ર - પરમ કૃપાળુદેવ. ૧૩; ચૈત્યવંદન...... .............. ૩૭૪ له ૩૫૧ .............. له له .............. له ..... ૩૭૨. શિક્ષામૃત જે ૨૦ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ 23 66 ‘શ્રીમદ્ રાજચંદ્ર” શ્રી વચનામૃતજી ૧. પ્રથમ શતક (શાર્દૂલવિક્રીડિત વૃત્ત) ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા, કોડે કરું કામના; બોધું ધર્મદ મર્મ ભર્મ હરવા, છે અન્યથા કામના; ભાખું મોક્ષ સુબોધ ધર્મ ધનના, જોડે કશું કામના; એમાં તત્ત્વ વિચાર સત્ત્વ સુખદા, પ્રેરો પ્રભુ કામના.૧ (છપ્પય) નાભિનંદન નાથ, વિશ્વવંદન વિજ્ઞાની; ભવ બંધનના ફંદ, કરણ ખંડન સુખદાની; ગ્રંથ પંથ આદ્યંત, ખંત પ્રેરક ભગવંતા; અખંડિત અરિહંત તંતહારક જયવંતા; શ્રી મરણહરણ તારણતરણ, વિશ્વોદ્ધારણ અઘ હરે; તે ઋષભદેવ પરમેશપદ, રાયચંદ વંદન કરે. ૨ ૨. પ્રભુ પ્રાર્થના (દોહરા) જળહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપાનિધાન; પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભયભંજન ભગવાન. ૩ નિત્ય નિરંજન નિત્ય છો, ગંજન ગંજ ગુમાન; અભિવંદન અભિવંદના, ભયભંજન ભગવાન. ૪ ધર્મધરણ તારણતરણ, શરણ ચરણ સન્માન; વિઘ્નહરણ પાવનકરણ, ભયભંજન ભગવાન. ૫ ભદ્રભરણ ભીતિહરણ, સુધાઝ૨ણ શુભવાન; ક્લેશહરણ ચિંતાચૂરણ, ભયભંજન ભગવાન. ૬ અવિનાશી અરિહંત તું, એક અખંડ અમાન; અજર અમર અણજન્મ તું, ભયભંજન ભગવાન. ૭ આનંદી અપવર્ગી તું, અકળ ગતિ અનુમાન; આશિષ અનુકૂળ આપજે, ભયભંજન ભગવાન. ૮ નિરાકાર નિર્લેપ છો, નિર્મળ નીતિનિધાન; નિર્મોહક નારાયણા, ભયભંજન ભગવાન. ૯ નોંધ : પરમ કૃપાળુદેવના વચનો જાડા (બોલ્ડ) અક્ષરોમાં છે. સ્વાધ્યાય દરમ્યાન પ. પૂ. બાપૂજીએ ઉચ્ચારેલ વચનો સામાન્ય (પ્લેન) શબ્દોમાં છે. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત સચરાચર સ્વયંભૂ પ્રભુ, સુખદ સોંપજે સાન; સૃષ્ટિનાથ સર્વેશ્વરા, ભયભંજન ભગવાન. ૧૦ સંકટ શોક સકળ હરણ, નૌતમ જ્ઞાન નિદાન; ઇચ્છા વિકળ અચળ કરો, ભયભંજન ભગવાન. ૧૧ આધિ વ્યાધિ ઉપાધિને, હરો તંત તોફાન; કરુણાળુ કરુણા કરો, ભયભંજન ભગવાન. ૧૨ કિંકરની કંકર મતિ, ભૂલ ભયંકર ભાન; શંકર તે સ્નેહે હરો, ભયભંજન ભગવાન. ૧૩ શક્તિ શિશુને આપશો, ભક્તિ મુક્તિનું દાન; તુજ જુક્તિ જાહેર છે, ભયભંજન ભગવાન. ૧૪ નીતિ પ્રીતિ નમ્રતા, ભલી ભક્તિનું ભાન; આર્ય પ્રજાને આપશો, ભયભંજન ભગવાન. ૧૫ દયા શાંતિ ઔદાર્યતા, ધર્મ મર્મ મનધ્યાન; સંપ જંપ વણ કંપ દે, ભયભંજન ભગવાન. ૧૬ હર આળસ એદીપણું, હર અઘ ને અજ્ઞાન; હર ભ્રમણા ભારત તણી, ભયભંજન ભગવાન. ૧૭ તન મન ધન ને અન્નનું, દે સુખ સુધાસમાન; આ અવનીનું કર ભલું, ભયભંજન ભગવાન. ૧૮ વિનય વિનંતી રાયની, ધરો કૃપાથી ધ્યાન; માન્ય કરો મહારાજ તે, ભયભંજન ભગવાન. ૧૯ ૩. કાળ કોઈને નહીં મૂકે (હરિગીત) મોતીતણી માળા ગળામાં મૂલ્યવંતી મલકતી, હીરાતણા શુભ હારથી બહુ કંઠકાંતિ ઝળકતી; આભૂષણોથી ઓપતા ભાગ્યા મરણને જોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. મણિમય મુગટ માથે ધરીને કર્ણ કુંડળ નાખતા, કાંચન કડાં કરમાં ધરી કશીયે કચાશ ન રાખતા; પળમાં પડ્યા પૃથ્વીપતિ એ ભાન ભૂતળ ખોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૨ દશ આંગળીમાં માંગલિક મુદ્રા જડિત માણિક્યથી, જે પરમ પ્રેમે પે'રતા પોંચી કળા બારીકથી; એ વેઢ વીંટી સર્વ છોડી ચાલિયા મુખ ધોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૩ મૂછ વાંકડી કરી ફાંકડા થઈ લીબુ ધરતા તે પરે, કાપેલ રાખી કાતરા હરકોઈનાં હૈયાં હરે; એ સાંકડીમાં આવિયા છટક્યા તજી સહુ સોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૪ છો ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજ્યા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઊપજ્યા; એ ચતુર ચક્રી ચાલિયા હોતા નહોતા હોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૫ જે રાજનીતિનિપુણતામાં ન્યાયતંતા નીવડ્યા, અવળાં કર્યો જેના બધા સવળા સદા પાસા પડ્યા; એ ભાગ્યશાળી ભાગિયા તે ખટપટો સો ખોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૭ તરવાર બહાદુર ટેકધારી પૂર્ણતામાં પેખિયા, હાથી હણે હાથે કરી એ કેશરી સમ દેખિયા; એવા ભલા ભડવીર તે અંતે રહેલા રોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૭ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૪. ધર્મ વિષે (કવિત) સાહ્યબી સુખદ હોય, માનતણો મદ હોય, ખમા ખમા ખુદ હોય, તે તે કશા કામનું? જુવાનીનું જોર હોય, એશનો અંકોર હોય, દોલતનો દોર હોય, એ તે સુખ નામનું વનિતા વિલાસ હોય, પ્રોઢતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હોય, હોય સુખ ધામનું વદે રાયચંદ એમ, સદ્ધર્મને ધાર્યા વિના, જાણી લેજે સુખ એ તો, બેએ જ બદામનું! ૧ મોહ માન મોડવાને, ફેલપણું ફોડવાને, જાળફેદ તોડવાને, હેતે નિજ હાથથી; કુમતિને કાપવાને, સુમતિને સ્થાપવાને, મમત્વને માપવાને, સકલ સિદ્ધાંતથી; મહા મોક્ષ માણવાને, જગદીશ જાણવાને, અજન્મતા આણવાને, વળી ભલી ભાતથી; અલોકિક અનુપમ, સુખ અનુભવવાને, ધર્મ ધારણાને ધારો, ખરેખરી ખાંતથી. ૨ દિનકર વિના જેવો, દિનનો દેખાવ દીસે, શશી વિના જેવી રીતે, શર્વરી સુહાય છે; પ્રજાપતિ વિના જેવી, પ્રજા પુરતણી પેખો, સુરસ વિનાની જેવી, કવિતા કહાય છે; સલિલ વિહીન જેવી, સરિતાની શોભા અને, ભર વિહીન જેવી, ભામિની ભળાય છે; વદે રાયચંદ વીર, સદ્ધર્મને ધાર્યા વિના, માનવી મહાન તેમ, કુકર્મી કળાય છે. ૩ ચતુરો ચોંપેથી ચાહી ચિંતામણિ ચિત્ત ગણે, પંડિતો પ્રમાણે છે પારસમણિ પ્રેમથી; કવિઓ કલ્યાણકારી કલ્પતરુ કથે જેને, સુધાનો સાગર કથે, સાધુ શુભ ક્ષેમથી; આત્મના ઉદ્ધારને ઉમંગથી અનુસરો જો, નિર્મળ થવાને કાજે, નમો નીતિ નેમથી; વદે રાયચંદ વીર, એવું ધર્મરૂપ જાણી, “ધર્મવૃત્તિ ધ્યાન ધરો, વિલખો નવેમથી.”૪ ૧૧. મુનિ સમાગમ પામ્યા મોદ મુનિ સુણી મન વિશે, વૃત્તાંત રાજા તણો, પાછું નિજ ચરિત્ર તે વરણવ્યું, ઉત્સાહ રાખી ઘણો; થાશે ત્યાં મન ભૂપને દઢ દયા, ને બોધ જારી થશે, ત્રીજો ખંડ ખચીત માન સુખદા, આ મોક્ષમાળા વિશે (અપૂર્ણ) ૧૨ “संसारविषवृक्षस्य द्वे फले अमृतोपमे । વાવ્યામૃતસારવાર માતા: નર્નઃસE IT” (શંકરાચાર્ય) સંસારમાં સજ્જનતા એ જ સુખપ્રદ છે એમ આ શ્લોક દર્શાવે છે. For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૪ ૧૩. શ્રી શાંતિનાથ ભગવાન (સ્તુતિ) પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને; નીરાગી મહા શાંત મૂર્તિ તમારી, પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી. દઉં ઉપમા તો અભિમાન માટું, અભિમાન ટાળ્યા તણું તત્ત્વ તારું; છતાં બાળરૂપે રહ્યો શિર નામી, સ્વીકારો ઘણી શુદ્ધિ એ શાંતિ સ્વામી. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજ્યા મહા શાંતિ આનંદ ધામે. (અપૂર્ણ) ૧૫. દોહરા જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોય; જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. ૧ મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય. ૨ વચનામૃત વીતરાગના, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ. ૩ જન્મ જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ; કારણ તેનાં બે કહ્યાં, રાગ દ્વેષ અણહેતુ. ૪ નથી ધર્યો દેહ વિષય વધારવા; નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. પ ૧૬. ભાવનાબોધ - ઉપોદ્ઘાત भोगे रोगभयं कुले च्युतिभयं वित्तेनृपालाद्भयं माने दैन्यभयं बलेरिपुभयं रूपे तरुण्या भयं, सास्त्रे वादभयं, गुणे खलभयं, काये कृतांताद्भयं सर्व वस्तु भयान्वितं भुवि नृणां वैराग्यमेवाभयं. ભર્તૃહરિ વૈરાગ્યશતક ૩૧ ભોગમાં રોગનો ભય છે; કુળને પડવાનો ભય છે; લક્ષ્મીમાં રાજાનો ભય છે; માનમાં દીનતાનો ભય છે; બળમાં શત્રુનો ભય છે; રૂપથી સ્ત્રીને ભય છે; શાસ્ત્ર જાણનારને વાદનો ભય છે; ગુણમાં ખળતાનો ભય છે; અને કાયા પર કાળનો ભય છે. એમ સર્વ વસ્તુ ભયવાળી છે; માત્ર એક વૈરાગ્ય જ અભય છે. શિક્ષામૃત - અધુવે અસાસંમિ સંસારંમિ દુષ્કૃપઉરાએ, કિં નામ હુજ્જ કમ્મ જેણા ં દુગ્ગઈ ન ગચ્છિ જ્જા. ૧. અશ્રુવ અને અશાશ્વત સંસારમાં અનેક પ્રકારનાં દુઃખ છે, હું એવી શું કરણી કરું કે જે કરણીથી કરી દુર્ગતિ પ્રતિ ન જાઉં ? ન પ્રભુ ભજો નીતિ સજો, પરઠો પરોપકાર. પ્રભુની ભક્તિ કરો, નીતિમય જીવન જીવો અને જે કાંઈ બને તે પરોપકાર કરવાની વૃત્તિ રાખો. ‘નિવ્વાણસેઢા જહ સર્વાધમ્મા' (સૂ.કૃતાંગ) For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી બધાય ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે. મુક્તિ એટલે સંસારના શોકથી મુક્ત થવું તે. જ્ઞાનદર્શનાદિક અનુપમ વસ્તુઓ પ્રાપ્ત કરવી. જેમાં પરમસુખ અને પરમાનંદનો અખંડ નિવાસ છે, જન્મમરણની વિટંબનાનો અભાવ છે. પ્રથમ ચિત્ર : અનિત્ય ભાવના (ઉપજાતિ) વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ ! લક્ષ્મી વીજળી જેવી છે. વીજળીનો ઝબકારો જેમ થઈને ઓલવાઈ જાય છે, તેમ લક્ષ્મી આવીને ચાલી જાય છે. અધિકાર પતંગના રંગ જેવો છે, પતંગનો રંગ જેમ ચાર દિવસની ચટકી છે, તેમ અધિકાર માત્ર થોડો કાળ રહી હાથમાંથી જતો રહે છે. આયુષ્ય પાણીનાં મોજાં જેવું છે. પાણીનો હિલોળો આવ્યો કે ગયો તેમ જન્મ પામ્યા અને એક દેહમાં રહ્યા કે ન રહ્યા ત્યાં બીજા દેહમાં પડવું પડે છે. કામભોગ આકાશમાં ઉત્પન્ન થતાં ઇંદ્રધનુષ્ય જેવા છે. જેમ ઇંદ્રધનુષ્ય વર્ષાકાળમાં થઈને ક્ષણવારમાં લય થઈ જાય છે, તેમ યોવનમાં કામના વિકાર ફળીભૂત થઈ જરાવયમાં જતાં રહે છે; ટૂંકામાં છે જીવ ! એ સઘળી વસ્તુઓનો સંબંધ ક્ષણભર છે; એમાં પ્રેમબંધનની સાંકળે બંધાઈને શું રાચવું? તાત્પર્ય એ સઘળાં ચપળ અને વિનાશી છે. તું અખંડ અને અવિનાશી છે; માટે તારા જેવી નિત્ય વસ્તુને પ્રાપ્ત કર. દ્વિતીય ચિત્ર : અશરણ ભાવના (ઉપજાતિ) સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય લ્હાશે. સર્વજ્ઞ જિનેશ્વર દેવે નિઃસ્પૃહતાથી બોધેલો ધર્મ ઉત્તમ શરણરૂપ જાણીને મન, વચન અને કાયાના પ્રભાવ વડે હે ચેતન ! તેને તું આરાધ, આરાધ. તું કેવળ અનાથરૂ૫ છો તે સનાથ થઈશ. એના વિના ભવાટવીની ભ્રમણમાં તારી બાંય કોઈ સાહનાર (પકડનાર) નથી. તૃતીય ચિત્ર : એકત્વ ભાવના (ઉપજાતિ) શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય; તે કોઈ અન્ય લઈ ના શકાય; એ ભોગવે એક સ્વ આત્મ પોતે, એકત્વ એથી નય સુજ્ઞ ગોતે. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત - શરીરમાં પ્રત્યક્ષ દેખાતા રોગાદિક જે ઉપદ્રવ થાય છે તે સ્નેહી, કુટુંબી, ભાર્યા કે પુત્ર કોઈથી લઈ શકાતા નથી; એ માત્ર એક પોતાનો આત્મા જ ભોગવે છે. એમાં કોઈ પણ ભાગીદાર થતું નથી. તેમ જ પાપ પુણ્યાદિ સઘળા વિપાકો આપણો આત્મા જ ભોગવે છે. એ એકલો આવે છે, એકલો જાય છે; એવું સિદ્ધ કરીને વિવેકને ભલી રીતે જાણવાવાળા પુરુષો એકત્વને નિરંતર શોધે છે. (શાર્દૂલવિક્રીડિત). રાણી સર્વ મળી સુચંદન ઘસી, ને ચર્ચવામાં હતી, બૂઝયો ત્યાં કકળાટ કંકણતણો, શ્રોતી નમિ ભૂપતિ; સંવાદ પણ ઇન્દ્રથી દઢ રહ્યો, એકત્વ સાચું કર્યું, એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અત્રે થયું. રાણીનો સમુદાય ચંદન ઘસીને વિલેપન કરવામાં રોકાયો હતો; તત્સમયમાં કંકણના ખળભળાટને (શાંત થયેલો) સાંભળીને નમિરાજ બૂયો. ઇંદ્રની સાથે સંવાદમાં પણ અચળ રહ્યો; અને એકત્વને સિદ્ધ કર્યું. ચતુર્થ ચિત્ર : અન્યત્વ ભાવના (શાર્દૂલ વિક્રીડિત) ના મારાં તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાત ના, ના મારાં મૃત સ્નેહીઓ સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાતિ ના; ના મારા ધન ધામ યોવન ધરા, એ મોહ અજ્ઞાત્વના, રે ! રે ! જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના. આ શરીર તે મારું નથી, આ રૂપ તે મારું નથી, આ કાંતિ તે મારી નથી, આ સ્ત્રી તે મારી નથી, આ પુત્ર તે મારા નથી, આ ભાઈઓ તે મારા નથી, આ દાસ તે મારા નથી, આ સ્નેહીઓ તે મારા નથી, આ સંબંધીઓ તે મારા નથી, આ ગોત્ર તે મારું નથી, આ જ્ઞાતિ તે મારી નથી, આ લક્ષ્મી તે મારી નથી, આ મહાલય તે મારા નથી, આ યોવન તે મારું નથી, અને આ ભૂમિ તે મારી નથી. માત્ર એ મોહ અજ્ઞાનપણાનો છે. સિદ્ધગતિ સાધવા માટે હે જીવ! અન્યત્વનો બોધ દેનારી એવી તે અન્યત્વભાવનાનો વિચાર કર ! વિચાર કર ! (શાર્દૂલવિક્રીડિત) દેખી આંગળી આપ એક અડવી, વેરાગ્ય વેગે ગયા, છાંડી રાજ સમાજને ભરતજી, કેવલ્યજ્ઞાની થયા; ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે, પામ્યું અહીં પૂર્ણતા, જ્ઞાનીનાં મન તેહ રંજન કરો, વૈરાગ્ય ભાવે યથા. For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી પોતાની એક આંગળી અડવી દેખીને વૈરાગ્યના પ્રવાહમાં જેણે પ્રવેશ કર્યો, રાજસમાજને છોડીને જેણે કેવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું. એવા તે ભરતેશ્વરનું ચરિત્ર ધારણ કરીને આ ચોથું ચિત્ર પૂર્ણતા પામ્યું. તે જેવો જોઈએ તેવો વેરાગ્યભાવ દર્શાવીને જ્ઞાનીપુરુષનાં મનને રંજન કરનાર થાઓ ! પંચમ ચિત્ર ઃ અશુચિ ભાવના (ગીતિવૃત્ત) ખાણ, મૂત્ર ને મળની, રોગ જરાનું નિવાસનું ધામ; કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ. મળ અને મૂત્રની ખાણરૂપ, રોગ અને વૃદ્ધતાને રહેવાના ધામના જેવી કાયાને ગણીને તે ચૈતન્ય ! તેનું મિથ્યા માન ત્યાગ કરીને સનતકુમારની પેઠે તેને સફળ કર. ષષ્ઠ ચિત્ર ઃ નિવૃત્તિબોધ (સંસાર ભાવના) ' (નારા, છંદ) અનંત સૌખ્ય નામ દુઃખ, ત્યાં રહી ને મિત્રતા ! અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા !! ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ રે નિહાળ તું; નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું. જેમાં એકાંત અને અનંત સુખના તરંગ ઊછળે છે તેવાં શીલ, જ્ઞાનને માત્ર નામના દુઃખથી કંટાળી જઈને મિત્રરૂપે ન માનતાં તેમાં અભાવ કરે છે; અને કેવળ અનંત દુઃખમય એવાં જે સંસારનાં નામ માત્ર સુખ તેમાં તારો પરિપૂર્ણ પ્રેમ છે એ કેવી વિચિત્રતા છે ! અહો ચેતન ! હવે તું તારા ન્યાયરૂપી નેત્રને ઉઘાડીને નિહાળ રે નિહાળ !! નિહાળીને શીદ્યમેવ નિવૃત્તિ એટલે મહાવૈરાગ્યને ધારણ કર. અને મિથ્યા કામભોગની પ્રવૃત્તિને બાળી દે! એવં પુરા જહા સુખ - હે પુત્ર ! તને સુખ થાય તેમ કરો. જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર. સમ્યકજ્ઞાન, ગુરુએ બતાવેલ ધ્યાન (સમ્યફ ધ્યાન) અને આંતરિક રીતે વૈરાગ્યમય સ્થિતિવાળા તથા જેની સુવિચારણા જાગૃત છે, તેવા વૈરાગ્યપ્રેરક એવી શુભ ભાવનાઓની અનુપ્રેક્ષા કરે તો તે જન્મમરણના ફેરામાંથી છૂટી જાય છે. અને અનંત અવ્યાબાધ સુખમાં બિરાજમાન થઈ જાય છે. For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત ૧૭. મોક્ષમાળા શિક્ષાપાઠ ૨. સર્વમાન્ય ધર્મ (ચોપાઈ) ધર્મતત્ત્વ જો પૂછ્યું મને, તો સંભળાવું સ્નેહ તને; જે સિદ્ધાંત સકળનો સાર, સર્વમાન્ય સહુને હિતકાર.' ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન; અભયદાન સાથે સંતોષ, દ્યો પ્રાણીને, દળવા દોષ. સત્ય શીળ ને સઘળાં દાન, દયા હોઈને રહ્યાં પ્રમાણ; દયા નહીં તો એ નહિ એક, વિના સૂર્ય કિરણ નહિ દેખ. પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાથ; સર્વ જીવનું ઇચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. સર્વ દર્શને એ ઉપદેશ, એ એકાંતે, નહીં વિશેષ; સર્વ પ્રકારે જિનનો બોધ, દયા દયા નિર્મળ અવિરોધ ! એ ભવતારક સુંદર રાહ, ધરિયે તરિયે કરી ઉત્સાહ; ધર્મ સકળનું એ શુભ મૂળ, એ વણ ધર્મ સદા પ્રતિકૂળ. તત્ત્વરૂપથી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે; શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ. શિક્ષાપાઠ ૧૫. ભક્તિનો ઉપદેશ (તોટક છંદ) શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી; જિનભક્તિ ગ્રહો તરુ કલ્પ અહો, ભજીને ભગવંત ભવંત લહો. ૧ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી આ શુભ શીતળ છાંયો ભક્તિમાં રહેલો છે અને જેનું ફળ કાયમી સુખમાં આવે છે. માટે કલ્પવૃક્ષ સમાન એટલે જ્યાં મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે એવા કલ્પતરુ સમાન જિનેશ્વરની ભક્તિ કરો અને એ ભગવાનને ભજીને ભવનો અંત પ્રાપ્ત કરો. ભગવાનની નિસ્પૃહ ભક્તિ વડે આ ભવ ભ્રમણના ફેરા ટાળી દો. ૧ નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મનતાપ ઉતાપ તમામ મટે; અતિ નિર્જરતા વણદામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લો. ૨ પ્રભુ ભક્તિ કરવાથી પોતાનું આત્મસ્વરૂપ જેમ છે તેમ પ્રગટશે. અને મનના બધા જ પ્રકારના તાપ-આકુળતા વિગેરે નાશ પામી જશે. અને કોઈ પણ જાતના પૈસા ખર્યા વગર તીવ્રપણે નિર્જરાને પ્રાપ્ત થશો. માટે ભગવાનની ભક્તિ કરી ભવનો અંત લો. ૨ સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે; શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લો. ૩ આમ કરવાથી પરિણામે સમતાવાળા થશો. જડ તથા મંદબુદ્ધિવાળા, અધોગતિરૂપ જન્મો (જેવાં કે સ્ત્રી, નપુંસક, હલકી કોટીના દેવો, નારક, તિર્યચ, અનાર્યકુલ વગેરે)માં જન્મો લેવા નહીં પડે, સંપૂર્ણ શુભ મંગળ (કલ્યાણ)ને તમે ઇચ્છો, ચાહો. માટે ભગવાનની ભક્તિ કરી ભવનો અંત લો. ૩ શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો; નહિ એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લો. ૪ અશુભ ભાવ સામે શુભ ભાવ મૂકી મનને શુદ્ધ-નિર્મળ કરો, તે માટે નવકાર મહામંત્રનું સ્મરણ કરો કારણ કે એના જેવો આ જગતમાં બીજો સુમંત્ર નથી. માટે ભગવાનની ભક્તિ કરી ભવનો અંત કરો. ૪ કરશો ક્ષય કેવળ રાગ કથા, ધરશો શુભ તત્ત્વસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજીને ભગવંત ભવંત લો. ૫ જ્યારે રાગ ભાવને સંપૂર્ણપણે ક્ષય કરી નાખશો ત્યારે જ શુભ તત્ત્વરૂપ જે આત્મસ્વરૂપ છે તે યથાર્થપણે પ્રાપ્ત કરી શકશો માટે શ્રીમદ્ નૃપચંદ્ર(રાજચંદ્ર)જી કહે છે કે. અનંત પ્રકારના જે પ્રપંચોમાં રાચી રહ્યા છો તેને બાળી નાખો અને ભગવાનને ભજીને ભવનો અંત લો. ૫ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧ ૦ શિક્ષામૃત શિક્ષાપાઠ ૩૪. બ્રહ્મચર્ય વિશે સુભાષિત (દોહરા) નીરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. ૧ બ્રહ્મચર્ય એ સૌથી ઉત્કૃષ્ટ વ્રત છે. યુવાન સ્ત્રીને જોઈને પણ જેને વિષયની વાસના ઉત્પન્ન થતી નથી, અને તેને લાકડાની પૂતળી સમાન જે ગણે છે તે ભગવાન સમાન છે. ૧ આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી, ત્યાગું બધું, કેવળ શોકસ્વરૂપ. ૨ આ આખા સંસારમાં સ્ત્રી એ મુખ્ય પાત્ર છે. તેના તરફની દૃષ્ટિ જ સંસાર ઉત્પન્ન કરે છે. માટે તેનો ત્યાગ કરો તો બધું જ ત્યાગી દીધું ગણાશે અને એમ થતાં જે કાંઈ શોકસ્વરૂપ હતું તેનો ત્યાગ થઈ જશે. ૨ એક વિષયને જીતતાં, જીત્યો સૌ સંસાર; નૃપતિ જીતતાં જીતિયે, દળ, પુર ને અધિકાર. ૩ જેમ એક રાજાને જીતી લેતાં તેનાં બધાં જ સશસ્ત્ર દળો, નગરો અને અધિકાર જીતી લીધા એમ કહેવાય છે. તેમ એક વિષય (સ્પર્શેન્દ્રિય) ભાવને જીતી લેતાં આખો સંસાર જીતાઈ જાય એટલે સંસારથી પર થઈ શકે. ૩ વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન; લેશ મદિરાપાનથી, છાકે જ્યમ અજ્ઞાન. ૪ જો અંતરમાં વિષયરૂપી અંકુર ફૂટે-પ્રગટે તો જ્ઞાન અને ધ્યાન જે મોક્ષના કારણ છે, તેનો નાશ થઈ જાય. જેમ થોડા પણ દારૂનું સેવન કરવામાં આવે તો જેમ અજ્ઞાન ઉછાળા મારવા માંડે છે તેમ વિષય પણ તેવો જ છે. ૪ જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ; ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ. ૫ નવ વાડ બ્રહ્મચર્ય તે માટે કહી છે. તે શિયળને વિશુદ્ધ કરવા માટે છે અને સુખનું આપનાર છે. જો આ રીતે બ્રહ્મચર્ય પાળે તો પછી તેના ભવ બહુ જ ઓછા થઈ જાય એવું તત્ત્વવચન શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. ૫ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી સુંદર શિયળ સુરતરુ, મન વાણી ને દેહ; જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તેહ. ૬ શિયળ-બ્રહ્મચર્ય - એ સુંદર કલ્પવૃક્ષ સમાન છે. મન, વચન અને કાયાથી જે સ્ત્રી-પુરુષ સેવશે તેઓ અનુપમ ફળ-મોક્ષ મેળવશે. ૬ પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન. ૭ વળી શાસ્ત્રોમાં કહ્યું છે કે પાત્ર વગર કોઈ વસ્તુ રહે નહિ. પાત્રતા હોય તો આત્મજ્ઞાન થાય. માટે પાત્રતા કેળવવા હમેશાં હે બુદ્ધિમાન જીવો ! બ્રહ્મચર્યનું સેવન કરો. ૭ શિક્ષાપાઠ ૪૫. સામાન્ય મનોરથ (સવૈયા) મોહિનીભાવ વિચાર અધીન થઈ, ના નીરખું નયને પરનારી; પથ્થરતુલ્ય ગણું પરવેભવ, નિર્મળ તાત્ત્વિક લોભ સમારી ! દ્વાદશ વ્રત અને દીનતા ધરી, સાત્ત્વિક થાઉં સ્વરૂપ વિચારી; એ મુજ નેમ સદા શુભ ક્ષેમક, નિત્ય અખંડ રહો ભવહારી. ૧ મારા યોગક્ષેમને નિત્ય અખંડપણે તે વ્રતોમાં પ્રવંતાથી ભવભ્રમણથી મુક્ત થાઉં. તે ત્રિશલાતનયે મન ચિંતવી, જ્ઞાન, વિવેક, વિચાર વધારું; નિત્ય વિશોધ કરી નવ તત્ત્વનો, ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું. ૧૧ સંશયબીજ ઊગે નહીં અંદર, જે જિનનાં કથનો અવધારું; રાજ્ય, સદા મુજ એ જ મનોરથ, ધાર, થશે અપવર્ગઉતારુ. ૨ (૧) મોહિનીભાવને મનમાં ધારણ કરી પરસ્ત્રીને જોઈશ નહીં. (૨) લોભને કાબુમાં લઈ નિર્મળ તત્ત્વોને ધ્યાનમાં લઈ પ૨વૈભવને પથ્થર સમાન ગણીશ. (૩) બાર વ્રત અને દીનભાવ– લઘુતાભાવને ધારણ કરી, સ્વરૂપનો વિચાર કરી સાત્ત્વિક ભાવોને ધારણ કરીશ. આ ભાવનાઓ ત્રિશલારાણીના પુત્ર ભગવાન મહાવીરે મનમાં ચિંતવ્યા હતા તેને ચિંતવી જ્ઞાન, વિવેક અને સુવિચારણામાં વધારો કરીશ. દરરોજ નવતત્ત્વને શુદ્ધ કરતો કરતો ઉત્તમ બોધનો વિચાર કરતો રહીશ. અંતરમાં સંશયરૂપી બીજ ઊગે નહીં માટે જિનેશ્વર કથિત વચનોને અંતરમાં ધારણ કરીશ. શ્રીમદ્ રાજચંદ્રજી (પ.કૃ.દેવ) કહે છે કે મારા એ સદાયના મનોરથ છે અને જે કરવાથી હું મોક્ષમાર્ગનો પ્રવાસી થઈશ. For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત શિક્ષાપાઠ ૪૯. તૃષ્ણાની વિચિત્રતા (મનહર છંદ) (એક ગરીબની વધતી ગયેલી તૃષ્ણા) હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને, મળી પટેલાઈ ત્યારે તાકી છે શેઠાઈને; સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતાઈ અને, આવી મંત્રિતાઈ ત્યારે તાકી નૃપતાઈને; મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને, દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને; અહો ! રાજચંદ્ર માનો માનો શંકરાઈ મળી; વધે તૃષનાઈ તોય જાય ન મરાઈને. ૧ ગરીબાઈ હતી ત્યારે પટેલાઈ મળે તો સારું, પટેલાઈ મળી ગઈ તો શેઠ થાઉં તો સારું એવી ઇચ્છા થઈ. શેઠાઈ સાંપડી તો પછી મંત્રી (પ્રધાન) થવાની તૃષ્ણા ઊભી થઈ. મંત્રીપણું પ્રાપ્ત થયું ત્યાં રાજા થાઉ તો સારું. રાજા થયો ત્યારે દેવતા બનવા તરફ દૃષ્ટિ ગઈ. દેવતાઈનાં દર્શન થયાં પ્રાપ્ત થઈ તો શંકર બને તો સારું. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે શંકરનું પદ પ્રાપ્ત થયું તો પણ તૃષ્ણા તો વધતી જ ગઈ. તેનો નાશ થયો નહીં. ૧ (૨) કરોળી પડી દાઢી ડાચાં તણો દાટ વળ્યો, કાળી કેશપટી વિશે શ્વેતતા છવાઈ ગઈ; સુંઘવું, સાંભળવું, ને દેખવું તે માંડી વાળ્યું, તેમ દાંત આવલી તે, ખરી કે ખવાઈ ગઈ. વળી કેડ વાંકી, હાડ ગયાં, અંગરંગ ગયો, ઊઠવાની આય જતાં લાકડી લેવાઈ ગઈ; અરે ! રાજચંદ્ર એમ, યુવાની હરાઈ પણ, મનથી ન તોય રાંડ મમતા મરાઈ ગઈ. ૨ શરીર પર કરચલીઓ વૃદ્ધાવસ્થાની ચાડી ખાવા માંડી, મોટું બેસી ગયું, કાળા વાળ ધોળા થઈ ગયા, સુંઘવાનું, સાંભળવાનું અને જોવાનું બંધ થયું એટલે નાક, કાન અને આંખ કામ કરતાં બંધ થઈ ગયાં, દાંતોની પંક્તિ પડી ગઈ અથવા ખવાઈ ગઈ, કેડ વાંકી થઈ ગઈ, હાડ ગયું અને અંગનો રંગ ઊડી ગયો, ઊભા થવાની શક્તિ જતાં હાથમાં લાકડી લેવી પડી. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે અરે ! યુવાની જતી રહી તો પણ મનમાંથી મમતારૂપી રાંડનો નાશ ન થયો; મમત્વનો નાશ થયો નહીં. ૨ (૩). કરોડોના કરજના શિર પર ડંકા વાગે, રોગથી રૂંધાઈ ગયું, શરીર સુકાઈને; પુરપતિ પણ માથે, પડવાને તાકી રહ્યો, પેટ તણી વેઠ પણ, શકે ન પુરાઈને. પિતૃ અને પરણી તે, મચાવે અનેક ધંધ, પુત્ર, પુત્રી ભાખે ખાઉં ખાઉં દુઃખદાઈને; અરે ! રાજચંદ્ર તોય જીવ ઝાવા દાવા કરે, જંજાળ છંડાય નહીં, તજી તૃષનાઈને. ૩ For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧ ૩ માથે કોડોનું કરજ થઈ ગયું, શરીર રોગથી ઘેરાઈને સૂકાઈ ગયું. રાજા પણ ખફા થઈ પરેશાન કરવાને તાકી રહ્યો છે, પેટનો ખાડો પૂરવા માટેની ખાઈ પૂરાતી નથી, સગાઓ અને પરણેલી સ્ત્રી કાવાદાવા કરી રહ્યાં છે, પુત્ર, પુત્રી ખાઉં ખાઉ કહે છે જે દુ:ખદાયી છે, શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે તો પણ જીવ કંઈક પ્રકારનાં ઝાવાં નાંખ્યા કરે છે અને જંજાળ છોડાતી નથી અને તૃષ્ણાને ત્યજાતી નથી. ૩ (૪) થઈ ક્ષીણ નાડી અવાચક જેવો રહ્યો પડી, જીવન દીપક પામ્યો કેવળ ઝંખાઈને; છેલ્લી ઈસે પડ્યો ભાળી ભાઈએ ત્યાં એમ ભાખ્યું, હવે ટાઢી માટી થાય તો તો ઠીક ભાઈને. હાથને હલાવી ત્યાં તો ખીજી બુઢે સૂચવ્યું એ, બોલ્યા વિના બેસ બાળ તારી ચતુરાઈને અરે ! રાજચંદ્ર દેખો દેખો આશાપાશ કેવો ? જતાં ગઈ નહીં ડોશે મમતા મરાઈને ! ૪ શરીરમાં ચાલતી નાડીઓ પણ મંદ થઈ ગઈ છે, અવાચક-બોલવાનું બંધ થવા જેવો થઈને પડ્યો છે, આત્મારૂપી જીવન દીપક શરીર છોડવાની તૈયારી કરી રહ્યો છે. હવે મરવાની વાટે જીવે છે એમ જોઈ ભાઈએ એમ કહ્યું કે હવે આની માટી ટાઢી થાય તો સારું એટલે આ દેહ છોડી જાય તો સારું. ત્યાં તો હાથને હલાવીને વૃદ્ધે કહ્યું કે, હવે બસ બોલ્યા વિના અને તારી ચતુરાઈ જણાવ નહીં. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે આશાપાશ બંધન કેવું છે કે દેહ છોડવાનો વખત આવ્યો તો પણ વૃદ્ધની મમતા નાશ પામતી નથી ? ૪ શિક્ષાપાઠ ૫૩. મહાવીર શાસન “વંક જડાય પછિમા” (ઉ.સૂત્ર) ભગવાન મહાવીર સ્વામી જે આ અવસર્પિણી કાળના છેલ્લા તીર્થકર છે તેના શિષ્યો વાંકા અને જડ થશે. શિક્ષાપાઠ ઉ૭. અમૂલ્ય તત્ત્વવિચાર (હરિગીત છંદ) બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ! ભવચક્રનો આંટો નહિ એક્કે ટળ્યો; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષ હો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો ? ૧ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શિક્ષામૃત અતિ અતિ પુણ્ય ભેગાં થઈને ઉદય આવવાથી આ મનુષ્યરૂપી શુભ દેહની પ્રાપ્તિ થઈ છે. આ મનુષ્યદેહ મોક્ષનો દરવાજો છે. તોપણ તે દેહમાં રહી, કાંઈ આત્મસાધન કર્યું નહીં, તેથી ભવચક્રમાંથી એક પણ ભવ ઓછો થયો નથી. સુખનો ભોગવટો કરતાં સુખ-પુણ્યનો નાશ થાય છે એનો કાંઈક વિચાર કરો અને વિભાવ ભાવમાં રહેવાથી ક્ષણે ક્ષણે આત્માનું ભાવમરણ થઈ રહ્યું છે, એમાં કેમ રાચી રહ્યા છો ? તેમાં કેમ આનંદ આવે છે ? ૧ લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો ? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહો; વધવાપણું સંસાર નું નર દેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો ! એક પળ તમને હવો !!! ૨ - લક્ષ્મી તેમજ અધિકારની પ્રાપ્તિ થવાથી તમને શું મળ્યું? તેનો વિચાર કરો. તેનાથી કુટુંબ અને પરિવાર વધી રહ્યો છે, તે વાતને કેમ ગ્રહણ કરતા નથી ? કેમ તેને સુખરૂપ માનો છો ? માત્ર તેનાથી સંસાર ભ્રમણ જ વધવાનું છે. અને આ મળેલ માનવભવને હારી જશો. મનુષ્યભવની એક ક્ષણ રત્ન ચિંતામણી સમાન છે, જ્યાં આંતરિક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે તેમ છે એનો એક પળ માટે પણ વિચાર કેમ નથી કરતા ? આ મનુષ્યભવનો સાચો ઉપયોગ કરીએ તો મોક્ષ જઈને અનંત સુખને પ્રાપ્ત કરી શકીએ તેમ છીએ. તેનો વિચાર એક પળને માટે પણ તર્મ કર્યો છે ? ૨ નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે; પરવસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાદુઃખ તે સુખ નહીં. ૩ નિદૉષ સુખ અને નિર્દોષ આનંદ એટલે કે જે કરવાથી નવા કર્મનું બંધન ન થાય અને સુખની પ્રાપ્તિ થાય, એવા આનંદની પ્રાપ્તિ થાય, એને ગમે ત્યાંથી મેળવવા પ્રયત્ન કરો કે જેથી દિવ્ય શક્તિવાળો આપણો આત્મા આ સંસારરૂપી સાંકળમાં જકડાયેલો છે, તેમાંથી છૂટી જાય. તે આત્માને પરવસ્તુ, પરપદાર્થો, પરભાવોમાં મૂંઝવો નહીં, શરીર એ પરવસ્તુ છે, તેમાં રોકી રાખો નહીં, એ આત્માની મને દયા આવે છે. જે મેળવવાથી પાછળ દુઃખની પ્રાપ્તિ થાય તેમ છે તે સુખ નથી તે સિદ્ધાંતને સમજો. આ પ્રમાણે વર્તવાથી મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું? For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧ ૫ શ્રી વચનામૃતજી એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. ૪ હું કોણ છું? ક્યાંથી આવ્યો છું ? મારું સાચું સ્વરૂપ શું છે ? આ બધી વળગણા કયા સંબંધ પકડી રાખી છે-ગ્રહણ કરી રાખી છે. આ બધી રાખવા જેવી છે કે છોડવા જેવી છે ? એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવથી કરવામાં આવે તો સંપૂર્ણ આત્મજ્ઞાનના સિદ્ધાંત-મૂળભાવો આપણને અનુભવમાં આવે. અને છેવટે આપણે મોક્ષસુખ પ્રાપ્ત કરી શકીએ. ૪ તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માનો તેહ' જેણે અનુભવ્યું રે ! આત્મ તારો ! આત્મ તારો ! શીધ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદષ્ટિ ઘો આ વચનને હૃદયે લખો. ૫ આ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવા કોનું વચન સાચું માનવું ? બધા જ મતપંથવાળા કહે છે કે અહીં આવો તો કલ્યાણ, નહિતર બીજે જશો તો મિથ્યાત્વ- ભ્રાંતિમાં જ રહેશો. આમ તે કાંઈ ધર્મ હોઈ શકે ? ધર્મ શું છે? તે પરમ કૃપાળુદેવ આ કડીમાં સ્પષ્ટ સમજાવે છે કે – જેણે પોતાના આત્માનો સાક્ષાત્કાર કર્યો છે તેનું વચન સાચું માનવું. હે ભવ્ય જીવો ! હવે તેને આ સંસારમાંથી છોડાવવા માટે ત્વરાથી ઓળખી લ્યો. આ સ્થિતિ મેળવવા માટે બધા જીવોમાં પોતા સમાન “આત્મદષ્ટિ કેળવો એટલે કે બધા જ મારા જેવા આત્મા છે. આ વચનને હમેશાં હૃદયમાં કોતરી રાખો. આ માર્ગ જે યથાર્થ સમજે તે મોક્ષે જાય. અભણ જેવા ભક્તો મોક્ષે જાય છે અને ભણેલા તર્કમાં પડી રખડી મરે છે. હે ભવ્ય જીવો ! આત્માને તારો ! મુક્ત કરો ! " પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ ૧૬ વર્ષ-૫ માસની ઉંમરે મોક્ષમાળા લખી છે. તે લખતાં ૬૭માં પાઠ ઉપર શાહી ઢોળાઈ જતાં તે પાઠ ફરીને લખવાનો થયો, ત્યારે તેમણે વિચાર કર્યો કે કાંઈક અધ્યાત્મ માર્ગમાં ઉપયોગી થાય તેવો પાઠ લખવો. તેના ફળ સ્વરૂપે આપણને આ ‘અમૂલ્ય તત્ત્વવિચાર' નામનું કાવ્ય પ્રાપ્ત થયું છે. ( શિક્ષાપાઠ ૧૦૭. જિનેશ્વરની વાણી (મનહર છંદ) અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત ના નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારિણી હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે; For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહો ! રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. ૧ આ જિનેશ્વરની વાણી કેવી છે ? અનંત પ્રકારના ભાવ, ભેદોથી ભરેલી છે. તેને અનંત નય અને ચાર નિક્ષેપા વડે કરી (વ્યાખ્યાની) વર્ણન કરવામાં આવેલ છે. આખા જગતનું હિત કરનારી, મોહરૂપી ચોરનું હરણ કરનારી, ભવભ્રમણરૂપી સંસારમાંથી તારનારી એવી જિનેશ્વરની વાણી છે. તથા મોક્ષ આપનારી છે. આવી વાણીને ઉપમા આપવાની મહેનત કરવામાં આવે તો તે વ્યર્થ જાય તેમ છે. કારણ કે તેને ઉપમા આપવાનો પ્રયત્ન કરવામાં આવે તો પોતાની બુદ્ધિનું જ માપ નીકળી જાય તેમ છે. તેની બુદ્ધિ મપાઈ જાય છે. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે આ વાત બાળ જીવો-અજ્ઞાનીના ખ્યાલમાં આવતી નથી, સમજી શકતા નથી. જેઓ જિનેશ્વરની વાણીને, તેના રહસ્યને સમજે છે, જાણે છે તે જ તેને માણી શકે છે. તેનું મૂલ્યાંકન તે જ કરી શકે કે જે તેને યથાર્થપણે જાણી શકે. શિક્ષાપાઠ ૧૦૮. પૂર્ણકાલિકા મંગલ (ઉપજાતિ) તપોપધ્યાને રવિરૂપ થાય, એ સાધીને સોમ રહી સુહાય; મહાન તે મંગળ પંક્તિ પામે, આવે પછી તે બુધના પ્રમાણે. ૧ નિગ્રંથ જ્ઞાતા ગુરુ સિદ્ધિ દાતા, કાં તો સ્વયં શુક્ર પ્રપૂર્ણ ખ્યાતા; ત્રિયોગ ત્યાં કેવળ મંદ પામે, સ્વરૂપ સિદ્ધ વિચરી વિરામે. ૨ તપ અને ધ્યાન વડે આત્મજ્ઞાનરૂપી (રવિ) સૂર્ય પ્રકાશિત થાય. અને તે જ આત્મજ્ઞાનમાં સ્થિર થતાં ચંદ્રમા (સોમ) જેવો શીતળ થઈ જાય. તેથી તે મહાન એવા કલ્યાણ (મંગળ)ની પંક્તિને પામે અને પછી તે જ્ઞાની (બુધ) થાય. આ સિદ્ધિનું દાન કરનારા નિગ્રંથ (ગુરુ) જ્ઞાની છે. અથવા કોઈ જીવની અપેક્ષાએ તે સ્વયં પ્રકાશિત () જ્ઞાન પ્રગટ કરી ખ્યાતિ પ્રાપ્ત થાય (નિસર્ગપણે) તેથી મન-વચન-કાયાના યોગની પ્રવૃત્તિ ઓછી થતી જાય અને છેવટે સંપૂર્ણ સ્વરૂપની સિદ્ધિ કરીને તેમાં જ બિરાજમાન થાય. * * * * For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧ ૭ “શ્રીમદ્ રાજચંદ્ર” શ્રી વથળામૃતજી ૩૯ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી પોતાનો આત્મા પ્રગટ કરીને એકદમ ઊંચી દશાએ ગયા, પણ એ પહેલાં એમને માર્ગની ખબર હતી. એ માર્ગની આપણને પણ ખબર પડવી જોઈએ. તો સૌથી પહેલાં આ માર્ગ શું? એ માટે આત્મા ગુણે અને લક્ષણે કેવો હોય એ પહેલાં જાણવો જોઈએ. ત્યાર બાદ એનો વેદનપણે અનુભવ કરવો જોઈએ. આ મોક્ષ માર્ગ માટે તો કૃપાળુદેવ પોતે આ ૩૯માં પત્રમાં એમ કહે છે કે – “ભાઈ, આ આત્મા તમારા પગથી માથા સુધી સમગ્ર શરીરમાં ભરેલો છે. ટોર્ચ (Torch) જેમ લાઇટ (Light) ફેંકે છે એમ આત્મા ઇન્દ્રિયો દ્વારા પ્રકાશ ફેંક છે કે “જુઓ ! અહીં હું છું.” લખ્યું છે કે : નેત્રોંકી શ્યામતા વિશે જો પુતલિયાંરૂપ સ્થિત છે, અરુ રૂપકો દેખતા હૈ, સાક્ષીભૂત છે, તો અંતર કેસે નહીં દેખતા? એ તમને અંદર કેમ નથી દેખાતો ? આ આંખની કીકી મારફત આમ ટોર્ચ(Torch)થી ગમે તે જોવું હોય તે જુએ. આત્માનો તો જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવ છે. દ્રષ્ટા સ્વભાવે એ આંખો દ્વારા દેખે છે. એ આ જગત આખું જુએ છે, જોનાર અંદર છે. એ તમને કેમ દેખાતો નથી ? જો ત્વચા વિશે સ્પર્શ કરતા હૈ, શીતઉષ્ણાદિકો જાનતા હૈ, એસા સર્વ અંગ વિશે વ્યાપક અનુભવ કરતા હે; જેસે તિલ વિશે તેલ વ્યાપક હોતા હૈ. તલમાં જેમ તેલ વ્યાપક છે એમ આત્મા આખા શરીરમાં વ્યાપી રહેલો છે. તિસકા અનુભવ કોઊ નહીં કરતા.? * એનો અનુભવ કેમ નથી કરતા? આ ઠંડું લાગ્યું કે ગરમ લાગ્યું શેને અંગે ? આત્માના જ્ઞાતા સ્વભાવને કારણે, તેના વેદકતા ગુણને કારણે. આ સ્પર્શેન્દ્રિય છે એ દ્વારા આત્મા કહે છે કે જુઓ હું અહીંયાં છું. જો શબ્દ શ્રવણ ઇન્દ્રિયકે અંતર ગ્રહણ કરતા હૈ, તિસ શબ્દશક્તિકો જાનBહારી સત્તા છે, જિસ વિશે શબ્દશક્તિકા વિચાર હોતા હૈ, જિસકરિ રોમ ખડે હોઈ આતે હૈં, સો સત્તા દૂર કૈસે હોવે ? For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧ ૮ શિક્ષામૃત આપણે આ આત્માથી કેટલા છેટા છીએ ? એક તલભાર પણ છેટા નથી. જો જિલ્લા કે અગ્ર વિશે રસસ્વાદકો ગ્રહણ કરતા હૈ, તિસ રસકા અનુભવ કરણહારી અલેપ સત્તા છે, સો સન્મુખ કેસે ન હોવે? વેદ વેદાન્ત, સપ્તસિદ્ધાંત, પુરાણ, ગીતા કરિ જો શેય, જાનને યોગ્ય આત્મા છે તિસકો જબ જાન્યા તબ વિશ્રામ કેસે ન હોવે ? એ પ્રગટ કેમ ન થાય ? જે જીભના અગ્રભાગ વડે રસાસ્વાદનો અનુભવ કરે છે તે અનુભવ કરવાવાળી જે અલિપ્ત સત્તા-આત્મા પોતાના જ્ઞાતા-જ્ઞાયક સ્વભાવને કારણે, વેદકતા ગુણને કારણે રસાસ્વાદનો અનુભવ કરે છે. તે સન્મુખ કેમ ન થાય ? પ્રગટ કેમ ન થાય ? વેદાદિએ આત્માનું વર્ણન કર્યું છે. જાણવા યોગ્ય પદાર્થ જે આત્મા તેને જ્યારે જાણ્યો, જ્યારે પ્રગટ થયો ત્યારે આત્માને વિશ્રામ કેમ ન મળે ? તેના જન્મના ફેરાનો અંત કેમ ન આવે ? આવે જ ! બધાં દર્શનોએ આત્માનું વર્ણન કર્યું છે. એને જ્ઞાતા બતાવ્યો છે અથવા તો સંપૂર્ણ સુખ અને આનંદ કાયમનો થાય. સાદિઅનંત થાય. એક વખત થાય એટલે એ સાદિ, આત્મા પ્રગટ થાય એ ક્યાં સુધી રહે ? અનંતકાળ સુધી માટે અનંત. આ સાદિઅનંત સુખ કેવું છે ? તો કહે છે કે આ જગતમાં એનાથી ઊંચું બીજું કોઈ સુખ નથી. આ સુખ અનુપમ છે. ઉપમા ન આપી શકાય એવું છે. એ સુખ રહે ક્યાં સુધી ? અનંતકાળ સુધી. એ આનંદ કેટલો ? કાંઈ વાત મૂકી ઘો. આપણે બધા વચનામૃત વાંચીએ છીએ, પણ કૃપાળુદેવ એમાં, મોક્ષમાર્ગના જે મુદ્દા મૂકી ગયા છે એ આપણાથી પકડાતા નથી. એમણે બતાવેલા માર્ગે જે ચાલ્યા હોય તેઓ જ્યારે બતાવે ત્યારે ખબર પડે કે આ મોક્ષમાર્ગના મુદ્દા છે. ૪૦ સંશોધક પુરુષો બહુ ઓછા છે. મુક્ત થવાની અંતઃકરણે જિજ્ઞાસા રાખનારા અને પુરુષાર્થ કરનારા બહુ ઓછા છે. તેમને સાહિત્યો જેવાં કે સદ્ગર, સત્સંગ કે સાસ્ત્રો મળવાં દુર્લભ થઈ પડ્યાં છે, જ્યાં પૂછવા જાઓ ત્યાં સર્વ પોતપોતાની ગાય છે. પછી તે સાચી કે જૂઠી તેનો કોઈ ભાવ પૂછતું નથી. ભાવ પૂછનાર આગળ મિથ્યા વિકલ્પો કરી પોતાની સંસારસ્થિતિ વધારે છે અને બીજાને તેવું નિમિત્ત કરે છે. ઓછામાં પૂરું કોઈ સંશોધક આત્મા હશે તો તેને અપ્રયોજનભૂત પૃથ્વી ઇત્યાદિક વિષયોમાં શંકાએ કરી રોકાવું થઈ ગયું છે. અનુભવ ધર્મ પર આવવું તેમને પણ દુર્લભ થઈ પડ્યું છે. આ પરથી મારું એમ કહેવું નથી કે કોઈ પણ અત્યારે જૈનદર્શનના આરાધક નથી; છે ખરા, પણ બહુ જ અલ્પ, બહુ જ અલ્પ, અને જે છે તે મુક્ત થવા સિવાયની બીજી જિજ્ઞાસા જેને નથી For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી તેવા અને વીતરાગની આજ્ઞામાં જેણે આત્મા સમર્યો છે તેવા પણ તે આંગળીએ ગણી લઈએ તેટલા હશે. બાકી તો દર્શનની દશા જોઈ કરુણા ઊપજે તેવું છે; સ્થિર ચિત્તથી વિચાર કરી જોશો તો આ મારું કહેવું તમને સપ્રમાણ લાગશે. એ સઘળા મતોમાં કેટલાકને તો સહજ સહજ વિવાદ છે. મુખ્ય વિવાદ :- એકનું કહેવું પ્રતિમાની સિદ્ધિ માટે છે. બીજા તેને કેવળ ઉત્થાપે છે (એ મુખ્ય વિવાદ છે.). ૧૯ બીજા ભાગમાં પ્રથમ હું પણ ગણાયો હતો. મારી જિજ્ઞાસા વીતરાગ દેવની આજ્ઞાના આરાધન ભણી છે. એમ સત્યતાને ખાતર કહી દઈ દર્શાવું છું કે પ્રથમ પક્ષ સત્ય છે, એટલે કે જિન પ્રતિમા અને તેનું પૂજન શાસ્ત્રોક્ત, પ્રમાણોક્ત, અનુભવોક્ત અને અનુભવમાં લેવા યોગ્ય છે. મને તે પદાર્થોનો જે રૂપે બોધ થયો અથવા તે વિષય સંબંધી મને જે અલ્પ શંકા હતી તે નીકળી ગઈ, તે વસ્તુનું કંઈ પણ પ્રતિપાદન થવાથી કોઈ પણ આત્મા તે સંબંધી વિચાર કરી શકશે, અને તે વસ્તુની સિદ્ધિ જણાય તો તે સંબંધી મતભેદ તેને ટળી જાય; તે સુલભબોધિપણાનું કાર્ય થાય એમ ગણી, ટૂંકામાં કેટલાક વિચારો પ્રતિમાસિદ્ધિ માટે દર્શાવું છું. મારી પ્રતિમામાં શ્રદ્ધા છે, માટે તમે સઘળા કરો એ માટે મારું કહેવું નથી; પણ વીર ભગવાનની આજ્ઞાનું આરાધન તેથી થતું જણાય તો તેમ કરવું. પણ આટલું સ્મૃતિમાં રાખવાનું છે કે : કેટલાંક પ્રમાણો આગમના સિદ્ધ થવા માટે પરંપરા, અનુભવ ઇત્યાદિક અવશ્ય છે. કુતર્કથી, જો તમે કહેતા હો તો આખા જૈન દર્શનનું પણ ખંડન કરી દર્શાવું; પણ તેમાં કલ્યાણ નથી. સત્ય વસ્તુ જ્યાં પ્રમાણથી, અનુભવથી સિદ્ધ થઈ ત્યાં જિજ્ઞાસુ પુરુષો પોતાની ગમે તેવી હઠ પણ મૂકી દે છે. આ મોટા વિવાદ આ કાળમાં જો પડ્યા ન હોત તો ધર્મ પામવાનું લોકોને બહુ સુલભ થાત. ટૂંકામાં પાંચ પ્રકારનાં પ્રમાણથી તે વાત હું સિદ્ધ કરું છું. ૧. આગમપ્રમાણ. ૨. ઇતિહાસપ્રમાણ. ૩. પરંપરાપ્રમાણ. ૪. અનુભવપ્રમાણ. ૫. પ્રમાણપ્રમાણ. ૧. આગમ પ્રમાણ આગમ કોને કહેવાય એ પ્રથમ વ્યાખ્યા થવાની જરૂર છે. જેનો પ્રતિપાદક મૂળપુરુષ આપ્ત હોય તે વચનો જેમાં રહ્યાં છે તે આગમ છે. વીતરાગદેવના બોધેલા અર્થની યોજના ગણધરોએ કરી ટૂંકામાં મુખ્ય વચનોને લીધાં; તે આગમ, સૂત્ર એ નામથી ઓળખાય છે. સિદ્ધાંત, શાસ્ત્ર એ બીજા તેનાં નામ છે. તીર્થંકર દેવે બોધેલાં પુસ્તકોની યોજના દ્વાદશાંગીરૂપે ગણધરદેવે કરી, તે બાર અંગનાં નામ For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત કહી જઉં . આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતાધર્મકથાગ, ઉપાસકદશાંગ, અંતકૃતદશાંગ, અનુત્તરીપપાતિક, પ્રશ્નવ્યાકરણ, વિપાક અને દૃષ્ટિવાદ. (૧) કોઈ પણ વિતરાગની આજ્ઞાનું પાલન થાય તેમ પ્રવર્તવું એ મુખ્ય માન્યતા છે. (૨) પ્રથમ પ્રતિમા નહીં માનતો અને હવે માનું છું, તેમાં કંઈ પક્ષપાતી કારણ નથી, પણ મને તેની સિદ્ધિ જણાઈ તેથી માન્ય રાખું છું; અને સિદ્ધિ છતાં નહીં માનવાથી પ્રથમની માન્યતાની પણ સિદ્ધિ નથી, અને તેમ થવાથી આરાધકતા નથી. (૩) મને આ મત કે તે મતની માન્યતા નથી, પણ રાગદ્વેષરહિત થવાની પરમાકાંક્ષા છે; અને તે માટે જે જે સાધન હોય, તે તે ઇચ્છવાં, કરવાં એમ માન્યતા છે; અને એ માટે મહાવીરનાં વચન પર મને પૂર્ણ વિશ્વાસ છે. (૪) અત્યારે એટલી પ્રસ્તાવના માત્ર કરી પ્રતિમા સંબંધી અનેક પ્રકારથી દર્શાવેલી મને જે સિદ્ધિ તે હવે કહું છું. તે સિદ્ધિને મનન કરતાં પહેલાં વાંચનારે નીચેના વિચારો કૃપા કરીને લક્ષમાં લેવા : (અ) તમે પણ તરવાના ઇચ્છુક છો, અને હું પણ છું; બંને મહાવીરના બોધ, આત્મહિતેષી બોધને ઇચ્છીએ છીએ અને તે ન્યાયમાં છે, માટે જ્યાં સત્યતા આવે ત્યાં બંનેએ અપક્ષપાતે સત્યતા કહેવી. (આ) કોઈપણ વાત જ્યાં સુધી યોગ્ય રીતે ન સમજાય ત્યાં સુધી સમજવી; તે સંબંધી કંઈ કહેતાં મૌન રાખવું. (ઈ) અમુક વાત સિદ્ધ થાય તો જ ઠીક; એમ ન ઇચ્છવું, પણ સત્ય સત્ય થાય એમ ઇચ્છવું. પ્રતિમા પૂજવાથી જ મોક્ષ છે, કિંવા તે નહીં માનવાથી મોક્ષ છે; એ બંને વિચારથી આ પુસ્તક યોગ્ય પ્રકારે મનન કરતાં સુધી મૌન રહેવું. (ઇ) શાસ્ત્રની શૈલી વિરુદ્ધ, કિવા પોતાના માનની જાળવણી અર્થે કદાગ્રહી થઈ કંઈ પણ વાત કહેવી નહીં. () એક વાતને અસત્ય અને એકને સત્ય એમ માનવામાં જ્યાં સુધી અત્રુટક કારણ ન આપી શકાય, ત્યાં સુધી પોતાની વાતને મધ્યસ્થવૃત્તિમાં રોકી રાખવી. (9) કોઈ ધર્મ માનનાર આખો સમુદાય કંઈ મોક્ષે જશે એવું શાસ્ત્રકારનું કહેવું નથી, પણ જેનો આત્મા ધર્મત્વ ધારણ કરશે તે સિદ્ધિ સંપ્રાપ્ત થશે, એમ કહેવું છે. માટે સ્વાત્માને ધર્મબોધની પ્રથમ પ્રાપ્તિ કરાવવી જોઈએ. તેમાંનું એક આ સાધન પણ છે; તે પરોક્ષ પ્રત્યક્ષ અનુભવ્યા વિના ખંડી નાખવા યોગ્ય નથી. For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી (એ) જો તમે પ્રતિમાને માનનાર હો તો તેનાથી જે હેતુ પાર પાડવા પરમાત્માની આજ્ઞા છે તે પાર પાડી લેવો અને જો તમે પ્રતિમાના ઉત્થાપક હો તો આ પ્રમાણોને યોગ્ય રીતે વિચારી જોજો. બંનેએ મને શત્રુ કે મિત્ર કંઈ માનવો નહીં. ગમે તે કહેનાર છે, એમ ગણી ગ્રંથ વાંચી જવો. (એ) આટલું જ ખરું અથવા આટલામાંથી જ પ્રતિમાની સિદ્ધિ થાય તો અમે માનીએ એમ આગ્રહી ન થશો. પણ વીરના બોધેલાં શાસ્ત્રોથી સિદ્ધિ થાય તેમ ઇચ્છશો. ૨૧ (ઓ) એટલા જ માટે વી૨ના બોધેલાં શાસ્ત્રો કોને કહી શકાય, અથવા માની શકાય, તે માટે પ્રથમ ધ્યાનમાં લેવું પડશે; એથી એ સંબંધી પ્રથમ હું કહીશ. (ઓ) મને સંસ્કૃત, માગધી કે કોઈ ભાષાનો મારી યોગ્યતા પ્રમાણે પરિચય નથી એમ ગણી, મને અપ્રમાણિક ઠરાવશો તો ન્યાયની પ્રતિકૂળ જવું પડશે; માટે મારું કહેવું શાસ્ત્ર અને આત્મમધ્યસ્થતાથી તપાસશો. (અં) યોગ્ય લાગે નહીં, એવા કોઈ મારા વિચાર હોય તો સહર્ષ પૂછશો; પણ તે પહેલાં તે વિશે તમારી સમજણથી શંકારૂપ નિર્ણય કરી બેસશો નહીં. (અઃ) ટૂંકામાં કહેવાનું એ કે, જેમ કલ્યાણ થાય તેમ પ્રવર્તવા સંબંધમાં મારું કહેવું અયોગ્ય લાગતું હોય તો, તે માટે યથાર્થ વિચાર કરી પછી જેમ હોય તેમ માન્ય કરવું. શાસ્ત્ર-સૂત્ર કેટલાં ? (૧) એક પક્ષ એમ કહે છે કે અત્યારે પિસ્તાલીસ કે તેથી વધારે સૂત્રો છે, અને તેની નિર્યુક્તિ, ભાસ્ય, ચૂર્ણિ, ટીકા એ સઘળું માનવું. એક પક્ષ કહે છે કે બત્રીસ જ સૂત્ર છે; અને તે બત્રીસ જ ભગવાનનાં બોધેલાં છે; બાકી મિશ્ર થઈ ગયાં છે; અને નિર્યુક્તિ ઇત્યાદિક પણ તેમ જ છે. માટે બત્રીસ માનવાં. આટલી માન્યતા માટે પ્રથમ મારા સમજાયેલા વિચાર દર્શાવું છું. બીજા પક્ષની ઉત્પત્તિને આજે લગભગ ચારર્સે વર્ષ થયાં. તેઓ જે બત્રીસ સૂત્ર માને છે તે નીચે પ્રમાણે છે. :- ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ મૂળ, ૪ છેદ, ૧ આવશ્યક. છેવટની ભલામણ હવે એ વિષયને સંક્ષેપમાં પૂર્ણ કર્યો. પ્રતિમાથી એકાંતધર્મ છે, એમ કહેવા માટે અથવા પ્રતિમાના પૂજનનો જ ભાગ સિદ્ધ કરવા મેં આ લઘુગ્રંથમાં કલમ ચલાવી નથી. પ્રતિમા માટે મને જે જે પ્રમાણો જણાયાં હતાં તે ટૂંકામાં જણાવી દીધાં. તેમાં વાજબી ગેરવાજબીપણું શાસ્ત્રવિચક્ષણ, અને ન્યાયસંપન્ન પુરુષે જોવાનું છે, અને પછી જેમ સપ્રમાણ લાગે તેમ પ્રવર્તવું કે પ્રરૂપવું એ તેમના આત્મા પર આધાર રાખે છે. આ પુસ્તકને હું પ્રસિદ્ધ કરત નહીં; કારણ કે જે મનુષ્ય એકવાર પ્રતિમાપૂજનથી પ્રતિકૂળતા બતાવી હોય, તે જ મનુષ્ય જ્યારે તેની અનુકૂળતા બતાવે; ત્યારે પ્રથમ For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત પક્ષવાળાને તે માટે બહુ ખેદ અને કટાક્ષ આવે છે. આપ પણ હું ધારું છું કે મારા ભણી થોડા વખત પહેલાં એવી સ્થિતિમાં આવી ગયા હતા, તે વેળા જો આ પુસ્તકને મેં પ્રસિદ્ધિ આપી હોત તો આપનાં અંતઃકરણો વધારે દુભાત અને દુભાવવાનું નિમિત્ત હું થાત; એટલા માટે મેં તેમ કર્યું નહીં. કેટલોક વખત વીત્યા પછી મારા અંતઃકરણમાં એક એવા વિચારે જન્મ લીધો કે તારા માટે તે ભાઈઓને સંકલેશ વિચારો આવતા રહેશે; તે જે પ્રમાણથી માન્યું છે, તે પણ માત્ર એક તારા હૃદયમાં રહી જશે; માટે તેને સત્યતાપૂર્વક જરૂર પ્રસિદ્ધિ આપવી. એ વિચારને મેં ઝીલી લીધો. ત્યારે તેમાંથી ઘણા નિર્મળ વિચારની પ્રેરણા થઈ; તે સંક્ષેપમાં જણાવી દઉં છું. પ્રતિમા માનો એ આગ્રહ માટે આ પુસ્તક કરવાનો કંઈ હેતુ નથી. તેમજ તેઓ પ્રતિમા માનો તેથી મને કંઈ ધનવાન થઈ જવાનું નથી; તે સંબંધી જે વિચારો મને લાગ્યા હતા (અપૂર્ણ મળેલ) રે રે પ્રતિમાની સ્થાપના માટેના કૃપાળુદેવના વિચારો સાથે સાથે આવી જાય માટે આ પત્રાંક ૭૫૩ લીધો છે, કારણ કે આ પત્રમાં પણ પ્રતિમા સ્થાપના વિશેના એમના વિચારો વ્યક્ત થયા છે. કૃપાળુદેવે અહીં આનંદઘનજીના સ્તવનોના અર્થ ભર્યા છે. અને જ્યાં સુધી તેવું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટ્યું નથી, ત્યાં સુધી સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા સિદ્ધ ભગવાનની ઉપાસના કર્તવ્ય છે; તેમજ અર્હત ભગવાનની ઉપાસના પણ કર્તવ્ય છે, કેમ કે તે ભગવાન સયોગીસિદ્ધ છે. સયોગરૂપ પ્રારબ્ધને લઈને તેઓ દેહધારી છે; પણ તે ભગવાન સ્વરૂપસમવસ્થિત છે. સિદ્ધ ભગવાન અને તેમના જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં કે વીર્યમાં પણ ભેદ નથી; એટલે અર્હત ભગવાનની ઉપાસનાથી પણ આ આત્મા સ્વરૂપલયને પામી શકે છે. પૂર્વ મહાત્માઓએ કહ્યું છે કે : 'जे जाणई अरिहंते, दव्व गुण पज्जवेहिं य; सो जाणई निय अप्पा, मोहो खलु जाइ तस्स लयं.' જે ભગવાન અર્હતનું સ્વરૂપ દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે, તે પોતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેનો નિશ્ચય કરીને મોહ નાશ પામે. તે ભગવાનની ઉપાસના કેવા અનુક્રમથી જીવોને કર્તવ્ય છે, તે નવમા સ્તવનમાં શ્રી આનંદઘનજી કહેવાના છે, જેથી તે પ્રસંગે વિસ્તારથી કહીશું. ભગવાન સિદ્ધને નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય એ કર્મોનો પણ અભાવ છે; તે ભગવાન કેવળ કર્મરહિત છે. ભગવાન અર્હતને આત્મસ્વરૂપને આવરણીય કર્મોનો ક્ષય છે, પણ ઉપર જણાવેલાં ચાર કર્મનો પૂર્વબંધ, વેદીને ક્ષીણ કરતા સુધી, તેમને વર્તે છે, જેથી તે પરમાત્મા સાકાર ભગવાન કહેવા યોગ્ય છે. For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૨૩ તે અહંત ભગવાનમાં જેઓએ “તીર્થકર નામકર્મનો શુભયોગ પૂર્વે ઉત્પન્ન કર્યો હોય છે, તે તીર્થકર ભગવાન' કહેવાય છે; જેમનો પ્રતાપ, ઉપદેશબળ, આદિ મહત્પર્યાયોગના ઉદયથી આશ્ચર્યકારી શોભે છે. ભરતક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણી કાળમાં તેવા ચોવીશ તીર્થકર થયા; શ્રી ઋષભદેવથી શ્રી વર્ધમાન. વર્તમાનમાં તે ભગવાન સિદ્ધાલયમાં સ્વરૂપસ્થિતપણે વિરાજમાન છે. પણ ભૂતપ્રજ્ઞાપનીયનયથી તેમને વિશે “તીર્થકરપદનો ઉપચાર કરાય છે. તે ઔપચારિક નયદૃષ્ટિથી તે ચોવીશ ભગવાનની સ્તવનારૂપે આ ચોવીશ સ્તવનોની રચના કરી છે. સિદ્ધ ભગવાન કેવળ અમૂર્તિપદે સ્થિત હોવાથી તેમનું સ્વરૂપ સામાન્યતાથી ચિતવવું દુર્ગમ્ય છે. અહંત ભગવાનનું સ્વરૂપ મૂળદૃષ્ટિથી ચિંતવવું તો તેવું જ દુર્ગમ્ય છે, પણ સયોગીપદના અવલંબનપૂર્વક ચિંતવતા સામાન્ય જીવોને પણ વૃત્તિ સ્થિર થવાને કંઈક સુગમ ઉપાય છે, જેથી અત ભગવાનની સ્તવનાથી સિદ્ધપદની સ્તવના થયા છતાં, આટલો વિશેષ ઉપકાર જાણી શ્રી આનંદઘનજીએ આ ચોવીશી ચોવીશ તીર્થકરની સ્તવનારૂપે રચી છે. નમસ્કારમંત્રમાં પણ અહંતપદ પ્રથમ મૂકવાનો હેતુ એટલો જ છે કે તેમનું વિશેષ ઉપકારીપણું છે. ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું તે પરમાર્થષ્ટિવાન પુરુષોને ગૌણતાથી સ્વરૂપનું જ ચિંતવન છે. સિદ્ધપ્રાભૃતમાં કહ્યું છે કે : નારિરસ સિદ્ધ સદાવો, તારા રસદાવો સવનીવા; तह्मा सिद्धतरुई, कायव्वा भव्वजीवेहिं' જેવું સિદ્ધ ભગવાનનું આત્મસ્વરૂપ છે, તેવું સર્વ જીવોનું આત્મસ્વરૂપ છે; તે માટે ભવ્ય જીવોએ સિદ્ધત્વને વિશે રુચિ કરવી. તેમજ શ્રી દેવચંદ્રસ્વામીએ શ્રી વાસુપૂજ્યના સ્તવનમાં કહ્યું છે કે “જિન પૂજા રે તે નિજ પૂજના.” જો યથાર્થ મૂળ દૃષ્ટિથી જોઈએ તો જિનની પૂજા તે આત્મસ્વરૂપનું જ પૂજન છે. સ્વરૂપઆકાંક્ષી મહાત્માઓએ એમ જિન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપપ્રાપ્તિનો હેતુ જાણ્યો છે. ક્ષણમાં ગુણસ્થાન પર્યત તે સ્વરૂપચિંતવના જીવને પ્રબળ અવલંબન છે. વળી માત્ર એકલું અધ્યાત્મસ્વરૂપચિંતવન જીવને વ્યામોહ ઉપજાવે છે; ઘણા જીવોને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા સ્વેચ્છાચારીપણું ઉત્પન્ન કરે છે; અથવા ઉન્મત્તપ્રતાપદશા ઉત્પન્ન કરે છે. ભગવાનના સ્વરૂપના ધ્યાનાવલંબનથી ભક્તિપ્રધાન દૃષ્ટિ થાય છે, અને અધ્યાત્મદષ્ટિ ગૌણ થાય છે. જેથી શુષ્કતા, સ્વેચ્છાચારીપણું અને ઉન્મત્તપ્રલાપતા થતાં નથી. આત્મદશા બળવાન થવાથી સ્વાભાવિક અધ્યાત્મપ્રધાનતા થાય છે. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણોને ભજે છે, For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત એટલે શુષ્કતાદિ દોષો ઉત્પન્ન થતા નથી; અને ભક્તિમાર્ગ પ્રત્યે પણ જુગુપ્સિત થતા નથી. સ્વાભાવિક આત્મદશા સ્વરૂપલીનતા પામતી જાય છે. જ્યાં અર્હતાદિના સ્વરૂપધ્યાનાલંબન વગર વૃત્તિ આત્મકારતા ભજે છે. (પત્રાંક : ૭૫૩) ૨૪ ५४ પક્ષપાતો ન મે વીરે, ન દ્વેષઃ કપિલાદિષુ । યુક્તિમદ્રચનં યસ્ય, તસ્ય કાર્યઃ પરિગ્રહઃ ॥ મને વીર ભગવાન પ્રત્યે પક્ષપાત નથી તેમજ કપિલ આદિ ઋષિઓ પ્રત્યે દ્વેષ પણ નથી. પણ જેનું વચન યુક્તિવાળું (ગુરુગમવાળું) છે તે વચનને હું ગ્રહણ કરું છું. પરમ કૃપાળુદેવ કેવા માધ્યસ્થ ભાવવાળા હતા તેનો આ ગાથા પુરાવો આપે છે. (શ્રી હરિભદ્રાચાર્ય) એગં જાણઈ સે સવ્વ જાણઈ, જે સળં જાણઈ સે એગં જાણઈ (આચારાંગ સૂત્ર) (૧. પ. ૧૮૯) એકને જાણ્યો તેણે સર્વ જાણ્યું, જેણે સર્વને જાણ્યું તેણે એકને જાણ્યો. એક આત્મા જ્યારે જાણવા માટે પ્રયત્ન કરશે, ત્યારે સર્વ જાણ્યાનું પ્રયત્ન થશે; અને સર્વ જાણ્યાનું પ્રયત્ન એક આત્માને જાણવાને માટે છે. ૭૭ “સુખકી સહેલી છે, અકેલી ઉદાસીનતા” અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. જો આપણે ધર્મ પામવો હોય તો ઉદાસીનતાનો ભાવ-ગુણ આપણામાં પ્રગટવો જોઈએ. હર્ષના પ્રસંગોમાં હર્ષ ન થાય અને દુઃખના પ્રસંગોમાં શોક ન થાય તેને ઉદાસીનતા કહેવામાં આવે છે. અધ્યાત્મ માર્ગને સિદ્ધ કરવો હોય તો તેની માતા આ ઉદાસીનતા જ છે. આવી ઉદાસીનતા પ્રાપ્ત થયે કામ ઝડપથી થાય. સુખની સહેલી ઉદાસીનતા જ છે. અધ્યાત્મ માર્ગની જન્મદાતા ઉદાસીનતા છે. લઘુ વયથી અદ્ભુત થયો, તત્ત્વજ્ઞાનનો બોધ; એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શોધ ? ૧ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૨૫ નાની વયમાં જ તત્ત્વજ્ઞાનનો બોધ થયો એ જ પ્રમાણિત કરે છે કે પૂર્વ જન્મ હતો અને હવે પણ આત્મા રહેશે જ. નાની ઉંમરમાં જ આ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થયું તે જ દર્શાવે છે કે પૂનર્જન્મ છે. ૧ જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાય; વિના પરિશ્રમે તે થયો, ભવશંકા શી ત્યાંય? ૨ જે સંસ્કાર ખૂબ જ અભ્યાસ કરવાથી આવે તે અભ્યાસ કર્યા વગર, (વગર પરિશ્રમે) મહેનત કર્યા વગર પ્રાપ્ત થાય તો એ જ બતાવે છે કે જીવને પૂર્વજન્મ છે. ૨ જેમ જેમ મતિ અલ્પતા, અને મોહ ઉદ્યોત; તેમ તેમ ભવશંકના, અપાત્ર અંતર જ્યોત. ૩ જેને પોતાની બુદ્ધિની મંદતા હોય અને મોહનો ઘેરાવો વિશેષ હોય, દર્શન અને ચારિત્ર મોહ પ્રબળ હોય તેને ભવ-ભ્રમણની શંકા ઉત્પન્ન થાય. આવા જીવો અધ્યાત્મ માર્ગ માટે અપાત્ર ગણાય છે. ૩ કરી કલ્પના દૃઢ કરે, નાના નાસ્તિ વિચાર; પણ અસ્તિ તે સૂચવે, એ જ ખરો નિર્ધાર. ૪ કેટકેટલી કલ્પનાઓ કરીને જીવ પોતાનું અસ્તિત્વ નથી, નિયત્વ નથી તેવા વિચારોને દૃઢ કરે છે. પણ સાચી વાત તો એ કે જે કલ્પના થાય છે તે જ અસ્તિત્વ છે, એમ સૂચવે છે. ૪ આ ભવ વણ ભવ છે નહીં, એ જ તર્ક અનુકૂળ; વિચારતાં પામી ગયા, આત્મધર્મનું મૂળ. ૫ હાલમાં જે ભવ છે એમાંથી પૂર્વના ભવનો તર્ક ઊઠે છે એ જ આત્મધર્મ પામવાનું મૂળ છે. માર્ગ શું છે તે પ્રાપ્ત થઈ જાય છે. ૫ ૭૯ જગતમાં ભિન્ન ભિન્ન મત અને દર્શન જોવામાં આવે છે તે દૃષ્ટિભેદ છે. ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દૃષ્ટિનો એહ; એક તત્ત્વના મૂળમાં, વ્યાપ્યા માનો તેહ. ૧ અત્યારે જુદા જુદા ધર્મના ભેદ દેખાય છે. કારણ દૃષ્ટિભેદ છે. આંખો ઉપર કાળા ચશ્મા પહેર્યા હોય તો કાળું દેખાય, રાતા પીળા રંગના પહેર્યા હોય તો તેવું દેખાય. એમ જુદી જુદી બુદ્ધિ પ્રમાણે જુએ એટલે ભેદ પડ્યા છે. પણ એ બધા એક તત્ત્વના મૂળમાં જ સમાયેલા છે. દષ્ટિભંદથી જુદા જુદા જણાય છે. ૧ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૬ તેહ તત્ત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ. ૨ આ તત્ત્વરૂપ વૃક્ષનું મૂળ આત્મધર્મ છે. જેના વડે જીવ પોતાના આત્મ-સ્વભાવની, સ્વરૂપની સિદ્ધિ કરી શકે તે જ ધર્મ આદરવા યોગ્ય છે. તે તત્ત્વરૂપ વૃક્ષ છે. તેનું મૂળ આત્મધર્મ છે. કોઈપણ દર્શન લો એ બધાના મૂળમાં આત્મધર્મ એક જ છે અને જેના વડે આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય તે જ ધર્મ આદરવો હિતાવહ છે. એ જ ઉપયોગી છે. ૨ પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરીએ જ્ઞાન વિચાર; અનુભવી ગુરુને સેવીએ, બુધજનનો નિર્ધાર. ૩ આત્માનો સાક્ષાત્કાર કરવો હોય, આત્માને સિદ્ધ કરવો હોય તો જ્ઞાનનો વિચાર કરવા જોઈએ. પણ આપણને મન મળ્યું છે તેનો ઉપયોગ, વિચાર માટે કરતા જ નથી. આ આત્મધર્મ પામવા માટે જે અનુભવી ગુરુ છે તેના શરણમાં-આશ્રયમાં જવું જરૂરી છે એમ જ્ઞાની ભગવંતો કહી ગયા છે. સૌથી પ્રથમ આત્માને પ્રગટ કરવા માટે તે જ્ઞાનનો વિચાર કરવો જોઈએ અને જે અનુભવી ગુરુ છે તેના આશ્રયમાં રહેવું જોઈએ. એમ જ્ઞાની પુરુષોએ નિર્ધાર કરેલો છે, તેઓએ આમ કહ્યું માટે એક ભવનો વીમો લઈને સાધના તો કરો. ૩ શિક્ષામૃત ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મોહ; જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ જોય. ૪ આ કડીમાં અનુભવી ગુરુનાં લક્ષણો કહે છે. જેનામાંથી ક્ષણ-ક્ષણની જે બુદ્ધિની- મનની ચંચળતા હતી તે નાશ પામી છે અને દર્શન-મોહ ગયો છે. તે અનુભવી ગુરુ કહેવાય છે. આત્મજ્ઞાની નિગ્રંથ કહેવાય છે. ક્ષણે ક્ષણે મનનાં પરિણામો ચંચળતાને પામ્યા કરે છે. તે અસ્થિર રહેલા છે. “મનઃ વ મનુષ્યાળાં વારનું વંધ મોક્ષયોઃ”. મન એ જ બંધનું કારણ છે અને મન જ મોક્ષ પ્રાપ્ત કરવાનું પણ કારણ છે. વિભાવરૂપી મોહ જેણે દૂર કર્યો છે તેને અનુભવી ગુરુ કહેવામાં આવે છે. ૪ બાહ્ય તેમ અત્યંતરે, ગ્રંથ ગ્રંથિ નહિ હોય; પરમ પુરુષ તેને કહો, સરળ દૃષ્ટિથી જોય. ૫ બાહ્ય અને આત્યંતર ગ્રંથિઓ છે તેને છેદવી જોઈએ- તેનો નાશ કરવો જોઈએ. આ ગ્રંથિઓનો જેનામાંથી સંપૂર્ણ નાશ થઈ ગયો છે તે પરમ પુરુષ-પરમાત્મા થઈ ગયા છે. તે જો દૃષ્ટિ સરળ હોય તો સમજાય. ગ્રંથિ બે પ્રકારની છે. બાહ્ય અને આત્યંતર. તે બેમાંથી કોઈ પણ For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૨૭ પ્રકારની ગ્રંથિ ન હોય તેઓને પરમ પુરુષ-પરમાત્મા કહેવામાં આવે છે. પણ તે જો સરળતા આવે તો સમજાય. ૫ બાહ્ય પરિગ્રહ ગ્રંથિ છે, અત્યંતર મિથ્યાત્વ; સ્વભાવથી પ્રતિકૂળતા, ................................... ૩ બાહ્ય ગ્રંથિ એ પરિગ્રહની છે જે નવ પ્રકારની છે અને આત્યંતર ગ્રંથિ છે તે ચૌદ પ્રકારની છે. મિથ્યાત્વ વિગેરે છે. સ્વભાવની પ્રતિકૂળતા તે જ નુકસાનકર્તા ભાવ છે. બાહ્ય પરિગ્રહ તે બાહ્ય ગ્રંથિ છે અને મિથ્યાત્વરૂપી આત્યંતર ગ્રંથિ રહેલી છે. આ ગ્રંથિઓ સ્વભાવથી પ્રતિકૂળ ભાવામાં જ હોય. ૬ ધર્મો જુદા જુદા જોવામાં આવે છે. તેનું કારણ એ છે કે આચાર્યોમાં મતભેદ ઊભા થવાથી ભેદ પડેલા છે. - પરમ કૃપાળુદેવ તો મોક્ષનો માર્ગ એક જ છે એમ કહે છે. શ્રી ઋષભદેવ, શ્રી શાંતિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ તથા શ્રી મહાવીર ભગવાનના સમયમાં હતો. ગણધર પાસે પણ એ જ હતો. ૧૬મા સૈકા સુધી આ માર્ગ ચાલ્યો આવતો હતો એ માર્ગ લોપ થઈ ગયો છે. પણ એ જ માર્ગ આનંદઘનજી મહારાજ, દેવચંદ્રજી મહારાજ, યશોવિજયજી મહારાજ, મોહનવિજયજી મહારાજ મૂકી ગયા છે. એ માર્ગની કાળના પ્રભાવે સાચી સમજણ નથી. સાચો માર્ગ હાથ આવે તો કામ થાય. આવો માર્ગ પરમ કૃપાળુદેવ ૧૨૫ વર્ષ પહેલાં મૂકી ગયા, એ માર્ગ પ્રગટ કરતા ગયા. વળી તે માર્ગ ગુજરાતીમાં મૂકતા ગયા. જુદી જુદી દષ્ટિથી જુદા જુદા મત-પંથ દેખાય છે તે જોવાની ભિન્ન ભિન્ન દૃષ્ટિને કારણે જ છે. આ બધા જ મત-પંથ એક તત્ત્વના મૂળમાં (આત્મામાં જ) રહેલા છે. મિથ્યાત્વ ગ્રંથિ છેદવાથી જન્મ-મરણ ટળી જાય. સત્ જેને પ્રાપ્ત છે તેને શોધી કાઢો અને પુરુષાર્થ કરો. કૃપાળુદેવ લખે છે : તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો, પરંતુ તેને તીવ્ર બંધન નથી. ગુરુગમ મળે ત્યાર પછી સમક્તિ પ્રાપ્ત થાય, ત્યાર પછીની અહીં વાત છે. જેને અનુભવ થયા છે. એનું ગમે તે વર્તન હો પણ એને તીવ્ર બંધન નથી. એને અનંત સંસાર નથી. એનો સંસાર For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શિક્ષામૃત પરિમિત થઈ ગયો છે. પંદર ભવથી સોળમો ભવ નથી. પંદરના તેર ભવ થાય, અગિયાર થાય, નવ થાય, સાત થાય, પાંચ થાય, ત્રણ ભવ થાય. આપણે પુરુષાર્થ કરીએ તો ત્રણ ભવ બાકી રહે એટલે સુધી પહોંચી શકીએ છીએ. અનંત સંસાર નથી, સોળ ભવ નથી અત્યંતર દુઃખ નથી, શંકાનું નિમિત્ત નથી અંતરંગ મોહિની નથી. એને શંકા, કંખા, વિડિગિચ્છા કાંઈ ન હોય. એને સંપૂર્ણ ખાતરી હોય. એને દર્શનમોહનો નાશ થયો હોય એટલે ગ્રંથિભેદ થયો હોય. ગ્રંથિભેદ એટલે શું? ચાર અનંતાનુબંધી કષાય અને ત્રણ દર્શન મોહનીય (મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમક્તિ મોહનીય)ની ગ્રંથિ એટલે કે ગાંઠ. એ ગાંઠનું વર્ણન કર્યું છે કે આમ આંકડિયા ભીડ્યા છે ને પાછા તે મરડાયેલા છે. કૃપાળુદેવ લખે છે કે આ આત્મા આગલા ભવોમાં ગ્રંથિભેદ કરવા સુધી ઘણી ફેરે આવી ગયો, પણ ત્યાંથી નબળો થઈ પાછો ફરી ગયો, એને ગ્રંથિભેદ થયો નહીં. જો ગ્રંથિભેદ થયો હોત તો આપણે અત્યાર સુધી રખડતા ન હોત. ગમે તેમ કરીને ગુરુગમ મળે નહીં, દર્શનમોહ જાય નહીં અને ગ્રંથિભેદ થાય નહીં, સમક્તિ પ્રાપ્ત થાય નહીં, ત્યાં સુધી ભલેને ધર્મના નામે હિમાલય ખોદી નાખે કે શરીરને ઝાડવા સાથે બાંધીને કષ્ટ કરે કે શરીરને ગાળી નાખે, તો પણ જનમમરણના ફેરા ટળે નહીં. જનમમરણના ફેરા તો જ ટળે જો અવિદ્યા જાય, અજ્ઞાન જાય, ગ્રંથિભેદ થાય, દર્શન મોહ જાય. આ બધાનો અર્થ એક જ થાય છે. ઉપા. શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ એમ કહે છે કે “શબ્દભેદ ઝઘડો કિશ્યોજી, પરમારથ જો એક.' હવે હિન્દુધર્મ એમ કહે છે કે ભ્રાંતિ હોય ત્યાં સુધી જનમમરણના ફેરા ટળે નહીં. તો જૈનધર્મ એમ કહે છે કે મિથ્યાત્વ અથવા તો દર્શનમોહ હોય ત્યાં સુધી જનમમરણના ફેરા ટળે નહીં. તો એ બેનો અર્થ એક જ થાય છે. જે ભ્રાંતિનો અર્થ થાય છે એ જ મિથ્યાત્વનો અર્થ થાય છે, એ જ દર્શનમોહનો અર્થ થાય છે. એનો અર્થ ઊંધી સમજણ એટલે દિશાભ્રમ. કલકત્તા જવું છે, કલકત્તા પૂર્વમાં આવ્યું અને પશ્ચિમમાં કરાંચી તરફ ચાલીએ અને મનમાં એમ માનીએ કે આ પૂર્વ છે, તો પહોંચીએ કરાંચી; કલકત્તા ન પહોંચીએ. આટલા બધા આ સંસારમાં ગ્રેજ્યુએટ (Graduate) ડાહ્યા ગણાય છે. છતાં આધ્યાત્મિક દૃષ્ટિએ તેમને દિશાભ્રમ છે. ઊંધા જ ચાલવાનું કરે છે. ઊંધા ચાલવાનું એટલે કે ‘શરીર એટલે હું એવું તેઓ માને છે. સવારમાં ઊઠીને રાત્રે સૂઈએ ત્યાં સુધી શરીર એટલે જ હું એમ માનીને આપણે બધી પ્રવૃત્તિ કરીએ છીએ, આ દિશાભ્રમ છે. આમ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગને કારણે સંસારમાં રખડવાનું છે. મિથ્યાત્વ ન જાય ત્યાં સુધી અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગના કારણે પડતો બંધ જાય નહીં. પહેલાં મિથ્યાત્વ જવું જોઈએ. મિથ્યાત્વ જાય એટલે એકડો થયો. પછી આપણી ગમે તે ક્રિયાએ મીંડા ચઢતાં જ જાય. એક મીંડું ચઢે એટલે દસ, બે મીંડા ચડે એટલે સો, પછી હજાર અને એમ સવળી ક્રિયાથી જનમમરણના ફેરા ટળી જાય. એમ આ આપણા ઉપર અનુકંપા લાવીને કૃપાળુદેવ લખતા ગયા છે. For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી સત્ સત્ નિરૂપમ, સર્વોત્તમ શુક્લ, શીતળ, અમૃતમય દર્શનજ્ઞાન; સમ્યક્ જ્યોતિર્મય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સવરૂપદર્શિતાની બલિહારી છે ! જ્યાં મતભેદ નથી; જ્યાં શંકા, કંખા, વિતિગિચ્છા, મૂઢદૃષ્ટિ એમાંનું કાંઈ નથી. છે તે કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન જેને મનન કરી શકતું નથી. છે તે. આ અનુભવની વાત છે. સાકરનો સ્વાદ કોણ જાણે ? જેણે સાકર જીભ ઉપર મૂકી હોય તે. એનું વર્ણન વાંચનાર એ સ્વાદને ન જાણી શકે. વળી આત્મસ્વરૂપનું યથાતથ્ય વર્ણન થઈ શકે તેમ જ નથી. અવાચ્ય-અવર્ણનીય છે. માટે છેલ્લે “છે-તે” એમ કહીને મૂકી દીધું છે. આનું નામ જ સમ્યગ્દર્શન છે. દર્શનમોહ જવાનું અને ગ્રંથિભેદ થવાનું આ સાધન છે. ૧૦૭ ૧. લોક પુરુષસંસ્થાને કહ્યો, એનો ભેદ તમે કંઈ લહ્યો ? એનું કારણ સમજ્યા કાંઈ, કે સમજાવ્યાની ચતુરાઈ ૧ શરીર પરથી એ ઉપદેશ, જ્ઞાન દર્શને કે ઉદ્દેશ; જેમ જણાવો સુણીએ તેમ, કાં તો લઈએ દઈએ ક્ષેમ. ૨ આ લોકનું સંસ્થાન (આકાર) શું છે ? તેનો ભેદ તમને કંઈ પ્રાપ્ત થયો છે તે સ્વરૂપ એવું કેમ છે તે કાંઈ સમજાય છે કે તેણે સમજાવવામાં ચતુરાઈ કરી છે. માણસના શરીર ઉપરથી એ સંસ્થાનનો ઉપદેશ કહ્યો છે. માણસ બે પગ પહોળા કરી ઊભો રહી કેડે બે હાથ મૂકી શરીરને સમાંતર ગોઠવી રાખે અને જે આકાર બને તે લોકનું સ્વરૂપ છે. ઉપદેશ જ્ઞાનથી કે ઉદ્દેશથી જેમ તમે સંભળાવો તેમ સાંભળીએ અને ક્ષેમ-કુશળ લહીએ. ૧ ૨૯ ૨. શું કરવાથી પોતે સુખી ? શું કરવાથી પોતે દુઃખી ? પોતે શું ? ક્યાંથી છે આપ ? એનો માગો શીઘ્ર જવાપ. ૧ પોતે શું કરવાથી સુખી થઈ શકે ? અને શું કરવાથી દુ:ખી થાય ? પોતે કોણ છે ? ક્યાંથી થયો છે ? એને જાણવા માટે ગુપ્ત રીતે શીઘ્ર જવાબ માંગો-શોધો. ૨ ૩. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહિ સ્થાપ; પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ૧ ગુરુ ઓળખવા ઘટ વેરાગ્ય, તે ઊપજવા પૂર્વિત ભાગ્ય; તેમ નહીં તો કંઈ સત્સંગ, તેમ નહીં તો કંઈ દુઃખરંગ. ૨ For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શિક્ષામૃત જ્યાં શંકા થાય ત્યાં સંતાપ (દુઃખ)નો ઢગલો હોય અને જ્યાં જ્ઞાન હોય ત્યાં શંકા હોઈ શકે નહીં. પ્રભુભક્તિ કરવાથી ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થાય અને તે પ્રભુ કોણ ? તો કહે છે પ્રત્યક્ષ સદ્ગુરુ એ જ પ્રભુ છે. ગુરુને આંતરિક રીતે ઓળખવા માટે પોતાના અંતરમાં વૈરાગ્ય પ્રગટેલો હોવો જોઈએ. તે ઓળખવા માટે પૂર્વે આચરેલ શુભ ભાવનો ઉદય થવો જરૂરી છે. આમ ન થઈ શકે તો સત્સંગ કરો અને જો તે પણ નહીં હોય તો દુઃખ જ પ્રાપ્ત થશે. ૩ ૪. જે ગાયો તે સઘળે એક, સકળ દર્શને એ જ વિવેક; સમજાવ્યાની શૈલી કરી, સ્યાદ્વાદ સમજણ પણ ખરી. ૧ મૂળ સ્થિતિ જો પૂછો મને, તો સોંપી દઉં યોગી કને; પ્રથમ અંત ને મધ્યે એક, લોકરૂપ અલોકે દેખ. ૨ જીવાજીવ સ્થિતિને જોઈ, ટળ્યો ઓરતો શંકા ખોઈ; એમ જ સ્થિતિ ત્યાં નહીં ઉપાય, “ઉપાય કાં નહીં?”શંકા જાય. ૩ એ આશ્ચર્ય જાણે તે જાણ, જાણે જ્યારે પ્રગટે ભાણ; સમજે બંધમુક્તિયુત જીવ, નીરખી ટાળે શોક સદીવ. ૪ બંધયુક્ત જીવ કર્મ સહિત, પુદ્ગલ રચના કર્મ ખચીત; પુદ્ગલજ્ઞાન પ્રથમ લે જાણ, નર દેહે પછી પામે ધ્યાન. ૫ જો કે પુદ્ગલનો એ દેહ, તોપણ ઓર સ્થિતિ ત્યાં છે; સમજણ બીજી પછી કહીશ, જ્યારે ચિત્તે સ્થિર થઈશ. ૭ જે કાંઈ કહ્યું છે તે એક પ્રકારનું છે એમ બધાં જ દર્શનો વિવેકથી કહે છે. સમજવા માટે આ શૈલી છે. તે ઉપરાંત સાદુવાદ શૈલી પણ છે. જો એની મૂળ સ્થિતિ વિશે મને પૂછો તો તમને યોગી પાસે- અર્થાત્ જ્ઞાની મહાત્માને સોંપી દઉં. આ લોક પ્રથમ, મધ્ય અને અંતમાં છે, તે લોકનું સ્વરૂપ અંતર સ્થિતિમાં (અલોકે) રહીને જો. જીવ અને અજીવની સ્થિતિ જોઈ આશ્ચર્ય થયું અને શંકાનો નાશ થયો. આમ જે હોય તો તેનો ઉપાય નથી. તો કહે છે કે ઉપાય કેમ નથી ? ઉપાય છે. માટે શંકા નાશ પામી ગઈ) જીવ બંધ અને મુક્તિ સહિત છે. ઉપાય કેમ નથી ? ઉપાય છે. માટે શંકા નાશ પામે. આના આશ્ચર્યને જે જાણે છે તેને જાણ. જ્યારે જ્ઞાનરૂપી સૂર્ય ઊગે ત્યારે તેની જાણ થાય. જ્ઞાનરૂપી સૂર્ય ઊગે એટલે સમજે કે જીવનો બંધ અને મુક્તિ થાય છે. આ સમજી જાય તેનો સદા માટેનો શોક ટળી જાય; નાશ પામી જાય. જે બંધનયુક્ત જીવ છે, તે કર્મ સાથે રહેલા છે. તે પુદ્ગલ રચનારૂપી કર્મ ચોક્કસ છે. પહેલાં પુગલનું જ્ઞાન જાણી લે, તો આ મનુષ્યદેહમાં જ તું આત્મધ્યાનને પ્રાપ્ત કરીશ. જો કે દેહ તો પુદ્ગલનો બનેલો છે, છતાં પણ ત્યાં For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૧ શ્રી વચનામૃતજી ઓર-સ્થિતિ; બંધન-મુક્ત-મોક્ષરૂપ સ્થિતિ પામી શકાય છે. બીજી સમજણ પછીથી કહીશ કે જ્યારે તારું ચિત્ત એકાગ્ર-સ્થિર થશે. આ ૫. જહાં રાગ અને વળી દ્વેષ, તહાં સર્વદા માનો ક્લેશ; ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. ૧ સર્વ કાલનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ; ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા. ૨ જ્યાં રાગ અને દ્વેષ છે ત્યાં હમેશાં ક્લેશ જ રહેલો છે. જ્યાં અંતરમાં ઉદાસીનતા પ્રગટે કે તુરત જ સકળ દુઃખનો નાશ થઈ જાય છે. પછી તેને સર્વકાળનું જ્ઞાન હોય છે. અને દેહ છતાં નિર્વાણનું સુખ તે ભોગવતો હોય છે. છેલ્લા ભવમાં આવી દશા પ્રાપ્ત થાય છે અને રામે (આત્માએ) જીવન મુક્ત દશા પ્રાપ્ત કરી લીધી છે. ૫ ૧૧૫ सहु जोगं पडुच्चं अणारंभी, असुहजोगं पडुच्चं आयारंभी, परारंभी, तदुभयारंभी. શુભ યોગમાં રહેલા આત્મા અણારંભી છે, અશુભ યોગમાં રહેલ આત્મા આરંભી-પરારંભી છે. તદુભયારંભી એટલે આત્મારંભી અને પરારંભી. અહી શુભ એટલે પરિણામિક શુભ. પરિણામિક એટલે જે પરિણામે શુભ વા જેવું હતું તેવું રહેવું છે તે. યોગ એટલે મન, વચન, કાયા. ૧૧૮/૨૯૬ ન છિનરૂં.. (આચારાંગસૂત્ર-અધ્યયન-૩ ઉદ્દેશક ૩) બેના અંતમાં રહેલ જે વસ્તુ તે છેદ્યો છેદાય નહીં, ભેદ્યો ભેદાય નહીં તેવો આત્મા. ૧૨૪ जणं जणं दिसं इच्छइ तणं तणं दिसं अप्पडिबद्ध જે જે દિશા ભણી જવું ઇચ્છે તે તે દિશા જેને અપ્રતિબદ્ધ અર્થાત્ ખુલ્લી છે. (રોકી શકતી નથી). For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત આવી દશાનો અભ્યાસ જ્યાં સુધી નહીં થાય, ત્યાં સુધી યથાર્થ ત્યાગની ઉત્પત્તિ થવી કેમ સંભવે ? ૧૩૨ "क्षणमपि सज्जन संगतिरेका, भवति भवार्णवतरणे नौका.' | (શ્રી શંકરાચાર્ય) ક્ષણવારનો પણ પુરુષનો સમાગમ તે સંસારરૂપ સમુદ્રને તરવાને નોકરૂપ થાય છે. એ વાક્ય મહાત્મા શંકરાચાર્યજીનું છે; અને તે યથાર્થ જ લાગે છે. આપે મારા સમાગમથી થયેલો આનંદ અને વિયોગથી અનાનંદ દર્શાવ્યો; તેમજ આપના સમાગમ માટે મને પણ થયું છે. અંતઃકરણમાં નિરંતર એમ આવ્યા કરે છે કે પરમાર્થરૂપ થવું; અને અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે, તથાપિ કંઈ તેવો યોગ હજુ વિયોગમાં છે. ૧૪૧ इच्छाद्वेष विहीनेन सर्वत्र समचेतसा । भगवद् भक्ति युक्तेन प्राप्ता भागवती गतिः ।। ઇચ્છા અને દ્વેષ વગર, સર્વ ઠેકાણે સમદૃષ્ટિથી જોનાર એવા પુરુષો ભગવાનની ભક્તિથી યુક્ત થઈને ભાગવતી ગતિને પામ્યા, અર્થાત્ નિર્વાણ પામ્યા. એટલે મોક્ષગતિને પામ્યા. ૧૫૪ બીજાં સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ; અથવા અસદ્ગુરુ થકી, ઊલટો વધ્યો ઉતાપ. ૧ પોતાની રીતે સ્વછંદપણે કલ્પના કરી કરી ઘણાં બધાં સાધનોને આદર્યા. અથવા અસગુરુની સલાહ પ્રમાણે ચાલવાથી શાંતિ મળવાને બદલે આકુળતારૂપી તાપમાં વધારો થયો. ૧ પૂર્વ પુણ્યના ઉદયથી, મળ્યો સદ્ગુરુ યોગ; વચન સુધા શ્રવણે જતાં, થયું હૃદય ગતશોગ. ર For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃત ૩૩ પૂર્વ પુણ્યના ઉદયને કારણે આ મનુષ્યભવમાં સદ્ગુરુનો યોગ પ્રાપ્ત થયો. અને તેનાં અમૃતરૂપી વચનો શ્રવણ કરતાં અને તે પ્રમાણે સ્થિતિ કરતાં હૃદયમાં જે શોક ભર્યો હતો તેનો નાશ થયો અને આનંદ વ્યાપ્યો. ૨ નિશ્ચય એથી આવિયો, ટળશે અહીં ઉતાપ, નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ. ૩ સદ્ગની પ્રાપ્તિ થવાથી હવે નિશ્ચય થયો છે કે તેમના આશ્રમમાં રહેવાથી સંસાર પરિભ્રમણરૂપી જે ઉતાપ-તાપ છે તે ટળી જશે. તેથી તેનો સત્સંગ નિત્યપણે અને એ એક જ લક્ષથી–મોક્ષ મેળવવારૂપ લક્ષથી જ કર્યો છે. ૩ ૧૫૭ રોજનીશી (3) આ પત્રમાં ગુરૂગમ ગાયો છે. ભગવાન મહાવીરસ્વામી બોલ્યા છે. આ પ્રમાણે “ચમર” નામનો અધિકાર ભગવતીસૂત્રમાં છે. એમાં આ ઉલ્લેખ છે. કૃપાળુદેવનું વર્ષ ર૩મું છે. હજી અમને જ્ઞાન મળ્યું નથી. તેઓ એ મેળવવા માટે શોધ કરે છે. એમને ખબર છે કે મનસુખરામ સૂર્યરામ પાસે ‘જ્ઞાન છે પણ એમની પાસે લેવા જવું મુશ્કેલ છે, એટલે મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો છે, કે હું બે ત્રણ મહિના થયા આ ગોતવા નીકળ્યો છું અને અમન પાતે કાગળમાં લખે છે કે નથી જ મોક્ષ છે એમ હું માનતો નથી. વીતરાગતા પ્રાપ્ત થાય, પ્રગટ થાય, રાગદ્વેષ જાય તો મોક્ષ છે એમ હું માનું છું એટલે તમે મને કાંઈ કહેતાં જરા પણ લાભ નહીં પામાં એટલા માટે આ લખી મોકલું છું. હવે આ ગુરૂગમ વિશેનો ઉલ્લેખ છે તે જુઓ : હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં સ્વસ્થ અવસ્થાએ, હું એકાદશ વર્ષની પર્યાયે, છઠ્ઠ છ સાવધાનપણે, નિરંતર તપશ્ચર્યા અને સંયમથી આત્મતા ભાવતાં, પૂર્વાનુપૂર્વીએ ચાલતાં, એક ગામથી બીજે ગામ જતાં, જ્યાં સુષુમારપુર નગર, જ્યાં અશોક વનખંડ બાગ, જ્યાં અશોકવર પાદ૫, જ્યાં પૃથ્વીશિલાપટ્ટ, ત્યાં આવ્યો; આવીને અશોકવર પાદપની નીચે, પૃથ્વીશિલાપટ્ટ પર અષ્ટમભક્ત ગ્રહણ કરીને, બંને પગ સંકોચીને, લાંબા કર કરીને, એક પુલમાં દૃષ્ટિ અડગ સ્થાપીને, અનિમેષ નયનથી, જરા શરીર નીચું આગળ ઝૂકી રાખીને, યોગની સમાધિથી, સર્વ ઇંદ્રિયો ગુપ્ત કરીને, એક રાત્રિની મહા પ્રતિમા ધારણ કરીને, વિચરતો હતો. (ચમર)૧ For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શિક્ષામૃત આ સમાધિ ક્યારે આવે ? ધ્યાન ધરીએ ત્યારે આવે. પહેલાં સવિકલ્પ સમાધિ આવે. જે આઠ દૃષ્ટિની સજઝઝાયમાં છેલ્લી સમાધિ છે, અને ઋષિમુનિઓ જે યોગ સાધે છે એની જે સમાધિ છે એ બંને એક જ છે. ભગવાન મહાવીરસ્વામી જ્યારે છદ્મસ્થાવસ્થામાં હતા અને તપશ્ચર્યા કરતાં કરતાં સાવધાનપણે એક ગામથી બીજે ગામ વિચરતા હતા, પોતાના આત્મામાં લીન રહેતા હતા તે વખતે અશોક પાદપ એટલે કે અશોક વૃક્ષ નીચે અષ્ટમ ભક્ત ગ્રહણ કરી શિલાપટ્ટ ઉપર બે પગ ભેગા રાખી ગોદોહનઆસને રહી એક પુગલમાં દૃષ્ટિ સ્થાપન કરીને અનિમેષ નયનથી એટલે કે આંખનું મટકું પણ માર્યા વગર ધ્યાન ધરતા હતા અને એ રીતે એક રાત્રિ સર્વ ઇન્દ્રિયો ગુપ્ત કરીને મહાપ્રતિમા ધારણ કરીને રહ્યા હતા તેનો જે નિર્દેશ છે તેમાં ગુરૂગમની વાત છે. . (૫) આજ મને ઉછરંગ અનુપમ, જન્મકૃતાર્થ જોગ જણાયો; વાસ્તવ્ય વસ્તુ વિવેક વિવેચક, તે ક્રમ સ્પષ્ટ સુમાર્ગ ગણાયો. (શ્રીમદ્ રાજચંદ્ર) આજે મને ખૂબ જ ઉમંગ છે. જીવન ધન્ય થયું. એવો યોગ પ્રાપ્ત થયો છે. વાસ્તવ્ય વસ્તુ એટલે ભગવાન આત્મા કેવો હોય ? શરીર શું ? જન્મ મરણ કેમ અટકે ? તેનો વિવેક અને અનુભવની પ્રાપ્તિ થઈ, તેથી આ મોક્ષમાર્ગ મને જણાયો, જાણવામાં આવ્યો. પરમ કૃપાળુદેવના અનુભવ ઉલ્લાસને અનુભવી પૂ. કાળિદાસભાઈ સ્વયં આનંદિત થઈ ૫. ક દેવની તે કડીને અનુસરતો ભાવ અને ઢાળને ગ્રહણ કરી પોતે બીજી બે કડીઓની રચના કરી જે મુમુક્ષુ સાધકને ખૂબ જ ઉપકારી થાય માટે તેનો ઉલ્લેખ અહીં કરેલ છે. સત્ય સુબોધ વેરાગ્ય વડે શલ્ય, દર્શન ચારિત્ર મોહ હણાયો; મોહ પ્રપંચ પ્રચંડ જતા નર, ભેદ ટળી નીરભેદ ભણાયો. ૧ પરમારથ પંથ પ્રવાસી થતા, પરભાવ પ્રપંચ પ્રચંડ હણાયો; કર્મ વિનાશક તે ક્રમથી નરભેદ ટળી, નરભેદ ભણાયો. ૨ (પૂ. કાળિદાસભાઈ) ૧૬૫ પરમ પૂજ્ય સોભાગભાઈની ઓળખાણ આપું. સોભાગભાઈ એ પરમકૃપાળુદેવના પરમ For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી સખા હતા. પરમ સખા એટલે એ બંનેના હૃદયની વચ્ચે પડદો ન હતો. બંનેનાં દિલ એક જ હતાં. કૃપાળુદેવને એમ થતું હતું કે આ વનની મારી કોયલ, મારો જન્મ અત્યારે કેમ થયો ? આ કાળમાં કોની પાસે મોઢું ઉઘાડવું ? એમને ઉદયમાં ગૃહસ્થવાસ હતો અને વેપાર પણ હતો. એ જમાનો એવો હતો કે જેને ગૃહસ્થવાસ હોય કે વેપાર હોય એ ધર્મની વાત કરે તો લોકો કહેતા કે હજી સંસારમાં પડ્યા છે અને ધર્મની વાત કરવા આવે છે. એટલા માટે એમના મુમુક્ષુઓ-ખંભાતમાં હતા, ચૌદ ઘર અને સાત મુનિઓ-એમને તેડાવે કે આપ ખંભાત પધારો, તો તેઓ જતા ન હતા. તેઓ કહે કે હજી હું તૈયાર થાઉં છું. તમે પણ તૈયા૨ થાઓ. આ લોકો મુંઝાયા. કૃષ્ણદાસ અને આ બધા કહે કે તો અમે મુંબઈ આવીએ. તો કૃપાળુદેવ કહે કે મુંબઈ તો અનાર્યભૂમિ છે. એ બધાને તેમણે કબી૨પંથીના એક મહંત પાસે મળવા જવાનું સૂચવ્યું અને લખ્યું કે તમે કહેજો કે એક પરમ પુરુષ, એક મહાત્માએ ભલામણ કરી છે કે તમને મળવું. મારું નામ આપશો નહીં. મારી ઓળખાણ આપશો નહીં. પણ એ ધર્મની વાત સોભાગભાઈને લખે કે કાંઈ જ્ઞાનવાર્તા લખજો. અને દેશમાં જતી વખતે અગર તો આવતી વખતે સાયલા એક ફેરે તો ઊતરે જ. સાંભાગભાઈ સાથે સાયલામાં વધારેમાં વધારે દસ દિવસ રહ્યા છે. સોભાગભાઈ કૃપાળુદેવ કરતાં લગભગ બમણી ઉંમરના હતા, છતાં સખા હતા. એમનું પૂર્વ ભવનું આ આધ્યાત્મિક ઋણાનુબંધ હતું. એટલે સાત વર્ષ એ બંન્નેનો આધ્યાત્મિક સંબંધ રહ્યો, એમાં કુલ ૫૬૦ દિવસ કૃપાળુદેવ અને સાંભાગભાઈ ભેગા રહ્યા છે. વર્ષમાં સરેરાશ એંશી દિવસ ભેગા રહ્યા હતા. એ જ્યાં જાય ત્યાં એ ભેગા જ રહે . કૃપાળુદેવે વડવામાં અને રાળજમાં ‘હે પ્રભુ, હે પ્રભુ’ લખ્યું, ‘યમનિયમ’ લખ્યું અને ‘ક્ષમાપના’ લખી એ બધું સોભાગભાઈને આપીને કહ્યું કે ‘તમે ખંભાત જાઓ અને મુનિને આપી આવ્યું. મુનિને કહેજો કે તમને જે યોગ્ય જીવ લાગે એને આ મંત્ર આપજો.’ હવે આત્મસિદ્ધિ જે સ્વયં શાસ્ત્ર છે, સ્વતંત્ર ગ્રંથ છે, જે એક જ યથાર્થ સમજ્યા હોઈએ અને એ પ્રમાણે પુરુષાર્થ કરીએ તો આપણે મોક્ષે જઈએ. એ કૃતિ પણ લખી હતી તો સોભાગભાઈ માટે. એમનું નિમિત્ત ન હોત તો આત્મસિદ્ધિશાસ્ત્ર ન હોત. પૂ. શ્રી સોભાગભાઈ કૃપાળુદેવને સંવત ૧૯૪૬ના ભાદરવા વદમાં મળ્યા. તેઓ માર્ગની શોધમાં નીકળ્યા હતા. કૃપાળુદેવને શ્રી મનસુખરામ સૂર્યરામ પાસે જ્ઞાન છે તેમ ખબર પડવાથી પત્રવ્યવહાર તેમની સાથે કરતા હતા, આ દરમ્યાન પરમકૃપાળુદેવને શ્રી સોભાગભાઈ મળી ગયા. ૩૫ પૂ. શ્રી. સોભાગભાઈ સાથે જ્ઞાનમાર્ગ વિશે વાતચીત થતાં પરમકૃપાળુદેવને આત્મદશાનું સ્મરણ થયું. આ આત્મદશાના સ્મરણની વાતનો પુરાવો પરમકૃપાળુદેવનાં નીચેનાં વાક્યોથી મળે છે. હે શ્રી સોભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર હો ! (હાથનોંધ - ૨ - ૨૦. પૃ. ૪૫) For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત જે સસ્વરૂપ તે જેના હૃદયમાં પ્રકાશ્ય છે એવા મહાભાગ્ય જ્ઞાનીઓની અને આપની (સોભાગભાઈની) અમારા ઉપર કૃપા વર્તો. અમે તો તમારી ચરણરજ છીએ. (પત્રાંક ૨૦૧) અમને તમારો મોટો ઓથ આ કાળમાં મળ્યો અને તેથી જ જીવાય છે. (પત્રાંક ૨૧૫) સત્સત્ એનું રટણ છે અને સસ્તું સાધન તમે ત્યાં છો. અધિક શું કહીએ? (પત્રાંક) (૨૧૭) તમે અમારે માટે જન્મ ધર્યો હશે એમ લાગે છે. તમે અમારા અથાગ ઉપકારી છો. તમે અમને અમારી ઇચ્છાનું સુખ આપ્યું છે, તે માટે નમસ્કાર સિવાય બીજો શું બદલો વાળીએ ? (પત્રાંક ર૫૯) વર્ષ બદલાય એટલે કૃપાળુદેવ પહેલો કાગળ સોભાગભાઈને લખે. સોભાગભાઈનો દેહ રહ્યો ત્યાં સુધી એમને કૃપાળુદેવે એ પ્રમાણે પત્ર લખ્યો છે. આ પત્ર જ્ઞાનપાંચમના દિવસે લખેલો છે. તેઓ લખે છે કે : પરમ પૂજ્ય-કેવળબીજ સંપન્ન, જેની પાસે કેવળનું બીજ છે, જેણે એ પ્રાપ્ત કર્યું છે એવા. એ કેવલબીજ કોનું નામ ? ગુરુગમતું. એમાંથી જ કેવળ વૃક્ષ થાય. સર્વોત્તમ ઉપકારી શ્રી સૌભાગ્યભાઈ, મોરબી. આપના પ્રતાપે અત્ર આનંદવૃત્તિ છે. પ્રભુ પ્રતાપે ઉપાધિજન્ય વૃત્તિ છે. આપનો યોગ થવાથી મને જે આત્મદશાનું સ્મરણ થયું છે, તેથી આનંદવૃત્તિ છે. અહીં પ્રભુ પ્રતાપ એટલે પ્રારબ્ધ. મારો પ્રારબ્ધ ઉદય એવો છે કે મને પ્રવૃત્તિ બહુ છે. એટલે મારા મન, વચન, કાયાના યોગ એ ઉપાધિમાં છે. ભગવાન પરિપૂર્ણ સર્વગુણસંપન્ન કહેવાય છે. તથાપિ એમાંય અપલક્ષણ કંઈ ઓછાં નથી ! વિચિત્ર કરવું એ જ એની લીલા ! ત્યાં અધિક શું કહેવું! સોભાગભાઈ પાસે જ્ઞાન હતું, બાકી યથાર્થ બોધ ન મળે, વૈરાગ્ય ન મળે, ઉપશમ ન મળે, એટલે કૃપાળુદેવે એક નિર્ણય કરેલો કે હવે એમને ઊંચા લેવા માટે યથાર્થ બોધ આપવો, ઉપશમ અને વૈરાગ્ય વધે એવો બોધ આપવો. છેવટે સોભાગભાઈએ દેહ ત્યાગ કર્યો એ પહેલાં એમને આત્મસાક્ષાત્કાર થઈ ગયો હતો. એ પોતે લખે છે કે દિન આઠ થયા બે ફાટ દર્શન થયાં છે. આટલે સુધી સોભાગભાઈને પહોંચાડવા માટે એમણે મહેનત કરી. સર્વ સમર્થ પુરુષો આપને પ્રાપ્ત થયેલા જ્ઞાનને જ ગાઈ ગયા છે. એ જ્ઞાનની દિન પ્રતિદિન આ આત્માને પણ વિશેષતા થતી જાય છે. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ઉઘાડ થતો જાય છે, એ તો એકદમ ઊંચે ચડ્યા. એમને તો દૂધમાં જેમ ઝામણ (-મેળવણ) નાખે ને દહીં થાય, એટલી જ વાર હતી. હું ધારું છું કે કેવળજ્ઞાન સુધીની મહેનત કરી અલેખે તો નહીં જાય. મોક્ષની આપણને કાંઈ જરૂર નથી. નિશંકપણાની, નિર્ભયપણાની, નિર્મઝનપણાની અને નિઃસ્પૃહપણાની જરૂર હતી તે ઘણે અંશે પ્રાપ્ત થઈ જણાય છે. અને પૂર્ણ અંશે પ્રાપ્ત કરાવવાની કરુણાસાગર ગુપ્ત રહેલાની કૃપા થશે એમ આશા રહે છે. છતાં વળી એથીયે અલૌકિક દશાની ઇચ્છા રહે છે. ૩૭ પહેલાં ઉપર લખે છે કે કાંઈ ઇચ્છા નથી; તો પણ પછી એમ લખે છે કે એથીય વધારે અલૌકિક દશાની ઇચ્છા રહે છે. ત્યાં વિશેષ શું કહેવું ? અનહદ ધ્વનિમાં મણા નથી. આ સાધના જે કરતા હોય એને અનહદ-અનાહત ધ્વનિ કાનમાં સંભળાય. અનહદ ધ્વનિ કેવો હોય ? દેરાસરમાં ઘંટ હોય તે આપણે વગાડીએ તો ઘન ન ન કરી અને પાછળ જે ઘ... ન... ન... ન...ન... અવાજ થાય. એવો અનાહત નાદ કાનમાં સંભળાય. જેમ જેમ આત્માના પ્રદેશાં સ્થિર થતા જાય તેમ તેમ એ નાદ, અનહદ નાદ સંભળાય. પણ ગાડીઘોડાની ઉપાધિ શ્રવણનું સુખ થોડું આપે છે. જ્યારે અનહદ નાદ શરૂ થાય ત્યારે રસ્તા ઉપર ઘોડાગાડીનો અવાજ શરૂ થાય એથી અનહદ નાદમાં ખલેલ પડે છે. એમ કૃપાળુદેવે લખ્યું છે. નિવૃત્તિ વિના અહીં બીજું બધુંય લાગે છે. જગતને, જગતની લીલાને બેઠાં બેઠાં મફતમાં જોઈએ છીએ. આપની કૃપા ઇચ્છું છું. વિ. આજ્ઞાંકિત રાયચંદના પ્રણામ. १५५ સત્ પુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યા છે, એ વાત કેમ હશે ? નીચેનાં વાક્યો પ્રત્યેક મુમુક્ષઓને મેં અસંખ્ય સત્પુરુષોની સંમતિથી મંગળરૂપ માન્યાં છે, ૧. માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી; તો જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું, ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું. ૨. કોઈપણ પ્રકારે સદ્ગુરુનો શોધ કરવો, શોધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત આત્માથી અર્પણબુદ્ધિ કરવી, તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાધન કરવું; અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું. ૩૮ ૩. અનાદિ કાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્ર-શ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર ‘સત્’ મળ્યા નથી, ‘સત્’ સુણ્યું નથી અને ‘સત્’ શ્રધ્યું નથી, અને એ મળ્યું, એ સુણ્યે, અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. ૪. મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે. ૫. બે અક્ષરમાં માર્ગ રહ્યો છે, અને અનાદિ કાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયો નથી તે વિચારો. આ પત્રમાં મોક્ષમાર્ગ બતાવ્યો છે; અને તેમાં કલમ નં. ૨ અને ૪ ઉપર વધારે ધ્યાન આપવા જેવું છે. ૧૬૮ એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે; થાય કૃષ્ણનો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારનો સંગ રે. ૧ હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે; મુક્તાનંદનો નાથ વિહારી રે, ઓધા જીવનદોરી અમારી રે. ૨ જેને આત્માનું દર્શન સ્વપ્ન અવસ્થામાં પણ થઈ જાય અથવા આત્માના અનુભવનો સહેજ સ્પર્શ થઈ જાય તો પછી તેનું મન સંસાર ભાવોમાં ભટકતું નથી. તેમાં લેપાય નહીં અને પોતાના સ્વરૂપ તરફ જ વૃત્તિ કરી તેમાં રહેવાનો પ્રયત્ન કરે છે. જેને આત્માના અંશોનો સદ્ગુરુ દ્વારા અનુભવ થાય છે તેને સંસારીનો સંગ ગમતો નથી. મહાત્માનો ભેટો થઈ જાય પછી સંસારીનો સંગ ગમતો નથી. ૧ કોઈપણ પ્રવૃત્તિ કરતાં કરતાં, હાલતાં ચાલતાં હિરની (આત્માની) અનુભૂતિ રહ્યા કરે એટલે કે આત્માની સ્મૃતિ જેમની તેમ રહે ત્યારે મારું જીવન કૃતાર્થ થયું ગણીશ. સફળ થયું ગણીશ. મુક્તાનંદનો નાથ જે વિચરી રહ્યા છે તે કૃષ્ણ શિષ્ય ઓધવજી એમ કહે છે કે ભગવાન અમારી જીવનદોરી છે એટલે તેવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે અમારે જરૂ૨ છે સદ્ગુરુની. સદ્ગુરુ-સંત જ અમારી જીવાદોરી છે. ૨ For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧૭૦ કૃપાળુદેવે સોભાગભાઈને પત્રાંક ૧૬૫ પાંચમને દિવસે લખ્યો છે. તે પછી નવ દિવસ પછી એટલે કે કારતક સુદ-૧૪ના રોજ આ પત્ર ફરી સોભાગભાઈ ઉપર જ લખ્યો છે. પરમ પૂજ્ય શ્રી, આજે આપનું પત્ર ૧ ભૂધર આપી ગયા. એ પત્રનો ઉત્તર લખતાં પહેલાં કંઈક પ્રેમભક્તિ સમેત લખવા ઇચ્છું છું. આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે, ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. ૩૯ કૃપાળુદેવ પોતાનો આનંદોલ્લાસ વ્યક્ત કરે છે. ગ્રંથિભેદ થયાની પોતાને જ ખબર પડે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે, હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે, જે સુલભ છે. અને તે પામવાનો હેતુ પણ એ જ છે કે કોઈ પણ પ્રકારે અમૃતસાગરનું અવલોકન કરતાં અલ્પ પણ માયાનું આવરણ બાધ કરે નહીં; અવલોકનસુખનું અલ્પ પણ વિસ્મરણ થાય નહીં; માયિક એક પણ ભયનો, મોહનો, સંકલ્પનો કે વિકલ્પનો અંશ રહે નહીં. એ એકવાર જો યથાયોગ્ય આવી જાય તો પછી ગમે તેમ પ્રવર્તાય, ગમે તેમ બોલાય, ગમે તેમ આહારવિહાર કરાય, તથાપિ તેને કોઈપણ જાતની બાધા નથી. પરમાત્મા પણ તેને પૂછી શકનાર નથી. તેનું કરેલું સર્વ સવળું છે. આવી દશા પામવાથી પરમાર્થ માટે કરેલો પ્રયત્ન સફળ થાય છે. અને એવી દશા થયા વિના પ્રગટ માર્ગ પ્રકાશવાની પરમાત્માની આજ્ઞા નથી એમ મને લાગે છે. કૃપાળુદેવને સોભાગભાઈ વારેઘડીએ કહે કે ‘તમે બહાર નીકળો, ઘણા જીવોનું કલ્યાણ થશે. પરંતુ કૃપાળુદેવ કહે છે કે જ્યાં સુધી આટલી દશાએ પહોંચું નહીં ત્યાં સુધી એક અક્ષરેય મારે કહેવાની ભગવાનની આજ્ઞા લાગતી નથી. માટે દઢ નિશ્ચય કર્યો છે કે એ દશાને પામી પછી પ્રગટ માર્ગ કહેવો-પરમાર્થ પ્રકાશવો-ત્યાં સુધી નહીં. અને એ દશાને હવે કંઈ ઝાઝો વખત પણ નથી. પંદર અંશે તો પહોંચી જવાયું છે. નિર્વિકલ્પતા તો છે જ, પરંતુ નિવૃત્તિ નથી, નિવૃત્તિ હોય તો બીજાના પરમાર્થ માટે શું કરવું તે વિચારી શકાય. ત્યાર પછી ત્યાગ જોઈએ, અને ત્યાર પછી ત્યાગ કરાવવો જોઈએ. મહાન પુરુષોએ કેવી દશા પામી માર્ગ પ્રકાશ્યો છે, શું શું કરીને માર્ગ પ્રકાશ્યો છે, એ વાતનું આત્માને સારી રીતે સ્મરણ રહે છે, અને એ જ પ્રગટ માર્ગ કહેવા દેવાની ઈશ્વરી ઇચ્છાનું લક્ષણ જણાય છે. આટલા માટે હમણાં તો કેવળ ગુપ્ત થઈ જવું જ યોગ્ય છે. એક અક્ષરે એ વિષયે વાત કરવા For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શિક્ષામૃત ઇચ્છા થતી નથી. આપની ઇચ્છા જાળવવા ક્યારેક ક્યારેક પ્રવર્તન છે, અથવા ઘણા પરિચયમાં આવેલા યોગપુરુષની ઇચ્છા માટે કંઈક અક્ષર ઉચ્ચાર અથવા લેખ કરાય છે. બાકી સર્વ પ્રકારે ગુપ્તતા કરી છે. અજ્ઞાની થઈને વાસ કરવાની ઇચ્છા બાંધી રાખી છે. તે એવી કે અપૂર્વ કાળે જ્ઞાન પ્રકાશતાં બાધ ન આવે. આટલા કારણથી દીપચંદજી મહારાજ કે બીજા માટે કંઈ લખતો નથી. ગુણઠાણા ઇત્યાદિકનો ઉત્તર લખતો નથી. સૂત્રને અડતોય નથી. વ્યવહાર સાચવવા થોડાંએક પુસ્તકોનાં પાનાં ફેરવું છું. બાકી બધુંય પથ્થર પર પાણીના ચિત્ર જેવું કરી મૂક્યું છે. તન્મય આત્મયોગમાં પ્રવેશ છે. ત્યાં જ ઉલ્લાસ છે, ત્યાં જ યાચના છે, અને યોગ (મન, વચન અને કાયા) બહાર પૂર્વકર્મ ભોગવે છે. વેદોદયનો નાશ થતાં સુધી ગૃહવાસમાં રહેવું યોગ્ય લાગે છે. પરમેશ્વર ચાહીને વેદોદય રાખે છે. કારણ, પંચમ કાળમાં પરમાર્થની વર્ષાઋતુ થવા દેવાની તેની થોડી જ ઇચ્છા લાગે છે. તીર્થકર જે સમજ્યા અને પામ્યા છે. આ કાળમાં ન સમજી શકે અથવા ન પામી શકે તેવું કંઈ જ નથી. આ નિર્ણય ઘણાય વખત થયાં કરી રાખ્યો છે. જો કે તીર્થકર થવા ઇચ્છા નથીપરંતુ તીર્થકરે કર્યા પ્રમાણે કરવા ઇચ્છા છે, એટલી બધી ઉન્મત્તતા આવી ગઈ છે. તેને શમાવવાની શક્તિ પણ આવી ગઈ છે, પણ ચાહીને શમાવવાની ઇચ્છા રાખી નથી. આપને વિજ્ઞાપન છે કે વૃદ્ધમાંથી યુવાન થવું અને આ અલખ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર થવું. થોડું લખ્યું ઘણું કરી જાણશો. ગુણઠાણાં એ સમજવા માટે કહેલાં છે. ઉપશમ અને ક્ષેપક એ બે જાતની શ્રેણી છે. યથાર્થજ્ઞાની પાસેથી જ્ઞાન મળે અને આત્મદ્રવ્ય પ્રગટ થાય તો એ પ્રગટ કહેવાય. અને જો એ બીજા પ્રકારના જ્ઞાની પાસેથી મળે તો એ પરંપરાએ પ્રગટ થાય. ઉપશમમાં પ્રત્યક્ષ દર્શનનો સંભવ નથી, ક્ષેપકમાં છે. પ્રત્યક્ષ દર્શનના સંભવને અભાવે અગિયારમેથી જીવ પાછો વળે છે. ઉપશમ શ્રેણી બે પ્રકારે છે. એક આજ્ઞારૂપે, એક માર્ગ જાણ્યા વિના સ્વાભાવિક ઉપશમ થવા રૂ૫. આજ્ઞારૂપ પણ આજ્ઞા આરાધન સુધી પતિત થતો નથી. પાછળનો ઠેઠ ગયા પછી માર્ગના અજાણપણાને લીધે પડે છે. આ નજરે જોયેલી, આત્માએ અનુભવેલી વાત છે. કોઈ શાસ્ત્રમાંથી નીકળી આવશે. ન નીકળે તો કંઈ બાધ નથી. તીર્થકરના હૃદયમાં આ વાત હતી, એમ અમે જાણ્યું છે. દશપૂર્વધારી ઇત્યાદિકની આજ્ઞાનું આરાધન કરવાની મહાવીરદેવની શિક્ષા વિશે આપે જણાવ્યું તે ખરું છે. એણે તો ઘણુંય કહ્યું હતું, પણ રહ્યું છે થોડું, અને પ્રકાશક પુરુષ ગૃહસ્થવાસમાં છે. બાકીના ગુફામાં છે. કોઈ કોઈ જાણે છે પણ તેટલું યોગબળ નથી. For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૧ શ્રી વચનામૃતજી કહેવાતા આધુનિક મુનિઓનો સ્ત્રાર્થ શ્રવણને પણ અનુકૂળ નથી. સૂત્ર લઈ ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહીં. સૂત્ર અને તેના પડખાં બધાંય જણાયાં છે. એ જ વિનંતી. વિ. આ. રાયચંદ ૧૮૯ અલખનામ ધુનિ લગી ગગનમેં, મગન ભયા મન મેરા જી; આસન મારી સુરત દઢ ધારી, દિયા અગમ ઘર ડેરા જી. દરશ્યા અલખ દેદારા જી. લક્ષ અને અલક્ષની વાતમાં લક્ષ જે બાહ્યમાં દેખાય છે તે છોડવું અને અલક્ષ જે દિવ્ય ચક્ષુ વડે દેખાય છે તેમાં જ મનને મગ્ન કરવું. આસન સ્થિર કરી, સુરતા ને દૃઢ કરી - આત્માને ઘેર (અગમઘર) પડાવ નાખ્યો છે. જેથી અલક્ષ દેદારા એટલે આત્માનાં દર્શન કર્યા. ૧૯૨ કરના ફકીરી ક્યા દિલગીરી, સદા મગન મન રહેના જી ફકરીપણું કરવું હોય તો તેમાં દિલગીરી જેવું ક્યાં છે. સદાય મનને અંદર મગ્ન કરીને જ રહેવા જેવું છે. ૧૯૪ મુનિશ્રી લલ્લુજી મહારાજને લખેલો આ પત્ર છે. જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ? એ વારંવાર વિચારી યોગ્ય લાગે ત્યારે સાથેનું પત્ર વાંચજો. હાલ વિશેષ લખી શકવાની કે જણાવવાની દશા નથી, તો પણ એક માત્ર તમારી મનોવૃત્તિ કિંચિત્ દુભાતી અટકે એ માટે જે કંઈ અવસરે યોગ્ય લાગ્યું તે લખ્યું છે. અમને લાગે છે કે માર્ગ સરળ છે, પણ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે. સસ્વરૂપને અભેદભાવે અને અનન્ય ભક્તિએ નમોનમઃ સસ્વરૂપ એટલે શુદ્ધ આત્મસ્વરૂપ એને અભેદભાવ અને અનન્ય ભક્તિએ નમોનમઃ For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨ શિક્ષામૃત ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યફ પ્રતીતિ આવ્યા વિના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે. કોણ વિચરે ? જે આત્મામાં ડૂબેલા હોય તે, જેને સદાય જાગૃતિ હોય તે. અને આબેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણાવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે અને સેવાશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી. વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ જોવા જતાં એ જ છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઇચ્છે છે તેણે અખંડવૃત્તિથી એ જ માર્ગને આરાધવો. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિ કાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વચ્છેદરૂપી અંધત્વ છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. (અંધત્વ ટળવા માટે) જીવે એ માર્ગનો વિચાર કરવો; દઢ મોક્ષેચ્છા કરવી, એટલે કે જે જન્મમરણના ફેરા મટાડવા ઇચ્છે છે, કર્મથી છૂટવા ઇચ્છે છે એમણે દૃઢ ઇચ્છા શેની કરવી ? મોક્ષની, મોક્ષે જવું છે, જવું છે ને જવું જ છે. એનો વિચાર કરવો. એ વિચારમાં અપ્રમત રહેવું, તો માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે, એ નિઃશંક માનજો. અનાદિ કાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે. જોકે તેણે જપ, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે અનંતવાર કર્યું છે. તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી. જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે. સૂયડાંગસૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં અઠ્ઠાણું પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષમાર્ગે ચઢાવ્યા છે ત્યાં એ જ ઉપદેશ કર્યો છે, અઠ્ઠાણું પુત્રો ઋષભદેવજીને ફરિયાદ કરવા ગયા હતા કે ભરત હેરાન કરે છે. ભગવાને તમને ઉપદેશ આપ્યો અને મોક્ષ માર્ગે ચઢાવ્યા. ત્યાં આ જ ઉપદેશ કર્યો છે. છે આયુષ્યમનો ! આ જીવે સર્વે કર્યું છે, એક આ વિના, તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યાં નથી, અથવા રૂડે પ્રકારે કરીને ઉઠાવ્યાં નથી અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે. સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશ છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છે - ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ છે. For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી આણાએ ધમ્મો આણ્ણાએ તવો ।' आणा धम्मो, आणाए तवो । આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. (આચારાંગ સૂત્ર) સર્વ સ્થળે એ જ મોટા પુરુષોનો કહેવાનો લક્ષ છે, એ લક્ષ જીવને સમજાયો નથી. તેના કારણમાં સર્વથી પ્રધાન એવું કારણ સ્વચ્છંદ છે અને જેણે સ્વચ્છંદને મંદ કર્યો છે, એવા પુરુષને પ્રતિબદ્ધતા (લોકસંબંધી બંધન, સ્વજનકુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન, સંકલ્પવિકલ્પરૂપ બંધન) એ બંધન ટળવાનો સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી તમે વિચારો. અને એ વિચારતાં અમને જે કાંઈ યોગ્ય લાગે તે પૂછજો. અને એ માર્ગે જો કંઈ યોગ્યતા લાવશો તો ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. અહીં ઉપશમ એટલે ગુરુગમ. બાકી બીજાં બધાં સાધન પછી કરવાં યોગ્ય છે. આ સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ વિચારતાં લાગશે નહીં. (વિકલ્પથી) લાગે તો જણાવશો કે જે કંઈ યોગ્ય હોય તે જણાવાય. ૧૯૫ સત્સ્વરૂપને અભેદરૂપે અનન્યભક્તિએ નમસ્કાર માર્ગની ઇચ્છા જેને ઉત્પન્ન થઈ છે, તેણે બધા વિકલ્પો મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો અવશ્યનો છે : ‘અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી ? અને તે શું કરવાથી થાય ?' આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે; અને એ વાક્યમાં કહેલી ચિંતના કર્યા વિના, તેને માટે દૃઢ થઈ ઝૂર્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી; પૂર્વે થયું નથી; અને ભવિષ્યકાળે પણ નહીં થશે. અમે તો એમ જાણ્યું છે. માટે તમારે સઘળાએ એ જ શોધવાનું છે. ત્યાર પછી બીજું જાણવું શું ? તે જણાય છે. ૪૩ ૧૯૮ સત્ને અભેદભાવે નમોનમઃ પત્ર આજે મળ્યું. અત્ર આનંદ છે (વૃત્તિરૂપ). કેવા પ્રકારથી હમણાં કાળક્ષેપ થાય છે તે લખશો. For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ४४ શિક્ષામૃત બીજી બધી પ્રવૃત્તિ કરતાં જીવને યોગ્યપણું પ્રાપ્ત થાય તેવી વિચારણા કરવી યોગ્ય છે; અને તેનું મુખ્ય સાધન સર્વ પ્રકારના કામભોગથી, વેરાગ્યસમેત સત્સંગ છે. સત્સંગ (સમવયી પુરુષોનો, સમગુણી પુરુષોનો યોગ)માં સત્નો જેને સાક્ષાત્કાર છે એવા પુરુષનાં વચનોનું પરિચર્યન કરવું કે જેમાંથી કાળે કરીને સત્ની પ્રાપ્તિ થાય છે. કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પનાએ કરી સને પ્રાપ્ત કરી શકતો નથી. સજીવનમૂર્તિ પ્રાપ્ત થયે જ સત્ પ્રાપ્ત થાય છે, સત્ સમજાય છે, સત્નો માર્ગ મળે છે, સત્ પર લક્ષ આવે છે. સજીવનમૂર્તિના લક્ષ વગર જે કાંઈ પણ કરવામાં આવે છે, તે જીવને બંધન છે; આ અમારું હૃદય છે. આ કાળ સુલભબોધીપણું પ્રાપ્ત થવામાં વિજ્ઞભૂત છે. કંઈક (બીજા કાળ કરતાં બહુ) હજુ તેનું વિષમપણું ઓછું છે; તેવા સમયમાં વક્રપણું, જડપણું જેનાથી પ્રાપ્ત થાય છે, એવા માયિક વ્યવહારમાં ઉદાસીન થવું શ્રેયસ્કર છે... સત્નો માર્ગ કોઈ સ્થળે દેખાતો નથી. તમને બધાંને હમણાં જે કંઈ જેનનાં પુસ્તકો વાંચવાનો પરિચય રહેતો હોય, તેમાંથી જગતનું વિશેષ વર્ણન કર્યું હોય તેવો ભાગ વાંચવાનો લક્ષ ઓછો કરજો; અને જીવે શું નથી કર્યું? ને હવે શું કરવું? એ ભાગ વાંચવાનો, વિચારવાનો વિશેષ લક્ષ રાખશો. કોઈ પણ બીજાઓ, ધર્મ ક્રિયાને નામે જે તમારા સહવાસીઓ (શ્રાવકાદિક) ક્રિયા કરતાં હોય તેને નિષેધશો નહીં. હાલ જેણે ઉપાધિરૂપ ઇચ્છા અંગીકાર કરી છે, તે પુરુષને કોઈપણ પ્રકારે પ્રગટ કરશો નહીં. માત્ર કોઈ દઢ જિજ્ઞાસુ હોય તો તેનો લક્ષ માર્ગ ભણી વળે એવી થોડા શબ્દોમાં ધર્મકથા કરશો (તે પણ જો તે ઇચ્છા રાખતા હોય તો). બાકી હાલ તો તમે સર્વ પોત પોતાના સફળપણા અર્થે મિથ્થા ધર્મવાસનાઓનો, વિષયાદિકની પ્રિયતાનો, પ્રતિબંધનો ત્યાગ કરતાં શીખજો, જે કંઈ પ્રિય કરવા જેવું છે, તે જીવે જાણ્યું નથી, અને બાકીનું કંઈ પ્રિય કરવા જેવું નથી. આ અમારો નિશ્ચય છે. આ વાત તમે જે વાંચો તે સુજ્ઞ મગનલાલ અને છોટાલાલને કોઈપણ પ્રકારે સંભળાવજો, વંચાવજો. યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાધન છે. અસત્સંગ એ મોટું વિદન છે. ૨૦૦ - વચનાવલી શ્રી સૌભાગભાઈએ કૃપાળુદેવને લખ્યું કે આ મણિ અને નંબકને તમારામાં શ્રદ્ધા તો થઈ છે. કૃપાળુદેવ વારે ઘડીએ સૌભાગભાઈના ઘેર મહેમાન તરીકે હોય ત્યારે છોકરાઓ સેવા કરતા હોય. સૌભાગભાઈએ કૃપાળુદેવને કાગળ લખ્યો કે છોકરાઓને એવું કાંઈ લખી આપો કે એ વાંચે For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪૫ શ્રી વચનામૃતજી અને એ પ્રમાણે વર્તે તો એનું કામ થઈ જાય. એટલે કૃપાળુદેવે પોતે વચનાવલી કરીને આ પત્રમાં સૌભાગભાઈને લખી મોકલાવી. આ વચનાવલી મણિલાલને અને ત્રંબકલાલને તો કામ આવે એવી હતી. આ આપણને બધાને પણ કામ આવે એવી છે, કારણ કે કૃપાળુદેવે એમાં સ્પષ્ટ મોક્ષમાર્ગ બતાવ્યો છે. આપણે વાંચીશું એટલે આપણને પણ સમજાશે કે ઓહો ! આવો મોક્ષ માર્ગ છે ! ૧. જીવ પોતાને ભૂલી ગયો છે અને તેથી સત્ સુખનો વિયોગ છે, એમ સર્વ ધર્મ સમ્મત કહ્યું છે. આપણો જીવ એટલે આપણો આત્મા પોતાને પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. હોય એવું ! દુનિયામાં અંધારું છોકરું કાંખમાં (કડમાં) હોય અને કોઈ મા કહે કે મારું છોકરું ક્યાં ગયું ? તો છોકરું તો પાસે છે. કાંખમાં (કેડમાં) તેડ્યું છે, પણ પોતે ભૂલી ગઈ છે. તેવી રીતે જીવ પણ પોતાને ભૂલી ગયો છે. તેથી સત્ સુખ મળતું નથી. સત્ સુખ ક્યું? મોક્ષનું સુખ, નિર્વાણનું સુખ. જે સુખથી આ દુનિયામાં બીજું મોટું સુખ કોઈ છે નહીં. અને જે સુખ આવ્યા પછી જાય નહીં એવું છે. એવો એનો આનંદ છે. આ કાંઈ ફક્ત જૈન દર્શને જ કહ્યું છે, એમ નથી, પણ બીજાં જે આસ્તિક દર્શના છે, જે પુનર્જન્મને માને છે, જીવને માને છે, ભવભ્રમણને માને છે, મોક્ષને માને છે, એવાં છએ આસ્તિક દર્શનોએ પણ કહ્યું છે કે જીવ પોતાને ભૂલી ગયો છે માટે તેને જન્મ મરણનું દુ:ખ છે . આપણે આપણને ભૂલી ગયા છીએ ? આપણામાં કોઈકને ત્રીશ વર્ષ થયા હશે, કોઈકને ચાલીસ વર્ષ થયા હશે, કોઈકને પચાસ, કોઈકને સિત્તેર, પણ આપણે માનીએ છીએ ખરા કે આપણે પોતાને ભૂલી ગયા છીએ ? હું મને ભૂલતો હોઈશ ? હું કદાચ બીજાને ભૂલું એ બરાબર છે, પણ પોતાને કોઈ ભૂલ ? તો કહે હા, જીવ પોતાને ભૂલી ગયો છે. ૨. પોતાને ભૂલી ગયા રૂ૫ અજ્ઞાન જ્ઞાન મળવાથી નાશ થાય છે, એમ નિશંક માનવું. આ જ અજ્ઞાન છે. હું કોણ છું એ જડતું નથી, હાથ આવતું નથી એ જ અજ્ઞાન છે. એ અંધારું જાય કેવી રીતે ? એ જન્મમરણ ટળે કેવી રીતે ? તો કહે છે કે જ્ઞાન મળવાથી. આ હું કહું છું એ તમે શંકા વગર ચોક્કસ માનજો. ૩. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લોકલજ્જાદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. જ્ઞાન ક્યાં મળે ? મીઠાઈ ક્યાં મળે ? હલવાઈની દુકાને અને શાક ક્યાં મળે ? ભાજીવાળા પાસે. એમ જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ. લોકની લજ્જા આડે આવે છે કે આ ભાઈ તો ફલાણે ઠેકાણે જાય છે. એ પરંપરા છૂટે નહીં. આપણો કુળનો જે ધર્મ ચાલ્યો આવે છે એ છોડાય નહીં, એ ન જ છોડાય. પણ ત્યાં વાડા થઈ For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શિક્ષામૃત ગયા છે. ધર્મ નથી. પંથ થઈ ગયા છે. ત્યારે કૃપાળુદેવ તો એમ કહે છે કે મોક્ષનો માર્ગ તો એક જ છે. ઋષભદેવ ભગવાનના વખતમાં જે મોક્ષમાર્ગ હતો એ જ શાંતિનાથ ભગવાનના વખતમાં હતો; એ જ નેમિનાથ ભગવાનના વખતમાં હતો, એ જ પાર્શ્વનાથ ભગવાનના વખતમાં હતો અને મહાવીર સ્વામીના વખતમાં પણ એ જ મોક્ષમાર્ગ હતો. ગણધરોના વખતમાં પણ એ જ ધર્મ હતો. પરંપરાએ જે આચાર્યો થયા, સોળમા સૈકા સુધી એ જ માર્ગ હતો મોક્ષમાર્ગ બે નથી. દિગંબર એમ કહે છે કે અહીં આવો તો તમારું કલ્યાણ થાય. શ્વેતાંબર મૂર્તિપૂજક એમ કહે છે કે અહીં આવો તો કલ્યાણ થાય. તેરાપંથી પણ એમ જ કહે છે. સ્થાનકવાસી, છકોટી, આઠકોટી, બધા એમ જ કહે છે કે અહીં આવો તો તમારું કલ્યાણ થાય. તો આમાં ક્યાં જવું ? શ્રી આનંદઘનજીએ પોતાના એક સ્તવનમાં આવી મૂંઝવણ સરસ રીતે રજૂ કરી છે. જ્યાં સુધી અનંતાનુબંધી કષાય (અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભી જાય નહીં ત્યાં સુધી જન્મમરણના ફેરા ટળે નહીં. એ જાય ક્યારે ? એ જવા બહુ મુશ્કેલ છે. પણ જ્યારે આપણને સમ્યક દર્શન પ્રાપ્ત થાય ત્યારે જાય. સમ્યક દર્શન પ્રાપ્ત ક્યારે થાય ? જ્યારે આપણે સપુરુષને ઓળખી સત્ માર્ગને જાણીએ અને એ જ પ્રમાણે પુરુષાર્થ કરીએ ત્યારે પ્રાપ્ત થાય. જો સાચો માર્ગ શોધી કાઢે અને ત્યાં વળગી પડે (તને આરાધે) તો અનંતાનુબંધી કષાય જાય અને સમ્યગદર્શન થાય. ૪. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઇચ્છવી તેણે જ્ઞાનીની ઇચ્છાએ વર્તવું એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે. જેણે જ્ઞાન મેળવવું હોય એણે કોની ઇચ્છા મુજબ વર્તવું ? જ્ઞાનીની ઇચ્છા મુજબ વર્તવું. પોતાની ઇચ્છા મુજબ વર્તે એ સ્વચ્છંદી કહેવાય. અને સ્વચ્છંદીપણું હોય ત્યાં સુધી કર્મ કપાય નહીં, જ્ઞાન થાય નહીં. એકલા જિનેશ્વર ભગવાનનાં આગમો નહીં, પણ હિન્દુ ધર્મનાં શાસ્ત્રો જેવાં કે સાંખ્યમતવાળા હોય, યોગમતવાળો હોય, પૂર્વ મીમાંસા કે ઉત્તર મીમાંસા હોય, અથવા બદ્ધ દર્શન હોય, બધા આમ જ કહે છે કે પોતાની ઇચ્છાએ પ્રવર્તતાં અનાદિકાળથી રખડ્યો. અત્યાર સુધી શું કામ રખડીએ છીએ ? આ ધર્મની બાબતમાં આપણને ગમ્યું એ ખરું એમ કહી આંખો મીંચીને કર્યા જઈએ છીએ માટે રખડીએ છીએ. જ્યાં સુધી સાચો માર્ગ મળે નહીં ત્યાં સુધી રખડવાનું છે. સાચા માર્ગની શોધ તો કરવી જોઈએ. ૫. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ४७ પ્રત્યક્ષ શબ્દ લખ્યો છે. એટલે અરિહંત ભગવાનની ઇચ્છાએ અથવા દેહધારી જ્ઞાની મહાત્માની ઇચ્છીએ એટલે આજ્ઞાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનરૂપી અંધારું જશે નહીં, પ્રકાશ થશે નહીં. ૭. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ, તન, મન, ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. તેની એટલે કોની ? તે જ્ઞાનીની, તે સંતપુરુષની, તે મહાત્માની ભક્તિમાં જોડાય. ૭. જો કે જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને છે પદના પત્રમાં જે લખ્યું છે એ જ અહીં લખ્યું છે. જેને મોક્ષ મેળવવાની ઇચ્છા છે એણે જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે. તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી, અને મનન તથા નિદિધ્યાસનાદિનો હેતુ થતો નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પુરુષોએ કહ્યું છે. કૃપાળુદેવ પોતે નથી લખતા કે આ હું કહું છું પણ એમ કહે છે કે અત્યાર સુધીના સપુરુષો આમ કહી ગયા છે. - ૮. આમાં કહેલી વાત સર્વ શાસ્ત્રને માન્ય છે. બધાં શાસ્ત્રોને આ હું કહું છું એ માન્ય છે. કોઈ શાસ્ત્રોને આથી વિરોધ નથી . ૯. ઋષભદેવજીએ અઠ્ઠાણું પુત્રોને ત્વરાથી મોક્ષ થવાનો એ જે ઉપદેશ કર્યો હતો. અઠ્ઠાણું પુત્રો ઋષભદેવજી પાસે ગયા હતા, મોક્ષ માગવા નહીં પણ રાજ માગવા માટે. તેઓ કહે આ ભરતે અમને હેરાન કરે છે, એને કાંઈ કહો તે અમારા રાજ ભોગવવા દેતો નથી. કહે છે કે આ મારું વડીલપણું સ્વીકારો. તો પછી અમે સ્વતંત્ર રાજા શેના ? ઋષભદેવ ભગવાને કહ્યું કે આ દેહ પડશે ત્યારે આ જમીન સાથે આવશે ? તેઓ કહે “ના”. ત્યારે રાજ સાથે આવશે ? તો કહે “ના'. તો પછી આ કાયમ જે સાથે આવે એવું રાજ હું તમને આપું એ લો ને ! હું તમને કાયમનું રાજ આપું એ સ્વીકારોને ! મોક્ષનું સુખ આપું. જે સુખ કરતાં આ દુનિયામાં મોટું સુખ નથી અને એ સુખ આવ્યા પછી જાય નહીં એમ ઋષભદેવજીએ કહ્યું એટલે અઠ્ઠાણું પુત્રો એમના શિષ્ય થઈ ગયા. તેઓ ગયા હતા રાજ લેવા, પણ પછી તેમણે મોક્ષની આરાધના શરૂ કરી દીધી. ૧૦. પરીક્ષિત રાજાને શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે. - રાજાનું કે રાણીનું મરણ થાય, ત્યારે એની પાછળ ગરુડ પુરાણ બેસાડવાની પરંપરા છે. એ ગરુડપુરાણ સાત દિવસ વંચાય. એમાં આ પરીક્ષિત રાજાને શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યો હતો. For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત શુકદેવજીએ શું કહ્યું હતું ? હે પરીક્ષિત રાજા, હવે તારું મૃત્યુ આંગણામાં આવી ગયું છે . પરીક્ષિત રાજા કહે શું બોલો છો ? શુકદેવજીએ કહ્યું ‘હા’. પરીક્ષિત કહે, ‘ક્યારે આવશે તે કહોને ભગવાન ?' હજી સાત દિવસ બાકી છે. તક્ષક નામનો સર્પ તને કરડશે અને તું મરી જઈશ, તો પરીક્ષિત રાજા નાચ્યો. રાજી થયો કે હજી સાત દિવસ બાકી છે ને. તો શુકદેવજી કહે ‘હા’. તો ભગવાન મને એવો રસ્તો બતાવો કે એ મોતને હું જીતી લઉં. શુકદેવજીએ રસ્તો બતાવ્યો કે ‘ભાઈ આ રસ્તો છે, તું એની સાધના કર.' પછી પરીક્ષિત રાજાને તક્ષક નાગ કરડ્યો પરંતુ એ પહેલાં એમણે સાત દિવસમાં એ સાધના કરી લીધી અને પોતે પામી ગયા. ૪૮ ૧૧. અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે, પોતાથી ાન પામે નહીં, પોતાની ઇચ્છા મુજબ હું જાણું છું, સમજું છું એમ મહેનત કરે, જમીનને ખોદી નાખે, પરસેવા વાળ, પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. ક્યાં સુધી ? અનંતકાળ સુધી. પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે. જે જીવ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક થાય તે અંતર્મુહૂર્તમાં એટલે એક સામાયિક કરીએ તેટલા સમયમાં (અડતાલીસ મિનિટમાં) કેવળજ્ઞાન પામી જાય. ૧૨. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે, અને તે જીવને અધિકારી થવા માટે કહી છે; આમાં આજ્ઞાઓ લખી છે પણ એ આજ્ઞાઓ પરોક્ષ છે. પોતાની ભૂમિકા તૈયાર થાય તે માટે કહી છે. મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. તો મોંક્ષ ઝડપથી થાય. ૧૩. આ જ્ઞાનમાર્ગની શ્રેણી કહી, એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી. આ મોક્ષ માર્ગની નિસરણી કહી એ પામ્યા વિના મોક્ષ નથી. મોક્ષ માટે એક જ માર્ગ છે. ૧૪. એ ગુપ્ત તત્ત્વને જે આરાધે છે, તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે. એટલે જેને ગુરુગમ મળે છે તે અમર થાય છે. ઇતિ શિવમ્ પત્રને અંતે “ઇતિ શિવમ્” લખ્યું છે. ઇતિ એટલે પૂરું કર્યું. મેં નિસરણી બતાવી છે. આ ચૌદ પગથિયાંની, શિવમ્ એટલે મોક્ષનું સુખ પામો. ૨૦૫ तत्र को मोहः कः शोकः एकत्वमनुपश्यतः । (શાવાસ્ય ઉપનિષદ્) તેને મોહ શો, અને તેને શોક શો ? કે જે સર્વત્ર એકત્વ(પરમાત્મસ્વરૂપ)ને જ જુએ છે. For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી વાસ્તવિક સુખ જો જગતની દૃષ્ટિમાં આવ્યું હોત તો જ્ઞાની પુરુષોએ નિયત કરેલું એવું મોક્ષસ્થાન ઊર્ધ્વલોકમાં હોત નહીં, પણ આ જગત જ મોક્ષ હોત. ✩ ૨૧૧ ‘સત્’ એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, અને એ જ જીવનો મોહ છે. ‘સત્’ જે કંઈ છે, તે સત્ જ છે, સરળ છે, સુગમ છે અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે, પણ જેને ભ્રાંતિરૂપ આવરણતમ વર્તે છે, તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય ? અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ, પણ તેમાં કોઈ એવો પ્રકાર નહીં આવે કે જે અજવાળારૂપ હોય; તેમ જ આવરણતિમિર જેને છે એવા પ્રાણીની કલ્પનામાંની કોઈપણ કલ્પના ‘સત્’ જણાતી નથી, અને ‘સત્’ની નજીક સંભવતી નથી. ‘સત્’ છે તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત (જુદું) છે, કલ્પનાથી ‘પર’ (આર્થે) છે; માટે જેની પ્રાપ્ત કરવાની દૃઢ મતિ થઈ છે તેણે પોતે કંઈ જ જાણતો નથી, એવો દૃઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો, અને પછી ‘સત્’ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું, તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. આ જે વચનો લખ્યાં છે, તે સર્વ મુમુક્ષને પરમ બંધવરૂપ છે, પરમ રક્ષકરૂપ છે; અને એને સમ્યક્ પ્રકારે વિચાર્યેથી પરમપદને આપે એવાં છે; એમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, ષટ્કર્શનનું સર્વોત્તમ તત્ત્વ અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે; માટે ફરી ફરીને તેને સંભારજો, વિચારજો; સમજજો; સમજવા પ્રયત્ન કરજો; એને બાધ કરે એવા બીજા પ્રકારોમાં ઉદાસીન રહેજો, એમાં જ વૃત્તિનો લય કરજો. એ તમને અને કોઈપણ મુમુક્ષને ગુપ્ત રીતે કહેવાનો અમારો મંત્ર છે. એમાં ‘સત્’ જ કહ્યું છે; એ સમજવા માટે ઘણો જ વખત ગાળજો. ૨૧૩ પૂ. સોભાગભાઈ ઉપર લખેલો આ પત્ર છે. ૪૯ પુરાણપુરુષને નમોનમઃ આ લોક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. આ સંસાર આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરેલો છે. આપણને એવું લાગે છે ? આપણને તો એ બહુ મીઠો લાગે છે. સાકર જેવો કે શેરડીના રસ જેવો મીઠો લાગે છે. તો કૃપાળુદેવ જે આ લખે છે એ સાચું ? કે આપણે માનીએ છીએ એ સાચું ? For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શિક્ષામૃત ઝાંઝવાના પાણીને લેવા દોડી તૃષા છિપાવવા ઇચ્છે છે, એવો દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. ભયંકર પરિભ્રમણ લાગે છે આપણને? જ્યારે જનમ મરણ કરવા પડે છે તેનો ખટાકો લાગે છે ? સમયે સમયે અતુલ ખેદ, જ્વરાદિક રોગ, જ્વર એટલે તાવ આદિ ઘણા રોગ થાય છે આ શરીરમાં. મરણાદિક ભય, વિયોગાદિક દુઃખને તે અનુભવે છે, એવી અશરણતાવાળા આ જગતને એક સપુરુષ જ શરણ છે. પુરુષની વાણી વિના કોઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે પુરુષના ચરણનું ધ્યાન અમે કરીએ છીએ. સંસાર કેવળ અશાતામય છે. કોઈપણ પ્રાણીને અલ્પ શાતા છે, તે પણ સપુરુષનો જ અનુગ્રહ છે; કોઈપણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ નથી; અને એ પુણ્ય પણ પુરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી; ઘણે કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢિને આધીન થઈ પ્રવર્તે છે; અત્યારે રૂઢિને આધીન થયું છે એટલે આપણને એમ થી લાગતું કે સત્પરૂપે ઉપદેશેલું છે. પણ આ કહે છે કે ખરેખર એમનું ઉપદેશેલું રૂઢિને આધીન થઈ પ્રવર્તે છે. તેથી જાણે તે ગ્રંથાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે, પણ એનું મૂળ એક સપુરુષ જ છે; માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિ તેનું પુરુષ જ કારણ છે, મોક્ષ મળે ત્યારે પૂર્ણકામતા થાય. આટલી બધી સમર્થતા છતાં જેને કંઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, પોતાપણું નથી; ગર્વ નથી, ગારવ નથી, એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સપુરુષને અમે ફરી ફરી નામ રૂપે સ્મરીએ છીએ. ત્રિલોકના નાથ વશ થયા છે જેને એવા છતાં પણ એવી કોઈ અટપટી દશાથી વર્તે છે કે જેનું સામાન્ય મનુષ્યને ઓળખાણ થવું દુર્લભ છે; એવા પુરુષને અમે ફરી ફરી સ્તવીએ છીએ. એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય છે, તેવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે, એવાં પુરુષનાં અંતઃકરણને જોઈ અમે પરમાશ્ચર્ય પામી નમીએ છીએ. હે પરમાત્મા ! અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળમાં પણ જીવને મોક્ષ હોય. તેમ છતાં જૈન ગ્રંથોમાં ક્વચિત્ પ્રતિપાદન થયું છે તે પ્રમાણે આ કાળે મોક્ષ ન હોય; તો આ ક્ષેત્રે એ For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી પ્રતિપાદન તું રાખ, અને અમને મોક્ષ આપવા કરતાં સત્પુરુષના ચરણનું ધ્યાન કરીએ અને તેની સમીપ રહીએ એવો યોગ આપ. હે પુરાણપુરુષ ! અમે તારામાં અને સત્પુરુષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી; તારા કરતાં અમને તો સત્પુરુષ જ વિશેષ લાગે છે; કારણ કે તું પણ તેને આધીન જ રહ્યો છે; અને અમે સત્પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં; એ જ તારું દુર્ઘટપણું આટલો તું કઠિન છે. એટલા માટે જ અમને સત્પુરુષ પ્રત્યે પ્રેમ આવે છે. અમને સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. કારણ કે તું વશ છતાં પણ તેઓ ઉન્મત્ત નથી અને તારાથી પણ સરળ છે. પરમાત્માને દુર્ઘટ કહ્યા અને સત્પુરુષને સરળ કહ્યા છે. માટે હવે તું કહે તેમ કરીએ ? હે નાથ ! તારે ખોટું ન લગાડવું કે અમે તારા કરતાં પણ સત્પુરુષને વિશેષ સ્તવીએ છીએ; જગત આખું તને સ્તવે છે; તો પછી અમે એક તારા સામા બેઠા રહીશું તેમાં તેમને ક્યાં સ્તવનની આકાંક્ષા છે; અને ક્યાં તને ન્યૂનપણું પણ છે ? જ્ઞાની પુરુષો ત્રિકાળની વાત જાણતા છતાં પ્રગટ કરતા નથી, એમ આપે પૂછ્યું; તે સંબંધમાં એમ જણાય છે કે ઈશ્વરી ઇચ્છા જ એવી છે કે અમુક પારમાર્થિક વાત સિવાય જ્ઞાની બીજી ત્રિકાળિક વાત પ્રસિદ્ધ ન કરે; અને જ્ઞાનીની પણ અંતર ઇચ્છા તેવી જ જણાય છે. જેની કોઈપણ પ્રકારની આકાંક્ષા નથી, એવા જ્ઞાની પુરુષને કંઈ કર્તવ્યરૂપ નહીં હોવાથી જે કંઈ ઉદયમાં આવે તેટલું જ કરે છે. અમે તો કંઈ તેવું જ્ઞાન ધરાવતા નથી કે જેથી ત્રણે કાળ સર્વ પ્રકારે જણાય, અને અમને એવા જ્ઞાનનો કંઈ વિશેષ લક્ષે નથી; અમને તો વાસ્તવિક એવું જે સ્વરૂપ તેની ભક્તિ અને અસંગતા, એ પ્રિય છે. એ જ વિજ્ઞાપન ‘વેદાંત ગ્રંથ પ્રસ્તાવના’ મોકલાવ્યું હશે, નહીં તો તરત મોકલાવશો. ૫૧ ૨૧૯ એક દેખિયે જાનિયે, રમી રહિયે ઈક ઠોર, સમલ વિમલ ન વિચારીએ, યહે સિદ્ધિ નહિ ઔર. (સમયસાર નાટક-જીવદ્નાર) For Personal & Private Use Only વિ. આજ્ઞાંકિત - Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫ ૨ શિક્ષામૃત એક આત્માને જ જુઓ. અને આત્મામાં લીન થઈ તેમાં રમણતા કરવી અને તે મળ વાળો છે કે મળ વગરનો છે તેનો વિચાર ન કરવો, તે જ સિદ્ધ થવાનો માર્ગ છે. ૨૨૩ देहाभिमाने गलिते, विज्ञाते परमात्मनि । यत्र यत्र मनो याति, तत्र तत्र समाधयः ।। (આદ્ય શંકરાચાર્યજી) હું કર્તા, હું મનુષ્ય, હું સુખી, હું દુઃખી એ વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન, તે જેનું ગળી ગયું છે, અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણ્યો છે, તેનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ જ છે. ૨૨૩ देहाभिमाने गलिते, विज्ञाते परमात्मनि । यत्र यत्र मनो याति, तत्र तत्र समाधयः ।। હું કર્તા, હું મનુષ્ય, હું સુખી, હું દુઃખી એ વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન, તે જેનું ગળી ગયું છે, અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણ્યો છે, તેનું મન જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં તેને સમાધિ જ છે. પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું (!) તે પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લય રહેવી તે પરાભક્તિ છે. પરમમહાભ્યા ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી, પરમાત્માને નિરંજન અને નિર્દેહરૂપે ચિંતવ્ય જીવને એ લય આવવી વિકટ છે, એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે, એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાની પુરુષનાં સર્વ ચરિત્રમાં એક્યભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો એક્યભાવ હોય છે; અને એ જ પરાભક્તિ છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કોઈ અંતર માને છે, તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે; અને તેની ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી; માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્યમૂર્તિ-જ્ઞાનીરૂપ પરમાત્માને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાધવી, એવો શાસ્ત્રલક્ષ છે. પરમાત્મા આ દેહધારીરૂપે થયો છે એમ જ For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૫૩ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે, અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હોય છે. આ વિશે શ્રીમદ્ ભાગવતમાં, ભગવદ્ગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ પ્રશસ્યો છે; અધિક શું કહેવું? જ્ઞાની તીર્થકરદેવમાં લક્ષ થવા જૈનમાં પંચપરમેષ્ઠી મંત્રમાં “નમો અરિહંતાણ” પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે; એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ, અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે. ૨૪૧ જેને લાગી છે તેને જ લાગી છે. અને તેણે જ જાણી છે; તે જ “પિયુ પિયુ” પોકારે છે. આ બ્રાહ્મી વેદના કહી કેમ જાય ? કે જ્યાં વાણીનો પ્રવેશ નથી. વધારે શું કહેવું ? લાગી છે તેને જ લાગી છે. તેના જ ચરણ સંગથી લાગે છે, અને લાગે છે ત્યારે જ છૂટકો હોય છે. એ વિના બીજો સુગમ મોક્ષ માર્ગ છે જ નહીં. તથાપિ કોઈ પ્રયત્ન કરતું નથી ! મોહ બળવાન છે. બ્રાહ્મી વેદના આવી હોય તો કામ થાય. ૨૪૭ જે રસ જગતનું જીવન છે, તે રસનો અનુભવ થવા પછી હરિ પ્રત્યે અતિશય લય થઈ છે અને તેનું પરિણામ એમ આવશે કે જ્યાં જેવે રૂપે ઇચ્છીએ તેવે રૂપે હરિ આવશે, એવો ભવિષ્યકાળ ઈશ્વરેચ્છાને લીધે લખ્યો છે.. બીજું મોટું આશ્ચર્યકારક તો એ છે કે આપ જેવાને સમ્યકજ્ઞાનના બીજની, પરાભક્તિના મૂળની પ્રાપ્તિ છતાં ત્યાર પછીનો ભેદ કેમ પ્રાપ્ત નથી હોતો? તે પ્રત્યે અખંડ લયરૂપ વેરાગ્ય ઊપજવો જોઈએ અને વર્ધમાન થવો જોઈએ. ૨૫૫ સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગજીવન કે જગવંદજી; શરણાગતના સદા સુખકંદજી, પરમસ્નેહી છો (!) પરમાનંદજી. (નિષ્કુલાનંદજી) આપ સહજાનંદજી છો, સુખના સમુદ્ર સમાન છો. આખા જગતનું જીવન છો, આપને આખું For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શિક્ષામૃત જગત વંદન કરે છે. આપને શરણે જવાથી સુખની પ્રાપ્તિ થાય છે. આપ પરમસ્નેહી અને તેથી પરમ આનંદ ઉપજાવો તેવા છો અને પરમ આનંદનો ભોગવટો કરી રહ્યા છો. ૨૫૮ ૐ સત્ બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સદ્ગુરુ કે ચરન, સો પાવે સાક્ષાત્. ૧ બૂઝી ચહત જો પ્યાસકો, હે બૂઝનકી રીત; પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત. ૨ એહી નહિ હૈ કલ્પના, એહી નહીં વિભંગ; કઈ નર પંચમકાળ મેં, દેખી વસ્તુ અભંગ. ૩ નહિ દે તું ઉપદેશ કે, પ્રથમ લેહિ ઉપદેશ; સબસે ન્યારા અગમ છે, વો જ્ઞાની કા દેશે. ૪ જપ, તપ ઓર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. ૫ - પાયાકી એ બાત હૈ, નિજ છંદનો છોડ; પિછે લાગ સપુરુષ છે, તો સબ બંધન તોડ. ઘણા વખત સુધી વિચાર કર્યા પછી જ અમને ‘બિના નયનનો અર્થ મળ્યો છે. પહેલી જ લીટીનો અર્થ સહેલાઈથી સમજાય એવો નથી. નયનનો પહેલો અર્થ તો આ ચર્મચક્ષુ થાય છે. જેને જન્મથી ચર્મચક્ષુ ન હોય એને આ માર્ગ મળે નહીં. ‘નયન'નો બીજી અર્થ છે દિવ્ય ચક્ષુ. એ ઊઘડ નહીં, ત્યાં સુધી પણ આ ‘બિના નયન'ની વાત છે, એની યથાર્થ ખબર ન પડે. આ માર્ગ બાહ્ય ચર્મચક્ષુ વડે દેખાય એવો નથી; છતાં ચર્મચક્ષુની જરૂર તો છે જ. પાંચ ઇન્દ્રિય પૂર્ણ હોય તેને આ માર્ગ મળે. જેને અંધત્વ છે, એને માટે તે વિદન કહેવાય, અંતરાય કહેવાય. આ ‘બિના નયનની વાત' એ ભગવાનના માર્ગની વાત છે. ચર્મચક્ષુ વડે દેખાય એવી એ નથી. ત્યારે શું ? બીજી આવશ્યકતા એ છે કે જેમ નયનની આવશ્યકતા છે એમ સદાય સત્પુરુષના ચરણની સેવાની આવશ્યકતા છે. જે એના આશ્રયે રહે એને સાક્ષાત્ ભગવાન આત્મા મળે . ૧ જેણે પોતાની તરસ છિપાવવાનો માર્ગ જામ્યો છે, તે બીજાની તરસ છિપાવી શકે મટાડી શકે. એટલે કે જેણે આત્મસ્વરૂપ પ્રાપ્ત કર્યું છે તે જ માર્ગે ચાલવાનો રસ્તો બતાવી શકે. અને તે For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૫૫ પણ જો તેની કૃપાને પાત્ર થઈએ તો ગુરુગમ દ્વારા થઈ શકે. આ અનાદિ કાળથી આમ જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પ્રત્યક્ષ સદ્ગુરુ જ્યારે યોગ્યતા જાણી ગુરુગમ દ્વારા માર્ગ બતાવે ત્યારે જ આપણી તરસ બુઝી શકે. ત્યારે જ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય. ૨ આ કાંઈ કલ્પના અજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન-ખોટા જ્ઞાનની વાત કરું છું એમ નથી. અત્યારે પંચમ કાળ ચાલે છે, છતાં આ કાળમાં પણ આ વસ્તુ (આત્મા)ના અભંગપણે દર્શન થયાં છે. એટલે કે સંપૂર્ણપણે જ્ઞાનસ્થિતિ મેળવી છે. દા.ત. સુધર્માસ્વામી, જંબુસ્વામી વિગેરે. ૩ પ્રથમ તો તું ઉપદેશ દેવા માટે જરાય પ્રયત્ન કરતો નહીં, કારણ કે એના જેવું જખમી કામ એક્રય નથી. પણ તું જ્યાંથી મળે ત્યાંથી પ્રથમ ઉપદેશ ગ્રહણ કરજે. કારણ કે એ ઉપદેશની વાત છે, આત્માની વાત છે, એ અગમ છે, એ દેશ જ અગમ છે. એ અગમ દેશ જ્ઞાનીનો દેશ છે. બધાંથી જુદો એનો માર્ગ છે કે જેમાં જ્ઞાની રહે છે. ૪ જ્યાં સુધી સત્પુરુષની કે સંતની કૃપા તારા પર થઈ નથી ત્યાં સુધી તું જે કાંઈ જપ, તપ, વ્રત કરે છે તે ભ્રમરૂપ થાય છે. એનું ફળ સંસારમાં રખડવારૂપ થાય છે. જન્મ મરણના ફેરા ટળતા નથી. અનૂપ એટલે જેને કોઈ સાથે સરખાવી ન શકાય એવી સંતની કૃપા પ્રાપ્ત થવી જોઈએ. ૫ આ વસ્તુ પ્રાપ્ત થઈ શકે તેમ છે. એની વાત તને હું કહું છું કે પહેલાં તું તારું સ્વછંદપણું મૂકી દે. હું ડાહ્યો છું, હું સમજું છું એવી વાત છોડી દે અને પછી પુરુષની પાછળ લાગી જા. એટલે કે તેના આશ્રમમાં જતો રહે અને તેની આજ્ઞા પ્રમાણે પુરુષાર્થ કરતો રહે તો ભગવાનઆત્માની પ્રાપ્તિ થશે. અને જન્મ મરણના ફેરા ટળી જશે. આત્માની પ્રાપ્તિ કરવી હોય તો આમ કરવું પડે. અને તો જ સર્વ પ્રકારના બંધનથી નિવૃત્ત થઈશ. ૬ તૃષાતુરને પાયાની મહેનત કરજો, અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. જેને તે પેદા ન થાય તેવું હોય તેને માટે ઉદાસીન રહેજો. એટલે કે જેને મોક્ષમાર્ગની ઇચ્છા થઈ હોય તેને તે તરફ લઈ જવા મહેનત કરવી. જિજ્ઞાસા ન હોય તેને તેની જિજ્ઞાસા ઉત્પન્ન કરવા પ્રયત્ન કરવો. અને જેને કહેવા છતાં તેની રૂચિ તેમાં જાગૃત ન થાય તો તેના પ્રત્યે ઉદાસ રહેજો. ૨૬૪ (દોહરા) હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. ૧ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૬ 'શિક્ષામૃત આ વીસ દોહરામાં આપણે પ્રભુ પાસે પ્રાર્થના દ્વારા આપણામાં રહેલા દોષોને જણાવીને એ દોષોથી રહિત થવા માટે પ્રયત્ન કરવાનો પુરુષાર્થ છે. હે ભગવાન તમે તો દયાળુ છો, દીનાનાથ છો, હું અનંત દોષોથી ભરેલો છું. એવી મારી સ્થિતિ છે. હે પ્રભુ ! તમે તો કરૂણાવાળા છો. ૧ શુદ્ધભાવ મુજમાં નથી, નથી સર્વ તુરૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ ? ૨ હે ભગવાન! મારામાં શુદ્ધભાવ નથી. વળી મારું સર્વસ્વ તને હજુ સોંપી દીધું નથી. વળી હું તારા મય થઈ જાઉં એવી સ્થિતિ હજુ પ્રાપ્ત થઈ નથી. મારામાં અહંપણું-અભિમાન ઘણું છે. હું સાવ સામાન્ય પામર અને દીનતાવાળો જીવ છું. એવો ભાવ મારામાં હજુ આવ્યો નથી. હે પરમ સ્વરૂપ ! હું તને શું કહ્યું અને શું ન કહું ? નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહી; આપ તણો વિશ્વાસ દઢ, ને પરમાદર નાહીં. ૩ ભગવાન ગુરુદેવની આજ્ઞા “આણાએ ધમો, આણાએ તવો” એ આજ્ઞા મારા ઉરમાં, હૃદયમાં અચળ પણે સ્થિત થઈ નથી. મારે આપની આજ્ઞા તો ઉઠાવવી જ જોઈએ. એક શ્વાસોચ્છવાસની ક્રિયા સિવાય સાધકને ગુરુની આજ્ઞા સિવાય કાંઈ કરવાની ના કહી છે. ભગવાન તમારામાં અખૂટ વિશ્વાસ ધરાવવાની યોગ્યતા હજુ મેં પ્રાપ્ત કરી નથી. હે ભગવાન ! તમારી જે મહાનતા છે તેને હું ઓળખી શક્યો નથી, એટલે આપના પ્રત્યે ઉત્કૃષ્ટ આદર મારામાં પ્રગટ્યો નથી. ૩ જોગ નથી સત્સંગનો, નથી સસેવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. ૪ હે ભગવાન ! સત્સંગમાં હું કાયમ રહી શકું એવો જોગ મળ્યો નથી, એટલું જ નહીં હું સપુરુષોની સેવા, વૈયાવચ્ચ કરી શકું એવી તક પણ મને મળી નથી. મન, વચન, કાયા તથા આત્માથી સંપૂર્ણ અર્પણતા, કેવળ અપર્ણતા આપનામાં કરી નથી. તેમ તમારો આશ્રય કાયમ મળે, એવા પુરુષનો આશ્રય પણ પ્રાપ્ત થયો નથી. ૪ હું પામર શું કરી શકું?” એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. ૫ હું પામર શું કરી શકું ? એવો વિચાર મને આવ્યો નથી તો એવો વિવેક તો ક્યાંથી ઊગ્યો હોય ? વળી તારા ચરણનું શરણ આ દેહ ટકે ત્યાં સુધી કાયમ રાખું એવી ધીરજ કેળવી નથી. For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૫૭ ઘણી વખત ઉતાવળો થઈ જાઉં છું કે આ ભગવાન મારા સામું હું ભક્તિ કરું છું છતાં જોતાં નથી. પણ ભગવાનને એવું હોય જ નહીં. ૫ અચિંત્ય તુજ માહાભ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. ૭ હે ભગવાન ! તારું માહાત્મ કેટલું છે ? અરિહંત દેવ આ શાસન મૂકી ગયા એનું મહાભ્ય કેટલું છે એ જાણીએ તો તો આપણને પ્રફુલ્લિત ભાવ ઉત્પન્ન થાય અને આનંદ આનંદ થાય. પરંતુ મારામાં આપના તરફ સાચા સ્નેહનો એક અંશ પણ નથી, ન મળે પરમ પ્રભાવ” એટલે આપનો પ્રભાવ કેટલો પરમ-ઉત્કૃષ્ટ છે, પરંતુ એ પણ હું ઓળખી શક્યો નહીં. હું અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. ૭ હે ભગવાન ! તારા ઉપર પ્રેમ અને ભક્તિ અચળ-ડગે નહીં એવાં થયાં નથી. ગંગાસતીનું ભજન છે કે “મેરૂ તો ડગે પણ જેના મનડા ડગે નહીં, ભલે ભાંગી પડે રે બ્રહ્માંડજી રે.” તારા વિરહનો તાપ હજી મને લાગતો નથી. વિરહનો તાપ લાગે તો કોઈ ઊભો રહે ? તારી સાથે પ્રેમ કરનારાઓએ-મીરાં કે નરસિંહ મહેતાએ કેવો પ્રેમ બતાવ્યો છે ! એવો પ્રેમ મારામાં નથી અને છતાં મને એનો પરિતાપ, એની અકળામણ થતી નથી. ૭ ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. ૮ હે પ્રભુ ! તારા ભક્તિમાર્ગમાં તો હું દાખલ થયો નથી. તારું ભજન કરવું જોઈએ એવું મને દઢ ભાન પણ ઉત્પન્ન થયું નથી, મારે શું કરવું? મારો ધર્મ શું છે એની, હે ભગવાન ! હજી કાંઈ સમજ પડતી નથી. તેમ જ “નહિ શુભ દેશે સ્થાન” એટલે કે એવા સાત્વિક વાતાવરણવાળા ક્ષેત્રમાં મારો વાસ થયો નથી. ૮ કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદા ધર્મ; તોયે નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯ કળિયુગ છે, પંચમ કાળ છે, એનો દોષ તો છે અને એના પરિણામે મર્યાદા ધર્મ લોપાતો જાય છે. તો પણ, હે ભગવાન ! મને વ્યાકુળતા થતી નથી, કે આ બધું મારું જીવન આમ કેમ ચાલે છે. તો પ્રભુ ! “જુઓ મુજ કર્મ” - મારાં કર્મ કેવાં ગાઢ હશે કે હજી આમાં કોઈ ફેરફાર થયો નથી. ૯ ' સેવાને પ્રતિકૂળ છે, તે બંધન નથી ત્યાગ; દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ૧૦ For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શિક્ષામૃત હે ભગવાન ! તારી સેવા ભક્તિ કરવામાં જે પ્રતિકૂળ છે, યથાર્થ તારી ભક્તિ કે સેવા કેમ થઈ શકે એ ભાન નથી તો એથી ભલે ત્યાગ કર્યો કહેવાય, પણ એ ત્યાગ નથી પણ બંધન છે. એમાં કર્મ બાંધવાનું છૂટતું નથી. એમાં કર્મ બંધાય છે. આ દેહ, ઈન્દ્રિયો તેમજ મન એ મારું કહ્યું માનતાં નથી અને બહાર જ દોડે છે, બહાર ભાગે છે. બહાર એના વિષયો તરફ રાગ કરવા દોડે છે. ૧૦ તુજ વિયોગ સ્કુરતો નથી, વચન નયન યમ નાહીં, નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહીં. ૧૧ હે ભગવાન ! તારો વિયોગ તો મને જરાય સ્કુરતો નથી. તારું વચન, તારાં નયન, તેં જે યમ નિયમાદિ બતાવ્યા છે એમાં હું કાંઈ પણ કરતો નથી અને બીજા જે તારી ભક્તિ કરતા નથી, એનાથી ઉદાસ એટલે એનાથી ઉદાસીન નથી. વળી ઘર, કુટુંબ આદિમાં પણ હું ઉદાસીન નથી. આસક્તિવાળો છું. ૧૧ અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ. ૧૨ હે ભગવાન ! મારો અહંભાવ છૂટતો નથી. અહમ્ એટલે હું, મારું - એ જ આપણને જન્મમરણ કરાવે છે ! સ્વધર્મ સંચય નાહીં એટલે પોતાના આત્માનો સ્વભાવ શું છે ? એમાંનું હું કાંઈ પણ પામ્યા નથી. એનાં ગુણ-લક્ષણ કયાં છે ? એનું વેદનપણું કેમ થાય ? એનાં જે ગુણ-લક્ષણ કહ્યાં છે, જ્ઞાતા, દ્રષ્ટા, સમતા ઇત્યાદિ એનું કાંઈ ભાન જ નથી. તેમજ “અન્ય ધર્મ' એટલે માત્ર દેહાત્મબુદ્ધિ એટલે દેહાધ્યાસ, એની મેં હજી નિવૃત્તિ કરી નથી. હું પરભાવમાં જ છું. વિભાવ પરિણતિમાં જ છું. એની નિવૃત્તિ નિર્મળપણે હજી, હે ભગવાન! થઈ નથી. ૧૨ એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સદ્ગણ પણ, મુખ બતાવું શું ? ૧૩ ભગવાન ! અનંત પ્રકારે મને તારી ભક્તિ સેવા કરવાના કોઈ સાધન મળ્યા નહીંમારામાં હજી મેં એક પણ સદ્ગણ ઉત્પન્ન કર્યો નથી. તો હે ભગવાન ! તારી પાસે શું જોઈને આવું? ૧૩ કેવળ કરુણા-મૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. ૧૪ હે ભગવાન ! આપ તો કેવળ કરુણામૂર્તિ છો. દીનબંધુ કહેવાઓ છો. દીનના નાથ કહેવાઓ છો. હું તો અનાથ છું, પાપી છું, પાપ કરું છું, તો કૃપા કરીને હે ભગવાન ! મારો હાથ ગ્રહણ કરો. મને સંસાર પરિભ્રમણમાંથી બહાર નીકળવા માટે સહાય કરો. ૧૪ For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૫૯ અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. ૧૫ આ જન્મ-મરણના ફેરામાં આપણે ક્યારથી રખડતાં હોઈશું ? અનાદિથી. ભગવાન મને કાંઈ ભાન તો આવ્યું જ નહીં કે આ જન્મ-મરણના ફેરા કેમ ટળે ? તારી સાથે એકમેક કેમ થવું ? એટલું જ નહીં પણ સદ્ગુરુને કે સંતને મેં સેવ્યા નહીં, અને અહંપણું, મારાપણું, એ અભિમાન મેં મુક્યું નહીં. ૧૫ સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. ૧૭ હે ભગવાન ! મેં સંતના ચરણમાં, આશ્રયમાં રહ્યા વિના, અનેક સાધનો આદર્યા. પણ તેથી કાંઈ મારા જન્મ-મરણના ફેરા ટળી જાય એવું કાંઈ મેળવી શક્યો નહીં. એટલું જ નહીં, પણ ભગવાન ! મને વિવેક પણ ઊગ્યો જ નહીં. વિવેક એટલે સત્ય માર્ગ શું? હું કોણ અને આ બધું શું ? એનો વિવેક પણ મને થયો નહીં. ૧૯ સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્ સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય? ૧૭ જેટલાં સાધનો મેં કર્યો એ બધાં મને બંધનરૂપ થયાં, કારણ કે યથાર્થ સમજણ ન મળી એટલે હે ભગવાન ! મારા હાથમાં કોઈ ઉપાય જ ન રહ્યો. સત્ સાધન એટલે સાચાં સાધનો જેવાં કે સતુપુરુષ, સશાસ્ત્ર, સત્વજ્ઞાન, વિર્વક, સુવિચારણા, ધારણા, ધ્યાન અને સમાધિ આદિ સમજ્યો નહીં તો પછી બંધન એટલે જન્મ-મરણના ફેરા કેમ ટળે ? ૧૭ પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યાં નસદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય ? ૧૮ પ્રભુ પ્રત્યે જે લય લાગવી જોઈએ તે લાગી નહિ. સદ્ગુરુને ચરણે, આશ્રયે ગયો નહીં. પોતાના દોષ જોવા ભણી દૃષ્ટિ વાળી નહીં. હમેશાં બીજાના જ દોષ જોવામાં રહ્યો. ગમે તે પ્રસંગ હોય, આપણે બીજાના દોષ જોઈએ છીએ. આપણા દોષ તરફ દૃષ્ટિ દેતા જ નથી. તો પછી આપણી પ્રવૃત્તિ વંચક પ્રવૃત્તિ છે. આપણો સ્વભાવ કપટી (માયાવી) છે. મનમાં કાંઈ, બોલવામાં કાંઈ, વર્તનમાં કાંઈ. આ તો ઋષભદેવ ભગવાનના વખતમાં હતા એવા સરળ જીવોનું કામ છે. આ રસ્તે ચઢવું હોય તો કંપટ (માયા) કાઢી, મન પવિત્ર કરીને સ્વભાવમાં સરળ થવું જોઈએ.) તો કઈ રીતે ભવસાગર તરી શકું ? ૧૮ For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૦ અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ? ૧૯ કોઈક સાધકને લાગે કે આખા જગતમાં હું અધિકમાં અધિક પતિત કેવી રીતે ? એવું તો મારું જીવન નથી. પરંતુ આ તો લઘુતા ભાવ બતાવવા લખ્યું છે. આપણે તો એમ જ માનવાનું કે મારામાં તો ગુણો નથી અને ઘણા દોષોથી ભરેલો છું. એ પ્રકારનો નિશ્ચય થયા વિના સાધન પણ શું કરી શકે ? સત્ સાધન મળ્યાં અને જો આપણી ભૂમિકા તૈયાર નહીં કરીએ તો કેવી રીતે આગળ વધાશે ? ૧૯ પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દે જ. ૨૦ શિક્ષામૃત હે ભગવાન ! ફરી ફરીને તને હું વંદન કરું છું અને ફરી ફરી એક જ વાત માગું છું. શું માગું છું ? તો કહે કે ‘સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ ! સદ્ગુરુ અને સંત એ તારું જ સ્વરૂપ છે, તારું જ રૂપ છે. દૃઢતા કરી દે’ એ જ મારા મનમાં તું દૃઢ કરાવી દે. ૨૦ જ્યારે કૃપાળુદેવનો વડવા મુકામ હતો ત્યારે શ્રી સોભાગભાઈ અને બીજા તેમની સાથે હતા. તે વખતે પ્રભુશ્રી ખંભાતમાં ચોમાસું રહેલા હતા. એમાં કૃપાળુદેવે સાંભળ્યું કે પ્રભુશ્રી ખંભાતના પાદરે એક વડ સુધી આવ્યા છે. ત્યાંથી વડવા પાસે છે. પણ તે બીજું ગામ છે એટલે ચોમાસામાં જવાય નહીં. એટલે ત્યાં અટકી ગયેલા છે અને કૃપાળુદેવને પુછાવ્યું. એટલે કૃપાળુદેવે એમને ઉપાશ્રયમાં પાછા જવા કહ્યું. ત્યારપછી પોતે રાળજ ગયા અને ત્યાં એક પારસીનો બંગલો છે ત્યાં બેઠા, અને આ સદ્ગુરુ ભક્તિ રહસ્ય, જિનવર કહે છે જ્ઞાન, યમનિયમ, અને જડ ભાવે જડ પરિણમે આ ચાર રચનાઓ લખી. પછી સોભાગભાઈને બોલાવ્યા અને કહ્યું કે આ કાગળો લઈ ખંભાત જાઓ અને મુનિને આપો તથા કહો કે તમને જે જીવ યોગ્ય લાગે એને આપવાનો આ મંત્ર છે. પરમ કૃપાળુદેવે આ રચનાઓને મંત્રની ઉપમા આપી છે. આ રચનાને જો યથાર્થ સમજવામાં આવે અને એ પ્રમાણે વર્તન ક૨વામાં આવે તો આપણી ભૂમિકા તૈયાર થાય. ભૂમિકા તૈયાર થાય તો, તો સત્પુરુષો જોતા જ હોય છે કે કોની ભૂમિકા તૈયાર થઈ છે. જેની ભૂમિકા તૈયાર થઈ હોય એના ઉપર ગુરુકૃપા ઊતરે છે. ✩ ૨૬૫ ૐ સત્ (તોટક છંદ) કૃપાળુદેવ આને મંત્ર કહેતા હતા. ‘હે પ્રભુ ! હે પ્રભુ !' પદમાં જે ગુણો બતાવ્યા છે એ બધા For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃત ૬૧ ગુણા આપણામાં આવે તો આપણી ભૂમિકા તૈયાર થાય. ભૂમિકા તૈયાર થાય તો જ બીજ વવાય. બીજ એ કેવલ્ય-બીજ છે. એમાંથી કેવળ વૃક્ષ ઉત્પન્ન થાય. જ્ઞાની માણસો હમેશાં આવી વાતો કોઈના લક્ષમાં ન આવે એમ ગૂંથી દેતા હોય છે. વચમાં છુપાવી દે છે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ પોતે પણ એ દશામાં પહોંચી ગયા હતા. પરંતુ એમને એમ થયું કે “મને જે આ દેહમાં મુક્તિના સુખનો અનુભવ થયો છે, સદેહે, એ મારી પાછળના સાધકોને એ દશાએ પહોંચવા માટે ઉપકારી થાઉ તો સારું', એ માટે એમણે પોતાના અનુભવની વાત લખી; લખતાં પહેલાં એમણે સરસ્વતી દેવીની સાધના કરી. સરસ્વતી દેવી સાધ્ય થયા પછી કહેવાય છે કે એમણે ચાળીશ લહિયાઓને બેસાડીને તેઓ દરેકને એક એક શ્લોક લખાવતા જતા, એ રીતે એકી સાથે ચાળીશ પુસ્તકો તૈયાર થતાં. તેઓશ્રી એટલું બધું લખી ગયા છે કે એમના જીવન ચરિત્રમાં લખ્યું છે કે, એક માણસ એમનું સાહિત્ય વાંચી અને સમજવાની કોશિશ કરે તો આખી જિંદગીમાં પૂરું થઈ શકે એવું નથી. હજી, એમનાં પુસ્તકોનો સાધુપુરુષો અનુવાદ-વિવેચન કર્યા જ કરે છે અને બહાર પાડતા જાય છે. ઉપાધ્યાયજી મહારાજનાં પુસ્તકો અને આચાર્યશ્રી માણે ક્યસાગરસૂરિએ ભણાવ્યાં છે. એ અમારું સદ્ભાગ્ય છે. એમણે એ માટે સાયલા જેવા નાનકડા ગામમાં ચોમાસું કર્યું. એમના કેટલા બધા સાધુઓ અને સાધ્વીજીઓ હતા. પોતે આચાર્ય હતા અને મોટો સમુદાય હતો, છતાં સાયલામાં ચાતુર્માસ કર્યું. તેઓશ્રી બહુશ્રુત હતાં. શાંત સ્વભાવના હતા. ચાતુર્માસ દરમ્યાન તેઓશ્રી મને અને પૂજ્ય છોટાભાઈને રોજ એક કલાક ભણાવતા. ચાતુર્માસ પૂરું થયું પરંતુ અમારો અભ્યાસ અધૂરો રહ્યો, એટલે રોષકાળમાં બે મહિના પાછા સાયેલા આવ્યા. વળી પાછા બીજી ફેર-વખતે બે મહિના રહ્યા અને અમને અભ્યાસ પૂરો કરાવ્યો. એમનો દેહ રહ્યો ત્યાં સુધી વીસ ગાઉ છેટે-દૂર જો વિહાર કરતા હોય તો એ સાયલા અચૂક પધારે, અમે પણ બાર માસમાં એક વખત એમનાં દર્શન, વંદન કરવા અવશ્ય જઈએ જ, કારણ કે એમનો અમારા ઉપર ઉપકાર હતો. મહોપાધ્યાય શ્રી યશોવિજયજીના ગ્રંથોનું વાંચન-મનન પણ ઘણું જ ઉપકારક છે. હવે આવી ભૂમિકા તૈયાર કરવી એ આપણું કામ છે. કેવલ્ય બીજ શું? તેનું લક્ષ કરાવે કોણ ? તો કહે ભોમિયો. જેણે માર્ગ જોયો છે, જે પહોંચ્યો છે એ કહે કે જુઓ આ મોક્ષમાર્ગ છે. તમારે આગમોની શાખ જોઈતી હોય તો બતાવે, એથી આપણને પૂરો વિશ્વાસ બેસી જાય. પછી આપણને વૈરાગ્ય ઉત્પન્ન થાય. વૈરાગ્ય જાગે એટલે સુવિચારણા થાય. સુવિચારણા જાગે એટલે વિવેક થાય. વિવેક થાય તો “આ બધું શું છે ?” જન્મ-મરણ શા માટે ? જન્મ મરણ શાથી ટળે ? એની સમજ પડે, આ આખો મોક્ષમાર્ગ છે. એ જ મોક્ષમાર્ગ શ્રી ઋષભદેવ ભગવાનના વખતમાં હતો, એ જ For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬ ૨ શિક્ષામૃત માર્ગ શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી નેમિનાથ ભગવાન, શ્રી પાર્શ્વનાથ ભગવાન અને શ્રી મહાવીર ભગવાનના વખતમાં હતો. ત્યાર પછી એ જ મોક્ષમાર્ગ જે ગણધરો થયા એમના વખતમાં હતો અને સોળમા સૈકા સુધી એ જ માર્ગ હતો. મહોપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ, શ્રીમદ્ આનંદઘનજી મહારાજ સાહેબ, શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ સાહેબ થઈ ગયા ત્યાં સુધી હતો. પછી કોણ જાણે શું થયું ? પરંપરામાં લગભગ અંધારું થઈ ગયું. તો એ વખતે આ કૃપાળુદેવ થઈ ગયા તો એમણે મહોપાધ્યાય શ્રી યશોવિજયજીના, શ્રીમદ્ આનંદઘનજીના, શ્રીમદ્ કુંદકુંદાચાર્યનાં ગ્રંથો જોઈને મોક્ષમાર્ગ ફરી શોધી કાઢ્યો. કૃપાળુદેવ જેમ જેમ સાધનામાં આગળ વધતા ગયા તેમ તેમ એમને થયું કે આગળના મહાત્માઓ લખી ગયા છે કે માર્ગ તો તીર્થકર જ પ્રવર્તાવ, આપણું ગજું નહીં. આપણે ભેગા બેસી વાંચી શકીએ, સમજી શકીએ. કૃપાળુદેવ છત્રીસમા વર્ષે ઘર છોડીને નીકળવાના હતા, કે જ્યારે એમનો વેપારનો અને ગૃહસ્થાશ્રમનો ઉદય પૂરો થતો હતો. પણ તેત્રીસ વર્ષ અને પાંચ મહિને એમનો દેહ છૂટી ગયો. મહાત્માઓ હંમેશાં બહુ કરુણાળુ હોય છે. શ્રીમદ્ આનંદઘનજી જંગલમાં રહ્યા તો પણ આપણા માટે પોતાના દ્વારા રચેલાં પદોમાં અને સ્તવનોમાં માર્ગ મૂકતા ગયા. પદો બનાવ્યાં ત્યારે તેઓ મસ્તીમાં હતા, પણ સ્તવનો બનાવ્યાં ત્યારે તેઓ આત્માના ઉપયોગમાં હતા એમ જણાય છે. પોતાના આત્માના પ્રદેશો સાવ સ્થિર હતા. એમણે એકેએક સ્તવનમાં મોક્ષમાર્ગ બતાવ્યો છે, અને જૈનના સિદ્ધાંત, સૂક્ષ્મબોધ, યથાર્થ બોધ, બધું બતાવ્યું છે. કાંઈ બાકી રાખ્યું નથી. એમ પરમ કૃપાળુદેવ ભલે બહાર ન નીકળી શક્યા. એમને એમ કે હું મોટું કોની પાસે ઉઘાડું ? પણ એમને સાયલાના પૂજ્ય સોભાગભાઈ મળી ગયા. શ્રી સોભાગભાઈ એમના આધ્યાત્મિક પરમસખા થઈ ગયા. સખા એટલે બન્નેનાં હૃદય એક, એકબીજાથી આધ્યાત્મિક રીતે કાંઈ પણ છૂપું નહીં. કૃપાળુદેવ કરતાં શ્રી સોભાગભાઈ બમણી ઉંમરના હતા. એ બન્ને વચ્ચેનો આધ્યાત્મિક સંબંધ સાત વર્ષ રહ્યો. એ સાત વર્ષમાં એ બન્ને પ૬૦ દિવસ ચોવીસે કલાક ભેગા રહ્યા હતા. એટલે એક વરસમાં સરેરાશ ૮૦ દિવસ થયા. પરમ કૃપાળુદેવ વારે ઘડીએ શ્રી સોભાગભાઈને લખે કે “કાંઈ જ્ઞાનવાર્તા લખજો, જ્ઞાનચર્ચા લખજો” અને એનો જવાબ પોતે આપે. એ સમગ્ર પત્રવ્યવહારમાં આખો મોક્ષમાર્ગ મૂકતા ગયા છે. આપણને આપણી સાધનામાં એ ઉપયોગી થાય તેમ છે. શ્રીમદ્ આનંદઘનજી મહારાજ એવી સાધના કરી ગયા છે. અમારા ગુરુદેવ પૂ. છોટાભાઈ દેસાઈ કહે કે “આપણે આપણું કરી જવું. કોઈ લપમાં પડવું નહીં. અને છૂપા રહેવું અમે ચાળીશ વર્ષ છૂપા રહ્યા, પણ કોણ જાણે શું બન્યું કે આત્માર્થી શાંતિભાઈએ અમને ઓળખી કાઢ્યા. તેઓ મારે ત્યાં આવ્યા. અને કહે “અમારે આ બધું સમજવું છે. એનું આપની પાસે જ્ઞાન છે.” મેં કહ્યું “અમારા ગુરુ છોટાભાઈ દેસાઈ કલકત્તામાં છે. એમની જ્યાં સુધી હયાતિ હોય ત્યાં સુધી જીભમાંથી એક શબ્દ પણ નીકળશે નહીં. એટલે તેઓ મુંબઈ આવ્યા અને સીધી કલકત્તાની ટિકિટ કઢાવી, પરંતુ જે દિવસે તેઓ રવાના થવાના હતા તે જ દિવસે શ્રી શાંતિભાઈ નાનચંદ ઉપર તાર આવ્યો કે “છોટાભાઈ દેસાઈએ દેહ For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૬૩ મૂકી દીધો છે. એટલે તેઓ પાછા મારી પાસે આવીને ઊભા રહ્યા અને કહે જુઓ તમારું વચન છે કે મારા ગુરુ જ્યાં સુધી હૈયાત છે, ત્યાં સુધી હું કોઈનો હાથ ઝાલીશ નહીં.” આ તાર છે કે ‘છોટાભાઈ દેસાઈએ દેહ મૂકી દીધો છે. હવે આપ વચને બંધાણા છો. મને તો એટલો થડથડાટ થવા માંડ્યો કે આ જોખમ લેવાય ? પછી કહ્યું કે તમે એક જણ આવો અને પૂ. નાનચંદ્રજી મહારાજના અતિથિ ગૃહમાં ઊતરો અને રોજ એક કલાક ભણવા આવો. તો શાંતિભાઈએ કહ્યું કે ‘પણ અમે ત્રણ જણા કોલકરારથી બંધાણા છીએ.” શું ? કોલકરાર ? | જો કોઈને સત્પુરુષ અને ગુરુગમ કે જ્ઞાન મળે, એવો કોઈ ભેટો થાય તો બીજા બે ને સાથે લેવાના. આ રીતે ત્રણ જણા વળગ્યા. એક શાંતિભાઈ, એક નગીનભાઈ, અને એક લવચંદભાઈ બોરીવલીવાળા. આ ત્રણ જણાથી ૩૧ ડિસેમ્બર '૭૬ના રોજ આશ્રમ શરૂ થયો.” તમે જે સાધના કરો છો એમાં કોઈક બે પગથિયાં ચડ્યા છે, કોઈ ચાર, કોઈ પાંચમે, ગુણસ્થાનક અપેક્ષાએ કહ્યું છે. પણ પછી તો જો પુરુષ આવે તો એની પત્નીને એમ થાય કે આ આટલા બધા કેમ ફરી ગયા ? અને પત્ની આવે તો પતિને એમ થાય કે આ આટલી બધી કેમ બદલાઈ ગઈ ? આખું જીવન જ પલટાઈ જાય. આપણે કુટુંબનાને કહેવાની ના પાડી હતી કે કુટુંબના કોઈને કહેશો નહીં કે અહીં આવે. પણ એમ કરતાં કરતાં હવે અત્યારે આપણી પાસે નૈરોબી, લંડન, અમેરિકા અને ભારતના થઈને ૪૫૫ (અત્યારના હાલના ૨૦OO) મુમુક્ષુ ભાઈઓ બહેનો સાધના કરી રહ્યાં છે. છૂટાછૂટા એ બધા સાયલા આવે છે. દરમ્યાન આ લોકોએ એમ કહ્યું, મુંબઈ આસપાસ બોરડી, તીથલમાં જગ્યા લઈએ. પારસીની કોઈ વાડી લેવી, બંગલા સહિત, એમાં આશ્રમ કરવો જેથી આપણે અવારનવાર ધંધો પણ કરી શકીએ અને આશ્રમમાં પણ જઈ શકીએ. મેં કહ્યું હું ત્યાં નહીં આવું. તમારે જે કરવું હોય તે કરો. કારણ ત્યાં સાયલા નથી અને સૌભાગ્યભાઈ પણ નથી એ મને મોટી ખામી લાગે છે. ચાર વર્ષે તેઓ સમજ્યા અને પછી સાયલામાં આશ્રમ બાંધવો શરૂ કર્યો. નવા મકાનમાં ઈ.સ ૧૯૮૫માં આશ્રમ શરૂ થયો. કેવળ જ્ઞાનનું બીજ શું ? આ સમજાવાય જ નહીં છતાં કાંઈક સમજણ આપું છું. યમનિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો; વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દઢ આસન પધ લગાય દિયો. ૧ યમ એટલે સાધુઓને માટે પાંચ મહાવ્રતો અને શ્રાવકો માટે અણુવ્રતો. નિયમ એટલે પાંચ નિયમ-શૌચ, સંતોષ તપ, સ્વાધ્યાય અને ઈશ્વરધ્યાન. તેમજ માંસ, મદિરા, જુગુટ વગેરેનો ત્યાગ. આ બધું કર્યું છે છતાં આપણે અત્યાર સુધી જન્મ મરણના ફેરામાં રખડીએ છીએ. સંયમ પણ લીધો છે એટલે કે દીક્ષા પણ અનેકવાર લીધી છે. વૈરાગ્ય પણ આપણને ઉત્પન્ન થયેલો અને For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૯૪ શિક્ષામૃત અથાગ ત્યાગ પણ આપણે કરેલો. વનવાસ પણ સ્વીકારેલો, મૌનવ્રત પણ ધારણ કરેલ. પદ્માસનમાં બેસી આસન દઢ કરી આપણે ધ્યાન પણ કરેલું. ૧ મન પોન નિરોધ સ્વબોધ કિયો, હઠજોગ પ્રયોગ સુતાર ભયો; જપ ભેદ જપે તપ ત્યોંહિ તપે, ઉરસેંહિ ઉદાસી લહી સબ. ૨ મનથી મન પણ રહ્યો, સ્વબોધ કર્યો એટલે પોતે માની લીધેલું કે આ સ્વબોધ છે, તો બોધ પણ સાંભળ્યો અને વાંચ્યું, મનન કર્યું હઠ જોગ'નો પ્રયોગ કરી જોયો. ‘સુ તાર ભયો' એટલે એમાં પણ એકતાર ધ્યાન કર્યું. જપના ભેદ જાણી જપ કર્યા. તપ પણ કર્યું. ‘ઉરસેંહિ ઉદાસી લહી સબર્ષે એટલે કે સંસાર ખારો ઝેર જેવો લાગે અને હૃદયથી બધાથી ઉદાસીન થઈ ગયો. ૨ સબ શાસ્ત્રનકે નય ધારિ હિયે, મત મંડન ખંડન ભેદ લિયે; ' વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો, ૩ શાસ્ત્રો, આગમો બધા નયપૂર્વક સાદ્વાદ શૈલીથી જાણ્યાં, પરંતુ બધાય નય સમજવાની વિદ્વત્તાનો ઉપયોગ મત મંડન ખંડનમાં - વાદવિવાદમાં બીજાં જે આસ્તિક દર્શનો છે એનું ખંડન, એ બધું ઘણી વખત કર્યું. એ ભેદ પણ સમજ્યા. આ બધાં સાધનો અત્યાર સુધી કરતા આવ્યા છીએ પણ ‘તદપિ કછુ હાથ હજુ ન પર્યો હજી પણ જન્મ મરણના ફેરા ઊભા રહ્યાં છે. આ બધું કૃપાળુદેવ મોક્ષની અપેક્ષાએ કહે છે. તમે એમ નહીં માનતા કે આ જપ, તપ કે સાધના કે ધ્યાન નકામાં છે. એ બધું તો આપણે કર્યું હોય ત્યારે તો આ બધું સાહિત્ય અને આવી ઊંચી દશાના માણસોનો આપણને સંગ થયો. આપણે સાધના કરવા માંડ્યા. એટલે એ બધું આવશ્યક છે. પણ અહીં આ તો મોક્ષની અપેક્ષાએ કહે છે. આટલું ધ્યાનમાં રાખજો. ૩ . અબ ક્યોં ને બિચારત છે મનમેં, કછુ ઔર રહા ઉન સાધનસેં? બિન સરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાત કહે?૪ એટલે જરાક આપણે વિચારીએ તો કાંઈક ખૂટે છે એવું આપણને લાગે. પેલું તો આપણે કરવાનું છે, પણ તમે એવું કેમ વિચારતાં નથી કે દુર્લભ એવો મનુષ્યદેહ મળ્યો છે. મન મળ્યું છે વિચાર કરવા માટે. આજે મોટામાં મોટી મુશ્કેલી શું છે ? માણસોને ફુરસદ નથી. No Time. બહારમાં દોડાદોડ કરવાની ફુરસદ છે; કર્મ બાંધવાની ફુરસદ છે; પણ કર્મ છોડવાની ફુરસદ નથી. આગળના મહાત્માઓ શું કહી ગયા છે એ વાંચવાની કે વિચારવાની ફુરસદ ન મળે તો કાંઈક સાધન બાકી રહી ગયાં છે એનો તમે વિચાર કરશો તો ખબર પડશે કે ‘બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે” એટલે કે જે સપુરુષને આત્મસાક્ષાત્કાર થયો છે, જેને આત્મા-ભગવાન મળ્યા છે, એવાનો ભેટો ન થાય; કદાચ ભેટો થાય પણ ઓળખાણ પડે નહીં કારણ કે એ બધું સંસારી માણસના જેવું જ કામ કરતાં હોય તો આ મહાત્મા છે એમ કેમ ખબર પડે ? એટલે ઓળખાણ For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૬૫ ન થાય. અને ઓળખાણ ન થાય ત્યાં સુધી પ્રતીતિ ન આવે. એટલે એ બધા ભેદ તો એ જ બતાવવાના છે. એ ભેદ શું ? “મુખ આગલ હૈ, કહ બાત કહું એટલે કે ભાઈ તારી અંદર જ છે. શું વાત કરો છો ? તો કહે, ‘હા.” આ તો કસ્તુરી મૃગ જેવું છે. ટૂટીમાં સુગંધ હોય છે અને બધે રખડે છે સુગંધ મેળવવા, શ્રી આનંદઘનજીએ કહ્યું છે કે – “ધરમ ધરમ કરતો જગ સહ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ જિનેશ્વર; ધરમ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ જિનેશ્વર.” નવા કર્મ બાંધે નહીં. એની કૂંચી એના હાથમાં આવે. અત્યારે આપણે બધા ઉદય ભોગવતાં ભોગવતાં નવાં કર્મ બાંધીએ છીએ. એ નવાં કર્મ બાંધવાનું બંધ થાય તો પછી જૂનાં કર્મ તો કેટલા, બે, પાંચ ભવ, પંદર ભવ રહે. આમાં એ કહે છે કે પંદર ભવે તો એ અવશ્ય મોક્ષમાં જાય જાય ને જાય. ગળિયા (પ્રમાદી) બળદ જેવો હોય તો પણ. જો પુરુષાર્થ કરે તો તો ૧૩, ૧૧, ૯, ૭, ૫ અને ૩ ભવ સુધી પુરુષાર્થ કરીને જઈ શકે. ૪ કરુના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી; પલમેં પ્રગટે મુખ આગલસે, જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસેં. ૫ હે ભગવાન ! તારી કૃપા અમારા ઉપર થાય તો અને પુરુષનો ક્યાંક ભેટો થઈ જાય તો. અને આ કૃપા કરે તો થાય. આ વાત તો ગુરૂગમની છે. પણ અહીંયાં તો “સુગુરુગમ'ની વાત છે. જૈન માર્ગ એવો છે કે તરત આપણને મોક્ષે પહોંચાડે. ૫ તનસે, મનસે, ધનમેં, સબસે, ગુરુદેવકી આન સ્વ-આત્મ બર્સે; તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહિ પ્રેમ ઘનો. ૩ એ સપુરુષની ઓળખાણ થાય એટલે એને તન, મન, ધન બધું અર્પણ કરે. અર્પણ કરે એટલે એક શ્વાસોશ્વાસ સિવાયની કોઈ ક્રિયા આજ્ઞા વગર ન થાય. ગુરુદેવની આણ પોતાના આત્મામાં વસે. ‘તબ કારજ સિદ્ધ બને અપનો' તો આપણું કામ સિદ્ધ થાય. દુર્લભ એવો આ મનુષ્યદેહ મળ્યો છે. જ્યારે આયુષ્ય પૂરું થઈ જશે તેની ખબર નથી. તો આપણું કામ કરી લેવું જોઈએ. કામ એટલું જ કે આપણને સમ્યગુ દર્શન પ્રાપ્ત થઈ જવું જોઈએ, એ અત્યારે થઈ શકે એમ છે. વહ સત્ય સુધા દરશાવહિંગે, ચતુરાંગુલ હે દમસે મિલહે; રસ દેવ નિરંજન કો પિવહી, ગહિ જોગ જુગાજુગ સો જીવી. ૭ એ સત્ય સુધા બતાવશે. ઘણા કહે છે કે અમારી પાસે છે. કેટલાય જુદી જુદી રીતે એના પ્રયોગ કરે છે. પણ આ તો શ્રી મહાવીર ભગવાનનું બતાવેલું છે. ભગવતીસૂત્ર ચમરના For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત અધિકારમાં શ્રી મહાવીર ભગવાન એ પ્રમાણે કાઉસગ્નમાં ઊભા હતા તો કેવળજ્ઞાન થયું. આપણો મોહ ગયો કહેવાય ક્યારે ? આપણને સમ્યગ્દર્શન મળે ત્યારે, ગ્રંથિભેદ થાય ત્યારે. જો એ પ્રમાણે સાધના કરે તો ‘ગહિ જોગ જુગાજુગ સો જીવહી'. એ આત્મા અમર થઈ જાય. જન્મમરણના ફેરા ટળી જાય. ૭ પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુરિ બસે; વહ કેવલકો બીજ ગ્લાનિ કહે, નિજકો અનુભો બતલાઈ દિયે. ૮ પ્રભુ પ્રશમરસ નિમગ્ન છે, એના ઉપર પ્રેમ વધતો જ જાય. આ સાધના કરતાં કરતાં એવી દશા થાય છે કે “સબ આગમ ભેદ સુઉર બર્સે એટલે કે આગમના સારરૂ૫ આત્માનુભવરૂપ સ્થિતિનાં રહસ્યો સમજાઈ જાય. તમે પછી રામાયણ સાંભળો કે ગીતા સાંભળો, પણ તમારા મનમાં સમજી શકાય એટલી એની શક્તિ છે. એની એટલે ગુરુગમની. એને ભગવાન તીર્થંકર કેવળજ્ઞાનનું બીજ કહી ગયા છે. એ ક્યારે ખાતરી થાય? ‘નિજકો અનુભૌ બતલાઈ દિયે” એટલે કે જેને અનુભવ થયો છે તેમણે આમ કહ્યું છે. તમને અનુભવ થાય એની ખાતરી તમને જ થાય. જ્ઞાની મહાત્માઓ તો કહી બતાવે. બાકી તો પોતાને જ અનુભવ થાય. ૮ ૨૬૬ દોહરા પરમ કૃપાળુદેવનું ૨૪મું વર્ષ ચાલે છે. એમનો વડવામાં મુકામ હતો. એ વખતે એમણે ‘હે પ્રભુ ! હે પ્રભુ !', વીસ દોહરા બનાવ્યા પછી ‘યમ નિયમ સંયમ આપ કિયો' બનાવ્યું અને ત્રીજું ‘જડ ભાવે જડ પરિણમે બનાવ્યું અને ‘જિનવર કહે છે જ્ઞાન’ બનાવ્યું... આ બધું ક્યાં બનાવ્યું? વડવાથી થોડે છેટે-દૂર રાળજ નામનું ગામ છે ત્યાં. પછી એમણે સોભાગભાઈને બોલાવ્યા અને કહ્યું કે આ દોહરા અને યમનિયમ, ક્ષમાપના લઈને તમે ખંભાત જાઓ અને મુનિઓને આપો અને કહેજો કે તમને જે યોગ્ય જીવ લાગે તેને આ મંત્ર આપજો. પૂ. સોભાગભાઈ ત્યાં જઈ આવ્યા અને એ પ્રમાણે કરી આવ્યા. એ મંત્ર એવો છે કે આપણી યોગ્યતા, આપણી ભૂમિકા તૈયાર થાય એવો છે. એની કડી કડી વાંચો, વિચારો અને એ પ્રમાણે તૈયાર થવા પ્રયત્ન કરો તો તમારી ભૂમિકા તૈયાર થાય. હવે ‘જડ ભાવે જડ પરિણમે એ ભેદજ્ઞાનવાળું પદ વાંચીએ. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કોઈ કોઈ પલટે નહી, છોડી આપ સ્વભાવ. ૧ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી આ શરીર જે પુદ્ગલ છેએના સ્કંધ છે, એ જડ છે. એ એનો સ્વભાવ છે; એ કોઈ દિવસ છોડે નહીં. એ જડ ભાવે જ એની પરિણતિ હોય અને આત્માનો સ્વભાવ ચેતન છે, એ પોતાનો જે ચેતન ભાવ છે એ છોડે નહીં. કોઈ દ્રવ્ય પોતાનો સ્વભાવ ક્યારે પણ છોડે નહીં. સ્વભાવ છોડીને બીજામાં ભળી જતા નથી. ૧ જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; પ્રગટ અનુભવરૂ૫ છે, સંશય તેમાં કેમ ? ર જડ છે એ ત્રણે કાળે જડ છે, ચેતન છે તે ત્રણે કાળે ચેતન રહે. આવું આપણે ધારીએ તો અનુભવ કરી શકીએ. પૂર્વે થઈ ગયેલા મહાત્માઓએ આ અનુભવ કર્યો છે, એમાં સંશય કેમ ? આ મોટા માણસોએ કહ્યું તે માનવું પડશે. અમારા ગુરુદેવ પૂ. છોટાભાઈ પાંચ માણસો વચ્ચે સમજાવવા બેસે તો એ આમ ઊભા પગે બેસતા, એક પગ ઊભો અને એક પગ નીચો. પણ એ સમજાવતાં એમને જોશ આવી જાય તો અહીંથી ત્યાં સુધી પહોંચી જાય. તેઓ કહે કે આવો બાઘડા જેવો આત્મા બેઠો છે એ તમને કેમ દેખાતો નથી ? ભાઈ તમને દેખાય, પરંતુ એમ બધાને દેખાતો હોત તો બધાને જ્ઞાન થઈ જાત. એ એમ દેખાય નહીં. ‘તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં.” એ દૂહ કોઈ કહેતો હોય તો એને અનુભવ થયો હશે એટલે કહે છે. એટલે કાંઈ બધાને થઈ જાય ? એમ આ કહે છે કે પ્રગટ અનુભવરૂપ છે, સંશય તેમાં કેમ ?” હા, અનુભવ થાય ત્યારે તે ચોક્કસ દેખે. ૨ જો જડ છે ત્રણ કાળમાં, ચેતન ચેતન હોય; બંધ મોક્ષ તો નહીં ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ હોય. ૩ પ્રશ્ન છે કે જો જડ જડ જ હોય અને ચેતન ત્રણે કાળ ચેતન હોય તો પછી આપણે આ બધો પુરુષાર્થ કરીએ છીએ તો એ પુરુષાર્થનું કાંઈ ફળ ખરું કે નહીં ? જો એ ફળ ન હોય તો બંધ નથી, મોક્ષ નથી, નિવૃત્તિ નથી, પ્રવૃત્તિ નથી એમ એ આખું ઊડી જાય. (૩) કૃપાળુદેવ તેનો જવાબ નીચે પ્રમાણે આપે છે કે – બંધ મોક્ષ સંયોગથી, જ્યાં લગ આત્મ અભાન; પણ નહીં ત્યાગ સ્વભાવનો, ભાખે જિન ભગવાન. ૪ ભાઈઓ, આ આત્માને જડ સાથે સંયોગ અનાદિથી થયો છે, તેથી આત્માને પોતાના સ્વરૂપનું ભાન નથી. જ્યાં લગી એને ભાન નથી ત્યાં સુધી તે સંયોગને કારણે અથવા સંયોગ થકી કર્મ બંધન કરે છે. નવો બંધ ન પડે અને જૂનાનો ક્ષય થાય ત્યારે મોક્ષ થાય છે. જ્યાં સુધી આત્માનું ભાન નથી અને જડ એટલે “હું” એમ માને છે ત્યાં સુધી મોક્ષ નથી થતો અને બંધ પડે છે. તેમ For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શિક્ષામૃત છતાં ચેતન સ્વભાવનો ત્યાગ થતો નથી. ભલે અજ્ઞાન છે. અસમ્યક્ જ્ઞાન છે; પણ એ જ્ઞાન છે. એ જ્ઞાન આત્માનો સ્વભાવ છે. આમ જિન ભગવાને કહ્યું છે. ૪ વર્તે બંધ પ્રસંગમાં, તે નિજ પદ અજ્ઞાન; પણ જડતા નહીં આત્મને, એ સિદ્ધાંત પ્રમાણ. ૫ એમ પ્રસંગમાં બંધ પડે છે. ક્યારે ? હું કોણ છું એની ખબર નથી ત્યારે, આત્માની ઓળખાણ નથી. આત્મા વિશે અભાન છે, પોતાના પદનું અજ્ઞાન છે, એથી કર્મ બંધાય છે. પણ એથી કાંઈ આત્મા જડ થઈ જતો નથી. આ સિદ્ધાંત છે એમ સમજો. ૫ ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત; જીવ બંધન જાણે નહીં, કેવો જિન સિદ્ધાંત. હુ અરૂપી ચેતન રૂપી એવા કર્મ પુદ્ગલને ગ્રહણ કરીને બંધ પાડે છે, એ આશ્ચર્યની વાત છે. છતાં આત્માને ખબર પડતી નથી કે કર્મ બંધાય છે, કારણ કે અજ્ઞાન છે. એમાં આશ્ચર્ય થાય એવું જ છે, છતાં એ હકીકત છે, કારણ કે આપણે હજી પણ જન્મ-મરણ કરીએ છીએ. ૬ પ્રથમ દેહ દૃષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ; હવે દૃષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી નેહ. ૭ પ્રથમ આત્માને દેહાધ્યાસ હતો. દેહ એટલે ‘હું’ એ દૃષ્ટિ હતી. એટલે જ્યાં દેહ જોઈએ ત્યાં દેહને આગળ કરતાં, કારણ કે દેહ એ હું એમ માનતા હતા. હવે આત્મામાં દૃષ્ટિ થઈ એટલે આ શરીર ઉપરથી આપણો મોહ હતો તે એટલે કે દેહ સ્નેહ-રાગ હતો તે ચાલ્યો ગયો. (ચાલ્યો જાય). ૭ જડ ચેતન સંયોગ આ, ખાણ અનાદિ અનંત; કોઈ ન કર્તા તેહનો, ભાખે જિન ભગવંત. ૮ આ આત્મા અજ્ઞાની ક્યારથી છે ? અનાદિથી. આ કર્મનો સંયોગ ક્યારથી છે ? અનાદિથી, એટલે જ અનંતકાળ થયા આપણે જન્મ-મરણમાં રખડીએ છીએ. અનાદિથી અજ્ઞાન દશા છે. જડ-ચેતન સંયોગનો કર્તા કોઈ નથી. એમ જિનેશ્વર ભગવાન કહે છે. ૮ મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં, નહીં નાશ પણ તેમ; અનુભવથી તે સિદ્ધ છે, ભાખે જિનવર એમ. ૯ મૂળ દ્રવ્ય કોઈથી ઉત્પન્ન થતું નથી. એટલે આત્મા ઉત્પન્ન થતો નથી. એનો નાશ પણ થતો નથી. એવું જ પુદ્ગલ પરમાણુનું છે. એ પરમાણુ પણ અનાદિનાં છે. એ અનુભવથી સિદ્ધ થયેલું છે, અનુભવ થઈ શકે છે- એમ જિનેશ્વર ભગવાન ભાખે-કહે છે. ૯ For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ૬૯ શ્રી વચનામૃતજી હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય. ૧૦ એટલે દ્રવ્ય પર્યાયાંતર થાય છે, પણ એનો નાશ થતો નથી. અને એક સમય જે વસ્તુ (દ્રવ્યરૂપે) જેમ છે તેમ સો સમય રહે છે, એટલે અનંતકાળ સુધી નાશ થવાપણું નથી. એમ તમે જડ અને ચેતનને ભેદજ્ઞાનથી જુદા પાડો. એ જ અવસ્થા તમે જુઓ તો એ પ્રમાણે તમને સારું લાગશે. ૧૦ ૨. પરમ પુરુષ પ્રભુ સગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૧ સદ્ગુરુ છે તે પરમપુરુષ છે, પ્રભુ જ છે. તેમને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન તે સુખનું ધામ છે. જીવને પોતાના સ્વરૂપનું ભાન જેણે કરાવ્યું તેવા શ્રી સદ્ગુરુને સદા પ્રણામ છે. ૨૬૭ હરિગીત જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. જ્ઞાન એટલે શું ? તેને તીર્થકરો જે રીતે કહે છે તેને હે ભવ્ય જીવો તમે સાંભળો. જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષે, જીવ કરવા નિર્મળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૧ નવપૂર્વ સુધી ભણ્યો હોય પણ પોતાને હું કોણ છું ? “મારું સ્વરૂપ શું છે ?” એની ખબર ન હોય તો નવપૂર્વ ભણ્યો એ એનું અજ્ઞાન છે. એ જ્ઞાન નથી; એ વિદ્વત્તા છે પણ જ્ઞાન નથી, એમ આગમો સાક્ષી પૂરે છે. એ બધાં પૂર્વોનું જ્ઞાન કરવાનું શા માટે કહ્યું? આપણી ભૂમિકા તૈયાર થાય માટે કહ્યું છે; આપણું જીવન શુદ્ધ થાય એટલા માટે કહ્યું છે. ૧ નહીં ગ્રંથમાંથી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહીં કવિચાતુરી, નહીં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહીં ભાષા ઠરી; નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૨. ગ્રંથમાં (શાસ્ત્રોમાં) જ્ઞાન નથી. કવિની ચતુરાઈ એ કોઈ જ્ઞાન નથી. મંત્ર, તંત્ર એ પણ જ્ઞાન For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૦ શિક્ષામૃત નથી. બીજે ક્યાંય જ્ઞાન નથી. ભાષા બોલતાં આવડે એ જ્ઞાન નથી. જ્ઞાન જ્ઞાનીમાં છે. પણ તેને તમે શોધી કાઢો. ઓળખી કાઢો. કળો એટલે જાણીને ખાતરી કરો. ૨ આ જીવ ને આ દેહ એવો, ભેદ જો ભાસ્યો નહીં, પચખાણ કિધાં ત્યાં સુધી, મોક્ષાર્થ તે ભાખ્યાં નહીં; એ પાંચમે અંગે કહ્યો, ઉપદેશ કેવળ નિર્મળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૩ આ દેહ અને આ આત્મા એનો જો ભેદ આ મનુષ્યજીવનમાં ભાસ્યો નહીં, તો ત્યાં સુધી જે પચ્ચખાણ કર્યા, વ્રતો લીધાં એ બધાં મોક્ષને માટે નથી. ગતિ સારી મળે. એ કાંઈ નકામાં નથી, પણ મોક્ષાર્થે થતાં નથી, કૃપાળુદેવ કહે છે કે ભગવતીસૂત્ર (પાંચમું અંગોમાં આમ કહ્યું છે એ તમે જોઈ લ્યો. કૃપાળુદેવ અહીં આગમોનો આધાર આપીને કહે છે. ૩ કેવળ નહીં બ્રહ્મચર્યથી (કે ઇન્દ્રિય પ્રત્યક્ષથી). કેવળ નહીં સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૪ માત્ર વ્રત, તપ હોય અને સમ્યગ્ગદર્શને આવ્યું ન હોય, મિથ્યાત્વ ગયું ન હોય, દર્શન મોહ ગયો ન હોય, ગ્રંથિભેદ થયો ન હોય, તો ત્યાં જ્ઞાન નથી. ‘જ્ઞાન કેવળથી કળો’ કવળી ભગવાન પાસે જ્ઞાન છે એની તમે ખાતરી કરો. અને તેને જ પ્રભુએ જ્ઞાન કહ્યું છે. ૪ શાસ્ત્રો વિશેષ સહિત પણ જો, જાણિયું નિજરૂપને, કાં તેહવો આશ્રય કરજો, ભાવથી સાચા મને; તો જ્ઞાન તેને ભાખિયું, જો સમ્મતિ આદિ સ્થળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૫ શાસ્ત્રો વિસ્તાર સહિત જાણીને, પોતાના સ્વરૂપને જાણનારા પુરૂષ હોય એનો આશ્રય સાચા મનથી, ભાવથી કર્યો તો એનું નામ જ્ઞાન છે. “સમ્મતિ તર્ક આદિ શાસ્ત્રમાં આમ કહેવામાં આવ્યું છે. આઠ સમિતિ જાણીએ જો, જ્ઞાનીના પરમાર્થથી, તો જ્ઞાન ભાખ્યું તેહને, અનુસાર તે મોક્ષાર્થથી; નિજ કલ્પનાથી કોટિ શાસ્ત્રો, માત્ર મનનો આમળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૭ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ (આઠ પ્રવચન માતા) એ પરંપરાથી ચાલે એમ નહીં પણ જ્ઞાની એનો પરમાર્થ સમજાવે અને એ જ રીતે પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિ સમજીએ – જાણીએ તો For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૭૧ એને જ્ઞાન ભાડું કહ્યું છે, એમાં ચારિત્ર પણ આવી જાય. યથાર્થ ચારિત્ર, યથાખ્યાત ચારિત્રનું પરિણામ મોક્ષ જ છે. માટે આ સિવાય કોટિ શાસ્ત્રો તમે ભણ્યા હો તો એ માત્ર “મનનો આમળો’ મનનો અહંકાર માત્ર છે. બીજું કાંઈ છે નહીં એમ તમે સમજો. ૬ ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વનાં, શ્રીનંદીસૂત્રે ભાખિયા છે, ભેદ જ્યાં સિદ્ધાંતના; પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં, એ જ ઠેકાણે ઠરો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૭ નંદીસૂત્રમાં સિદ્ધાંતના ભેદ બતાવતાં અન્ય ધર્મોના શાસ્ત્રોને મિથ્યાત્વનાં છે એમ કહ્યું છે. એ નંદીસૂત્રમાં એમ પણ કહ્યું છે કે જો જ્ઞાની વાંચે તો એને એ બધું જ્ઞાનરૂપ જ પરિણમે. ૭ વ્રત નહીં પચખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ તીર્થકર થશે, શ્રેણિક ઠાણંગ જોઈ લો; છેદ્યો અનંતા .. શ્રેણિક રાજા પ્રથમ નરકમાં છે. એની જિંદગીમાં કોઈ દિવસ વ્રત પચ્ચખાણ કર્યા ન હતાં, છતાં પણ ભગવાન શ્રી મહાવીરના સત્સંગરૂપી સંપર્કમાં આવતાં ક્ષાયિક સમ્યત્વને પામ્યા હતા અને તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું હતું. તેથી આવતી ચોવીશીમાં પદ્મનાભ (મહાપદ્મ) નામના પ્રથમ તીર્થકર થશે. એમ ઠાણાંગ સૂત્રમાં કહ્યું છે. એ તમે જોઈ લેશો. એનો અર્થ એવો નથી કે વ્રત પચ્ચખાણ ન કરવાં, આપણે વ્રત, પચ્ચખાણ, સંયમી જીવન ગાળ્યું હશે ત્યારે તો આ બધો જોગ આપણને મળ્યો છે, નહીં તો મનુષ્યભવ, સત્સંગ, સપુરુષની ઓળખાણ, સલ્લાસ્ત્રો વાંચવાનું, સદ્વિચારણા, વિવેક આ બધો જોગ ક્યાંથી મળે ? એટલે આ તો એક અપવાદ રૂપ દાખલો આપ્યો છે. કૃપાળુદેવે એકલાં પચ્ચખાણ, તપ, મા ખમણ, વર્ષીતપ આશય સમજ્યા વગર કે ભાવ વગર કરવાથી મોક્ષરૂપી ફળ મળતું નથી એમ કહ્યું છે. કેટલાંકનો આશય એવો ખરો કે એથી દેવગતિ મળે. દેવગતિ મળશે ત્યાં ઘણું લાંબું આયુષ્ય હશે તે દરમ્યાન પાંચમ અને છઠ્ઠો આરો ચાલ્યો ગયો હશે... ૨૭૮ આત્મામાં રમણ કરી રહ્યા છે એવા નિગ્રંથ મુનિઓ પણ નિષ્કારણ ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે, કારણ કે ભગવાનના ગુણો એવા જ છે. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત ૨૮૨ મહાત્મા વ્યાસજીને એમ થયું હતું તેમ અમને હમણાં વર્તે છે. આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદ સંપન્ન થયા નહોતા, કારણ કે હરિરસ અખંડપણે ગાયો નહોતો. અમને પણ એમ જ છે. અખંડ એવો હરિરસ પરમ પ્રેમે અખંડપણે અનુભવતાં હજુ ક્યાંથી આવડે ? અને જ્યાં સુધી તેમ નહીં થાય ત્યાં સુધી અમને જગતમાંની વસ્તુનું એક અણુ પણ ગમવું નથી. ૨૮૪ ૧. “પરસમય જાણ્યા વિના સ્વસમય જાણ્યા છે એમ કહી શકાય નહીં.” સમય એ કાળનો નાનામાં નાનો ભાગ છે. પરસમય શું છે તે જાણવા જોઈએ. પુલાસ્તિકાય, અધર્માસ્તિકાય, ધર્માસ્તિકાય, આકાશ વિગેરેના ભાવ જાણવા તે પરસમય છે. આત્મા અને તેના ગુણો જાણવા તે સ્વસમય છે. ૨. “પરદ્રવ્ય જાણ્યા વિના સ્વદ્રવ્ય જાણ્યું છે એમ કહી શકાય નહીં.” પરદ્રવ્યનું જાણપણું કરે તે જ સ્વદ્રવ્યને જાણી શકે. પરદ્રવ્યને જાણે નહીં ત્યાં સુધી સ્વને જાણી શકતો નથી. જેટલા વચન માર્ગ છે તેટલા નયવાદ છે; અને જેટલા નયવાદ છે તેટલા પરસમય છે.” નયની ભંગજાળમાં પડવા જેવું નથી. તેથી ગુંચવાડો થાય છે. તે બધા પરસમય છે. તેમાં માધ્યસ્થ ભાવ ધારણ કરવો. કર્તા મટે તો છૂટે કર્મ, એ છે મહા ભજનનો મર્મ; જો તું જીવ તો કર્તા હરિ, જો તું શિવ તો વસ્તુ ખરી; તું છો જીવને, તું છો નાથ, એમ કહી અને ઝટક્યા હાથ.” પરના કર્તાપણાનો જે ભાવ તારામાં રહેલો છે, તે કર્તાપણું છૂટી જાય એ જ ભજનભક્તિ કરવાનું રહસ્ય છે. એ જ મર્મ છે. જો તું જીવ છે તો જીવન-મુક્તદશા થઈ તો તું શિવ જ છે. તે પોતે જ જીવપણામાં છે અને જ્ઞાની થવાથી તું જ તારો પોતાનો ભગવાન છે. એમ અક્ષય (અખા) ભગત કહે છે. ૨૮૬ “હમ પરદેશી પંખી સાધુ, આરે દેશ કે નાહીં રે.” For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૭૩ આપણે આ દેહમાં પરદેશી પંખી જેવા છીએ તે સાધુ ! આપણે આ દેહરૂપી દેશના નથી. ૩૦૨ “સત્ય પર ઘીમfe” (એવું જ) પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ. (શ્રીમદ્ ભાગવત્ સ્કંધ-૧૨, અ.૧૩. શ્લોક ૧૯) ૩૧૦/૩૧૧ અનુક્રમે સંયમ સ્પર્શતોજી, પામ્યો ક્ષાયક ભાવ રે; સંયમ શ્રેણી ફૂલડેજી, પૂજું પદ નિષ્પાવ રે. આત્માની અભેદ ચેતનારૂપ સંયમની શ્રેણીના ફૂલથી (એક પછી એક ક્રમને અનુભવીને) ક્ષાયક ભાવને પામેલા એવા જે સિદ્ધાર્થના પુત્ર તેના નિર્મળ ચરણ કમળને હું પૂછું છું. દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે; હિતકરી જનને સંજીવની, ચારો તે ચરાવે રે. સદગુરુ આત્મજ્ઞાની હોવાના કારણે સર્વ દર્શનના નય ગ્રહણ કરે. પણ પોતાના સ્વભાવમાં જ રહે છે અને જીવો માટે જે હિતકારી હોય તે પ્રમાણે વાત કરે છે. નિશ્ચય અને વ્યવહાર નયરૂપ સંજીવનીનો ખોરાક (ચારો) જીવને ચરાવે છે. એટલે કે અન્યને હિતરૂપ થાય તેવી રીતે મધ્યસ્થતાથી વાસ્તવિક ધર્મનો ઉપદેશ આપે છે. દર્શન જે થયાં જૂજવાં, તે ઓઘ નજરને ફેરે રે; ભેદ થિરાદિક દૃષ્ટિમાં, સમકિત દષ્ટિને હરે રે. જગતમાં અનેક પ્રકારના ધર્મ મતો જોવામાં આવે છે તે ઓઘદૃષ્ટિને કારણે થયા છે. પરંતુ સ્થિરાદિક ચાર દૃષ્ટિમાં સમ્યકદર્શન-આત્માનો વાસ્તવિક યોગ હોય છે. પણ દરેકમાં જ્ઞાનની તારતમ્યતામાં ફેર-ભિન્નતા હોય છે. યોગના બીજ ઈહાં ગ્રહે, “જિનવર” શુદ્ધ પ્રણામો રે; ‘ભાવાચારજ' સેવના, ભવ ઉગ સુઠામો રે. આ દૃષ્ટિમાં જીવ યોગનાં બીજ એટલે સમકિત પ્રાપ્ત થવાના બીજને-સાધનાપથના મર્મને For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ७४ શિક્ષામૃત ગ્રહણ કરે છે. શુદ્ધ એવા જિનેશ્વર દેવને પ્રણામ કરો તે યોગનું પ્રથમ બીજ છે. ભાવ- આચાર્યની સેવના, ભક્તિ કરો કારણ કે જેથી ભવભ્રમણરૂપી ઉદ્વેગ મટી જાય અને મોક્ષમાર્ગમાં સ્થિર થાઓ. સંસાર ક્યારે છૂટે એવી અંતરમાં સાચી ભાવના સાથે ભવ ઉગરૂપ વૈરાગ્યને ધારણ કરો. શુદ્ધ નિરંજન અલખ અગોચર, એહિ જ સાધ્ય સુહાયો રે; જ્ઞાન ક્રિયા અવલંબી ફરસ્યો, અનુભવ સિદ્ધિ ઉપાયો રે. આત્મા કેવો છે? શુદ્ધ, નિરંજન, અલખ, અગોચર. આપણું લક્ષ પણ એ જ છે કે આત્માને પ્રાપ્ત કરવો. જ્ઞાન અને ક્રિયાનું અવલંબન લઈને જો અનુભવ કરવામાં આવે તો સિદ્ધિ પ્રાપ્ત થાય. રાય સિદ્ધારથ વંશ વિભૂષણ, ત્રિશલા રાણી જાયો રે; અજ અજરામર સહજાનંદી, ધ્યાન ભુવનમાં ધ્યાયો રે. સિદ્ધાર્થ રાજાના વંશની શોભા વધારનાર અને ત્રિશલા રાણીને કુક્ષીએ ઉત્પન્ન થયેલા છે તેઓ અજ, અજરામર સહજાનંદી છે. એની મારા ધ્યાન ભુવનમાં આરાધના કરી એનું ધ્યાન કર્યું. નાગર સુખ પામર નવ જાણે, વલ્લભ સુખ ન કુમારી રે; અનુભવ પણ તેમ ધ્યાન તણું સુખ કોણ જાણે નરનારી રે. (ભવિકા) ગરીબ માણસને જેમ ધનાઢય લોકોનું સુખ કેવું હોય એની શી ખબર પડે ? ન પડે. એવી રીત કુંવારી કન્યાને પ્રિયતમના સુખની પણ શી ખબર પડે. તેમ જેને અનુભવ પ્રગટયો નથી એને ધ્યાનનું સુખ કેવું છે એની ક્યાંથી ખબર પડે ? ન જ પડે. ૩૧૪/૩૮૭ જિન થઈ જિનવરને આરાધે, તે સહી જિનવર હોવે રે, મૂંગી ઈલિકાને ચટકાવે, તે ભંગી જગ જોવે રે. (નેમિનાથ સ્તવન, શ્રી આનંદધનજી) જિન થઈ એટલે સાંસારિક ભાવને વિશેથી આત્મભાવ ત્યાગીને, જે કોઈ જિનને એટલે કેવલ્યજ્ઞાનીને - વિતરાગને આરાધે છે, તે નિશ્ચયે જિનવર એટલે કેવલ્યપદે યુક્ત હોય છે. તેને ભમરી અને ઈયળનું પ્રત્યક્ષ સમજાય એવું દષ્ટાંત આપ્યું છે. જેમ ઈયળને ભમરી ચટકો ભરીને દરમાં મૂકી દર પૂરી દે છે. તેથી ઈયળને ભમરીનું જ ધ્યાન થઈ જાય છે અને તે ઈયળ ભમરીરૂપે બહાર આવે છે. તેમ જે જિનવરને આરાધે છે તે જિનવર જેવો થઈ જાય છે. For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી આતમધ્યાન કરે જો કોઉ, સો ફિર ઈણમેં નાવે; વાક્ય જાળ બીજું સૌ જાણે, એહ તત્ત્વ ચિત્ત ચાવે. (શ્રી આનંદઘનજી) જે આત્માનું ધ્યાન કરે છે તે ફરીને સંસારમાં આવતાં નથી. તેઓ આત્મા સિવાયની વાતોને વાક્કાળ સમાન જાણે છે અને એહ તત્ત્વનું ચિત્તમાં વારંવાર નિદિધ્યાસન કર્યા કરે છે. ૭૫ ૩૧૬/૩૧૭ ‘એક પરિનામકે ન કરતા દરવ દોઈ, દોઈ પરિનામ એક દર્વ ન ધરતુ હૈ; દોઈ કરતૂતિ એકદર્ય ન કરતુ હૈ; જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દોઉ, અપને અપને રૂપ, કોઉ ન ટરતુ હે; જડ પરિનામનિકો, કરતા હૈ પુદ્ગલ, ચિદાનંદ ચેતન સુભાવ આચરતુ હૈ.’ (સમયસાર) ‘એક પરિનામકે ન કરતા દરવ દોઈ,’ વસ્તુ પોતાના સ્વરૂપમાં જ પરિણમે એવો નિયમ છે. જીવ જીવરૂપે પરિણમ્યા કરે છે, અને જડ જડરૂપે પરિણમ્યા કરે છે. જીવનું મુખ્ય પરિણમવું તે ચેતન (જ્ઞાન) સ્વરૂપ છે; અને જડનું મુખ્ય પરિણમવું તે જડત્વસ્વરૂપ છે. જીવનું જે ચેતન પરિણામ તે કોઈ પ્રકારે જડ થઈને પરિણમે નહીં, અને જડનું જડત્વ પરિણામ તે કોઈ દિવસ ચેતનપરિણામે પરિણમે નહીં એવી વસ્તુની મર્યાદા છે. ચેતન, અચેતન એ બે પ્રકારનાં પરિણામ તો અનુભવસિદ્ધ છે. તેમાંનું એક પરિણામ બે દ્રવ્ય મળીને કરી શકે નહીં અર્થાત્ જીવ અને જડ મળી કેવળ ચેતન પરિણામે પરિણમી શકે નહીં, અથવા કેવળ અચેતન પરિણામે પરિણમી શકે નહીં. જીવ ચેતન પરિણામે પરિણમે અને જડ અચેતન પરિણામે પરિણમે, એમ વસ્તુસ્થિતિ છે; માટે જિન કહે છે કે, એક પરિણામ બે દ્રવ્ય કરી શકે નહીં. જે જે દ્રવ્ય છે તે તે પોતાની સ્થિતિમાં જ હોય, અને પોતાના સ્વભાવમાં પરિણમે. ‘દોઈ પરિનામ એક દર્વ ન ધરતુ હૈ;' તેમજ એક દ્રવ્ય બે પરિણામે પણ પરિણમી શકે નહીં, એવી વસ્તુસ્થિતિ છે. એક જીવદ્રવ્ય તે ચેતન અને અચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં. માત્ર પોતે પોતાના જ પરિણામમાં પરિણમે. For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત ચેતનપરિણામ તે અચેતન પદાર્થને વિશે હોય નહીં, અને અચેતનપરિણામ તે ચેતનપદાર્થને વિશે હોય નહીં; માટે બે પ્રકારનાં પરિણામે એક દ્રવ્ય પરિણમે નહીં, બે પરિણામને ધારણ કરી શકે નહીં. ‘એક કરતૂતિ દોઈ દર્વ કબહૂં ન કરે,' ૭૬ માટે એક ક્રિયા તે બે દ્રવ્ય ચારે પણ કરે નહીં. બે દ્રવ્યનું મળવું એકાંતે હોવું યોગ્ય નથી. જો બે દ્રવ્ય મળીને એક દ્રવ્ય ઊપજતું હોય, તો વસ્તુ પોતાના સ્વરૂપનો ત્યાગ કરે; અને એમ તો કોઈ કાળે બને નહીં કે વસ્તુ પોતાના સ્વરૂપનો કેવળ ત્યાગ કરે. જ્યારે એમ બનતું નથી, ત્યારે બે દ્રવ્ય કેવળ એક પરિણામને પામ્યા વિના એક ક્રિયા પણ ક્યાંથી કરે ? અર્થાત્ ન જ કરે. દોઈ કરતુતિ એક દર્ય ન કરતુ હૈ;’ તેમ જ બે ક્રિયા એક દ્રવ્ય ધારણ પણ કરે નહીં; એક સમયને વિશે બે ઉપયોગ હોઈ શકે નહીં. માટે ‘જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દોઉ,’ જીવ અને પુદ્ગલ કદાપિ એક ક્ષેત્રને રોકી રહ્યાં હોય તોપણ ‘અપને અપને રૂપ, કોઉ ન ટરતુ છે;’ પોતપોતાનાં સ્વરૂપથી કોઈ અન્ય પરિણામ પામતું નથી, અને તેથી કરીને જ એમ કહીએ છીએ કે, - ‘જડ પરિનામનિકો, કરતા હૈ પુદ્ગલ,’ દેહાદિકે કરીને જે પરિણામ થાય છે તેનો પુદ્ગલ કર્તા છે. કારણ કે તે દેહાદિ જડ છે; અને જડપરિણામ તો પુદ્ગલને વિશે છે. જ્યારે એમ જ છે તો પછી જીવ પણ જીવસ્વરૂપે જ વર્તે છે, એમાં કંઈ બીજું પ્રમાણ પણ હવે જોઈતું નથી; એમ ગણી કહે છે કે, ‘ચિદાનંદ ચેતન સુભાવ આચરતુ હૈ.’ કાવ્યકર્તાનો કહેવાનો હેતુ એમ છે કે, જો આમ તમે વસ્તુસ્થિતિ સમજો તો તો જડને વિશેનો જે સ્વસ્વરૂપ ભાવ છે તે મટે, અને સ્વસ્વરૂપનું જે તિરોભાવપણું છે તે પ્રગટ થાય. વિચાર કરો, સ્થિતિ પણ એમ જ છે. ઘણી ગહન વાતને અહીં ટૂંકામાં લખી છે. (જો કે) જેને યથાર્થ બોધ છે તેને તો સુગમ છે. એ વાતને ઘણી વાર મનન કરવાથી કેટલોક બોધ થઈ શકશે. For Personal & Private Use Only - Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૭૭ ૩૨૦/૩૨૨ જીવ નવિ પુષ્યલી નૈવ પુગ્ગલ કદા, પુગ્ગલાધાર નહીં તાસ રંગી, પર તણો ઈશ નહીં અપર એશ્વર્યતા, વસ્તુધર્મે કદા ન પર સંગી (શ્રી સુમતિનાથનું સ્તવન-શ્રી દેવચંદ્રજી) જીવ એ પુલી પદાર્થ નથી, પુલ નથી, તેમ પુદ્ગલનો આધાર નથી, તેના રંગવાળો નથી. પોતાની સ્વરૂપ સત્તા સિવાય જે અન્ય તેનો તે સ્વામી નથી, કારણ કે પરની એશ્વર્યતા સ્વરૂપને વિશે હોય નહીં. વસ્તુત્વ ધર્મે જોતાં તે કોઈ કાળે પરસંગ પણ નથી. દુઃખ સુખરૂ૫ કરમ ફળ જાણો, નિશ્ચય એક આનંદો રે; ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે. (શ્રી વાસુપૂજ્ય સ્તવન - શ્રી આનંદધનજી) દુ:ખ આવે કે સુખ આવે તેને કર્મનું ફળ સમજવું અને મારો સ્વભાવ તો આનંદસ્વરૂપ છે એમ નિશ્ચય કરીને આનંદમાં રહેવું. શ્રી જિનેશ્વર ભગવાન એમ કહે છે કે આત્મા જે ચેતન છે તે પોતાના પરિણામ ક્યારેય ચૂકતો નથી. સદાય ચેતન પરિણામે રહે છે. ૩૨૨ સમ્યક પ્રકારે જ્ઞાનીને વિશે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચયપણે મુક્તપણું છે. અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે, તે તો આત્માની સ્વરૂપપરિણતિ વર્તતી હોવાને લીધે છે. આત્માના સ્વરૂપ સંબંધી તો પ્રાયે નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે અન્યભાવને વિશે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી. બંધ, મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિશે યથાર્થપણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે; અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને જોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે શ્રી તીર્થંકરદેવ છે. મોક્ષ કોનાથી મળે ? જૈન દર્શનથી કે જેમાં યથાર્થ બધા પદાર્થોની વ્યવસ્થા કહી છે. અને એ જે શ્રી તીર્થકરદેવનો અંતર આશય તે પ્રાયે મુખ્યપણે અત્યારે કોઈને વિશે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું એમ અમને દઢ કરીને ભાસે છે. કારણ કે જે અમારું અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને વીતરાગનું કહેલું શ્રુતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે; માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ. For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શિક્ષામૃત વન અને ઘર એ બન્ને કોઈ પ્રકારે અમને સમાન છે, તથાપિ વનમાં પૂર્ણ વીતરાગભાવને અર્થે રહેવું વધારે રૂચિકર લાગે છે; સુખની ઇચ્છા નથી પણ વિતરાગપણાની ઇચ્છા છે. જગતના કલ્યાણને અર્થે પુરુષાર્થ કરવા વિશે લખ્યું તો તે પુરુષાર્થ કરવાની ઇચ્છા કોઈ પ્રકારે રહે પણ છે, તથાપિ ઉદયને અનુસરીને ચાલવું એ આત્માની સહજ દશા થઈ છે, પરંતુ કૃપાળુદેવે લખ્યું કે અત્યારે ઉદય પ્રમાણે ચાલવું એ સહજ દશા થઈ છે. અને તેવો ઉદયકાળ હાલ સમીપમાં જણાતો નથી; તો તે ઉદેરી આણવાનું બને એવી દશા અમારી નથી. ૩૨૫ “બહીયેં ચેતન વિભાવસો ઉલટિ આપુ, સમે પાઈ અપનો સુભાવ ગહિ લીનો હે;-૧ જ્યારે ચેતન પોતાને વિભાવ પરિણતિમાંથી ઉલટાવી નાખે છે, ત્યારે પોતાની સ્વભાવ પરિણતિને ગ્રહણ કરી લે છે. આપણા બધામાં વિભાવ પરિણતિ છે. એ વિભાવ પરિણતિને ઉલટાવીને ‘સુભાવ ગહિ લીન હૈ” એટલે કે પોતાનો સ્વભાવ પ્રગટ કર્યો છે. આગળ કહે છે. ૧ તબહીતે જો જો લેનેજોગ સો સો સબ લીનો, જો જો ત્યાગજોગ સો સો સબ છાંડી દીનો હે;-૨ સ્વભાવ પરિણતિ વખતે જે જે ગ્રહણ કરવા જોગ, આદરવા જોગ છે, તે તે બધું જ લઈ લે છે અને ત્યાગવા જોગ, છોડવા યોગ્ય હતું, તે ત્યાગી દીધું છે, છોડી દીધું છે. ૨ લેવેક ન રહી ઠોર, ત્યાગીવેક નાહીં ઓર, બાકી કહા ઉબર્યો જુ, કારજ નવીનો હૈ;-૩ સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણ કામપણું પ્રાપ્ત થયું, એટલે હવે બીજુ કોઈ ક્ષેત્ર કાંઈ પણ લેવાને માટે રહ્યું નથી. સ્વરૂપનો તો કોઈ કાળે ત્યાગ કરવાને મૂર્ખ પણ ઇચ્છે નહીં, અને જ્યાં કેવળ સ્વરૂપસ્થિતિ છે, ત્યાં તો પછી બીજું કાંઈ રહ્યું નથી, એટલે ત્યાગવાપણું પણ રહ્યું નહીં. હવે જ્યારે લેવું દેવું એ બન્ને નિવૃત્ત થઈ ગયું ત્યારે બીજું કોઈ નવીન કાર્ય કરવાને માટે શું ઊગર્યું? અર્થાત્ જેમ થવું જોઈએ તેમ થયું ત્યાં પછી બીજી લેવા દેવાની જંજાળ ક્યાંથી હોય ? એટલે કે પૂર્ણકામતા પ્રાપ્ત થઈ. ૩ For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી સંગત્યાગી, અંગત્યાગી, વચનતરંગત્યાગી, મનત્યાગી, બુદ્ધિત્યાગી, આપા શુદ્ધ કીનો છે.”-૪ (સમયસાર નાટક) બાહ્ય અને આંતરિક કષાય-મળના સંગનો ત્યાગ કર્યો; શરીર તરફનો મમત્વભાવ છોડી દીધો, વચનો વડે જે તરંગો ઊભા થયા હતા, વાતનાં વડાં કરતા હતા, તે બંધ કરી દીધાં, એટલે કે જરૂર પૂરતું જ બોલવાનું કરે, મન સાથેનો વ્યાપાર પણ છૂટી ગયો એટલે કે મનને આત્મામાં લીન કરી દીધું. પોતાની સ્વચ્છંદપણાની જે બુદ્ધિ હતી તે છોડી દીધી અને આત્માને સંપૂર્ણ શુદ્ધ કરી લીધો છે. ૪. પત્રના અંતે પરમ કૃપાળુ દેવ પૂ. સોભાગભાઈને આ શબ્દો લખે છે. - કેવી અદ્ભુત દશા? જેવો સમજાય તેવો યોગ્ય લાગે તો અર્થ લખશો. બનારસીદાસના ‘સમયસાર નાટક'માંથી લેવામાં આવેલ સવૈયો છે. તેઓ જ્ઞાની હતા. ૩૨૬/૪૭૫ શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામેં કેલી કરે, શુદ્ધતામેં થિર વડે અમૃતધારા વરસે. | (સમયસાર નાટક) એ કવિતામાં સુધારસ'નું જે માહામ્ય કહ્યું છે તે કેવળ એક વિસ્રસા (સર્વ પ્રકારનાં અન્ય પરિણામથી રહિત અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્ય) પરિણામ સ્વરૂપસ્થ એવા અમૃતરૂ૫ આત્માનું વર્ણન છે... પોતાના આત્માનું સ્વરૂપ, નિષ્કલંક સ્વરૂપ જાણે, તેનું ધ્યાન કરે, તેને પ્રાપ્ત કરે, પછી તેમાં જ રમણતા કરે તેમાં જ સ્થિર રહે. (આ પણ ગુરૂગમથી જ સમજાય.) 27 ૩૩૦ દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ-બીજની પ્રાપ્તિ હોય છે, જ્ઞાનીના મુખેથી સાંભળીએ ત્યારે જ યથાર્થ બોધ થાય કારણ કે એનો આશય અને કહેવાનો હેતુ શો હતો એ ખબર પડે. આપણી કલ્પનાએ ખબર ન પડે. યથાર્થ બોધના પરિચયથી બોધિ બીજેની પ્રાપ્તિ થાય છે. અને એ બોધબીજ તે પ્રાયે નિશ્ચય સમ્યકત્વ હોય છે. S For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ८० ૩૩૪ દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચલ અનુભવ છે. કારણ કે અમે પણ નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ, એમ અમારો આત્મા અખંડપણે કહે છે, અને એમ જ છે, જરૂર એમ જ છે. પૂર્ણ વીતરાગની ચરણરજ નિરંતર મસ્તકે હો, એમ રહ્યા કરે છે. અત્યંત વિકટ એવું વીતરાગત્વ અત્યંત આશ્ચર્યકારક છે; તથાપિ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે, સદેહે પ્રાપ્ત થાય છે, એ નિશ્ચય છે, પ્રાપ્ત કરવાને પૂર્ણ યોગ્ય છે, એમ નિશ્ચય છે. સદેહે તેમ થયા વિના અમને ઉદાસીનતા મટે એમ જણાતું નથી અને તેમ થવું સંભવિત છે, જરૂર એમ જ છે. ત્યાગને ઇચ્છીએ છીએ; પણ થતો નથી. તે ત્યાગ કદાપિ તમારી ઇચ્છાને અનુસરતો કરીએ, તથાપિ તેટલું પણ હાલ તો બનવું સંભવિત નથી. અભિન્ન બોધમયના પ્રણામ પહોંચે. ૩૩૯ કૃપાળુદેવ આ પત્રમાં સોભાગભાઈને પોતાની પારમાર્થિક મૂંઝવણ વ્યક્ત કરે છે. કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે. શિક્ષામૃત જ્યોતિષની આમ્નાય સંબંધી કેટલીક વિગત લખી તે વાંચી છે. ઘણો ભાગ તેનો જાણવામાં છે. તથાપિ ચિત્ત તેમાં પ્રવેશ કરી શકતું નથી, અને તે વિશેનું વાંચવું, સાંભળવું કદાપિ ચમત્કારિક હોય તો પણ બોજારૂપ લાગે છે. થોડીપણ તેમાં રુચિ રહી નથી. અમને તો માત્ર અપૂર્વ એવા સન્ના જ્ઞાન વિશે જ રુચિ રહે છે. અમને તો માત્ર સત્ એટલે આત્માના જ્ઞાન વિશે જ રુચિ છે. બીજું જે કંઈ કરવામાં આવે છે, કે અનુસરવામાં આવે છે, તે બધું આસપાસનાં બંધનને લઈને કરવામાં આવે છે. હાલ જે કંઈ વ્યવહાર કરીએ છીએ, તેમાં દેહ અને મનને બાહ્ય ઉપયોગ વર્તાવવો પડે છે. આત્મા તેમાં વર્તતો નથી. ક્વચિત્ પૂર્વ કર્માનુસાર વર્તાવું પડે છે તેથી અત્યંત આકુળતા આવી જાય છે. જે કંઈ પૂર્વે નિબંધન કરવામાં આવ્યા છે, તે કર્મો નિવૃત્ત થવા અર્થે, ભોગવી લેવા અર્થે, થોડા કાળમાં ભોગવી લેવાને અર્થે, આ વેપાર નામનું વ્યવહારિક કામ બીજાને અર્થે સેવીએ છીએ. એ પોતાનો સ્વભાવ નથી, સ્વાર્થ નથી તેમ બીજાના મોહને ખાતર (અર્થે) કરીએ છીએ એમ નથી. પણ દેવું છે, એમના પિતાશ્રીનું, માત્ર આ ભવનું જ નહીં, આગલા ભવનું પણ એ પૂરું ક૨વાને અર્થે. For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૮ ૧ હાલ જે કરીએ છીએ તે વેપાર વિશે મને વિચાર આવ્યા કરેલ, અને ત્યાર પછી અનુક્રમે તે કામની શરૂઆત થઈ ત્યારથી તે અત્યાર સુધીમાં કામની દિન પ્રતિદિન કંઈ વૃદ્ધિ થયા કરી છે. અમે આ કામ પ્રેરેલું માટે તે સંબંધી બને તેટલું મજૂરી જેવું કામ પણ કર્યાનું રાખ્યું છે. કામની હવે ઘણી હદ વધી ગયેલી હોવાથી, નિવૃત્ત થવાની અત્યંત બુદ્ધિ થઈ જાય છે. પણ.. ને દોષ બુદ્ધિ આવી જવાનો સંભવ; તે અનંત સંસારનું કારણ... ને થાય સત્પુરુષનો જરાક દોષ જુએ તો આગલા માણસનો સંસાર વધી જાય. એમ જાણી જેમ બને તેમ ચિત્તનું સમાધાન કરી તે મજૂરી જેવું કામ પણ કર્યા જવું એમ હાલ તો ધાર્યું છે. - જ્ઞાનીને બીજા માણસની અનુકંપા કેટલી હોય છે; એ કર્મ ન બાંધે માટે પોતે સહનશીલતાથી વર્તવું. આ કામની પ્રવૃત્તિ કરતી વખતે જેટલી અમારી ઉદાસીન દશા હતી તેથી આજ વિશેષ છે. અને તેથી અમે ઘણું કરીને એમની વૃત્તિને ન અનુસરી શકીએ એવું છે; તથાપિ જેટલું બન્યું છે તેટલું અનુસરણ તો જેમ તેમ ચિત્ત સમાધાન કરી રાખ્યા કર્યું છે. કોઈપણ જીવ પરમાર્થને ઇચ્છે અને વ્યાવહારિક સંગમાં પ્રીતિ રાખે, ને પરમાર્થ પ્રાપ્ત થાય એમ તો કોઈ કાળે બને જ નહીં. આ કામની નિવૃત્તિ પૂર્વકર્મ જોતાં તો હાલ થાય તેવું દેખાતું નથી. આ કામ પછી ત્યાગએવું અમે તો જ્ઞાનમાં જોયું હતું અને હાલ આવું સ્વરૂપ દેખાય છે, એટલી આશ્ચર્યવાર્તા છે. અમારી વૃત્તિને પરમાર્થ આડે અવકાશ નથી, તેમ છતાં ઘણોખરો કાળ આ કામમાં ગાળીએ છીએ; અને તેનું કારણ માત્ર તેમને દોષ બુદ્ધિ ન આવે એટલું જ છે; તથાપિ અમારી વર્તના જ એવી છે, કે જીવ તેનો જો ખ્યાલ ન કરી શકે તો તેટલું કામ કરતાં છતાં પણ દોષ બુદ્ધિ જ રહ્યા કરે. ૩૪૭ કૃપાળુદેવે સોભાગભાઈને લખેલા પત્રમાંથી નીચેના અમૃતવચનો લીધેલા છે. અત્ર ઘણું કરીને આત્મદશાએ સહજ સમાધિ વર્તે છે. બાહ્ય ઉપાધિનો જોગ વિશેષપણે ઉદય પ્રાપ્ત થવાથી તે પ્રકારે વર્તવામાં પણ સ્વસ્થ રહેવું પડે છે. જાણીએ છીએ કે ઘણા કાળે જે પરિણામ પ્રાપ્ત થવાનું છે તે તેથી થોડા કાળે પ્રાપ્ત થવા માટે તે ઉપાધિ જોગ વિશેષપણે વર્તે છે. અમે કે જેનું મન પ્રાયે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત ભયથી, શોકથી, જુગુપ્સાથી, કે શબ્દાદિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે, કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે, તેમ છતાં અમે અને તમે હાલ પ્રત્યક્ષપણે તો વિયોગમાં રહ્યા કરીએ છીએ. એ પણ પૂર્વ નિબંધનનો કોઈ મોટો પ્રબંધ ઉદયમાં હોવાનું સંભાવ્ય કારણ છે. ૩૬૦ જ્યાં પૂર્ણકામપણું છે, ત્યાં સર્વજ્ઞતા છે. પૂર્ણકામપણું કોને કહેવાય ? સંપૂર્ણ-જ્ઞાન-સંપૂર્ણ આનંદ અને સંપૂર્ણ પદાર્થનું પ્રગટપણું એ આત્માનું સંપૂર્ણ કામપણું કહેવાય. એ સત્ ચિત્ અને આનંદમય હોય. સત્ એટલે આત્મા, ચિ એટલે પૂર્ણજ્ઞાન, આનંદમય એટલે આનંદમાં બિરાજતા હોય એટલે પૂર્ણકામપણું હોય, એને ઇન્દ્રનું સુખ મળે તો પણ એનાથી દાઝે. એને ઇચ્છે નહીં. ચક્રવર્તી રાજાની કે મોટા શેઠની સંપત્તિથી તો દાઝે પણ દુન્યવી ઊંચામાં ઊંચું સ્થાન મળે તો પણ એનાથી દુગ્ધ થાય, એ અડે નહીં, કારણ કે પૂર્ણકામતા છે. પૂરેપૂરું સુખ મળ્યું પછી ઊણા સુખની શી જરૂર છે ? જેને બોધબીજની ઉત્પત્તિ હોય છે તેને સ્વરૂપસુખથી કરીને પરિતૃપ્તપણે વર્તે છે, અને વિષય પ્રત્યે અપ્રયત્ન દશ વર્તે છે. જેને બોધીબીજની ઉત્પત્તિ હોય તે પોતાના આત્મામાં જ લીન હોય એ પરિતૃપ્તપણું અનુભવે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં એની દશા અપ્રયત્ન વાળી હોય છે. જે જીવિતવ્યમાં ક્ષણિકપણું છે, તે જીવિતવ્યમાં જ્ઞાનીઓએ નિત્યપણું પ્રાપ્ત કર્યું છે, એ અચરજની વાત છે. આ મનુષ્યભવ આપણને જે મળ્યો છે, એ ક્ષણિક છે. પરંતુ કેટલી મોટી વાત છે કે ક્ષણભંગુર દેહનો સંયોગ મળ્યો હોવા છતાં એનો ઉપયોગ જ્ઞાનીઓએ એવો કર્યો કે નિત્યપણાને પ્રાપ્ત કરી લીધું. અમર થઈ ગયા. અહીં અમર કીર્તિની દૃષ્ટિએ નહીં, પણ જન્મ મરણના ફેરા ટાળી નાખ્યા અને સિદ્ધ ગતિમાં વાસ કર્યો. એ દૃષ્ટિએ અમર થઈ ગયા. ‘એ અચરજની વાત છે.” થાય છે આપણને આશ્ચર્ય ? જો આશ્ચર્ય થતું હોય તો આપણે પહેલામાં પહેલું કામ એ કરીએ. પણ જ્યાં સુધી એ કામ કરતા નથી ત્યાં સુધી આ આશ્ચર્ય જેવી વાત છે. જો જીવને પરિતૃપ્તપણે વર્યા કરતું ન હોય તો અખંડ એવો આત્મબોધ તેને સમજવો નહીં. અખંડ નિત્ય આત્મબોધમાં રહે. જરાય વચમાં ખંડ ન પડે. જો એને પૂર્ણકામતા ન હોય, પરિતૃપ્તપણું ન હોય તો એને એમાં અપૂર્ણતા છે, કચાશ છે એમ સમજવું. For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૩૬૧ ભાવ સમાધિ છે, બાહ્ય ઉપાધિ છે; જે ભાવને ગૌણ કરી શકે એવી સ્થિતિની છે; તથાપિ સમાધિ વર્તે છે. અંદર આત્મામાં સમાધિ છે. બાહ્ય ઉપાધિ છે; પરંતુ આ ઉપાધિથી સમાધિને કાંઈ અસર થતી નથી. ૩૬૨ ૮૩ હૃદયરૂપ શ્રી સુભાગ્ય, નમસ્કાર પહોંચે. અત્ર આત્મતા હોવાથી સમાધિ છે. અમે પૂર્ણકામપણા વિશે લખ્યું હતું, તે એવા આશયથી લખ્યું છે કે જે પ્રમાણે જ્ઞાનનું પ્રકાશવું છે, તે પ્રમાણે શબ્દાદિ વ્યાવહારિક પદાર્થને વિશેથી નિસ્પૃહપણું વર્તે છે; આત્મસુખે કરી પરિતૃપ્તપણું વર્તે છે. અન્ય સુખની જે ઇચ્છા નહીં થવી, તે પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે. જો અન્ય સુખની ઇચ્છા થતી હોય તો ત્યાં પૂર્ણ જ્ઞાન નથી, અધૂરું છે. માટે તેવી પૂર્ણદશા મેળવવી જોઈએ. જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે, એમ જે લખ્યું છે, તે એવા આશયથી લખ્યું છે કે તેને મૃત્યુને માટે નિર્ભયપણું વર્તે છે. કેવું સરસ કહ્યું છે ! અનિત્ય જીવનમાં આંખો ક્યારે મિંચાશે એ ખબર નથી. પણ હવે જન્મ-મરણના ફેરા ટાળી નાખે છે જ્ઞાની. મોતની બીક એને શું હોય ! એને ખબર છે કે મૃત્યુ તો આ શરીરનું થાય છે. જન્મ પણ આ શરીરનો થાય છે. “દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે.” જન્મ, મરણ, રોગ, શોક, દુ:ખ શરીરને છે. જેને એમ હોય તેને પછી અનિત્યપણા વિશે રહ્યા છે, એમ કહીએ નહીં, તો તે વાત સત્ય છે. ખરું આત્મભાન થાય છે તેને, હું અન્યભાવનો અકર્તા છું એવો બોધ ઉત્પન્ન થઈ અહં પ્રત્યયીબુદ્ધિ, તે વિલય પામે છે. એટલે હુંપણું, હુંકાર, મેં કર્યું છે, હું કરું છું તે ભાવ વિલય પામે છે. એવું જે આત્મભાન તે વારંવાર ઉજ્જ્વળપણે વર્ત્યા કરે છે, તથાપિ જેમ ઇચ્છીએ તેમ તો નહીં એમ તો સાધકે માનવું જ જોઈએ, નહીં તો મિથ્યાસંતોષ આવી જાય એટલે પુરુષાર્થ ન કરે. અત્ર સમાધિ છે. સમાધિરૂપ. ᄆ For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૪ 393 હાલ તો અનુક્રમે ઉપાધિયોગ વિશેષ વર્ત્યા કરે છે. વધારે શું લખવું ? વ્યવહારના પ્રસંગમાં ધીરજ રાખવી યોગ્ય છે. એ વાત વિસર્જન નહીં થતી હોય એમ ધારણા રહ્યા કરે છે. અનંતકાળ વ્યવહાર કરવામાં વ્યતીત કર્યો છે, તો તેની જંજાળમાં પરમાર્થ વિસર્જન ન કરાય એમ જ વર્તવું; એવો જેને નિશ્ચય છે, તેને તેમ હોય છે, એમ અમે જાણીએ છીએ. વનને વિશે ઉદાસીનપણે સ્થિત એવા જે યોગીઓ-તીર્થંકરાદિક-તેનું આત્મત્વ સાંભરે છે. ✩ શિક્ષામૃત ૩૬૪ હૃદયરૂપ શ્રી સુભાગ્ય, અત્ર સમાધિ છે. બાહ્યોપાધિ છે. કંઈ જ્ઞાનવાર્તા લખવાનો વ્યવસાય ઓછો રાખ્યો છે, તેને પ્રકાશિત કરશો. કૃપાળુદેવ આ ટૂંકા પત્રમાં સોભાગભાઈને શું લખે છે ? એમ લખે છે કે તમે કેમ કંઈ જ્ઞાનવાર્તા લખતા નથી ? સોભાગભાઈ સાથેની જ્ઞાનવાર્તા માટે કૃપાળુદેવ કેટલા ઉત્સુક હતા તે આ પત્રથી જણાય છે. ૩૬૫ આજે પડ્યું પહોંચ્યું છે. વ્યવસાય વિશેષ રહે છે. ‘પ્રાણ વિનિમય’ નામનું મેસ્મેરીઝમનું પુસ્તક વાંચવામાં આગળ આવી ગયું છે; એમાં જણાવેલી વાત કંઈ મોટી આશ્ચર્યકારક નથી; તથાપિ એમાં કેટલીક વાત અનુભવ કરતાં અનુમાનથી લખી છે. તેમાં કેટલીક અસંભવિતતા છે. જેને આત્મત્વ પ્રત્યે ધ્યેયતા નથી, એને એ વાત ઉપયોગી છે; અમને તો તે પ્રત્યે કંઈ લક્ષ આપી સમજાવવાની ઇચ્છા થતી નથી, અર્થાત્ ચિત્ત એવા વિષયને ઇચ્છતું નથી. અત્ર સમાધિ છે. બાહ્ય પ્રતિબદ્ધતા વર્તે છે. જે પુસ્તક માત્ર અનુમાનથી લખ્યું હોય પરંતુ તેમાં અનુભવની વાત ન હોય તે બીજાને સમજાવવાની કૃપાળુદેવને સહજ રીતે ઇચ્છા થતી નથી : આધ્યાત્મિક વિષયમાં અનુમાન કરતાં અનુભવ ચડિયાતો છે. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૩૭૬ હાલ અત્રે બાહ્ય પ્રવૃત્તિનો જોગ વિશેષપણે રહે છે. જ્ઞાનીનો દેહ ઉપાર્જન કરેલાં એવાં પૂર્વકર્મ નિવૃત્ત કરવા અર્થે અને અન્યની અનુકંપા અર્થે હોય છે. જ્ઞાનીને બે જ કામ હોય છે. પોતાનાં કર્મ જે ઉદયમાં આવે એ સમભાવે આનંદથી ભોગવવાં એટલે નિર્જરી જાય અને નવાં કર્મ બંધાય નહીં એ જોવું અને પરની અનુકંપા. જ્ઞાનીને ‘સ્વ’નું કાંઈ હોય જ નહીં, એટલે સ્વાર્થ ન હોય. ૮૫ જે ભાવે કરી સંસારની ઉત્પત્તિ હોય છે, તે ભાવ જેને વિશેથી નિવૃત્ત થયો છે, એવા જ્ઞાની પણ બાહ્યપ્રવૃત્તિના નિવૃત્તપણાને અને સત્તમાગમના નિવાસપણાને ઇચ્છે છે. તે જોગનું જ્યાં સુધી ઉદયપણું પ્રાપ્ત ન હોય ત્યાં સુધી, અવિષમપણે પ્રાપ્ત સ્થિતિએ વર્તે છે એવા જે જ્ઞાની તેના ચરણારવિંદની ફરી ફરી સ્મૃતિ થઈ આવવાથી પરમ વિશિષ્ટ ભાવે નમસ્કાર કરીએ છીએ. હાલ જે પ્રવૃત્તિજોગમાં રહીએ છીએ તે તો ઘણા પ્રકારનાં પરેચ્છાના કારણથી રહીએ છીએ. આત્મદૃષ્ટિનું અખંડપણું એ પ્રવૃત્તિ જોગથી બાધ નથી પામતું માટે ઉદય આવેલો એવો તે જોગ આરાધીએ છીએ. અમારો પ્રવૃત્તિજોગ જિજ્ઞાસુ પ્રત્યે કલ્યાણ પ્રાપ્ત થવા વિશે વિયોગપણે કોઈ પ્રકારે વર્તે છે. જેને વિશે સત્સ્વરૂપ વર્તે છે, એવા જે જ્ઞાની તેને વિશે લોકસ્પૃહાદિનો ત્યાગ કરી, ભાવે પણ જે આશ્રિતપણે વર્તે છે તે નિકટપણે કલ્યાણને પામે છે. પરેચ્છા એટલે કર્મનો ઉદય, પ્રારબ્ધ. ૩૭૭ યોગ અસંખ જે જિન કહ્યા, ઘટમાંહી રિદ્ધિ દાખી રે; નવપદ તેમજ જાણજો, આતમરામ છે સાખી રે. (શ્રીપાળ રાસ) આત્માને પ્રગટ કરવાના યોગના અસંખ્ય સ્થાનો જિનેશ્વરે કહ્યા છે. પણ આત્માની સિદ્ધિ તો પોતાની અંદર જ પડેલી છે. તે અંતઃવૃત્તિ કરવાથી પ્રાપ્ત થાય તેમ છે. સિદ્ધચક્રનાં નવપદ છે તે પણ રિદ્ધિ સિદ્ધિને પ્રાપ્ત કરાવે તેવાં છે. તે માટે મારો આત્મા સાક્ષી પૂરે છે. અનુભવ થવાથી પોતાનો આત્મા પણ સાક્ષી પૂરશે. \ મોક્ષ તો આ કાળને વિશે પણ પ્રાપ્ત હોય, અથવા પ્રાપ્ત થાય છે. પણ મુક્તપણાનું દાન ૩૭૯ For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત આપનાર એવા પુરુષની પ્રાપ્તિ પરમ દુર્લભ છે; અર્થાત્ મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. અહીંયાં મોક્ષ માર્ગની દુર્લભતા નથી બતાવી પણ મોક્ષ માર્ગનું દાન કરનાર એવા જ્ઞાની મહાત્માઓની દુર્લભતા બતાવી છે. દાતા મળવા મુશ્કેલ છે. મોક્ષ દુર્લભ નથી. ૩૮૫ સૂર્ય ઉદય-અસ્ત રહિત છે, માત્ર લોકોને ચક્ષુ મર્યાદાથી બહાર વર્તે ત્યારે અસ્ત અને ચક્ષુ મર્યાદાને વિશે વર્તે ત્યારે ઉદય એમ ભાસે છે. સૂર્ય ઊગે છે અને આથમે છે, એમ દેખાય છે. પણ એ આથમતોય નથી. અને ઊગતો પણ નથી. સૂર્ય તો હોય જ છે, પરંતુ આપણી દૃષ્ટિ મર્યાદિત છે એટલે તે અમુક સમયે દેખાતી નથી. પણ સૂર્યને વિશે તો ઉદય-અસ્ત નથી. તેમજ જ્ઞાની છે તે, બધા પ્રસંગને વિશે જેમ છે તેમ છે, માત્ર પ્રસંગની મર્યાદા ઉપરાંત લોકોનું જ્ઞાન નથી, એટલે પોતાની જેવી તે પ્રસંગને વિશે દશા થઈ શકે તેવી દશા, જ્ઞાનીને વિશે કહ્યું છે, અને એ કલ્પના જ્ઞાનનું પરમ એવું જે આત્મપણું, પરિતોષપણું, મુક્તપણું તે જીવને જણાવા દેતી નથી, એમ જાણવા યોગ્ય છે. જો કે અમારું ચિત્ત નેત્ર જેવું છે; નેત્રને વિશે બીજા અવયવની પેઠે એક રજકણ પણ સહન થઈ શકે નહીં. બીજા અવયવો રૂપ અન્ય ચિત્ત છે. અમને વર્તે છે એવું જે ચિત્ત તે નેત્રરૂપ છે, તેને વિશે વાણીનું ઊઠવું, સમજાવવું, આ કરવું અથવા આ ન કરવું, એવી વિચારણા કરવી તે માંડ માંડ બને છે. ઘણી ક્રિયા તો શૂન્યપણાની પેઠે વર્તે છે; આવી સ્થિતિ છતાં ઉપાધિજોગ તો બળવાનપણે આરાધીએ છીએ. એ વેદવે વિકટ ઓછું લાગતું નથી, કારણ કે આંખની પાસે જમીનની રેતી ઉપડાવવાનું કાર્ય થવારૂપ થાય છે. તે જેમ દુઃખે-અત્યંત દુઃખે-થવું વિકટ છે, તેમ ચિત્તને ઉપાધિ તે પરિણામરૂપ થવા બરાબર છે. સુગમપણાએ સ્થિત ચિત્ત હોવાથી વેદનાને સમ્યફ પ્રકારે વેદે છે; અખંડ સમાધિપણે વેદે છે. જ્ઞાનીનું પરમ આત્મપણું એટલે પરમાત્મપણું, પરિતોષ એટલે સંપૂર્ણ સંતોષ. ૩૯૧ સ એક પ્રદેશ પણ અસમીપ નથી, તથાપિ તે પ્રાપ્ત થવાને વિશે અનંત અંતરાય-લોક પ્રમાણે પ્રત્યેક એવા રહ્યા છે. જીવને કર્તવ્ય એ છે કે અપ્રમત્તપણે તે “સનું શ્રવણ, મનન, નિદિધ્યાસન કરવાનો અખંડ નિશ્ચય રાખવો. For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી આપણો આત્મા આપણાથી કેટલો છેટો છે ? એક તલ જેટલો પણ છેટો નથી. આપણે જ આત્મા છીએ. એ ‘સત્’નું એટલે તે ભગવાન આત્માનું નિશ્ચયપૂર્વક શ્રવણ કરવું, મનન કરવું, નિદિધ્યાસન કરવું. ૩૯૩ મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજા કામ કરત; તેમ શ્રુતધર્મે રે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત-ધન. (આઠદેષ્ટિ) ઘર સંબંધી બીજાં સમસ્ત કાર્ય કરતાં થકાં પણ જેમ પતિવ્રતા (મહિલા) સ્ત્રીનું મન પોતાના પ્રિય એવા ભરથારને વિશે લીન છે, તેમ સમ્યક્દષ્ટિ એવા જીવનું ચિત્ત સંસારમાં રહી સમસ્ત કાર્ય પ્રસંગે વર્તવું પડે છતાં, જ્ઞાની સંબંધી શ્રવણ કર્યો છે એવો જે ઉપદેશ ધર્મ તેને વિશે લીનપણે વર્તે છે. વિક્ષેપ રહિત એવું જેનું વિચારજ્ઞાન થયું છે એવો ‘જ્ઞાનાક્ષેપકવંત’ આત્મકલ્યાણની ઇચ્છાવાળો પુરુષ હોય તે જ્ઞાનીમુખેથી શ્રવણ થયો છે એવો જે આત્મકલ્યાણરૂપ ધર્મ તેને વિશે નિશ્ચળ પરિણામે મનમાં દૃઢ કરે છે. 62 ઈણવિધ પરખી મન વિસરામી, જિનવર ગુણ જે ગાવે; દીનબંધુની મહે૨ નજરથી, આનંદઘન પદ પાવે. હો મલ્લિજિન સેવક કિમ અવગણીએ (શ્રી આનંદઘનજી) હે. મલ્લિનાથ ! જિનેશ્વર ! અઢાર દોષ રહિત એવા આપને પૂરેપૂરા ઓળખીને પ્રતીત કરીને, મનને શાંત કરીને જે આત્માઓ આપના ગુણાનુવાદ ક૨શે તે આપ-દીનબંધુની કૃપાથી આનંદઘન પદ-મોક્ષપદને પામશે. આ રીતે ભગવાનને ઓળખી, મનને શાંત કરી, ભગવાનના ગુણગ્રામ ક૨શે તો ભગવાનની કૃપાથી- અનુગ્રહથી આનંદઘન પદને પ્રાપ્ત કરશે. ૩૯૫ અનાદિથી જીવને સંસારરૂપ અનંત પરિણતિ પ્રાપ્ત થવાથી અસંસારપણારૂપ કોઈ અંશ પ્રત્યે તેને બોધ નથી. ઘણાં કારણોનો જોગ પ્રાપ્ત થયે તે અંશદષ્ટિ પ્રગટવાનો જોગ પ્રાપ્ત થયો તો તે વિષમ એવી સંસારપરિણતિ આડે તેને તે અવકાશ પ્રાપ્ત થતો નથી; જ્યાં સુધી તે અવકાશ પ્રાપ્ત For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮ ૮ શિક્ષામૃત ન થાય ત્યાં સુધી જીવને સ્વપ્રાપ્તિમાન ઘટતું નથી. જ્યાં સુધી તે પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જીવને કંઈ સુખ કહેવું ઘટતું નથી, દુઃખી કહેવો ઘટે છે, એમ દેખી અત્યંત કરુણા પ્રાપ્ત થઈ છે, જેને એવા આપ્તપુરુષે દુઃખ મટવાનો માર્ગ જામ્યો છે, જે તે કહેતા હતા, કહે છે, ભવિષ્યકાળે કહેશે. તે માર્ગ એ કે જીવનું સ્વાભાવિકપણું પ્રગટ્યું છે જેને વિશે, એવો જ્ઞાની પુરુષ તે જ તે અજ્ઞાનપરિણતિ અને તેથી પ્રાપ્ત થયું છે જે દુઃખ પરિણામ તેથી નિવારી આત્માને સ્વાભાવિકપણે સમજાવી શકવા યોગ્ય છે, કહી શકવાને યોગ્ય છે, અને તે વચન સ્વાભાવિક આત્મા જાણ્યાપૂર્વક હોવાથી તે દુઃખ મટાડી શકવાને બળવાન છે. માટે તે વચન જો કોઈપણ પ્રકારે જીવને શ્રવણ થાય, તે અપૂર્વભાવ રૂપ જાણી તેમાં પરમ પ્રેમ વર્તે, તો તત્કાળ અથવા અમુક અનુક્રમે આત્માનું સ્વાભાવિકપણું પ્રગટ થાય. આપ્તપુરુષ એટલે જેને ભગવાન મળ્યા છે. જેને આત્મસાક્ષાત્કાર થયો છે. જેઓ મોક્ષમાર્ગને માટે, સાધના કરવાને માટે માર્ગદર્શક થશે એવો આપણને વિશ્વાસ છે, એવો પુરુષ તે ઓપ્તપુરુષ. ૩૯૮ જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું તેવા પુરુષનો જોગ આ કાળમાં થાય એમ થયું છે, તથાપિ પરમાર્થ સંબંધી ચિંતા જીવોને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે, એટલે તે પુરુષનું ઓળખાણ થવું અત્યંત વિકટ છે. તેમાં પણ જે ગૃહવાસાદિ પ્રસંગમાં તે પુરુષની સ્થિતિ છે, તે જોઈ જીવને પ્રતીતિ આવવી દુર્લભ છે, અત્યંત દુર્લભ છે, અને કદાપિ પ્રતીતિ આવી તો તેમનો જે પ્રારબ્ધપ્રકાર હાલ વર્તે છે, તે જોઈ નિશ્ચય રહેવો દુર્લભ છે, અને જે પરમાર્થનું મુખ્ય કારણ તે તો તે છે. તે આવી સ્થિતિમાં જોઈ ઉપર જણાવ્યા છે જે કારણો તેને વધારે બળવાનપણે દેખીએ છીએ, અને તે વાત જોઈ ફરી ફરી અનુકંપા ઉત્પન્ન થાય છે. ઈશ્વરેચ્છાથી જે કોઈપણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે, અને તે બીજેથી નહીં પણ અમ થકી એમ પણ અત્ર માનીએ છીએ. તથાપિ જેવી અમારી અનુકંપા સંયુક્ત ઇચ્છા છે, તેવી પરમાર્થ વિચારણા અને પરમાર્થ પ્રાપ્તિ જીવોને થાય તેવો કોઈ પ્રકારે ઓછો જોગ થયો છે, એમ અત્રે માનીએ છીએ. આત્માકાર સ્થિતિ થઈ જવાથી ચિત્ત ઘણું કરીને એક અંશ પણ ઉપાધિજોગ વેદનાને યોગ્ય નથી, તથાપિ તે તો જે પ્રકારે વેદવું પ્રાપ્ત થાય તે જ પ્રકારે વેદવું છે, એટલે તેમાં સમાધિ છે, પરંતુ પરમાર્થ સંબંધી કોઈ કોઈ જીવોને પ્રસંગ પડે છે, તેને તે ઉપાધિ જોગના કારણથી અમારી અનુકંપા પ્રમાણે લાભ મળતો નથી, અને પરમાર્થ સંબંધી કંઈ તમલિખિતાદિ વાર્તા આવે છે, તે પણ ચિત્તમાં માંડ પ્રવેશ થાય છે, કારણ કે તેનો હાલ ઉદય નથી. અને અમારું જીવવું ઉદય પ્રમાણે છે. For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૮૯ જ્યારથી તમે અમને મળ્યા છો, ત્યારથી આ વાર્તા કે જે ઉપર અનુક્રમે લખી છે, તે જણાવવાની ઇચ્છા હતી, પણ તેનો ઉદય તે તે પ્રકારમાં હતો નહીં, એટલે તેમ બન્યું નહીં, હમણાં તે ઉદય જણાવવા યોગ્ય થવાથી સંક્ષેપે જણાવ્યો છે, જે વારંવાર વિચારવાને અર્થે તમને લખ્યો છે. બહુ વિચાર કરી સૂક્ષ્મપણે હૃદયમાં નિર્ધાર રાખવા યોગ્ય પ્રકાર એમાં લેખિત થયેલ છે. તમે અને ગોસલિયા સિવાય આ પત્રની વિગત જાણવા જોગ જીવ હાલ તમારી પાસે નથી, આટલી વાત સ્મરણ રાખવા લખી છે. કૃપાળુદેવે સોભાગભાઈને આ અંગત પત્ર લખ્યો હતો અને ગોસલિયા સિવાય બીજા કોઈને આ પત્ર ન વંચાવવા લખ્યું હતું. ૩૯૯ મુમુક્ષજન સત્સંગમાં હોય તો નિરંતર ઉલ્લાસિત પરિણામમાં રહી આત્મસાધન અલ્પ કાળમાં કરી શકે છે, એ વાર્તા યથાર્થ છે; તેમ જ સત્સંગના અભાવમાં સમપરિણતિ રહેવી એ વિકટ છે; તથાપિ એમ કરવામાં આત્મસાધન રહ્યું હોવાથી ગમે તેવા માઠાં નિમિત્તમાં પણ જે પ્રકારે સમપરિણતિ આવે તે પ્રકારે પ્રવર્તવું એ જ યોગ્ય છે. જ્ઞાનીના આશ્રયમાં નિરંતર વાસ હોય તો સહજ સાધન વડે પણ સમપરિણામ પ્રાપ્ત હોય છે, એમાં તો નિર્વિવાદતા છે, પણ જ્યારે પૂર્વકર્મના નિબંધનથી અનુકૂળ નહીં એવાં નિમિત્તમાં નિવાસ પ્રાપ્ત થયો છે, ત્યારે ગમે તેમ કરીને પણ તેના પ્રત્યે અદ્વેષ પરિણામ રહે એમ પ્રવર્તવું એ જ અમારી વૃત્તિ છે, અને એ જ શિક્ષા છે. અમ જેવા સત્સંગને નિરંતર ભજે છે, તો તે તમને કેમ અભજ્ય હોય? તે જાણીએ છીએ; પણ હાલ તો પૂર્વકર્મને ભજીએ છીએ એટલે તમને બીજો માર્ગ કેમ બતાવીએ? તે તમે વિચારો. સાધકને વિચારણા માટે બહુ જ જરૂરી એવાં વાક્યો અત્રે આ પત્રમાં છે. તે પ્રમાણેનું પ્રવર્તન માર્ગ સહેલો બનાવી દે. ૪૧૮ રવિકે ઉદીત અસ્ત હોત દિન દિન પ્રતિ, અંજુલાકે જલ જ્ય, જીવન ઘટતુ છે; કાલકે ગ્રસત છિન છિન, હોત છીન તન, આરેકે ચલત માનો કાઠસો કટતુ હે; એતે પરિ મૂરખ ન ખોર્જ પરમારથ કૉં, સ્વારથકે હેતુ ભ્રમ ભારત ઠટતુ હે; લગી ફિરે લોગનિસીં, પચ્યોં પરે જોગનિસોં, વિષરસ ભોગનિસોં, નેકુ ન હટતુ છે. ૧ જેર્સે મૃગ મત્ત વૃષાદિત્યની તપતિ માંહી, તૃષાવંત મૃષાજલ કારણ અટતુ છે; તેમેં ભવવાસી માયાહસોં હિત માનિ માનિ, હાનિઠાનિ ભ્રમ શ્રમ નાટક નટતુ છે; For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત આગેક ધુકત ધાઈ પીછે બછરા ચવાઈ, જેસેં નેન હીન નર જેવરી વટતુ હે; તેસં મૂઢ ચેતન સુકૃત કરતૂતિ કરે, રોવત હસત ફલ ખોવત ખટતુ છે. ૨ (બંધદ્વાર સમયસાર નાટક) દરરોજ સવારે સૂર્યનો ઉદય થાય છે અને સાંજે અસ્ત થતો જણાય છે. આમ દિવસો પસાર થઈ રહ્યા છે; હાથની અંજલીમાં રહેલું પાણી જેમ ટીપે ટીપે ઘટતું જાય છે તેમ જ આયુષ્ય પણ ઘટતું જાય છે. કાળ વડે ઘેરાયેલ શરીર ઘસાતું જાય છે, કરવત ચાલવાથી જેમ લાકડું કપાતું જાય છે, તેમ દિવસે દિવસે શરીર ઘસાતું જાય છે; છતાં મૂર્ખ માણસ ! પરમાર્થને શોધતો નથી. અને સાંસારિક સ્વાર્થની પ્રાપ્તિ કરવાની ભ્રાંતિમાં ને ભ્રાંતિમાં અહીં તહીં ભટક્યા કરે છે. એ માટે લોકો સાથે ફરીને તેની સાથે જોડાયેલો રહે છે. મન, વચન, કાયાના જોશમાં જ રચ્યો પચ્યો રહે છે અને પાંચ ઇન્દ્રિયોના વિષયોનો ભોગવટો કરવામાં જ લાગ્યો રહે છે. ત્યાંથી જરા પણ પાછો હટતો નથી. ૧ જેમ હરણ સૂર્યની ગરમીથી તરસ્યુ થયું છે, તેથી તે મૃગજળ જોઈને તેને પીવા માટે દોડે છે. પણ જેમ જેમ દોડતું જાય છે તેમ તેમ પાણી દૂર ને દૂર દેખાય છે, કારણ કે તે સાચું જળ નથી. તેવી જ રીતે જીવ પણ આવી મૃગજળ સમાન વિષયો પાછળ દોડ્યા કરે છે. એટલે કે ભવાભિનંદી, માયામાં મશગુલ થઈને આ જ મારે માટે હિતનું કારણ છે, તેમ માની ઠેક ઠેકાણે તેને મેળવવા માટે દોડાદોડ કરે છે, પુરુષાર્થ કરે છે. જેમ જેમ આંધળો માણસ મુંઝની દોરી વણતો જાય અને પાછળની તરફ ધકેલતો જાય, તેમ તેમ પાછળ ઊભેલો વાછડો તેને ઘાસ સમજી ચાવી જાય છે. તેવી જ રીતે મૂઢ (મૂર્ખ) ચેતન જે કાંઈ સુકૃત કરે છે, પુણ્ય ભેગું કરે છે તેને જીવ હસવાના અને રોવાના ફળરૂપે ખોઈ નાખે છે. મિથ્યાત્વરૂપી વાછડો બધું જ ખાઈ જાય છે. ૪૨૦ किं बहुणा ईह जह जह, रागदोषा लहु विलिजजंति, तह तह पंयट्ठिअव्वं, एसा आणा जिणि दाणम्. (ઉપદેશ-રહસ્ય-ઉપા. યશોવિજયજી) કેટલું કહીએ ? જેમ જેમ આ રાગદ્વેષનો નાશ વિશેષ કરી થાય છે તે પ્રકારે પ્રવર્તવું એ જ આજ્ઞા જિનેશ્વર દેવની છે. For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૪૩૧ ‘આત્મા’ જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત્ ભાસે ત્યારે તેને પરમાર્થ સમ્યક્ત્વ છે, એવો શ્રી તીર્થંકરનો અભિપ્રાય છે. એવું સ્વરૂપ જેને ભાસ્યું છે તેવા પુરુષને વિશે નિષ્કામ શ્રદ્ધા છે જેને, તે પુરુષને બીજરુચિ સમ્યક્ત્વ છે. તેવા પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય, એવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય; એમ જિન કહે છે. અમારો અભિપ્રાય કંઈ પણ દેહ પ્રત્યે હોય તો તે માત્ર એક આત્માર્થે જ છે, અન્ય અર્થે નહીં. બીજા કોઈ પણ પદાર્થ પ્રત્યે અભિપ્રાય હોય તો તે પદાર્થ અર્થે નહીં, પણ આત્માર્થે છે. તે આત્માર્થ તે પદાર્થની પ્રાપ્તિ અપ્રાપ્તિને વિશે હોય એમ અમને લાગતું નથી. ‘આત્માપણું’ એ ધ્વનિ સિવાય બીજો કોઈ ધ્વનિ કોઈપણ પદાર્થના ગ્રહણત્યાગમાં સ્મરણજોગ નથી. અનવકાશ આત્માપણું જાણ્યા વિના, તે સ્થિતિ વિના અન્ય સર્વ કલેશરૂપ છે. આત્મસ્વરૂપમાં સતત લીન રહેવા પર આ પત્રમાં ભાર મૂક્યો છે. ૪૩૮ ‘સમતા, રમતા, ઊરધતા, જ્ઞાયકતા, સુખભાસ; વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.' ૯૧ ૧. પા. ૩૬૬,૩૬૭,૩૬૮ ભગવાન આત્માને ગોતવો છે, તો તેના ગુણ લક્ષણ જાણવા જોઈએ. આત્માને પકડો એટલે આપણું કામ થઈ ગયું. ભવ સાર્થક થયો ગણાય. જેમ સૂર્ય ઊગતોય નથી અને આથમતોય નથી. તેવી જ રીતે આત્મા જન્મતો પણ નથી અને મરતો પણ નથી. આ પત્રમાં આત્માના લક્ષણ કહેવામાં આવ્યા છે. જેઓ ગુણ અને લક્ષણથી બુદ્ધિ વડે આત્માને સમજ્યા છે, એને આત્માનો અનુભવ કરવા માટે આ લક્ષણોનું ચિંતન ધ્યાનમાં કરવું જોઈએ. એમ ચિંતન કરતાં કોઈક દિવસ આત્મા અનુભવમાં આવી જાય. આટલાં બધાં લક્ષણો બતાવ્યાં છે; એમાં એક ગુણ પકડાઈ જાય એટલે અનુભવમાં પરિણમી જાય તો આપણું કામ થઈ જાય. આત્મા પ્રગટ થઈ જાય. પછી બીજા ગુણો એની મેળે પ્રગટ થઈ જાય એવું છે. ૧. સમતા શ્રી તીર્થંકર એમ કહે છે કે આ જગતમાં આ જીવ નામના પદાર્થને ગમે તે પ્રકારે કહ્યો હોય તે પ્રકાર તેની સ્થિતિમાં હો, તેને વિશે અમારું ઉદાસીનપણું છે. જે પ્રકારે નિરાબાધપણે તે જીવ For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત નામનો પદાર્થ અમે જાણ્યો છે, તે પ્રકારે કરી તે પ્રગટ અમે કહ્યો છે. જે લક્ષણે કહ્યો છે, તે સર્વ પ્રકારના બાધે કરી રહિત એવો કહ્યો છે. અમે તે આત્મા એવો જાણ્યો છે, જોયો છે, સ્પષ્ટ અનુભવ્યો છે, પ્રગટ તે જ આત્મા છીએ. તે આત્મા “સમતા' નામને લક્ષણે યુક્ત છે. વર્તમાન સમયે જે અસંખ્ય પ્રદેશાત્મક ચૈતન્યસ્થિતિ તે આત્માની છે તે, તે પહેલાંના એક, બે, ત્રણ, ચાર, દશ, સંખ્યાત, અસંખ્યાત, અનંત સમયે હતી, વર્તમાને છે, હવે પછીના કાળને વિશે પણ તે જ પ્રકારે તેની સ્થિતિ છે. કોઈ પણ કાળે તેનું અસંખ્યાત પ્રદેશાત્મકપણું, ચૈતન્યપણું, અરૂપીપણું, એ આદિ સમસ્ત સ્વભાવ તે છૂટવા ઘટતા નથી; એવું જ સમપણું, સમતા તે જેનામાં લક્ષણ છે તે જીવ છે. (સમતા એટલે સુખ-દુઃખમાં સમતા એવો અર્થ અહીં લેવાનો નથી. અહીં વિશિષ્ટ અર્થ સમજાવ્યો છે. તેને લક્ષમાં લેવાનો છે. આ આત્માના લક્ષણોનું ચિંતન આત્મા પ્રગટ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. તે કરવાથી આત્મા સમાધિને પ્રાપ્ત કરે છે. જે પદાર્થમાં આવો સમપણારૂપસમતારૂપ લક્ષણ છે તે આત્મા છે.) ૨. રમણીયપણું – રમતા પશુ, પક્ષી, મનુષ્યાદિ દેહને વિશે, વૃક્ષાદિને વિશે જે કંઈ રમણીયપણું જણાય છે, અથવા જેના વડે તે સર્વ પ્રગટ સ્કૂર્તિવાળાં જણાય છે, પ્રગટ સુંદરપણા સમેત લાગે છે, તે રમતા, રમણીયપણું છે લક્ષણ જેનું તે જીવ નામનો પદાર્થ છે. જેના વિદ્યમાનપણા વિના આખું જગત શૂન્યવત્ સંભવે છે, એવું રમ્યપણું જેને વિશે છે, તે લક્ષણ જેને વિશે ઘટે તે જીવ છે. (પુષ્પો, વૃક્ષો, પક્ષીઓ, પ્રાણીઓ, બાળકોમાં, સ્ત્રી-પુરુષમાં રમ્યપણું જણાય છે તે રમતા નામના લક્ષણને કારણે છે.) ૩. ઊર્ધ્વતાધર્મ કોઈ પણ જાણનાર ક્યારે પણ કોઈ પણ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે, અને કોઈ પણ પદાર્થનું ગ્રહણ, ત્યાગાદિ કે ઉદાસીન જ્ઞાન થવામાં પોતે જ કારણ છે. બીજા પદાર્થના અંગીકારમાં, તેના અલ્પ માત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય, તો જ થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે. તેને ગૌણ કરીને એટલે તેના વિના કોઈ કંઈ પણ જાણવા ઇચ્છે તો તે બનવા યોગ્ય નથી, માત્ર તે જ મુખ્ય હોય તો જ બીજું કંઈ જાણી શકાય એવો એ પ્રગટ “ઊર્ધ્વતાધિર્મ” તે જેને વિશે છે, તે પદાર્થને શ્રી તીર્થકર જીવ કહે છે. ઉરધતા લક્ષણ - પહેલાં આપણે અને પછી બીજું બધું, ઉરધતા લક્ષણ વડે જ આત્મા કાંઈ પણ કરી શકે છે, જોઈ શકે છે, ઓળખી શકે છે. તે પ્રથમ હોય તો જ કાંઈ પણ થઈ શકે, નહિતર નહીં. For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૪. જ્ઞાયકતા પ્રગટ એવા જડ પદાર્થો અને જીવ, તે જે કારણે કરી ભિન્ન પડે છે, તે લક્ષણ જીવનો જ્ઞાયકપણા નામનો ગુણ છે. કોઈ પણ સમયે જ્ઞાયકરહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં, અને તે જીવ નામના પદાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિશે જ્ઞાયકપણું સંભવી શકે નહીં, એવું જે અત્યંત અનુભવનું કારણ જ્ઞાયકતા તે લક્ષણ જેમાં છે તે પદાર્થને તીર્થંકરે જીવ કહ્યો છે. ૯૩ ૫. સુખભાસ શબ્દાદિ પાંચ વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગ સંબંધી જે સ્થિતિમાં સુખ સંભવે છે તે ભિન્ન ભિન્ન કરી જોતાં માત્ર છેવટે તે સર્વને વિશે સુખનું કારણ એક જ એવો એ જીવ પદાર્થ સંભવે છે, તે સુખભાસ નામનું લક્ષણ, માટે તીર્થંકરે જીવનું કહ્યું છે; અને વ્યવહાર દૃષ્ટાંતે નિદ્રાથી તે પ્રગટ જણાય છે. જે નિદ્રાને વિશે બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે, ત્યાં પણ હું સુખી છું એવું જે જ્ઞાન છે, તે બાકી વધ્યો એવો જે જીવ પદાર્થ તેનું છે; બીજું કોઈ ત્યાં વિદ્યમાન નથી, અને સુખનું ભાસવાપણું તો અત્યંત સ્પષ્ટ છે; તે જેનેથી ભાસે છે તે જીવ નામના પદાર્થ સિવાય બીજે ક્યાંય લક્ષણ જોયું નથી. ૬. વેદકતા આ મોળું છે, આ મીઠું છે, આ ખાટું છે, આ ખારું છે, હું આ સ્થિતિમાં છું, ટાઢે ઠરું છું, તાપ પડે છે, દુઃખી છું, દુઃખ અનુભવું છું, એવું જે સ્પષ્ટ જ્ઞાન, વેદનજ્ઞાન, અનુભવજ્ઞાન, અનુભવપણું તે જો કોઈમાં પણ હોય તો તે આ જીવ પદને વિશે છે, અથવા તે જેનું લક્ષણ હોય છે તે પદાર્થ જીવ હોય છે, એ જ તીર્થંકરાદિનો અનુભવ છે. શરીરને તાવ આવ્યો, ગરમ લાગ્યું, બરફ મૂક્યો, ઠંડું લાગ્યું એ વેદકતા લક્ષણ આત્માનું છે. ૭. ચૈતન્યતા સ્પષ્ટ પ્રકાશપણું, અનંત અનંત કોટી તેજસ્વી દીપક, મણિ, ચંદ્ર, સૂર્યાદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી, અર્થાત્ તે સર્વ પોતે પોતાને જણાવા અથવા જાણવા યોગ્ય નથી. જે પદાર્થના પ્રકાશને વિશે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે, તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે. અર્થાત્ તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન, અચળ એવું નિરાબાધ પ્રકાશ્યમાન ચૈતન્ય, તે જીવનું તે જીવપ્રત્યે ઉપયોગ વાળતાં પ્રગટ દેખાય છે. એ જે લક્ષણો કહ્યાં તે ફરી ફરી વિચારી જીવ નિરાબાધપણે જાણ્યો જાય છે, જે જાણવાથી જીવ જાણ્યો છે તે લક્ષણો એ પ્રકારે તીર્થંકરાદિએ કહ્યાં છે. For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત જીવને પકડવો છે. એ મુખ્ય કામ છે. આમાં પૂરી સમજણ આપી છે. છ પદનો પત્ર અને આ લક્ષણોને ધ્યાનમાં લેતાં તેના ઉપર ચિંતન, મનન, રટણ કરીએ તો આત્મા પકડાશે. એ પકડાય તો જન્મ કૃતકૃત્ય થયો ગણાય. એમાંના કોઈક લક્ષણને કે ગુણને ધ્યાનમાં રહીને સિદ્ધ કરવા પ્રયત્ન કરી આત્માનો અનુભવ કરજો. ૪૪૨ ધાર તરવારની સોહલી દોહલી ચોદમા જિનતણી ચરણસેવા; ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા. (શ્રી આનંદઘન - અનંત જિનસ્તવન) તરવારની ધાર પર નાચવું એ સહેલું છે, પણ ચૌદમા તીર્થંકર શ્રી અનંતનાથ સ્વામીની સેવા કરવી બહુ દુષ્કર છે, કઠિન છે. નટ કે બાજીગર તરવારની ધાર પર નાચતાં જોવામાં આવે છે. પણ પ્રભુની સેવાની ધાર પર ચાલવું તે તો તેનાથી વધારે મુશ્કેલ છે. કઠિન છે. શ્રી આનંદઘનજીએ સ્તવનમાં સંપૂર્ણ મોક્ષમાર્ગ આપી દીધો છે. નવ તત્ત્વની પૂરી સમજણ આપી છે. ચિત્તની ચૈતન્યમય દશા કરવી છે અને બાહ્યમાં પૂર્વ ઉદયથી તીવ્ર ઉપાધિ યોગ છે. એક તરફ આત્મામાં લીન થવું અને બીજી તરફ ગૃહસ્થાશ્રમનો વહેવાર કરવો તે તરવારની ધાર ઉપર ચાલવા કરતાં પણ દુષ્કર છે. એમ કરીશું તો આગળ વધીશું. આ સમજાવવા નટનો દાખલો આપેલો છે. ૪૫૦ જીવ તું શીદ શોચના ધરે ? કૃષ્ણને કરવું હોય તે કરે? ચિત્ત તું શીદ શોચના ધરે? કૃષ્ણને કરવું હોય તે કરે. (કવિ દયારામ) | હે જીવ ! તું શા માટે વિચાર કરે છે ? ખોટી ખતવણી કર્યા કરે છે. પોતાના દોષને કારણે જ દુઃખ આવે છે, તેનો વિચાર ન કર. ઉદયમાં જે હશે તે થયા કરશે. હે મન ! તું શું શોચે છે ? પ્રારબ્ધ પ્રમાણે થયા કરશે. ભગવાનને જે કરવું હોય તે ભલે કર્યા કરે તું શા માટે વિચાર કરે છે ? ૪૬૬ ૧. જેની પાસે ધર્મ માંગવો, તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી એ વાચને સ્થિર ચિત્તથી વિચારવું. For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૯૫ જેની પાસેથી ધર્મ માંગવો એનામાં ધર્મ પ્રગટ થયો છે કે કેમ ? એની પૂર્ણ ચોક્સી કરવી. જેમ તેમ નહીં, ચાલતા પગલે નહીં, સ્થિર ચિત્તે આ વાક્ય વિચારવું. ૨. જેની પાસેથી ધર્મ માગવો તેવા પૂર્ણજ્ઞાનીનું ઓળખાણ જીવને થયું હોય ત્યારે તેવા જ્ઞાનીઓનો સત્સંગ કરવો અને સત્સંગ થાય તે પૂર્ણ પુણ્યોદય સમજવો. તે સત્સંગમાં તેવા પરમજ્ઞાનીએ ઉપદેશેલો શિક્ષાબોધ ગ્રહણ કરવો એટલે જેથી કદાગ્રહ, મતમતાંતર, વિશ્વાસઘાત અને અસત્ વચન એ આદિનો તિરસ્કાર થાય; અર્થાત્ તેને ગ્રહણ કરવા નહીં. મતનો આગ્રહ મૂકી દેવો. આત્માનો ધર્મ આત્મામાં છે. આત્મત્વ પ્રાપ્ત પુરુષનો બોધેલો ધર્મ આત્મતામાર્ગરૂપ હોય છે. બાકીના માર્ગના મતમાં પડવું નહીં. ૩. આટલું થતાં છતાં જો જીવથી સત્સંગ થયા પછી કદાગ્રહ, મતમતાંતરાદિ દોષ ન મૂકી શકાતો હોય તો પછી તેણે છૂટવાની આશા કરવી નહીં. - પ. પૂર્વે થઈ ગયેલા અનંતજ્ઞાનીઓ જો કે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવનો દોષ જાય નહીં; એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં, પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી શકે. જેમ દૂરના ક્ષીર સમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીનો કળશો અત્રે હોય તો તેથી તૃષા છીપે. એક તો પ્રત્યક્ષ' લખ્યું અને પાછું ‘બિરાજમાન' લખ્યું તે જ દોષને જણાવી શકે. આખો ક્ષીર સમુદ્ર ભર્યો છે પણ તે છેટો છે, એથી અહીં રહ્યું તરસ છીપે ? ન છીએ. ‘પણ એક મીઠા પાણીનો કળશ્યો અત્રે હોય તો તેથી તૃષા છીએ.” ૬. જીવ પોતાની કલ્પનાથી કહ્યું કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાનીપુરુષના લક્ષમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે, માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા. પરમ સત્સંગ કોને કહેવાય ? જ્ઞાનીના સમીપમાં રહેવું. આશ્રમમાં રહેવું. ૭. જીવે મુખ્યમાં મુખ્ય આ વાત વિશેષ ધ્યાન આપવા જેવી છે, કે સત્સંગ થયો હોય તો, સત્સંગમાં સાંભળેલ શિક્ષાબોધ પરિણામ પામી, સહેજે જીવમાં ઉત્પન્ન થયેલ કદાગ્રહાદિ દોષો તો છૂટી જવા જોઈએ, કે જેથી સત્સંગનું અવર્ણવાદપણું બોલવાનો પ્રસંગ બીજા જીવોને આવે નહીં. ઘણા સત્સંગ કરવા જતા હોય અને બે ચાર વરસ થયાં અને સ્વભાવમાં ફેર ન પડે તો ? તો સત્સંગનો અવર્ણવાદ બોલાય કે ભાઈ પાંચ વરસ થયા જાય છે પણ કાંઈ ફેર પડ્યો નહીં એટલે ત્યાં શું હશે ? કાંઈ નહીં હોય એમ માની લે. ૭. જ્ઞાની પુરુષે કહેવું બાકી નથી રાખ્યું પણ જીવે કરવું બાકી રાખ્યું છે. For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત ૪૭૧ આત્માને સમાધિ થવા માટે, આત્મસ્વરૂપમાં સ્થિતિ માટે સુધારસ કે જે મુખને વિશે વરસે છે, તે એક અપૂર્વ આધાર છે; માટે કોઈ રીતે તેને બીજજ્ઞાન કહો તો હરકત નથી; માત્ર એટલો ભેદ છે કે તે જ્ઞાન જ્ઞાનીપુરુષ કે જે તેથી આગળ છે, આત્મા છે, એમ જાણનાર હોવા જોઈએ. બધાને સમજાશે કે આમાં ગુરૂગમની અનિવાર્યતા વિશે સ્પષ્ટ લખ્યું છે. ૪૭૨ પત્રાંક ૪૭૧ના જવાબમાં સોભાગભાઈએ કૃપાળુદેવને ઠપકો લખ્યો કે અરે ! આ તમે શું કર્યું ? ઉઘાડું પોસ્ટ કાર્ડમાં તમે લખ્યું ? એનો જવાબ કૃપાળુદેવ પત્રાંક ૪૭રમાં આપે છે. ઘણી સમજવા જેવો આ પત્ર છે. ખુલ્લા કાગળમાં સુધારસ પરત્વે પ્રાયે સ્પષ્ટ લખ્યું હતું, તે ચાહીને લખ્યું હતું. એમ લખવાથી વિપરિણામ આવવાનું છે નહીં, એમ જાણીને લખ્યું હતું. જ્ઞાનીને કાંઈ કહેવાય છે ? બીજા હોય તો કહી દઈએ. કંઈ કંઈ તે વાતના ચર્ચક જીવને જો તે વાત વાંચવામાં આવે તો કેવળ તેથી નિર્ધાર થઈ જાય એમ બને નહીં, પણ એમ બને કે જે પુરુષે આ વાક્યો લખ્યાં છે, તે પુરુષ કોઈ અપૂર્વ માર્ગના જ્ઞાતા છે, અને આ વાતનું નિરાકરણ તે પ્રત્યેથી થવાનો મુખ્ય સંભવ છે, એમ જાણી તેની પ્રત્યે કંઈ પણ ભાવના થાય. સપુરુષની વાણી સ્પષ્ટપણે લખાઈ હોય તો પણ તેનો પરમાર્થ પુરુષનો સત્સંગ જેને આજ્ઞાંકિતપણે થયો નથી તેને સમજાવો દુર્લભ થાય છે, એમ તે વાંચનારને સ્પષ્ટ જાણવાનું ક્યારેય પણ કારણ થાય. જોકે અમે તો અતિ સ્પષ્ટ લખ્યું નહોતું તો પણ તેમને એવો કંઈ સંભવ થાય છે; તેમને એટલે ડુંગરભાઈ ગોસળીયાને એના નામે સોભાગભાઈ લખે છે કે ડુંગરભાઈ આમ કહેતા હતા. પણ અમે તો એમ ધારીએ છીએ કે અતિ સ્પષ્ટ લખ્યું હોય, તો પણ ઘણું કરી સમજાતું નથી અથવા વિપરીત સમજાય છે, અને પરિણામે પાછો તેને વિક્ષેપ ઉત્પન્ન થઈ સન્માર્ગને વિશે ભાવના થવાનો સંભવ થાય છે. એ પત્તામાં અમે ઇચ્છાપૂર્વક સ્પષ્ટ લખ્યું હતું. સહેજ સ્વભાવે પણ ન ધારેલું ઘણું કરી પરમાર્થ પરત્વે લખાતું નથી, અથવા બોલાતું નથી, કે જે અપરમાર્થરૂપ પરિણામને પામે. For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી બીજો અમારો આશય તે જ્ઞાન વિશે લખવાનો વિશેષપણે અત્ર લખ્યો છે. આ સમજવા જેવું છે. આના ચાર પ્રકાર છે. ૧. જે જ્ઞાની પુરુષે સ્પષ્ટ એવો આત્મા કોઈ અપૂર્વ લક્ષણે, ગુણે અને વેદનપણે અનુભવ્યો છે, અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે. જાણ્યો છે એમ ન લખ્યું, પણ અનુભવ્યો છે એમ લખ્યું છે. એટલે કે આત્મસાક્ષાત્કાર થયો છે. તે જ્ઞાની પુરુષે જો તે સુધારસ સબંધી જ્ઞાન આપ્યું હોય તો તેનું પરિણામ પરમાર્થ-પરમાર્થ સ્વરૂપ છે. ૨. અને જે પુરુષ તે સુધારસને જ આત્મા જાણે છે, તેનાથી તે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય તો તે વ્યવહાર-પરમાર્થ સ્વરૂપ છે. હિંદુ ધર્મમાં લગભગ આ પ્રમાણે હોય છે. આ જ્ઞાન મળે એટલે તેઓ એમ માને કે અમે મુક્ત થઈ ગયા. ૩. તે જ્ઞાન કદાપિ પરમાર્થ-પરમાર્થસ્વરૂપ એવા જ્ઞાનીએ ન આપ્યું હોય, પણ તે જ્ઞાની પુરુષે સન્માર્ગ સન્મુખ આકર્ષે એવો જે જીવને ઉપદેશ કર્યો હોય તે જીવને રુચ્યો હોય તેનું જ્ઞાન તે પરમાર્થ-વ્યવહારસ્વરૂપ છે. ૪. અને તે સિવાય શાસ્ત્રાદિ જાણનાર સામાન્ય પ્રકારે માર્ગાનુસારી જેવી ઉપદેશવાત કરે, તે શ્રદ્ધાય, તે વ્યવહાર-વ્યવહારસ્વરૂપ છે. સુગમપણે સમજવા એમ ચાર પ્રકાર (ભાંગા) થાય છે. પરમાર્થ-પરમાર્થસ્વરૂપ એ નિકટ મોક્ષનો ઉપાય છે. અહીં શું કહ્યું? નિકટ એટલે નજીક એ સીધો ચાલ્યો જાય ક્યાંય અટક્યા વગર (પ્રથમ ભાંગો). પરમાર્થ વ્યવહાર સ્વરૂપ એ અનંતર પરંપર સંબંધે મોક્ષનો ઉપાય છે. (ત્રીજો ભાંગો). વ્યવહાર-પરમાર્થ સ્વરૂપ એ ઘણા કાળે કોઈ પ્રકારે પણ મોક્ષનાં સાધનના કારણભૂત થવાનો ઉપાય છે. (બીજો ભાંગો). વ્યવહાર વ્યવહારસ્વરૂપનું ફળ આત્મપ્રત્યયી નથી સંભવતું. (ચોથો ભાંગો). આ વાત હજી કોઈ પ્રસંગે વિશેષપણે લખીશું એટલે સમજાશે; પણ આટલી સંક્ષેપતાથી વિશેષ ન સમજાય તો મુંઝાશો નહીં. લક્ષણથી, ગુણથી, અને વેદનથી જેણે આત્મસ્વરૂપ જાણ્યું નથી, એવા મુમુક્ષુને જ્ઞાની પુરુષે બતાવેલું જો આ જ્ઞાન હોય તો તેને અનુક્રમે લક્ષણાદિનો બોધ સુગમપણે થાય છે. મુખરસ અને તેનું ઉત્પત્તિ ક્ષેત્ર એ કોઈ અપૂર્વ કારણરૂપ છે એમ તમે નિશ્ચયપણે નિર્ધારજો. જ્ઞાની પુરુષનો તે પછીનો માર્ગ તે ન દુભાય એવો તમને પ્રસંગ થયો છે, તેથી તેવો નિશ્ચય રાખવા જણાવ્યું છે. તે પછીનો માર્ગ જો દુભાતો હોય અને તેને વિશે કોઈને અપૂર્વ કારણરૂપે નિશ્ચય થયો હોય તો તે કોઈ પ્રકારે પાછો નિશ્ચય ફેરવ્યે જ ઉપાયરૂપ થાય છે, એવો અમારા આત્મામાં લક્ષ રહે છે. For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શિક્ષામૃત એક અજ્ઞાનપણે પવનની સ્થિરતા કરે છે, પણ શ્વાસોચ્છવાસ રોધનથી (પૂરક, કુંભક અને રેચક રૂપ પ્રાણાયામ રૂપી ક્રિયાથી) તેને કલ્યાણનો હેતુ થતો નથી, અને એક જ્ઞાનીની આજ્ઞાપૂર્વક શ્વાસોચ્છવાસનો રોધ કરે છે, તો તેને તે કારણથી જે સ્થિરતા આવે છે, તે આત્મા પ્રગટવાનો હેતુ થાય છે. શ્વાસોચ્છવાસની સ્થિરતા થવી એ એક પ્રકારે ઘણી કઠણે વાત છે. તેનો સુગમ ઉપાય મુખરસ એકતાર કરવાથી થાય છે, માટે તે વિશેષ સ્થિરતાનું સાધન છે; પણ તે સુધારસ-સ્થિરતા અજ્ઞાનપણે ફળીભૂત થતી નથી; એટલે કલ્યાણરૂપ થતી નથી, તેમ તે બીજજ્ઞાનનું ધ્યાન પણ અજ્ઞાનપણે કલ્યાણરૂ૫ થતું નથી, એટલો વિશેષ નિશ્ચય અમને ભાસ્યા કરે છે. જેણે વેદનપણે આત્મા જાણ્યો છે તે જ્ઞાની પુરુષની આજ્ઞાએ તે કલ્યાણ રૂપ થાય છે, અને આત્મા પ્રગટવાનો અત્યંત સુગમ ઉપાય થાય છે. એક બીજી અપૂર્વ વાત પણ આ સ્થળે લખવાનું સૂઝે છે. આત્મા છે તે ચંદન વૃક્ષ છે. તેની સમીપે જે જે વસ્તુઓ વિશેષપણે રહી હોય તે તે વસ્તુ તેની સુગંધનો (!) વિશેષ બોધ કરે છે. જે વૃક્ષ ચંદનથી વિશેષ સમીપ હોય તે વૃક્ષમાં ચંદનની ગંધ વિશેષપણે ફુરે છે. જેમ જેમ આઘેનાં વૃક્ષો હોય તેમ તેમ સુગંધ મંદપરિણામને ભજે છે; અને અમુક મર્યાદા પછી અસુગંધરૂપ વૃક્ષોનું વન આવે છે, અર્થાત્ ચંદન પછી તે સુગંધપરિણામ કરતું નથી. તેમ આ આત્મા વિભાવ પરિણામને ભજે છે, ત્યાં સુધી ચંદનવૃક્ષ કહીએ છીએ અને સૌથી તેને અમુક અમુક સૂક્ષ્મ વસ્તુનો સંબંધ છે, તેમાં તેની છાયા (!) રૂ૫ સુગંધ વિશેષ પડે છે; જેનું ધ્યાન જ્ઞાનીની આજ્ઞાએ થવાથી આત્મા પ્રગટે છે. જંગલ છે એમ માની લ્યો. એમાં ચંદનવૃક્ષ છે. હવે આપણે અજાણ્યા છીએ, પણ કોઈ એમ કહે કે આ કેડીએ ચાલ્યા જાઓ પછી આવશે. પછી એ ચંદનવૃક્ષ આટલામાં છે એમ કોઈ જાણનાર કહે. તો આપણે જઈએ છીએ. હજી ચંદનવૃક્ષ આવ્યું નથી. પણ બીજા ઝાડ છે એમાં ચંદનવૃક્ષની સુવાસ સુગંધ આવે છે ત્યારે આપણને ઉલ્લાસ થાય કે આટલામાં ક્યાંક ચંદનવૃક્ષ હોવું જોઈએ. એમ આ વિભાવિકઆત્મા જ્યાં સુધી વિભાવ પરિણામને ભજે છે, ત્યાં સુધી એને ચંદનવૃક્ષ કહીએ છીએ, એમ કૃપાળુદેવ કહે છે. આપણે આત્માને શોધવા નીકળ્યા છીએ. જો જ્ઞાનીની આજ્ઞાએ ધ્યાન થાય તો આત્મા પ્રગટ થાય. આત્માનાં દર્શન થાય, ભગવાન આત્માનાં દર્શન થાય. અનુભવ થાય. પવન કરતાં પણ સુધારસ છે તેમાં આત્મા વિશેષ સમીપપણે વર્તે છે. આત્મા, જે આ ઋષિ મુનિઓ પ્રાણાયામ કરે છે એના કરતાં પણ સુધારસ અડીને જ છે. એ કરતાં કરતાં જરાક આમ થાય એટલે આત્મા પ્રગટ થઈ જાય. For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૯૯ શ્રી વચનામૃતજી માટે તે આત્માની વિશેષ છાયા-સુગંધનો ધ્યાન કરવા યોગ્ય ઉપાય છે. આ પણ વિશેષપણે સમજવા યોગ્ય છે. પ્રણામ પહોંચે. આત્માને પ્રગટ કરવાનો આનાથી બળવાન ઉપાય કોઈ નથી. કૃપાળુદેવે આ પત્ર કોને લખ્યો છે ? સોભાગભાઈને છેલ્લે આ ન લખ્યું હોત તો કેવી રીતે સમજાય કે આ પત્રના નિમિત્તે સોભાગભાઈ છે ! ૪૭૪ આતમભાવના ભાવતાં, જીવ લઈ કેવળજ્ઞાન રે. ૪૮૬ ૧. ૫માં મ્મમાég, ગપ્પમાં તદાવર | तब्भावंदेसओवावि, बालं पंडियमेव वा ।। (સૂ. ૧, મૃ. ૮, અ.૩જી ગાથા) પ્રમાદને તીર્થંકરદેવ કર્મ કહે છે, અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મસ્વરૂપ કહે છે તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનનું સ્વરૂપ કહ્યું છે. २. जेस्सिं कुलं समुप्पने, जे हिंवा संवसे नरे । ममाई लुप्पई बाले, अण्णे अण्णेहि मुच्छिए ।। " (સૂ. કુ. ૧, મૃ. ૧, અ.૪થી ગાથા) જે કુળને વિશે જન્મ થયો છે, અને જેના સહવાસમાં જીવ વસ્યો છે, ત્યાં અજ્ઞાની એવો આ જીવ તે મમતા કરે છે. અને તેમાં નિમગ્ન રહ્યા કરે છે. ३. जे य बुद्धा अतिककंता, जे य बुद्धा अणागया । संति तेसिं पईठाणं, भूयाणं जगती जहा ।। | (સૂ. કૃ. ૧, મુ. આ ૩૬મી ગાથા) જે જ્ઞાની પુરુષો ભૂતકાળને વિશે થઈ ગયા છે, અને જે જ્ઞાની પુરુષો ભાવિકાળને વિશે થશે, તે સર્વ પુરુષોએ “શાંતિ' (બધા વિભાવ પરિણામથી થાકવું, નિવૃત્ત થવું તે) ને સર્વધર્મનો આધાર For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શિક્ષામૃત કહ્યો છે. જેમ ભૂતમાત્રને પૃથ્વી આધારભૂત છે, અર્થાત્ પ્રાણીમાત્ર પૃથ્વીના આધારથી સ્થિતિવાળા છે, તેનો આધાર પ્રથમ તેમને હોવો યોગ્ય છે, તેમ સર્વ પ્રકારના કલ્યાણનો આધાર, પૃથ્વીની પેઠે શાંતિ'ને જ્ઞાનીપુરુષે કહ્યો છે. અહીં શાંતિની જે વાત કહી છે તે આપણા મનની શાંતિ, આત્મસ્વરૂપની શાંતિની વાત છે જે આત્મસ્વરૂપ પ્રગટતાં થાય છે. ૪૧ संबुजझहा जंतवो माणुसतं, दटुं भयं बालिसेणं अलंभो, एगंत दुःखे जरिए व लोए, सक्कम्माण विप्परियासुवेई. (સૂયગડાંગ અ-૭ ગા.૧૧) હે જીવો ! તમે બુઝો, સમ્યપ્રકારે બુઝો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, અને ચારે ગતિને વિશે ભય છે, એમ જાણો. અજ્ઞાનથી સર્વિવેક પામવો દુર્લભ છે, એમ સમજો. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે, એમ જાણો. અને “સર્વ જીવ પોત પોતાનાં કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે, તેનો વિચાર કરો. આ પત્રમાં મોક્ષ માટેનો ક્રમ દર્શાવ્યો છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય તે પુરુષે આત્માને ગજવો, એટલે જન્મ મરણથી મુક્ત થવું હોય તેણે આત્માની શોધમાં નીકળવું. અને આત્મા ગવેષવો હોય તેણે યમનિયમાદિક સર્વ સાધનનો આગ્રહ અપધાન કરી, સત્સંગને ગવેષવો, તેમજ ઉપાસવો. આત્માની શોધ કેવી રીતે કરવી ? વ્રત, નિયમ વગેરે કરવામાં પણ એનો આગ્રહ અપ્રધાન કરીને, એણે સત્સંગની શોધમાં જવું. ક્યાં આવો સત્સંગ મળે કે જેથી આત્મા પ્રગટ થાય. સત્સંગને શોધી સત્સંગની ઉપાસના કરવી. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વશક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. સંસારને ઉપાસવાનો ભાવ સર્વથા ત્યાગવો. પોતે ગમે તેટલા હોશિયાર હોય તો પણ પોતે જાણ્યું હોય એ બધું છોડી દેવું અને જે આજ્ઞાઓ થાય એનું આરાધન કરવું. તીર્થકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧૦૧ સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. એનાં સર્વ કર્મ બળી જાય છે અને એ મોક્ષનો અધિકારી થાય છે. ૪૯૩ છ પદનો પત્ર આ છ પદનો પત્ર આપણે રોજ બોલીએ છીએ. સારું લાગે છે. પણ આ શું કહેવા માગે છે ? રોજ આપણે માળાની જેમ બોલીએ, પરંતુ ન સમજીએ તો ? કૃપાળુદેવ પોતે કહે છે કે જો આ પત્ર યથાર્થ સમજો તો તમને આત્મા પ્રગટ થાય. અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. પહેલાં તો કૃપાળુદેવ એમ કહે છે કે, “અનન્ય શરણના આપનાર એવા સદ્ગુરુને ભક્તિ ભાવથી નમસ્કાર કરું છું.” આટલા ભવમાં આવું શરણ કોઈ દિવસ આપણને મળ્યું નથી. જો એ શરણ મળ્યું હોત તો આપણે અત્યાર સુધી જન્મ મરણના ફેરામાં હોત નહીં. આવા શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર, માત્ર ભક્તિથી નહીં પણ અત્યંત ભક્તિથી નમસ્કાર' એમ લખી પત્ર શરૂ કર્યો છે. શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યા છે તે છ પદને સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે. જે જ્ઞાની પુરુષો થઈ ગયા, જેણે પોતાનો ભગવાન આત્મા પ્રગટ કર્યો છે, જેમને આત્માનો સાક્ષાત્કાર થયો છે. એવા જ્ઞાની પુરુષોએ આપણા માટે સમ્યગ્દર્શન થવામાં સર્વોત્કૃષ્ટ એવાં છે પદ અથવા છ સ્થાનક કહ્યાં છે. આપણે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા.ની સમક્તિના ૬૭ બોલની સઝાય બોલીએ છીએ એમાં છેલ્લી બારમી ઢાળમાં આ છ પદ છે. સમ્યગ્ગદર્શન માટે ઘણું કહેવાયું છે. જેમકે તેનાં લક્ષણો શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા એ બધા ઊંચામાં ઊંચા ગુણ છે. એ બધા આપણામાં આવવા જોઈએ. અને એવાં સર્વોત્કૃષ્ટ આ પદ છે, તેની શ્રદ્ધા પણ આવવી જોઈએ. પ્રથમ પદ - “આત્મા છે.' જેમ ઘટપટાદિ પદાર્થો છે, તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટાદિ હોવાનું પ્રમાણ છે; તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૨ શિક્ષામૃત એમ કહે છે કે જેવો આ ઘટ એટલે કે ઘડો છે કે આ પટ એટલે કે કપડું છે, એ જેટલી સાચી વાત છે એટલી જ સાચી વાત છે કે “આત્મા છે.” ઘડો દેખાય છે માટે ઘડો છે, કપડું દેખાયા છે માટે કહીએ છીએ કે કપડું છે. પરંતુ આત્મા દેખાતો નથી છતાં પણ છે. હવે જે દેખાતું નથી અને કેવી રીતે ઓળખવું? તો કહે છે કે જેમ ઘટપટાદિને પોતાના અમુક ગુણ છે જેમકે ઘડો માટીનો હોય એમાં પાણી ભરાય—એ એના ગુણ છે. એમ આત્માના ગુણ શું છે ? તો કહે છે કે ઘણા ગુણ છે. પણ પ્રગટ તો “સ્વપરપ્રકાશક ગુણ છે. “સ્વ” પ્રકાશક એટલે પોતાને જાણે અને ‘પર પ્રકાશક એટલે બીજાને જાણે. આખા જગતને જાણે એવો આત્માનો મહાન ગુણ છે. આ જડ છે એ અહીંયા જ પડ્યું રહે. એને તમે મારો તો પણ એને ખબર ન પડે, પણ જીવ નામનો પદાર્થ છે એ ચૈતન્ય સત્તાવાળો છે. એ જીવ જે દેહમાં હોય એને ભય લાગે તો ભાગવા માંડે. ચૈતન્ય સત્તા ન હોય તો ભાગી શકે નહીં. આપણે જૂ, માંકડ પકડવા જઈએ તો ભાગે. માખી હોય એને જરાક પકડવા જઈએ તો ઊડી જાય; કારણ કે એનામાં ચૈતન્યસત્તા એટલે કે જીવતી જાગતી એક સત્તા છે. એમ આપણા શરીરમાં એ જીવતી જાગતી સત્તા છે. જે પોતાને જાણે છે અને પરને જાણે છે એ એના ગુણ છે એ ગુણ પકડો તો તમને અંદર આત્માનો અનુભવ થાય. બીજું પદ :- “આત્મા નિત્ય છે.” ઘટપટાદિ પદાર્થો અમુક કાળવર્તી છે. આત્મા ત્રિકાળ વર્તી છે. ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરી પદાર્થ છે; કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈપણ સંયોગો અનુભવયોગ્ય થતા નથી. કોઈપણ સંયોગી દ્રવ્યથી ચેતસત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમ કે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેનો કોઈને વિશે લય પણ હોય નહીં. બીજા પદાર્થો બધા નાશવંત છે. બીજી જડ વસ્તુ, આ કપડું પણ નાશ પામે, પણ આત્મા નાશ પામે નહીં. આત્મા સદાય છે. સદાય છે એમ શા ઉપરથી કહો છો ? તો કહે છે કે જે ઘડો હોય છે તે ઘડો નાશ પામે, કારણ કે ઘડો છે એ માટી, પાણી, અગ્નિ વગેરેની સહાયથી બનેલો છે, અમુક સંયોગોથી બનેલો છે. કપડું છે એમાં રૂના તાણાવાણા છે. એને વસ્યું ત્યારે તે કપડું બન્યું છે, એટલે એ સંયોગથી છે. જે અમુક સંયોગોથી બન્યું હોય એ સંયોગો નાશ પામે ત્યારે એનો નાશ થાય. પણ આત્મા કોઈ સંયોગોથી ઉત્પન્ન થતો નથી. જે સંયોગોથી ઉત્પન્ન ન થાય એનો નાશ છે જ નહીં, એટલે ગયા ભવમાં આપણા આત્માના જેટલા પ્રદેશો હતા તે જ અસંખ્ય પ્રદેશો સહિત અત્યારે આ ભવમાં આ શરીરમાં આત્મા બિરાજે છે. આત્મા આ દેહ મૂકી દેશે ત્યારે પણ એ અસંખ્ય પ્રદેશ સહિત બીજા ઠેકાણે જશે, એટલે કે એનો એક પણ પ્રદેશ ખંડિત થતો નથી. આત્માને બાળી શકાતો નથી. આવો પદાર્થ એ આપણો આત્મા છે. એટલે એ એનો નિત્યતા ગુણ છે. આપણને બીક શેની લાગે છે ? મોતની. આ શરીર ઉપર મોહ છે. આ શરીર એ આપણું For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧૦૩ નથી, એમ આપણે જાણ્યું નથી, મોહને લીધે અને શરીર એટલે જ હું છું, શરીરનાં સગાં એ જ મારાં છે, એમ માનીએ છીએ. જે પોતાનું નથી એને આપણે પોતાનું માનીને બેઠા છીએ. પોતે જે સ્વરૂપે છે, એને ઓળખતા નથી માટે આપણને મૃત્યુની બીક લાગે છે. નહીં તો મૃત્યુની બીક શાની ? જેમ જીર્ણ વસ્ત્ર કાઢી નાખીને આપણે નવું પહેરીએ છીએ, એમ આ આત્મા જૂનું શરીર મૂકીને નવું ધારણ કરે છે. બાકી આત્માને કાંઈ થતું નથી. છતાં દુઃખ કેમ લાગે છે ? કારણ કે આ શરીર, સગાં, સંપત્તિ વગેરે મારાં એવા મોહને લીધે. એને બાથ ભીડીને બેઠો છે. આ છોડી દેવું પડશે. આ મારાં સગાં, આ મારું શરીર, આટલું મેં દ્રવ્ય ભેગું કર્યું, આ સુખ સાહ્યબી, આ બધું છોડીને ચાલ્યા જવું પડશે. અને ક્યાં જઈશ એ ખબર નથી. માટે પોતાને બીક લાગે છે. પણ જો તમે સાચી કમાણી કરો તો તમે બહાદુરીપૂર્વક અહીંથી જઈ શકો. બહાદુરીપૂર્વક એટલે કે “મેં મારું કામ કરી લીધું છે' એ અર્થમાં. ત્રીજું પદ :- “આત્મા કર્તા છે.” સર્વ પદાર્થ અર્થક્રિયાસંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે, ક્રિયાસંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે; પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કિર્તા છે, ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે. જડ હોય કે ચેતન હોય, બધા અર્થક્રિયા સંપન્ન છે. કોઈ ક્રિયા વગરનાં નથી. જ્યાં જ્યાં કિયાસંપન્નતા છે, ત્યાં કર્તાપણું છે. આત્મા કર્તા તો છે; પરંતુ આપણે નથી જાણતા કે આત્મા કર્તા છે. જો જાણતા હોઈએ તો તો આપણે એને પકડ્યો હોત. આત્માને ત્રણ પ્રકારનું કર્તાપણું છે. પ્રથમ તો એ પોતાના સ્વભાવના કર્તા છે. પણ એ અજ્ઞાનથી ભરપૂર ચાલ્યો આવે છે, અજ્ઞાન હોવાથી એ કર્મનો કર્તા થઈ જાય છે. કર્મનો કર્તા કહે છે કારણ કે અજ્ઞાન છે. અજ્ઞાન એટલે શું ? એ પણ જ્ઞાન જ છે, પણ ઊંધું જ્ઞાન. આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, પણ અજ્ઞાન છે ત્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત થાય નહીં. તો અજ્ઞાન છે શું ? એ જ્ઞાન છે, પણ અસમ્યક જ્ઞાન છે. દિશાભ્રમવાળું જ્ઞાન છે. સાચું સમજતાં જ નથી. ઊંધું સમજીએ છીએ કે સાચું ? હમણાં ઘડી પહેલાં વિચાર થયો કે આ શું સૂર્ય ઊગે છે ? સૂર્ય તો બે હોય નહીં અને આ તો બે છે. તો જોયું કે આપણા થાંભલા પર બે બત્તી છે ને એ બંધ નહોતી થઈ. પરંતુ એ કોઈ સૂર્ય નથી. વળી તરત વિચાર આવ્યો કે સૂર્ય કાંઈ પશ્ચિમ દિશામાં ઊગતા હશે ? પૂર્વમાં ઊગે. સૂર્ય પાછળ ઊગે ? આપણે પશ્ચિમને પૂર્વ માન્યું અને માંડ્યું છે ચાલવા. એમ આ પૂર્વમાં મોક્ષ ? એમ આ મોક્ષમાર્ગનું. મોક્ષમાર્ગ અંદરમાં છે અને આપણે પુરૂષાર્થ કરીએ છીએ બહાર. કેમ કે આપણે આ શરીર એટલે જ “હું” એમ માનીએ છીએ. પણ આપણે તો બહાર શોધીએ છીએ અને માનીએ છીએ એમ કે હું પૂર્વ તરફ જઈ રહ્યો છું, મોક્ષ તરફ જઈ રહ્યો છું. આપણે આ શરીર એટલે હું એમ માનીએ છીએ. કાં તમે મને ન ઓળખ્યો? ફલાણા કલ્યાણજીભાઈનો For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત દીકરો. હું નગીનદાસ. આપણે ભેગા હતા.’ અરે ભાઈ ! આ તો આ ભવનું, આ શરીરનું નામ છે. એમાં ક્યાં હું હતો ? હું તો અંદર બેઠો છું. એને ઓળખી કાઢવો જોઈએ.' તો કહેવાનું છે કે આ ઊંધી સમજ જ્યાં સુધી છે, ત્યાં સુધી આપણને કર્મ લાગે છે, અને કર્મ લાગે છે ત્યાં સુધી આ જન્મમરણના ફેરા થાય છે. તો આપણે સવળું સમજશું કે નહીં ? અત્યાર સુધી તો સમજ્યા નથી, એટલે તો આ જન્મમરણના ચક્કરમાં છીએ. તો હવે સાચું સમજવાનો મોકો મળ્યો છે. આપણને કોઈ ગાળ આપે તો આપણને લાગે ? મને આવીને કોઈ કહે કે આ તમારા ફલાણા ભાઈ તો તમારું વાંકું બોલતા હતા. તો મને કાંઈ થાય ? આત્માનું ત્રીજું કર્તાપણું તો એની શક્તિ બતાવવા કહ્યું છે. ગ્રામ, નગ૨, એરોપ્લેન, બધું બનાવનાર આત્મા છે. એ કારીગરોમાં આત્મા ન હોત તો સાયલામાં આશ્રમમાં વિમાન જેવો ‘કલ્યાણ હોલ’ ક્યાંથી બાંધી શકત ? માટે એ કર્તા છે. આ ત્રણ કર્તાપણામાં સાચું કર્યું ? તો સાચું કર્તાપણું તો સ્વભાવ પરિણતિ છે. સ્વભાવ પરિણતિ કોને કહેવાય ? તો કહે ભાઈ ! આ સ્વભાવ પરિણતિ કહેવાય સ્વસ્વભાવમાં રમણતા કરવી એ સ્વભાવ પરિણતિ છે. સવારે ઊઠે ત્યારથી સાંજ સુધી પ્રવૃત્તિ કરે છે, પણ એ કરાવનારો કોણ છે ? મડદું કરે ? શરીરની અંદર આત્મા છે તો થાય છે. ૧૦૪ ચોથું પદ :- ‘આત્મા ભોક્તા છે.’ જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ; અગ્નિ સ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ; હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી ભોક્તા છે. જે જે ક્રિયા હોય એ સફળ છે એટલે કે એનું ફળ બેસે, બેસે ને બેસે. તમે ગોળ ખાવ તો ગળ્યો લાગે જ. એમ તમને હિમ અડે તો ઠંડું લાગે, અગ્નિ અડે તો ગરમી લાગે, દઝાય, તેમ આ જીવ કષાય પરિણામ કરે તો તેનું ફળ તેને ભોગવવું જ પડે. અકષાય ભાવ કરે તો, સમભાવમાં રહે, તો વીતરાગભાવમાં રહે તો તેનું ફળ તેને જ મળે. કેમકે આ કષાયભાવ કે અકષાયભાવ એ આત્માની ક્રિયા છે. દરેકનાં કર્મ જુદાં છે. સર્વને કર્મ પ્રમાણે જન્મ, રોગ, શોક, મરણ થાય છે. વળી તે શરીરને થાય છે, છતાં આપણે માનીએ છીએ કે તે મને થાય છે. પાંચમું પદ :- ‘મોક્ષપદ છે.' જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું; તે કર્મનું ટળવાપણું પણ છે; કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધ ભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી * ૧૦૫ આ આત્માનો મોક્ષ છે જ. કર્મ બંધાય છે તો આનો કોઈ ઉપાય નહીં હોય ? મારે તો જન્મ મરણ મટાડવાં છે. મહાત્માઓ કહે છે કે જન્મ મરણ મટી શકે છે. મોક્ષ છે, તું મુંઝાઈશ નહીં, તું સાચું સમજ તો મોક્ષ છે. તો હવે મોક્ષ શું છે ? કેવી રીતે મોક્ષ મળે ? ત્રીજા પદમાં અનુપચારિત વ્યવહારથી કર્મનો કર્તા કહ્યો, ચોથા પદમાં કર્તા હોવાથી જીવને ભોક્તા કહ્યો તો તે કર્મ ટાળીને એટલે કષાયાદિ ભાવની સામે અકષાયાદિ ભાવ કરવાથી, કર્મ ટાળી શકાય છે અને પોતાના શુદ્ધ આત્મસ્વભાવમાં રમણતા કરી શકે છે. આ મોક્ષભાવ છે. એ મોક્ષનો ઉપાય છે. છઠું પદ :- “મોક્ષનો ઉપાય છે.” જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય, તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં, પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વેરાગ્ય, ભજ્યાદિ, સાધન પ્રત્યક્ષ છે; જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે. આ છ પદના માત્ર મુખ્ય મુદ્દા સમજાવ્યા છે. રોજ બોલીએ છીએ કે મોક્ષ છે, પણ આપણને ખાતરી છે કે મોક્ષ છે ? જો હોય તો આ જન્મમરણના ફેરામાં રખડવાનું કોને ગમે ? જો ખાતરી હોય કે મોક્ષ છે તો જીવને આ કર્મોથી મુક્ત કરવો જોઈએ, નહીં તો એમાં આપણને પૂરો વિશ્વાસ નથી એમ કહેવાય. પૂરો વિશ્વાસ હોય તો બીજી બધી પ્રવૃત્તિ કરતાં આને મુખ્યતા આપવી જોઈએ. આત્માનો મોક્ષ છે, એમ નક્કી કરો એટલે પછી પૂરું નથી થઈ જતું. એ મોક્ષનો ઉપાય છે. તમારે એ પ્રમાણે પુરુષાર્થ કરવો જોઈએ. તે મોક્ષમાર્ગ આ પ્રમાણે છે. જેમ કષાયાદિ ભાવથી કર્મબંધ થાય છે તેમ જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધનથી કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, શાંત થાય છે, ક્ષીણ થાય છે. માટે બીજી બધી વાત બાજુ પર મૂકીને ગુરુની આજ્ઞા અનુસાર આ માર્ગે ચાલવું પડશે. સાચા માર્ગે પુરુષાર્થ કરશો તો અવશ્ય મોક્ષે જશો. આપણને પૂરેપૂરી ખબર પડે કે સાયેલાથી પાલીતાણા આ રીતે જવાય, પછી આપણે ચાલવા માંડીએ, ખબર છે કે વચમાં બોટાદ, સોનગઢ, શિહોર આવે અને છેલ્લે પાલીતાણા આવે. પણ જેને ખબર જ નથી તો તે કેવી રીતે પહોંચે ? તો ભેગો એક જાણકાર જોઈએ. જો ખબર છે અને આપણે ચાલવા માંડીએ તો પાલીતાણા આવે એમાં ફેર ન પડે. એમ આ મોક્ષનો ઉપાય છે. એ આપણે સંપૂર્ણ રીતે માનતા હોઈએ તો એ રસ્તે જવું જોઈએ. આ દેહ ક્યારે પડશે ? ક્યારે આંખ મિંચાશે એની ખબર નથી. કાલની કોઈને ખબર નથી. તેથી મોક્ષમાર્ગે ચાલવાનો પુરુષાર્થ કરવો જોઈએ. બીજી બધી વાત બાજુ પર મૂકીને ચાલવું પડશે. ગુરૂ માત્ર આંગળી ચીંધી માર્ગ બતાવશે, પણ ચાલવું તો આપણે જ પડશે. હવે આ છ પદ પછીનો ભાગ પણ મહત્ત્વનો છે. કૃપાળુદેવ કહે છે :શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યગ્દર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શિક્ષામૃત જણાવ્યાં છે. સમીપ મુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવા યોગ્ય છે, તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. જેને થોડાક જ ભવ બાકી છે એવા જીવને આ વાત તરત જ મનમાં બેસી જાય, પરંતુ આપણે તો વિચારને તાળું મારી દીધું છે, આપણે વિચારતા નથી કે આ શું લખ્યું છે ? સાચો વિચાર હોય તો તમને એ “સપ્રમાણ થવા યોગ્ય છે. તમને ‘પ્રમાણ’ લાગે એવું કહ્યું– એટલું જ નહીં પણ “પરમ નિશ્ચયરૂપ' જણાવા યોગ્ય છે, કૃપાળુદેવે નિશ્ચયરૂપ જણાવા યોગ્ય છે.” એમ ન લખતાં “પરમ નિશ્ચય રૂ૫ લખ્યું છે. આ છ પદને યથાર્થ વિચારીએ તો આપણા આત્મામાં વિવેક થાય કે આ જ પ્રમાણે છે. આ છ પદ અત્યંત સંદેહ રહિત છે, એમ પરમ પુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. સંદેહ રહિત એકલું લખ્યું હોત તો ન ચાલત ? પણ અત્યંત સંદેહ રહિત’ લખ્યું છે. કૃપાળુદેવ “અત્યંત' કહે છે એટલે આમાં જરાય શંકા રાખવા જેવું નથી એમ વાંચજો પણ આપણને તો ક્યાં ફુરસદ છે ? કૃપાળુદેવ કહે છે કે “આ હું કહું છું એમ નહીં પણ આગળ થઈ ગયેલા પરમ પુરુષોએ નિરૂપણ કર્યું છે, ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ સડસઠ બોલની સઝાયમાં બારમી ઢાળમાં આ જ પ્રમાણે કહ્યું છે. ઉપયોગ લક્ષણે સનાતન સ્કુરિત એવા જીવને ગુણે, લક્ષણે અને વેદનપણે જાણવો જોઈએ. ગુણ શું? એનાં લક્ષણ શું? એનું વેદન કેવું હોય એ પહેલાં ગુરુ પાસેથી જાણવું જોઈએ. આપણે જાણ્યા વિના ‘યથાર્થ બોધ', “યથાર્થ બોધ' એમ માથાં કૂટીએ છીએ. બે વખત વાંચો. બે શું ત્રણ ફેરા વાંચો, આ બધા આગળના જ્ઞાનીઓ કહી ગયા છે એ વાંચો. પણ તમારામાં યથાર્થ બોધ હશે, તો ક્યું નિશાન પાડવું છે ? એ નિશાન કેમ પડે ? એનો તમને ખ્યાલ આવશે પણ એ તો આપણે જાણવું નથી. વંચાવો તો, તરત જ, બે ફેરે વાંચી લીધું, આ ફલાણું થઈ ગયું, હવે અમને જ્ઞાન આપો. પરંતુ અમે કોઈ દિવસ અમારા ગુરુ પાસે માંગણી કરી નથી કે અમને જ્ઞાન આપો, કારણ કે ગુરુ તો જોઈ રહ્યા હોય છે કે દરેક સાધક ક્યાં છે ? એને ખબર જ છે કે દરેકની સ્થિતિ શું છે ? એની ભૂમિકા શું છે ? અનાદિ સ્વપ્રદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. આ ખાસ ભાર દઈને સમજવા જેવું છે. આપણે ઊંઘીએ છીએ. સ્વપ્નમાં દેખાય છે કે હું ગાદીએ બેઠો છું, મને રાજ મળ્યું છે, એવો પેલા ભિખારીનો ખેદ વાંચ્યો છે ને ? એમ મારે ફ્લેટ For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧૦૭. છે, મારે આટલી મૂડી છે. મારે આ ધંધો છે. હું સંપૂર્ણ રીતે સુખી છું, પુત્ર છે, સ્ત્રી છે અને કુટુંબ પરિવાર છે, ઘણું છે. મારે શું દુઃખ છે ? તો આ સ્વપ્નદશા છે. આપણને એમ લાગે છે કે આ મારું સ્વપ્ન છે. પણ જેમ મેઘ ગર્જના કરે અને ફટ આંખ ઊઘડી જાય ત્યારે એમ થાય કે આહાહા ! આ તો સ્વપ્ન હતું. તે વખતે ખેદનો પાર નહીં રહે. એ સ્વપ્ન રાતની ઊંઘનું હતું. એ આંખ ઊઘડે ત્યારે પૂરું થાય અને જીવનું આ સ્વપ્ન તો કાયમની આંખ મિચાય ત્યારે પૂરું થાય. ધ્યાન રાખજો કે આ જિંદગી એ પણ સ્વપ્ન છે. એમાં કશું આપણું નથી. સ્વપ્નમાં આપણને હું, હું અને હું એવો અહંભાવ અને મમત્વભાવ છે. આ બધું મારું છે એવું સ્વપ્નમાં દેખાય છે. આ અહંભાવ મમત્વભાવ મટી જાય એને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યગદર્શનને પ્રાપ્ત થાય; સમ્યગદર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. આ સ્વપ્નદશા છે એ મટી જાય, અહંભાવ અને મમત્વપણું જાય તો સ્વરૂપની પ્રાપ્તિ થાય. જ્યાં સુધી તમે ગુણે, લક્ષણે યથાર્થ રીતે આત્માને જાણો નહીં, ત્યાં સુધી એનો અનુભવ થાય નહીં. એ જાણવાનો એક જ રસ્તો છે, કે આજ્ઞા પ્રમાણે વાંચવું અને જેટલું બની શકે તેટલું જ્ઞાનીપુરુષના મુખેથી સમજવું; તો સમજણ થાય. તમે પોતાની જાતે એક મહિનો વાંચો અને જ્ઞાનીપુરુષ પાસે રહી એક દિવસ સાંભળે એ બન્ને બરાબર છે. એટલું બધું સપુરુષ, સત્ શાસ્ત્ર, અને માર્ગનું મહત્ત્વ છે. માત્ર માને એમ નહીં પણ અંદરથી પરિણતિમાં જાગૃત થઈ જાય એને સમ્યગદર્શન થાય. અંશે આત્માનો અનુભવ થાય અને જેવો અંશ અનુભવી થયો, ગ્રંથિભેદ થયો એટલે એ જીવ અવશ્ય મોક્ષને પામે અને તેનું પ્રયાણ ભાંજે (ભાંગે) નહીં. શ્રી યશોવિજયજી આઠ દૃષ્ટિની સઝઝાયમાં લખે છે : દષ્ટિ થિરાદિક ચારમાં મુગતિ પ્રયાણ ન ભાંજે રે; રયણિશયન જિમ શ્રમ હરે, સુર નર સુખ તિમ છાજે રે. વીર. ૫ રાત્રે આરામ લેવાથી થાક દૂર થાય એમ સાધના કરતાં દેવગતિ વચ્ચે આવી જાય છે. એનું કારણ કે આ સાધના કરતાં ઘણું પુણ્ય બંધાય છે. મોક્ષ છે તે સાધનાનું ફળ છે. પણ ફળ પહેલાં ફૂલ આવે એટલે કે વચ્ચે દેવગતિ મળી હોય તો પણ એનું મોક્ષ તરફનું પ્રયાણ ન ભાંજે (અટકે નહીં) એ ભોગ ભૂમિમાં હોવા છતાં સમ્યગ્દષ્ટિપણું હોવાથી એને ભોગ અનિષ્ટ લાગે છે. કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિશે તેને હર્ષ શોક, સંયોગ ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વ-સ્વરૂપને વિશે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. ' આ સ્વભાવ પ્રાપ્ત થાય એટલે કે સ્વસ્વભાવ, શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું અત્યંત For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શિક્ષામૃત આનંદપણું પ્રાપ્ત થાય. એ સદાયે આનંદમાં જ હોય. આ બધું તેને અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી એક્યતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે, એમ સ્પષ્ટ-પ્રત્યક્ષ-અત્યંત પ્રત્યક્ષ-અપરોક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિશે તેને ઇષ્ટ-અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. આપણે વિભાવ પરિણતિમાં જ છીએ. આ દુનિયાની વસ્તુઓ, આ શરીર, સગાં, સંપત્તિ એ બધાંની સાથે એકપણું અધ્યાસથી થયેલું છે, પોતે કેવળ એનાથી સંપૂર્ણ રીતે ભિન્ન છે. પહેલાં એકલું ‘પ્રત્યક્ષ' કહ્યું, પરંતુ એથી વધારે ભાર આપવા “અત્યંત પ્રત્યક્ષ કહ્યું. આપણો આત્મા આપણાથી કેટલો છેટો છે ? એક તલભાર પણ છેટો નથી. એ પ્રગટ થાય ત્યારે અત્યંત પ્રત્યક્ષ થાય છે. અનુભવમાં આવે છે. આ દેહ વિનાશી છે, કુટુંબ વિનાશી છે. આ ઇષ્ટ છે એટલે કે આ હોય તો સારું અને આ અનિષ્ટ છે એટલે આ ન હોય તો સારું. એવું એને અનુભવ થયા પછી કાંઈ થાય જ નહીં. જન્મ, જરા, મરણ, રોગાદિ બાધારહિત સંપૂર્ણ માહાભ્યનું ઠેકાણું એવું નિજસ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે. આ આત્માને જન્મ નથી, મરણ નથી, રોગ નથી. જન્મ મરણ એ દેહનો સ્વભાવ છે આપણે તો આખો દિવસ એની જ લોલુપતા અને એનો જ ખેદ કરતા હોઈએ છીએ. પરંતુ દેહ આપણો નથી. પહેલાં તે નિજસ્વરૂપ જાણી, પછી વેદી એટલે પોતાના સ્વરૂપનો અનુભવ કરી આત્મા પ્રગટ કરી કૃતાર્થતા અનુભવે છે. જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવા પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે, તે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે. આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વ સંગથી રહિત થયા છે, થાય છે, અને ભાવિકાળમાં પણ તેમ જ થશે. જેણે આત્મા પ્રગટ કર્યો છે, એવા સપુરુષના વચનથી આત્માનો નિશ્ચય થયો છે એવા પુરુષો ‘સ્વસ્વરૂપને પામ્યા છે.” આધિ એટલે મનનો તાપ, તમારા મનમાં જરાય તાપ છે? વ્યાધિ એટલે શરીરનો રોગ, ઉપાધિ એટલે મફતની કેટલાયની ઉપાધિ. તે તે પુરુષો સર્વ પ્રકારના બાહ્ય સંગથી રહિત થયા છે, થાય છે અને ભાવિકાળમાં પણ આમ જ થશે. જે સપુરુષોએ જન્મ, જરા મરણનો નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે, તે પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. એમાં ભક્તિથી નમસ્કાર કહ્યું હોય તો ન ચાલે ? પણ અત્યંત ભક્તિથી નમસ્કાર કહ્યો છે. For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સત્પુરુષો, તેના ચરણારવિંદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો ! અને આંતરિક રીતે ઓળખીને ગમે ત્યાં બેઠા હોય અને સ્મરણ કરતા હોઈએ તો પણ કહે છે કે આત્મસ્વભાવ પ્રગટ થાય. ‘એવા સર્વ સત્પુરુષો, તેના ચરણારવિંદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો.’ હું એને ક્યારેય ભૂલું નહીં એને નિરંતર યાદ કર્યા કરું. ૧૦૯ જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગીકાર કર્યે સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વ કાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ, નિર્ભય થાય છે. જેને આત્મસ્વરૂપ પ્રગટ થયું છે એને સુખ અને આનંદ એવા મળે કે એ સર્વકાળ ટકી રહે. તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે, કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મભાવ તે જાણે કંઈ પણ ઇછ્યા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિશે આ મારો શિષ્ય છે, અથવા ભક્તિનો કર્તા છે, માટે મારો છે, એમ કદી જોયું નથી, એવા જે સત્પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો ! જેણે સંસાર ત્યાગ્યો છે તેને શિષ્ય ઉપર મોહ કેમ હોય ? કરુણા જરૂર હોય, એને માર્ગે પહોંચાડવાની ઇચ્છા હોય, પણ શિષ્ય પ્રત્યે મોહ ન હોય. જે સત્પુરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. કોઈ કદાચ કહે કે સત્પુરુષે પોતાની ભક્તિ કરાવવી હોય એટલે એમ જ લખે ને ? પરંતુ કૃપાળુદેવ સ્પષ્ટતા કરે છે કે સત્પુરુષે સદ્ગુરુની ભક્તિ પોતાના માન માટે કહી છે એમ નથી, પણ મુમુક્ષુને એ કર્યા.વિના છૂટકો નથી. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે, સદ્ગુરુના આત્માની ચેષ્ટા ઓળખાતી જ નથી. જો ઓળખાય તો તો આપણી વૃત્તિ એમાં ચોંટી જાય. અહાહા ! આ ગુણ તો અપૂર્વ કહેવાય એ એના જાણવામાં આવે. ‘હું બધું જાણું છું’ એવો પોતાનો સ્વચ્છંદ મટે. અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો ! For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૦ શિલામૃત જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, કેટલું કહે છે કે આ કાળમાં પ્રગટપણે કેવળજ્ઞાનની ઉત્પત્તિ નથી, તો પણ. પણ જેના વચનના વિચારયોગે શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે. ભગવાન મહાવીરના વિચાર કે ગણધર ભગવંતના વચનના વિચારયોગે કે, શ્રી આનંદઘનજી મહારાજ સાહેબ કે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ, સોળમા સૈકા સુધી થઈ ગયા ત્યાં સુધીનાઓથી, મારામાં શક્તિપણે કેવળ જ્ઞાન છે એટલે કે જેમ ચકમક પથ્થરમાં અગ્નિ છે એમ સ્પષ્ટ જાણ્યું છે. શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે. શ્રદ્ધા છે કે કેવળજ્ઞાન છે જ. બુદ્ધિથી વિચારતાં પણ કેવળજ્ઞાન છે એમ ખાતરી થઈ છે. ઇરછાથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું છે. એટલે આટલી આવી દશાએ જે પહોંચ્યા હોય એને તો ઇચ્છા હોય કે જલદી કમ હું સંપૂર્ણ રીતે જ્ઞાન પ્રાપ્ત કરું. મુખ્ય ન્ય એટલે નિશ્ચયનયથી કેવળજ્ઞાન છે એમ ખાતરીપૂર્વક માન્યું છે. તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો તે પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો ! નમસ્કાર હો ! અહીં ફરી સહજ' શબ્દ વાપર્યો છે. આપણે એ માટે કોઈ પર્વત ખોદી નાખવાનો નથી કે કાંઈ ખાણ ખોદવાની નથી. તેઓ કહે છે કે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય છે. અવ્યાબાધ સુખને સહજ માત્રમાં પામવાની યોગ્યતા અર્પનાર એવા સપુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો . પ૦૧ सव्वं पाणाईवायं पच्चक्खामि, सव्वं मुसावायं पच्चक्खामि, सव्वं अदिन्नादाणं पच्चक्खामि, सव्वं मेहुणं पच्चक्खामि, सव्वं परिग्गहं पच्चक्खामि. સર્વ પ્રાણાતિપાતથી હું નિવત્ છું, સર્વ પ્રકારના મૃષાવાદથી હું નિવત્ છું, સર્વ પ્રકારના અદત્તાદાનથી હું નિવર્તુ છું. સર્વ પ્રકારના મૈથુનથી નિવર્તુ છું અને સર્વ પ્રકારના પરિગ્રહથી નિવતું છું. (સર્વ પ્રકારના રાત્રી ભોજનથી તથા બીજા તેવાં કારણોથી નિવત્ છું, એમ સાથે ઘણાં ત્યાગનાં કારણો જાણવા). For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧ ૧ ૧ પ૦૬ જે જીવો સાધના કરવા છતાં આગળ નથી વધતા એનું કારણ શું છે ? એ કારણો આ પત્રમાં બતાવ્યાં છે. અમને એમ લાગે છે કે આ સિદ્ધાંતબોધ કેટલાય જીવોમાં કેમ પરિણમતો નથી ! તો એ માટે ઉપશમ અને વૈરાગ્ય એ બે ઉપર જેમાં ભાર મૂકવામાં આવ્યો હોય એવા પત્રોનો સ્વાધ્યાય ફરી ફરીને કરવો જોઈએ. આગમોમાં સિદ્ધાંતની વાત લખી છે, એ કરતાં ઉપશમ અને વૈરાગ્યની વાત વધુ લખી છે. એ શા માટે ? જે સાધક છે, મુમુક્ષુ છે એની પોતાની યોગ્યતા કેળવાય અને ભૂમિકા તૈયાર થાય તે માટે. શ્રી તીર્થકરાદિ મહાત્માઓએ એમ કહ્યું છે કે જેને વિપર્યાસ મટી દેહાદિને વિશે થયેલી આત્મબુદ્ધિ, અને આત્મભાવને વિશે થયેલી દેહબુદ્ધિ તે મટી છે, એટલેં આત્મા આત્મપરિણામી થયો છે, તેવા જ્ઞાની પુરુષને પણ જ્યાં સુધી પ્રારબ્ધ વ્યવસાય છે ત્યાં સુધી જાગૃતિમાં રહેવું યોગ્ય છે. વેપાર છે. થોડો પણ આરંભ સમારંભ છે ત્યાં સુધી આત્મામાં જાગૃતિ રાખવી યોગ્ય છે કેમ કે, અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વિપર્યાસ ભયનો હેતુ ત્યાં પણ અમે જાણ્યો છે. મોકો મળે તો ઘણા ભવનો પેલો અભ્યાસ છે તે એ ધક્કો મારી દે એમ છે. ચાર ઘનઘાતી કર્મ જ્યાં છિન્ન થયાં છે, એવા સહજ સ્વરૂપ પરમાત્માને વિશે તો સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ જાગૃતિરૂપ તુર્યાવસ્થા છે; ચોથી અવસ્થા છે. (૧) સ્વપ્ન નહીં (૨) નિદ્રા નહીં (૩) જાગર ઉજાગરતા નહીં, પણ ચાથી તુર્ભાવસ્થા છે. એટલે ત્યાં અનાદિ વિપર્યાસ નિર્ભીકપણાને પ્રાપ્ત થવાથી કોઈપણ પ્રકારે ઉદ્ભવ થઈ શકે જ નહીં; વિપર્યાસબુદ્ધિ બળી ગઈ છે, ય થઈ ગઈ છે ત્યાં એ ભય છે જ નહીં, કારણ કે એ બુદ્ધિ બળી ગઈ છે. તથાપિ તેથી ન્યૂન એવા વિરત્યાદિ ગુણસ્થાનકે વર્તતા એવા જ્ઞાનીને તો કાર્યું કાર્યો અને ક્ષણે ક્ષણે આત્મજાગૃતિ હોય છે. એટલે ચોથે પાંચમે ગુણસ્થાનકે જે મુમુક્ષુઓ સાધના કરતા હોય, એને પણ જાગૃત રહેવું જોઈએ, નહીં તો ધક્કો લાગી જાય. પ્રમાદવશે ચૌદપૂર્વ અંશે ન્યૂન જાણ્યા છે એવા જ્ઞાની પુરુષને પણ અનંતકાળ પરિભ્રમણ થયું For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૨ શિક્ષામૃત છે. માટે જેની વ્યવહારને વિશે અનાસક્ત બુદ્ધિ થઈ છે, તેવા પુરુષે પણ જો તેવા ઉદયનું પ્રારબ્ધ હોય તો તેની ક્ષણે ક્ષણે નિવૃત્તિ ચિંતવવી અને નિજભાવની જાગૃતિ રાખવી. નિજભાવની એટલે સ્વભાવની. સ્વભાવમાં જાગૃત રહેવું એટલે આત્મભાવમાં જાગૃતિ રાખવી. આ પ્રકારે જ્ઞાની પુરુષને મહાજ્ઞાની એવા શ્રી તીર્થકરાદિકે ભલામણ દીધી છે; તો પછી, જેને માર્ગાનુસારી અવસ્થામાં પણ હજી પ્રવેશ થયો નથી, એવા જીવને તો આ સર્વ વ્યવસાયથી વિશેષવિશેષ નિવૃત્તિ ભાવ રાખવો; અને જાગૃતિ રાખવી યોગ્ય છે; એમ જણાવવા જેવું પણ રહેતું નથી, કેમ કે તે તો સમજણમાં સહેજે આવી શકે એવું છે. બોધ બે પ્રકારથી જ્ઞાની પુરુષોએ કર્યો છે. એક તો “સિદ્ધાંત બોધ' અને બીજો તે સિદ્ધાંત બોધ થવાને કારણભૂત એવો ઉપદેશબોધ. જો ઉપદેશ બોધ જીવને અંતઃકરણમાં સ્થિતિમાન થયો ન હોય તો સિદ્ધાંત બોધનું માત્ર તેને શ્રવણ થાય તે ભલે, પણ પરિણામ થઈ શકે નહીં. “સિદ્ધાંત બોધ' એટલે પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ છે, આત્મસ્વરૂપ જે સિદ્ધ થયેલું છે તે. પરમાણુનું સ્વરૂપ જે સિદ્ધ થયેલું છે તે. જેનાથી કર્મ બંધાય છે તેનું જે ખરું સ્વરૂપ છે તે. જ્ઞાની પુરુષોએ નિષ્કર્ષ કરી જે પ્રકારે છેવટે પદાર્થ જામ્યો છે તે જે પ્રકારથી વાણી દ્વારાએ જણાવાય તેમ જણાવ્યો છે એવો જ બોધ છે તે સિદ્ધાંત બોધ' છે. પણ પદાર્થના નિર્ણયને પામવા જીવને અંતરાયરૂપ તેની અનાદિ વિપર્યાસભાવને પામેલી એવી બુદ્ધિ છે, કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપર્યાસપણે પદાર્થસ્વરૂપને નિર્ધારી લે છે; ઊંધી બુદ્ધિ તમે એમ કહેશો કે અમારી બુદ્ધિ કાંઈ ઊંધી નથી. અમે તો બુદ્ધિશાળી છીએ. અમારા સમાજમાં અમે ડાહ્યા ગણાઈએ છીએ તો. આ તો એમ કહે છે કે વિપર્યાસપણાને પામેલી એવી બુદ્ધિ છે.” જે ઊંધી રીતે પદાર્થને સમજે છે. ઊંધી રીતે એટલે શું ? તો આ દેહ એટલે હું અને હું કોણ તેની ખબર નથી. આ જ વિપર્યાસ બુદ્ધિ છે. આપણે બધાં કાર્યો આ દેહ એટલે હું એમ માનીને જ કરીએ છીએ. આ દેહ ઉપર મોહ છે. એવી રીતે પુત્ર, સ્ત્રી સંપત્તિ, કુટુંબ, મિલકત એ બધાં ઉપર જે મોહ છે એ વિપર્યાસ બુદ્ધિ છે. તે વિપર્યાસ બુદ્ધિનું બળ ઘટવા, યથાવત્ વસ્તુસ્વરૂપ જાણવાને વિશે પ્રવેશ થવા, જીવને વૈરાગ્ય અને ઉપશમ સાધન કહ્યાં છે; દરેક પદાર્થ યથાર્થ જાણવો હોય તો વૈરાગ્ય જોઈએ. એટલે કે આ બધો સંસાર કડવો લાગે. For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી આમાંથી ક્યારે છૂટું, ક્યારે છૂટું ? એમ થાય. એનું નામ વૈરાગ્ય. રાગદ્વેષ, કષાય, નોકષાય મંદ પડે એનું નામ ઉપશમ. વૈરાગ્ય અને ઉપશમ પહેલાં જોઈએ. આપણી વિપર્યાસ બુદ્ધિ મટે, ઊંધી સમજણ મટે, તો પદાર્થને બરાબર ઓળખીએ, અને તો આપણું ધ્યાન વગેરેનું કામ સફળ થાય. અને એવાં જે જે સાધનો જીવને સંસારભય દઢ કરાવે છે તે તે સાધનો સંબંધી જે ઉપદેશ કહ્યો છે તે ‘ઉપદેશ બોધ’ છે. આ ઠેકાણે એવો ભેદ ઉત્પન્ન થાય કે ‘ઉપદેશબોધ’ કરતાં ‘સિદ્ધાંતબોધ’નું મુખ્યપણું જણાય છે, કેમ કે ઉપદેશબોધ પણ તેને જ અર્થે છે, તો પછી સિદ્ધાંતબોધનું જ પ્રથમથી અવગાહન કર્યું હોય તો જીવને પ્રથમથી જ ઉન્નતિનો હેતુ છે. આ પ્રકારે જો વિચાર ઉદ્ભવે તો તે વિપરીત છે, કેમ કે સિદ્ધાંતબોધનો જન્મ ઉપદેશબોધથી થાય છે. જેને વૈરાગ્ય- ઉપશમ સંબંધી ઉપદેશબોધ થયો નથી, તેને બુદ્ધિનું વિપર્યાસપણું વર્ત્યા કરે છે, અને જ્યાં સુધી બુદ્ધિનું વિપર્યાસપણું હોય ત્યાં સુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે થવું જ સંભવે છે. કેમ કે ચક્ષુને વિશે જેટલી ઝાંખપ છે તેટલો ઝાંખો પદાર્થ તે દેખે છે. અને જો અત્યંત બળવાન પડળ હોય તો તેને સમૂળગો પદાર્થ દેખાતો નથી, તેમ જેને ચક્ષુનું યથાવત્ સંપૂર્ણ તેજ છે તે, પદાર્થને પણ યથાયોગ્ય દેખે છે. તેમ જે જીવને વિશે ગાઢ વિપર્યાસબુદ્ધિ છે તેને તો કોઈ રીતે સિદ્ધાંતબોધ વિચારમાં આવી શકે નહીં. જેની વિપર્યાસબુદ્ધિ મંદ થઈ છે તેને તે પ્રમાણમાં સિદ્ધાંતનું અવગાહન થાય; અને જેણે તે વિપર્યાસબુદ્ધિ વિશેષપણે ક્ષીણ કરી છે એવા જીવને વિશેષપણે સિદ્ધાંતનું અવગાહન થાય. ૧૧૩ ગૃહકુટુંબ, પરિગ્રહાદિભાવને વિશે જે અહંતા મમતા છે અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગદ્વેષ કષાય છે, તે જ ‘વિપર્યાસબુદ્ધિ’ છે, ? અહીં વિપર્યાસ બુદ્ધિની વ્યાખ્યા કરી છે. શું ? ગૃહકુટુંબ પરિગ્રહને વિશે આપણને અહંતા મમતા છે ? આ સંપત્તિ મારી છે એમ લાગે છે ? આ શરીર મારું છે એમ લાગે છે ? આ પુત્ર મારો. પતિ, પિતા વગેરે મારા એમ લાગે છે ? આ અહંતા મમતા છે. જેમાં મારાપણું છે એ પ્રાપ્ત થાય તો આનંદ થાય, ચાલ્યું જાય તો દુ:ખ થાય. વેપારીને એક સોદામાં લાખ રૂપિયા ચાલ્યા ગયા તો ચિંતા થાય. ફિકર થાય. દ્વેષ થાય. આ વિપર્યાસ બુદ્ધિ છે. અને અહંતા, મમતા તથા કષાય જ્યાં વૈરાગ્ય ઉપશમ ઉદ્ભવે છે ત્યાં મંદ પડે છે, અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય છે. ગૃહકુટુંબાદિ ભાવને વિશે અનાસક્તબુદ્ધિ થવી તે “વૈરાગ્ય’’ છે, અને તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતો એવો જે કષાય-ક્લેશ તેનું મંદ થવું તે “ઉપશમ” છે. એટલે તે બે ગુણ વિપર્યાસબુદ્ધિને પર્યાયાંતર કરી સદ્ગુદ્ધિ કરે છે; અને તે સબુદ્ધિ જીવાજીવાદિ પદાર્થની વ્યવસ્થા જેથી જણાય છે એવા સિદ્ધાંતની વિચારણા કરવા યોગ્ય થાય છે, કેમ કે ચક્ષુને For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૪ શિક્ષામૃત પટળાદિ અંતરાય મટવાથી જેમ પદાર્થ યથાવત્ દેખાય છે, તેમ અતાદિ પટળનું મંદપણું થવાથી જીવને જ્ઞાની પુરુષે કહેલા એવા સિદ્ધાંતભાવ, આત્મભાવ, વિચારચક્ષુ એ દેખાય છે. જ્યાં વૈરાગ્ય અને ઉપશમ બળવાન છે, ત્યાં વિવેક બળવાનપણે હોય છે. વેરાગ્ય ઉપશમ બળવાનપણે ન હોય ત્યાં વિવેક બળવાન હોય નહીં, અથવા યથાવત્ વિવેક હોય નહીં. સહજ આત્મસ્વરૂપ છે એવું કેવલજ્ઞાન તે પ્રથમ મોહનીય કર્મના ક્ષયાંતરે પ્રગટે છે. મોહનીય કર્મ એટલે દર્શનમોહ અને ચારિત્રમોહ, એ બન્નેનો ક્ષય થાય ત્યારે કેવળજ્ઞાન પ્રગટે. અને તે વાતથી ઉપર જણાવ્યો છે તે સિદ્ધાંત સ્પષ્ટ સમજી શકાશે. વળી જ્ઞાની પુરુષોની વિશેષ શિખામણ વેરાગ્ય ઉપશમ પ્રતિબોધતી જોવામાં આવે છે. જિનના આગમ પર દૃષ્ટિ મૂકવાથી એ વાત વિશેષ સ્પષ્ટ જણાઈ શકશે. “સિદ્ધાંતબોધ' એટલે જીવાજીવ પદાર્થનું વિશેષપણે કથન તે આગમમાં જેટલું કર્યું છે, તે કરતાં વિશેષપણે, વિશેષપણે વૈરાગ્ય અને ઉપશમને કથન કર્યા છે, કેમ કે તેની સિદ્ધિ થયા પછી વિચારની નિર્મળતા સહેજે થશે, અને વિચારની નિર્મળતા સિદ્ધાંતરૂપ કથનને સહેજે કે ઓછા પરિશ્રમ અંગીકાર કરી શકે છે, એટલે તેની પણ સહેજે સિદ્ધિ થશે; અને તેમ જ થતું હોવાથી ઠામઠામ એ જ અધિકારનું વ્યાખ્યાન કર્યું છે. જો જીવને આરંભ-પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો વૈરાગ્ય અને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે, કેમ કે આરંભ પરિગ્રહ તે અવેરાગ્ય અને અનુપશમનાં મૂળ છે, વૈરાગ્ય ઉપશમના કાળ છે. શ્રી ઠાણાંગ સૂત્રમાં આરંભ અને પરિગ્રહનું બળ જણાવી પછી તેથી નિર્વતવું (છૂટવું) યોગ્ય છે એવો ઉપદેશ થવા આ ભાવે દ્વિભંગી (બે રીતે) કહી છે. ૧. જીવને મતિજ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય ? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. ૨. જીવને શ્રુતજ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. ૩. જીવને અવધિજ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. ૪. જીવને મન:પર્યવજ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. ૫. જીવને કેવળજ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય ? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. એમ કહી દર્શનાદિના ભેદ જણાવી સત્તર વાર તેને તે વાત જણાવી છે કે, તે આવરણો ત્યાં સુધી હોય કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય. આવું આરંભ-પરિગ્રહનું બળ જણાવી ફરી અર્થપત્તિરૂપે પાછું તેનું ત્યાં જ કથન કર્યું છે. For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧ ૧ ૫ બીજી કઈ રીતે? ૧. જીવને મતિજ્ઞાન ક્યારે ઊપજે? આરંભ પરિગ્રહથી નિવત્યું. ૨. જીવને શ્રુતજ્ઞાન ક્યારે ઊપજે ? આરંભ પરિગ્રહથી નિવર્યો. ૩. જીવને અવધિજ્ઞાન ક્યારે ઊપજે? આરંભ પરિગ્રહથી નિવત્યું. ૪. જીવને મન:પર્યવજ્ઞાન ક્યારે ઊપજે ? આરંભ પરિગ્રહથી નિવત્યું. ૫. જીવને કેવળજ્ઞાન ક્યારે ઊપજે ? આરંભ પરિગ્રહથી નિવર્યો. એમ સત્તર પ્રકાર ફરીથી કહી આરંભ પરિગ્રહની નિવૃત્તિનું ફળ જ્યાં છેવટે કેવળજ્ઞાન છે ત્યાં સુધી લીધું છે; અને પ્રવૃત્તિનું ફળ કેવળજ્ઞાન સુધીના આવરણના હેતુપણે કહી તેનું અત્યંત બળવાનપણું કહી જીવને તેથી નિવૃત્ત થવાનો જ ઉપદેશ કર્યો છે. ફરી ફરીને જ્ઞાની પુરુષોનાં વચન એ ઉપદેશનો જ નિશ્ચય કરવાની જીવને પ્રેરણા કરવા ઇચ્છે છે; તથાપિ અનાદિ અસત્સંગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઇચ્છાદિ ભાવમાં મૂઢ થયેલો એવો જીવ પ્રતિબુઝતો નથી અને તે ભાવોની નિવૃત્તિ કર્યા વિના અથવા નિવૃત્તિનું પ્રયત્ન કર્યા વિના શ્રેય ઇચ્છે છે, કે જેનો સંભવ ક્યારે પણ થઈ શક્યો નથી, વર્તમાનમાં થતો નથી, અને ભવિષ્યમાં થશે નહીં. આપણે ઘણીવાર વાંચ્યું હશે. પણ આપણને કોઈ લક્ષ ન દોરે ત્યાં સુધી લક્ષ દોરાય નહીં એવું છે, કારણ કે જીવ એક તો હું જાણું છું’ એમ માને છે અને બીજું એ એના પ્રવાહમાં તણાયા જાય છે. તો એને કહેવું કે “જો તું શું કરે છે ? અને આમાં શું લખ્યું છે ?' આટલું સાંભળ્યા પછી આપણામાં વૈરાગ્ય અને ઉપશમ જ વધશે તો વિપર્યાસ બુદ્ધિ મટશે અને જો વિપર્યાય બુદ્ધિ મટશે તો કવળજ્ઞાન સુધીનાં આવરણ ટળશે અને શ્રેય થશે એટલું નિયથી માનજો. પ૦૯ જીવ, કાયા પદાર્થપણે જુદાં છે, પણ સંબંધપણે સહચારી છે, કે જ્યાં સુધી તે દેથી જીવને કર્મનો ભોગ છે. શ્રી જિને જીવ અને કર્મનો ક્ષીરનીરની પેઠે સંબંધ કહ્યો છે તેનો હેતુ પણ એ જ છે કે ક્ષીર અને નીર એકત્ર થયા સ્પષ્ટ દેખાય છે, છતાં પરમાર્થે તે જુદા છે; પદાર્થપણે ભિન્ન છે; અગ્નિ પ્રયોગે તે પાછાં સ્પષ્ટ જુદાં પડે છે; તેમ જ જીવ અને કર્મનો સંબંધ છે. કર્મનો મુખ્ય આકાર, કોઈ પ્રકારે દેહ છે, અને જીવ ઇન્દ્રિયાદિ દ્વારા ક્રિયા કરતો જાણી જીવ છે, એમ સામાન્યપણે કહેવાય છે, પણ જ્ઞાનદશા આવ્યા વિના જીવ, કાયાનું જે સ્પષ્ટ જુદાપણું છે, તે જીવને ભાસ્યામાં આવતું નથી; તથાપિ ક્ષીરનીરવત્ જુદાપણું છે. જ્ઞાન સંસ્કારે તે જુદાપણું સાવ સ્પષ્ટ વર્તે છે. For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત વેદના વેદતાં જીવને કંઈ પણ વિષમભાવ થવો તે અજ્ઞાનનું લક્ષણ છે; પણ વેદના છે તે અજ્ઞાનનું લક્ષણ નથી, પૂર્વોપાર્જિત અજ્ઞાનનું ફળ છે. વર્તમાનમાં તે માત્ર પ્રારબ્ધરૂપ છે; તેને વેદતાં જ્ઞાનીને અવિષમપણું છે; એટલે જીવ ને કાયા જુદા છે, એવો જે જ્ઞાનયોગ તે જ્ઞાનીપુરુષનો અબાધ જ રહે છે. ૧૧૬ આપણને રોગ થાય, શારીરિક પીડા થાય ત્યારે વિષમભાવ થવો તે અજ્ઞાન છે. જ્ઞાનીઓને જ્ઞાનયોગ હોઈ તેમને શારીરિક વેદના સમભાવે વેદાય છે. ✩ ૫૫ આ આત્મભાવ છે, અને આ અન્યભાવ છે, એવું બોધબીજ આત્માને વિશે પરિણમિત થવાથી અન્યભાવને વિશે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે, અને તે ઉદાસીનતા અનુક્રમે તે અન્યભાવથી સર્વથા મુક્તપણું કરે છે. નિજપરભાવ જેણે જાણ્યો છે એવા જ્ઞાનીપુરુષને ત્યાર પછી પરભાવનાં કાર્યનો જે કંઈ પ્રસંગ રહે છે, તે પ્રસંગમાં પ્રવર્તતાં પ્રવર્તતાં પણ તેથી તે જ્ઞાનીનો સંબંધ છૂટ્યા કરે છે, પણ તેમાં હિતબુદ્ધિ થઈ પ્રતિબંધ થતો નથી. પ્રતિબંધ થતો નથી એ વાત એકાંત નથી, કેમ કે જ્ઞાનનું વિશેષ બળવાનપણું જ્યાં હોય નહીં, ત્યાં પરભાવનો વિશેષ પરિચય તે પ્રતિબંધરૂપ થઈ આવવો પણ સંભવે છે; અને તેટલા માટે પણ જ્ઞાનીપુરુષને પણ શ્રી જિને નિજજ્ઞાનના પરિચય-પુરુષાર્થને વખાણ્યો છે; તેને પણ પ્રમાદ કર્તવ્ય નથી, અથવા પરભાવનો પરિચય કરવા યોગ્ય નથી, કેમ કે કોઈ અંશે પણ આત્મધારાને તે પ્રતિબંધરૂપ કહેવા યોગ્ય છે. જ્ઞાનીને પ્રમાદબુદ્ધિ સંભવતી નથી, એમ જો કે સામાન્ય પદે શ્રી જિનાદિ મહાત્માઓએ કહ્યું છે, તો પણ તે પદ ચોથે ગુણઠાણેથી સંભવિત ગણ્યું નથી; આગળ જતાં સંભવિત ગણ્યું છે; જેથી વિચારવાન જીવને તો અવશ્ય કર્તવ્ય છે કે, જેમ બને તેમ પરભાવના પરિચિત કાર્યથી દૂર રહેવું, નિવૃત્ત થયું. ઘણું કરીને વિચારવાન જીવને તો એ જ બુદ્ધિ રહે છે, તથાપિ કોઈ પ્રારબ્ધવશાત્ પરભાવનો પરિચય બળવાનપણે ઉદયમાં હોય ત્યાં નિજપદબુદ્ધિમાં સ્થિર રહેવું વિકટ છે, એમ ગણી નિત્ય નિવૃત્તબુદ્ધિની વિશેષ ભાવના કરવી, એમ મોટા પુરુષોએ કહ્યું છે. અલ્પકાળમાં અવ્યાબાધ સ્થિતિ થવાને અર્થે તો અત્યંત પુરુષાર્થ કરી જીવે પ૨પરિચયથી નિવર્તવું જ ઘટે છે, હળવે હળવે નિવૃત્ત થવાનાં કારણો ઉપર ભાર દેવા કરતાં જે પ્રકારે ત્વરાએ નિવૃત્તિ થાય તે વિચાર કર્તવ્ય છે; અને તેમ કરતાં અશાતાદિ આપત્તિયોગ વેદવા પડતા હોય તો તેને વેદીને પણ પરપરિચયથી શીઘ્રપણે દૂર થવાનો પ્રકાર કરવો યોગ્ય છે. એ વાત વિસ્મરણ થવા દેવા યોગ્ય નથી. For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી જ્ઞાનનું બળવાન તારતમ્યપણું થયે તો જીવને પરપરિચયમાં કદાપિ સ્વાત્મબુદ્ધિ થવી સંભવતી નથી, અને તેની નિવૃત્તિ થયે પણ જ્ઞાનબળે તે એકાંતપણે વિહાર કરવા યોગ્ય છે; પણ તેથી જેની દશા ઓછી છે એવા જીવને તો અવશ્ય પરપરિચયને છેદીને સત્સંગ કર્તવ્ય છે, કે જે સત્સંગથી સહેજે અવ્યાબાધ સ્થિતિનો અનુભવ થાય છે. જ્ઞાનીપુરુષ કે જેને એકાંતે વિચરતાં પણ પ્રતિબંધ સંભવતો નથી, તે પણ સત્સંગની નિરંતર ઇચ્છા રાખે છે, કેમ કે જીવને જો અવ્યાબાધ સમાધિની ઇચ્છા હોય તો સત્સંગ જેવો કોઈ સરળ ઉપાય નથી. આમ હોવાથી દિન દિન પ્રત્યે, પ્રસંગે પ્રસંગે, ઘણી વાર ક્ષણે ક્ષણે સત્સંગ આરાધવાની જ ઇચ્છા વર્ધમાન થયા કરે છે. એ જ વિનંતિ. આ॰સ્વ૦પ્રણામ. આ પત્ર ખૂબ જ વિચારવા જેવો છે. સાધકે કેમ વર્તવું જોઈએ તે આમાંથી સમજાય તેમ છે. ✩ ૧૧૭ ૫૪૮ શ્રી સોભાગભાઈને આ પત્ર લખ્યો છે. જ્ઞાની પુરુષનો સત્સંગ થયે, નિશ્ચય થયે અને તેના માર્ગને આરાધ્યે જીવને દર્શનમોહનીય કર્મ ઉપશમે છે કે ક્ષય થાય છે, અને અનુક્રમે સર્વ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જીવ કૃતકૃત્ય થાય છે, એ વાત પ્રગટ સત્ય છે, પણ તેથી ઉપાર્જિત પ્રારબ્ધ પણ ભોગવવું પડતું નથી એમ સિદ્ધાંત થઈ શકતો નથી. કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે એવા વીતરાગને પણ ઉપાર્જિત પ્રારબ્ધરૂપ એવા ચાર કર્મ વેદવાં પડે છે, તો તેથી ઓછી ભૂમિકામાં સ્થિત એવા જીવોને પ્રારબ્ધ ભોગવવું પડે તેમાં આશ્ચર્ય કાંઈ નથી. જેમ તે સર્વજ્ઞ એવા વીતરાગને ઘનઘાતી ચાર કર્મ નાશ પામવાથી વેદવાં પડતાં નથી, અને ફરી તે કર્મ ઉત્પન્ન થવાનાં કારણની તે સર્વજ્ઞ વીતરાગને સ્થિતિ નથી, તેમ જ્ઞાનીનો નિશ્ચય થયે અજ્ઞાનભાવથી જીવને ઉદાસીનતા થાય છે, અને તે ઉદાસીનતાને લીધે ભવિષ્ય કાળમાં તે પ્રકારનું કર્મ ઉપાર્જવાનું મુખ્ય કારણ તે જીવને થતું નથી. ૨વજીભાઈનાં કુટુંબને માટે જેમ વ્યવસાય મારે કરવો પડે છે તેમ તમારે માટે મારે કરવો હોય તો પણ મારા ચિત્તમાં અન્યભાવ આવે નહીં. પણ તમે દુઃખ સહન ન કરી શકો તથા વ્યવસાય મને જણાવો એ વાત કોઈ રીતે શ્રેયરૂપ લાગતી નથી કેમ કે રવજીભાઈને તેવી પરમાર્થ ઇચ્છા નથી અને તમને છે, જેથી તમારે આ વાત ઉપર જરૂર સ્થિર થવું. આ વાતનો વિશેષ નિશ્ચય રાખજો. કેવળજ્ઞાનીઓને અને અરિહંત પરમાત્માને આયુષ્ય નામ ગોત્ર અને વેદનીય એ ચાર અઘાતી કર્મ દેહ છે ત્યાં સુધી વદવાં પડે છે. For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શિક્ષામૃત પ૬૦ જો જ્ઞાની પુરુષના દૃઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષ પદ સુલભ છે, તો પછી ક્ષણે ક્ષણે આત્મોપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ તે જ્ઞાની પુરુષના દઢ આશ્રયે પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય ? કેમ કે તે ઉપયોગના એકાગ્રપણા વિના તો મોક્ષપદની ઉત્પત્તિ છે નહીં, જ્ઞાની પુરુષના વચનનો દઢ આશ્રય જેને થાય તેને સર્વ સાધન સુલભ થાય એવો અખંડ નિશ્ચય સપુરુષોએ કર્યો છે, તો પછી અમે કહીએ છીએ કે આ વૃત્તિઓનો જય કરવો ઘટે છે, તે વૃત્તિઓનો જય કેમ ન થઈ શકે ? આટલું સત્ય છે કે આ દુષમકાળને વિશે સત્સંગની સમીપતા કે દૃઢ આશ્રય વિશેષ જોઈએ અને અસત્સંગથી અત્યંત નિવૃત્તિ જોઈએ, તો પણ મુમુક્ષને તો એમ જ ઘટે છે કે કઠણમાં કઠણ આત્મસાધન હોય તેની પ્રથમ ઇચ્છા કરવી કે જેથી સર્વ સાધન અલ્પ કાળમાં ફળીભૂત થાય. શ્રી તીર્થકરે તો એટલા સુધી કહ્યું છે કે જે જ્ઞાની પુરુષની દશા સંસારપરિક્ષીણ થઈ છે, તે જ્ઞાનીપુરુષને પરંપરા કર્મબંધ સંભવતો નથી, તો પણ પુરુષાર્થ મુખ્ય રાખવો, કે જે બીજા જીવને પણ આત્મસાધન-પરિણામનો હેતુ થાય. “સમયસારમાંથી જે કાવ્ય લખેલ છે તે તથા તેવા બીજા સિદ્ધાંતો માટે સમાગમે સમાધાન કરવાનું સુગમ પડશે. જ્ઞાની પુરુષને આત્મપ્રતિબંધપણે સંસારસેવા હોય નહીં, પણ પ્રારબ્ધપ્રતિબંધપણે હોય, એમ છતાં પણ તેથી નિવર્તવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે, જે રીતનો આશ્રય કરતાં હાલ ત્રણ વર્ષ થયાં વિશેષ તેમ કર્યું છે અને તેમાં જરૂર આત્મદશાને ભૂલાવે એવો સંભવ રહે તેવો ઉદય પણ જેટલો બન્યો તેટલો સમપરિણામે વેદ્યો છે, જો કે તે વેદવાના કાળને વિશે સર્વસંગ નિવૃત્તિ કોઈ રીતે થાય તો સારું એમ સૂયાં કર્યું છે; તો પણ સર્વસંગનિવૃત્તિએ જે દશા રહેવી જોઈએ તે દશા ઉદયમાં રહે, તો અલ્પ કાલમાં વિશેષ કર્મની નિવૃત્તિ થાય, એમ જાણી જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે. પ૬૮ આત્મસ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે, જેથી હમણાં થાય તેમાં આશ્ચર્ય લાગતું નથી. સર્વ ફ્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. સદ્વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી એમાં કિંચિત્માત્ર સંશય નથી. For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર ‘સમાધિ’ કહે છે. આત્મપરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થંકર ‘અસમાધિ' કહે છે. આત્મપરિણામની સહજસ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ‘ધર્મ’ કહે છે. આત્મપરિણામની કંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ‘કર્મ’ કહે છે. શ્રી જિન તીર્થંકરે જેવો બંધ અને મોક્ષનો નિર્ણય કહ્યો છે, તેવો નિર્ણય વેદાંતાદિ દર્શનમાં દૃષ્ટિગોચર થતો નથી, અને જેવું શ્રી જિનને વિશે યથાર્થ વક્તાપણું જોવામાં આવે છે, તેવું યથાર્થ વક્તાપણું બીજામાં જોવામાં આવતું નથી. ૧૧૯ આત્માના અંતર્વ્યાપાર (શુભાશુભ પરિણામ ધારા) પ્રમાણે બંધમોક્ષની વ્યવસ્થા છે, શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. પૂર્વે ઉત્પન્ન કરેલાં વેદનીય કર્મના ઉદય પ્રમાણે રોગાદિ ઉત્પન્ન થાય છે, અને તે પ્રમાણે નિર્બળ, મંદ, મ્યાન, ઉષ્ણ, શીત આદિ શરીર ચેષ્ટા થાય છે. વિશેષ રોગના ઉદયથી અથવા શારીરિક મંદબળથી જ્ઞાનીનું શરીર કંપાય, નિર્બળ થાય, મ્લાન થાય, મંદ થાય, રોદ્ર લાગે, તેને ભ્રમાદિનો ઉદય પણ વર્તે, તથાપિ જે પ્રમાણે જીવને વિશે બોધ અને વૈરાગ્યની વાસના થઈ હોય છે તે પ્રમાણે તે રોગને જીવ તે તે પ્રસંગમાં ઘણું કરી વેઠે છે. કોઈપણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી તથા સંભવતું નથી; અને મૃત્યુનું આવવું અવશ્ય છે, એવો પ્રત્યક્ષ નિઃસંશય અનુભવ છે, તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ફરી ભૂલી જાય છે, એ મોટું આશ્ચર્ય છે. જે સર્વજ્ઞ વીતરાગને વિશે અનંત સિદ્ધિઓ પ્રગટી હતી તે વીતરાગે પણ આ દેહને અનિત્યભાવી દીઠો છે, તો પછી બીજા જીવો કયા પ્રયોગે દેહને નિત્ય કરી શકશે ? શ્રી જિનનો એવો અભિપ્રાય છે, કે પ્રત્યેક દ્રવ્ય અનંત પર્યાયવાળું છે. જીવને અનંતા પર્યાય છે અને પરમાણુને પણ અનંતા પર્યાય છે. જીવ ચેતન હોવાથી તેના પર્યાય પણ ચેતન છે, અને પરમાણુ અચેતન હોવાથી તેના પર્યાય પણ અચેતન છે. જીવના પર્યાય અચેતન નથી અને પરમાણુના પર્યાય સચેતન નથી, એવો શ્રી જિને નિશ્ચય કર્યો છે અને તેમ જ યોગ્ય છે, કેમ કે પ્રત્યક્ષ પદાર્થનું સ્વરૂપ પણ વિચારતાં તેવું ભાસે છે. જીવ વિશે, પ્રદેશ વિશે, પર્યાય વિશે, તથા સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિ વિશેનો યથાશક્તિ વિચાર કરવો. જે કંઈ અન્ય પદાર્થનો વિચાર કરવો છે તે જીવના મોક્ષાર્થે કરવો છે. અન્ય પદાર્થના જ્ઞાનને માટે કરવો નથી. For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ૫૬૯ ‘શ્રી સત્ પુરુષોને નમસ્કાર’ સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ તથા અસત્પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત્માત્ર સંશય નથી. આરંભપરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્પ્રસંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે. શિક્ષામૃત જે જીવો મોહનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે; નિરંતર આત્મ વિચારે કરી મુનિ તો જાગ્રત રહે; પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી, એમ શ્રી જિને કહ્યું છે. સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે, કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદજાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. . અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ્યવૃત્તિ છે, તેટલો જીવથી મોક્ષ દૂર છે. જો કોઈ આત્મજોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે. પ્રાયે મનુષ્યદેહ વિના આત્મજોગ બનતો નથી એમ જાણી, અત્યંત નિશ્ચય કરી, આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે. વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. અસત્સંગપ્રસંગનો ઘેરાવો વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળનો હીનસત્વ થયો હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે તો કોઈ રીતે પુરુષાર્થયોગ્ય થઈ વિચાર દશાને પામે. જે પ્રકારે અનિત્યપણું, અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાસે તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય. હવે આ ઉપાધિકાર્યથી છૂટવાની વિશેષ વિશેષ આર્તિ થયા કરે છે, અને છૂટવા વિના જે કંઈ પણ કાળ જાય છે તે, આ જીવનું શિથિલપણું જ છે, એમ લાગે છે; અથવા એવો નિશ્ચય રહે છે. For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧ ૨૧ જનકાદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મસ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. શ્રી જિન જેવા જન્મત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા એવા ભયના હેતુ રૂ૫ ઉપાધિયોગની નિવૃત્તિ આ પામર જીવ કરતાં કરતાં કાળ વ્યતિત કરશે તો અશ્રેય થશે, એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે, કેમ કે એમ જ કર્તવ્ય છે. જે રાગદ્વેષાદિ પરિણામ અજ્ઞાન વિના સંભવતાં નથી, તે રાગદ્વેષાદિ પરિણામ છતાં જીવન્મુક્તપણું સર્વથા માનીને જીવન્મુક્ત દશાની જીવ આશાતના કરે છે, એમ વર્તે છે. સર્વથા રાગદ્વેષ પરિણામનું પરિક્ષીણપણું જ કર્તવ્ય છે. અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થકરે સ્વીકાર્યું છે. - આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ અધ્યાત નિવર્તવો તેને શ્રી જિન ત્યાગ કહે છે. તે તાદમ્ય અધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર્યંગ કહ્યો નથી, એમ છે તો પણ આ જીવે અંતર્યાગ ને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈપણ ઉપકારી માનવી યોગ્ય છે. | નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. જો કે એમ લાગે છે કે તે વિચાર અને જાપ હજી તથારૂપ નથી, શિથિલ છે; માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળમાં યોગ કરવો ઘટે છે, એમ વર્યા કરે છે. પ્રસંગથી કેટલાંક અરસપરસ સંબંધ જેવાં વચનો આ પત્રમાં લખ્યાં છે, તે વિચારમાં છુરી આવતાં સ્વવિચારબળ વધવાને અર્થે અને તમને વાંચવા વિચારવાને અર્થે લખ્યાં છે. જીવ, પ્રદેશ, પર્યાય, તથા સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિ વિશે તથા રસના વ્યાપકપણા વિશે ક્રમે કરી સમજવું યોગ્ય થશે. તમારો અત્ર આવવાનો વિચાર છે, તથા શ્રી ડુંગર આવવાનો સંભવ છે એમ લખ્યું તે જાણ્યું છે. સત્સંગ જોગની ઇચ્છા રહ્યા કરે છે. પ૭૨ સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે, તેને શ્રી જિને તીવ્ર જ્ઞાનદશા કહી છે. જે દશા આવ્યા વિના કોઈ પણ જીવ બંધન મુક્ત થાય નહીં, એવો સિદ્ધાંત શ્રી જિને પ્રતિપાદન કર્યો છે; જે અખંડ સત્ય છે. For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ૨ શિક્ષામૃત કોઈક જીવથી એ ગહન દશાનો વિચાર થઈ શકવા યોગ્ય છે, કેમ કે અનાદિથી અત્યંત અજ્ઞાન દશાએ આ જીવે પ્રવૃત્તિ કરી છે, તે પ્રવૃત્તિ એકદમ અસત્ય, અસાર સમજાઈ, તેની નિવૃત્તિ સૂઝે, એમ બનવું બહુ કઠણ છે; માટે જ્ઞાની પુરુષનો આશ્રય કરવા રૂ૫ ભક્તિમાર્ગ જિને નિરૂપણ કર્યો છે, કે જે માર્ગ આરાધવાથી. સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે. જ્ઞાનીપુરુષના ચરણને વિશે મન સ્થાપ્યા વિના એ ભક્તિમાર્ગ સિદ્ધ થતો નથી. જેથી ફરી ફરી જ્ઞાનીની આજ્ઞા આરાધવાનું જિનાગમમાં ઠેકાણે ઠેકાણે કથન કર્યું છે. જ્ઞાની પુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે, પણ વચનની અપૂર્વતાથી, તે વચનનો વિચાર કરવાથી, તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ દૃષ્ટિએ જોવાથી, મનનું સ્થાપન થવું સુલભ થાય છે. જીવ કોઈક વાર આવી વાતનો વિચાર કરે, તેથી અનાદિ અભ્યાસનું બળ ઘટવું કઠણ પડે, પણ દિન દિન પ્રત્યે, પ્રસંગે પ્રસંગે અને પ્રવૃત્તિ પ્રવૃત્તિએ ફરી ફરી વિચાર કરે, તો અનાદિ અભ્યાસનું બળ ઘટી, અપૂર્વ અભ્યાસની સિદ્ધિ થઈ સુલભ એવો આશ્રયભક્તિમાર્ગ સિદ્ધ થાય. આશ્રય ભક્તિ માર્ગની અગત્ય આ પત્રમાં જણાવી છે. પ૭પ જેમ છે તેમ નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે ત્યાં સુધી નિજ સ્વરૂપના નિદિધ્યાસનમાં સ્થિર રહેવાને જ્ઞાની પુરુષના વચનો આધારભૂત છે, એમ પરમ પુરુષ શ્રી તીર્થકરે કહ્યું છે, તે સત્ય છે. પ૮૩ એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયો તેને વિશે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે; અને તેવું અવ્યવસ્થિતપણું લોકવ્યવહારથી પ્રતિકૂળ હોવાથી લોકવ્યવહાર ભજવો ગમતો નથી, અને તજવો બનતો નથી; એ વેદના ઘણું કરીને દિવસના આખા ભાગમાં વેદવામાં આવ્યા કરે છે. ૫૮૪-૫૮૫ જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જ જીવસ્વભાવ રે; તે જિન વીરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાયઅભાવ રે. (૧૧ રહસ્ય શ્રી યશોવિજયજી - સીમંધર જિન સ્તવન) રહ૮ રત છે, એમાં જરા પણ ડાઘ ન હોય. એની આરપાર દેખી શકાય એટલા શુદ્ધ For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧ ૨૩ હાય, પરંતુ એની પાછળ પીળી વસ્તુ મૂકી હોય તો સ્ફટિક પીળો દેખાય. કાળું પાનું મૂક્યું હોય તો સ્ફટિક કાળો દેખાય, રાતું પાનું મૂક્યું હોય તો રાતો દેખાય, પરંતુ સ્ફટિકનો સ્વભાવ ખરેખર એવો નથી. તેવી જ રીતે આ આત્મા સ્ફટિક જેવો છે. એની સામે જે વસ્તુ આવે છે, એનું પ્રતિબિંબ એમાં પડે છે જેમ અરિસામાં કે જળમાં પ્રતિબિંબ પડે છે તેમ આત્મામાં પણ પ્રતિબિંબ પડે છે. પણ એ માને છે કે મને આ થઈ ગયું. હું કરું છું એમ થાય છે. એ અજ્ઞાન છે ત્યાં સુધી કર્મ બંધાય. ખરું જોતાં આત્મા સ્ફટિક રત્ન જેવો છે, એને કોઈ લેવા કે દેવા નથી. જેનો આત્મા આવા સ્ફટિક રત્ન સમાન શુદ્ધ છે એવા વીર જિનેશ્વરે - ભગવાન મહાવીરે આ ધર્મ પ્રકાશ્યો છે કે જેમનામાંથી સંપૂર્ણપણે કષાય ભાવનો અભાવ થઈ ગયો છે. આવા જ્ઞાની ભગવંતની જેના ઉપર કૃપા થાય તે તેના જેવો થઈ શકે – પુરુષાર્થ દ્વારા. સહજ દ્રવ્ય અત્યંત પ્રકાશિત થયે એટલે સર્વ કર્મનો ક્ષય થયે જ અસંગતા કહી છે અને સુખ સ્વરૂપતા કહી છે. જ્ઞાની પુરુષોનાં તે વચનો અત્યંત સાચાં છે; કેમકે સત્સંગથી પ્રત્યક્ષ અત્યંત પ્રગટ તે વચનોનો અનુભવ થાય છે. | નિર્વિકલ્પ ઉપયોગનો લક્ષ સ્થિરતાનો પરિચય કર્યાથી થાય છે. સુધારસ, સત્સમાગમ, સશાસ્ત્ર, સદ્વિચાર અને વૈરાગ્ય ઉપશમ એ સૌ સ્થિરતાના હેતુ છે. આ બધા આત્મ દ્રવ્યની સ્થિરતાના હેતુ છે, સાધન છે. . પ૮૬ શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કરી છે; અને તે સંયોગનો વિશ્વાસ પરમજ્ઞાનીને પણ કર્તવ્ય નથી; એવો નિશ્ચળ માર્ગ કહ્યો છે, તે શ્રી જિન વીતરાગના ચરણકમળને વિશે અત્યંત નમ્ર પરિણામથી નમસ્કાર છે અહીં કૃપાળુ દેવે દ્રવ્ય સંયોગ એટલે શરીર, કુટુંબ મિલકત વગેરેથી અને ભાવ સંયોગ એટલે અંદર પડેલી મોહદશાથી છૂટવાની ભલામણ કરી છે. પ૯૧ જેને જ્ઞાનદશા છે તેવા પુરુષો વિષયાકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઇચ્છાથી તેમાં પ્રવર્તતા નથી, અને એમ જો પ્રવર્તવા જાય તો જ્ઞાનને પણ આવરણ આવવા For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૪ શિક્ષામૃત યોગ્ય છે. માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે ન છૂટી શકાય તેથી જ જ્ઞાની પુરુષની ભોગપ્રવૃત્તિ છે. તે પણ પૂર્વપશ્ચાતુ પશ્ચાત્તાપવાળી અને મંદમાં મંદ પરિણામ સંયુક્ત હોય છે. પૂર્વપશ્ચાત્ત એટલે આગળ અને પાછળ પ૯૨ જે પુરુષોએ વસ્ત્ર જેમ શરીરથી જુદું છે, એમ આત્માથી શરીર જુદું છે એમ દીઠું છે; તે પુરુષો ધન્ય છે. બીજાની વસ્તુ પોતાથી ગ્રહણ થઈ હોય, તે જ્યારે એમ જણાય કે બીજાની છે, ત્યારે તે આપી દેવાનું જ કાર્ય મહાત્મા પુરુષો કરે છે. વિરલા જીવો સમ્યફદષ્ટિપણું પામે એવી કાળસ્થિતિ થઈ ગઈ છે; જ્યાં સહજસિદ્ધ આત્મચારિત્રદશા વર્તે છે એવું કેવળજ્ઞાન પામવું કઠણ છે, એમાં સંશય નથી. પ૯૩ આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એ જ સર્વ જ્ઞાનનો સાર શ્રી સર્વજો કહ્યો છે. ... યથાપ્રવૃત્તિકરણ સુધી જીવ અનંતીવાર આવ્યો છે, પણ જે સમયે ગ્રંથિભેદ થવા સુધી આવવાનું થાય છે, ત્યારે ક્ષોભ પામી, પાછો સંસાર પરિણામી થયા કર્યો છે. ગ્રંથિભેદ થવામાં જે વીર્યગતિ જોઈએ તે થવાને અર્થે જીવે નિત્ય પ્રત્યે સત્સમાગમ, સદ્વિચાર અને સગ્રંથનો પરિચય નિરંતરપણે કરવો શ્રેયભૂત છે. જે જ્ઞાનથી કામ નાશ પામે તે જ્ઞાનને અત્યંત ભક્તિએ નમસ્કાર હો. વીર્યગતિ જોઈએ એટલે આત્માનું બળ જોઈએ. પ૯૮ અલ્પકાળમાં ઉપાધિ રહિત થવા ઇચ્છનારે આત્મપરિણતિને કયા વિચારમાં આણવી ઘટે છે કે જેથી તે ઉપાધિરહિત થઈ શકે? એક આટલું અમારા ચિત્તમાં રહે છે કે આ ક્ષેત્ર સામાન્યપણે અનાર્ય ચિત્ત કરી નાખે તેવું છે. તેવા ક્ષેત્રમાં સત્સમાગમનો યથાસ્થિત લાભ લેવાનું ઘણું કઠણ પડે છે; કેમ કે આજુબાજુના For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧ ૨૫ સમાગમો, લોકવ્યવહાર બધા ઘણું કરી વિપર્યય રહ્યા, અને તે કારણથી ઘણું કરી કોઈ મુમુક્ષુ જીવ અત્રે ચાહીને સમાગમાર્થે આવવા ઇચ્છા કરતા હોય તેને પણ પ્રત્યુત્તર “ના” લખવા જેવું બને છે; કેમ કે તેના શ્રેયને બાધ ન થવા દેવો યોગ્ય છે. આ ક્ષેત્ર - મુંબઈ, વિપર્યય - અવળા goo પર પરિણતિનાં કાર્ય કરવાનો પ્રસંગ રહે અને સ્વપરિણતિમાં સ્થિતિ રાખ્યા કરવી તે ચોદમાં જિનની સેવા શ્રી આનંદઘનજીએ કહી છે તેથી પણ વિશેષ દોહ્યલું છે. ‘ધાર તલવારની સોહલી દોહલી, ચૌદમા જિનતણી ચરણ સેવા.” તલવારની ધાર પર નાચવા કરતાં પણ આ વિશેષ દોહિલું છે. જ્ઞાની પુરુષને નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યદશા વર્તે ત્યારથી જે સંયમસુખ પ્રગટે છે તે અવર્ણનીય છે. ઉપદેશમાર્ગ પણ તે સુખ પ્રગટ્ય પ્રરૂપવા યોગ્ય છે. ૬૦૩ જ્ઞાની પુરુષને જે સુખ વર્તે છે, તે નિજસ્વભાવમાં સ્થિતિનું વર્તે છે. બાહ્યપદાર્થમાં તેને સુખ બુદ્ધિ નથી, માટે તે તે પદાર્થથી જ્ઞાનીને સુખદુઃખાદિનું વિશેષપણું કે ઓછાપણું કહી શકાતું નથી. વાયુફેર હોવાથી વહાણનું બીજી તરફ ખેંચાવું થાય છે, તથાપિ વહાણ ચલાવનાર જેમ પહોંચવા યોગ્ય માર્ગ ભણી તે વહાણને રાખવાના પ્રયત્નમાં જ વર્તે છે, તેમ જ્ઞાનીપુરુષ મન, વચનાદિ યોગને નિજભાવમાં સ્થિતિ થવા ભણી જ પ્રવર્તાવે છે; તથાપિ ઉદયવાયુયોગે યત્કિંચિત્ દશાફેર થાય છે, તો પણ પરિણામ, પ્રયત્ન સ્વધર્મને વિશે છે. એ ઉદયમાં પણ એને ખબર પડે. સમુદ્રમાં જેમ ભમરી આવે તો વહાણના કેપ્ટનને આમ પાછા ફરવું પડે કે નહીં ? કારણ કે ભમરીમાં જાય તો એ વહાણ ફરવા માંડે અને ડૂબે. એટલે એ વહાણને ફેરવી લે છે. એ સદાયે જાગૃત હોય છે. પછી પાછો આગળ જતાં પોતાનો માર્ગ પકડી લે છે. gog એ શ્રીપાળનો રાસ કરતા, જ્ઞાન અમૃત રસ વૂક્યો રે; (તુઠો તુઠો રે મુજ સાહેબ જગનો તુઠો રે) (શ્રી યશોવિજયજી) (શ્રીપાળ રાસ) For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૬ શિક્ષામૃત મારા પર સકલ જગતના પ્રભુ એવા શ્રી જિનેશ્વર દેવ ખચિતપણે ચોક્કસપણે તુષ્ટમાન થયા છે, કારણ કે આ શ્રીપાળ રાજાનો રાસ રચતાં જ્ઞાનરૂપી અમૃત મારામાં ઉમટ્યો છે. આત્માના આસ્વાદરૂપ અનુભવરૂપી અમૃત રસની મને પ્રાપ્તિ થઈ છે. તેથી જ આ રાસ પૂર્ણ થઈ શક્યો છે એમ યશોવિજયજી મહારાજ સાહેબ કહે છે. ઉ૦૭ જંગમની જુક્તિ તો સર્વે જાણીએ, સમીપે રહે પણ શરીરનો નહીં સંગ જો; એકાંતે વસવું રે એક જ આસને, ભૂલ પડે તો પડે ભજનમાં ભંગ જો, ઓધવજી અબળા તે સાધન શું કરે ? ' ' (ઓધવજીનો સંદેશો ગરબી ૩-૩ રઘુનાથદાસ) હાલતાં-ચાલતાં પદાર્થની જુક્તિ યુક્તિ જાણવી જોઈએ. તેઓ શરીરના સંગમાં હોય છતાં તેના સંગમાં ન વર્તતા હોય, તેનાથી પર તેની સ્થિતિ હોય. આવી સ્થિતિ મેળવવા એકાંતમાં જઈને પદ્માસનમાં બેસીને સાધના કરવી જોઈએ. એમાં ભૂલ પડે તો ભજનમાં-ભક્તિમાં ભૂલ પડે. ઓધવજી કહે છે કે અબળા તે શું કરી શકે ? તે કહો. ૬૦૮ રાંડી રુએ, માંડી રુએ, પણ સાત ભરતારવાળી તો મોટું જ ન ઉઘાડે. (લોકોકિત) રાંડી એટલે ગૃહસ્થ, માંડી એટલે સાધુ, સાત ભરતારવાળી એટલે અપ્રમત્ત ગુણસ્થાને વર્તતા સાધુ. ગૃહસ્થ પોતાની સ્થિતિથી રુએ છે, સાધુ પોતાની સ્થિતિથી નાખુશ છે ત્યારે સાતમા અપ્રમત્ત ગુણસ્થાનવાળો મુનિ કોની પાસે મોટું ઉઘાડીને પોતાની વાત રજૂ કરે ? ન જ કરી શકે. GOE (૧) સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષકહે છે. અહી મોક્ષની વ્યાખ્યા આપી છે. આત્માની સહજપણે સ્થિતિ થવી, સ્વભાવ પ્રગટ થવા એને મોક્ષ કહે છે. પત્રાંક ૨૦૦ની જેવી નિયમાવલી છે, એવી આ છે. આમાં પણ મોક્ષમાર્ગ દર્શાવ્યો છે. For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧ ૨૭ (૨) સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. (૩) સંગના યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે; સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. સંસારનો સંગ છે એટલે જીવ પોતાના સ્વભાવને ભૂલ્યો છે. સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું પ્રત્યક્ષ ભાન પ્રગટે છે. (૪) એ જ માટે સર્વ તીર્થકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે કે, જેના અંગે સર્વ આત્મસાધન રહ્યાં છે. (૫) સર્વ જિનાગમમાં કહેલાં વચનો એક માત્ર અસંગપણામાં જ સમાય છે; કેમ કે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કહ્યાં છે. એક પરમાણુથી માંડી ચૌદ રાજલોકની અને મેષોન્મેષથી (આંખનાં મટકાથી) માંડી શેલેશીઅવસ્થા પર્યતની સર્વ ક્રિયા વર્ણવી છે, તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે. () સર્વ ભાવથી અસંગાણું થયું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે, અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે, એમ વિચારી શ્રી તીર્થકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે, કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. (૭) તે સત્સંગ પણ જીવને ઘણીવાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી એમ શ્રી વીતરાગે કહ્યું છે, કેમ કે તે સત્સંગને ઓળખી આ જીવે પરમ હિતકારી જાણ્યો નથી; પરમ સ્નેહે ઉપાસ્યો નથી; અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન સંજ્ઞાએ વિસર્જન કર્યો છે, એમ કહ્યું છે. આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજ સમાધિ પર્યત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું. (૮) અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી, નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે; કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, એવો અમારો આત્મસાક્ષાત્કાર છે. (૯) તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે; કેમ કે સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે ને સત્સંગના યોગને બાધ કરનાર એવાં માઠાં કારણોનો ત્યાગ ન કર્યો ! (૧૦) મિથ્યાગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં અથવા સત્સંગમાં એકનિષ્ઠા, અપૂર્વ ભક્તિ આણી ન હોય તો ફળવાન For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૮ શિક્ષામૃત થાય નહીં. જો એક એવી અપૂર્વભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યાગ્રહાદિ નાશ પામે, અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય. (૧૧) સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કોઈ મહત્ પુણ્યયોગે તે ઓળખાણ થયે નિશ્ચય કરી આ જ સત્સંગ, સપુરુષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી; પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્યો કર્યો અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી જોવા, જોઈને તે પરિક્ષણ કરવા; અને તે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિસ્નેહ થવા દેવો યોગ્ય નથી. તેમ પ્રમાદે રસગારવાદિ (ગારવ એટલે લુબ્ધ થવું, આસક્ત થવું. રસગારવ, શબ્દગારવ, ઋદ્ધિગારવ વગેરે ગારવના પ્રકાર છે.) દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મંદ રહે છે, અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવવું ઘટે નહીં. (૧૨) સત્સંગનું એટલે પુરુષનું ઓળખાણ થયે તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય છે. (૧૩) જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો, કે જે કંઈ મારે કરવું છે, તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે, અને તે જ અર્થે આ ત્રણ યોગની ઉદયબળે પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતાં, પણ છેવટે તે ત્રિયોગથી (મન, વચન અને કાયાના યોગથી) રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતાં સંકોચતાં ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. તે ઉપાય મિથ્યાગ્રહનો ત્યાગ, સ્વચ્છંદપણાનો ત્યાગ, પ્રમાદ અને ઇન્દ્રિયવિષયનો ત્યાગ એ મુખ્ય છે. તે સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યા જ રહેવા અને સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય અવશ્ય આરાધન કર્યા જ કરવા; કેમ કે સત્સંગપ્રસંગમાં તો જીવનું કંઈક ન્યૂનપણું હોય તો તે નિવારણ થવાનું સત્સંગ સાધન છે, પણ સત્સંગના પરોક્ષપણામાં તો એક પોતાનું આત્મબળ જ સાધન છે. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં, તેને આચરે નહીં, આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં, તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં. સંક્ષેપમાં લખાયેલાં જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારાં આ વાક્યો મુમુક્ષુ જીવે પોતાના આત્માને વિશે નિરંતર પરિણામી કરવા યોગ્ય છે; જે પોતાના આત્મગુણને વિશેષ વિચારવા શબ્દરૂપે અમે લખ્યાં છે. આ વચનામાં કૃપાળુદેવની કેટલી અનુકંપા જોવા મળે છે ! એમણે સંપૂર્ણપણે માર્ગ ખુલ્લો કરી બતાવ્યો છે ! For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧ ૨૯ ૬૧૦ સત્યનું જ્ઞાન થયા પછી મિથ્થાપ્રવૃત્તિ ન ટળે એમ બને નહીં, કેમ કે જેટલે અંશે સત્યનું જ્ઞાન થાય તેટલે અંશે મિથ્યાભાવપ્રવૃત્તિ મટે, એવો જિનનો નિશ્ચય છે. કદી પૂર્વ પ્રારબ્ધથી બાહ્ય પ્રવૃત્તિનો ઉદય વર્તતો હોય તો પણ મિથાપ્રવૃત્તિમાં તાદાત્મ થાય નહીં, એ જ્ઞાનનું લક્ષણ છે; અને નિત્ય પ્રત્યે મિથ્યાપ્રવૃત્તિ પરિક્ષીણ થાય એ જ સત્યજ્ઞાનની પ્રતીતિનું ફળ છે. મિથ્થાપ્રવૃત્તિ કંઈ પણ ટળે નહીં, તો સત્યનું જ્ઞાન પણ સંભવે નહીં. મિથ્યા પ્રવૃત્તિમાં તાદાભ્ય થાય નહીં એટલે એનો આત્મા એમાં ભળે નહીં. ૬૧૭ સર્વ પ્રકારનાં સર્વાગ સમાધાન વિના સર્વ કર્મથી મુક્ત થવું અશક્ય છે, એવો વિચાર અમારા ચિત્તમાં રહે છે, અને સર્વ પ્રકારનું સમાધાન થવા માટે અનંતકાળ પુરુષાર્થ કરવો પડતો હોય તો ઘણું કરી કોઈ જીવ મુક્ત થઈ શકે નહીં; તેથી એમ જણાય છે કે અલ્પકાળમાં તે સર્વ પ્રકારનાં સમાધાનના ઉપાય હોવા યોગ્ય છે; જેથી મુમુક્ષુ જીવને નિરાશાનું કારણ પણ નથી. ૬૧૮ જે વિચારવાન પુરુષની દૃષ્ટિમાં સંસારનું સ્વરૂપ નિત્ય પ્રત્યે ક્લેશસ્વરૂ૫ ભાસ્યમાન થતું હોય, સાંસારિક ભોગોપભોગ વિશે વિરસપણા જેવું જેને વર્તતું હોય તેવા વિચારવાનને બીજી તરફ લોકવ્યવહારાદિ, વ્યાપારાદિ ઉદય વર્તતો હોય, તો તે ઉદય પ્રતિબંધ ઇન્દ્રિયના સુખને અર્થે નહીં પણ આત્મહિતાર્થે ટાળવો હોય તો ટાળી શકવાના શા ઉપાય હોવા જોઈએ ! તે સંબંધી કંઈ જણાવવાનું થાય તો કરશો. એજ વિનંતિ. - સોભાગભાઈને લખેલા આ પત્રમાં કૃપાળુદેવ પોતાની દશા વર્ણવે છે અને ઉદય પ્રતિબંધ ટાળવાના ઉપાય જણાવવા કહે છે. ૬૩૧ હે મુમુક્ષુ! એક આત્માને જાણતાં સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે; માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઇચ્છાથી તું નિવર્તિ અને એક નિજસ્વરૂપને વિશે દૃષ્ટિ દે, કે જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ શેયપણે તારે વિશે For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શિક્ષામૃત દેખાશે. તત્ત્વસ્વરૂપ એવા સલ્ફાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્ત્વ છે; એમ તત્ત્વજ્ઞાનીઓએ કહ્યું છે, તથાપિ ઉપયોગપૂર્વક તે સમજાવું દુર્લભ છે. એ માર્ગ જુદો છે, અને તેનું સ્વરૂપ પણ જુદું છે, જેમ માત્ર કથનશાનીઓ કહે છે તેમ નથી, માટે ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે? કેમ કે તે અપૂર્વ ભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવા યોગ્ય નથી.' “હે મુમુક્ષુ ! યમનિયમાદિ જે સાધનો સર્વ શાસ્ત્રમાં કહ્યાં છે, તે ઉપર કહેલા અર્થથી નિષ્ફળ ઠરશે એમ પણ નથી, કેમ કે તે પણ કારણને અર્થે છે; તે કારણ આ પ્રમાણે છે : આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા, તથા તેમાં સ્થિતિ થાય તેવી યોગ્યતા આવવા એ કારણો ઉપદેશ્યાં છે. તત્ત્વજ્ઞાનીઓએ એથી એવા હેતુથી એ સાધનો કહ્યાં છે, પણ જીવની સમજણમાં સામટો ફેર હોવાથી તે સાધનોમાં જ અટકી રહ્યો અથવા તે સાધન પણ અભિનિવેશ પરિણામે ગ્રહ્યાં. આંગળીથી જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં આવે, તેમ તત્ત્વજ્ઞાનીઓએ તત્ત્વનું તત્ત્વ કહ્યું છે.” પાત્રતા પ્રાપ્ત થવા માટે બાહ્ય સાધનોની જરૂર પડે છે. પણ સમજણ ફેરના કારણે તેમાં જ અટકી પડે છે, તે ભૂલ છે. આંતરિક પરિણતિ પારિણામિક ભાવ તરફ ન વળે તો બાહ્ય સાધનો નિષ્ફળ કરે છે, કારણ કે તે મોક્ષમાર્ગના હેતુ થતા નથી. ૬૩૬ નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોને વિશે દ્વેષ થાય છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્ભવે છે, એવા જીવને જેટલો બને તેટલો તે તે નિમિત્તવાસી જીવોનો સંગ ત્યાગવો ઘટે છે; અને નિત્ય પ્રત્યે સત્સંગ કરવો ઘટે છે. સત્સંગના અયોગે તથા પ્રકારના નિમિત્તથી દૂર રહેવું ઘટે છે. ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે અને નિમિત્તે નિમિત્તે સ્વદશા પ્રત્યે ઉપયોગ દેવો ઘટે છે. ઉત્કર્ષ આવે છે એટલે અહંકાર આવે છે. ઉ૪૦ વેદાંત કહે છે કે આત્મા અસંગ છે, જિન પણ કહે છે કે પરમાર્થનયથી આત્મા તેમ જ છે. એ જ અસંગતા સિદ્ધ થવી, પરિણત થવી તે મોક્ષ છે. પરભારી તેવી અસંગતા સિદ્ધ થવી ઘણું For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧ ૩૧ કરીને અસંભવિત છે, અને એ જ માટે જ્ઞાની પુરુષોએ, સર્વ દુઃખ ક્ષય કરવાની ઇચ્છા છે જેને એવા મુમુક્ષુએ સત્સંગની નિત્ય ઉપાસના કરવી એમ જે કહ્યું છે, તે અત્યંત સત્ય છે. ૬૪૧ ‘દેખતભૂલી ટળે તો સર્વ દુઃખોનો ક્ષય થાય.” એવો સ્પષ્ટ અનુભવ થાય છે, તેમ છતાં તે જ દેખતભૂલીના પ્રવાહમાં જ જીવ વહ્યો જાય છે, એવા જીવોને આ જગતના વિશે કોઈ એવો આધાર છે કે જે આધારથી, આશ્રયથી તે પ્રવાહમાં ન વહે? દેખતભૂલી એટલે આપણી દૃષ્ટિમાં દેખવાની જ ભૂલ છે. એ ભૂલથી શું થાય છે ? આ બધું - આ શરીર, કુટુંબ કે મિલકત એ આપણું નથી, પરંતુ તેને આપણું માન્યું છે. પરંતુ આપણે પોતે કોણ છીએ તેની પણ આપણને ખબર નથી. ૬૪૨ સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યું જાય છે, તેમાં રહી સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય ? આવા અમૂલ્ય મનુષ્યપણાનો એક સમય પણ પરવૃત્તિએ જવા દેવો યોગ્ય નથી, અને કંઈ પણ તેમ થયા કરે છે તેનો ઉપાય કંઈ વિશેષે કરી ગવેષવા યોગ્ય છે. જ્ઞાની પુરુષનો નિશ્ચય થઈ અંતર્ભેદ ન રહે તો આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે, એવું જ્ઞાની પોકારી ગયા છતાં કેમ લોકો ભૂલે છે? આપણે સવારે ઊઠીએ અને રાત્રે ઊંઘીએ ત્યાં સુધી પરવસ્તુનો સંગ અને પરની કથા કરતા હોઈએ છીએ. એમાં આખો દિવસ વહ્યો જાય છે. . કેવી દુર્લભ મનુષ્યદેહ છે ! જે સમય ગયો એ પાછો આવે ? માણેક અને નીલમ જેવાં કીમતી રત્નો આપીએ તો પણ ગયેલો સમય પાછો મળતો નથી. ઉ૪૭ અગમ અગોચર નિર્વાણમાર્ગ છે, એમાં સંશય નથી. પોતાની શક્તિએ, સદ્ગુરુના આશ્રય વિના, તે માર્ગ શોધવો અશક્ય છે; એમ વારંવાર દેખાય છે, એટલું જ નહીં, પણ શ્રી સરુચરણના આશ્રયે કરી બોધબીજની પ્રાપ્તિ થઈ હોય એવા પુરુષને પણ સદ્ગુરુના સમાગમનું આરાધન નિત્ય For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ૨ શિક્ષામૃત કર્તવ્ય છે. જગતના પ્રસંગ જોતાં એમ જણાય છે કે, તેવા સમાગમ અને આશ્રય વિના નિરાલંબ બોધ સ્થિર રહેવો વિકટ છે. જો બોધ સ્થિર ન રહે તો પુરુષાર્થ તો ક્યાંથી થાય ? ૬૪૮ દેશ્યને અદૃશ્ય કર્યું, અને અદૃશ્યને દૃશ્ય કર્યું એવું જ્ઞાની પુરુષોનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાવું યોગ્ય નથી. આપણું શરીર, આપણું કુટુંબ, આપણું ઘર, આપણો ધંધો અને મિલકત એ બધું જેટલું દશ્ય છે એને જ્ઞાનીએ અદશ્ય કર્યું છે. બહારમાં જ જેની વૃત્તિ ફરે છે અને હું કોણ છું એ ખબર નથી. એને માટે આત્મા અદશ્ય છે. જ્ઞાની પુરુષોએ આત્માને દશ્ય કર્યો છે. અને બાહ્ય જગતને અદશ્ય કર્યું છે. આ આશ્ચર્યકારક છે. એનું વર્ણન કરવું સરળ નથી. ઉ૪૯ ગયેલી એક પળ પણ પાછી મળતી નથી, અને તે અમૂલ્ય છે, તો પછી આખી આયુષ્યસ્થિતિ ! એક પળનો હીન ઉપયોગ તે એક અમૂલ્ય કૌસ્તુભ ખોવા કરતાં પણ વિશેષ હાનિકારક છે, તો તેવી સાઠ પળની એક ઘડીનો હીન ઉપયોગ કરવાથી કેટલી હાની થવી જોઈએ ? એમ જ એક દિન, એક પક્ષ, એક માસ, એક વર્ષ અને અનુક્રમે આખી આયુષ્ય સ્થિતિનો હીન ઉપયોગ એ કેટલી હાનિ અને કેટલા અશ્રેયનું કારણ થાય એ વિચાર શુક્લ હૃદયથી તરત આવી શકશે. સુખ અને આનંદ એ સર્વ પ્રાણી, સર્વ જીવ, સર્વ સત્ત્વ અને સર્વ જંતુને નિરંતર પ્રિય છે, છતાં દુઃખ અને અઆનંદ ભોગવે છે એનું શું કારણ હોવું જોઈએ? અજ્ઞાન અને તે વડે જિંદગીનો હીન ઉપયોગ. હન ઉપયોગ થતો અટકાવવાનો પ્રત્યેક પ્રાણીની ઇચ્છા હોવી જોઈએ, પરંતુ કયા સાધન વડે ? ગયેલાં વર્ષો પાછાં આવતાં નથી. માટે એક પળનો પણ હીન ઉપયોગ ન થાય તેટલા સાવધ રહેવું જોઈએ. આપણા અજ્ઞાનને કારણે હીન ઉપયોગ થાય છે તો તેવું અજ્ઞાન દૂર થાય તે માટે પુરુષાર્થ કરવો જોઈએ; જ્ઞાનીનો સત્સંગ કરવો જોઈએ. ૬૫o આ પત્રમાં કૃપાળુદેવે આરંભ અને પરિગ્રહનો ત્યાગ કરવાનો ઉપદેશ આપ્યો છે. અંતર્મુખદષ્ટિ જે પુરુષોની થઈ છે, તે પુરુષોને પણ સતત જાગૃતિરૂપ ભલામણ શ્રી વીતરાગે For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧ ૩૩ કહી છે, કેમ કે અનંતકાળના અધ્યાસવાળા પદાર્થોનો સંગ છે, તે કંઈ પણ દૃષ્ટિને આકર્ષે એવો ભય રાખવા યોગ્ય છે. આવી ભૂમિકામાં આ પ્રકારે ભલામણ ઘટે છે, એમ છે તો પછી વિચારદશા જેની છે એવા મુમુક્ષુ જીવે સતત જાગૃતિ રાખવી ઘટે એમ કહેવામાં ન આવ્યું હોય, તો પણ સ્પષ્ટ સમજી શકાય એમ છે કે મુમુક્ષુ જીવે છે જે પ્રકારે પરઅધ્યાસ થવા યોગ્ય પદાર્થોદિનો ત્યાગ થાય, તે તે પ્રકારે અવશ્ય કરવો ઘટે. જો કે આરંભપરિગ્રહનો ત્યાગ એ સ્થૂળ દેખાય છે તથાપિ અંતર્મુખવૃત્તિનો હેતુ હોવાથી વારંવાર તેનો ત્યાગ ઉપદેશ્યો છે. ઉપ૧ જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પરહિત થયો તેનું નામ શમાવે છેવસ્તુતાએ બંને એક જ છે. જેમ છે તેમ સમજાવાથી ઉપયોગ સ્વરૂપમાં સમાયો, અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો એ પ્રથમ વાક્ય “સમજીને શમાઈ રહ્યા તેનો અર્થ છે. ઉપપ નિશદિન રૈનમેં નીંદ ન આવે, નર તબદિ નારાયન પાવે - (શ્રી સુંદરદાસજી) રાત્રી-દિવસ એવી ઝુરણા થાય કે નિદ્રા પણ હરામ થઈ જાય. આટલી તાલાવેલી જાગે ત્યારે ભગવાનને મેળવે. પરમાત્માને પામી શકે. ૬૫૮ બે અભિનિવેશ આડા આવી ઊભા રહેતા હોવાથી જીવ મિથ્યાત્વનો ત્યાગ કરી શકતો નથી. તે આ પ્રમાણે : “લૌકિક” અને “શાસ્ત્રીય'. ક્રમે કરીને સત્સમાગમયોગે જીવ જો તે અભિનિવેશ છોડે તો ‘મિથ્યાત્વ'નો ત્યાગ થાય છે, એમ વારંવાર જ્ઞાની પુરુષોએ શાસ્ત્રાદિ દ્વારાએ ઉપદેશ્ય છતાં જીવ તે છોડવા પ્રત્યે ઉપેક્ષિત શા માટે થાય છે ? તે વાત વિચારવા યોગ્ય છે. અભિનિવેશ એટલે આગ્રહ જ્યાં સુધી તે આગ્રહ છૂટતો નથી ત્યાં સુધી મિથ્યાત્વ જતું નથી. માટે અભિનિવેશ છોડવા જોઈએ. For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ५५० શ્રદ્ધા જ્ઞાન લહ્યાં છે તોપણ, જો નવિ જાય પમાયો (પ્રમાદ) રે; વંધ્ય તરુ ઉપમ તે પામે, સંયમ ઠાણ જો નાયો રે; ગાયો રે, ગાયો, ભલે વીર જગદ્ગુરુ ગાયો. (સંયમ શ્રેણી સ્તવન ૪-૩, ૫૦ ૫. શ્રી ઉત્તમવિજયજી) શ્રદ્ધા અને જ્ઞાન પ્રાપ્ત થયાં છે છતાં પણ પોતે સાધનામાં થતો પ્રમાદ ન છોડે તો આત્મસ્વભાવમાં સ્થિર ન થઈ શકાય, તેથી શ્રદ્ધા, જ્ઞાન હોય છતાં પ્રમાદનો ત્યાગ ન કરે તો તે વાંઝિયા ઝાડ જેવો ગણાય. તેને સંયમની પ્રાપ્તિ ન થાય. પછી ભલેને તે ભગવાન શ્રી મહાવીરની સ્તુતિ કરતો હોય, તોપણ સ્થિરતા ન થાય. શિક્ષામૃત ५५४ સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ આ સંસારને વિશે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. મોટા મુનિઓને જે વેરાગ્યદશા પ્રાપ્ત થવી દુર્લભ, તે વૈરાગ્યદશા તો ગૃહવાસને વિશે જેને પ્રાયે વર્તતી હતી, એવા શ્રી મહાવીર, ઋષભાદિ પુરુષો પણ ત્યાગને ગ્રહણ કરી ચાલી નીકળ્યા, એ જ ત્યાગનું ઉત્કૃષ્ટપણું ઉપદેશ્યું છે. ગૃહસ્થાદિ વ્યવહાર વર્તે ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય, કે આત્મજ્ઞાન હોય તેને ગૃહસ્થાદિ વ્યવહાર ન હોય એવો નિયમ નથી, તેમ છતાં પણ જ્ઞાનીને પણ ત્યાગવ્યવહારની ભલામણ પરમપુરુષોએ ઉપદેશી છે; કેમકે ત્યાગ એશ્વર્યને સ્પષ્ટ વ્યક્ત કરે છે, તેથી અને લોકને ઉપકારભૂત છે તેથી, ત્યાગ અકર્તવ્યલક્ષે કર્તવ્ય છે, એમાં સંદેહ નથી. સ્વસ્વરૂપને વિશે સ્થિતિ તેને ‘પરમાર્થસંયમ’ કહ્યો છે. તે સંયમને કારણભૂત એવા અન્ય નિમિત્તોના ગ્રહણને ‘વ્યવહારસંયમ' કહ્યો છે. કોઈ જ્ઞાનીપુરુષોએ તે સંયમનો પણ નિષેધ કર્યો નથી. પરમાર્થની ઉપેક્ષા (લક્ષ વગર) એ જે વ્યવહારસંયમમાં જ પરમાર્થસંયમની માન્યતા રાખે તેના વ્યવહારસંયમનો, તેનો અભિનિવેશ ટાળવા નિષેધ કર્યો છે. પણ વ્યવહારસંયમમાં કંઈ પણ પરમાર્થની નિમિત્તતા નથી, એમ જ્ઞાનીપુરુષોએ કહ્યું નથી. ५५७ મહાત્મા બુદ્ધ (ગોતમ) જરા, દારિત્ર્ય, રોગ અને મૃત્યુ એ ચારને એક આત્મજ્ઞાન વિના અન્ય સર્વ ઉપાયે અજિત દેખી, જેને વિશે તેની ઉત્પત્તિનો હેતુ છે, એવા સંસારને છોડીને ચાલ્યા જતા For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧૩૫ હવા. શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષોએ એ જ ઉપાય ઉપાસ્યો છે; અને સર્વ જીવોને તે ઉપાય ઉપદ્દેશ્યો છે. તે આત્મજ્ઞાન દુર્ગમ્ય પ્રાયે દેખીને નિષ્કારણ કરૂણાશીલ એવા તે પુરુષોએ ભક્તિમાર્ગ પ્રકાશ્યો છે, જે સર્વ અશરણને નિશ્ચળ શરણરૂપ છે, અને સુગમ છે. મહાત્મા ગૌતમ બુદ્ધ નાના રાજ કુમાર હતા ત્યારે જ્યોતિષીઓએ એવી આગાહી કરેલી કે કાં તો તેઓ મહાન ચક્રવર્તી રાજા થશે અને કાં તો તેઓ ગૃહત્યાગ કરીને મહાન ધર્મપ્રવર્તક થશે. એટલે એમના પિતાએ નોકરોને એવી ભલામણ કરેલી કે કોઈ દુઃખી, દરિદ્રી, રોગી, વૃદ્ધ માણસ કે મૃત્યુ પામેલા માણસનું શબ એમની નજરે ન પડે તે રીતે સાચવશો. છતાં એ ચારે ગૌતમની નજરે પડ્યા હતા અને તે સંસારના સ્વરૂપના ચિંતનમાં પડી ગયા હતા, અને સંસારથી છૂટી જવા તેમણે ગૃહત્યાગ કર્યો હતો. ૬૬૮ અસંગ એવું આત્મસ્વરૂપ સત્સંગને યોગે સૌથી સુલભપણે જણાવા યોગ્ય છે, એમાં સંશય નથી. સત્સંગનું મહાભ્ય સર્વ જ્ઞાની પુરુષોએ અતિશય કરી કહ્યું છે, તે યથાર્થ છે. એમાં વિચારવાનને કોઈ રીતે વિકલ્પ થવા યોગ્ય નથી. ઉ૭૦ જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થમૂળ હોય છે, તો પણ જે દિવસે ઉદય પણ આત્માકાર વર્તશે તે દિવસને ધન્ય છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે, તે જ્ઞાની પુરુષોનાં વચન સાચાં છે, અત્યંત સાચાં છે. જ્યાં સુધી જીવને તથારૂપ આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્યંતિક બંધનની નિવૃત્તિ ન હોય એમાં સંશય નથી. તે આત્મજ્ઞાન થતાં સુધી જીવે મૂર્તિમાન આત્મજ્ઞાનસ્વરૂપ એવા સદ્ગુરુદેવનો નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે, એમાં સંશય નથી. તે આશ્રયનો વિયોગ હોય ત્યારે આશ્રયભાવના નિત્ય કર્તવ્ય છે. ૬૭૨ મારે કામ ક્રોધ સબ, લોભ મોહ પીસિ ડારે, ઈન્દ્રિહ કતલ કરિ કિયો રજપૂતો છે; માર્યો મહા મત્ત મન, મારે અહંકાર મીર, મારે મદ મછર હું, ઐસો રન રૂતો છે; For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૬ શિક્ષામૃત મારી આશા તૃષ્ણા પુનિ, પાપિની સાપિની દોલ, સબકો સંહાર કરિ, નિજ પદ પહૂતો છે; સુંદર કહત એસો, સાધુ કોઉ શૂરવીર, વેરિ સબ મારિકે, નિશ્ચિત હોઈ સૂતો છે. (સુંદરવિલાસ શ્રી સુંદરદાસ શૂરાતન અંગ ૨૧-૧૧) ધ્યાન દ્વારા જેણે કામ, ક્રોધ, લોભ અને મોહનો ક્ષય કરી નાખ્યો છે. પાંચ જ્ઞાનેન્દ્રિયોના વિષયોનો નાશ કરનાર કોઈક રાજપૂત-શૂરવીર હોય છે, તે કરી શકે છે. જેણે મહામત્ત મસ્ત થયેલા મનને મારી નાખ્યું છે, જેણે અહંકારરૂપી મીરનો નાશ કર્યો છે. જેણે મદ-અભિમાન અને મત્સરભાવ-ઈર્ષાભાવનો નાશ કર્યો છે. આવો શૂરવીર કોઈ રણમાં જઈને પોતાના આંતરશત્રુઓ સાથે યુદ્ધ કરી તેને હટાવી દે છે આશા તૃષ્ણાનો નાશ કર્યો છે, પુણ્ય ને પાપરૂપ બે સાપિનીનો નાશ કર્યો છે એમ કરીને એ પોતાના લક્ષ્ય પહોંચી ગયો છે. શ્રી સુંદરદાસ કહે છે કે આવો કોઈક શૂરવીર સાધુ હોય તે પોતાના બધા જ આંતર શત્રુઓનો નાશ કરીને નિશ્ચિત થઈને સૂતો છે. એટલે કે તે પોતાના આત્મામાં જાગૃત થઈ ગયો છે અને સંસારભાવમાં સૂઈ ગયો છે. ૧૭૪ દેહધારી છતાં નિરાવરણ જ્ઞાન સહિત વર્તે છે, એવા મહાપુરુષોને ત્રિકાળ નમસ્કાર. અંધકારને વિશે પડેલા પદાર્થને મનુષ્યચક્ષુ દેખી શકે નહીં, તેમ દેહને વિશે રહ્યા એવા જ્ઞાની કે વીતરાગને જગતદષ્ટિ જીવ ઓળખી શકે નહીં. જેમ અંધકારને વિશે પડેલો પદાર્થ મનુષ્યચક્ષુથી જોવાને બીજા કોઈ પ્રકાશની અપેક્ષા રહે છે; તેમ જગતદષ્ટિ જીવોને જ્ઞાની કે વીતરાગના ઓળખાણ માટે વિશેષ શુભ સંસ્કાર અને સત્સમાગમની અપેક્ષા યોગ્ય છે. જે દેહધારી સર્વે અજ્ઞાન અને સર્વ કષાય રહિત થયા છે, તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમભક્તિથી નમસ્કાર હો! નમસ્કાર હો! તે મહાત્મા વર્તે છે તે દેહને, ભૂમિને, ઘરને, માર્ગને, આસનાદિ સર્વને નમસ્કાર હો ! નમસ્કાર હો !” ઉ૭૭ આત્માને વાસ્તવપણે ઉપકારભૂત એવો ઉપદેશ કરવામાં જ્ઞાની પુરુષો સંક્ષેપતાથી વર્તે નહીં, એમ ઘણું કરીને બનવા યોગ્ય છે, તથાપિ બે કારણે કરીને તે પ્રકારે પણ જ્ઞાની પુરુષો વર્તે છે : (૧) તે ઉપદેશ જિજ્ઞાસુ જીવન વિશે પરિણામી થાય એવા સંયોગોને વિશે તે જિજ્ઞાસુ જીવ વર્તતો ન હોય, For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી અથવા તે ઉપદેશ વિસ્તારથી કર્યે પણ ગ્રહણ કરવાનું તેને વિશે તથારૂપ યોગ્યપણું ન હોય, તો જ્ઞાનીપુરુષ તે જીવોને ઉપદેશ કરવામાં સંક્ષેપ૫ણે પણ વર્તે છે; (૨) અથવા પોતાને બાહ્ય વ્યવહાર એવા ઉદયરૂપે હોય કે તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને પરિણમતાં પ્રતિબંધરૂપ થાય, અથવા તથારૂપ કારણ વિના તેમ વર્તી મુખ્યમાર્ગને વિરોધરૂપ કે સંશયના હેતુરૂપ થવાનું કારણ બનતું હોય તો પણ જ્ઞાનીપુરુષો સંક્ષેપપણે ઉપદેશમાં પ્રવર્તે અથવા મૌન રહે. સર્વસંગપરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિરહિત થતો નથી, કેમ કે જ્યાં સુધી અંતરપરિણતિ પર દૃષ્ટિ ન થાય અને તથારૂપ માર્ગે ન પ્રવર્તાય ત્યાં સુધી સર્વસંગપરિત્યાગ પણ નામ માત્ર થાય છે; અને તેવા અવસરમાં પણ અંતરપરિણતિ પર દૃષ્ટિ દેવાનું ભાન જીવને આવવું કઠણ છે. વધારે શું લખીએ ? જેટલી પોતાની શક્તિ હોય તે સર્વ શક્તિથી એક લક્ષ રાખીને, લૌકિક અભિનિવેશને સંક્ષેપ કરીને, કંઈ પણ અપૂર્વ નિરાવરણપણું દેખાતું નથી માટે સમજણનું માત્ર અભિમાન છે એમ જીવને સમજાવીને, જે પ્રકારે જીવ જ્ઞાન, દર્શન ચારિત્રને વિશે સતત જાગ્રત થાય તે જ કરવામાં વૃત્તિ જોડવી, અને રાત્રિદિવસ તે જ ચિંતામાં પ્રવર્તવું એ જ વિચારવાન જીવનું કર્તવ્ય છે; અને તેને માટે સત્સંગ, સત્શાસ્ત્ર અને સરળતાદિ નિજગુણો ઉપકારભૂત છે, એમ વિચારીને તેનો આશ્રય કરવો યોગ્ય છે. ૬૭૮ જેમાં ક્ષણવારમાં હર્ષ અને ક્ષણવારમાં શોક થઈ આવે એવા આ વ્યવહારમાં જે જ્ઞાનીપુરુષો સમદશાથી વર્તે છે, તેને અત્યંત ભક્તિથી ધન્ય કહીએ છીએ; અને સર્વ મુમુક્ષુ જીવને એ જ દશા ઉપાસવા યોગ્ય છે, એમ નિશ્ચય દેખીને પરિણતિ કરવી ઘટે છે. ૧૩૭ ✩ ५७७ ૧. જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મટ્યો છે, અને અન્ય પદાર્થને વિશે અહંતા મમતા વર્તતા નથી, તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે, અર્થાત્ જ્ઞાન સ્વરૂપપણું ભજે છે, તે જ્ઞાનને ‘નિરાવરણ જ્ઞાન' કહેવા યોગ્ય છે. ૨. સર્વ જીવોને એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ સમજાવો કઠણ છે, એ વાત યથાર્થ છે; કેમ કે કંઈક શુષ્કજ્ઞાની શીખી લઈને જ્ઞાનીના જેવો ઉપદેશ કરે, એટલે તેમાં વચનનું સમતુલ્યપણું જોવાથી શુષ્કજ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને, મંદ દશાવાન મુમુક્ષુ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શિક્ષામૃત જીવો પણ તેવા વચનથી ભ્રાંતિ પામે; પણ ઉત્કૃષ્ટદશાવાન મુમુક્ષુ પુરુષ શુષ્કજ્ઞાનીની વાણી, જ્ઞાનીની વાણી જેવી શબ્દ જોઈ પ્રાયે ભ્રાંતિ પામવા યોગ્ય નથી, કેમ કે શુષ્કજ્ઞાનીની વાણીમાં આશયે જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી. જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે; અને અનુભવ સહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે. અજ્ઞાન અને જ્ઞાનનો ભેદ જેને સમજાયો છે, તેને અજ્ઞાની અને જ્ઞાનીનો ભેદ સહેજે સમજાવા યોગ્ય છે. પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય, અને માત્ર તેમની મુખવાણી રહી હોય તો પણ વર્તમાનકાળે જ્ઞાની પુરુષ એમ જાણી શકે છે કે આ વાણી જ્ઞાની પુરુષની છે, કેમ કે રાત્રિ દિવસના ભેદની પેઠે અજ્ઞાનીજ્ઞાનીની વાણીને વિશે આશય ભેદ હોય છે, અને આત્મદશાના તારતમ્ય પ્રમાણે આશયવાળી વાણી નીકળે છે. તે આશય, વાણી પરથી ‘વર્તમાન જ્ઞાની પુરુષ' ને સ્વાભાવિક દૃષ્ટિગત થાય છે. અને કહેનાર પુરુષની દશાનું તારતમ્ય લક્ષગત થાય છે. અત્રે જે વર્તમાન જ્ઞાની” શબ્દ લખ્યો છે, તે કોઈ વિશેષ પ્રજ્ઞાવંત, પ્રગટ બોધબીજસહિત પુરુષ શબ્દના અર્થમાં લખ્યો છે. જ્ઞાનીનાં વચનોની પરીક્ષા સર્વ જીવને સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ જ હોત. ઉપયોગનું એક સમયવર્તીપણું, કષાયરહિતપણું થયા પછી થાય છે, માટે એક સમયનું, એક પરમાણુનું અને એક પ્રદેશનું જેને જ્ઞાન થાય તેને કેવળજ્ઞાન પ્રગટે એમ કહ્યું છે, તે સત્ય છે. જ્ઞાની અને અજ્ઞાનીની તુલના કરી જ્ઞાનીને કેમ ઓળખી શકાય તે કૃપાળુદેવે બતાવેલું છે. ૬૮૦ જેની મોક્ષ સિવાય કોઈપણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ ! તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો હતો ? કૃપાળુ ! તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમ આનંદ છે. કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો, પોતાની મતિકલ્પનાથી મોક્ષમાર્ગને કલ્પી, વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતાં છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતાં જાણી નિષ્કારણ કરૂણાશીલ એવું અમારું હૃદય રડે છે. કૃપાળુદેવ મુંબઈમાં પોતાની પેઢીમાં બેઠા હતા. મહાવીર જયંતિના ચૈત્રસુદ ૧૩નો દિવસ For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧ ૩૯ હતો તે વખતે મહાવીર ભગવાનનો વરઘોડો નીકળ્યો કૃપાળુદેવે એ જોયો. બેન્ડવાજાં વાગતાં હતાં અને બધા નાચતા હતા. તેમણે તે જોયું એ વખતે પોતાની રોજનીશીમાં આ પ્રમાણે લખ્યું હતું. વર્તમાન વિદ્યમાન વીરને ભૂલી જઈ, ભૂતકાળની ભ્રમણામાં વિરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય? ઓ દુષમકાળના દુર્ભાગી જીવો ! ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાન વિદ્યમાન એવા મહાવીરના શરણે આવો એટલે તમારું શ્રેય જ છે. સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઇચ્છતા પરમાર્થપ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ. મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. વધારે શું કહેવું? આ વિષમકાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમ કે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ. આ અંતરઅનુભવ પરમાત્મપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી, પણ કર્મ બંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્યવૃત્તિ થવાથી, તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદયચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. - ૐ શ્રી મહાવીર (અંગત) ૬૮૪ અન્ય પુરુષકી દૃષ્ટિ મેં, જગ વ્યવહાર લખાય; વૃન્દાવન, જબ જગ નહીં, કૌન વ્યવહાર, બતાય. (શ્રી વિહાર વૃન્દાવન) મીરાંબાઈ વૃન્દાવનમાં જઈને ગોસાંઈજીને મળવાની ઇચ્છા કરે છે અને સંદેશો મોકલાવે છે ત્યારે ગોસાઈજી કહે છે કે હું કોઈ સ્ત્રીનું મુખ જોતો નથી. ત્યારે મીરાંબાઈ આ શબ્દો બોલે છે કે બીજા બધા લોકોની દૃષ્ટિમાં જગતનો વ્યવહાર દેખાય છે પણ જ્યાં વૃન્દાવન એ જગત નથી તો તેનો શું વ્યવહાર હોઈ શકે ? જે આત્મારામી સંત છે તેને કયો વ્યવહાર રહે ? કોઈ વ્યવહાર રહેતા નથી. For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧ ૪૦ શિક્ષામૃત ૬૮૭ કરવા પ્રત્યે વૃત્તિ નથી, અથવા એક ક્ષણ પણ જેને કરવું ભાસતું નથી, કરવાથી ઉત્પન્ન થતાં ફળ પ્રત્યે જેની ઉદાસીનતા છે, તેવા કોઈ આપ્તપુરુષ તથારૂપ પ્રારબ્ધયોગથી પરિગ્રહ સંયોગાદિમાં વર્તતા દેખાતા હોય, અને જેમ ઇચ્છક પુરુષ પ્રવૃત્તિ કરે, ઉદ્યમ કરે તેવા કાર્ય સહિત પ્રવર્તમાન જોવામાં આવતા હોય, તો તેવા પુરુષને વિશે જ્ઞાનદશા છે, એમ શી રીતે જાણી શકાય ? એટલે તે પુરુષ આખ (પરમાર્થ અર્થે પ્રતીતિ કરવા યોગ્ય) છે, અથવા જ્ઞાની છે, એમ ક્યા લક્ષણે ઓળખી શકાય ? કદાપિ કોઈ મુમુક્ષુને બીજા કોઈ પુરુષના સત્સંગયોગથી એમ જાણવામાં આવ્યું, તો તે ઓળખાણમાં ભ્રાંતિ પડે તેવો વ્યવહાર તે પુરુષ વિશે પ્રત્યક્ષ દેખાય છે, તે ભ્રાંતિ નિવૃત્ત થવા માટે મુમુક્ષુ જીવે તેવા પુરુષને કેવા પ્રકારથી ઓળખવા ઘટે કે જેથી તેવા વ્યવહારમાં વર્તતાં પણ જ્ઞાનલક્ષણપણું તેના લક્ષમાં રહે? આપ્તપુરુષ એટલે જ્ઞાની પુરુષ ૬૯૨ દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણઆદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિશે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મજરામરણાદિનો નાશ કરી શકે, કેમ કે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે. પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. ૬૯૪ યોગધારીપણું એટલે મન, વચન અને કાયા સહિત સ્થિતિ હોવાથી આહારાદિ અર્થે પ્રવૃત્તિ થતાં ઉપયોગાંતર થવાથી કંઈ પણ વૃત્તિનો એટલે ઉપયોગનો તેમાં નિરોધ થાય. એક વખતે બે ઉપયોગ For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી કોઈને વર્તે નહીં એવો સિદ્ધાંત છે; ત્યારે આહારાદિ પ્રવૃત્તિના ઉપયોગમાં વર્તતા કેવળજ્ઞાનીનો ઉપયોગ કેવળજ્ઞાનના જ્ઞેય પ્રત્યે વર્તે નહીં, અને જો એમ બને તો કેવળજ્ઞાનને અપ્રતિહત કહ્યું છે, તે પ્રતિહત થયું ગણાય. અત્રે કદાપિ એમ સમાધાન કરીએ કે, આરસીને વિશે જેમ પદાર્થ પ્રતિબિંબિત થાય છે, તેમ કેવળજ્ઞાનને વિશે સર્વ દેશકાળ પ્રતિબિંબિત થાય છે, કેવળજ્ઞાની તેમાં ઉપયોગ દઈને જાણે છે એમ નથી, સહજસ્વભાવે જ તેમનામાં પદાર્થ પ્રતિભાસ્યા કરે છે; માટે આહારાદિમાં ઉપયોગ વર્તતા સહજસ્વભાવે પ્રતિભાસિત એવા કેવળજ્ઞાનનું હોવાપણું યથાર્થ છે, તો ત્યાં પ્રશ્ન થવા યોગ્ય છે કે : ‘આરસીને વિશે પ્રતિભાસિત પદાર્થનું જ્ઞાન આરસીને નથી, અને અત્રે તો કેવળજ્ઞાનીને તેનું જ્ઞાન છે એમ કહ્યું છે, અને ઉપયોગ સિવાય આત્માનું બીજું એવું ક્યું સ્વરૂપ છે કે આહારાદિમાં ઉપયોગ પ્રવર્તો હોય ત્યારે કેવળજ્ઞાનમાં થવા યોગ્ય જ્ઞેય આત્મા તેથી જાણે ? સર્વ દેશકાળાદિનું જ્ઞાન કેવળીને હોય તે કેવળી ‘સિદ્ધ’ને કહીએ તો સંભવિત થવા યોગ્ય ગણાય; કેમ કે તેને યોગધારીપણું કહ્યું નથી. આમાં પણ પ્રશ્ન થવા યોગ્ય છે, તથાપિ યોગધારીની અપેક્ષાથી સિદ્ધને વિશે તેવા કેવળજ્ઞાનની માન્યતા હોય, તો યોગરહિતપણું હોવાથી તેમાં સંભવી શકે છે, એટલું પ્રતિપાદન કરવાને અર્થે લખ્યું છે, સિદ્ધને તેવું જ્ઞાન હોય જ એવો અર્થ પ્રતિપાદન કરવાને લખ્યું નથી. જોકે જિનાગમના રૂઢિઅર્થ પ્રમાણે જોતાં તો ‘દેહધારી કેવળી’ અને ‘સિદ્ધ’ને વિશે કેવળજ્ઞાનનો ભેદ થતો નથી; બેયને સર્વ દેશકાળાદિનું સંપૂર્ણ જ્ઞાન હોય એમ રૂઢિઅર્થ છે. બીજી અપેક્ષાથી જિનાગમ જોતાં જુદી રીતે દેખાય છે. જિનાગમમાં આ પ્રમાણે પાઠાર્થો જોવામાં આવે છે : ૧૪૧ : કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું. તે આ પ્રમાણે- ‘સયોગી ભવસ્થ કેવળજ્ઞાન’, ‘અયોગી ભવસ્થ કેવળજ્ઞાન' સયોગી કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું તે આ પ્રમાણે :- પ્રથમ સમય એટલે ઊપજતી વખતનું સયોગી કેવળજ્ઞાન; અપ્રથમ સમય એટલે અયોગી થવાના પ્રવેશ સમય પહેલાંનું કેવળજ્ઞાન; એમ અયોગી ભવસ્થ કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું છે તે આ પ્રમાણે :- પ્રથમ સમય કેવળજ્ઞાન અને અપ્રથમ એટલે સિદ્ધ થવા પહેલાંના છેલ્લા સમયનું કેવળજ્ઞાન. એ આદિ પ્રકારે કેવળજ્ઞાનના ભેદ જિનાગમમાં કહ્યા છે, તેનો પરમાર્થ શો હોવો જોઈએ ? કદાપિ એમ સમાધાન કરીએ કે બાહ્ય કારણની અપેક્ષાથી કેવળજ્ઞાનના ભેદ બતાવ્યા છે, તો ત્યાં એમ શંકા કરવા યોગ્ય છે કે ‘કશો પણ પુરુષાર્થ સિદ્ધ થતો ન હોય અને જેમાં વિકલ્પનો અવકાશ ન હોય તેમાં ભેદ પાડવાની પ્રવૃત્તિ જ્ઞાનીના વચનમાં સંભવીત નથી. પ્રથમ સમય કેવળજ્ઞાન અને અપ્રથમ સમય કેવળજ્ઞાન એવો ભેદ પાડતાં કેવળજ્ઞાનનું તારતમ્ય વધતું ઘટતું હોય તો તે ભેદ સંભવે, પણ તારતમ્યમાં તેમ નથી; ત્યારે ભેદ પાડવાનું કારણ શું ? એ આદિ પ્રશ્ન અત્રે સંભવે છે, તે પર અને પ્રથમના પત્ર પર યથાશક્તિ વિચાર કર્તવ્ય છે. For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૨ શિક્ષામૃત ૭૦૬ (૧) વૃત્તિ આદિ સંક્ષેપ અભિમાનપૂર્વક થતો હોય તો પણ કરવો ઘટે. વિશેષતા એટલી કે તે અભિમાન પર નિરંતર ખેદ રાખવો. તેમ બને તો ક્રમે કરીને વૃત્તિઆદિનો સંક્ષેપ થાય, અને તે સંબંધી અભિમાન પણ સંક્ષેપ થાય. (૨) ઘણે સ્થળે વિચારવાન પુરુષોએ એમ કહ્યું છે કે જ્ઞાન થયે કામ, ક્રોધ, તૃષ્ણાદિ ભાવ નિર્મૂળ થાય. તે સત્ય છે, તથાપિ તે વચનોનો એવો પરમાર્થ નથી કે જ્ઞાન થયા પ્રથમ તે મોળાં ન પડે કે ઓછાં ન થાય. મૂળસહિત છેદ તો જ્ઞાન કરીને થાય, પણ કષાયાદિનું મોળાપણું કે ઓછાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન જ ન થાય. જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે; અને તે વિચારને વૈરાગ્ય (ભોગ પ્રત્યે અનાસકિત) તથા ઉપશમ (કષાયાદિનું ઘણું જ મંદપણું, તે પ્રત્યે વિશેષ ખેદ) એ બે મુખ્ય આધાર છે, એમ જાણી તેનો નિરંતર લક્ષ રાખી તેવી પરિણતિ કરવી ઘટે. સપુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરી ઉદ્ભવ થતો નથી; અને પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ, સપુરુષની પ્રતીતિ એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હોવાથી તેમની “અનન્ય આશ્રયભક્તિ' પરિણામ પામ્યથી થાય છે. ઘણું કરી એકબીજાં કારણોને અન્યોન્યાશ્રય જેવું છે. ક્યાંક કોઈનું મુખ્યપણું છે, ક્યાંક કોઈનું મુખ્યપણું છે, તથાપિ એમ તો અનુભવમાં આવે છે કે ખરેખરો મુમુક્ષુ હોય તેને પુરુષની “આશ્રયભક્તિ' અહંભાવાદિ છેદવાને માટે અને અલ્પકાળમાં વિચારદશા પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે. (૩) ઘણું કરીને પુરુષને વચને આધ્યાત્મિકશાસ્ત્ર પણ આત્મજ્ઞાનનો હેતુ થાય છે કેમ કે પરમાર્થઆત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, પુરુષમાં વર્તે છે. ૭૦૮ જૈન દર્શનની રીતિએ જોતાં સમ્યગ્દર્શન અને વેદાંતની રીતિએ જોતાં કેવળજ્ઞાન અમને સંભવે છે. જૈનમાં કેવળજ્ઞાનનું સ્વરૂપ લખ્યું છે, તે જ માત્ર સમજાવું મુશ્કેલ થઈ પડે છે. વળી વર્તમાનમાં તે જ્ઞાનનો તેમણે જ નિષેધ કર્યો છે, જેથી તત્સંબંધી પ્રયત્ન કરવું પણ સફળ ન દેખાય. જૈન પ્રસંગમાં અમારો વધારે નિવાસ થયો છે તો કોઈપણ પ્રકારે તે માર્ગનો ઉદ્ધાર અમ જેવાને દ્વારે વિશેષ કરીને થઈ શકે, કેમકે તેનું સ્વરૂપ વિશેષ કરીને સમજાયું હોય એ આદિ, For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧૪૩ વર્તમાનમાં જૈનદર્શન એટલું બધું અવ્યવસ્થિત અથવા વિપરીત સ્થિતિમાં જોવામાં આવે છે કે, તેમાંથી જાણે જિનને... ગયો છે, અને લોકો માર્ગ પ્રરૂપે છે. બાહ્ય કુટારો બહુ વધારી દીધો છે, અને અંતર્માર્ગનું ઘણું કરી જ્ઞાન વિચ્છેદ જેવું થયું છે. વેદોક્ત માર્ગમાં બસે ચારસે વર્ષે કોઈ મોટા આચાર્ય થયા દેખાય છે કે જેથી લાખો માણસોને વેદોક્ત રીતિ સચેત થઈ પ્રાપ્ત થઈ હોય. વળી સાધારણ રીતે કોઈ કોઈ આચાર્ય અથવા તે માર્ગના જાણકાર સારા પુરુષો એમને એમ થયા કરે છે, અને જેને માર્ગમાં ઘણાં વર્ષ થયાં તેવું બન્યું દેખાતું નથી. જેને માર્ગમાં પ્રજા પણ ઘણી થોડી રહી છે, અને તેમાં સેંકડો ભેદ વર્તે છે, એટલું જ નહીં પણ મૂળમાર્ગની સન્મુખની વાત પણ તેમને કાને નથી પડતી, અને ઉપદેશકના લક્ષમાં નથી, એવી સ્થિતિ વર્તે છે. ૭૧૦ | ૐ || જીવની ઊંચામાં ઊંચી દશા થાય એનું આ વર્ણન છે. એટલે આત્માનું-પરમાત્માનું સંપૂર્ણ વર્ણન છે. કૃપાળુદેવે કોઈના ઉપર આ પત્ર લખ્યો નથી પણ એમણે વડવામાં બેઠા બેઠા નોંધ કરી હશે. આત્મા आत्मा સચ્ચિદાનંદ વિદ્વાનંદ્ર પહેલાં ઉપર ‘ૐ’ લખી, પછી ડાબી તરફ “આત્મા’, ‘સચ્ચિદાનંદ ગુજરાતીમાં લખ્યું એટલે લિપિ ગુજરાતી છે અને જમણી તરફ ‘આત્મા’, ‘સચ્ચિદાનંદ' એ બાળબોધ લિપિમાં લખ્યું. એક જ ચીજ સત્ એટલે શુદ્ધ આત્મ દ્રવ્ય, ચિત્ એટલે સંપૂર્ણ જ્ઞાનવાળો અને આનંદ એટલે મોક્ષના સુખનો આનંદ ભોગવનારો. એવા આત્મા કોણ હોય? પરમાત્મા અને કાં તો સાધકનો મહાન આત્મા જે ઠેઠ સુધી લગભગ પહોંચ્યો હોય એવો આત્મા, એ સુખ કેવું છે ? એનાથી મોટું બીજું સુખ નથી અને એ સુખ એવું છે કે જો એક ફેરે આવી જાય તો પછી જાય નહીં. હવે આત્મા કેવો છે એની વ્યાખ્યા કૃપાળુદેવ પોતે નોંધે છે કે : જ્ઞાનાપેક્ષાએ સર્વવ્યાપક, સચ્ચિદાનંદ એવો હું આત્મા એક છું. એમ વિચારવું, ધ્યાવવું. આ માત્ર આત્માનું વર્ણન કર્યું છે. તમે કહો કે હું કોણ છું ? કેવી રીતે આત્મા ઓળખાય ? જુઓ અહીં એક એક શબ્દ આત્માને લગતો જ છે. ‘જ્ઞાનાપેક્ષાએ સર્વવ્યાપક છે. સર્વવ્યાપક એટલે સર્વ જાણંગપણે બધું જાણે છે. સામે કેટલાં બિલ્ડિંગ છે, કેટલા માળ છે, અહીં આપણે બેઠા છીએ તેના ગોખની જાળી, સળિયા ઝીણી ઝીણી વસ્તુઓ બધું જાણે છે. એ કોણ જાણે છે ? For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શિક્ષામૃત અંદર બેઠેલો આત્મા. એટલે સર્વવ્યાપી ત્યાં પણ પહોંચી ગયો. બીજો દાખલો આ એક વૃક્ષ છે એ હું જાઉં છું એ આખું વૃક્ષ, એની ડાળીઓ, એના પાંદડે પાંદડાં મેં જાણ્યાં, એટલે વ્યાપકપણે ત્યાં જાણ્યું. એટલે એને પાંદડે પાંદડે મારો ઉપયોગ ફરી વળ્યો. એવી આત્માની શક્તિ છે. વિચાર શેનો કરવો કે સચ્ચિદાનંદ એવો આત્મા હું એક છું. અત છું, બૈત (બેપણું) નથી. ક્યારે વિચારીએ ? આપણે તો વિચારને તાળું માર્યું છે. લોકોનું મન તો જાણે ભટકવા માટે સરજાયેલું છે. પણ હવે આપણું મન તો કાંઈ ભટકવા માટે નથી, વિચારવા માટે છે. તો એમ વિચારવું અને પછી એનું ધ્યાન કરવું. આત્મા કેવો છે ? નિર્મળ, અત્યંત નિર્મળ, પરમ શુદ્ધ, ચૈતન્યઘન, પ્રગટ આત્મસ્વરૂપ છે. નિર્મળક્યાંય ડાઘ નહીં, ચૈતન્યઘન અત્યંત નિર્મળ છે. સ્ફટિક જેવો નિર્મળે, એનામાં કાંઈ પણ ડાઘ નથી, ડાઘ તો આપણે થરના થર લગાડ્યા છે, અને હજી લગાડીએ છીએ. આત્મા છે, એને બદલે આ બધી જંજાળ છે, એ હું અને મારું. આ શરીર એટલે હું એમ માન્યું છે, તો નવા કર્મો બંધાતાં જાય છે, બંધાતાં જ જાય છે. ફક્ત શુદ્ધ નહીં, પણ પરમ શુદ્ધ એના જેવો શુદ્ધ કોઈ ન હોય. ચૈતન્યાનપણું એ આત્માનો મોટો ગુણ છે. ચૈતન્ય ગુણ કોનામાં કહેવાય ? આ શરીરમાં આત્મા હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે, ઊડી શકે. આ શરીર આત્મા વગરનું હોય તો ઊડે કે ચાલે ? એમ આ ચૈતન્યઘન શબ્દ સમજવા જેવો છે. છ પદમાં કૃપાળુદેવે એમ કહ્યું છે કે ઘટપટાદિ આપણે ઓળખવા હોય તો એના ગુણ જોવા જોઈએ. એમ આત્માને આળખવા હોય તો એના ગુણ જોવા જોઈએ. તો ગુણ ક્યા છે ? સ્વપર પ્રકાશકપણું. પોતાને જાણે અને પરને જાણે. પરને એટલે બાહ્ય જગત આખાને જાણે, અને ચૈતન્યઘન એટલે જીવતો જાગતાં પ્રકાશમય. ચૈતન્યઘન એટલે જીવતું જાગતું-પ્રગટ આત્મ સ્વરૂપ. એ ચૈતન્ય છે એટલે ભય લાગે ત્યાર બાગ. સર્પ નીકળે તો હમણાં બધા ઊઠીને ભાગવા માંડશે. એ અંદર ચૈતન્ય છે તો દોડી શકાય છે. જો ચૈતન્ય ચાલ્યું ગયું હોય તો શબ પડ્યું રહે ત્યાં જ ભાગી ન શકે. સર્વને બાદ કરતાં કરતાં જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે. આ આત્મા છે. ચાખ્ખો બતાવ્યો છે. કાળિદાસભાઈ તો એમ કહેતા કે આ શરીરમાં આત્મા શું છે ? એને છોટમની વાણીમાં છેલ્લું કાવ્ય છે તેમાં પાંચ વડીયા બાંધી અને આત્માને આમ દેડવી મૂક્યા લ્યો આ આત્મા. કેટલું સ્પષ્ટ સમજાવ્યું, એમ આ પત્રમાં સમજાવ્યું છે. For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી આ પૂલ શરીર એ હું નથી, પણ આપણે તો એના ઉપર જ, એ જ હું છું એમ માનીને ઘાવસેલ લઈએ છીએ. ઘાવસેલ ખબર છે ને ક્યારે ઘાવસેલ લેવાય ? મહોરમમાં તાજીઆ નીકળે ત્યારે. આપણે પણ સવારથી સાંજ સુધી એ જ કરીએ છીએ. સમજ્યા ને ! આ સૂક્ષ્મ શરીર એ હું નથી. આ સ્થૂળ શરીરને કાંઈ થાય લોહી નીકળે તો કાંઈ આપણને થાય ? જો ન થાય તો આપણે પામી જઈએ. આ શરીર તો પડવાનું જ છે. રાજાનું મૃત્યુ થાય ત્યારે ગરુડપુરાણ વંચાય, એમાં પરિક્ષિત રાજાને એના ગુરુએ કહ્યું હવે તારું મૃત્યુ આવે છે.” રાજા પૂછે છે ભગવાન કેટલા દિવસમાં ?' તો કહે, ‘સાત દિવસની વાર છે.' તો રાજા નાચ્યો. બસ મને મારગ બતાવો કે આ દેહમાં રહ્યા છતાં હું મુક્ત થઈ જાઉં. સાત દિવસમાં મુક્ત થઈ ગયા. એમનું કામ કરી લીધું-સાત દિવસમાં, એવો આ માર્ગ છે. આપણું આ સ્થૂળ શરીર એ આત્મા નથી. અંદર તૈજસ્ શરીર છે, જે બધાને અંદર ગરમી આપે છે અને ઠેકાણે રાખે છે. એ તૈજસ્ શરીર એ પણ આત્મા નથી. ત્યારે ત્રીજું કાર્મણ શરીર છે, જે આ દેહમાંથી મરણ વખતે નીકળે છે અને આત્માની સાથે ભેગું જાય છે. આત્માને કર્મ વળગેલાં છે. આત્માનો સ્વભાવ તો ઉર્ધ્વગતિનો છે એ તો સિદ્ધ શિલાએ જઈ ભટકાય પણ કર્મ બાંધ્યાં છે એનું વજન છે એટલે જેવાં કર્મબાંધ્યાં હોય તેવી ગતિમાં જઈને એને જન્મ લેવો પડે છે. એ જે કાર્પણ શરીર છે તે પણ આત્મા નથી. પાંચ ઇન્દ્રિય એ આત્મા નથી, મન એ આત્મા નથી, બુદ્ધિ એ આત્મા નથી, ચિત્ત એ આત્મા નથી, અહંકાર- અહંભાવ એ આત્મા નથી. એ સિવાયનો જે જાણનારો, જાગતો, અંદર આ બધી દૃષ્ટિ કરનારી બેઠો છે એ આત્મા છે. એ હું છું આ નેતિ નેતિ'નું આપણે ટૂંકુ સ્વરૂપ કરી દીધું. જે સર્વને જાણે છે તે આત્મા છે. આટલામાં આપણે બધા બેઠા છીએ તેઓ જાણે છે કે જ્યારે આપણે ભણતા હતા ત્યારે શાળામાં “મેમરી રેસ' (Memory race) લેવરાવતા. આ રૂમમાં જોઈ લ્યો, કેટલા આર્ટિકલ છે. બે મિનિટ જોવા દે. પછી પાંચ મિનિટ લખવા દે. આંખ બંધ કરી દો અને બીજી રૂમમાં જાઓ અને લખો કેટલા આર્ટિકલ છે. તો એ જાણનારો અંદર બેઠો છે; દેખનારો અંદર બેઠો છે. એ ન હોય તો દેખાય ? આમાં આપણે જોઈએ કેટલી વસ્તુઓ પડી છે ? બધાં પુસ્તકો પડ્યાં છે, ટેબલ છે, પલંગ છે, સોફા છે, વગેરે વગેરે. જો એ અંદર બેઠો છે તો આપણે દેખીયે છીએ અને જાણીએ છીએ. એ ન હોય તો ? ત્યારે એ ગુણ અંદર ક્યાં છે એ શોધી કાઢો. For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ શિક્ષામૃત તો એ સર્વને જાણે છે. એ કોણ છે? અંદર બેઠો છે એ આત્મા એના સામું જુઓ. સર્વને જોવે છે, એ એમાં પોરવાય. પોતાના શરીરમાં પોરવાય. એ પોતે જ જુએ છે, જાણે છે એની ગમ નથી. જે સર્વ ભાવને પ્રકાશે છે તે આત્મા છે. સર્વ ભાવ શું ? સ્વભાવ, વિભાવ, ચેતનનો ભાવ, જડ-પુદ્ગલનો ભાવ, ક્રોધ, માન, માયા, લોભ એમાં પરિણતિ આપણી જે થાય એને જે પ્રકાશે છે, એ તમને કહે છે કે જુઓ આ વિભાવ અને આ સ્વભાવ, તે આત્મા છે. આ આત્માનો મોટામાં મોટો ગુણ છે. હમણાં ક્રોધ આવે તો ક્રોધને પણ એ પિછાણે. અંદર બેઠો છે એ. અત્યારે તો એ મય થઈ ગયેલ છે; તેથી ન પિછાણે. પણ એનાથી જુદો રહે તો ખબર પડે, કે ક્રોધ તું આવ્યો છે પણ ચાલ્યો જા, અહી તારું કામ નથી. ક્રોધને બદલે ક્ષમા, માનને બદલે લઘુતા-નમ્રતા, માયાને બદલે સરળતા, લોભને બદલે સંતોષ, એમ બધા ભાવને એ પકડે છે. કોણ ? જ્ઞાની માણસ. અજ્ઞાની તો એની સાથે ભળી જાય છે. ત્યારે જ્ઞાની તો દ્રષ્ટા ભાવે રહે. એટલે જે આવે એને ચાલ્યા જવું પડે. ઉપયોગમય આત્મા છે.' | ઉપયોગ સિવાય એક સળીના બે કટકા કરવા હોય તો થઈ શકે નહીં. તમે અહીંયાં આવ્યા. કોઈ વાહનમાં, કોઈ બસમાં આવ્યા હશો, પણ અંદર આત્મા છે તો જ ખબર પડી કે આમાં બેસવું છે, આ ૬૭ નંબરની બસમાં - એમાં જ બેસવાનું છે. આ બધું કોને ખબર પડે છે ? એકલા આત્માને. એ એનો ઉપયોગ છે. બસમાં, ચઢવાનું એક તરફથી હોય, ઊતરવાનું બીજી તરફથી હોય, જો એ ઉપયોગ ન રાખે તો એ ઊતરવાને ઠેકાણે ચઢવા જાય અને ચઢવાને ઠેકાણે ઊતરવા જાય તો ગોટાળો થાય. આ બધો ગોટાળો નથી થતો એનું કારણ આત્મા છે. સોય પરોવવી હોય તો આત્મા છે તો પરોવાય. પહેલાં સોયના નાકા જેટલો દોરો પાતળો કરવો પડે, પછી એ ઉપયોગ વડે પોરવાય. તો એ ઉપયોગ એમ કહે છે કે જુઓ હું આત્મા છું. તમે લક્ષ આપો. આ પાંચ ઇન્દ્રિયો છે, એના દ્વારા, જેમ ટોર્ચથી આપણે લાઇટ ફેંકીએ છીએ, એમ આત્માની લાઈટ ફેંકાય છે. જે કામ કરવું હોય એના ઉપર લાઈટ ફેંકાય છે તો જ થાય છે. એ ઉપયોગ એમ કહે છે કે આ આત્મા છે. આત્માને પકડવો હોય તો ઉપયોગથી પકડવો. આ આત્માએ બળિયા થઈને પાંચ ઇન્દ્રિયો મેળવી છે. તેના મારફત પ્રકાશ ફેંકે છે. બે આંખ દ્વારા ટોર્ચ ફેંકીને કહે છે કે જુઓ હું અહીંયા છે. તેવી જ રીતે નાક દ્વારા, જીભ દ્વારા, કાન દ્વારા, સ્પર્શ દ્વારા જણાવે છે કે જુઓ હું અહીંયા છું. આત્મા પાંચ ઇન્દ્રિયો દ્વારા એમ કહે છે કે તમારે મને જોવો છે તો હું અહીંયા બેઠો છું. કાનનું કામ પડે ત્યારે ઉપયોગ ત્યાં મૂકવો પડે, આંખનું કામ હોય તો ઉપયોગ ત્યાં મૂકવો પડે, નાકનું કામ હોય તો ઉપયોગ ત્યાં મૂકવો પડે, મોઢાનું કામ હોય For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧૪૭ તો ઉપયોગ ત્યાં મૂકવો પડે, સ્પર્શ દ્વારા ઉપયોગ ઠંડક કે ગરમીને અનુભવે છે. આ ઇન્દ્રિયનું કાર્ય છે, પણ એકલી હોય તો કામ ન લાગે. મડદુ પડ્યું હોય તો કામ લાગે ? ન લાગે. ઉપયોગ હોય તો (એટલે આત્મા હોય તો) કામ લાગે. તો હવે એ ઉપયોગને આપણે ન પકડી શકીએ ? આવી ઝીણી વાતો ન સમજાય એટલે મહાત્માઓએ બળવાન દાખલાઓ આપ્યા છે. બળવાન દાખલા શું? તો કહે, બહેનો રોટલી કરે છે ત્યારે એક તરફ વણે છે, એક તરફ શેકે છે, એક તરફ ફેરવે છે, એ બધામાં એમનો ઉપયોગ ફરતો રહે છે. જો રોટલી ફેરવે નહીં તો દાઝી જાય; જો વણવામાં ઉપયોગ ન રાખે તો સરખી વણાય નહીં. લોટ બાંધવામાં પણ બધું જો માપસર ન હોય તો સરખો બધાય નહીં. આ બધું કરે છે એ ઉપયોગ છે માટે. એમાં એકમાં પણ ઉપયોગ ન હોય તો ત્યાં ગોટાળા થઈ જાય. ત્યારે એ ઉપયોગ એ જ આત્મા છે. હવે એને પકડવો કેટલો સહેલો છે. નટ દોરડા પર નાચે છે. નીચે ટોળું છે, તે કિકિયારી કરે છે પણ નટનો ઉપયોગ તો દોરડા પર જ હોય. જો દોરડા પર ઉપયોગ ન રાખે તો નીચે પડે. એટલે ઉપયોગ એ આત્મા છે. પાંચ સાત સાહેલીઓ હળીમળીને પાણી ભરવા જાય છે, તાળી દે છે, વાતો કરે છે પણ એનો ઉપયોગ ગાગરમાં છે. જો ત્યાં ઉપયોગ ન રાખે તો ગાગર નીચે પડી જાય. લ્યો આ આત્મા છે. આત્માને ગોતવો કાંઈ અઘરો છે ? નથી. પણ આપણે ચિત્ત એમાં દેતા નથી. આપણું ચિત્ત, આ શરીર, એના સગા, પુત્ર, પતિ, ધન, ઘર, વાહનો એમાં રોકાયેલું રહે છે. હવે એ કહે છે કે એ બધામાંથી ખેંચીને અંદર રોકો તો હમણાં તમને ભગવાન મળે. કોઈ ચીજ ઓળખવી હોય તો એના ગુણ અને લક્ષણથી તે ઓળખાય. આ ઉપયોગ એ આત્માનું લક્ષણ છે. અને જ્ઞાન-દર્શન એ આત્માના ગુણ છે. અવ્યાબાધ સમાધિ સ્વરૂપ આત્મા છે. એ તો બિચારો સમાધિમાં પડ્યો છે. એનું સ્વરૂપ જ સમાધિમય છે. પણ આપણે એને સખણો રહેવા દઈએ એવા નથી. આપણે તો એનો ઉપયોગ કરીને, આ સંસારમાં ડૂબેલો રાખીએ છીએ. એટલે માયા, મમતા, મોહમાં એમને એમ જીવીએ છીએ, એટલે અવ્યાબાધ સમાધિ ક્યાંથી આવે ? એ તો બહુ મુશ્કેલ છે. હજી સંપ્રજ્ઞાત સમાધિ આવવી મુશ્કેલ છે તો અસંપ્રજ્ઞાત સમાધિ તો ક્યાંથી આવે ? સમાધિ, યોગનું આઠમું અંગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એમ આઠ અંગ છે. તો જ્યારે સમાધિ થાય ત્યારે આપણો આત્મા પ્રગટ થઈ જાય. ' આત્મા છે. આત્મા અત્યંત પ્રગટ છે, કેમ કે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે. For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શિક્ષામૃત આત્મા છે. દેખાય છે તમને ? હમણાં હાથ ઉપર અગ્નિ મૂક્યો હોય તો તેનું સંવેદન થાય તે સ્વસંવેદન કહેવાય, કારણ કે અંદર આત્મા છે એ રાડ પાડે. શીતળ બરફ મૂકીએ, તો ઠંડું લાગે; એ શેને લીધે થાય છે ? આત્મા છે તો થાય છે. એમ તાવ આવે તો માથું ગરમ લાગે, દુઃખે, આ બધુ સંવેદન કહેવાય. આમ આત્માનું સંવેદન અનુભવવામાં આવે છે. સ્વસંવેદન એટલે આત્મસ્વભાવનું વંદન. તે આત્મા નિત્ય છે, અનુત્પન્ન અને અમિલન સ્વરૂપ હોવાથી. આત્મા જન્મતો નથી અને મરતો પણ નથી. કોઈ સંયોગાથી જેની ઉત્પત્તિ ન હોય તેનો નાશ પણ ન હોય. તેથી આત્મા મરતો નથી. આપણને બીક મોતની જ લાગે છે. સાચી વાત છે ને ? આત્મા નિત્ય છે, પણ આપણને લાગતો નથી. આપણને તો ડગલે ને પગલે મોતની બીક લાગે છે. જો સમજો કે મોત આપણું નથી થતું, આત્મા મરતો જ નથી ત્યારે મત કોને થાય છે ? આ શરીરનું. એક બીજો વાંધો છે કે મોતની બીક નથી લાગતી, પણ આ બધું બાથ ભીડીને બેઠા છીએ, આપણી મિલકત, સ્ત્રી, પુત્ર-પત્ની એને મોહથી પકડીને બેઠા છીએ અને એમ થાય છે કે અરર ! આ બધું મૂકીને ચાલ્યા જવું પડશે ! આ ઘોર અજ્ઞાન છે કે નહીં ? એમ થાય તો તેનું કર્મ કેટલું લાગે ? જે વખત જેવી રીતે જવાનું છે એમાં ફેરફાર છે ? છઠ્ઠની સાતમ થતી નથી, તો કેટલી સમજણ કહેવાય આપણી ? બહુ ડાહ્યા કહેવાઈએ ને ! આવું છે આપણું. મોતની બીક-એ મોતની નથી પણ એ મોહાંધપણું છે. આપણે મોહથી આંધળા બન્યા છીએ. આત્મા ઉત્પન્ન થતો નથી, તેમ કોઈ સાથે મળી જઈને એકમેક થઈ જતો નથી. અજ્ઞાન દશાને કારણે ભળી જાય છે પણ મળી જતો નથી, માટે જન્મ-મરણ કરે છે. પણ તમને જો જ્ઞાન પ્રાપ્ત થયું છે તો ભળી જઈને એકમેક થવું ન જોઈએ, અને જ્યાં સુધી આપણે એકમેક ન થઈએ ત્યાં સુધી આપણને નવાં કર્મ ન બંધાય; આ એની કૂંચી છે. ભ્રાંતિપણે પરભાવનો કર્તા છે. જોવા-જાણવાના ભાવ એ સ્વભાવ અને એ સિવાયના બીજા જે જે ભાવ આપણે કરીએ છીએ એ બધા પરભાવ. ભ્રાંતિ એટલે દર્શન મોહ, મિથ્યાત્વ, ઊંધી સમજણ કેવી ઊંધી સમજણ ? દિશાભ્રમ પૂર્વને પૂર્વ માનવાને બદલે પશ્ચિમને પૂર્વ માન્યું છે. બસ, અમે આટલા બધા ડાહ્યા. પાંચમાં પૂછાઈએ, બધા એમ કહે છે એના જેવો કોઈ હોશિયાર નહીં અને છતાં અમને દિશાભ્રમ છે એમ કહો For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧૪૯ છો ? તો કહે, હા, જ્યાં સુધી દિશાભ્રમ છે, ત્યાં સુધી મરણ રહે. શું દિશાભ્રમ ? તો કહે કે “આ શરીર એ હું’ એમ માનો છો. સવારે ઊઠો ત્યારથી રાત્રે સૂવો ત્યાં સુધીમાં શરીર એ હું એમ સમજીને જ વતાં છો, અને કામ કરો છો. આ શરીર એ હું નહીં પણ હું તો આ જાણનારો, દેખનારો આત્મા છું એમ જાણીને આપણે વર્તીએ છીએ ? ના. એટલે આપણે પરભાવના કર્તા છીએ, એ પ્રભાવનું કર્તાપણું એ જ દર્શનમોહ છે. એ જ મિથ્યાત્વ છે. એ જ અજ્ઞાન છે. એ જ અવિદ્યા છે. એ જ્યાં સુધી હોય ત્યાં સુધી જન્મ મરણના ફેરા ટળે નહીં. એ અજ્ઞાનને કાઢો તો સાચી સમજણ આવે. પણ કઢાય કેવી રીતે ? આમાં મીઠાશ લાગે છે. તેના ફળનો ભોક્તા છે. જેમ ભ્રાંતિથી પરભાવનો કર્યા છે, તેમ એનાથી જે કર્મો બંધાય છે તેના ફળનો ભોક્તા છે. એ ફળ આપણે જ ભોગવવાં પડે છે. આપણા વતી કોઈ બીજા ભોગવી શકે ? કહેવામાં આવે કે ચાલો મને તમારો રોગ આપી દો, તો એ અશક્ય છે. દર્દી એમ કહે કે આ તો કાંઈ દેવાતા હશે ? આ તો મારે જ ભોગવવાના છે. જેને આવે એને ભાંગવવાનું છે, એટલે કોઈ પણ ક્રિયા નિષ્ફળ જતી નથી. કર્તાપણું હોય ત્યાં ભોક્તાપણું છે. એટલે એ કર્મ બાંધીએ છીએ તે આપણે જ ભોગવવાં પડે છે. કર્મ ન બાંધીએ અને સદેહે મુક્ત થઈ જઈએ તો એનું ફળ મુક્તપણું જ આવે. ભાન થયે સ્વભાવપરિણામી છે. આપણે દીક્ષા લીધી છે ભાન થવા માટેની. જો આપણને ભાન થાય કે હું કોણ છું ? તો સ્વભાવ પરિણતિ જાગૃત થાય. ગુરુકૃપાથી, સશાસ્ત્રથી, આપણા પુરુષાર્થથી આપણને જ્યારે ભાન થાય ત્યારે એની પરિણતિ કેવી હોય ? સ્વભાવ પરિણતિ હોય. આ દુનિયાના લોકોને દેખાય કે આ બધું કામ કરે છે, પણ એ ને અંદર જ મૃત હોય, એની સ્વભાવની પ્રરિકૃતિમાં જ હોય, છતાં મન વચન, કાયાના યોગ કામ કરે. સર્વથા સ્વભાવ પરિણામ તે મોક્ષ છે. એટલે ૨૪ કલાક સ્વભાવપરિણતિ. આ દેહ જ એ પ્રમાણે આઠે પહોર મોક્ષનું સુખ, સ્વભાવ પરિણતિ ભોગવાતી હોય તો મોક્ષ જવાની એને ઇચ્છા થાય ? એ તો આવવાનું જ છે, અવશ્ય આવવાનું છે. પણ જે ત્યાં ભોગવવાનું છે એ અહીં ભોગવે છે. એ સ્વભાવમાં, માત્ર એના સુખમાં, એના દર્શનમાં જે મગ્ન છે એનું નામ “મોક્ષ છે. સદ્ગુરુ, સત્સંગ, સન્શાસ્ત્ર, સદ્વિચાર અને સંયમાદિ તેનાં સાધન છે. " માં જવું છે તમારે ? તો જુઓ હું સાધન બતાવું છું એમ કૃપાળુદેવ કહે છે. કૃપાળુદેવનો For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત રાળજ મુકામ હતો ત્યારે ‘હે પ્રભુ ! હે પ્રભુ !’ લખ્યું વચમાં યમનિયમ મૂક્યું કે કોઈ જીવનો લક્ષ જશે. ‘હે પ્રભુ ! હે પ્રભુ !’ અને ક્ષમાપના રોજ બોલીએ છીએ, પણ કોઈનું લક્ષ જાય છે કે એમાં શું લખ્યું છે ? અને ‘યમનિયમ’માં એમ લખ્યું છે કે બીજાં સાધન બહુ કર્યાં, પણ કાંઈ આરો આવ્યો નહીં, તો હવે કાંઈ સાધન બીજાં હોવાં જોઈએ. તે આ પત્રમાં તો ઘણાં છે. સદ્ગુરુ એટલે જેને ભગવાન-આત્મા મળેલ છે એવા ગુરુ પછી સત્સંગ, ત્રીજું સાધન સસ્તું શાસ્ત્ર. આમ નામ આપણે વાંચતા હોઈએ. વિદ્વાન થયો. આમાંથી ઘણું મોઢે કર્યું પણ જો એને યથાર્થ સમજણ ન હોય કે એનો યથાર્થ ઉપયોગ જેમ થવો જોઈએ એમ ન કરે તો તે ફક્ત ભારરૂપ બને છે. પછી આવે સદ્વિચાર; ધ્યાન કરતાં જે સદ્વિચાર કરો છો કે હું કોણ છું ? સંયમ એટલે જીવન કેવું હોવું જોઈએ ? સંયમ એટલે દીક્ષા લીધી અને માત્ર કપડાં બદલાવ્યાં એટલું જ બસ નથી. પણ ઝીણી ઝીણી બાબતમાં પણ ઊંચું જીવન હોવું જોઈએ. પાંચે ઇન્દ્રિય ઉપર કાબુ અને ક્રોધ, માન, માયા લોભ એ કષાયોને ઉપશમાવવા, એને મંદ કરવા જોઈએ. આટલું કરે તો આ સાધનો તમને મોક્ષે લઈ જાય. ૧૫૦ આત્માના અસ્તિત્વથી માંડીને નિર્વાણ સુધીનાં પદ સાચાં છે, અત્યંત સાચાં છે, કેમ કે પ્રગટ અનુભવમાં આવે છે. ‘આત્મા છે’, ‘આત્મા નિત્ય છે’, ‘આત્મા કર્મનો કર્તા છે’ ‘આત્મા કર્મનો ભોક્તા છે’, ‘આત્માનો મોક્ષ છે’ અને ‘મોક્ષનો ઉપાય છે.’ આ સઘળા સ્પષ્ટ અનુભવમાં આવે છે. ભ્રાંતિપણે આત્મા પરભાવનો કર્તા હોવાથી, શુભાશુભ કર્મની ઉત્પત્તિ થાય છે. જ્યાં સુધી ભ્રાંતિ છે. દર્શનમોહ છે, મિથ્યાત્વ છે, ત્યાં સુધી તો ક્ષણે ક્ષણે કર્મ બંધાય છે. જૂનાં ભોગવાય છે અને એ ભોગવતાં ભોગવતાં નવાં કર્મ બંધાય છે. આપણામાં અજ્ઞાન ભરેલું છે એટલે આપણો આત્મા ઘડીભર નવરો બેસતો નથી તેથી કાં શુભ કર્મ બાંધે છે, છે અશુભ કર્મ બાંધે છે. જો ભ્રાંતિ જાય- અજ્ઞાન જાય- જ્ઞાન પ્રગટ થાય તો કર્મ ન બંધાય. કર્મ લાગે નહીં. કરે બધું છતાં કર્મ લાગે નહીં. કર્મ સફળ હોવાથી તે શુભાશુભ કર્મ આત્મા ભોગવે છે. જે કર્મો બાંધ્યા હોય એથી આત્માને કાં તો શુભ ફળ મળે અને કાં તો અશુભ ફળ મળે. પણ ફળ ભોગવવું જ પડે. ઉત્કૃષ્ટ શુભથી ઉત્કૃષ્ટ અશુભ સુધીના સર્વ ન્યૂનાધિક પર્યાય ભોગવવારૂપ ક્ષેત્ર અવશ્ય છે. ક્ષેત્ર છે. આ પુણ્ય ભોગવવા ક્યાં જાય ? આ પાપ ભોગવવા ક્યાં જાય ? તો કહે એનાં ક્ષેત્ર For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧૫ ૧ છે. કોઈ ન માને તો કહે છે કે ઉત્કૃષ્ટ શુભ કર્મથી પુણ્ય બંધાય છે. તેના ભોગવટા માટે એકથી બાર દેવલોક તેમજ તેથી ઉપરનાં ક્ષેત્ર પણ છે. ઉત્કૃષ્ટ પાપથી કર્મ બંધાય તો સાતમી નરક સુધીનાં સ્થળો ચોક્કસ છે. કર્મ ભોગવવા માટેનાં, તેને અનુરૂપ ક્ષેત્રો અવશ્ય છે, અને જે તે જગ્યાએ કર્મ ભોગવવા જવું પડે છે. નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયોગે, તન્મયાકાર, સહજસ્વભાવે, નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે કેવળજ્ઞાન છે. નિજ સ્વભાવ જ્ઞાનમાં, પોતાના સ્વભાવના જ્ઞાનમાં, માત્ર ઉપયોગ એમાં જ રોકાયેલો હોય, એક પળ પણ ઉપયોગ બહાર ન નીકળે તેમાં જ લીન થયેલો હોય. બીજી કોઈ વાત અંદર આવે નહીં. આત્માના સ્વભાવે કુદરતી રીતે રહે, એના માટે પુરુષાર્થ કરવાની પછી જરૂર ન રહે. પુરુષાર્થ કરવાની અત્યારે જરૂર છે. ક્યાં સુધી ? એ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જેને સંકલ્પ વિકલ્પ ન થાય, અને નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થઈ હોય તેને કેવળજ્ઞાન ઘટે છે. હાલમાં જૈન ધર્મમાં, આ ક્ષેત્રે આ કાળમાં કેવળજ્ઞાન નથી એમ કહ્યું છે. એ સાથે એમ પણ કહ્યું છે કે આ ક્ષેત્રે, આ કાળમાં ત્રણ ભવ બાકી રહે ત્યાં સુધી પહોંચી શકાય છે. આ અત્યારે ચાલે છે તે ભવ, એક દેવનો ભવ અને ત્યાર પછીનો જે એક ભવ થાય એમાં મોક્ષે જાય. ત્યાં સુધી પહોંચી શકાય છે, સાચો માર્ગ હાથમાં આવે તો અને સાચો પુરુષાર્થ કરીએ તો. નિર્વિકલ્પ પરિણતિ કાયમ રહે તો એ કેવળજ્ઞાન છે. તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે સમ્યકત્વ છે. તથારૂપ શું? નિજસ્વભાવ. એવી શ્રદ્ધા પાકી થાય તો એ સમક્તિ છે, તેના પર યથાતથ્ય વિશ્વાસ આવે કે સો ટકા સાચું છે અને સહજ અનુભવે એ સમક્તિ છે. નિરંતર તે પ્રતીતિ વર્યા કરે તે ક્ષાયિક સમ્યકત્વ કહીએ છીએ. ક્ષાયિક સમકિત એને કહેવાય કે જેની નિરંતર પ્રતીતિ વર્યા કરતી હોય. એ સદાયે રહે. આવ્યા પછી ક્યારેય વહી જાય નહીં. ત્યાં સુધી કૃપાળુદેવ પહોંચ્યા હતા અને એથી આ કાળમાં એટલે પહોંચાય. ક્ષાયિક સમકિતીને ત્રણ જ ભવ બાકી રહે. કવચિત્ મંદ, કવચિત્ તીવ્ર, કવચિત્ વિસર્જન, કવચિત્ સ્મરણરૂપ એમ પ્રતીતિ રહે તેને ક્ષયોપશમ સમ્યકત્વ કહીએ છીએ. અમુક કર્મની પ્રકૃતિ ક્ષય હોય અને અમુક પ્રકૃતિ ઉપશમમાં હોય તેને ક્ષયોપશમ સમ્યકત્વ કહેવામાં આવે છે. For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૨ શિક્ષામૃત તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદય આવ્યા નથી, ત્યાં સુધી ઉપશમ સમ્યક્ત્વ કહીએ છીએ. એ ઉપશમ સમ્યકત્વ. કૃપાળુદેવ અગિયારમાં ગુણસ્થાનકેથી પડ્યા પછી એમને ખ્યાલ આવ્યો કે આ તો ઉપશમ સમક્તિ પ્રાપ્ત કરતાં ખૂબ જોર કર્યું, તો પણ પડવાનું થયું, માટે હવે ન જાય તેવું સમક્તિ જોઈએ એટલે પછી પ્રગટ એને શોધવા નીકળ્યા. ક્યાં મળે ? ક્યાં મળે ? અને પૂ. મનસુખરામ સૂર્યરામ ઉપર પત્ર વ્યવહાર શરૂ કર્યો, ત્યાં પૂ. સૌભાગ્યભાઈનો ભેટો થયો. તેમની સાથે જ્ઞાનમાર્ગ વિશે વાતચીત થતાં આત્મદશાનું સ્મરણ થયું, તેથી એ પ્રમાણે સાધના કરતાં તેઓ તરત ઉપર ચઢી ગયા. પૂ. સોભાગભાઈ તો જ્યાં હતા ત્યાં રહી ગયા, તો પણ એમના ઉપકારના બદલામાં એમને ઠેઠ સુધી પહોંચાડી દીધા. આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય તેને સાસ્વાદન સમ્યકત્વ કહીએ છીએ. જે જીવ પડવાઈ થાય, એને પછી ભવ ઘણા વધી જાય. એ પડે એની પછડાટ લાગે એથી ઘણા ભવ વધી જાય. ઘણા ભૂવ કરવા પડે, પણ અંતે તો મોક્ષે જાય. સાસ્વાદન એ બીજું ગુણસ્થાનક કહેવાય. એ પડી જાય તો પાછું સમક્તિ ક્યારે આવે ? સમકિત આવે પણ એને સમય લાગે . અત્યંત પ્રતીતિ થવાના યોગમાં સત્તાગત અલ્પ પુદ્ગલનું વેદવું જ્યાં રહ્યું છે તેને વેદક સમ્યકત્વ કહીએ છીએ. એટલે હજી એને સમક્તિ થવામાં વેદક એટલે કે જે વચમાં થોડી થોડી અડચણ આવે છે. થોડું પુદ્ગલનું વંદવું હોય તે. તથારૂપ પ્રતીતિ થયે અન્યભાવ સબંધી અહમમત્વાદિ હર્ષ, શોક ક્રમે કરી ક્ષય થાય. સાચું સમકિત હોય તો આ અહં એટલે હું હું અને હું એવું જે ચારે તરફ છે અને મારું મારું જે છે એ મટી જાય. સમ્યકત્વ સાચું હોય તો, લાભ થાય તો આનંદ અને નુકસાન થાય તો શોક થાય, એ બધું ક્રમે કરીને ક્ષય થઈ જાય. નાશ પામી જાય. બીજા ભાવ, પરભાવ કે જે આપણા સંસારમાં પ્રસંગોથી બને છે, તે સંબંધી અહમમત્વાદિ નાશ થાય અને હર્ષ કે શોક ન થાય. મનરૂપ યોગમાં તારતમ્ય સહિત જે કોઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે. અને જે સ્વરૂપ સ્થિરતા ભજે તે સ્વભાવ સ્થિતિ પામે છે. એ ચારિત્ર એટલે જ્ઞાન અને દર્શન કાયમ રહે એનું નામ ચારિત્ર. એ સતત રહે, મનથી એ આત્મામાં સ્વભાવમય થઈ જાય. આવું ચારિત્ર આરાધે તે સિદ્ધિને પામે છે. અને આત્મા સ્થિર For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧૫૩ થઈ જાય, તે સ્વભાવ સ્થિતિ પામે છે એનો સ્વભાવ સ્થિર થઈ જાય. આપણે જ્ઞાનસારનું ‘સ્થિરતા અષ્ટક વાચ્યું. એવી દશા જેની થાય તે સ્વભાવ સ્થિતિ પામે છે, અને આત્મસ્વરૂપ પ્રગટ થાય. છે; એમાં સ્થિર થાય છે. | નિરંતર સ્વરૂપલાભ, સ્વરૂપાકાર ઉપયોગનું પરિણમન એ આદિ સ્વભાવ અંતરાય કર્મના ક્ષયે પ્રગટે છે. એ અંતરાય કયો ? શ્રીમદ્ આનંદઘનજી મહારાજ સાહેબે એમના સ્તવનમાં બતાવ્યું છે અને કૃપાળુદેવે એમના વચનામૃતમાં બતાવ્યું છે શું ? અંતરાય કર્મ (દાનાંતરાય, લાભાંતરાય, વીયાંતરાય, ભોગાંતરાય અને ઉપભોગાંતરાય)ની પ્રકૃતિઓનો નાશ થાય ત્યારે સ્વરૂપાકાર ઉપયોગનું પરિણમન આદિ પ્રગટે છે. એટલે કે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. કેવળ સ્વભાવ પરિણામી જ્ઞાન તે કેવળજ્ઞાન છે. કેવળ જ્ઞાન છે. કેવળ એટલે માત્ર પોતાના સ્વભાવની જ પરિણતિ તે કેવળજ્ઞાન છે. માત્ર પોતાના સ્વભાવમાં ડૂબી રહેવું એ જ પરિણતિ- બીજી પરિણતિ નહીં, વચમાં વિક્ષેપ નહીં; અખંડ. તે કેવળજ્ઞાન છે. કૃપાળુદેવે ફરીથી ‘કેવળજ્ઞાન’ શબ્દ લખીને એ વાત પર ભાર મૂક્યો છે. ૭૧૫ શ્રી મહાવીર ભગવાને જે માર્ગ કહ્યો છે અને આ એક કાવ્યમાં જ કૃપાળુદેવે કહી દીધો છે. વળી આ મૂળ માર્ગ છે એમ પણ એમણે કહ્યું છે. સનાતન માર્ગ કહ્યો છે. આ બધા દિગંબર, શ્વેતામ્બર મૂર્તિપૂજક, સ્થાનકવાસી, તેરાપંથી, ૬ કોટી, ૮ કોટી એ બધામાં સનાતન માર્ગ કયો ? એ માર્ગ કૃપાળુદેવે આ કાવ્યમાં કહ્યો છે. જેને શ્રી મહાવીર ભગવાને પ્રરૂપેલો છે. મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ, નોય પૂજાદિની જો કામના રે, નોય વહાલું અંતર ભવદુઃખ. મૂળ૦ ૧ ભગવાન મહાવીર જે પ્રરૂપી ગયા છે એ મૂળ મારગ શું? એ કૃપાળુદેવે આમાં દર્શાવ્યો છે. ભાઈ ! મોક્ષે જવાનો મૂળ મારગ હું તમને કહું છું, માટે તમે સાંભળો. હે ભવ્ય જીવો ! તમે સાંભળવા માટે તમારી વૃત્તિ અખંડ સન્મુખ કરો. જે કહેવામાં આવે છે તેના ઉપર તમારો ઉપયોગ સ્થિર કરો. જેને આપણે એકતાર વૃત્તિ કહીએ છીએ એ તમે કરો. બરાબર કાન દઈને સાંભળો. જો તમને પૂજાદિ એટલે બધા તમે ધાર્મિક છો એમ માને અને તમારું સન્માન કરે એની કામના ન હોય અને તમને ભવનું–જન્મ મરણનું દુઃખ છે એ વ્હાલું ન હોય તો તમે સાંભળજો . For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શિક્ષામૃત કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જિન સિદ્ધાંત, મૂળ, માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત. મૂળ૦ ૨ આ હું બોલું છું એના વચનની તમારા મનથી તુલના કરી જોજો. અને તોલી તોલીને માપજો અને આ હું બોલું છું એ જિન સિદ્ધાંત છે એની સાથે મેળવી જોજો; તો એમાં એમ જ કહેલું છે, એમ તમને ખબર પડશે. એમાં આજ વાત આવશે. મારે આ કહેવા માટે કોઈ સ્વાર્થ હેતુ નથી. માત્ર પરમાર્થ હેતુ છે કે લોકો સાચો માર્ગ પામે. માર્ગ તો સેંકડો ગમે-ગાઉ દૂર ગયો છે, ઢંકાઈ ગયો છે, લોકો જાણતા નથી કે માર્ગ શું છે ? આ એવી વાત છે કે કોઈ મુમુક્ષુ યથાર્થ રીતે સમજી શકશે. હું આ કહું છું એ જો કે બધા મુમુક્ષુ નહીં સમજી શકે, છતાં મારે તો બધા પામેએ ભાવનાથી જ કહેવું છે. જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ, મૂળ, જિન મારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ. મૂળ૦ ૩ સમ્યગુજ્ઞાન, સમ્યગુદર્શન અને સમ્યક્યારિત્રની શુદ્ધતા અને એ ત્રણેનું એકપણું અભેદપણું છે. એટલે કે સમ્યગ્રજ્ઞાન જુદું, અને સમ્મચારિત્ર જુદું એમ નહીં પણ ત્રણેનું એકપણું. એવી દશા આવે ત્યારે એ પરમાર્થથી જિનમાર્ગ-મોક્ષમાર્ગ થયો ગણાય. જિનમાર્ગ અવિરુદ્ધ છે. જે જિનેશ્વર ભગવાને પ્રબોધ્યો છે. આપણા સિદ્ધાંતના-શાસ્ત્રોના બુદ્ધ એટલે જ્ઞાની-જાણકાર પુરુષોએ આમ કહ્યું છે. પોતે હવાલો આપે છે. હું કહું છું એમ નહીં, પણ જે જ્ઞાની થઈ ગયા છે એ આ પ્રમાણે કહી ગયા છે. લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, મૂળ, પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ. મૂળ૦ ૪ લિંગ એટલે વેષ. જુદા જુદા લિંગ હોય. એટલે દિગંબર કપડાં નથી પહેરતા, શ્વેતામ્બર કપડાં પહેરે છે. એમ સ્થાનકવાસી, તેરાપંથી બધામાં થોડો થોડો ભેદ દેખાય છે. વ્રતમાં પણ એમ છે. ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનના સમયમાં ચાર વ્રત હતાં. શ્રી મહાવીર ભગવાનના વખતમાં પાંચ વ્રત થયાં. વ્યવહારમાં દેશ અને કાળાદિને લીધે ફેર પડે છે, ભેદ હોઈ શકે છે. કાળ બદલાય કે દેશ બદલાય એને લીધે વ્યવહારમાં થોડો ફેરફાર હોઈ શકે છે. પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા એટલે સમ્યગ્રજ્ઞાન-દર્શન-ચારિત્રની જે શુદ્ધતા છે અને દેશકાળની અસર થતી નથી. એ તો ત્રણે કાળે એક જ છે. એટલે શું ? કે શ્રી ઋષભદેવ ભગવાનના સમયમાં પણ રત્નત્રયમાં ફિર ન હતો. શ્રી શાંતિનાથ ભગવાનના સમયમાં પણ એમ જ હતું. શ્રી નેમિનાથ ભગવાનના સમયમાં પણ એમ જ હતું. શ્રી પાર્શ્વનાથ ભગવાનના સમયમાં અને શ્રી મહાવીર સ્વામીના For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧૫૫ વખતમાં પણ એમ જ રત્નત્રયરૂપ માર્ગ હતો અને અત્યારે પણ એમ જ છે. એટલે એ ત્રણે કાળે એકને એક જ છે. હવે જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે, સંક્ષેપે સુણો પરમાર્થ, મૂળ, તેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ. મૂળ ૫ હવે જ્ઞાન-દર્શનાદિ એટલે સમ્યગૂજ્ઞાન-દર્શન-ચારિત્ર વિગેરેનો સંક્ષેપમાં પરમાર્થ કહું છું. તમને શબ્દાર્થ નહીં પણ પારમાર્થિક વ્યાખ્યા શું છે એ કહું છું, એ વિચારજો. ભગવાને તમને મન આપ્યું છે તો વિશેષથી ઊંડા ઊતરીને તમે વિચારશો તો તમને ઉત્તમ આત્માર્થ સમજાશે. એ તમે સમજી શકશો એટલે આત્મા કેવી રીતે પ્રાપ્ત થાય ? મોક્ષ કેમ મળે ? એ બધું સમજાશે. છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ, એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ૦ દેહ આદિ એટલે આ સ્થૂળ દેહ, તેજસ્ દેહ, કામણ દેહ, પાંચ જ્ઞાનેન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ વિગેરેથી આત્મા ભિન્ન છે. ત્યારે આત્મા કેવો છે ? “ઉપયોગી.” એનું લક્ષણ ઉપયોગ છે. ઉપયોગ વગર તમે કોઈ કામ કરી શકો નહીં. બહેનો રોટલી વણતાં જાય, લોઢીમાં નાખતાં જાય, ફેરવતાં જાય, એ દરેક ઠેકાણે એને ઉપયોગ રાખવો પડતો હોય છે, નહીં તો રોટલી બળી જાય અથવા બરાબર વણાય નહીં વિગેરે . સોય પરોવવી હોય તો સોયનું નાકું હોય એટલો દોરો ઝીણો કરવો જોઈએ અને એમાં ઉપયોગ બરાબર રાખીએ તો પરોવાય, નહીં તો પરોવાય નહીં. આ ઉપયોગ એ જ આત્મા છે. નટ નાચતો હોય, લોકો કિકિયારીઓ કરતાં હોય, ઢોલ ને વાજિંત્રો વાગતાં હોય પણ એનું ચિત્તઉપયોગ તો દોરડા પર હોય. જો ત્યાંથી ખસે તો નીચે પડે. એવી જ ગાગરની વાત છે. બહેનો તાળી દેતી જાય, વાતો કરતી જાય, હસતી જાય. પણ દરેકનો ઉપયોગ એના માથા ઉપરના બેડા ઉપર હોય. આ જ આત્મા છે. પકડવો કેટલો સહેલો છે. તમે કોઈ કામ એના વગર કરી શકતા નથી. એ ઉપયોગ એ જ આત્મા છે. “ઉપયોગી સદા અવિનાશ.’ આ આત્મા અવિનાશી છે. ગયા ભવમાં આત્માના જેટલા પ્રદેશો હતા એટલા જ પ્રદેશ આવતા ભવમાં રહેવાના છે. એમાં એકપણ પ્રદેશ વધારે કે ઓછો નહીં થાય. એ આત્માને છેદી શકાય નહીં, ભેદી શકાય નહીં, બાળી શકાય નહીં, આવો આત્મા છે; છતાં આપણને મરણની બીક કેટલી છે ? મરણ તો શરીરનું છે, આત્માને તો મરણ છે જ નહીં. દેહ જન્મે છે અને દેહ મરે છે. ત્યારે આટલો બધો કેમ ફફડાટ છે ? આપણો દેહ, આપણું કુટુંબ, આપણી મિલકત એને બાથ ભીડી છે એટલે. અરેરે ! આટલું બધું મેં રળીદળીને ભેગું કર્યું, પરંતુ આ મૂકીને ચાલ્યા જવું પડશે એનું દુ:ખ છે. For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૩ શિક્ષામૃત તો જે પોતાનું નથી અને કોઈ દિવસ પોતાનું થવાનું નથી અને માટે અરેરાટી કરે છે. એ ઘોર અજ્ઞાન નહીં તો બીજું શું છે ? એ ઘોર અજ્ઞાનને લીધે જ કર્મ બંધાય છે. આમ જ્ઞાનની વ્યાખ્યા કરી, અને બીજું ‘એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે-પોતાની મેળે, વર્ષો સુધી વાંચે, વિચારે તો પણ આત્માનું સ્વરૂપ સમજી શકાય એવું નથી. એ સદ્ગુરુના ઉપદેશથી જ્યારે યથાર્થ જાણવામાં આવે ત્યારે સમજાય તો સમ્યગૂજ્ઞાન પ્રાપ્ત થાય. જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, મૂળ, કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત. મૂળ૦ ૭ જ્ઞાન કરીને આત્માનું સ્વરૂપ જાણ્યું , એનાં ગુણ લક્ષણ જાણ્યાં, બીજાં પાંચ દ્રવ્યો અને એના પણ ગુણ લક્ષણ જાણ્યાં છે, પણ આ જે જાણ્યું તે સદગુરુના ઉપદેશથી. ગમે તે ગુરુના ઉપદેશથી નથી કહ્યું, પણ સત્ લગાડવું છે એટલે સગુરુષા ઉપદેશથી. બધાને સત્ લાગે. જ્યાં સત્ હાય એ જ સદ્ગુરુ, સતુ શાસ્ત્ર, સદ્વિચારણા, એ જ સમ્યજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યગ્રચારિત્ર. બધામાં સતુ લાગવું જોઈએ. એની શુદ્ધ પ્રતીતિ એટલે વિશ્વાસ દઢ હોય. કેટલો દૃઢ હોય કે કોઈ માયાજાળ કરનાર આવીને ભગવાનનું રૂપ બનાવે. અને કહે કે “જુઓ હું તમારો તીર્થકર છે. હું કહું છું કે આ બધું ખોટું છે. આ આત્માનું સ્વરૂપ નથી પણ જે કહું છું એ આત્માનું સ્વરૂપ છે.” તો પણ એ માને નહીં. એની પ્રતીતિ એટલી દઢ હોય, પોતાની શ્રદ્ધામાં, વિશ્વાસમાં જરા પણ એ ડગે નહીં. એનું નામ સમ્યગદર્શન છે. એનું બીજું નામ સમકિત છે. આ ભવમાં જ સમકિત આવી જાય તો આ દેહ ભલે પાંચમાં આરામાં જન્મ્યો હોય તો પણ એની કિંમત આંકી શકાય નહીં, કારણ કે સમ્યગ્ગદર્શન આવ્યા પછી વધારેમાં વધારે પંદર ભવે તો એ જીવ મોક્ષે જાય, જાય ને જાય જ. ગળિયોબળદ થઈને બસે તો પણ જાય. શ્રી સોભાગભાઈના જમાનામાં બધા પ્રેસ રાખતા હતા. તો આમ પગ પર ખંસ બાંધીને પરમ કૃપાળુદેવને પૂ. ડુંગરભાઈ કહે કે જુઓ મારે તો આમ બેસી જ રહેવું છે ? તો પણ મન સાળમો ભવ છે ? તમે કહો ? શું કહે કૃપાળુદેવ ? સાચી વાત છે. સોળમો ભવ નથી. પણ કૃપાળુદેવને તો ઇચ્છા એવી કે શું કામ પંદર ભવ કરવા. શા માટે તેર, અગિયાર, નવ, સાત, પાંચ ભવ નહીં અને ત્રણ જ ભવ કેમ નહીં ? ત્રણ ભવ સુધી તો આ ક્ષેત્રે આ કાળમાં જવાય છે. તો ત્રણ ભવ શા માટે નહીં ? કૃપાળુદેવ એમ કહે છે કે આ સમ્યગદર્શનનું, સમકિતનું, શ્રદ્ધાનું એટલું બળ છે કે એ ન હોય તો મોલ જઈ શકાય નહીં. જે વિજ ચાર સુરા સ્ટેટ રે ગ્રસ્ટ . એના વિન. હજુ પણ જન્મ મરણમાં રખડીએ છીએ. For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧૫૭ જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, મૂળ, તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. મૂળ૦ ૮ જીવને જાણ્યો, આત્માના ગુણ, લક્ષણ જાણ્યાં, એની પ્રતીતિ આવી. હવે એવો સ્વભાવ ઉત્પન્ન થાય ત્યારે સમ્યક ચારિત્ર આવે. જે સર્વથી ભિન્ન છે, અસંગ છે. કોઈની સાથે એ મળતો નથી, સૌથી જુદો છે, એવો સ્થિર સ્વભાવ ઊપજે એનું નામ સમ્મચારિત્ર, પોતાના આત્માની પરિણતિ સ્વભાવમાં જ રહે તેનું નામ સમ્મચારિત્ર. એ ઊંચામાં ઊંચું ચારિત્ર. એમણે ચારિત્ર શબ્દની પાછળ શબ્દ લગાડ્યો છે “અણલિંગ.' એટલે સાધુના કપડાં ન પહેર્યા હોય તો પણ થઈ શકે. સાધુને પણ થઈ શકે. સર્વને થઈ શકે. પુરુષ કે સ્ત્રી કે નપુંસગ લિંગ હોય તો પણ શુદ્ધ ચારિત્રને પામી શકે છે. મોક્ષને અને ચારિત્રને લિંગ સાથે કાંઈ લેવા કે દેવા નથી. એ તો જે આરાધે તે પામે. તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ, મૂળ, તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ. મૂળ૦ ૯ આ સમ્યગુજ્ઞાન જુદું, સમ્યગદર્શન જુદું, સમ્યગુચારિત્ર જુદું એમ નહીં પણ ત્રણે અભેદ એટલે સમ્યગ્રજ્ઞાન-દર્શન-ચરિત્રનો સમુચ્ચય-સાથે. માત્ર આત્મા સ્વભાવમાં લીન થઈ આત્મા રૂપ જ વર્તે ત્યારે તે મોક્ષમાર્ગ પામ્યો કહેવાય. આત્મદ્રવ્ય પ્રગટ થઈ ગયું એટલે સ્વભાવ પરિણતિ. “જ્યારે વર્તે તે આત્મારૂપ” એટલે આત્મા સમ્યજ્ઞાન, આત્મા સમ્યગુદર્શન, આત્મા સમ્મચારિત્ર એમ ત્રણેની અભેદપરિણતિ વર્તે ત્યારે એમ સમજવું કે ભગવાન આત્મા પ્રગટ્યોઆત્માનો સાક્ષાત્કાર થયો - ભગવાન મળ્યા. એ જિનેશ્વર ભગવાન બોધી ગયા છે. જેનો બોધ પોતે સમવસરણમાંથી કર્યો, એ મારગને પામ્યા. આ જીવ અભેદ પરિણામી થયો. બીજી રીતે કહીએ તો પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થઈ. એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ, મૂળ, ઉપદેશ સદ્ગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. મૂળ૦ ૧૦ એ વાં મૂળ જ્ઞાનાદિ પામવા એટલે જ્ઞાન આદિ કહ્યું એટલે સમ્યગૂજ્ઞાન-દર્શન-ચારિત્રને પામવાને માટે અને અનાદિથી આપણે જન્મ મરણ કરતાં આવ્યા છીએ એ બંધ ટાળવાને માટે કે જેથી ફરી જન્મ મરણ થાય જ નહીં. આ આત્મા કર્મનો બંધ કરે છે એ કર્મનો બંધ ચાલ્યો જાય. કર્મબંધ થાય નહીં એવી ઇચ્છા હોય તો સદ્ગુરુનો ઉપદેશ સાંભળવો. સદ્ગુરુ કેવા ? કે જેણે એ ઉપદેશ અનુભવ્યો હોય; જેને આત્માનો સાક્ષાત્કાર થયો હોય, એવા સદ્ગુરુને શોધી, એના આશ્રયે રહી એનો ઉપદેશ સાંભળવો. પોતાનો સ્વચ્છેદ મૂકી દઈને સદ્ગુરુનો ઉપદેશ For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શિક્ષામૃત સાંભળવો. દરેક એમ માને છે કે હું જાણું છું, મને ખબર છે, મેં વાંચ્યું છે, ઘણું વાગ્યું છે; આ સ્વછંદ છે એને અહંકાર કહેવાય. એ હોય ત્યાં સુધી માર્ગે આગળ વધી શકાય નહીં. પ્રતિબંધ તો ઘણા છે. લોકનો પ્રતિબંધ લોકો કહે કે આ ભાઈ તો હવે ફલાણે ઠેકાણે જાય છે. આખી જિંદગી અહીં કાઢી અને હવે બીજે જાય છે. લોક શું બોલે એ ધ્યાનમાં લે તે લોક પ્રતિબંધ. પછી પોતાનો જે કુળધર્મ છે, જે ધર્મ પરંપરાએ ચાલ્યો આવે છે એનો પ્રતિબંધ. એ કુળના જે ગુરુ મહાત્માઓ ચાલ્યા આવે છે એમનો પ્રતિબંધ. આ બધાને ટાળીને અને સ્વછંદને મૂકીને આ મા આવી શકાય. જેટલા પ્રકારની ગાંઠો બાંધી હોય, પક્કડ રાખી હોય એ છોડી દેવી પછી સદ્ગુરુનો ઉપદેશ સાંભળવો. એમ દેવ જિનંદે ભાખિયું રે, મોક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ, મૂળ, ભવ્ય જનોના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂ૫. મૂળ૦ ૧૧ આમ કોણ કહી ગયા છે ? જિનેશ્વર દેવ, ભગવાન શ્રી મહાવીર, શ્રી અરિહંત ભગવાને મોક્ષમાર્ગનું શુદ્ધ સ્વરૂપ કહ્યું છે. આ મારગનું શુદ્ધ સ્વરૂપે આવી રીતે શા માટે ભાખી ગયા છે ? ‘ભવ્યજનોના હિતને કારણે” – ભવ્ય જીવ, મોક્ષગામી જીવ હોય એના હિતને માટે. આ કોઈ અભવ્ય જીવોને માટે નથી. અભવ્ય જીવોને આની કંઈ અસર થવાની નથી. પણ જે ભવ્ય જીવો છે; એ યથાર્થ સમજીને, પુરુષાર્થ કરીને મોક્ષે જાય એટલા માટે આ કહ્યું છે. આ પ્રમાણે સંક્ષેપમાંટૂંકાણમાં એ આત્માનું સ્વરૂપ, પરમાત્માનું સ્વરૂપ મેં જણાવ્યું છે એમ કૃપાળુદેવ કહે છે. આ અગિયાર કડીમાં એમણે મૂળમારગ આપી દીધો છે. __गुरुणो छंदाणु वत्तगा ગુરુની આજ્ઞાએ પ્રવર્તવું. ગુરુની આજ્ઞાએ ચાલતાં અનંતા જીવો સીયા, સીઝે છે અને સીઝશે. ૭૧૮ આત્મ-સિદ્ધિ પતિતજનપાવની, સુર સરિતા સમી, અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ જન્મ જન્માંતરો જાણતા જોગીએ, આત્મ અનુભવ વડે આજ દીધી. ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા, ભવ્ય સોભાગ્યની વિનંતિથી; ચારુતર ભૂમિના નગર નડિયાદમાં, પૂર્ણ કૃપા પ્રભુએ કરી'તી. For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧૫૯ ઝડપથી મોક્ષમાર્ગે આગળ વધી શકાય એવું આ પૂર્ણ શાસ્ત્ર છે. આના અર્થ પૂ. શ્રી અંબાલાલભાઈએ કરેલ, તે ૫.કૃ.દેવ જોઈ ગયેલા, એમ “આત્મસિદ્ધિ” વચનામૃત પાના નં. ૫૨૬માં ફૂટનોટમાં લખેલ છે. હવે પ્રથમ કડીથી શરૂઆત કરીએ. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. ૧ જે આત્મ સ્વરૂપ સમજ્યા વિના ભૂતકાળે હું અનંત દુઃખ પામ્યો, તે પદ જેણે સમજાવ્યું એટલે ભવિષ્યકાળે ઉત્પન્ન થવા યોગ્ય એવા અનંત દુઃખ પામત તે મૂળ જેણે છેલ્લું એવા શ્રી સદ્ગુરુ ભગવાનને નમસ્કાર કરું છું. ૧ વર્તમાન આ કાળમાં, મોક્ષ માર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોપ્ય. ૨ આ વર્તમાનકાળમાં મોક્ષમાર્ગ ઘણો લોપ થઈ ગયો છે; જે મોક્ષમાર્ગ આત્માર્થીને વિચારવા માટે (ગુરુ શિષ્યના સંવાદરૂપે) અત્રે પ્રગટ કરીએ છીએ. ૨ કોઈ ક્રિયા જડ થઈ રહ્યા. શુષ્કજ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ. ૩ કોઈ ક્રિયાને જ વળગી રહ્યા છે; અને કોઈ શુષ્કજ્ઞાનને જ વળગી રહ્યા છે; એમ મોક્ષમાર્ગ માને છે; જે જોઈને દયા આવે છે. ૩ બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ; જ્ઞાન માર્ગ નિષેધતાં, તેહ ક્રિયાજડ આંઈ. ૪ બાહ્યક્રિયામાં જ માત્ર રાચી રહ્યા છે, અંતર કંઈ ભેદાયું નથી; અને જ્ઞાનમાર્ગને નિષેધ્યા કરે છે, તે અહીં ક્રિયાજડ કહ્યા છે. ૪ બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહી; વર્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહી. ૫ બંધ, મોક્ષ માત્ર કલ્પના છે, એવા નિશ્ચય વાક્ય માત્ર વાણીમાં બોલે છે, અને તથારૂપ દશા થઈ નથી, મોહના પ્રભાવમાં વર્તે છે, એ અહીં શુષ્કજ્ઞાની કહ્યા છે. પ વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન; તેમજ આતમ જ્ઞાનની, પ્રાપ્તિ તણાં નિદાન. વૈરાગ્યત્યાગાદિ જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે, અર્થાત્ મોક્ષની પ્રાપ્તિના હેતુ છે, અને For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શિક્ષામૃત જ્યાં આત્મજ્ઞાન ન હોય ત્યાં પણ જો તે આત્મજ્ઞાનને અર્થે કરવામાં આવતા હોય, તો તે આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. હું ઉજ્જવળ અંતઃકરણ વિના સદ્ગુરુનો ઉપદેશ પરિણમતો નથી, તેથી ત્યાગ-વૈરાગ્ય આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં સાધનો છે એમ કહ્યું છે. ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજમાન. ૭ જેના ચિત્તમાં ત્યાગ વૈરાગ્યાદિ સાધનો ઉત્પન્ન થયાં ન હોય તેને જ્ઞાન ન થાય. અને જે ત્યાગ વેરાગ્યમાં જ અટકી રહી, આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે, તે પોતાનું ભાન ભૂલે, અર્થાત્ અજ્ઞાનપૂર્વક ત્યાગ વેરાગ્યાદિ હોવાથી તે પૂજાસત્કારાદિથી પરાભવ પામે, અને આત્માર્થ ચૂકી જાય. ૭ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે. તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. ૮ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, ત્યાં ત્યાં તેને સમજે, અને ત્યાં ત્યાં તે તે આચરે એ આત્માર્થી પુરુષનાં લક્ષણો છે. ૮ જે જે જ્યાં સમજવું ઘટે તે તે ત્યાં સમજવાની કામના જેને છે અને જ્યાં જ્યાં આચરવું ઘટે, તે તે આચરવાની જેની ઇચ્છા છે, તે આત્માર્થી કહેવાય. સેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી દઈ નિજપક્ષ; પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ.૯ પોતાના પક્ષને છોડી દઈ, જે સદ્ગુરુના ચરણને સેવે તે પરમાર્થને પામે, અને આત્મસ્વરૂપનો લક્ષ તેને થાય. ૯ વળી ઠામ ઠામ એકાકીપણે વિચરવાનો નિષેધ કર્યો છે અને સદ્ગુરુની સેવામાં વિચરવાનો જ ઉપદેશ કર્યો છે; તેથી પણ એમ સમજાય છે કે જીવને હિતકારી અને મુખ્યમાર્ગ તે જ છે; અને અશ્રુથી પણ કલ્યાણ થાય એમ કહેવું છે તો તીર્થકરાદિની, જ્ઞાનીની આશાતના કરવા સમાન છે. વળી આખો માર્ગ જ્ઞાનીની આજ્ઞામાં સમાય છે એમ વારંવાર કહ્યું છે. “આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે (સુધર્મા સ્વામી જંબુ સ્વામીને ઉપદેશ છે, કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન તેણે અમને આમ કહ્યું છે), ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંતા પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. ‘ઉત્તરાધ્યયન', સૂયગડાગાદિમાં ઠામ ઠામ એ જ કહ્યું છે. ૯ For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧૬૧ આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ; અપૂર્વ વાણી પરમકૃત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. ૧0 આત્મજ્ઞાનને વિશે જેમની સ્થિતિ છે, એટલે પરભાવની ઇચ્છાથી જે રહિત થયા છે; તથા શત્રુ-મિત્ર, હર્ષ-શોક, નમસ્કાર-તિરસ્કારાદિ ભાવ પ્રત્યે જેને સમતા વર્તે છે, માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલાં એવાં કર્મોના ઉદયને લીધે જેમની વિચરવા આદિ ક્રિયા છે; અજ્ઞાની કરતાં જેની વાણી પ્રત્યક્ષ જુદી પડે છે, અને ષદર્શનના તાત્પર્યને જાણે છે, તે સદ્ગુરુનાં ઉત્તમ લક્ષણો છે. ૧૦ આશંકા:- વર્તમાનકાળમાં સ્વરૂપસ્થિત પુરુષ હોય નહીં, એટલે જે સ્વરૂપસ્થિત વિશેષણવાળા સદ્ગુરુ કહ્યા છે, તે આજે હોવા યોગ્ય નથી. સમાધાન :- વર્તમાન કાળમાં કદાપિ એમ કહેલું હોય તો કહેવાય કે “કેવળભૂમિકાને વિશે એવી સ્થિતિ અસંભવિત છે, પણ આત્મજ્ઞાન જ ન થાય એમ કહેવાય નહીં; અને આત્મજ્ઞાન છે તે સ્વરૂપસ્થિતિ છે. પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. ૧૧ જ્યાં સુધી જીવને પૂર્વકાળે થઈ ગયેલા એવા જિનની વાત પર જ લક્ષ રહ્યા કરે, અને તેનો ઉપકાર કહ્યા કરે, અને જેથી પ્રત્યક્ષ આત્મભ્રાંતિનું સમાધાન થાય એવા સદગુરુનો સમાગમ પ્રાપ્ત થયો હોય તેમાં પરોક્ષ જિનોનાં વચન કરતાં મોટો ઉપકાર સમાયો છે, તેમ જે ન જાણે તેને આત્મવિચાર ઉત્પન્ન ન થાય. - ૧૧ પરોક્ષ જિનેશ્વર ભગવંતોનો અપાર ઉપકાર છે; પણ સાધકને પ્રત્યક્ષ સગુરુનો લક્ષ થયા વિના આત્મવિચાર ઊગે નહીં. સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો?સમયે જિનસ્વરૂપ.૧૨ સદ્ગુરુના ઉપદેશ વિના જિનનું સ્વરૂપ સમજાય નહીં, અને સ્વરૂપ સમજાયા વિના ઉપકાર શો થાય ? જો સદ્ગુરુ ઉપદેશે જિનનું સ્વરૂપ સમજે તો સમજનારનો આત્મા પરિણામે જિનની દશાને પામે. ૧૨ જિનનું સ્વરૂપ સદ્ગુરુના બોધ વગર સમજાય નહીં, તો યથાર્થ સમજણ વગર શું ઉપકાર થાય ? (આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર. ૧૩ For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત જે જિનાગમાદિ આત્માના હોવાપણાનો તથા પરલોકાદિના હોવાપણાનો ઉપદેશ કરવાવાળાં શાસ્ત્રો છે તે પણ જ્યાં પ્રત્યક્ષ સદ્ગુરુનો જોગ ન હોય ત્યાં સુપાત્ર જીવને આધાર રૂ૫ છે; પણ સદ્ગુરુ સમાન તે ભ્રાંતિના છેદક કહી ન શકાય. - ૧૩ ' જ્યાં પ્રત્યક્ષ સદ્ગુરુનો જોગ ન મળે ત્યાં આત્મા છે એવું નિરૂપણ કરનારાં શાસ્ત્રોનો આધાર લેવો જોઈએ. અથવા સદ્ગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. ૧૪ અથવા જો સદ્ગુરુએ તે શાસ્ત્રો વિચારવાની આજ્ઞા દીધી હોય, તો તે શાસ્ત્રો મતાંતર એટલે કુળધર્મને સાર્થક કરવાનો હેતુ આદિ ભ્રાંતિ છોડીને માત્ર આત્માર્થે નિત્ય વિચારવાં - ૧૪ રોકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિનનિર્દોષ. ૧૫ જીવ અનાદિકાળથી પોતાના ડહાપણે અને પોતાની ઇચ્છાએ ચાલ્યો છે, એનું નામ સ્વચ્છેદ છે. જો તે સ્વચ્છંદને રોકે તો જરૂર તે મોક્ષને પામે; અને એ રીતે ભૂતકાળ અનંત જીવ મોક્ષ પામ્યા છે. એમ રાગ, દ્વેષ અને અજ્ઞાન એમાંનો એક્કે દોષ જેને વિશે નથી એવા દોષરહિત વીતરાગે કહ્યું છે. ૧૫ પોતાના ડહાપણે અને ઇચ્છાએ જીવ ચાલવાનું બંધ કરે તો સ્વછંદને રોકી શકાય. સ્વચ્છંદને રોકવાથી અવશ્ય ધ્યેયને પ્રાપ્ત કરે. પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વછંદ તે રોકાય; . અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. ૧૬ પ્રત્યક્ષ સદ્ગુરુના યોગથી તે સ્વચ્છંદ રોકાય છે, બાકી પોતાની ઇચ્છાએ બીજા ઘણા ઉપાય કર્યા છતાં ઘણું કરીને તે બમણો થાય છે. ૧૬ સ્વછંદ મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ૧૭ સ્વચ્છેદ તથા પોતાના મતના આગ્રહને તજીને જે સરના લક્ષે ચાલે તેને પ્રત્યક્ષ કારણ ગણીને વીતરાગે “સમકિત' કહ્યું છે. ૧૭ સ્વછંદ છે તે પ્રત્યક્ષ સદ્ગુરુના યોગથી જ રોકી શકાય છે. તે સિવાયના બીજા ઉપાય કરે તો બમણો થાય છે. સાધક સ્વચ્છંદ, મતાગ્રહ છોડીને પ્રત્યક્ષ સદ્ગુરુની આજ્ઞાએ ચાલે તો કારણને કાર્ય ગણીને તેને સમકિત છે એમ કહ્યું છે. For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧૬૩ માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. ૧૮ માન અને પૂજાસત્કારાદિનો લોભ એ આદિ મહાશત્રુ છે, તે પોતાના ડહાપણે ચાલતાં નાશ પામે નહીં, અને સદ્ગુરુના શરણમાં જતાં સહજ પ્રયત્નમાં જાય. ૧૮ માન-માયા-લોભ-ક્રોધ વગેરે મહાશત્રુ છે. સગુરુના આશ્રમમાં જતાં સહજ મહેનતમાં નાશ કરી શકાય છે તેમ કહે છે. જે સદ્ગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છધસ્થ, પણ વિનય કરે ભગવાન. ૧૯ જે સદ્ગુરુના ઉપદેશથી કોઈ કેવળજ્ઞાનને પામ્યા તે સદ્ગુરુ હજુ છવસ્થ રહ્યા હોય, તો પણ જે કેવળજ્ઞાનને પામ્યા છે એવા તે કેવળી ભગવાન છવસ્થ એવા પોતાના સદ્ગુરુની વૈયાવચ્ચ કરે. ૧૯ એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. ૨૦ એવો વિનયનો માર્ગ શ્રી જિને ઉપદેશ્યો છે. એ માર્ગનો મૂળ હેતુ એટલે તેથી આત્માને શો ઉપકાર થાય છે, તે કોઈક સુભાગ્ય એટલે સુલભબોધિ અથવા આરાધક જીવ હોય તે સમજે. ૨૦ શિષ્ય જે સદગુરુના ઉપદેશથી કેવળજ્ઞાન પામે અને ગુરુ હજી કેવળજ્ઞાનને પામ્યા નથી છબી અવસ્થામાં છે તેનો વિનય, શિષ્ય-વીતરાગ ભગવાન બનવા છતાં કરે, વિનયનો માર્ગ આ પ્રમાણે વીતરાગ ભગવંતોએ કહ્યો છે. તેને કોઈ સુભાગ્ય-સમજે . આનો દાખલો કૃપાળુદેવ અને શ્રી સોભાગભાઈ છે. અસદ્ગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ; મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી ૨૧ આ વિનય માર્ગ કહ્યો તેનો લાભ એટલે તે શિષ્યાદિની પાસે કરાવવાની ઇચ્છા કરીને જો કોઈ પણ અસદ્ગુરુ પોતાને વિશે સરપણું સ્થાપે તો તે મહામોહનીય કર્મ ઉપાર્જન કરી ભવસમુદ્રમાં બૂડે. ૨૧ શિષ્યના વિનયનો અસદ્ગુરુ કોઈ લાભ લે, તો તેણે મહા મોહનીય કર્મ બાંધીને ભવસમુદ્રમાં રખડી મરવાનું છે. હોય મુમુક્ષુ જીવ તે, સમજે એક વિચાર; હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર. ૨૨ For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શિક્ષામૃત જે મોક્ષાર્થી જીવ હોય તે આ વિનયમાર્ગાદિનો વિચાર સમજે, અને જે મતાર્થી હોય તે તેનો અવળો નિર્ધાર છે, એટલે કાં પોતે તેવો વિનય શિષ્યાદિ પાસે કરાવે, અથવા અસદ્ગુરુને વિશે પોતે સદ્ગુરુની ભ્રાંતિ રાખી આ વિનય માર્ગનો ઉપયોગ કરે. ૨૨ હોય મતાર્થી તેહને, થાય ન આતમ લક્ષ; તેહ મતાર્થી લક્ષણો અહી કહ્યાં નિર્પક્ષ. ૨૩ જે મતાર્થી જીવ હોય તેને આત્મજ્ઞાનનો લક્ષ થાય નહીં; એવા મતાર્થી જીવનનાં અહીં નિષ્પક્ષપાતે લક્ષણો કહ્યાં છે. ૨૩ સાચો મુમુક્ષુ હોય એ આ માર્ગનો વિચાર સમજે, મતાર્થી હોય તે અવળું પકડે. આવા મતાર્થી જીવનાં લક્ષણો અહીં કહેવામાં આવ્યાં છે, તે લક્ષણો જાય નહીં ત્યાં સુધી આત્મજ્ઞાનનો લક્ષ થાય નહીં. મતાથી-લક્ષણ + બાહ્યત્યાગ પણ જ્ઞાન નહીં, તે માને ગુરુ સત્ય; અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. ૨૪ જેને માત્ર બાહ્યથી ત્યાગ દેખાય છે પણ આત્મજ્ઞાન નથી, અને ઉપલક્ષણથી અંતરંગ ત્યાગ નથી તેવા ગુરુને સાચા ગુરુ માને, અથવા તો પોતાના કુળધર્મના ગમે તેવા ગુરુ હોય તો પણ તેમાં જ મમત્વ રાખે. ૨૪ જેજિનદેહ પ્રમાણને, સમવસરણાદિ સિદ્ધિ; વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. ૨૫ જે જિનના દેહાદિનું વર્ણન છે તેને જિનનું વર્ણન સમજે છે, માત્ર પોતાના કુળધર્મના દેવ છે માટે મારાપણાના કલ્પિત રાગે સમવસરણાદિ માહાભ્ય કહ્યા કરે છે, અને તેમાં પોતાની બુદ્ધિને રોકી રહે છે; એટલે પરમાર્થ હેતુસ્વરૂપ એવું જિનનું જે અંતરંગ સ્વરૂપ જાણવા યોગ્ય છે તે જાણતા નથી, તથા તે જાણવાનો પ્રયત્ન કરતા નથી, અને માત્ર સમવસરણાદિમાં જ જિનનું સ્વરૂપ કહીને મતાર્થમાં રહે છે. ૨૫ બાહ્ય ત્યાગ હોય પણ આત્મજ્ઞાન નથી તેમાં અથવા કુળધર્મના ગુરુમાં મમત્વ રાખે, તીર્થકરના બાહ્ય અતિશયોને જ જિનની મહત્તા માને, અને એમાં જ પોતાની બુદ્ધિને રોકી રાખે તે મતાર્થી છે. પ્રત્યક્ષ સદ્ગુરુ યોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ; અસગુરુને દઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. ૨૬ પ્રત્યક્ષ સદ્ગુરુનો કયારેક યોગ મળે તો દુરાગ્રહાદિ છેદક તેની વાણી સાંભળીને તેનાથી અવળી રીતે ચાલે, અર્થાત્ તે હિતકારી વાણીને ગ્રહણ કરે નહીં, અને પોતે ખરેખરો દઢ મુમુક્ષુ For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧૬૫ છે એવું માન મુખ્યપણે મેળવવાને અર્થે અસદ્ગુરુ સમીપે જઈને પોતે તેના પ્રત્યે પોતાનું વિશેષ દઢપણું જણાવે. ૨૭ પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ થાય ત્યારે દુરાગ્રહ રાખી, તેની વાણીથી અવળી રીતે ચાલે અને પોતાના માનને અસગુરુ પાસે જઈને દઢ બનાવે. દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; માને નિજમત વેષનો, આગ્રહ મુક્તિ નિદાન. ૨૭ દેવ-નારકાદિ ગતિના ‘ભાંગા” આદિનાં સ્વરૂપ કોઈક વિશેષ પરમાર્થ હેતુથી કહ્યાં છે, તે હેતુને જાણ્યો નથી, અને તે ભંગજાળને શ્રુતજ્ઞાન જે સમજે છે, તથા પોતાના મતનો, વેષનો આગ્રહ રાખવામાં જ મુક્તિનો હેતુ માને છે. ૨૭ દેવાદિ ગતિના ભેદો જાણ્યા હોય તેને શ્રુતજ્ઞાન માનવું અને પોતાના મત અને વેષનો જ આગ્રહ અને મુક્તિ આપનાર ગણે તે મતાર્થી કહેવાય. લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. ૨૮ વૃત્તિનું સ્વરૂપ શું? તે પણ તે જાણતો નથી, અને હું વ્રતધારી છું' એવું અભિમાન ધારણ કર્યું છે. ક્વચિત્ પરમાર્થના ઉપદેશનો યોગ બને તો પણ લોકોમાં પોતાનું માન અને પૂજા સત્કારાદિ જતાં રહેશે, અથવા તે માનાદિ પછી પ્રાપ્ત નહીં થાય એમ જાણીને તે પરમાર્થને ગ્રહણ કરે નહીં. ૨૮ અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોપે સદ્ વ્યવહારને, સાધન રહિત થાય. ૨૯ અથવા “સમયસાર’ કે ‘યોગવાસિષ્ઠ' જેવા ગ્રંથ વાંચી તે માત્ર નિશ્ચયનયને ગ્રહણ કરે, કેવી રીતે ગ્રહણ કરે ? માત્ર કહેવા રૂપે; અંતરંગમાં તથારૂપ ગુણની કશી સ્પર્શના નહીં, અને સદગુરુ-સાસ્ત્ર તથા વેરાગ્ય, વિવેકાદિ સાચા વ્યવહારને લોપે, તેમજ પોતાને જ્ઞાની માની લઈને સાધન રહિત વર્તે. ૨૯ જ્ઞાનદશા પામે નહિ, સાધન દશા ન કાંઈ; પામે તેનો સંગ છે, તે બૂડે ભવ માંહી. ૩૦ તે જ્ઞાનદશા પામે નહીં, તેમ વૈરાગ્યાદિ સાધન દશા પણ તેને નથી, જેથી તેવા જીવનો સંગ બીજા જે જીવને થાય તે પણ ભવસાગરમાં ડૂબે. ૩૦ For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ શિક્ષામૃત પોતાની વૃત્તિઓના સ્વરૂપની ખબર નથી અને વ્રત ધારણ કર્યાનો ગર્વ કરે છે. પરમાર્થને ગ્રહણ કરતો નથી, લોકોના માન-સન્માનની ચિંતા રાખે છે. નિશ્ચય નયને શબ્દરૂપે જ ગ્રહણ કરે છે, પરિણામમાં લાવતો નથી, ગુણ પ્રગટવાપણું થયું નથી છતાં સદ્વ્યવહાર- સંગુરુ-સત્ શાસ્ત્ર વિગેરેનો લોપ કરે છે અને તેમ કરતાં તે જીવો પોતાને જ્ઞાની માની સાધન રહિત બની. જાય છે. જ્ઞાનદશા પ્રાપ્ત થઈ નથી. સાધનો પણ હાથવગાં કરેલાં નથી એવા આ જીવનો જે સંગ કરે તે પણ ભવસાગરમાં ડૂબી જાય એટલે ભવભ્રમણના ફેરામાંથી છૂટે નહીં. એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિ કાજ; પામે નહીં પરમાર્થને, અ-અધિકારીમાં જ. ૩૧ એ જીવ પણ મતાર્થમાં જ વર્તે છે કારણ કે ઉપર કહ્યાં જીવ, તેને જેમ કુળધર્માદિથી મતાર્થતા છે, તેમ આને પણ જ્ઞાની ગણાવવાના માનની ઇચ્છાથી પોતાના શુષ્કમતનો આગ્રહ છે, માટે તે પણ પરમાર્થને પામે નહીં, અને અનઅધિકારી એટલે જેને વિશે જ્ઞાન પરિણામ પામવા યોગ્ય નહીં એવા જીવોમાં તે પણ ગણાય. ૩૧ નહીં કષાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય; સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. ૩૨ જેણે ક્રોધ, માન, માયા, લોભ રૂ૫ કષાય પાતળા પાડ્યા નથી, તેમ જેને અંતર વેરાગ્ય ઉત્પન્ન થયો નથી, આત્મામાં ગુણ ગ્રહણ કરવારૂપ સરળપણું જેને રહ્યું નથી, તેમ સત્યાસત્ય તુલના કરવાને જેને અપક્ષપાત દષ્ટિ નથી, તે મતાર્થી જીવ દુર્ભાગ્ય એટલે જન્મ, જરા, મરણને છેદવાવાળા મોક્ષમાર્ગને પામવા યોગ્ય એવું તેનું ભાગ્ય ન સમજવું. ૩૨ શુષ્કજ્ઞાની પોતાનો આગ્રહ રાખે અને એમાં માનની ઇચ્છા પણ ભળેલી હોય તે અધિકારી છે, તેથી પરમાર્થને પામે નહીં. કષાયો મોળા પડ્યા નથી, જ્ઞાનગર્ભિત વૈરાગ્ય થયો નથી, ગુણ ગ્રહણ કરવારૂપ સરળતા પ્રાપ્ત થઈ નથી. અપક્ષપાતપણે જોવાની દૃષ્ટિ ખુલી નથી તેને મોક્ષમાર્ગ મળતાં નથી એ તેનું દુર્ભાગ્ય છે. લક્ષણ કહ્યાં હતાર્થીનાં, મતાર્થ જાવા કાજ; હવે કહું આત્માર્થીનાં, આત્મ-અર્થ સુખસાજ. ૩૩ એમ મતાર્થી જીવનાં લક્ષણ કહ્યાં. તે કહેવાનો હેતુ એ છે કે કોઈપણ જીવનો તે જાણીને મતાર્થ જાય. હવે આત્માર્થી જીવનાં લક્ષણ કહીએ છીએ. તે લક્ષણ કેવો છે? તો કે આત્માને અવ્યાબાધ સુખની સામગ્રીના હેતુ છે. ૩૩ મતાર્થી જીવનાં લક્ષણો મતાર્થ કાઢવાને માટે કહ્યાં. હવે આત્માર્થી જીવનાં લક્ષણો શું છે તે For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧૬૭ અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરવા માટે કહું છું. તે લક્ષણો આવે નહીં ત્યાં સુધી આત્માર્થ સાધી શકાય નહીં. - આત્માર્થી લક્ષણ ♦ આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહીં જોય. ૩૪ – જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હોય, અર્થાત્ આત્મજ્ઞાન ન હોય ત્યાં મુનિપણું ન જ સંભવે. ‘ખં સંમંતિ વાસદ તં મોળંતિ પાસદ' – જ્યાં સમકિત એટલે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું જાણો એમ ‘આચારાંગસૂત્ર'માં કહ્યું છે, એટલે જેમાં આત્મજ્ઞાન હોય તે સાચા ગુરુ છે એમ જાણે છે, અને આત્મજ્ઞાનરહિત હોય તો પણ પોતાના કુળના ગુરુને સદ્ગુરુ માનવા એ માત્ર કલ્પના છે, તેથી કંઈ ભવચ્છેદ ન થાય એમ આત્માર્થી જુએ છે. ૩૪ પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર; ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. ૩૫ પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો મોટો ઉપકાર જાણે, અર્થાત્ શાસ્ત્રાદિથી જે સમાધાન થઈ શકવા યોગ્ય નથી, અને જે દોષો સદ્ગુરુની આજ્ઞા ધારણ-કર્યા વિના જતા નથી તે સદ્ગુરુયોગથી સમાધાન થાય, અને તે દોષો ટળે, માટે પ્રત્યક્ષ સદ્ગુરુનો મોટો ઉપકાર જાણે, અને તે સદ્ગુરુ પ્રત્યે મન, વચન, કાયાની એકતાથી આજ્ઞાંકિતપણે વર્તે. - ૩૫ - આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય તે જ મુનિ ગણાય. તે જ સાચા ગુરુ કહેવાય. પ્રત્યક્ષ સદ્ગુરુનો પરમ ઉપકાર છે એમ સમજીને મન-વચન-કાયાથી તેમની આજ્ઞા ઉઠાવવી જોઈએ. એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. ૩૬ ત્રણે કાળને વિશે પરમાર્થનો પંથ એક હોવો જોઈએ, અને જેથી તે પરમાર્થ સિદ્ધ થાય તે વ્યવહાર જીવે માન્ય રાખવો જોઈએ; બીજો નહીં. ૩૬ એમ વિચારી અંતરે, શોધે સદ્ગુરુ યોગ; કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ. ૩૭ એમ અંતરમાં વિચારીને સદ્ગુરુના યોગનો શોધ કરે, માત્ર એક આત્માર્થની ઇચ્છા રાખે પણ માનપૂજાદિક, સિદ્ધિરિદ્ધિની કશી ઇચ્છા રાખે નહીં; એ રોગ જેના મનમાં નથી. ૩૭ ત્રણે કાળમાં મોક્ષમાર્ગ એક જ છે. તેને પોષણ આપે તે સવ્યવહાર કહેવાય છે. આમ For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શિક્ષામૃત અંતરમાં વિચાર કરીને, સાધક જીવ સદ્ગુરુની શોધ કરે અને જેને ફક્ત આત્માર્થ સાધવા સિવાય કોઈ જાતની ઇચ્છા નથી, બીજા કોઈ કચરા મનમાં ભર્યા નથી તે આત્માર્થને સાધી શકે. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. ૩૮ જ્યાં કષાય પાતળા પડ્યા છે, માત્ર એક મોક્ષપદ સિવાય બીજા કોઈ પદની અભિલાષા નથી, સંસાર પર જેને વૈરાગ્ય વર્તે છે, અને પ્રાણીમાત્ર પર જેને દયા છે, એવા જીવન વિશે આત્માર્થનો નિવાસ થાય. ૩૮ દશા ન એવી જ્યાં સુધી, જીવલહે નહીં જોગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. ૩૯ જ્યાં સુધી એવી જોગદશા જીવ પામે નહીં, ત્યાં સુધી તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ ન થાય, અને આત્મભ્રાંતિરૂપ અનંત દુઃખનો હેતુ એવો અંતરરોગ ન મટે. ૩૯ કષાયો શાંત થયા હોય, માત્ર મોક્ષની જ ઇચ્છા હોય. ભવ ભ્રમણનો ખેદ થયા કરતો હોય અને બધા જીવો પર દયા ભાવ રહેતો હોય ત્યાં આત્માર્થ-મોક્ષમાર્ગ પ્રગટે. જીવ આવી દશાને પામે નહીં ત્યાં સુધી એને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય નહીં. આવે જ્યાં એવી દશા, સદ્ગુરુ બોધ સુહાય; તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ૪૦. એવી દશા જ્યાં આવે ત્યાં સરુનો બોધ શોભે અર્થાત્ પરિણામ પામે, અને તે બોધના પરિણામથી સુખદાયક એવી સુવિચારદશા પ્રગટે. ૪૦ જયાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ, થઈ, પામે પદ નિર્વાણ. ૪૧ જ્યાં સુવિચારદશા પ્રગટે ત્યાં આત્મજ્ઞાન ઉત્પન્ન થાય, અને તે જ્ઞાનથી મોહનો ક્ષય કરી નિર્વાણ પદને પામે. ૪૧ ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય; ગુરુશિષ્યસંવાદથી, ભાખું ષસ્પદ આંહી. ૪૨ જેથી તે સુવિચાર દશા ઉત્પન્ન થાય, અને મોક્ષમાર્ગ સમજવામાં આવે તે છ પદરૂપે ગુરુશિષ્યના સંવાદથી કરીને અહીં કહું છું. ૪૨ જ્યારે યોગ્યતા-પાત્રતા રૂપ દશા આવે ત્યારે સદ્ગુરુનો બોધ પરિણામ પામે. અને તેથી For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧૬૯ સુવિચાર દશા પ્રગટે. અને ત્યાં આત્મજ્ઞાન ઉત્પન્ન થાય. જે જ્ઞાનથી મોહનો ક્ષય થાય. આવી વિચારદશા ઉત્પન્ન થાય અને મોક્ષમાર્ગ યથાર્થ સમજાય તે માટે ‘છ પદ' રૂપે ગુરુશિષ્યના સંવાદ દ્વારા હવે કહું છું તે સાંભળો. - ષટ્યદનામકથન ♦ ‘આત્મા છે’ ‘તે નિત્ય છે’ ‘છે કર્તા નિજકર્મ’; ‘છે ભોક્તા’, વળી ‘મોક્ષ છે’, ‘મોક્ષ ઉપાય સુધર્મ’. ૪૩ ‘આત્મા છે,’ તે ‘આત્મા નિત્ય’ છે. તે આત્મા પોતાના ‘કર્મનો કર્તા' છે, તે ‘કર્મનો ભોક્તા' છે, તેથી ‘મોક્ષ’ થાય છે, અને તે ‘મોક્ષનો ઉપાય એવો સદ્ધર્મ’ છે, ૪૩. ષસ્થાનક સંક્ષેપમાં, ષટ્ દર્શન પણ તેહ; સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ. ૪૪ એ છ સ્થાનક અથવા છ પદ અહીં સંક્ષેપમાં કહ્યાં છે, અને વિચાર કરવાથી ષટ્કર્શન પણ તે જ છે. પરમાર્થ સમજવાને માટે જ્ઞાનીપુરુષે એ છ પદો કહ્યાં છે. ૪૪ આ ‘છ પદ’ એ જ મોક્ષનો ઉપાય એવો સદ્ધર્મ છે. આ છ પદ એ છ દર્શન છે અને મોક્ષમાર્ગ સમજવાને માટે જ્ઞાનીપુરુષે એ ઉપદેશ્યાં છે. સમાધાન-‘આત્મા’ છે. ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન, પણ તે બન્ને ભિન્ન છે. જેમ અસિને મ્યાન. ૫૦ અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહના પરિચયથી દેહ જ આત્મા ભાસ્યો છે; અથવા દેહ જેવો આત્મા ભાસ્યો છે; પણ જેમ તરવાર ને મ્યાન, મ્યાનરૂપ લાગતાં છતાં બન્ને જુદાં જુદાં છે, આત્મા અને દેહ બન્ને જુદાં જુદાં છે. ૫૦ તેમ તરવાર મ્યાનમાં હોય ત્યાં સુધી તલવાર અને મ્યાન એકરૂપે જ બહારથી દેખાય છે. પણ હકીકતમાં તે બન્ને જુદાં જુદાં છે, તેવી જ રીતે આત્મા દેહમાં રહેલો છે. બન્ને એકરૂપ લાગતાં હોવા છતાં બન્ને જુદાં જુદાં છે, તલવાર અને મ્યાનની જેમ. છે ઇન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન; પાંચ ઇન્દ્રિયના વિષયનું, પણ આત્માને ભાન. ૫૨ કર્મેન્દ્રિયથી સાંભળ્યું તે તે કર્મેન્દ્રિય જાણે છે, પણ ચક્ષુ-ઇન્દ્રિય તેને જાણતી નથી, અને ચક્ષુ-ઇન્દ્રિયે દીઠેલું તે કન્દ્રિય જાણતી નથી અર્થાત્ સૌ સૌ ઇન્દ્રિયને પોતપોતાના વિષયનું જ્ઞાન For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શિક્ષામૃત છે, પણ બીજી ઇન્દ્રિયોના વિષયનું જ્ઞાન નથી; અને આત્માને તો પાંચ ઇન્દ્રિયોના વિષયનું જ્ઞાન છે. અર્થાત્ જે તે પાંચ ઇન્દ્રિયોના ગ્રહણ કરેલા વિષયને જાણે છે; તે “આત્મા છે, અને આત્મા વિના એકેક ઇન્દ્રિય એકેક વિષયને ગ્રહણ કરે એમ કહ્યું તે પણ ઉપચારથી કહ્યું છે. પર ચક્ષુ-ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન કાનને હોતું નથી અને કાનના વિષયનું જ્ઞાન નાકને હોતું નથી. જ્યારે પાંચ ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન એક આત્માને થાય છે, તેથી આત્મા તેનાથી જુદો છે. * સમાધાન - આત્મા નિત્ય છે કોઈ સંયોગોથી નહીં, જેની ઉત્પત્તિ થાય; નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. ક૭ જેની ઉત્પત્તિ કોઈપણ સંયોગોથી થાય નહીં, તેનો નાશ પણ કોઈને વિશે થાય નહીં, માટે આત્મા ત્રિકાળ “નિત્ય” છે. ૧૬ મૂળ દ્રવ્યો કોઈ સંયોગોથી ઉત્પન્ન થતાં નથી. તેમ આત્મા પણ એક મૂળ દ્રવ્ય છે, તેથી કોઈ સંયોગોથી ઉત્પન્ન થતો નથી, અને કોઈ સંયોગોથી ઉત્પન્ન થતો નથી તેથી કોઈમાં પણ તેનો લય થાય નહીં, તેથી આત્મા નિત્ય છે. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. ૩૮ આત્મા મૂળ દ્રવ્ય હોવાથી નિત્ય છે. પણ તેના પર્યાયથી પલટતું દેખાય છે, પલટતું રહે છે. આપણે બાળક હતા તે આત્મા જાણે છે, યુવાન હતા તે પણ જાણે છે, અત્યારે વૃદ્ધ થયા તેને પણ જાણે છે. આ દેહની ત્રણ અવસ્થા થઈ, એ ત્રણેય અવસ્થાને આત્મા જાણે છે. તે આત્મા એક અને નિત્ય હોય તો જ બને. આત્મા ક્ષણે ક્ષણે બદલાતો હોય તો આમ બને નહીં. ૩૮ સમાધાન-આત્મા કર્મનો કર્તા છે. જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ; તેથી સહજ સ્વભાવ નહીં, તેમ જ નહીં જીવધર્મ. ૭૫ આત્મા જો કર્મ કરતો નથી, તો તે થતાં નથી; તેથી સહજ સ્વભાવે એટલે અનાયાસે તે થાય એમ કહેવું ઘટતું નથી; તેમ જ તે જીવનો ધર્મ પણ નહીં. કેમ કે સ્વભાવનો નાશ થાય નહીં, અને આત્મા ન કરે તો કર્મ થાય નહીં, એટલે એ ભાવ ટળી શકે છે, માટે આત્માનો સ્વાભાવિક ધર્મ નહીં. ૭૫ જો ચેતન પ્રેરણા કરે નહીં તો કર્મ લાગતાં નથી અને તેથી કર્મ તે જીવનો સહજ ધર્મ નથી. સમાધાન - જીવને પોતાના કરેલાં કર્મનું ભોક્તાપણું છે. For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧ ૭૧ ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવ વીર્યની ફુરણા, ગ્રહણ કરે જડધૂપ. ૮૨ ભાવકર્મ જીવને પોતાની ભ્રાંતિ છે, માટે ચેતનરૂપ છે, અને તે ભ્રાંતિને અનુયાયી થઈ જીવવીર્ય સ્કુરાયમાન થાય છે, તેથી જડ એવા દ્રવ્યકર્મની વર્ગણા તે ગ્રહણ કરે છે. ૮૨ ભાવકર્મ છે તે આત્માના સંકલ્પ વિકલ્પ (ઉદયને અનુસરી થાય) છે, માટે ચેતનરૂપ કહ્યા છે. એ પ્રમાણે જીવવીર્યની ફુરણા થાય તો જડ પુદ્ગલરૂપી કાર્મણ વર્ગણાને ગ્રહણ કરે છે. એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ; કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેદ્ય. ૮૪ એક રાંક છે અને એક રાજા છે, એ આદિ શબ્દથી નીચપણું, ઊંચપણું, કુરૂપપણું, સુરૂપપણું એમ ઘણું વિચિત્રપણું છે અને એવો જે ભેદ રહે છે તે, સર્વને સમાનતા નથી, તે જ શુભાશુભ કર્મનું ભોક્તાપણું છે; એમ સિદ્ધ કરે છે; કેમ કે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. ૮૪ સમાધાન - તે કર્મથી જીવનો મોક્ષ થઈ શકે છે જેમ શુભાશુભ કર્મ પદ, જાણ્યાં સફળ પ્રમાણ; તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ. ૮૯ જેમ શુભાશુભ કર્મપદ તે જીવના કરવાથી તે થતાં જાણ્યાં, અને તેથી તેનું ભોક્તાપણું જાણ્યું, તેમ નહીં કરવાથી અથવા તે કર્મનિવૃત્તિ કરવાથી તે નિવૃત્તિ પણ થવા યોગ્ય છે; માટે તે નિવૃત્તિનું પણ સફળપણું છે; અર્થાત્ જેમ તે શુભાશુભ કર્મ અફળ જતાં નથી, તેમ તેની નિવૃત્તિ પણ અફળ જવા યોગ્ય નથી; માટે તે નિવૃત્તિ રૂપ મોક્ષ છે એમ તે વિચક્ષણ ! તું વિચાર. ૮૯ સમાધાન :- મોક્ષનો ઉપાય છે' કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ. ૯૮ કર્મભાવ છે તે જીવનું અજ્ઞાન છે અને મોક્ષભાવ છે તે જીવના પોતાના સ્વરૂપને વિશે સ્થિતિ થવી તે છે. અજ્ઞાનનો સ્વભાવ અંધકાર જેવો છે. તેથી જેમ પ્રકાશ થતાં ઘણા કાળનો અંધકાર છતાં નાશ પામે છે, તેમ જ્ઞાન-પ્રકાશ થતાં અજ્ઞાન પણ નાશ પામે છે. ૯૮ રાગદ્વેષ અજ્ઞાન એક મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. ૧૦૦ રાગ, દ્વેષ અને અજ્ઞાન એનું એકત્વ એ કર્મની મુખ્ય ગાંઠ છે; અર્થાત્ એ વિના કર્મનો બંધ ન થાય; તેની જેથી નિવૃત્તિ થાય તે જ મોક્ષનો માર્ગ છે. ૧૦૦ For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. ૧૦૩ તે મોહનીય કર્મ બે ભેદે છે. એક ‘દર્શન મોહનીય’ એટલે ‘પરમાર્થ ને વિશે અપરમાર્થ બુદ્ધિ અને અપરમાર્થને વિશે પરમાર્થ બુદ્ધિરૂપ’, બીજી ‘ચારિત્ર મોહનીય’; તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને આત્મસ્વભાવમાં જે સ્થિરતા થાય, તે સ્થિરતાને રોધક એવા પૂર્વ સંસ્કારરૂપ ‘કષાય અને નોકષાય’ તે ચારિત્ર મોહનીય. દર્શન મોહનીયને આત્મબોધ, અને ચારિત્ર મોહનીયને વીતરાગપણું નાશ કરે છે. આમ તેના અચૂક ઉપાય છે... અંધકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે છે, તે તેનો અચૂક ઉપાય છે, તેમ બોધ અને વીતરાગતા દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયરૂપ અંધકાર ટાળવામાં પ્રકાશસ્વરૂપ છે; માટે તે તેનો અચૂક ઉપાય છે. ૧૦૩ જાતિ વેષનો ભેદ નહીં, કહ્યો માર્ગ જો હોય; સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય. ૧૦૭ જે મોક્ષનો માર્ગ કહ્યો તે હોય તો ગમે તે જાતિ કે વેષથી મોક્ષ થાય, એમાં કંઈ ભેદ નથી જે સાધે તે મુક્તિપદ પામે; અને તે મોક્ષમાં પણ બીજા કશા પ્રકારનો ઊંચનીચત્વાદિ ભેદ નથી, અથવા આ વચન કહ્યાં તેમાં બીજો કંઈ ભેદ એટલે ફેર નથી. ૧૦૭ શિક્ષામૃત ઉપર કહ્યો તે મોક્ષમાર્ગ છે, તેમાં જાતિ કે વેષથી કાંઈ ભેદ પડતો નથી. જે માર્ગ સાધે તે મુક્તિપદને પામે. મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ; લહે શુદ્ધ સમકિત તે, જેમાં ભેદ ન પક્ષ ૧૧૦ મત અને દર્શનનો આગ્રહ છોડી દઈ જે સદ્ગુરુને લક્ષે વર્તે, તે શુદ્ધ સમક્તિને પામે કે જેમાં ભેદ તથા પક્ષ નથી. ૧૧૦ મતમતાંતર અને સંપ્રદાયનો આગ્રહ તજી દઈને જે આત્મા સદ્ગુરુના લક્ષે–તેની આજ્ઞાએ વર્તે તે શુદ્ધ સમકિતને પામે તેમાં કોઈ ભેદ કે પક્ષ પડતા નથી. કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગૃત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. ૧૧૪ કરોડો વર્ષનું સ્વપ્ન હોય તો પણ જાગૃત થતાં તરત સમાય છે, તેમ અનાદિનો વિભાવ છે તે આત્મજ્ઞાન થતાં દૂર થાય છે. ૧૧૪ For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી આપણને એમ લાગે કે સ્વપ્ન તો કરોડો વર્ષથી ચાલી રહ્યું છે, પણ જેવા જાગૃત અવસ્થામાં આવી જઈએ કે તુરત જ ગમે તેટલા લાંબા કાળથી સ્વપ્ન ચાલતું હોય તો પણ નાશ પામી જાય છે. તેવી જ રીતે અનાદિકાળથી વિભાવ આપણી સાથે ચાલ્યો આવ્યો છે તે પણ સ્વપ્નની જેમ આત્મજ્ઞાનનો આવિર્ભાવ થતાં સમાઈ જાય છે. દૂર થઈ જાય છે- નાશ પામી જાય છે- ક્ષય થઈ જાય છે. શુદ્ધ, બુદ્ધ, ચેતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ. ૧૧૭ તું દેહાદિક સર્વ પદાર્થથી જુદો છે. કોઈમાં આત્મદ્રવ્ય ભળતું નથી, કોઈ તેમાં ભળતું નથી, દ્રવ્ય દ્રવ્ય પરમાર્થથી સદાય ભિન્ન છે, માટે તું શુદ્ધ છો, બોધસ્વરૂ૫ છો, ચૈતન્ય પ્રદેશાત્મક છો; સ્વયં જ્યોતિ એટલે કોઈપણ તને પ્રકાશતું નથી, સ્વભાવે જ તું પ્રકાશ સ્વરૂપ છો; અને અવ્યાબાધ સુખનું ધામ છો. બીજું કેટલું કહીએ? અથવા ઘણું શું કહેવું? ટૂંકામાં એટલું જ કહીએ છીએ, જો વિચાર કર તો તે પદને પામીશ. - ૧૧૭ આત્મા શુદ્ધ એટલે સંપૂર્ણપણે કર્મમલથી રહિત, બુદ્ધ એટલે કેવળજ્ઞાન સ્વરૂપ અને ચૈતન્યઘન એટલે સ્વપર પ્રકાશક તથા સુખનું ધામ છે. જો વિચાર કરશો તો તે પદને મેળવી શકશો. શિષ્ય - બોધબીજ પ્રાપ્તિકથન - કર્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય; વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય. ૧૨૧ જ્યાં વિભાવ એટલે મિથ્યાત્વ વર્તે છે, ત્યાં મુખ્ય નથી કર્મનું કર્તાપણું અને ભોક્તાપણું છે; આત્મસ્વભાવમાં વૃત્તિ વહી તેથી અકર્તા થયો. ૧૨૧ જ્યાં સુધી જીવ વિભાવભાવમાં રમે છે ત્યાં સુધી કર્મ લાગે છે તેથી કર્મનો કર્તા બને છે. કર્તા બનવાથી તેના ફળનો ભોક્તા એટલે કે કર્મનો ભોક્તા પણ તે બને છે. પણ જેવો વિભાવભાવથી પાછો ફરી સ્વસ્વભાવમાં રમણતાં કરવાનું શરૂ કરે એટલે પરભાવના કર્તા- ભોક્તા મટી જાય છે. ષ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવતું, એ ઉપકાર અમાપ ૧૨૭ છએ સ્થાનક સમજાવીને તે સદ્ગુરુદેવ! આપે દેહાદિથી આત્માને જેમ મ્યાનથી તરવાર જુદી કાઢીને બતાવીએ તેમ સ્પષ્ટ જુદો બતાવ્યો; આપે મપાઈ શકે નહીં એવો ઉપકાર કર્યો. - ૧૨૭ For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શિક્ષામૃત ઉપસંહાર આત્મ ભ્રાંતિ સમ રોગ નહીં, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. ૧૨૯ આત્માને પોતાના સ્વરૂપનું ભાન નહીં, એવો બીજો કોઈ રોગ નથી, સદ્ગુરુ જેવા તેના કોઈ સાચા અથવા નિપુણ વૈદ્ય નથી, સદ્ગુરુ આજ્ઞાએ ચાલવા સમાન બીજું કોઈ પથ્ય નથી, અને વિચાર તથા નિદિધ્યાસન જેવું કોઈ તેનું ઔષધ નથી. ૧૨૯ આત્માને જ્યાં સુધી આત્માની ઓળખાણ થઈ નથી ત્યાં સુધી તે આત્મબ્રાંતિ નામના મોટામાં મોટા રોગનું ભાજન છે. તે રોગ દૂર કરવા માટે સદ્ગુરુ જ તેના વૈદ્ય છે, કારણ કે તે રોગ કેમ કાઢવો તેના તે જાણ છે. આ રોગને મટાડવા માટે ગુરુની આજ્ઞા પાળવારૂપ પથ્ય પાળવું જરૂરી છે. તેઓ દવા સુવિચારણા અને ધ્યાન કરવાની આપે છે. નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહીં, બન્ને સાથે રહેલ. ૧૩૨ અત્રે એકાંતે નિશ્ચયનય કહ્યો નથી, અથવા એકાંતે વ્યવહારનય કહ્યો નથી; બેય જ્યાં જ્યાં જેમ ઘટે તેમ સાથે રહ્યાં છે. ૧૩૨ ગચ્છમતની જે કલ્પના, તે નહીં સદ્યવહાર; ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહીં સાર. ૧૩૩ ગચ્છમતની કલ્પના છે તે સવ્યવહાર નથી; પણ આત્માર્થીના લક્ષણમાં કહી તે દશા અને મોક્ષોપાયમાં જિજ્ઞાસુનાં લક્ષણ આદિ કહ્યાં છે તે વ્યવહાર છે; જે અત્રે તો સંક્ષેપમાં કહેલ છે. પોતાના સ્વરૂપનું ભાન નથી, અર્થાત્ જેમ દેહ અનુભવમાં આવે છે, તેવો આત્માનો અનુભવ થયો નથી, દેહાધ્યાસ વર્તે છે, અને જે વૈરાગ્યાદિ સાધન પામ્યા વિના નિશ્ચય પોકાર્યા કરે છે, તે નિશ્ચય સારભૂત નથી. ૧૩૩ અહીં એકલા નિશ્ચયનય અથવા વ્યવહારનયથી કથન કરવામાં આવ્યું નથી. બન્નેને સાથે રાખીને કહેવામાં આવ્યું છે. જેની જ્યાં જરૂર છે ત્યાં તે પ્રમાણે સમજવું જોઈએ, આચરવું જોઈએ. ગચ્છ અને મતોની જે કલ્પના છે તે આત્માર્થી જીવ માટે વ્યવહારરૂપ નથી. જ્યાં સુધી આત્મભાન થતું નથી ત્યાં સુધી નિશ્ચયનય પણ સારભૂત હોતો નથી. મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ ભ્રાંત. ૧૩૯ For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી મોહભાવનો જ્યાં ક્ષય થયો હોય, અથવા જ્યાં મોહદશા બહુ ક્ષીણ થઈ હોય, ત્યાં જ્ઞાનીની દશા કહીએ, અને બાકી તો જેણે પોતામાં જ્ઞાન માની લીધું છે, તેને ભ્રાંતિ કહીએ. ૧૩૯ સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચા જ્ઞાન. ૧૪૦ સમસ્ત જગત જેણે એઠ જેવું જાણ્યું છે, અથવા સ્વપ્ન જેવું જગત જેને જ્ઞાનમાં વર્તે છે તે જ્ઞાનીની દશા છે, બાકી માત્ર વાચા જ્ઞાન એટલે કહેવા માત્ર જ્ઞાન છે. ૧૪૦ મોહભાવ-વિભાવદશા ક્ષય થઈ જાય અથવા ઉપશાંત થઈ જાય તે જ્ઞાની દશા છે. તે સિવાયની દશા તો ભ્રાંતિ છે. જેને જ્ઞાન થાય તે મહાત્મા આખા જગતને એક સ્વપ્ન જાણે છે અને તે પ્રમાણે વર્તન કરે છે. અથવા જગતને એક સ્વપ્ન જ સમજે છે. આ સ્થિતિ નથી અને બોલી જાણે છે તે તો ફક્ત વાચા જ્ઞાન છે જે મોક્ષમાર્ગમાં આગળ વધવામાં મદદરૂપ થતું નથી. સ્થાનક પાંચ વિચારીને, છઠ્ઠું વર્તે જેહ; પામે સ્થાનક પાંચમું, એમાં નહીં સંદેહ. ૧૪૧ પાંચે સ્થાનકને વિચારીને જે છઠ્ઠું સ્થાનકે વર્તે, એટલે તે મોક્ષના જે ઉપાય કહ્યા છે તેમાં પ્રવર્તે તે પાંચમું સ્થાનક એટલે મોક્ષપદ, તેને પામે. ૧૪૧ ૧૭૫ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ૧૪૨ પૂર્વપ્રારબ્ધયોગથી જેને દેહ વર્તે છે, પણ તે દેહથી અતીત એટલે દેહાદિની કલ્પના રહિત, આત્મામય જેની દશા વર્તે છે, તે જ્ઞાનીપુરુષના ચરણકમળમાં અગણિતવાર વંદન હો ! ૧૪૨ શ્રી સુભાગ્યને શ્રી અચળ, આદિ મુમુક્ષ કાજ; તથા ભવ્યહિત કારણે, કહ્યો બોધ સુખ સાજ. આ આત્મસિદ્ધિ શાસ્ત્ર પૂ. શ્રી સોભાગભાઈ અને પૂ. શ્રી અચળ એટલે ડુંગરભાઈ વગેરે મુમુક્ષુ તથા ભવ્ય જીવોના અર્થે આ બોધ અનંતસુખ આપનારો અત્રે કહેલ છે. સાધન સિદ્ધ દશા અહીં, કહી સર્વ સંક્ષેપ, ષટ્કર્શન સંક્ષેપમાં, ભાખ્યાં નિર્વિક્ષેપ. મોક્ષમાર્ગનાં સાધનનું અને સિદ્ધ દશાનું વર્ણન અત્રે ટૂંકાણમાં કરવામાં આવ્યું છે. આ વિવેચન, છ દર્શનોનું, પણ સંક્ષેપમાં, વિક્ષેપ રહિત એવું કહ્યું છે. શ્રી સદ્ગુરુચરણાર્પણમસ્તુ For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ૭૨૪ ગીતિ પંથ પરમપદ બોધ્યો, જેહ પ્રમાણે પરમ વીતરાગે; તે અનુસરી કહીશું, પ્રણમીને તે પ્રભુ ભક્તિ રાગે. ૧ વીતરાગ ભગવાને જે રીતે પરમપદ પામવાને માટેનો મોક્ષમાર્ગ કહ્યો છે, એ ભગવાનને ભક્તિપૂર્વક પ્રણામ કરીને તેઓ કહી ગયા છે તે પ્રમાણે અમે કહીશું. મૂળ પરમપદ કારણ, સમ્યક્ દર્શન જ્ઞાન ચરણ પૂર્ણ; પ્રણમે એક સ્વભાવે, શુદ્ધ સમાધિ ત્યાં પરિપૂર્ણ. ૨ મૂળ પરમપદનું કારણ શું ? મોક્ષનું કારણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સભ્યચારિત્રપૂર્ણ એટલે એ ત્રણે સંપૂર્ણ પ્રાપ્ત થાય, , એટલે પરમપદનું કારણ પ્રાપ્ત થયું કહેવાય. એ ત્રણે જો એક સ્વભાવે પરિણમે તોપણ. સમજવા માટે સમ્યગ્દર્શન જુદું, સમ્યજ્ઞાન જુદું અને સમ્યક્ચારિત્ર જુદું વિચારાય. એ ત્રણે એકત્વ ભાવે પરિણમે તો આત્માને પરિપૂર્ણ સમાધિ પ્રાપ્ત થાય. જે ચેતન જડ ભાવો, અવલોક્યા છે મુનીંદ્ર સર્વશે; તેવી અંતર આસ્થા, પ્રગટ્ય દર્શન કહ્યું છે તત્ત્વશે. ૩ જે ચેતન, જડ વગેરે છ દ્રવ્યો અને ભાવોને સર્વજ્ઞપણાથી ભગવાને પોતાના કેવળજ્ઞાનથી જોયા છે, તે પ્રમાણે જાણીને અંતરની આસ્થા-શ્રદ્ધા થાય તેને તત્ત્વજ્ઞ પુરુષોએ સમ્યગ્દર્શન કહ્યું છે. એને સમકિત પણ કહેવાય છે. સમ્યક્ પ્રમાણપૂર્વક, તે તે ભાવો જ્ઞાન વિશે ભાસે; સમ્યગ્ જ્ઞાન કહ્યું તે, સંશય, વિભ્રમ, મોહ ત્યાં નાગ્યે. ૪ શિક્ષામૃત જે રીતે કહ્યાં છે તે જ પ્રમાણે, યથાર્થ રીતે જ્ઞાનને વિશે એ બધા ભાવો સમ્યક્ પરિણામે જ્યારે જોવામાં આવે ત્યારે એને સમ્યજ્ઞાન કહ્યું છે. જેને સમ્યજ્ઞાન થાય એને સંશય વિભ્રમ (ભ્રાંતિ) અને મોહ એ બધાં નાશ પામે. વિષયારંભ-નિવૃત્તિ, રાગ-દ્વેષનો અભાવ જ્યાં થાય; સહિત સમ્યક્દર્શન, શુદ્ધ ચરણ ત્યાં સમાધિ સદુપાય. ૫ પાંચ ઇન્દ્રિયોના વિષયોની નિવૃત્તિ, રાગ અને દ્વેષ એ બધાનો ક્ષય થાય એને સમ્યગ્દર્શન તો હોય જ. એને શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત થાય. એનું ફળ તે આત્માને સમાધિ પ્રાપ્ત થાય. ત્રણે અભિન્ન સ્વભાવે, પરિણમી આત્મસ્વરૂપ જ્યાં થાય; પૂર્ણ પરમપદપ્રાપ્તિ, નિશ્ચયથી ત્યાં અનન્ય સુખદાય. ૭ For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે અભિન્ન ભાવે એક રીતે આત્મસ્વરૂપે પરિણમે ત્યાં પરમપદની પ્રાપ્તિ પૂર્ણ રીતે થાય, અને તે નિશ્ચયથી અત્યંત સુખદાયક થાય. મોક્ષના સુખથી બીજું કોઈ મોટું સુખ નથી. એ સુખ આવ્યા પછી જાય નહીં એવું છે, એટલે તે અનન્ય સુખદાયી કહેવાય. જીવ, અજીવ પદાર્થો, પુણ્ય, પાપ, આસ્રવ તથા બંધ; સંવર, નિર્જરા, મોક્ષ, તત્ત્વ કહ્યાં નવ પદાર્થ સંબંધ. ૭ નવ તત્ત્વો કહ્યાં છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. આ નવે તત્ત્વ જીવની સાથે સંબંધવાળાં છે. ક્યાં સુધી ? જ્યાં સુધી સંસારમાં રખડીએ છીએ ત્યાં સુધી. જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી બરાબર સંબંધવાળાં છે. ૧૭૭ જીવ અજીવ વિશે તે, નવે તત્ત્વનો સમાવેશ થાય; વસ્તુ વિચાર વિશેષે, ભિન્ન પ્રબોધ્યા મહાન મુનિરાય. ૮ નવ તત્ત્વ કહેવાય છે, પણ એ નવે તત્ત્વ બે તત્ત્વમાં સમાઈ જાય છે. (૧) જીવ તત્ત્વ અને (૨) અજીવ તત્ત્વમાં. નવ તત્ત્વ જુદાં જુદાં વર્ણવવાનું કારણ અર્થાત્ ભિન્ન પ્રબોધવાનું કારણ એ છે કે એથી વસ્તુનો (આત્મ દ્રવ્યનો) વિશેષ વિચાર ભવ્ય આત્માઓ કરી શકે અને પુરુષાર્થ કરી શકે એટલા માટે મહાત્મા પુરુષોએ એને નવ ભેદ પાડી ને નવ તત્ત્વો તરીકે સમજાવ્યાં છે. ૭૨૫ કૃપાળુદેવનું ત્રીસમું વર્ષ ચાલે છે. ત્યારે આ પત્ર લખ્યો છે. જ્ઞાનીઓએ મનુષ્યપણું ચિંતામણિરત્નતુલ્ય કહ્યું છે, તે વિચારો તો પ્રત્યક્ષ જણાય તેવું છે. આ મનુષ્ય ભવ મળ્યો છે એ ચિંતામણિ રત્ન સમાન છે એમ કહ્યું છે. ઘણા માણસોને વિચાર કરવાનો સમય જ ક્યાં છે ? બધી વાતની ફુરસદ મળે, પણ ‘હું કોણ છું ?' એનો વિચાર કરવાનો જરા પણ અવકાશ ન મળે. વિશેષ વિચારતાં તો તે મનુષ્યપણાનો એક સમય પણ ચિંતામણિરત્નથી પરમ માહાત્મ્યવાન અને મૂલ્યવાન દેખાય છે. મનુષ્યપણાના એક સમયનું મૂલ્ય ચિંતામણિરત્નથી વધારે જણાય છે. અને જો દેહાર્થમાં જ તે મનુષ્યપણું વ્યતીત થયું તો તો એક ફૂટી બદામની કિંમતનું નથી, એમ નિઃસંદેહ દેખાય છે. For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત આ દેહ માટે, કુટુંબ માટે, આપણાં સગાંઓ માટે, સંસાર માટે, જો આ આખું આયુષ્ય પૂરું થાય તો તે એક ફૂટી બદામની કિંમતનું નથી, એમ નિઃસંદેહ જણાય છે. ચોક્કસ એમ સમજવું. ઊલટાનાં નવાં કર્મ જેટલાં બાંધ્યાં હોય એ ભોગવવા માટે નીચી ગતિમાં જીવ ચાલ્યો જાય. ૧૭૮ ૭૩૬ રાગદ્વેષનાં પ્રત્યક્ષ બળવાન નિમિત્તો પ્રાપ્ત થયે પણ જેનો આત્મભાવ કિંચિત્ માત્ર પણ ક્ષોભ પામતો નથી, તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતાં પણ મહા નિર્જરા થાય, એમાં સંશય નથી. જ્ઞાની એ છે કે જેને રાગદ્વેષનાં નિમિત્તો મળે છતાં રાગદ્વેષ કરે નહીં, તે સ્વસ્થ અને શાંત બેઠા હોય. એને કાંઈ ન થાય. એવા જ્ઞાનીની દશાનો જો આપણે વિચાર પણ કરીએ તો આપણને પણ કર્મની નિર્જરાનો લાભ થાય. એમ કૃપાળુદેવે લખ્યું છે. ૭૩૮ ૐ આ ‘અપૂર્વ અવસર’ કાવ્ય પરમ કૃપાળુદેવે પોતે વવાણિયામાં એમના ફળિયામાં એમનાં પૂ. માતુશ્રી પાસે ખાટલા પર બેઠા હતા ત્યારે લખ્યું છે. એ એટલું સરસ કાવ્ય છે કે ગાંધીજીએ ‘આશ્રમ ભજનાવલી’માં એને સ્થાન આપ્યું હતું અને પોતાની પ્રાર્થનાસભામાં તે ગવરાવતા. જેઓ આ માર્ગમાં છે તેઓ તથા બીજા બધા આ ગાય છે, પણ આ ‘અપૂર્વ અવસ૨’ને યથાર્થ સમજવું એ ઘણું અઘરું છે. એ ગાતાં હોઈએ ત્યારે એવું મનમાં થઈ જાય કે ‘આહાહા ! કેવું સરસ કહ્યું છે કે ‘એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી વાઘ સિંહ સંયોગ જો,' એ ગાતાં કેવો આનંદ થાય ! પરંતુ એની મજા ફક્ત મનમાં જ આવે. પરંતુ જ્યારે સ્મશાનમાં જાય કે વાઘ સિંહવાળા વનમાં જાય ત્યારે ખબર પડે ! આમાં ચારિત્ર-મોહની પ્રકૃતિઓનો કેમ નાશ કરવો તે જણાવવામાં આવેલ છે. પણ જ્યાં સુધી દર્શનોહનીય જાય નહીં, નિગ્રંથપણું આવે નહીં ત્યાં સુધી ચારિત્રમોહની એકેય પ્રકૃતિ સમૂળગી નાશ પામે નહીં. દર્શન મોહ-મિથ્યાત્વ મોહને ભ્રાંતિ પણ કહેવામાં આવે છે. કાળના વિષમપણાને કારણે દર્શનમોહ શું છે તેની ખબર પડતી નથી. સમકિત ક્યારે આવ્યું કહેવાય ? ‘અપૂર્વ અવસર’માં પ્રથમ સમજવા જેવું એ છે કે દર્શન મોહ ગયા પછીની જ આ ભૂમિકા છે. પહેલી બે ત્રણ કડીમાં જ કૃપાળુદેવ ઉલ્લેખ કરે છે કે “દર્શન મોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧૭૯ જે, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જ !” એટલે જેને આત્મસાક્ષાત્કાર થયો છે, જેનો દર્શન મોહ ગયો છે અને ચારિત્રમોહ સામે લડવાનું સમ્યક્તનું બખ્તર મળે છે. જેમ સૈનિક લડાઈમાં જાય ત્યારે બખ્તર પહેરે છે જેથી પોતાના શરીરને રક્ષણ મળે, “એકાકી વિચરતો વળી સ્મશાનમાં” એવી સ્થિતિમાં એ આવે તો પણ તે હારે નહીં. || ૐ || અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો? સર્વ સંબંધનું બંધન તીર્ણ છેદીને, વિચરશું કવ મહપુરુષને પંથ જો ? અપૂર્વ ૧ હે ભગવાન ! આવો અપૂર્વ અવસર મારા જીવનમાં ક્યારે આવશે કે જ્યારે હું બાહ્યથી તેમજ આત્યંતરથી નિગ્રંથ-ગ્રંથિરહિત થઈશ ? બાહ્ય ગ્રંથિનો ત્યાગ એટલે આ શરીર, આ કુટુંબ, મિલકત વગેરે એનો મોહ છોડી દેવાનો અને આત્યંતર ગ્રંથિ છેદાય એટલે દર્શનમોહ જાય. સાતકર્મની પ્રકૃતિ એટલે ચાર અનંતાનુબંધી કષાય-ક્રોધ, માન, માયા અને લોભ તથા મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમકિત મોહનીય એ સાતની ગ્રંથિ છેદવાની છે. કૃપાળુદેવ કહે છે કે આ આત્મા ગ્રંથિ ભેદ સુધી ઘણી ફેરે આવ્યો છે, પણ નિર્બળ થઈને પાછા ચાલ્યા જવું પડ્યું છે, કારણ કે ત્યાં એનું જોર ચાલ્યું નહીં. તો નિગ્રંથ થવાનો આવો વખત ક્યારે આવશે ? તે તીક્ષ્ણપણે છેદીને એટલે થોડું થોડું નહીં, પણ તીવ્રપણે છેદીને. વળી સર્વ સંબંધો છોડવા ઉપર ભાર છે, એમ નહીં કે ૧00 સાથે સંબંધ હતા એમાં ૯૦ સંબંધો છોડ્યા અને દસ સાચવી રાખ્યા છે. અહીં તે બધા સંબંધો છોડવા જરૂરી છે. જે માર્ગે શ્રી અરિહંત ભગવાન ગયા છે, મહાત્મા પુરુષો ગયા છે, એ માર્ગે હું ક્યારે જઈશ ? સર્વ ભાવથી ઓદાસીન્યવૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કહ્યું નહીં, દેહે પણ કિંચિત્ મૂછ નવ જોય જો. અપૂર્વ ૨ સર્વ ભાવથી એટલે કે શુભ ભાવ, અશુભ ભાવ, ભાવાભાવ એ બધાથી ઉદાસીનવૃત્તિ કરીને, આપણા દેહનો ઉપયોગ એવા એક હેતુથી જ કરવાનો કે ભગવાન ! ક્યારે એવું થશે કે જ્યારે મારો દેહ માત્ર સંયમના જ હેતુએ પ્રવર્તન કરે, એ સિવાય મન, વચન અને કાયાના યોગ બીજી જગ્યાએ વાપરવાના જ નહીં. એ ક્યારે થશે ? કોઈપણ કારણ ઊભું થાય તો દલીલ ખાતર કહેવું કે આમ હતું માટે આમ કરવું પડ્યું એવું કશું કહ્યું નહીં, કાંઈ પણ પોતા પાસે રાખવાનું નહીં અને અંતરંગ ગ્રંથિ પણ છેદવાની. આ દેહ ઉપર “કિંચિત્ મૂછ નવ જોય જો.કિંચિત્ એટલે કાંઈ અલ્પ પણ શરીર ઉપર મૂછ ન રહે. આપણામાં દેહાધ્યાસ કેટલો ભર્યો છે તે જરાક તાવ આવે ત્યારે ખબર પડે. દેહ ઉપર મૂછ, મોહ જરા પણ ન હોવાં જોઈએ. આ દેહ એટલે For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શિક્ષામૃત ડગલ છે. જેને કાઢીને બહાર મૂકી શકીએ એટલે કે દેહ વસ્ત્ર જેવો છે. આ ભવરૂપી (શરીરરૂપી) વસ્ત્ર આ જીવે પહેર્યું છે. એના ઉપર આસક્તિ કે મૂછ કેમ થાય ? જો આપણામાં સાચી સમજણ હોય તો મૂછ થવાનું કોઈ કારણ નથી. દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વક ૩ આની પહેલી લીટી બહુ જ ઉપયોગી છે. આ બધા ગીતની જેમ ગાય છે, રાજી થાય છે, પરંતુ કેટલાયને દર્શનમોહ શું છે એની ખબર નથી. પણ દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે” એટલે સત્યાત્મ બોધ. સાયલાના આત્મજ્ઞાની શ્રી કાળિદાસભાઈ કહેતા હતા કે જેને સત્યાત્મ બોધ ઊપજે એનો દર્શનમોહ સાવ નાશ પામે. ભ્રાંતિ, અવિઘા, અજ્ઞાન નાશ પામે, મિથ્યાત્વ નાશ પામે. એ નાશ થયા પછી જે બોધ થાય એ બોધમાં દેહભિન્ન કેવલ ચેતન્યનું જ્ઞાન જો' રહે. દેહને જુદો કરી નાખ્યો અને માત્ર આપણા ભગવાન આત્માનું, ચૈતન્યનું જ. જ્ઞાન એ જ સતત રહ્યા કરે, આઠે પહોર. “તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકિયે” તો ચારિત્રમોહ ક્ષય થતો જાય. એ કેવી રીતે થાય ? તો “વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો.” આવું સ્વરૂપનું ધ્યાન ગજસુકુમારને વર્તતું હતું. જે આત્માઓને ઘાણીમાં નાખ્યા એ બધાને વર્તતું હતું. એ કેટલું ? શુદ્ધ સ્વરૂપમાં જ લીન હોય, એને કાંઈ બીજું ભાન જ ન હોય. તો જ એ બની શકે અને તો જ ચારિત્ર મોહના યોદ્ધા સાથે આપણે લડાઈ કરી શકીએ. આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહપર્યત જો; ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. અપૂર્વ, ૪ આત્મા સ્થિર થઈ ગયો. એના બધા પ્રદેશો સ્થિર થઈ ગયા અને મન, વચન, કાયાના યોગ પણ સ્થિર થયા હોય. એટલે કે મન, વચન, કાયાનું પ્રવર્તન “વિચરે ઉદય પ્રયોગ”ની સ્થિતિમાં વર્તતા હોય, ઇચ્છાએ મન, વચન, કાયાનું પ્રવર્તન હોય નહીં. એ સ્થિરતા ક્યાં સુધી રહે ? ત્યાર પછી દેહ ટકે ત્યાં સુધી એ રહે અને એ દરમ્યાન ઘોર પરિષહ આવે કે ઉપસર્ગ આવે તો પણ એ સ્થિરતાનો ભંગ ન થાય. એવી દશા આવવી જોઈએ. તો એ કેવી રીતે આવે તે હવે પછી કહે છે. આ યોગ-મન, વચન, કાયા, હજી આપણા ચંચળ છે. તો આત્મ સ્થિરતાની વાત જ ક્યાં ? યોગ ચંચળ હોય ત્યાં આત્મ પ્રદેશો ચંચળ હોય, આત્મસ્થિરતા થાય જ નહીં. થોડી સ્થિરતાની આપણને જરૂર નથી, આપણે તો આત્માના એકેએક પ્રદેશને સ્થિર કરવા છે. આત્મપ્રદેશોમાં સ્થિરતા આવે એટલે મન, વચન કાયાના યોગ પણ સ્થિર થઈ જાય. ઉદયને અનુસરીને જ પરિણમન કરે, ઇચ્છાથી કાંઈ થાય જ નહીં. For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧૮૧ સંયમના હેતુથી યોગપ્રવર્તન, સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો. અપૂર્વ૫ સંયમના હેતુથી આપણા યોગ કામ કરતા હોય એનો ઉદ્દેશ શું હોય ? સંયમ કેવી રીતે સમજાય ? સંયમના હેતુ માટે આપણા યોગ પ્રવર્તે તે કેવી રીતે ? પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના યથાર્થ પાલન સાથે વર્તે. આ દેહ ટકાવવો છે માટે આહાર તો લેવો પડે, પણ તે આહાર જાગૃતિપૂર્વક લેવાનો. ખાતી વખતે પણ આ શરીર ખાય છે, અને આત્મા જાગૃત હોય. ઈરિયા સમિતિથી ચાલતા હોય તો પણ આત્મા જાગૃત હોય, ભાષા સમિતિ-બોલતા હોય તો પણ આત્મા જાગૃત હોય, આદાનપ્રદાન સમિતિ, પરિષ્ઠાપનિકા સમિતિ એ આ શરીરને અંગે જે આવશ્યક છે, કર્યા વગર ન ચાલે એવી ક્રિયા છે, તે કરવી પણ જાગૃતિપૂર્વક જયણાપૂર્વક કરવી. આહાર નિહારની સમિતિ એમાં સમિતિ એટલે જાગૃતિ પૂર્વક, ઉપયોગ પૂર્વક એ ક્રિયા કરવી જોઈએ. અને ત્રણ ગુપ્તિ, મન ગુપ્તિ, વચન ગુપ્તિ અને કાયગુપ્તિ, આ ત્રણ આ દેહ ટકે ત્યાં સુધી કરવાની, પણ એ ઉપયોગપૂર્વક અને જાગૃતિપૂર્વક. એ સિવાય આરંભ પરિગ્રહ ઇત્યાદિ કાંઈ પછી કરવાના નહીં અને કરીએ તો હજી આપણને અંદર તૃષ્ણા છે, સંસાર પ્રત્યેનો મોહ છે. “સંયમના હેતુથી યોગ પ્રવર્તના” બીજે ક્યાંય યોગને પ્રવર્તાવવાના ? તો કહે ના. એવું કાંઈ પ્રવર્તન જ નહીં, અને એ પણ સ્વરૂપલક્ષે સ્વરૂપ પ્રાપ્તિના લક્ષે આત્મામાં જાગૃત રહીને. “જિન આજ્ઞા આધીન જો’ પછી લખે છે કે “તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતિ સ્થિતિમાં” : મન, વચન, કાયાના યોગની પ્રવૃત્તિ ક્ષીણ થતી જવી જોઈએ, અને અંતે એના સ્વરૂપમાં લીન થાય. એનું નામ નિજમન થાય અને પછી એ અમન થાય. મન રહે જ નહીં, આ પુરુષાર્થ કરવાનો છે. જાગૃત રહેવાનું છે. પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો; દ્રવ્ય, ક્ષેત્રને કાળ, ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ વતલોભ જો. અપૂર્વ ૬ આ કડીમાં પાંચ વિષયો અને પાંચ પ્રમાદની વાત કરે છે. પંચ વિષય એટલે સ્પર્શેન્દ્રિયના વિષયો, જીભના વિષય, નાક ઇન્દ્રિયના વિષય, કાન ઇન્દ્રિયના વિષય અને આંખના વિષયો, એમાં જરા પણ રાગ કે દ્વેષ ન રહે. જે ઉદયમાં આવે એમાં પણ રાગદ્વેષ ન કરે, ઈષ્ટ અનિષ્ટપણું ન કરે, ઉદાસીન રહે, એમાં રાગદ્વેષ થવા દેવામાં ન આવે તો, એ વિષયોના વિકાર વધતા જાય નહીં, ‘પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભજો.” પાંચ પ્રમાદ કહ્યા છે એ મદ, વિષય, કષાય નિંદા અને અશુભ યોગ છે. બાકી બીજા અર્થમાં તો એમ થાય કે પ્રમાદ એટલે આત્માના જાગૃતપણામાંથી બહાર નીકળી જવું. એ પ્રમાદ ઉદયથી થાય અને એવો ધક્કો વાગી જાય કે, એને એમ લાગે કે ઉદયનો ધક્કો આત્માના વીર્ય કરતાં વધારે જોરવાળો આવ્યો, માટે આમ થયું. પણ For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ૨ શિક્ષામૃત ઊંચી દશાવાળાની વાત એવી છે કે એને એનો ક્ષોભ ન થાય, દિલગીરી ન થાય, ચિંતા ન થાય પણ આ તો છેલ્લી ઊંચી દશાની વાત છે. અત્યારે તો એ ક્ષોભ થાય તો લાભનું કારણ છે, કારણ કે આપણે હજી સાધક છીએ. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી આપણા આત્માને ક્યાંય પણ પ્રતિબંધપણું નહીં, ક્યાંય પણ બાંધવાપણું નહીં કેવી દશા કહી ? “વિચરવું ઉદયાધીન”. જીવવું, જિન્દગી ગાળવી પણ ઉદય આધીન ગાળવી. અને “પણ વીતલોભ જો.” જ્યાં સુધી લોભ હોય ત્યાં સુધી જીવ આરંભ અને પરિગ્રહ મૂકે જ નહીં છોડે જ નહીં. આ બધી તૃષ્ણા લોભ કરાવે છે, માટે એ લોભ જવો જોઈએ. આપણું જીવન કેમ ઉદયાધીન ગાળવું એની આ વાત છે. હવે કષાયોની વાત આવે છે. ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધસ્વભાવતા, માન પ્રત્યે તો દિનપણાનું માન જો; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. અપૂર્વ ૭ ક્રોધ કરવો પણ તે ક્રોધ ઉપર જ ક્રોધ કરવો. બે પાંચ વખત કરશો એટલે ક્રોધ આવવો જ બંધ થઈ જશે. માન જાય ક્યારે ? દીનપણું આવે ત્યારે. આપણે કોણ માત્ર છીએ ? આ પરમ કૃપાળુદેવ, કળિકાળ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ કે ગણધરો કે મહાવીર ભગવાન, એ બધા પાસે આપણે કોણ છીએ ? આ માન ઉપરાંત બાહ્ય માન હોય છે. દ્રવ્યનો મદ આવે, જાતિમદ આવે, સત્તાનો મદ આવે. પણ ત્યાં દીનપણાનું માન થવું જોઈએ. માન આવે જ નહીં, માન હોય જ નહીં એવું જીવન કેળવવું જોઈએ. “માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની.” કપટ તો આપણામાં રમી રહ્યું છે. કપટ શું કામ કરવું પડે ? કે મારું માન્યું છે માટે, મારી કીર્તિ, લોકો મારી વાત જાણે તો મારી અપકીર્તિ થાય, માટે કપટ કરે. તે ન કરવા માટે માયાનો સાક્ષીભાવ રાખવો તો માયા ચાલી જાય. એ માયા જાય ક્યારે ? કપટ કરે નહીં ત્યારે. “લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો.” લોભની શી વાત કરવી ? લોભ કોઈ દિવસ જાય નહીં. લોભને થોભ નથી. એ ‘નહીં લોભ સમાન જો ! હવે તું મને નહીં જોઈએ. આજ સુધી લોભ કરતા આવ્યા છીએ પણ એ ક્યાં સાથે આવે છે ?” આમ ક્રોધ, માન, માયા અને લોભ - એ આપણામાં તો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની અને સંવલન પ્રકારના છે. એ બધા અનુક્રમે અમુક અમુક ગુણસ્થાનકે જાય. અત્યારે તો મંદ થઈ શકે. ક્ષય તો અમુક ભૂમિકાએ જ થાય. એ કષાયો ઉદયમાં આવતાં એનો ખેદ કરો, ચિંતા કરો તો નવાં કર્મ બંધાય, માટે ઉદયમાં આવેલાં કષાયો ઉદાસીનભાવે વેદવાં, પણ આવી સમજણ નવા આરાધકોને ન આપી શકાય, કારણ કે તો તો એ સ્વચ્છંદી થઈ જાય. જે સમજતા હોય એ સમજી શકે કે આ સાચી વાત છે. For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧૮ ૩ બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપિ ન મળે માન જો; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. અપૂર્વ ૮ બહુ ઉપસર્ગ કર્તા પ્રત્યે પણ ક્રોધ ન કરવો. સંગમ દેવતાએ શ્રી મહાવીર સ્વામી ઉપર કેટલા ઉપસર્ગ કર્યા ? આપણે સાંભળીએ તો છક્ક થઈ જઈએ. આપણને એમ થાય કે આમ કઈ રીતે ટકી શકાય ? પણ ભગવાનને તો એના ઉપર ક્રોધ હોય જ નહીં. શ્રી મહાવીર સ્વામી ઊભા છે, બાજુમાં શિષ્યો પણ ઊભા હતા ત્યારે ગોશાલકે તેજોવેશ્યા મૂકીને બે શિષ્યોને બાળી નાખ્યા તો પણ શ્રી મહાવીર ભગવાનને કાંઈ ન થયું. તો શું એમનામાં દયા નહીં હોય ? દયા-અનુકંપા તો હતી, સાથે યથાર્થ સમજણ હતી કે આમાં કોના ઉપર અનુકંપા કરું ? જેના દર્શન માત્ર કરવાથી કર્મો ખપી જાય છે, એમની હાજરીમાં ગોશાલકે આ શિષ્યોને મારી નાખ્યા, તો આવા ભયંકર કર્મોથી એ ક્યારે છૂટશે ? એવી અનુકંપા-દયા સંગમ દેવતા ઉપર અને ગોશાલક પ્રત્યે આવી. ચક્રવર્તીઓ એમના મુગટો મુનિના પગમાં મૂકતા હોય તો પણ ન મળે માન જો, તો પણ એમને કાંઈ અહંવૃત્તિ થાય નહીં કે આહાહા ! મને દેવતાઓ અને નરેન્દ્રો નમે છે. એમાં એમને કાંઈ અહેબુદ્ધિ થાય નહીં. માયા-કપટભાવ તો બહુ જ ખરાબ છે. એ તો દેહ જાય તો પણ પરવડે નહીં. જો માયાકપટ ન હોય તો પ્રબળ સિદ્ધિ નિદાન પ્રાપ્ત થાય, એટલે પ્રબળ સિદ્ધિઓ પ્રાપ્ત હોય. જેમ ગોરખનાથને હતી. એ પથ્થર પર પેશાબ કરે તો એ પથ્થર સોનું થઈ જાય એવી સિદ્ધિ હતી. તો આ બધા ઊંચા સાધકોને સિદ્ધિ હોય પણ એનો લોભ ન હોય. એનો કોઈ દિવસ ઉપયોગ ન કરે. અને જો ઉપયોગ કરે તો મારગમાંથી પડવાઈ—પતિત થાય. આ માર્ગમાં નીચે પડ્યા, પછી ફરી આગળ વધવાનું સરળ નથી. નગ્નભાવ, મુંડભાવ સહ અજ્ઞાનતા, અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ જો; કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો. અપૂર્વ૯ કપડાં ને ઘરેણાં પહેરવાં નહીં તે નગ્નભાવ. મુંડભાવ એટલે કેશ લોચ કરવો, અજ્ઞાનતા છે નહાવું નહીં, અદંતધાવન અર્થાત્ દાંત પણ સાફ કરવા નહીં. આ બધા નિયમો પ્રસિદ્ધ છે તે પાળવા. વાળ, રોમ, નખ કે કોઈ અંગે આભૂષણ-શૃંગાર કરવો, સજવો નહીં. આ સ્થિતિમાંથી બહાર નીકળી જવું. જેને દ્રવ્યથી ને ભાવથી સંયમ હોય, એવા મહાત્માઓ બહારથી નિગ્રંથ અને આત્યંતરથી પણ નિગ્રંથ હોય છે. For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શિક્ષામૃત શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહીં ચૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. અપૂર્વ ૧૦ આ દશા છેલ્લા ભવે હોય અથવા તો ત્રણ ભવ બાકી હોય ત્યારે આ દશા ઊંચામાં ઊંચી કૃપાળુદેવે ગાઈ છે. શત્રુ હોય કે મિત્ર, એ બંને તરફ સરખો ભાવ, મિત્ર તરફ રાગ નહીં, અને શત્રુ પર દ્વેષ નહીં. એને માન કે અપમાન હોય નહીં. કોઈ પગમાં લાંબો થઈને વંદન કરે, અથવા કોઈ ગાળો દે કે કોઈ કાદવ ઉડાડે, કે અપમાન કરે તો પણ એ તરફ એનો સરખો ભાવ હોય. એટલું જ નહીં, આ જીવન સો વર્ષનું થાય તો પણ ભલે અને અત્યારે જ મૃત્યુ આવે તો પણ ભલે એને ન્યૂન-ઓછું કે અધિક ન ગણે. એને જન્મ કે મરણ સમાન હોય. હજી ભવ બાકી હોય તો પણ ભલે, અને મોક્ષ થાય તો પણ ભલે, કારણ કે એ સદેહે મોક્ષ જેવું સુખ અનુભવતા હોય એટલે અને બન્ને તરફનો સમભાવ જ હોય. કેવી ઊંચી દશા ! એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો; અડોલ આસન, ને મનમાં નહીંક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. અપૂર્વ ૧૧ સ્મશાનમાં એકાકી ધ્યાન ધરીને ઊભો હોય, વાઘ કે સિંહનો સંયોગ થાય, એ દેખે તો પણ એનું આસન અડોલ હોય, મનમાં જરાપણ ક્ષોભ ન હોય, ભય પણ ન લાગે. એને સિંહ કે વાઘ મળે તો જાણે પરમ મિત્રનો યોગ થયો હોય એટલો એના તરફ પ્રેમ વરસતો હોય. એ જીવ હિંસક પ્રાણી છે છતાં પણ તેના પ્રતિ - પ્રેમ વરસે. એવા મહાત્માઓ પાસે એ પ્રાણીઓ એમનો પોતાનો હિંસક સ્વભાવ મૂકી દે - ભૂલી જાય. ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અન્ને નહીં મનને પ્રસન્નભાવ જો; રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યાં પુલ એક સ્વભાવ જો. અપૂર્વ ૧૨ ઘોર તપશ્ચર્યા કરે પણ એના મનમાં એનો તાપ એટલે અભિમાન ન હોય, મન શાંત જ હોય. સારું ખાવાનું મળે તો પણ એનું મન પ્રસન્નતાનો ભાવ ન અનુભવે. રજકણ એટલે ધૂળ અને વૈમાનિક દેવની સમૃદ્ધિ એ બન્નેને તે સમાન ગણે. એ બધાં માત્ર પુદ્ગલ છે એમ ગણે. આ ધૂળ એ પણ પુલ છે, અને એ રિદ્ધિ સિદ્ધિ એ પણ પુદ્ગલ છે. એટલે એના પ્રત્યે ઉદાસીનતા જ છે. એમ પરાજય કરીને ચારિત્રમોહનો, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો; શ્રેણીક્ષપકતણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો. અપૂર્વ ૧૩ એમ ઉપર કહ્યા તે ચારિત્રમોહના શત્રુઓને હરાવ્યા અને જ્યાં અપૂર્વકરણ કરવાની સ્થિતિ આવે એટલે પોતાની એ પ્રમાણે કરવાની દશા થાય એટલે શ્રેણી માંડે, ક્ષેપક શ્રેણી માંડે. એ For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧૮૫ શ્રેણીમાં સમય કેટલો લાગે ? વધારેમાં વધારે એક સામાયિક કરીએ એટલો સમય લાગે. અતિશય શુદ્ધ સ્વભાવ અનન્ય ચિંતન ચાલે. એ ચિંતન એવું કે વચમાં ખંડ ન પડે. શુદ્ધ સ્વભાવમાં જ હોય. મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમોહ ગુણસ્થાન જો; અંત સમય ત્યાં પૂર્ણસ્વરૂપવીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાનનિધાન જો. અપૂર્વ ૧૪ દર્શનમોહ ચાલ્યો ગયો છે અને ચારિત્ર મોહરૂપી સ્વયંભૂરમણ સમુદ્ર તરી જઈને જ્યાં ક્ષીણમોહ, ગુણસ્થાનક-એટલે બારમું ગુણસ્થાનક હોય ત્યાં આવી પહોંચે. મોહનો ક્ષય થવાથી અંતે સંપૂર્ણ વીતરાગ થઈ પૂર્ણ સ્વરૂપ થઈ જાઉં અને “પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જો” એટલે કે કેવળજ્ઞાન, માત્ર જ્ઞાન પ્રગટે. ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભવનાં બીજતણો આત્યંતિક નાશ જો; સર્વ ભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો. અપૂર્વ ૧૫ ત્યાં ચાર ઘનઘાતી કર્મનો નાશ થઈ જાય છે અને ભવનું બીજ, જન્મ મરણના બીજ રૂપ મોહનીય કર્મ તથા બીજા ઘાતી કર્મો ત્યાં બળી જાય છે. આત્યંતિક નાશ એટલે ફરીથી ન પ્રગટે એવી રીતે નાશ થાય છે. પછી બધા ભાવનો જ્ઞાતા અને દ્રષ્ટા સાથે શુદ્ધતા પ્રગટે એટલે આત્મા શુદ્ધ થઈ જાય. સંપૂર્ણ આત્મપ્રકાશ રૂપ અનંતવીર્ય પ્રગટે, એ પોતાને કૃતકૃત્ય, ધન્ય માને કે ત્યાં સુધી પહોંચી ગયો હવે બાકીનાં ચાર અઘાતી કર્મ રહ્યાં. વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જો; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂણે, મટિયે દૈહિક પાત્ર જો. અપૂર્વ ૧૬ વેદનીયાદિ એટલે નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય. આ ચાર અઘાતી કર્મનું વર્તવું હોય, પણ કાથીની એક સીંદરી હોય અને એને બાળી નાખી હોય, તો એનો આકાર દેખાય, પણ એનું કાંઈ બળ ન હોય એમ એ માત્ર આકૃતિ કહેવાય. એ પણ ક્યાં સુધી ? આ દેહ છે ત્યાં સુધી. આ ભવનું જેટલું આયુષ્ય બાકી હોય એટલી એની સ્થિતિ અને એ આયુષ્ય પૂર્ણ થાય, પછી એને દૈહિક પાત્ર હોય નહિ, એટલે કે જન્મ-મરણ કરવાનાં ન હોય. દેહ ધરવાનો ન હોય. મન, વચન, કાયા ને કર્મની વર્ગણા, છૂટે જહાં સકળ પુલ સંબંધ જો; એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો. અપૂર્વ ૧૭ મન, વચન અને કાયાનાં યોગ તેમ જ કાર્મણ વળગણા-વર્ગણાઓ છૂટી જાય છે. એ સકલ પુદ્ગલનો સંબંધ અને દેહનો સંબંધ છૂટી જાય છે. એ ચૌદમું ગુણસ્થાનક અયોગી કેવળીનું ગુણસ્થાનક એ કેવું મહાભાગ્ય, સુખદાયક અને પૂર્ણ અબંધ છે. પછી ત્યાં કર્મનો બંધ શું ન થાય ? For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શિક્ષામૃત એક પરમાણુમાત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચેતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ, અમૂર્ત સહજપદરૂપ જો. અપૂર્વ ૧૮ એક પરમાણુ પણ તેને સ્પર્શી ન શકે. આકાશમાં ધૂળ નાખીએ તો એને અડે નહીં એમ એ આત્માને પરમાણુમાત્રની સ્પર્શના નથી. હવે એનામાં કાંઈ કર્મરૂપ કલંક રહેતું નથી, પૂર્ણ કલંક રહિત થાય છે. અડોલ સ્વરૂપ એટલે કોઈથી પણ ડોલાવી શકાય નહીં એવું; શુદ્ધ નિરંજન એટલે એને અંજન કાંઈ લાગે નહીં. માત્ર ચૈતન્ય મૂર્તિ. આ શરીર સિવાયનો આત્મા અગુરુલઘુ, અમૂર્ત, સહજરૂપ છે. શુદ્ધ આત્માનું એ રૂપ હવે થઈ ગયું. એ સિદ્ધ શિલામાં કેવી રીતે પહોંચે છે ? તે આગળ કહે છે. પૂર્વપ્રયોગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો; સાદિ અનંત અનંત સમાધિસુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો. અપૂર્વ, ૧૯ આ છેલ્લો ભવ હતો અને એને પૂર્વ કર્મ લાગેલાં હતાં. એનું વજન હતું એટલે આત્મા દબાયેલો હતો. જેમ દબાયેલો દડો હોય અને એ છટકે તો ક્યાં જાય ? એમ આત્માનું કર્મરૂપી વજન મટયું, અહીંથી છૂટ્યો એટલે સીધો સડસડાટ લોકાંતે સિદ્ધ ગતિમાં જઈને સ્થિર થઈ જાય. ત્યાં શું હોય ? સાદિ અનંત સુખ. એ સુખ ક્યાં સુધી ભોગવે ? અનંતકાળ સુધી. અનંતદર્શન, અનંતજ્ઞાન આદિ એમાં ભર્યું હોય અને એ સંપૂર્ણ સમાધિ સુખમાં હોય. જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો; તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વ ૨૦ જે પદનો અનુભવ સર્વજ્ઞ ભગવાને પોતાના જ્ઞાનમાં કર્યો, એ અવર્ણનીય છે. જે ભગવાન થઈ ગયા એ પણ એને વાણીમાં લાવવું હોય તો લાવી શકે નહીં. એનું વર્ણન કરી શકે નહીં. તે તો માત્ર અનુભવ ગોચર છે. એ તો જે સાકર ખાય એ જ એનો સ્વાદ માણે એના જેવું છે. એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથરૂપ જો; તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુઆજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. અપૂર્વ ૨૧ આ પ્રમાણે મેં પરમપદ પ્રાપ્તિનું ધ્યાન કર્યું છે. મારું ગજું નથી. અત્યારે તો હું એ પ્રમાણે થઈશ એવા મનોરથ સેવું છે. પણ આ રાજચંદ્રને તો એના મનમાં નિર્ણય થઈ ગયો છે કે પ્રભુ આજ્ઞાએ, ભગવાનની કૃપાએ, એની આજ્ઞાએ એના જેવા જ, તે જ સ્વરૂપ થઈ જશું. આપણને પણ ખાત્રી છે કે આપણે પણ તે જ સ્વરૂપ થઈ જશે. For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧૮ ૭. ૭૪૩ સકળ સંસારી ઇન્દ્રિયરામી, મુનિગુણ આતમરામી રે; મુખ્યપણે જે આતમરામી, તે કહિયે નિષ્કામી રે. (શ્રી આનંદઘનજી – શ્રી શ્રેયાંસ જિન સ્તવન) આ સંસારમાં જે જીવો ઇન્દ્રિયોમાં રમણતા કરી રહ્યા છે તે બધા સંસારી છે. આત્મામાં રમણ કરનારા જે જીવો છે તે મુનિ છે. જે મુખ્યપણે આત્મામાં જ રમણ કરનારા છે તે કેવળ સ્પૃહા રહિત થાય છે. મુક્તિ અને સંસાર સરખા ગણાય ત્યારે પૂર્ણકામતા આવે. ૭૪૪ તે માટે ઊભા કર જોડી, જિનવર આગળ કહીએ રે; સમયચરણ સેવા શુદ્ધ દેજો, જેમ આનંદધન લહીએ રે. (શ્રી આનંદઘનજી - શ્રી નમિનાથ જિન સ્વતન). હે ભગવાન ! તે માટે બે હાથ જોડીને અમે તમો જિનવરને વિનંતી કરીએ છીએ કે સમય એટલે આત્મા પ્રાપ્ત કર્યો છે એવા ગીતાર્થ જ્ઞાનીના ચરણની શુદ્ધ સેવા અમને આપો (પ્રાપ્ત થાઓ) કે જેથી આનંદઘન એટલે મોક્ષનું સુખ અમે પામીએ. ૭૪૬/૭૪૭ ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન. જહાં કલ્પના જલ્પના, તહાં માનું દુઃખ છાંઈ; મિટે કલ્પના જલ્પના, તબ વસ્તુ તિન પાઈ, પઢી પાર કહાં પાવનો, મિટે ન મનકો ચાર; જ્યો કોલુકે બેલકું, ઘરહી કોશ હજાર. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહુ પાઠ. કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શિક્ષામૃત જેના ચિત્તમાં ત્યાગ, વૈરાગ્યાદિ સાધન ઉત્પન્ન થયાં ન હોય તેને જ્ઞાન ન થાય. અને જે ત્યાગ વિરાગમાં જ અટકી રહી, આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે, તે પોતાનું ભાન ભૂલે, અર્થાત્ અજ્ઞાનપૂર્વક ત્યાગ વૈરાગ્યાદિ હોવાથી તે પૂજા સત્કારાદિથી પરાભવ પામે અને આત્માર્થ ચૂકી જાય. જેના અંતઃકરણમાં ત્યાગ વૈરાગ્યાદિ ગુણો ઉત્પન્ન થયા નથી એવા જીવને આત્મજ્ઞાન ન થાય. કેમકે મલિન અંતઃકરણરૂપ દર્પણમાં આત્મોપદેશનું પ્રતિબિંબ પડવું ઘટતું નથી. તેમ જ માત્ર ત્યાગ વૈરાગ્યમાં રાચીને કૃતાર્થતા માને તે પણ પોતાના આત્માનું ભાન ભૂલે. અર્થાત્ આત્મજ્ઞાન નહીં હોવાથી અજ્ઞાનનું સચ્ચારીપણું છે, જેથી તે ત્યાગ વૈરાગ્યાદિનું માન ઉત્પન્ન કરવા અર્થે અને માનાર્થે સર્વ સંયમાદિ પ્રવૃત્તિ થઈ જાય; જેથી સંસારનો ઉચ્છેદ ન થાય. માત્ર ત્યાં જ અટકવું થાય. અર્થાત્ તે આત્મજ્ઞાન પામે નહીં. એમ ક્રિયાજડને સાધન-ક્રિયા અને તે સાધનનું જેથી સફળપણું થાય છે એવા આત્મજ્ઞાનનો ઉપદેશ કર્યો અને શુષ્કજ્ઞાની ને ત્યાગ વૈરાગ્યાદિ સાધનનો ઉપદેશ કરી વાચાજ્ઞાનમાં કલ્યાણ નથી એમ પ્રેર્યું. જ્યાં કલ્પના, વિકલ્પો હોય છે, ત્યાં દુઃખ રહેલું છે. કલ્પના, વિકલ્પનો નાશ થાય તો, સંકલ્પ વિકલ્પ મટે તો ત્રણ વસ્તુ-સમ્યગ્રજ્ઞાન-દર્શન-ચારિત્ર પ્રાપ્ત થાય. આગમો વાંચીને ભણીને પવિત્ર થયું છે, પણ મનનું રખડવાનું ક્યાં મટે છે ? તે તો બાહ્યભાવમાં જ રમણતા કર્યા કરે છે. તને ઘાંચીના બળદની જેમ ઘર હજાર કોશ દૂર છે. અજ્ઞાની માણસ ક્રિયા કરે તે આ ઘાંચીના બળદ જેવી હોય છે. તે ગમે તેટલો પુરુષાર્થ આ ક્રિયા પાછળ કરે તો પણ તેનો સંસાર છૂટતો નથી. કર્મ અનંત પ્રકારનાં છે. તેના મુખ્ય જ્ઞાનાવરણાદિ આઠ પ્રકાર થાય છે. તેમાં પણ મુખ્ય મોહનીય છે. તે મોહનીય કર્મ કેમ હણાય તેનો પાઠ કહું છું. તે મોહનીય કર્મ બે ભેદે છે. એક ‘દર્શન મોહનીય એટલે પરમાર્થને વિષે અપરમાર્થબુદ્ધિ અને અપરમાર્થને વિશે પરમાર્થબુદ્ધિ. બીજું “ચારિત્ર મોહનીય’ તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને આત્મસ્વભાવમાં જે સ્થિરતા થાય, તે સ્થિરતાનો રોધક એવા પૂર્વસંસ્કારરૂપ ‘કષાય અને નોકષાય? તે ચારિત્ર મોહનીય. દર્શન મોહનીયને આત્મબોધ અને ચારિત્ર મોહનીયને વીતરાગપણું નાશ કરે છે. આ તેના અચૂક ઉપાય છે... અંધકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે છે, તે તેનો અચૂક ઉપાય છે. તેમ For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃત ૧૮૯ સત્યાત્મબોધ અને વીતરાગતા દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય રૂ૫ અંધકાર ટાળવામાં પ્રકાશ સ્વરૂપ છે, માટે તે તેના નાશના અચૂક ઉપાય છે. મોહનીય’નું સ્વરૂપ આ જીવે વારંવાર અત્યંત વિચારવા જેવું છે. મોહિનીયએ મહા મુનિશ્વરોને પણ પળમાં તેના પાસમાં ફસાવી અત્યંત રિદ્ધિ સિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે; શાશ્વત સુખ છીનવી ક્ષણભંગુરતામાં લલચાવી રખડાવ્યા છે. | નિર્વિકલ્પ સ્થિતિ લાવવી, આત્મ સ્વભાવમાં રમણતા કરવી, માત્ર દૃષ્ટાભાવે રહેવું એવો જ્ઞાનીનો ઠામ ઠામ બોધ છે; તે બોધ યથાર્થ પ્રાપ્ત થયે આ જીવનું કલ્યાણ થાય. ૭પ૩ પૂર્વ મહાત્માઓએ કહ્યું છે કે, 'जे जाणई अरिहंते, दव्व गुण पज्ज्वेहिं य; सो जाणई निय अप्पा, मोहो खलु जाई तस्स लयं.' (પ્રવચનસાર ૧-૮૦ શ્રી કુંદકુંદાચાર્ય) જે ભગવાન અહંતનું સ્વરૂપ દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે, તે પોતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેનો નિશ્ચય કરીને મોહ નાશ પામે. તે ભગવાનની ઉપાસના કેવા અનુક્રમથી જીવોને કર્તવ્ય છે તે શ્રીમદ્ આનંદઘનજી કૃત નવમાં શ્રી સુવિધિનાથના સ્તવનમાં વર્ણવેલ છે. 'जारिस सिद्ध सहावो, तारिस सहावो सव्वजीवाणं; तह्ना सिद्धतरुई, कायव्वा भव्वजीवेहिं.' (સિદ્ધ પ્રાકૃત) જેવું સિદ્ધ ભગવાનનું આત્મસ્વરૂપ છે, તેવું સર્વ જીવોનું આત્મસ્વરૂપ છે; તે માટે ભવ્ય જીવોએ સિદ્ધત્વને વિષે રુચિ કરવી. જિન પૂજા રે તે નિજ પૂજના” (શ્રી વાસુપૂજ્ય સ્તવન - શ્રી દેવચંદ્રજી) એટલે કે જો યથાર્થ મૂળ દૃષ્ટિથી જોઈએ તો જિનની પૂજા સમજીને કરવામાં આવે તો તે પોતાના આત્મસ્વરૂપનું જ પૂજન છે. પોતાના આત્માની જ પૂજા કરવા જેવું છે. For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શિક્ષામૃત (૨) વીતરાગ સ્તવના શ્રી ઋષભ જિનસ્તવન ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત; રીયો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત. ઋષભ૦ ૧ કોઈ કંત કારણ કાષ્ઠભક્ષણ કરે રે; મિલશું કંતને ધાય; એ મેળો નવિ કહિયે સંભવે રે, મેળો ઠામ ન હોય ઋષભo ૨ કોઈ પતિ રંજન અતિ ઘણું તપ કરે રે; પતિરંજન તન તાપ; એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રંજન ધાતુમેલાપ ઋષભ૦ ૩ કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ; દોષ રહિતને લીલા નવિ ઘટે રે લીલા દોષ વિલાસ ઋષભ૦ ૪ ચિત્તપ્રસન્ન રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટ રહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદ રેહ. ઋષભ, ૫ વિતરાગોને વિષે ઈશ્વર એવા શ્રી ઋષભદેવ ભગવાન મારા સ્વામી છે. તેથી હવે હું બીજા કંથની ઇચ્છા કરતી નથી, કેમ કે તે પ્રભુ રીઝયા પછી છોડતા નથી. તે પ્રભુનો યોગ પ્રાપ્ત થવો તેની આદિ છે; પણ તે યોગ કોઈ વાર પણ નિવૃત્તિ પામતો નથી, માટે અનંત છે. જગતના ભાવોમાંથી ઉદાસીન થઈ ચૈતન્યવૃત્તિ શુદ્ધચૈતન્યસ્વભાવે સમવસ્થિત ભગવાનમાં પ્રીતિમાન થઈ તેનો હર્ષ શ્રી આનંદઘનજી દર્શાવે છે. પોતાની શ્રદ્ધા નામની સખીને શ્રી આનંદઘનજીની ચૈતન્યવૃત્તિ કહે છે કે : હે સખી ! મેં શ્રી ઋષભદેવ ભગવાન સાથે લગ્ન કર્યું છે, અને તે ભગવાન મને સર્વથી વહાલા છે. એ ભગવાન મારા પતિ થવાથી હવે હું બીજા કોઈ પણ પતિની ઇચ્છા કરું જ નહીં. કેમકે બીજા બધા જન્મ, જરા, મરણાદિ દુઃખે કરીને આકુળવ્યાકુળ છે; ક્ષણવાર પણ સુખી નથી; તેવા જીવને પતિ કરવાથી મને સુખ ક્યાંથી થાય? ભગવાન ઋષભદેવ તો અનંત અવ્યાબાધ સુખસમાધિને પ્રાપ્ત થયા છે, માટે તેનો આશ્રય કરું તો મને તે જ વસ્તુની પ્રાપ્તિ થાય. તે યોગ વર્તમાનમાં પ્રાપ્ત થવાથી તે સખી ! મને પરમ શીતળતા થઈ. બીજા પતિનો તો કોઈ કાળે વિયોગ પણ થાય, પણ આ મારા સ્વામીનો તો કોઈ પણ કાળે વિયોગ થાય જ નહીં. જ્યારથી તે સ્વામી પ્રસન્ન થયા ત્યારથી કોઈ પણ દિવસ For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી સંગ છોડતા નથી. એ સ્વામીના યોગનો સ્વભાવ સિદ્ધાંતમાં ‘સાદિઅનંત’ એટલે તે યોગ થવાની આદિ છે, પણ કોઈ દિવસ તેનો વિયોગ થવાનો નથી, માટે અનંત છે એમ કહ્યો છે; તેથી હવે મારે કોઈ પણ દિવસ તે પતિનો વિયોગ થશે જ નહીં. ૧ હે સખી ! આ જગતને વિષે પતિનો વિયોગ ન થાય તે અર્થે જે સ્ત્રીઓ નાના પ્રકારના ઉપાય કરે છે તે ઉપાય સાચા નથી; અને એમ મારા પતિની પ્રાપ્તિ થતી નથી. તે ઉપાયનું મિથ્યાપણું જણાવવા તેમાંના થોડાએક તને કહું છું :- કોઈ એક તો પતિની સાથે કાષ્ઠમાં બળવા ઇચ્છે છે, કે જેથી તે પતિની સાથે મેળાપ જ રહે, પણ તે મેળાપનો કંઈ સંભવ નથી, કેમકે તે પતિ તો પોતાના કર્માનુસાર જે સ્થળને પ્રાપ્ત થવાનો હતો ત્યાં થયો, અને સતી થઈને મળવા ઇચ્છે છે એવી તે સ્ત્રી પણ મેળાપને અર્થે એક ચિતામાં બળી મરવા ઇચ્છે છે, તો પણ તે પોતાના કર્માનુસાર દેહને પ્રાપ્ત થવાની છે; બન્ને એક જ સ્થળે દેહ ધારણ કરે, અને પતિ-પત્ની રૂપે યોગ પામીને નિરંતર સુખ ભોગવે એવો કંઈ નિયમ નથી. એટલે તે પતિનો વિયોગ થયો, વળી તેના યોગનો પણ અસંભવ રહ્યો, એવો પતિનો મેળાપ તે મેં ખોટો ગણ્યો છે, કેમકે તેનું ઠામઠેકાણું કંઈ નથી. ૨ ૧૯૧ અથવા પ્રથમ પદનો અર્થ એવો પણ થાય છે કે, પરમેશ્વરરૂપ પતિની પ્રાપ્તિને અર્થે કોઈ કાષ્ઠ-ભક્ષણ કરે છે, એટલે પંચાગ્નિની ધૂણીઓ સળગાવી તેમાં કાષ્ઠ હોમી તે અગ્નિનો પરિહ સહન કરે છે, અને તેથી એમ સમજે છે કે પરમેશ્વરરૂપ પતિને પામીશું, પણ તે સમજવું ખોટું છે; કેમકે પંચાગ્નિ તાપવામાં તેની પ્રવૃત્તિ છે; તે પતિનું સ્વરૂપ જાણી, તે પતિને પ્રસન્ન થવાનાં કારણો જાણી, તે કારણોની ઉપાસના તે કરતા નથી, માટે તે પરમેશ્વરરૂપ પતિને ક્યાંથી પામશે ? તેની મતિ જેવા સ્વભાવમાં પરિણમી છે, તેવા જ પ્રકારની ગતિને તે પામશે, જેથી તે મેળાપનું કંઈ ઠામઠેકાણું નથી. ૩ . હૈ સખી ! કોઈ પતિને રીઝવવા માટે ઘણા પ્રકારનાં તપ કરે છે, પણ તે માત્ર શરીરને તાપ છે; એ પતિને રાજી કરવાનો માર્ગ મેં ગણ્યો નથી; પતિને રંજન કરવાને તો બન્નેની ધાતુનો મેલાપ થવો તે છે. કોઈ સ્ત્રી ગમે તેટલા કષ્ટથી તપશ્ચર્યા કરી પોતાના પતિને રીઝવવા ઇચ્છે તો પણ જ્યાં સુધી તે સ્ત્રી પોતાની પ્રકૃતિ પતિની સ્વભાવાનુસાર કરી ન શકે ત્યાં સુધી પ્રકૃતિના પ્રતિકૂલપણાને લીધે તે પતિ પ્રસન્ન ન જ થાય અને તે સ્ત્રીને માત્ર શરીરે ક્ષુધાદિ તાપની પ્રાપ્તિ થાય; તેમ કોઈ મુમુક્ષુની વૃત્તિ ભગવાનને પતિપણે પ્રાપ્ત કરવાની હોય તો તે ભગવાનના સ્વરૂપાનુસાર વૃત્તિ ન કરે અને અન્ય સ્વરૂપમાં રુચિમાન છતાં અનેક પ્રકારનાં તપ તપીને કષ્ટ સેવે, તોપણ તે ભગવાનને પામે નહીં, કેમકે જેમ પતિ-પત્નીનો ખરો મેલાપ, અને ખરી પ્રસન્નતા ધાતુના એકત્વમાં છે, તેમ હે સખી ! ભગવાનમાં આ વૃત્તિને પતિપણું સ્થાપન કરી તે અચળ રાખવું હોય For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ૨ શિક્ષામૃત તો તે ભગવાનની સાથે ધાતુમેલાપ કરવો જ યોગ્ય છે; અર્થાત્ તે ભગવાન જે શુદ્ધચેતન્યધાતુપણે પરિણમ્યા છે તેવી શુદ્ધચેતન્ય વૃત્તિ કરવાથી જ તે ધાતુમાંથી પ્રતિકૂળ સ્વભાવ નિવર્તવાથી એક્ય થવાનો સંભવ છે; અને તે જ ધાતુમેલાપથી તે ભગવાનરૂપ પતિની પ્રાપ્તિનો કોઈ પણ કાળે વિયોગ થવાનો નથી. ૪ હે સખી ! કોઈ વળી એમ કહે છે કે આ જગત, જેનું સ્વરૂપ ઓળખવાનો લક્ષ ન થઈ શકે તેવા ભગવાનની લીલા છે; અને તે અલક્ષ ભગવાન સૌની ઇચ્છા પૂર્ણ કરે છે; તેથી તે એમ સમજીને આ જગત ભગવાનની લીલા માની, તે ભગવાનનો તે સ્વરૂપે મહિમા ગાવામાં જ પોતાની ઇચ્છા પૂર્ણ થશે, એટલે ભગવાન પ્રસન્ન થઈને તેને વિષે લગ્નતા કરશે) એમ માને છે, પણ તે ખોટું છે, કેમકે તે ભગવાનના સ્વરૂપના અજ્ઞાનથી એમ કહે છે. ' જે ભગવાન અનંત જ્ઞાનદર્શનમય સર્વોત્કૃષ્ટ સુખસમાધિમય છે, તે ભગવાનને આ જગતનું કર્તાપણું કેમ હોય ? અને લીલાને અર્થે પ્રવૃત્તિ કેમ હોય ? લીલાની પ્રવૃત્તિ તો સદોષમાં જ સંભવે છે. જે પૂર્ણ હોય તે કંઈ ઇચ્છે જ નહીં. ભગવાન તો અનંત અવ્યાબાધ સુખે કરીને પૂર્ણ છે; તેને વિષે બીજી કલ્પના ક્યાંથી અવકાશ પામે ? લીલાની ઉત્પત્તિ કુતૂહલવૃત્તિથી થાય તેવી કુતૂહલવૃત્તિ તો જ્ઞાન, સુખના અપરિપૂર્ણપણાથી જ થાય. ભગવાનમાં તો તે બન્ને (જ્ઞાન, સુખ) પરિપૂર્ણ છે, માટે તેની પ્રવૃત્તિ જગત રચવારૂપ લીલા પ્રત્યે ન જ થાય. એ લીલા તો દોષનો વિલાસ છે; સરાગીને જ તેનો સંભવ છે. જે સરાગી હોય તેને સઢેષતા હોય, અને જેને એ બન્ને હોય તેને ક્રોધ, માન, માયા, લોભ આદિ સર્વ દોષનું પણ સંભવિતપણું છે, જેથી યથાર્થ રીતે જોતાં તો લીલા દોષનો જ વિલાસ છે; અને એવો દોષવિલાસ તો અજ્ઞાની જ ઇચ્છે. વિચારવાન મુમુક્ષુઓ પણ તેવો દોષવિલાસ ઇચ્છતા નથી, તો અનંત જ્ઞાનમય ભગવાન તે કેમ ઇચ્છે ? જેથી તે ભગવાનનું સ્વરૂપ લીલાના કર્તુત્વપણાના ભાવે જે સમજે છે તે ભ્રાંતિ છે; અને તે ભ્રાંતિને અનુસરીને ભગવાનને પ્રસન્ન કરવાનો જે માર્ગ તે લે છે તે પણ ભ્રાંતિમય જ છે; જેથી ભગવાનરૂપ પતિની તેને પ્રાપ્તિ થતી નથી. ૫ હે સખી ! પતિને પ્રસન્ન કરવાના તો ઘણા પ્રકાર છે. અનેક પ્રકારના શબ્દ, સ્પર્શાદિ ભોગથી પતિની સેવા કરવામાં આવે છે એવા ઘણા પ્રકાર છે, પણ તે સૌમાં ચિત્તપ્રસન્નતા એ જ સૌથી ઉત્તમ સેવા છે, અને ક્યારે પણ ખંડિત ન થાય એવી સેવા છે. કપટરહિત થઈને આત્મા અર્પણ કરીને પતિની સેવા કરવાથી ઘણા આનંદના સમૂહની પ્રાપ્તિનો ભાગ્યોદય થાય. ભગવાનરૂપ પતિની સેવાના પ્રકાર ઘણા છે. દ્રવ્યપૂજા, ભાવપૂજા, આજ્ઞાપૂજા. દ્રવ્યપૂજાના પણ ઘણા ભેદ છે; પણ તેમાં સર્વોત્કૃષ્ટ પૂજા તો ચિત્તપ્રસન્નતા એટલે તે ભગવાનમાં ચૈતન્યવૃત્તિને પરમ હર્ષથી એકત્વને પ્રાપ્ત કરાવવી તે જ છે; તેમાં જ સર્વ સાધન સમાય છે. તે જ અખંડિત પૂજા For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧૯૩ છે, કેમકે જો ચિત્ત ભગવાનમાં લીન હોય તો બીજા યોગ પણ ચિત્તાધીન હોવાથી ભગવાનને આધીન જ છે; અને ચિત્તની લીનતા ભગવાનમાંથી ન ખસે તો જ જગતના ભાવોમાંથી ઉદાસીનતા વર્તે અને તેમાં ગ્રહણ ત્યાગરૂપ વિકલ્પ પ્રવર્તે નહીં; જેથી તે સેવા અખંડ જ રહે. જ્યાં સુધી ચિત્તમાં બીજો ભાવ હોય ત્યાં સુધી તમારા સિવાય બીજામાં મારે કંઈ પણ ભાવ નથી એમ દેખાડીએ તો તે વૃથા જ છે અને કપટ છે; અને જ્યાં સુધી કપટ છે ત્યાં સુધી ભગવાનના ચરણમાં આત્માનું અર્પણ ક્યાંથી થાય ? જેથી સર્વ જગતના ભાવ વિરામ પમાડી, વૃત્તિને શુદ્ધચેતન્ય ભાવવાળી કરવાથી જ તે વૃત્તિમાં અન્યભાવ રહ્યો ન હોવાથી શુદ્ધ કહેવાય અને તે નિષ્કપટ કહેવાય. એવી ચેતન્યવૃત્તિ ભગવાનમાં લીન કરવામાં આવે તે જ આત્મઅર્પણતા કહેવાય. ધનધાન્યાદિક સર્વ ભગવાનને અર્પણ કર્યા હોય, પણ જો આત્મા અર્પણ ન કર્યો હોય એટલે તે આત્માની વૃત્તિ ભગવાનમાં લીન કરી ન હોય તો તે ધનધાન્યાદિકનું અર્પણ કરવું સકપટ જ છે, કેમકે અર્પણ કરનાર આત્મા અથવા તેની વૃત્તિ તો બીજે સ્થળે લીન છે. જે પોતે બીજે સ્થળે લીન છે, તેના અર્પણ થયેલા બીજા જડ પદાર્થ ભગવાનમાં અર્પણ ક્યાંથી થઈ શકે ? માટે ભગવાનમાં ચિત્તવૃત્તિની લીનતા એ જ આત્મઅર્પણતા છે, અને એ જ આનંદઘનપદની રેખા એટલે પરમ અવ્યાબાધ સુખમય મોક્ષપદની નિશાની છે. અર્થાત્ જેને એવી દશાની પ્રાપ્તિ થાય તે પરમ આનંદઘન સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત થશે, એવાં લક્ષણ તે લક્ષણ છે. (3) શ્રી અજિત જિનસ્તવન પંથડો નિહાળું રે બીજા જિન તણો રે, અજિત અજિત ગુણધામ; જે તેં જીત્યા રે, તેણે હું જીતિયો રે, પુરુષ કિડ્યું મુજ નામ ? પંથડો૧ ચરમ નયણ કરી મારગ જોવતાં રે, ભૂલ્યો સયલ સંસાર; જેણે નયણે કરી મારગ જોઈયે રે, નયણ તે દિવ્ય વિચાર. પંથડો ૨ પ્રથમ સ્તવનમાં ભગવાનમાં વૃત્તિ લીન થવારૂપ હર્ષ બતાવ્યો, પણ તે વૃત્તિ અખંડ ને પૂર્ણપણે લીન થાય તો જ આનંદઘનપદની પ્રાપ્તિ થાય, જેથી તે વૃત્તિના પૂર્ણપણાની ઇચ્છા કરતા છતાં શ્રી આનંદઘનજી બીજા તીર્થકર શ્રી અજિતનાથની સ્તવના કરે છે. જે પૂર્ણપણાની ઇચ્છા છે, તે પ્રાપ્ત થવામાં જે જે વિદન દીઠાં તે સંક્ષેપે ભગવાનને શ્રી આનંદઘનજી આ બીજા સ્તવનમાં નિવેદન કરે છે; અને પોતાનું પુરુષત્વ મંદ દેખી ખેદખિન્ન થાય છે એમ જણાવી પુરુષત્વ જાગ્રત રહે એવી ભાવના ચિંતવે છે. For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શિક્ષામૃત હે સખી ! બીજા તીર્થકર એવા શ્રી અજિતનાથ ભગવાને પૂર્ણ લીનતાનો માર્ગ દર્શાવ્યો છે તે, અર્થાત્ જે સમ્યક ચરણરૂપ માર્ગ પ્રકાશ્યો છે તે, જોઉં છું, તો અજિત એટલે મારા જેવા નિર્બળ વૃત્તિના મુમુક્ષુથી જીતી ન શકાય એવો છે. ભગવાનનું અજિત એવું નામ છે તે તો સત્ય છે, કેમકે મોટા મોટા પરાક્રમી પુરુષો કહેવાય છે તેનાથી પણ જે ગુણના ધામરૂપ પંથનો જય થયો નથી, તે ભગવાને જય કર્યો હોવાથી ભગવાનનું તો અજિત નામ સાર્થક જ છે, અને અનંત ગુણના ધામરૂપ તે માર્ગને જીતવાથી ભગવાનનું ગુણધામપણું સિદ્ધ છે. હે સખી ! પણ મારું નામ પુરુષ કહેવાય છે, તે સત્ય નથી. ભગવાનનું નામ અજિત છે. જેમ તે ત૫ ગુણને લીધે છે તેમ મારું નામ પુરુષ તદ્રુ૫ ગુણને લીધે નથી. કેમકે પુરુષ તો તેનું નામ કહેવાય કે જે પુરુષાર્થસહિત હોય, સ્વપરાક્રમ સહિત હોય, પણ હું તો તેમ નથી. માટે ભગવાનને કહું છું કે હે ભગવાન! તમારું નામ અજિત તે તો સાચું છે; પણ મારું નામ પુરુષ તે તો ખોટું છે. કેમકે રાગ, દ્વેષ, અજ્ઞાન, ક્રોધ, માન, માયા, લોભ આદિ દોષનો તમે જય કર્યો તેથી તમે અજિત કહેવાવા યોગ્ય છો, પણ તે જ દોષોએ મને જીતી લીધો છે, માટે મારું નામ પુરુષ શેનું કહેવાય? ૧ સખી ! તે માર્ગ પામવાને માટે દિવ્ય નેત્ર જોઈએ. ચર્મ નેત્રે કરીને જોતાં તો સમસ્ત સંસાર ભૂલ્યો છે. તે પરમ તત્ત્વનો વિચાર થવાને માટે જે દિવ્ય નેત્ર જોઈએ તે દિવ્ય નેત્રનો, નિશ્ચય કરીને વર્તમાનકાળમાં વિયોગ થઈ પડ્યો છે. છે સખિ ! તે અજિત ભગવાને અજિત થવાને અર્થે લીધેલો માર્ગ કંઈ આ ચર્મચક્ષુથી દેખાય નહીં. કેમકે તે માર્ગ દિવ્ય છે, અને અંતરાત્મદષ્ટિથી જ અવલોકન કરી શકાય એવો છે. જેમ એક ગામથી બીજે ગામ જવાને પૃથ્વીતળ પર સડક વગેરે માર્ગ હોય છે, તેમ આ માર્ગ કંઈ એક ગામથી બીજે ગામ જવાના માર્ગની પેઠે બાહ્ય માર્ગ નથી, અથવા ચર્મચક્ષુએ જોતાં તે જણાય એવો નથી, ચર્મચક્ષુથી કંઈ તે અતીન્દ્રિય માર્ગ ન દેખાય. ૨ ૭૫૫ तहा रुवाणं समणाणं (ભગવતીસૂત્ર) તે શ્રમણ મહાત્માઓનાં પ્રવૃત્તિ લક્ષણ પરમપુરુષે આ પ્રમાણે કહ્યાં છે. हिंसा रहिए धम्मे ! अट्ठारस दोस विवज्जिए देवे, निग्गंथे पवयणे ! सदहणं होई सम्मत्तं. १ (મોક્ષ પ્રાકૃત શ્રી કુંદકુંદાચાર્ય) For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧૯૫ હિંસા રહિત ધર્મ - અહિંસામય ધર્મ તે સધર્મ. અઢાર દોષ રહિત વીતરાગ દેવ તે સદેવ. પવિત્ર નિગ્રંથ એ સદ્ગુરુ એની સહણા તે સમ્યકત્વ. ૭૫૫ આ જગતને વિશે પ્રાણીમાત્રની વ્યક્તિ અથવા અવ્યક્ત ઇચ્છા પણ એ જ છે કે, કોઈપણ પ્રકારે મને દુઃખ ન હો, અને સર્વથા સુખ હો. પ્રયત્ન પણ એ જ અર્થે છતાં તે દુઃખ શા માટે મટતું નથી ? એવો પ્રશ્ન ઘણા ઘણા વિચારવાનોને પણ ભૂતકાળ ઉત્પન્ન થયો હતો, વર્તમાનકાળે પણ થાય છે, અને ભવિષ્યકાળે પણ થશે. તે અનંત અનંત વિચારવાનોમાંથી અનંત વિચારવાનો તેના યથાર્થ સમાધાનને પામ્યા, અને દુઃખથી મુક્ત થયા. વર્તમાનકાળે પણ જે જે વિચારવાનો યથાર્થ સમાધાન પામે છે, તે પણ તથારૂપ ફળને પામે છે, અને ભવિષ્યકાળે પણ જે જે વિચારવાનો યથાર્થ સમાધાન પામશે, તે તે તથારૂપ ફળને પામશે એમાં સંશય નથી. જે ઉપાયો દર્શાવ્યા તે સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફચારિત્ર અથવા તે ત્રણેનું એક નામ સમ્યક્રમોક્ષ.” યદ્યપિ તેવા મહાત્માપુરુષનો ક્વચિત યોગ બને છે. તો પણ શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુ હોય તો તે અપૂર્વ ગુણને તેવા મુહૂર્ત માત્રના સમાગમમાં પ્રાપ્ત કરી શકે છે. જેવા મહાત્મા પુરુષના વચનપ્રતાપથી મુહૂર્તમાત્રમાં ચક્રવર્તીઓ પોતાનું રાજપાટ છોડી ભયંકર વનમાં તપશ્ચર્યા કરવાને ચાલી નીકળતા હતા, તેવા મહાત્માપુરુષના યોગથી અપૂર્વ ગુણ કેમ પ્રાપ્ત ન થાય ? ૭૫૭ શ્રીમાન વર્ધમાનજિન વર્તમાન કાળના ચરમ તીર્થંકરદેવની શિક્ષાથી હાલ મોક્ષમાર્ગનું અસ્તિત્વ વર્તે છે એ તેમના ઉપકારને સુવિહિત પુરુષો વારંવાર આશ્ચર્યમય દેખે છે. એક તૂમડા જેવી, દોરા જેવી અલ્પમાં અલ્પ વસ્તુના ગ્રહણ ત્યાગના આગ્રહથી જુદો માર્ગ ઉપજાવી કાઢી વર્તે છે, અને તીર્થનો ભેદ કરે છે, એવા મહામોહમૂઢ જીવ લિંગાભાસપણે પણ આજે વીતરાગના દર્શનને ઘેરી બેઠા છે, એ જ અસંયતિ પૂજા નામનું આશ્ચર્ય લાગે છે. મહાત્મા પુરુષોની અલ્પ પણ પ્રવૃત્તિ સ્વપરને મોક્ષમાર્ગ સન્મુખ કરવાની છે. લીંગાભાસી જીવો મોક્ષમાર્ગથી પરાક્ષુખ કરવામાં પોતાનું બળ પ્રવર્તતું જાણી હર્ષાયમાન થાય છે, અને તે સર્વ કર્મપ્રકૃતિમાં વધતા અનુભાગ અને સ્થિતિબંધનું સ્થાનક છે એમ હું જાણું છું. For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શિક્ષામૃત અત્યારે ભગવાન મહાવીરસ્વામીનું શાસન વર્તે છે. એ શાસનમાં કેટલાક માણસો મુહપત્તિ, દોરો કે એવી નજીવી વસ્તુને વધુ પડતું મહત્ત્વ આપી જુદો માર્ગ પ્રવર્તાવે છે. અત્યારે શ્વેતામ્બર, દિગમ્બર, મૂર્તિપૂજક, સ્થાનકવાસી, તેરાપંથી, છ કોટિ, આઠ કોટિ વગેરે જે ફિરકા ભેદ છે તે ભગવાન મહાવીરના વખતમાં નહોતા. જ્યાં વાડા છે ત્યાં શુદ્ધ ધર્મ કેટલો હોઈ શકે ? આ પંચમકાળમાં અસંયતિની પણ પૂજા થવા લાગી છે. એ મોટું આશ્ચર્ય છે. સાચા મહાત્માઓ તો જીવને મોક્ષમાર્ગ તરફ દોરી જાય. ૭૬૦ આત્માને ગોતવો હોય, જીવને જાણવો હોય તો એના ગુણ, લક્ષણ શું છે એ જાણવાં જોઈએ એ લક્ષણોનું આમાં વર્ણન કર્યું છે. ચૈિતન્ય જેનું મુખ્ય લક્ષણ છે, ચૈતન્ય શું કહેવાય ? તે ચૈતન્ય અસંખ્યાત પ્રદેશાત્મક છે, સ્વયં જ્યોતિસ્વરૂપ છે, અવ્યાબાધ સુખસ્વરૂપ છે, સ્વપર પ્રકાશક છે, અરૂપી, આદિ ગુણોવાળો છે. તેમજ જેને ભય લાગે અને ભાગવા માંડે તે ગુણને ચૈતન્ય કહેવામાં આવે છે. માંકડને આંખો નથી પણ એના નાકની ઇન્દ્રિય એટલી બધી તીવ્ર છે કે એને ગંધ આવે કે મને કોઈ પકડવા આવે છે, માટે ભાગો. પણ અંદર ચૈતન્ય હોય તો ભાગી શકે. ચૈતન્ય નીકળી ગયું હોય તો ભાગી શકે નહીં. દેહ પ્રમાણ છે, અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. તે અસંખ્યાત પ્રદેશતા લોકપરિમિત છે, ક્યાં સુધી ? અહીંથી તે લોકાન્ત સુધી એના પ્રદેશો ફેલાઈ શકે છે. પરિણામી છે એટલે એની પરિણતિ છે. અમૂર્ત છે; એટલે એને રૂપ નથી. આકાર નથી. અનંત અગુરુલઘુ પરિણત દ્રવ્ય છે, અર્થાત્ એનામાં અગુરુલઘુ ગુણ હોય છે. સ્વાભાવિક દ્રવ્ય છે એટલે કોઈ બે દ્રવ્યો ભેગાં થઈને આત્મા ઉત્પન્ન થયો નથી. કુદરતી રીતે મૂળ દ્રવ્ય છે. કર્તા છે, ભોક્તા છે, આત્મા કર્મનો કર્તા છે, કાંઈને કાંઈ કરે છે. એ કર્મનું ફળ ભોગવે છે એટલે ભોક્તા છે. અનાદિ સંસારી છે, એટલે આપણે બધા સંસારમાં રખડીએ છીએ, તો તે ક્યારથી ? અનાદિથી. એની આદિ નથી. ભવ્યત્વ લબ્ધિ પરિપાકાદિથી મોક્ષસાધનમાં પ્રવર્તે છે, એટલે એનામાં ભવ્યત્વ લબ્ધિ હોય તો મોક્ષ સાધનમાં પ્રવર્તે છે. મોક્ષ થાય છે, અર્થાત્ એનો મોક્ષ થાય છે, એની પાસે જન્મ મરણ અટકાવવાનો માર્ગ છે. મોક્ષમાં સ્વપરિણામી છે, એટલે આત્મા મોક્ષમાં શું કરતો હશે ? એ સ્વભાવ પરિણામી હોય છે. For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ શ્રી વચનામૃતજી સંસારી જીવ :- સંસાર અવસ્થામાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ ઉત્તરોત્તર બંધના સ્થાનક છે. સિદ્ધાત્મા :- સિદ્ધાવસ્થામાં યોગનો પણ અભાવ છે. માત્ર ચેતન્ય સ્વરૂપ આત્મદ્રવ્ય સિદ્ધપદ છે. સિદ્ધ અવસ્થામાં મન, વચન, કાયાના યોગ હોતા નથી. કારણ શરીર જ નથી હોતું. વિભાવ પરિણામ ‘ભાવકર્મ' છે. પુલ સંબંધ દ્રવ્યકર્મ' છે. વિભાવ પરિણામ એટલે વિભાવ પરિણતિ. જ્યાં ત્યાં આપણો આત્મા લાગેલો છે. ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના વિષયો, મોહ, માયા, ક્રોધ, માન, જુગુપ્સા, રતિ, અરતિ બધામાં જીવ ભળી જાય છે એનું નામ ‘ભાવકર્મ છે, તે જ વિભાવપરિણતિ છે. વિભાવ પરિણતિ થતાં જ નવું કર્મ અવશ્ય બંધાય, ભાવ થતાં કર્મ પુદ્ગલનો સંબંધ આત્માના પ્રદેશો સાથે થાય છે તે દ્રવ્ય કર્મ છે. ૭૬૭ જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક ચાલવું પડે તો ચાલવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક બોલવું પડે તો બોલવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક આહારાદિ ગ્રહણ કરવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક વસ્ત્રાદિનું લેવું મૂકવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક દીર્ઘશંકાદિ શરીરમળનો ત્યાગ કરવા યોગ્ય ત્યાગ કરવો. એ પ્રકારે પ્રવૃત્તિરૂપ પાંચ સમિતિ કહી છે. જે તે સમયમાં પ્રવર્તવાના બીજા પ્રકારો ઉપદેશ્યા છે, તે તે સર્વ આ પાંચ સમિતિમાં સમાય છે; અર્થાત્ જે કંઈ નિગ્રંથને પ્રવૃત્તિ કરવાની આજ્ઞા આપી છે, તે પ્રવૃત્તિમાંથી જે પ્રવૃત્તિ ત્યાગ કરવી અશક્ય છે, તેની જ આજ્ઞા આપી છે; અને તે એવા પ્રકારમાં આપી છે કે મુખ્ય હેતુ જે અંતર્મુખ ઉપયોગ તેને જેમ અસ્મલિતતા રહે તેમ આપી છે. તે જ પ્રમાણે વર્તવામાં આવે તો ઉપયોગ સતત જાગ્રત રહ્યા કરે, અને જે તે સમયે જીવની જેટલી જેટલી જ્ઞાનશક્તિ તથા વીર્યશક્તિ છે તે તે અપ્રમત્ત રહ્યા કરે. આ શરીર છે ત્યાં સુધી જો આપણે જયણાપૂર્વક જીવવું હોય તો પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ બરાબર પાળવી જોઈએ. અપ્રમત્તભાવે પાલન કરવાથી નવાં કર્મ ન બંધાય. ૭૭૦ જ્ઞાન જીવનું રૂપ છે માટે તે અરૂપી છે, ને જ્ઞાન વિપરીત પણે જાણવાનું કાર્ય કરે છે, ત્યાં સુધી તેને અજ્ઞાન કહેવું એવી નિગ્રંથ પરિભાષા કરી છે, પણ એ સ્થળે જ્ઞાનનું બીજું નામ જ અજ્ઞાન છે એમ જાણવું. For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શિક્ષામૃત જ્ઞાન અરૂપી છે. કારણ કે એ આત્માનું સ્વરૂપ છે. જ્ઞાન વિપરીતપણે જાણવાનું કાર્ય કરે છે એટલે ઊંધું સમજે છે. આ શરીર એટલે હું એમ જ તે માને છે. સવારે ઊઠીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી આ શરીર એટલે હું એમ જ માનીએ છીએ અને હું કોણ છું એની કાંઈ ખબર નથી હોતી. અજ્ઞાન જડ નથી. અજ્ઞાન એટલે અસમ્યકજ્ઞાન અને જ્ઞાન એટલે સમ્યકજ્ઞાન. અસમ્યકજ્ઞાન એટલે ઊંધુ જ્ઞાન એટલે દિશાભ્રમ. પૂર્વ દિશાતરફ ચાલીએ તો અમુક ગામ આવે એને બદલે પશ્ચિમ દિશામાં ચાલવા માંડે તો ગામ આવે ? ન આવે. એવો જ ભ્રમ જીવને થાય છે કે આ શરીર એટલે હું, એ અજ્ઞાન છે. શરીર એ હું નથી, તો હું કોણ છું ? એ શોધી કાઢવું જોઈએ. આ શરીર જન્મે છે અને મરણ પામે છે. આપણા હાથે કેટલાયને વળોટાવ્યા છે. એમ આપણે પણ જવાનું છે. કોઈને કાયમ રહેવાનું નથી. ક્યારે જવાનું છે એ ખબર નથી. પણ મનુષ્યભવ મળ્યો છે. એમાં જો પોતાને ઓળખવાનું કામ, હું કોણ છું ? એ ગોતવાનું કામ નહીં કરી લઈએ તો પછી થઈ રહ્યું. આપણો મનુષ્યભવ નકામો ગયો સમજવો. જ્ઞાનનું બીજું નામ અજ્ઞાન હોય તો જેમ જ્ઞાનથી મોક્ષ થાય એમ કહ્યું છે, તેમ અજ્ઞાનથી પણ મોક્ષ થવો જોઈએ; તેમજ મુક્ત જીવમાં પણ જ્ઞાન કહ્યું છે; તેમ અજ્ઞાન પણ કહેવું જોઈએ, એમ આશંકા કરી છે, તેનું આ પ્રમાણે સમાધાન છે - આંટી પડવાથી ગૂંચાયેલું સૂત્ર અને આંટી નીકળી જવાથી વગર ગૂંચાયેલું સૂત્ર એ બન્ને સૂત્ર જ છે; છતાં આંટીની અપેક્ષાથી ગૂંચાયેલું સૂત્ર અને વગર ગૂંચાયેલું સૂત્ર એમ કહેવાય છે, તેમ મિથ્યાત્વજ્ઞાન' તે “અજ્ઞાન અને સમ્યજ્ઞાન તે “જ્ઞાન” એમ પરિભાષા કરી છે, પણ મિથ્યાત્વજ્ઞાન તે જડ અને સમ્યગ્રજ્ઞાન તે ચેતન એમ નથી. જેમ આંટીવાળું સૂત્ર અને આંટી વગરનું સૂત્ર બન્ને સૂત્ર જ છે, તેમ મિથ્યાત્વજ્ઞાનથી સંસાર પરિભ્રમણ થાય અને સમ્યજ્ઞાનથી મોક્ષ થાય. જેમ અત્રેથી પૂર્વ દિશા તરફ દશ ગાઉ ઉપર એક ગામ છે, ત્યાં જવાને અર્થે નીકળેલો માણસ દિશાભ્રમથી પૂર્વને બદલે પશ્ચિમ તરફ ચાલ્યો જાય, તો તે પૂર્વ દિશાવાળું ગામ પ્રાપ્ત ન થાય, પણ તેથી તેણે ચાલવા રૂ૫ ક્રિયા કરી નથી એમ કહી ન શકાય; તેમ જ દેહ અને આત્મા જુદા છતાં દેહ અને આત્મા એક જાણ્યા છે તે જીવ દેહબુદ્ધિએ કરી સંસાર પરિભ્રમણ કરે છે, પણ તેથી તેણે જાણવારૂપ કાર્ય કર્યું નથી એમ કહી ન શકાય. પૂર્વથી પશ્ચિમમાં ચાલ્યો છે, એ પૂર્વને પશ્ચિમ માનવા રૂપ જે ભ્રમ છે, તેમ દેહ અને આત્મા જુદા છતાં બેયને એક માનવારૂપ ભ્રમ છે; પણ પશ્ચિમમાં જતાં, ચાલતાં જેમ ચાલવારૂપ સ્વભાવ છે, તેમ દેહ અને આત્માને એક માનવામાં પણ જાણવારૂપ સ્વભાવ છે. જેમ પૂર્વને બદલે પશ્ચિમને પૂર્વ માનેલ છે, તે ભ્રમ તથારૂપ હેતુ સામગ્રી મળે સમજાવાથી પૂર્વ પૂર્વ જ સમજાય છે અને પશ્ચિમ પશ્ચિમ જ સમજાય છે, ત્યારે તે ભ્રમ ટળી જાય છે, અને પૂર્વ તરફ ચાલવા લાગે છે, તેમ દેહ અને આત્મા એક માનેલ છે, તે સદ્ગુરુ For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૧૯૯ ઉપદેશાદિ સામગ્રી મળે બન્ને જુદા છે, એમ યથાર્થ સમજાય છે, ત્યારે ભ્રમ ટળી જઈ આત્મા પ્રત્યે જ્ઞાનોપયોગ પરિણમે છે. ભ્રમમાં પૂર્વને પશ્ચિમ અને પશ્ચિમને પૂર્વ માન્યાં છતાં પૂર્વ તે પૂર્વ અને પશ્ચિમ તે પશ્ચિમ દિશા જ હતી, માત્ર ભ્રમથી વિપરીત ભાસતું હતું, તેમ અજ્ઞાનમાં પણ દેહ તે દેહ અને આત્મા તે આત્મા જ છતાં તેમ ભાસતા નથી એ વિપરીત ભાસવું છે. તે યથાર્થ સમજાયે, ભ્રમ નિવૃત્તિ થવાથી દેહ દેહ જ ભાસે છે અને આત્મા આત્મા જ ભાસે છે; અને જાણવારૂપ સ્વભાવ વિપરીતપણાને ભજતો હતો તે સમપણાને ભજે છે. દિશાભ્રમ વસ્તુતાએ કાંઈ નથી અને ચાલવા રૂ૫ ક્રિયાથી ઇચ્છિત ગામ પ્રાપ્ત થતું નથી. તેમ મિથ્યાત્વ પણ વસ્તુતાએ કંઈ નથી, અને તે સાથે જાણવારૂપ સ્વભાવ પણ છે, પણ સાથે મિથ્યાત્વ રૂ૫ ભ્રમ હોવાથી સ્વસ્વરૂપતામાં પરમસ્થિતિ થતી નથી. દિશાભ્રમ ટળેથી ઇચ્છિત ગામ તરફ વળતાં પછી મિથ્યાત્વ પણ નાશ પામે છે, અને સ્વસ્વરૂપ શુદ્ધ જ્ઞાનાત્મપદમાં સ્થિતિ થઈ શકે એમાં કંઈ સંદેહનું ઠેકાણું નથી. ૭૭૭ તથારૂપ (યથાર્થ) આપ્ત (મોક્ષમાર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા) પુરુષનો જીવને સમાગમ થવામાં કોઈ એક પુણ્ય હેતુ જોઈએ છે, તેનું ઓળખાણ થવામાં મહત્ પુણ્ય જોઈએ છે, અને તેની આજ્ઞાભક્તિએ પ્રવર્તવામાં મહત્ મહતું પુણ્ય જોઈએ છે; એવાં જ્ઞાનીનાં વચન છે, તે સાચાં છે, એમ પ્રત્યક્ષ અનુભવાય એવું છે. જેણે મોક્ષમાર્ગ જોયો છે, જેને ભગવાન આત્મા મળ્યો છે, જેને આત્માનો સાક્ષાત્કાર થયો છે તે આપ્ત પુરુષ કહેવાય. તથારૂપ આપ્તપુરુષના અભાવ જેવો આ કાળ વર્તે છે. તો પણ આત્માર્થી જીવે તેવો સમાગમ ઇચ્છતાં તેના અભાવે પણ વિશુદ્ધિસ્થાનકના અભ્યાસનો લક્ષ અવશ્ય કરીને કર્તવ્ય છે. જીવનને પવિત્ર બનાવવાનું છે. ૭૭૯ છે સર્વજ્ઞ સ્વભાવજાગૃતદશા ચિત્રસારી ન્યારી, પરજંક ન્યારો, સેજ ન્યારી, ચાદરિ ભી ન્યારી, ઇહાં ઝૂઠી મેરી થપના; અતીત અવસ્થા સેન, નિદ્રાવાહિ કોક પે ન, વિદ્યમાન પલક ન, યામેં અબ છપના; For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત સ્વાસ ઓ સુપન દોઉ, નિદ્રાકી અલંગ બૂઝે, સૂઝે સબ અંગ લખિ, આતમ દરપના; ત્યાગી ભય ચેતન અચેતનતા ભાવ ત્યાગ, ભાલે દૃષ્ટિ ખોલિકે, સંભાલે રૂપ અપના. (નિર્જરા દ્વાર) અનુભવઉત્સાહદશા જેસો નિરભેદરૂપ, નિચે અતીત હતો, તેસો નિરભેદ અબ, ભેદકો ન ગગો ! દીસે કર્મરહિત સહિત સુખ સમાધાન, પાયો નિજસ્થાન ફિર બાહરિ ન બગો; કબહું કદાપિ અપનો સુભાવ ત્યાગ કરિ, રાગ રસ રાચિકે ન પરવસ્તુ ગહેગ; અમલાન જ્ઞાન વિદ્યમાન પરગટ ભયો, પાહિ ભાંતિ આગમ અનંતકાલ રહેગી. (સર્વ વિશુદ્ધિ દ્વાર) સ્થિતિદશા એક પરિનામકે ન કરતા દરવ દોઈ, દોઈ પરિનામ એક દર્વ ન ધરતુ હૈ, એક કરતૂતિ દોઈ દર્વ કબહું ન કરે, દોઈ કરતૂતિ એક દર્વ ન કરતુ હે; જીવ પુલ એક ખેત અવગાહી દોઉ, અપનેં અપને રૂ૫ કોઉ ન કરતુ હૈ; જડ પરિનામનિકો કરતા હૈ પુદ્ગલ, ચિદાનન્દ ચેતન સુભાવ આચરતુ છે. | (કર્તા-કર્મ અધિકાર – સમયસાર) ૐ સર્વજ્ઞઃ ૐ માં પણ સર્વજ્ઞ આવી જાય છે. આપણા વર્ણાક્ષરો સ્વર અને વ્યંજન માંથી ઉત્પન્ન થયા છે. ૐ આ બધા અક્ષરોનું મૂળ છે. વળી તે જગત અને બ્રહ્મનું પણ મૂળ છે. એટલે ૐ મંત્ર બહુ સમર્થ ગણાય છે. સર્વજ્ઞ એટલે કેવળજ્ઞાની. પંડિત બનારસીદાસનાં “સમયસાર” નાટકનો આ નીચેનો સવૈયો છે. સ્વભાવ જાગૃત દશા ચિત્રસારી ન્યારી, પરજંક ન્યારો, સેજ ન્યારી, ચાદરિ ભી ન્યારી, ઈહાં ઝૂઠી મેરી થપના. અતીત અવસ્થા સેન, નિદ્રાવાહિ કોઉ પે ન, વિદ્યમાન પલક ન, યામેં અબ છપના; સ્વભાવ એટલે આત્મા અને આ છે આત્માની જાગૃત દશા. જીવ પોતે પોતાના ડ્રોઇંગરૂમમાં પલંગ નાખીને સૂતો હોય. એ આત્મા વિચાર કરે છે કે “ચિત્રસારી ન્યારી’ એટલે આ બધું ચિત્રામણ કર્યું છે એ ન્યારું છે. હું સૂતો છું એ પલંગ પણ મારાથી ન્યારો છે. પલંગ ઉપર જે ગાદલા પાથર્યા છે, સેજ, પથારી બિછાવી છે એ પણ જારી છે. ઉપર ચાદર પાથરી છે એ પણ For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૨૦૧ ન્યારી છે “ઝૂઠી મેરી થપના” એટલે હું માનું છું કે આ મારું છે એ જૂઠી માન્યતા છે. એ બધું મારાથી ન્યારું છે. આ તો બાહ્યની વાત કરી, પણ હળવે હળવે એ અંતરની અંદરની વાત કરશે. ભૂતકાળ ચાલ્યો ગયો, એ કાંઈ આપણા હાથમાં નથી. નિદ્રા એટલે જ્યાં સુધી ઊંઘીએ છીએ ત્યાં સુધી નિદ્રામાં કાંઈ આપણે વખતનો ખરો ઉપયોગ કરતા નથી. વિદ્યમાન કાળ-જે ચાલ્યો જાય છે એ કે આ બધું બહારનું એ બધું ચાલ્યું જાય છે. એટલે આ પલંગ અને ચિત્રસારી કહી છે એ આપણા શરીર ઉપર પણ ઘટાવી શકાય છે. સ્થૂળ શરીર, અંદર તેજસ્ શરીર, કાર્પણ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ એ કાંઈ આપણું નથી. એમાં ‘ઝૂઠી મેરી થપના છે. એમાં હું હવે રાચીશ નહિ. સ્વાસ ઓ સુપન દોઉ, નિદ્રાકી અલંગ બૂઝ, સૂઝે સબ અંગ લખિ, આતમ દરપના; ત્યાગી ભય ચેતન, અચેતનતા ભાવ ત્યાગ, ભાલે દૃષ્ટિ ખોલિકે, સંભાલે રૂપ અપના. શ્વાસોચ્છવાસ એ પણ હું નથી; કાંઈ મારું નથી, આ બધું સ્વપ્ન સમાન છે. કૃપાળુદેવે “મોક્ષમાળા”માં લખ્યું છે કે એક ભિખારી સપનામાં રાજા થઈ ગયો. એ પલંગમાં સૂતો છે. દાસીઓ ચામર ઢોળે છે. રાણીઓ પગચંપી કરે છે. એ ખુશ ખુશ છે, એમાં વાદળાં ઘેરાય છે, વરસાદ ગાજવા માંડ્યો, અને કડાકો થયો. ગર્જનાનો કડાકો થયો તેથી ભિખારી જાગી ગયો તો ભાઈને પથ્થરનું ઓશીકું છે. નીચે જમીન ઉપર વગડામાં સૂતો છે. બાજુમાં ખાવા માટે વાપરી છે તે ઠીબડી પડી છે. ફાટેલી તૂટેલી ગોદડી છે. એ ભિખારીને પસ્તાવો થયો કે અરેરે ! આ બધું સ્વપ્ન હતું, સાચું નહીં. ત્યારે આપણે જે બધું આપણું માનીએ એ બધું આ ભિખારીના સપના જેવું છે. એટલા માટે આપણા આગમોમાં એને સુખાભાસ કહ્યું છે; કારણ કે એ સાચું સુખ નથી પણ સુખનો આભાસ છે. બહારથી સુખ દેખાય છે પણ એની પાછળ કેટલું દુઃખ રહેલું છે એ તરફ આપણી દષ્ટિ જતી નથી. આપણી દૃષ્ટિ તો ભોગ અને સંસાર તરફ જ છે. જ્યારે અજ્ઞાનરૂપી નિદ્રા જાય ત્યારે આપણે બધાયથી જુદાં છીએ એમ સમજણ આવે અને આત્મા દર્શાય- આત્માનાં દર્શન થાય. આત્મદર્શન થવાથી આ ચેતન આત્મા બહારની બધી વસ્તુઓનો ત્યાગી થઈ જાય છે. જડ ભાવ કેટલો હતો ? આ શરીર, એના સુખનાં સાધનો, એના રહેવાના બંગલાઓ એને ફરવા માટેની મોટરો, આ બધો અચેતનાનો, જડમાં મારાપણાનો ભાવ ત્યાગી દે છે. “ભાલે દૃષ્ટિ ખોલિકે” એટલે કપાળના મધ્યભાગમાં એની દૃષ્ટિ ખૂલી ગઈ અને એને આત્મા પ્રગટ થઈ ગયો. પોતાના સ્વભાવમાં, એના સુખમાં એ લીન થઈ જાય, પછી કાંઈ પણ એને અસર કરે નહીં. આ સવૈયો શ્રી સોભાગ્યભાઈ માંદા હતા ત્યારે કૃપાળુદેવે કાગળમાં લખ્યો. એમને ખબર છે For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત ૨૦૨ કે શ્રી સૌભાગ્યભાઈનો દેહ પડી જવાનો છે. શ્રી સૌભાગ્યભાઈને પણ ખબર છે. એમને લખી નાખ્યું છે કે આ વદ નોમે મારું મૃત્યુ છે. બન્નેને ખબર છે. ત્યાર પછી એમનો દેહ છૂટી ગયો ત્યાં સુધી જેટલા કાગળ કૃપાળુદેવે લખ્યા છે એ યથાર્થ સમજાય તો આત્માનું સમાધિ મરણ થાય જ . અનુભવ ઉત્સાહ દશા જ્યારે આત્માનો અનુભવ થાય ત્યારે એને ઉત્સાહ એવો હોય કે જો એકલો હોય તો એને નાચવાનું મન થાય. ન જેસો નિરભેદરૂપ, નિહચે અતીત હતો, તેસૌ નિરભેદ અબ, ભેદકો ન ગહેગો ! દીસે કર્મરહિત સહિત સુખ સમાધાન, પાયો નિજથાન ફિર બાહરિ ન બહૈગો; ભેદજ્ઞાનથી આત્મા એટલે જ્ઞાનધારા અને શરીર એટલે કર્મધારા એ જુદાં કર્યાં છે. એક વખતે જે એકમેક હતો, એ હવે એમાંથી જુદો થયો એટલે એ ભેદનું ગ્રહણ કરશે નહીં. ભેદ પડ્યો છે તે ભેદ જ રહેશે. કર્મરહિત હળવો ફૂલ જેવો થઈ ગયો છે. એને આત્માના સ્વભાવનું સુખ છે. પોતાનું સ્થાન અંદર પ્રાપ્ત કરી લીધું, આત્મા પ્રતીત કરી લીધો પછી એ મૂરખ હોય તો બહાર નીકળે ને ! કબહૂં કદાપિ અપનો સુભાવ ત્યાગિ કરિ, રાગ રસ રાચિકેં ન પરવસ્તુ ગહેગો; અમલાન જ્ઞાન વિદ્યમાન પરગટ ભયો, યાહિ ભાંતિ આગમ અનંતકાલ રહેગૌ. હવે કદાપિ પોતાનો સ્વભાવ છોડીને રાગમાં રાચવાનું, રસમાં રાચવાનું નહીં કરે. હવે સ્વભાવ પ્રાપ્ત થયો તેથી પરવસ્તુને ગ્રહણ કરશે નહીં. એને ક૨વાની ઇચ્છા જ ન થાય. અમલાન એટલે પવિત્ર, વિદ્યમાન અત્યારે પ્રગટ થયો, જ્ઞાન પ્રગટ્યું એટલે આત્માનો સાક્ષાત્કાર થયો. એ ક્યાં સુધી આવી રીતે રહેશે ? પોતાના ભગવાન આત્માના સ્વરૂપમાં ક્યાં સુધી રહેશે ? અનંતકાળ સુધી રહેશે હવે એ પોતાના સ્વભાવને છોડે નહીં. એમાં જ રહેવાનું છે. સ્થિતિ દશા એક પરિનામકે ન કરતા દરવ દોઈ, દોઈ પરિનામ એક દર્વ ન ધરતું હૈ; એક કરતૂતિ દોઈ દર્વ કબહૂ ન કરે, દોઈ કરતુતિ એક દર્વ ન કરતું હૈ; બે દ્રવ્યોને એક પરિણતિ નથી. બે દ્રવ્યો એટલે આત્મા અને આ શરીર. આત્મા એટલે ચેતન અને શરીર એટલે જડ એ બેની એક પરિણતિ ન થાય એ દ્રવ્ય બે પરિણામ ન કરે. ચેતન પરિણામ અને જડ પરિણામ એ બે પરિણામ એક દ્રવ્ય કરે નહીં. એક કાર્ય બન્ને જડ અને ચેતન ન કરે. એક દ્રવ્ય એટલે એકલું ચેતન એ જડનું અને ચેતનનું એમ બે કાર્ય ન કરે. એમ એકલું જડ એ ચેતન અને જડ એમ બે નું કાર્ય ન કરે. For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ શ્રી વચનામૃતજી જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દોઉ, અપનેં અપનેં રૂપ દોઉ કોઉ ન કરતુ હે; જડ પરિનામનિકો કરતા હૈ પુદ્ગલ, ચિદાનંદ ચેતન સુભાવ આચરતુ હૈ. આ જીવ અને પુદ્ગલ એટલે આ શરીર, એ બન્ને આ અંગૂઠાથી માથા સુધી આ એક ક્ષેત્રમાં રહ્યાં છે, ભેગાં છે. એમાં ચેતન એ પોતાના સ્વભાવમાં રહે છે અને જડ એ પોતાના સ્વભાવમાં રહે છે. એનો જે સ્વભાવ છે, એનું જે રૂપ છે પોતાનું, એ કોઈ મૂકી દેતું નથી; છોડતું નથી. જડ પરિણતિનો કર્તા આ પુદ્ગલ છે. સ્પર્શ, રસ, વર્ણ, શબ્દ અને ગંધ વિગેરે એના ગુણ લક્ષણ છે. ત્યારે ચેતન શું કરે છે ? એ તો ચિદાનંદ, ચિ એટલે જ્ઞાન. એ જ્ઞાનમાં સંપૂર્ણ ચેતન પોતાનો સ્વભાવ જ કરે છે. “આચરતું હૈ” એને બીજું કાંઈ કરવાનું રહેતું નથી. તો એનો સ્વભાવ શું છે ? તો કહે ચેતનતા, જ્ઞાતા-જાણપણું, દ્રષ્ટા-દેખવાપણું જોવું અને જાણવું એ એનું કામ. એ સિવાય એ બીજું કાંઈ કરતો નથી, અને આપણે માનીએ છીએ કે હું કરું છું, તો એ અજ્ઞાન છે. એ અજ્ઞાન જ્યાં સુધી છે ત્યાં સુધી નવાં કર્મ બંધાય, બંધાય ને બંધાય. સાચી સમજણ ન આવે ત્યાં સુધી નવાં કર્મ બંધાય અને રસપૂર્વક કરીએ એટલે નવાં ભારે કર્મ બંધાય. પણ સાચી સમજણ આવ્યા પછી ઉદય ભોગવતાં કર્મ કદાચ બંધાય તો પણ એનો રસ અને સ્થિતિ વધારે ન હોય એટલે એને દઢ બંધન ન થાય. શ્રી સોભાગને વિચારને અર્થે આ કાગળ લખ્યો છે, તે હાલ શ્રી અંબાલાલે અથવા બીજા એક યોગ્ય મુમુક્ષુએ તેમને જ સંભળાવવો યોગ્ય છે. પરમ કૃપાળુદેવે અંબાલાલભાઈને એક અઠવાડિયા પહેલાં સાયલા પહોંચવા કહ્યું હતું. પણ અંબાલાલભાઈ એક અઠવાડિયા પહેલાં ન પહોંચી શક્યા. ગમે તે કામ આવી પડ્યું હશે ! નહીં તો એ આજ્ઞાનું ઉલ્લંઘન કરે જ નહીં. પત્ર તેમને જ સોભાગભાઈને જ આપવા કહેલું. બીજા કોઈને નહીં. બીજા હોય તો એને બહાર જવા કહેવું જોઈએ. મને અહીં જવલબેન સાથેનો મારો આવો એક પ્રસંગ યાદ આવે છે. જવલબેન માંદાં હતાં. એ વખતે એમના નાના દીકરાને ત્યાં હતાં મને યાદ કર્યો હશે? હું ગયો ત્યારે પહેલાં બધાને બહાર જવા કહ્યું. પછી મેં બધી વાત રૂબરૂમાં કરી ત્યારે કહ્યું કે ભાઈ આ જવલને બીજું કંઈ હોય નહિ. જ્યારે દેહ મૂક્યો ત્યારે એ શ્રી મનુભાઈને ત્યાં હતાં, બધાં ધૂન લગાડતા હતાં. બધાને બહાર જવા કહ્યું. એ કહે બોલવાની વાચા નથી, પણ કાને સંભળાય છે. એટલે પછી મેં બધું કહ્યું અને પછી પૂછ્યું કે “તમે મેં કહ્યું એ સમજ્યાં હો તો તમારી કાંઈક નિશાની બતાવો.” એટલે આમ હાથ ઊંચો કર્યો. તે જ દિવસે, ત્યાર પછી બે-ચાર કલાકે એમણે દેહ મૂકી દીધો. એટલે અહીં કૃપાળુદેવ એમ લખે છે કે શ્રી સોભાગભાઈને એકલાને જ આ કહેજો, સર્વ અન્યભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે “મુક્ત” છે. For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શિક્ષામૃત એક સ્વભાવ સિવાય બધા ભાવથી આત્મા રહિત છે. સોભાગભાઈને બે ફાટ તો થઈ ગઈ હતી. આત્માનો સાક્ષાત્કાર થઈ ગયો હતો. અંબાલાલભાઈ આવ્યા તો કહે કે : અંબાલાલભાઈ તમે મોડા પડ્યા.” સોભાગભાઈને કૃપાળુદેવે આજ્ઞા લખી હતી કે તમે અંબાલાલભાઈને જ્ઞાન આપજો. એટલે એમ કહ્યું કે તમે મોડા પડ્યા અને છેલ્લી અવસ્થામાં અંબાલાલભાઈ કાંઈ ધૂન કરવામાં અથવા કાંઈ સમજવાનું કહે તો તેમને કહે કે એ બધું મૂકી દો. હું મારા સ્વરૂપમાં જ છું. મને એથી ખલેલ થાય છે. બીજા સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે “મુક્ત” છે. પાંચે દ્રવ્યથી અસંગપણું, શરીરી ભાવ નહીં, પુદ્ગલ ભાવ નહીં, મોહવાળો ભાવ નહીં પણ આત્મભાવમાં જ રહેવું. આમ જેને વર્તે છે તે મુક્ત છે. અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસવો ત્યાંથી મુક્તદશા વર્તે છે. તે પુરુષ મન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે. જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સપુરુષોને નમસ્કાર છે. તિથિ આદિનો વિકલ્પ છોડી નિજ વિચારમાં વર્તવું એ જ કર્તવ્ય છે. .. - શુદ્ધ સહજ આત્મસ્વરૂપ એમણે એમ લખ્યું કે “જેઠ વદ નોમને દિવસે મારું મૃત્યુ થશે એટલે કૃપાળુદેવ લખે છે કે તિથિ આદિનો વિકલ્પ છોડી દો. કઈ તિથિએ મરણ થશે એ વિકલ્પ છોડી દો. માત્ર પોતાના સ્વભાવમાં જ વર્તવું. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ પૂ. શ્રી સૌભાગ્યભાઈને સમાધિ મરણમાં દઢતા રહે, તેમાં કોઈ કચાશ ન રહી જાય તે અર્થે પત્રાંક ૭૭૯, ૭૮૦, ૭૮૧ તેઓશ્રીના ઉપર છેલ્લી અવસ્થામાં લખી મોકલ્યા છે. જે પત્રોથી આપણું સમાધિમરણ થાય તેવી વાતો તેમાં છે. તો સાધકોએ અચૂક આ પત્રોનું મનન, ચિંતન, નિદિધ્યાસન વારંવાર કરવું જોઈએ. જેથી આત્મા અને દેહ સ્પષ્ટપણે જુદા પાડીને અનંતવારના અસમાધિમરણને ટાળી સમાધિ મરણ પ્રાપ્ત થઈ શકે. For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૨૦૫ ૭૮૦ આપણને દરેક મુમુક્ષુને ખબર પડે કે સમાધિ મરણ કેમ થાય. પોતાના સગા પાસે ઊભા હોય તો પણ ખબર પડે કે કાનમાં શું રેડવું. એવા આ પત્રો છે. દસમના દિવસે સોભાગભાઈએ દેહ મૂક્યો અને આઠમના દિવસે આ પત્ર લખ્યો છે. મુંબઈથી લખ્યો છે. જેને કોઈ પણ પ્રત્યે રાગ, દ્વેષ રહ્યા નથી, તે મહાત્માને વારંવાર નમસ્કાર. પરમ ઉપકારી, આત્માર્થી, સરલતાદિ ગુણસંપન્ન શ્રી સોભાગ. કૃપાળુદેવ કેવા શબ્દો લખે છે તે જુઓ સોભાગભાઈને તેઓ પરમ ઉપકારી કહે છે, સરળતાદિ ગુણો એમનામાં હતાં. ભાઈ નંબકનો લખેલો કાગળ એક આજે મળ્યો છે. આત્મસિદ્ધિ” ગ્રંથના સંક્ષેપ અર્થનું પુસ્તક તથા કેટલાંક ઉપદેશપત્રોની પ્રત અત્રે હતી તે આજે ટપાલમાં મોકલ્યાં છે. બન્નેમાં મુમુક્ષુ જીવને વિચારવા યોગ્ય ઘણા પ્રસંગો છે. સોભાગભાઈએ પોતાના દીકરા પાસે કાગળ લખાવ્યો હશે ! તે વખતમાં બીજે દિવસે ટપાલ મળી જતી હતી. મુંબઈની ટપાલ આજે અત્યારે સાંજે પાંચ વાગ્યે નાખે તો એ કાલે બપોરે બે વાગે કાગળ સાયલામાં વંચાય, વંચાય ને વંચાય. અત્યારે તો તારને પહોંચતાં સાત દિવસ લાગે છે. હવે આ કાગળ એમને ટાઇમસર પહોંચે. મળે તો જ ઉપયોગી છે. પરમ યોગી એવા શ્રી ઋષભદેવાદિ પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે. એ ચિંતામણિ રત્ન જેવો છે. શું વિશેષપણું રહ્યું છે? તે એ કે, તેનો સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસગપણું નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવ સ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણી, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત (છૂટા) થવું. આત્મસ્વરૂપ જાણી અન્યભાવથી છૂટા થવું. કે જેથી ફરી જન્મમરણનો ફેરો ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાનીપુરુષનો નિશ્ચય છે. એમ ભગવાન મહાવીરનો નિશ્ચય છે. તેઓ એમ ચોક્કસ કહી ગયા છે. For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શિક્ષામૃત કંઈપણ મન, વચન, કાયાના યોગથી અપરાધ થયો હોય, જાણતાં અથવા અજાણતાં તે સર્વ વિનયપૂર્વક ખમાવું છું, ઘણા નમ્રભાવથી ખમાવું છું. આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત્ માત્ર વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. એ જ વિનંતિ. શ્રી રાયચંદના નમસ્કાર પ્રાપ્ત થાય. ૭૮૧ પરમપુરુષદશાવર્ણન મહાત્મા પુરુષોની દશા કેવી હોય એનું વર્ણન આ પત્રમાં છે. કેવું લખ્યું છે ? આપણને આવું થાય ? કચસૌ કનક જાકે, નીચ સો નરેસપદ, મીચસી મિતાઈ, ગરુવાઈ જાકે ગારસી; જહરસી જોગ જાતિ, કરસી કરામાતિ, હહરસી હોસ, પુલછબિ છારસી; જલસો જગબિલાસ, ભાલસો ભુવનવાસ, કાલસો કુટુંબ કાજ, લોકલાજ લારસી; સીઠસી સુજસુ જાને, બીઠસો બખત માને, એસી જાકી રીતિ તાહી, બંદત બનારસી.' જે કંચનને કાદવ સરખું જાણે છે, આપણે સોનાની લગડીઓ અહીં પડી હોય તો કાદવ કે ધૂળ સમાન માનીએ ? રાજગાદીને નીચપદ સરખી જાણે છે, કોઈથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે છે. એ સ્નેહ એટલે મોહ સહિત પ્રેમ, નિર્દોષ પ્રેમની વાત જુદી છે. મોહાસકિતથી બીજામાં જે ચિત્ત ચોંટી રહે તે સ્નેહને જ્ઞાની મરણ સમાન જાણે છે, ગણે છે. મોટાઈને લીંપવાની ગાર જેવી જાણે છે. કીમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે છે. સંઘના પ્રમુખ થયા એ મોટાઈ કહેવાય. સમાજમાં મોટા ગણાય તો એને લીંપવાની ગાર જેવી જાણે છે. ચમત્કાર દેખીને એવા મહાત્માઓને મળવા જનારા માણસો ઘણા છે. તો કહે છે. કે એવા જોગને તેઓ ઝેર સમાન જાણે છે. સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે. સિદ્ધિ ચમત્કાર હોય પણ એની મહત્તા એનામાં ન હોય. એના સામું પણ જોવાનું ન હોય. એ કહે છે કે ભાઈ જો એમાં પડ્યા, એવા ઐશ્વર્યમાં તો અશાતા એટલે રોગ ઉત્પન્ન થયો હોય એમ જાણો. જગતમાં પૂજ્યતા થવા આદિની હોંસને અનર્થ સમાન જાણે છે. For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી २०७ જગતમાં બધા પૂજે, બધા વંદન કરે, બધા પગે લાગે એની હોંશ એને અનર્થ સમાન જાણે. પુદ્ગલની છબી એવી ઓદારિકાદિ કાયાને રાખ જેવી જાણે છે. જગતના ભોગવિલાસને મૂંઝાવારૂપ જાળ સમાન જાણે છે, ઘરવાસને ભાલા સમાન જાણે છે. સંસારના ભોગવિલાસને જાળમાં સપડાયા હોય એમ માને. ઘરમાં રહેવું તેને ચારે તરફથી ભાલા વાગતા હોય એવું લાગે. કુટુંબના કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે. લોકમાં લાજ વધારવાની ઇચ્છાને મુખની લાળ સમાન જાણે છે. કીર્તિની ઇચ્છાને નાકના મેલ જેવી જાણે છે અને પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન જાણે છે, એવી જેની રીતિ હોય તેને બનારસીદાસ વંદના કરે છે. આવું જેનું જીવન હોય એને બનારસીદાસ વંદન કરે છે. કોઈને અર્થે વિકલ્પ નહીં આણતાં, અસંગપણું જ રાખશો. સોભાગભાઈને કહે છે કે છોકરાઓથી અસંગપણું રાખશો. સોભાગભાઈને એમ છે કે આ મને જે સુખ મળ્યું, એ ત્રંબક અને મણિને મળે એટલે કૃપાળુદેવને કહે છે કે “સંબક અને મણિને તમે બરાબર ઊંચા લ્યો.' તો કૃપાળુદેવ એમ કહે છે કે જેમ જેમ પુરુષનાં વચન તેમને પ્રતીતિમાં આવશે, જેમ જેમ આજ્ઞાથી અસ્થિમિંજા રંગાશે. તેમ તેમ તે તે જીવ આત્મકલ્યાણને સુગમપણે પામશે, એમ નિઃસંદેહતા છે. હાડ આજ્ઞા વડે રંગાઈ જશે, એટલે છોકરાઓને માટે સોભાગભાઈ પૈસાની માંગણી કરતા નથી, પણ કહે છે કે આ જે સુખ-સાચું સુખ છે એ જ આપો. નંબક, મણિ વગેરે મુમુક્ષુને તો સત્સમાગમ વિશેની રુચિ અંતર ઇચ્છાથી કંઈક આ અવસરના સમાગમમાં થઈ છે, એટલે એકદમ દશા વિશેષ ન થાય તો પણ આશ્ચર્ય નથી. પોતે જાણે કે પ્રમાણપત્ર આપે છે કે હું આ વખતે આવ્યો ત્યારે ત્રંબક અને મણિમાં ભક્તિની રુચિ મેં જોઈ છે. પણ એથી એકદમ તો ક્યાંથી વધી શકાય ? ખરા અંતઃકરણે વિશેષ સત્સમાગમના આશ્રયથી જીવને ઉત્કૃષ્ટ દશા પણ ઘણા થોડા વખતમાં પ્રાપ્ત થાય છે. " વ્યવહાર અથવા પરમાર્થ સંબંધી કોઈ પણ જીવ વિશેની વૃત્તિ હોય તે ઉપશાંત કરી કેવળ અસંગ ઉપયોગે અથવા પરમપુરુષની ઉપર કહી છે તે દશાનાં અવલંબને આત્મસ્થિતિ કરવી એમ વિજ્ઞાપના છે, કેમ કે બીજો કોઈ પણ વિકલ્પ રાખવા જેવું નથી. જે કોઈ સાચા અંતઃકરણે For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત સપુરુષના વચનને ગ્રહણ કરશે તે સત્યને પામશે એમાં કંઈ સંશય નથી, અને શરીર નિર્વાહાદિ વ્યવહાર સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે પ્રાપ્ત થવા યોગ્ય છે, એટલે તે વિશે પણ કંઈ વિકલ્પ રાખવા યોગ્ય નથી. જે વિકલ્પ તમે ઘણું કરીને સમાવ્યો છે, તો પણ નિશ્ચયના બળવાનપણાને અર્થે દર્શાવ્યું છે. તમે છેવટે પણ એમાં દઢ રહો એટલા માટે દર્શાવ્યું છે. સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગ દશા રાખવી એ જ સર્વ જ્ઞાનનું ફળ છે. ત્યારે આત્મા કેવો છે ? આત્મા શુદ્ધચૈતન્ય, જન્મજરામરણરહિત અસંગ સ્વરૂપ છે; એમાં સર્વ જ્ઞાન સમાય છે; તેની પ્રતીતિમાં સર્વ સમ્યગદર્શન સમાય છે; આત્માને અસંગ સ્વરૂપે સ્વભાવ દશા રહે તે સમ્યફચારિત્ર; ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગદશા છે. જેના સંપૂર્ણપણાનું ફળ સર્વ દુઃખનો ક્ષય છે. એ કેવળ નિઃસંદેહ છે; કેવળ નિઃસંદેહ છે. એ જ વિનંતિ. ૭૮૨ પરમ પૂજ્ય સૌભાગભાઈનો દેહોત્સર્ગ થયો ત્યારે એમના કુટુંબ ઉપર કૃપાળુદેવે જે દિલાસાનો પત્ર લખ્યો છે તે આ છે : જેઠ વદ-૧૦ના દિવસે સૌભાગભાઈનો દેહ છૂટી ગયો. કૃપાળુદેવે પોતે જેઠ વદ-૧૨ના દિવસે મુંબઈથી ત્રંબક, મણિને આ પત્ર લખ્યો છે. આર્ય શ્રી સોભાગે જેઠ વદ-૧૦ ગુરુવારે સવારે દશ ને પચાસ મિનિટે દેહ મૂક્યાના સમાચાર વાંચી ઘણો ખેદ થયો છે. જેમ જેમ તેમના અભુત ગુણો પ્રત્યે દૃષ્ટિ જાય છે, તેમ તેમ અધિક અધિક ખેદ થાય છે. જીવને દેહનો સંબંધ એ જ રીતે છે. તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે, અને તેમાં દઢ મોહથી એકપણાની પેઠે વર્તે છે; જન્મમરણાદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે. શ્રી સોભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી. વડીલપણાથી તથા તેમના તમારા પ્રત્યે ઘણા ઉપકાર હોવાથી, તેમ જ તેમના ગુણોના અદ્ભુતપણાથી તેમનો વિયોગ તમને વધારે ખેદકારક થયો છે, અને થવા યોગ્ય છે. તેમનો તમારા For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૨૦૯ પ્રત્યેના સંસારી વડીલપણાનો ખેદ વિસ્મરણ કરી, તેમણે તમારા સર્વે પ્રત્યે જે પરમ ઉપકાર કર્યો હોય તથા તેમના ગુણોનું જે જે અદ્ભુતપણે તમને ભાસ્યું હોય તેને વારંવાર સંભારી, તેવા પુરુષનો વિયોગ થયો તેનો અંતરમાં ખેદ રાખી તેમણે આરાધવા યોગ્ય જે જે વચનો અને ગુણો કહ્યાં હોય તેનું સ્મરણ આપી તેમાં આત્માને પ્રેરવો, એમ તમો સર્વ પ્રત્યે વિનંતી છે. સમાગમમાં આવેલાં મુમુક્ષુઓને શ્રી સોભાગનું સ્મરણ સહેજે ઘણા વખત સુધી રહેવા યોગ્ય છે. મોહે કરીને જે સમયે ખેદ થાય તે સમયે પણ તેમના ગુણોનું અભુતપણું સ્મરણમાં આણી મોહથી થતો ખેદ શમાવીને ગુણોના અભુતપણાનો વિરહ થયો તે પ્રકારમાં તે ખેદ પ્રવર્તાવવો યોગ્ય છે. આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સોભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે. ધીરજથી સર્વેએ ખેદ શમાવવો, અને તેમના અદ્ભુત ગુણોનો અને ઉપકારી વચનોનો આશ્રય કરવા યોગ્ય છે. શ્રી સોભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. સંસારનું સ્વરૂપ સ્પષ્ટ જેણે જાણ્યું છે તેને તે સંસારના પદાર્થની પ્રાપ્તિથી કે અપ્રાપ્તિથી હર્ષ શોક થવા યોગ્ય નથી, તો પણ એમ જણાય છે કે પુરુષના સમાગમની પ્રાપ્તિથી કંઈ પણ હર્ષ અને તેમના વિયોગથી કંઈ પણ ખેદ અમુક ગુણસ્થાનક સુધી તેમને પણ થવા યોગ્ય છે: “આત્મસિદ્ધિ ગ્રંથ તમારી પાસે રાખશો. ત્રંબક અને મણિને વિચારવાની ઇચ્છા હોય તો વિચારશો; પણ તે પહેલાં કેટલાંક વચનો અને સગ્રંથો વિચારવાનું બનશે તો આત્મસિદ્ધિ બળવાન ઉપકારનો હેતુ થશે, એમ લાગે છે. શ્રી સોભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે ઉપકારતા આદિ ગુણો વારંવાર વિચારવા યોગ્ય છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૮૩ શ્રી સોભાગને નમસ્કાર શ્રી સોભાગની મુમુક્ષુ દશા તથા જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેનો અદ્ભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે. સર્વ જીવ સુખને ઇચ્છે છે, પણ કોઈ વિરલા પુરુષ તે સુખનું યથાર્થ સ્વરૂપ જાણે છે. For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત જન્મ, મરણ આદિ અનંત દુઃખનો આત્યંતિક (સર્વથા) ક્ષય થવાનો ઉપાય અનાદિકાળથી જીવના જાણવામાં નથી, તે ઉપાય જાણવાની અને કરવાની સાચી ઇચ્છા ઉત્પન્ન થયે જીવ જો સત્ પુરુષના સમાગમનો લાભ પામે તો તે ઉપાયને જાણી શકે છે, અને તે ઉપાયને ઉપાસીને સર્વ દુઃખથી મુક્ત થાય છે. ૨૧૦ તેવી સાચી ઇચ્છા પણ ઘણું કરીને જીવને સત્પુરુષના સમાગમથી જ પ્રાપ્ત થાય છે. તેવો સમાગમ, તે સમાગમની ઓળખાણ, દર્શાવેલા માર્ગની પ્રતીતિ, અને તેમ જ ચાલવાની પ્રવૃત્તિ જીવને પરમ દુર્લભ છે. એવો સમાગમ થવો દુર્લભ છે, સમાગમ થાય તો ઓળખાણ થવી દુર્લભ છે. પ્રતીતિ થાય તો તે પ્રમાણે ચાલવાની પ્રવૃત્તિ થવી દુર્લભ છે. મનુષ્યપણું, જ્ઞાનીના વચનોનું શ્રવણ પ્રાપ્ત થવું, તેની પ્રતીતિ થવી અને તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી પરમ દુર્લભ છે. પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમ અને તે આશ્રયમાં વિચરતા મુમુક્ષુઓને મોક્ષ સંબંધી બધાં સાધનો અલ્પ પ્રયાસે અને અલ્પ કાળે પ્રાયે (ઘણું કરીને) સિદ્ધ થાય છે; પણ તે સમાગમનો યોગ પામવો દુર્લભ છે. તે જ સમાગમના યોગમાં મુમુક્ષુ જીવનું નિરંતર ચિત્ત વર્તે છે. આરંભ પરિગ્રહ પરથી જેની વૃત્તિ ખેદ પામી છે, એટલે તેને અસાર જાણી તે પ્રત્યેથી જે જીવો ઓસર્યા છે, તે જીવોને સત્પુરુષોનો સમાગમ અને સત્શાસ્ત્રનું શ્રવણ વિશેષ કરીને હિતકારી થાય છે. આરંભપરિગ્રહ પર વિશેષ વૃત્તિ વર્તતી હોય તે જીવમાં સત્પુરુષનાં વચનનું અથવા સત્શાસ્ત્રનું પરિણમન થવું કઠણ છે. ✩ ૭૮૬ ‘સકળ સંસારી ઇન્દ્રિયરામી, મુનિગણ આતમરામી રે, મુખ્યપણે જે આતમરામી, તે કહિયે નિ:કામી રે.’ ઇન્દ્રિયોના વિષયોમાં ૨મણ કરનારા એ બધા સંસારી છે, ભલેને દીક્ષા લીધી હોય. જે આત્મામાં રમણતા કરનારા છે એવા જીવો દીક્ષા લીધી હોય કે ના લીધી હોય તો પણ તે મુનિજન છે, એ મુનિ છે, એ જ સાધક છે. જેને સદાયે આત્મામાં રમણતા જ રહે છે એવા મહાત્માઓ તો કેવળ નિષ્કામી છે. એમને સ્પૃહા હોય નહીં. કામ (વિષય)નો ક્ષય થયો હોય. તૃષ્ણા હોય નહીં. હે આર્ય સોભાગની અંતરંગદશા અને દેહમુક્ત સમયની દશા, હે મુનિઓ ! તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ શ્રી વચનામૃતજી અહીં કયા મુનિઓને સંબોધન છે? પ્રભુશ્રીને અને એમની સાથે રહેતા મુનિઓને સંબોધન છે. હે મુનિઓ ! દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, અને ભાવથી અસંગપણે વિચરવાનો સતત ઉપયોગ સિદ્ધ કરવો યોગ્ય છે. ઉપયોગ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી અસંગપણે હોવો જોઈએ. જેમણે જગતસુખસ્પૃહા છોડી જ્ઞાનીના માર્ગનો આશ્રય ગ્રહણ કર્યો છે, તે અવશ્ય તે અસંગ ઉપયોગને પામે છે. જે શ્રુતથી અસંગતા ઉલ્લસે તે શ્રુતનો પરિચય કર્તવ્ય છે. ૭૮૭ આર્ય સોભાગની બાહ્યાભંતર દશા પ્રત્યે વારંવાર અનુપ્રેક્ષા કર્તવ્ય છે. અંતરંગ અને બહારની એમની દશા કેવી હતી તેનો વારંવાર વિચાર કરવા જેવો છે. ૭૯૩ સમ્યગ્દષ્ટિ પુરુષને અલ્પમાત્ર વ્રત નથી હોતું તો પણ સમ્યગ્દર્શન આવ્યા પછી ન વમે તો વધારેમાં વધારે પંદર ભવે મોક્ષ પામે, એવું સમ્યગ્દર્શનનું બળ છે, એવા હેતુએ દર્શાવેલી વાતને બીજા રૂપમાં લઈ ન જવી. સપુરુષની વાણી વિષય અને કષાયના અનુમોદનથી અથવા રાગદ્વેષના પોષણથી રહિત હોય છે, એવો નિશ્ચય રાખવો અને ગમે તેવે પ્રસંગે તે જ દષ્ટિથી અર્થ કરવો યોગ્ય છે. ૮૧૦ જે અનિત્ય છે, જે અસાર છે અને જે અશરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિદિવસ વિચારવા યોગ્ય છે. આ શરીર અનિત્ય છે, અસાર છે, બહારના બધાય ભોગનાં સાધનો અને બાહ્ય વસ્તુઓ એ બધું અસાર અને અશરણરૂપ છે, છતાં આ જીવને તે પ્રીતિનું કારણ કેમ થાય છે એવો પ્રશ્ન વારંવાર વિચારવો જોઈએ. ૮૧૭ આત્મદશાને પામી નિદ્ધપણે યથાપ્રારબ્ધ વિચરે છે, એવા મહાત્માઓનો યોગ જીવને દુર્લભ છે. તેવો યોગ બન્યું જીવને તે પુરુષની ઓળખાણ પડતી નથી, અને તથારૂપ ઓળખાણ પડ્યા For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ૨ શિક્ષામૃત વિના તે મહાત્મા પ્રત્યે દઢાશ્રય થતો નથી. જ્યાં સુધી આશ્રય દઢ ન થાય ત્યાં સુધી ઉપદેશ પરિણામ પામતો નથી. ઉપદેશ પરિણમ્યા વિના સમ્યગ્દર્શનનો યોગ બનતો નથી. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના જન્માદિ દુઃખની આત્યંતિક નિવૃત્તિ બનવા યોગ્ય નથી. તેવા મહાત્મા પુરુષોનો યોગ તો દુર્લભ છે, તેમાં સંશય નથી. પણ આત્માર્થી જીવોનો યોગ બનવો પણ કઠણ છે. તો પણ ક્વચિત્ ક્વચિત્ તે યોગ વર્તમાનમાં બનવા યોગ્ય છે. સત્સમાગમ અને સાસ્ત્રનો પરિચય કર્તવ્ય છે. બે વિરોધી હોય તે કંધ જેમ કે સુખદુઃખ, જન્મમરણ અને એવા દ્વથી રહિતપણું એટલે નિર્વાણું. ૮૧૯ ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષ પાટણ સુલભ જ છે. વિષય કષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પોતાનું નિર્વીર્યપણું જોઈને ઘણો જ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિંદે છે, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહત્ પુરુષનાં ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવોએ લીધું છે. અને તેથી જ અંતે જયપામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે. નિર્વીર્યપણું એટલે શક્તિ રહિતતા, મંદપણું. ૮૨૫ આત્મસ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે બે સાધન અવશ્ય કરીને સેવવા યોગ્ય છે, સત્કૃત અને સત્સમાગમ. પ્રત્યક્ષ સપુરુષોનો સમાગમ ક્વચિત્ ક્વચિત્ જીવને પ્રાપ્ત થાય છે, પણ જો જીવ સદ્દષ્ટિવાન હોય તો સત્કૃતના ઘણા કાળના સેવનથી થતો લાભ પ્રત્યક્ષ સન્દુરુષના સમાગમથી બહુ અલ્પકાળમાં પ્રાપ્ત કરી શકે છે; કેમ કે પ્રત્યક્ષ ગુણાતિશયવાન નિર્મળ ચેતનના પ્રભાવવાળાં વચન અને વૃત્તિ ક્રિયાયેષ્ટિતપણું છે. જીવને તેવો સમાગમયોગ પ્રાપ્ત થાય એવું વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે. તેવા યોગના અભાવે સતનો પરિચય અવશ્ય કરીને કરવા યોગ્ય છે. શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંતરસગર્ભિત જેમાં વર્ણવ્યા છે, એવા શાસ્ત્રનો પરિચય તે સત્કૃતનો પરિચય છે. For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૨૧૩ સદ્ભૂત એટલે આગમાદિ શાસ્ત્રો કે જેમાં આત્માની વાત કરીને માર્ગ બતાવ્યો હોય, જેમાં શાંતરસથી ગર્ભિત એવો ઉપદેશ સમાયેલો હોય. એવા સત્કૃતના સેવનથી ઘણો લાભ થાય છે. તેવો લાભ સપુરુષના સમાગમથી અલ્પકાળમાં પ્રાપ્ત થાય છે. ૮૩૨ દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક, પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. આપણે હજી દેહથી આત્માને ભિન્ન ક્યાં કર્યો છે ? તો પછી તેમાં ડૂબી જવાની વાત ક્યાં આવી ? એ તો ભેદજ્ઞાન જેણે સાધ્યું હોય અને આત્મા જુદો થયો હોય એ જ સ્વપરપ્રકાશક જ્યોતિસ્વરૂપ આત્માને જાણી શકે. હે આર્યજનો ! અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે; એ જ પુરુષાર્થ કરે છે. આપણા બધાને કાંઈક ને કાંઈક પ્રાપ્ત થાય તો જ આપણને સુખ લાગે છે. મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ, પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે; અને મેળવવામાં સુખ માને છે; પણ અહો ! જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણત કર્યો કે કિંચિત્ માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. તેઓ કહે છે કે કિંચિત્ માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. એ સુખ છે જ નહીં. આપણે મનથી સુખ માન્યું છે. આ બધું ક્યાં ભેગું આવવાનું છે? અહીં જ પડ્યું રહેવાનું છે. છતાં આપણે તો એના માટે જ મહેનત કરીએ છીએ અને ગ્રહણ કરીએ ત્યારે રાજી થઈએ છીએ. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્ત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ તેથી હવે હું વિરામ પામવાને જ ઇચ્છું છું. અમારે પરિગ્રહને શું કરવો છે ? ચંદ્રને જેમ રાહુ ગ્રહણ કરે તેવી રીતે ધર્મરૂપ પરિણામ આપણામાં છે. તેને આરંભ પરિગ્રહ એ રાહુ સમાન છે. For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શિક્ષામૃત કશું પ્રયોજન નથી. “સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ.” આત્માની ઊંચામાં ઊંચી દશા, શુદ્ધ સ્ફટિક જેવો આત્મા છે. એ જ સિદ્ધિ છે. એ જ મોક્ષ છે. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ જીવનમાં હોય તો જ સર્વોત્કૃષ્ટ સિદ્ધિ મળે. છે આર્યજનો! આ પરમ વાચનો આત્માપણે તમે અનુભવ કરો. ૮૩૩ સાયલાના ડુંગરભાઈ ગોસલીયા ઉપરનો આ પત્ર છે. વચનામૃતની બીજી આવૃત્તિમાં પાછળ લખાયું નથી કે આ પત્ર ડુંગરભાઈ પર છે. પણ જૂની આવૃત્તિમાં કદાચ લખાયું હશે ! વચનામૃત'માં આ પણ એક ઊંચામાં ઊંચો, ઉત્તમમાં ઉત્તમ પત્ર છે. કૃપાળુદેવે સૌભાગ્યભાઈનું જીવન સુધારી દીધું. તેમને આત્મા પ્રગટ થયા પછી દેહ છૂટી ગયો. ડુંગરભાઈને માટે પણ એમણે ખૂબ પ્રયત્ન કર્યા હતા. જ્યાં જ્યાં સૌભાગ્યભાઈને બોલાવે ત્યાં કહે કે ડુંગરભાઈને લેતા આવશો. ડુંગરભાઈ એવા અહેવાળા હતી કે તેઓ કહે કે મારે ક્યાંય જવાની શું જરૂર છે ? તેઓ કૃપાળુદેવને પૂછે કે તમે કહો મને પંદર ઉપર સોળમો ભવ છે ? તે વખતમાં લોકો ખેસ રાખતા હતા તો ડુંગરભાઈ નીચે બેસી આમ પગ પર ખેસ બાંધીને બતાવે કે જુઓ મારે આમ બેસી રહેવું છે, કાંઈ કરવું નથી. છતાં મારે સોળમો ભવ છે ? કહો ! શું કહે કૃપાળુદેવ ! એમને તો એવી ઇચ્છા કે પંદર ભવ શું કામ ? અગિયાર, નવ, સાત, પાંચ, ત્રણ ભવ કેમ નહીં ? એમને તો એટલી અનુકંપા હોય કે કેમ જલદી પહોંચાય. ડુંગરભાઈનો દેહ છૂટી જવાનો છે એમ કૃપાળુદેવને ખબર છે, એટલે એમનું સમાધિ મરણ થાય માટે આ ઉત્તમમાં ઉત્તમ પત્ર લખ્યો છે. આ પત્ર જ્યારે છેલ્લી અવસ્થા હોય તે અવસ્થામાં દર્દી ભાનમાં હોય ત્યારે સમજાવીને વંચાય તો એને સમાધિ મરણ થાય. આ પત્ર આપણને બરાબર સમજાય તો આપણી છેલ્લા વખતમાં તેનું મનન ઉપયોગી થઈ પડે. સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજસ્વરૂપમાં સ્થિત થયા તે પરમપુરુષોને નમસ્કાર. પહેલું જે લખે છે, આપણે સર્વ દ્રવ્યથી જુદા થયા છીએ ? આ શરીરથી જુદા થયા છીએ ? સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ બીજા ભાવથી આત્માને જુદો કર્યો છે ? પરમ પુરુષો કેવા હોય ? પરમ પુરુષો એવા હોય કે એને કોઈ દ્રવ્ય બાંધે નહીં. એણે કાંઈ ગાંઠે બાંધ્યું નથી. એને પોતાનું કહી શકાય એવું કોઈ ક્ષેત્ર, સ્થાવર મિલકત ઇત્યાદિ નથી, આ શરીર પણ નહીં. સર્વ કાળથી એટલે એને કાળ કાંઈ અસર કરે નહીં, અને સર્વ ભાવ એટલે બીજા ભાવો એને કાંઈ For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૨૧૫ પ્રતિબંધ કરી શકે નહીં, કર્મ લાગી શકે નહીં એવી દશા જેમણે પ્રાપ્ત કરી હોય એવા પુરુષોને નમસ્કાર છે. જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, જેને માન-અપમાન, લાભ-અલાભ, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ આદિ દ્વન્દનો અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિશે સ્થિતિ પામ્યા છે, પામે છે, અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે. જેને માન નથી- અપમાન નથી એટલે કે જેને માન-અપમાન કાંઈ અસર કરી શકતાં નથી. જેને લાભ-અલાભ, હર્ષ-શોક કાંઈ થતાં નથી, હર્ષ કે શોકના પ્રસંગો પણ જેને કાંઈ અસર કરી શક્તા નથી એવા પુરુષો કે જેને દ્વન્દ્ર છે જ નહીં. જન્મ-મૃત્યુ આદિ નથી અને પોતાના આત્માના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં સ્થિતિ પામ્યા છે. એમની શૂરવીરતા જોઈ આનંદ સહ આશ્ચર્ય ઉપજાવે છે. એક તરફથી આશ્ચર્ય થાય છે કે આવું ! અને બીજી તરફ આનંદ થાય છે. એટલે આનંદ સહિત આશ્ચર્ય ઉપજાવે છે કે કેવા પરાક્રમી પુરુષો ! દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે, તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથાતથ્ય દીઠો છે, મ્યાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે; અબદ્ધ, સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહત્ પુરુષોને જીવન અને મરણ બન્ને સમાન છે. એ તો અબદ્ધ જ છે, પણ જ્યારે સ્પષ્ટ આત્માને અનુભવે ત્યારે જ અબદ્ધ છે, ત્યાં સુધી તો તેને કર્મ તો લાગે જ. પણ અબદ્ધ, સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે તેવા મહાત્માઓને જન્મમરણ બન્ને સમાન જ છે. જીવન હોય તો પણ ભલે અને દેહ છૂટી જાય તો પણ ભલે. એને કાંઈ અસર થઈ શકે નહીં. જે. અચિંત્ય દ્રવ્યની શુદ્ધચિતિસ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજસ્વરૂપ છે એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પરુષે પ્રકાશ્યો તેનો અપાર ઉપકાર છે. અચિંત્ય દ્રવ્ય એટલે આપણો આત્મા, શુદ્ધચિતિ એટલે સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ, પૂર્ણ પ્રકાશ કાંતિરૂ૫. એ દ્રવ્ય પૂર્ણ પ્રગટ હોય. એટલે સંપૂર્ણ જ્ઞાન સહિત એવું સ્વરૂપ. એનાથી ઉત્પન્ન થયેલો પ્રકાશ તે પ્રગટ થઈ અચિંત્ય કરે છે એટલે સહજ સ્વરૂપ પરિણતિ પ્રગટ થઈ જાય છે. ન ધાર્યું હોય એવું, આશ્ચર્ય થાય એવું કરે છે. એ અચિંત્ય દ્રવ્ય પોતાનો આત્મા જ છે. એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પષે પ્રકાશ્યો તેનો અપાર ઉપકાર છે. ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે. For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ આખી પૃથ્વીએ જાણે સફેદ ચાદર ઓઢી હોય, એવી શ્વેત થઈ જાય છે. પણ કાંઈ ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતો નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી, તો આ દેહમય ક્યાંથી થાય ? સદાસર્વદા ચૈતન્ય સ્વરૂપ જ રહે છે. એમ જીવતો જાગતો જ સદા રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે. શિક્ષામૃત એકમેકપણું માને છે. એ ચંદ્ર અને ભૂમિ એકમેક થઈ જાય ? સૂર્યનો પ્રકાશ અને ભૂમિ એકમેક થઈ જાય છે ? નહીં. તો આ હું અને મારું જે માને છે એ જ ભ્રાંતિ છે. હું એટલે આ શરીર અને એના બધા સગા, એની મિલકત વિગેરે મારું એ જ અજ્ઞાન છે: ભ્રાંતિ છે, ભ્રાંતિ એટલે દર્શન મોહ, ભ્રાંતિ એટલે અવિદ્યા, ભ્રાંતિ એટલે મિથ્યાત્વ. જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી, સર્વ ભાવની વાસનાથી આકાશ રહિત જ છે. તેમ સમ્યક્દષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન, સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠો છે. આ આકાશ છે. મારો હાથ ફરે છે એ આકાશ છે. આકાશમાં દુનિયા સમાઈ શકે. આકાશને કોઈ વાસના નથી. કાળી મસ તેમાં ઉડાડો તો આકાશ લેપાય ? ના. તેવો જ આત્મા સમ્યગ્દષ્ટિ પુરુષોએ જોયો છે, દીઠો છે, અનુભવ્યો છે. જેની ઉત્પત્તિ કોઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી, તેવા આત્માનો નાશ પણ ક્યાંથી હોય ? અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજઅનુભવપ્રમાણસ્વરૂપમાં પરમ જાગ્રત થઈ (સ્વભાવમાં) જ્ઞાની સદાય નિર્ભય છે. એ જ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે. સર્વ પરદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અક્લેશ સમાધિને પામે છે. વ્યાવૃત્ત કરી એટલે પાછી ખેંચી લઈ, કોઈમાં જીવ રાખવો નહીં પોતાનો જેટલો પરદ્રવ્યમાં મોહ છે તેનો નાશ કરી પોતાની વૃત્તિઓ બધેથી પાછી ખેંચી લેવી. પરમસુખસ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વકાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેનો તે સત્પુરુષોને નમસ્કાર. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું; એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ શો ? વિકલ્પ શો ? ભય શો ? ખેદ શો ? બીજી અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ, પરમ શાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું. શાંતિઃ શાંતિઃ શાંતિઃ For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૨૧૭ આ કાગળ ડુંગરભાઈને પહોંચ્યો ત્યારે તેઓ ભાનમાં ન હતા. પાસે રહેનારાઓને એમ હતું કે એ ભાનમાં આવે તો આ કાગળ વંચાવીએ. પછી તેઓ ભાનમાં આવ્યા અને આખો કાગળ એમને વંચાવ્યો. તેઓ બહુ જ રાજી થઈ ગયા અને કહે કે હું તન્મય થાઉં છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિ; ૮૩૭. આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ; અપૂર્વવાણી પરમશ્રત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. (આસિ.શા.ગાથા-૧૦) આ આત્મસિદ્ધિ શાસ્ત્રની કડી છે. એમાં સદ્ગુરુનાં લક્ષણ બતાવ્યાં છે. આત્મજ્ઞાન હોય એટલે એને આત્મા પ્રગટ થયેલો હોય. “સમદર્શિતા” એટલે એને ગમે તેવા લાભ થાય તો પણ હર્ષ ન થાય અને ગમે તેવું નુકસાન થાય તો પણ શોક ન થાય. ચોતરફ અગ્નિ બળતો હોય તો પણ એને અંદર ધક્કો ન લાગે તે. (સમદર્શિતા) “વિચરે ઉદય પ્રયોગ.” એટલે જે સત્તામાં કર્મ છે અને જે ઉદયમાં આવે તેમાં સમભાવપણે વર્તે. “અપૂર્વ વાણી” એની વાણીમાં અપૂર્વ ભાવ હોય, પૂર્વાનુપૂર્વ વાણી તો ઘણી સાંભળી છે, પણ જ્ઞાનીની વાણીમાં કોઈ વિરોધાભાસ ન આવે તેવી અપૂર્વવાણી છે. “પરમશ્રુત” એટલે જ્ઞાનીના મુખેથી અનુભવયુક્ત વાણી નીકળે તે. “સગુરુ લક્ષણ યોગ્ય” એટલે આ સદ્ગુરુનાં લક્ષણો છે. કૃપાળુદેવનું આ ૩૧મું વર્ષ ચાલે છે. આત્મસિદ્ધિશાસ્ત્રની આ ૧૦મી ગાથા છે. એમાં સદ્ગુરુના લક્ષણ શું? એના વિશે આ કડીમાં કહેવામાં આવ્યું છે. આના અર્થ કૃપાળુદેવે ભર્યા છે. ૧. સદ્ગુરુ યોગ્ય આ લક્ષણો મુખ્યપણે કયા ગુણસ્થાનકે સંભવે? અને (૨) સમદર્શિતા એટલે શું? ઉત્તર : સદ્ગુરુ યોગ્ય એ લક્ષણો દર્શાવ્યાં તે મુખ્યપણે વિશેષપણે ઉપદેશક અર્થાત્ માર્ગપ્રકાશક સદ્ગુરુનાં લક્ષણ કહ્યાં છે. ઉપદેશક ગુણસ્થાનક છઠું અને તેરમું છે, વચલાં સાતમાથી બારમા સુધીનાં ગુણસ્થાનક અલ્પકાળવર્તી છે એટલે ઉપદેશક પ્રવૃત્તિ તેમાં ન સંભવે. માર્ગઉપદેશક પ્રવૃત્તિ છટ્ટથી શરૂ થાય. છèગુણ સ્થાનકે સંપૂર્ણ વિતરાગ દશા અને કેવળજ્ઞાન નથી. તે તો તેરમે છે, અને યથાવત્ માર્ગ ઉપદેશકપણું તેરમે ગુણસ્થાને વર્તતાં સંપૂર્ણ વીતરાગ અને કેવલ્યસંપન્ન પરમ સદગુરુ શ્રી For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શિક્ષામૃત જિન તીર્થંકરાદિને વિશે ઘટે. તથાપિ છટ્ટે ગુણસ્થાનકે વર્તતા મુનિ, જે સંપૂર્ણ વીતરાગતા અને કૈવલ્યદશાના ઉપાસક છે, તે દશા અર્થે જેનાં પ્રવર્તન પુરુષાર્થ છે, તે દશાને સંપૂર્ણપણે જે પામ્યા નથી તથાપિ તે સંપૂર્ણ દશા પામવાના માર્ગસાધન પોતે પરમ સદ્ગુરુ શ્રી તીર્થંકરાદિ આપ્તપુરુષનાં આશ્રય વચનથી જેણે જાણ્યાં છે, પ્રતીત્યાં છે, અનુભવ્યાં છે. આપ્તપુરુષનાં એટલે જ્ઞાની પુરુષનાં, વિશ્વાસ કરવા લાયક પુરુષના વચનથી જાણ્યું, એકલું જાણ્યું, એટલું જ નહીં, ખાતરી કરી હોય અને અનુભવ્યા હોય. અને એ માર્ગ સાધનની ઉપાસનાએ જેની તે દશા ઉત્તરોત્તર વિશેષ વિશેષ પ્રગટ થતી જાય છે, તથા શ્રી જિન તીર્થંકરાદિ પરમ સદ્ગુરુનું, તેના સ્વરૂપનું ઓળખાણ જેના નિમિત્તે થાય છે, તે સદ્ગુરુને વિશે પણ માર્ગનું ઉપદેશકપણું અવિરોધરૂપ છે. તેથી નીચેના પાંચમા ચોથા ગુણસ્થાનકે માર્ગનું ઉપદેશકપણું ઘણું કરી ન ઘટે. કેમકે ત્યાં બાહ્ય (ગૃહસ્થ) વ્યવહારનો પ્રતિબંધ છે, અને બાહ્ય અવિરતિરૂપ ગૃહસ્થ વ્યવહાર છતાં વિરતિરૂપ માર્ગનું પ્રકાશવું એ માર્ગને વિરોધરૂપ છે. ચોથાથી નીચેના ગુણસ્થાનકે તો માર્ગનું ઉપદેશકપણું ઘટે જ નહીં; કેમ કે ત્યાં માર્ગની, આત્માની, તત્ત્વની, જ્ઞાનીની ઓળખાણ પ્રતીતિ નથી, તેમજ સમ્યવિરિત નથી; અને એ ઓળખાણ પ્રતીતિ અને સભ્યવિરતિ નહીં છતાં તેની પ્રરૂપણા કરવી, ઉપદેશક થવું એ પ્રગટ મિથ્યાત્વ, કુગુરુપણું અને માર્ગનું વિરોધપણું છે. ચોથે પાંચમે ગુણસ્થાને એ ઓળખાણ પ્રતીતિ છે. અને આત્મજ્ઞાનાદિ ગુણો અંશે વર્તે છે અને પાંચમામાં દેશવિરતિપણાને લઈ ચોથાથી વિશેષતા છે, તથાપિ સર્વવિરતિના જેટલી ત્યાં વિશુદ્ધિ નથી. આત્મજ્ઞાન, સમદર્શિતા આદિ જે લક્ષણો દર્શાવ્યાં તે સંયતિધર્મે સ્થિત વીતરાગદશાસાધક ઉપદેશક ગુણસ્થાને વર્તતા સદ્ગુરુના લક્ષે મુખ્યતાએ દર્શાવ્યાં છે, અને તેમના વિશે તે ગુણો ઘણા અંશે વર્તે છે. તથાપિ તે લક્ષણો સર્વાંશે સંપૂર્ણપણે તો તેમા ગુણસ્થાનકે વર્તતા સંપૂર્ણ વીતરાગ અને કૈવલ્ય સંપન્ન જીવનમુક્ત સયોગીકેવલી પરમ સદ્ગુરુ શ્રી જિન અરિહંત તીર્થંકરને વિશે વર્તે છે. તેમના વિશે આત્મજ્ઞાન અર્થાત્ સ્વરૂપસ્થિતિ સંપૂર્ણપણે વર્તે છે, તે તેમની જ્ઞાનદશા અર્થાત્ ‘જ્ઞાનાતિશય’ સૂચવ્યો. તેઓને વિશે સમદર્શિતા અર્થાત્ ઇચ્છારહિતપણું સંપૂર્ણપણે વર્તે છે, તે તેમની વીતરાગ ચારિત્રદશા અર્થાત્ ‘અપાયાપગમાતિશય' સૂચવ્યો. સંપૂર્ણપણે ઇચ્છારહિત હોવાથી વિચરવા આદિની તેઓની દૈહિકાદિ યોગક્રિયા પૂર્વપ્રારબ્ધોદય વેદી લેવા પૂરતી જ છે, માટે ‘વિચરે ઉદય પ્રયોગ' કહ્યું. ઉદય હોય એ પ્રમાણે જ તેઓ વિચરે. ઇચ્છાથી ક્યાંય તેઓ જાય નહીં. ગમે તેટલું સારું કારણ હોય તો પણ તેમને ઇચ્છા થાય નહીં. For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૨૧૯ સંપૂર્ણ નિજ અનુભવરૂપ તેમની વાણી અજ્ઞાનીની વાણીથી વિલક્ષણ અને એકાંત આત્માર્થબોધક હોઈ તેમને વિશે વાણીનું અપૂર્વપણું કહ્યું. તે તેમનો “વચનાતિશય” સૂચવ્યો. વાણીધર્મે વર્તતું શ્રુત પણ તેઓને વિશે કોઈ પણ નય ન દુભાય એવું સાપેક્ષપણે વર્તે છે, તે તેમનો “પરમશ્રુત ગુણ સૂચવ્યો અને પરમશ્રુત જેને વિશે વર્તે તે પૂજવા યોગ્ય હોઈ તેમનો તેથી પૂજાતિશય’ સૂચવ્યો. આ શ્રી જિન અરિહંત તીર્થંકર પરમ સદ્ગુરુને પણ ઓળખાવનારા વિદ્યમાન સર્વવિરતિ સદ્ગુરુ છે. એટલે એ સદ્ગુરુના લક્ષે એ લક્ષણો મુખ્યતાએ દર્શાવ્યા છે. (૨) સમદર્શિતા એટલે પદાર્થને વિશે ઇષ્ટઅનિષ્ટબુદ્ધિરહિતપણું. તેઓને કોઈ પદાર્થમાં ઇષ્ટબુદ્ધિ નહીં તેમ કોઈ પદાર્થમાં અનિષ્ટ બુદ્ધિ નહીં. ઇચ્છારહિતપણું, મમત્વરહિતપણું. સમદર્શિતા ચારિત્રદશા સૂચવે છે. રાગદ્વેષ રહિત થવું તે ચારિત્રદશા છે. ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ, મમત્વ, ભાવાભાવનું ઊપજવું એ રાગદ્વેષ છે. કૃપાળુદેવે રાગદ્વેષની વ્યાખ્યા શું કહી ? “ઇષ્ટઅનિષ્ટ બુદ્ધિ, મમત્વ, ભાવાભાવનું ઊપજવું એ રાગદ્વેષ છે.” આ મને પ્રિય છે, આ ગમે છે, આ મને અપ્રિય છે, ગમતું નથી, એવો ભાવ સમદર્શીને વિશે ન હોય. સમદર્શી બાહ્ય પદાર્થને, તેના પર્યાયને, તે પદાર્થ તથા પર્યાય જેવા ભાવે વર્તે તેવા ભાવે દેખે, જાણે, જણાવે, પણ તે પદાર્થ કે તેના પર્યાયને વિશે મમત્વ કે ઇષ્ટ અનિષ્ટપણું ન કરે. આત્માનો સ્વાભાવિક ગુણ દેખવા જાણવાનો હોવાથી તે શેય પદાર્થને શેયાકારે દેખે, જાણે; પણ જે આત્માને સમદર્શીપણું પ્રગટ થયું છે, તે આત્મા તે પદાર્થને દેખતાં, જાણતાં છતાં તેમાં મમત્વબુદ્ધિ, તાદાભ્યપણું, ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ ન કરે. વિષમદષ્ટિ આત્માને પદાર્થને વિશે તાદાત્સ્યવૃત્તિ થાય; સમદષ્ટિ આત્માને ન થાય. આપણે વિષમ આત્માઓ કહેવાઈએ, કારણ કે સમ, સમત્વ, સમદર્શિતા જેવો ઉચ્ચગુણ આપણામાં હજુ ઉત્પન્ન ન થયો ગણાય. કોઈ પદાર્થ કાળો હોય તો સમદર્શી તેને કાળો દેખે, જાણે, જણાવે. કોઈ શ્વેત હોય તો તેને તેવો દેખે, જાણે, જણાવે. કોઈ સુરભિ (સુગંધી) હોય તો તેને તેવો દેખે, જાણે, જણાવે. કોઈ દુરભિ (દુર્ગધી) હોય તો તેને તેવો દેખે, જાણે, જણાવે. કોઈ ઊંચો હોય, કોઈ નીચો હોય, તો તેને તેવો દેખે, જાણે, જણાવે. સર્પને સર્પની પ્રકૃતિરૂપે દેખે, જાણે, જણાવે. વાઘને વાઘની પ્રકૃતિરૂપે દેખે, જાણે, જણાવે. ઇત્યાદિ પ્રકારે વસ્તુમાત્રને જે રૂપે, જે ભાવે, તે હોય તે રૂપે તે ભાવે સમદર્શી દેખે, જાણે, જણાવે. હેય (છાંડવા યોગ્ય) ને હેયરૂપે દેખે, જાણે, જણાવે. ઉપાદેય (આદરવા For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૦ શિક્ષામૃત યોગ્ય) ને ઉપાદેયરૂપે દેખે, જાણે, જણાવે. પણ સમદર્શી આત્મા તે બધામાં મારાપણું, ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ, રાગદ્વેષ ન કરે. સુગંધ દેખી પ્રિયપણું ન કરે. દુર્ગધ દેખી અપ્રિયતા, દુર્ગછા ન આણે. (વ્યવહારથી) સારું ગણાતું દેખી આ મને હોય તો ઠીક એવી ઇચ્છા બુદ્ધિ (રાગ, રતિ) ન કરે. (વ્યવહારથી) માઠું ગણાતું દેખી આ મને ન હોય તો ઠીક એવી અનિચ્છાબુદ્ધિ (દ્વેષ, અરતિ) ન કરે. પ્રાપ્તસ્થિતિ સંજોગોમાં સારું-માઠું, અનુકૂળ-પ્રતિકૂળ, ઇષ્ટઅનિષ્ટપણું, આકુળવ્યાકુળપણું ન કરતાં તેમાં સમવૃત્તિએ અર્થાત્ પોતાના સ્વભાવે, રાગદ્વેષરહિતપણે રહેવું એ સમદર્શિતા. શાતા-અશાતા, જીવન-મૃત્યુ, સુગંધ-દુર્ગધ, સુસ્વર-દુસ્વર, રૂપ-કુરૂપ, શીત-ઉષ્ણ આદિમાં હર્ષ-શોક, રતિ-અરતિ, ઈષ્ટ-અનિષ્ટપણું, આર્તધ્યાન ન વર્તે તે સમદર્શિતા. હિંસા, અસત્ય, અદત્તાદાન, મેથુન અને પરિગ્રહનો પરિહાર સમદર્શીને વિશે અવશ્ય હોય. અહિંસાદિ વ્રત ન હોય તો સમદર્શીપણું ન સંભવે. સમદર્શિતા અને અહિંસાદિ વ્રતોને કાર્યકારણ, અવિનાભાવી અને અન્યોન્યાશ્રય સંબંધ છે. એક ન હોય તો બીજું ન હોય, અને બીજું ન હોય તો પહેલું ન હોય. સમદર્શિતા હોય તો અહિંસાદિ વ્રત હોય. સમદર્શિતા ન હોય તો અહિંસાદિ વ્રત ન હોય. અહિંસાદિ વ્રત ન હોય તો સમદર્શિતા ન હોય. અહિંસાદિ વ્રત હોય તો સમદર્શિતા હોય. એટલે અંશે સમદર્શિતા તેટલે અંશે અહિંસાદિ વ્રત અને જેટલે અંશે અહિંસાદિ વ્રત તેટલે અંશે સમદર્શિતા. સદ્ગુરુ યોગ્ય લક્ષણરૂપ સમદર્શિતા, મુખ્યતાએ સર્વવિરતિ ગુણસ્થાનકે હોય; પછીના ગુણસ્થાનકે તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી જાય, વિશેષ પ્રગટ થતી જાય; ક્ષીણ મોહ સ્થાને (બારમે ગુણસ્થાનકે) તેની પરાકાષ્ટા અને પછી સંપૂર્ણ વીતરાગતા. સમદર્શીપણું એટલે લૌકિક ભાવનો સમાનભાવ, અભેદભાવ, એકસરખી બુદ્ધિ, નિર્વિશેષપણું નહીં; અર્થાત્ કાચ અને હીરો એ બે સમાન ગણવા, અથવા સત્કૃત અને અસત્કૃતમાં સમપણું ગણવું, અથવા સદ્ધર્મ અને અસદુ ધર્મમાં અભેદ માનવો, અથવા સદ્ગુરુ અને અસદ્ગુરુને વિશે એક સરખી બુદ્ધિ રાખવી, અથવા સદૈવ અને અસદ્દવને વિશે નિર્વિશેષપણે દાખવવું અર્થાત્ બન્નેને એક સરખા ગણવા, ઇત્યાદિ સમાન વૃત્તિ એ સમદર્શિતા નહીં; એ તો આત્માની મૂઢતા, વિવેકશૂન્યતા, વિવેકનિકળતા. સમદર્શી સત્ન સત્ જાણે, બોધે; અસત્ન અસત્ જાણે, નિષેધે, સત્કૃતને સદ્ભૂત જાણે, બોધે, કુશ્રુતને કુશ્રુત જાણે નિષેધે ધર્મને સદ્ધર્મ જાણે, બોધે; અસદ્ધર્મને અસદ્ધર્મ જાણે, નિષેધે, સદ્ગુરુને સદ્ગુરુ જાણે બોધે; અસગુરુને અસદ્ગુરુ જાણે, નિષેધે, સવને સવ જાણે, બોધ, અસદૈવને અસદૈવ જાણે, નિષેધે, ઇત્યાદિ જે જેમ હોય તેને તેમ દેખે, જાણે, પ્રરૂપે, તેમાં રાગદ્વેષ, ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ ન કરે, એ પ્રકારે સમદર્શીપણું સમજવું. ૐ. For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૨ ૨૧ ૮૩૯ અપાર મહામોહજળને અનંત અંતરાય છતાં ધીર રહી જે પુરુષ તર્યા તે શ્રી પુરુષ ભગવાનને નમસ્કાર. અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપે કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર. નિવૃત્તિ યોગમાં સત્સમાગમની વૃત્તિ રાખવી યોગ્ય છે. “આત્મસિદ્ધિની પ્રત વિશે આ કાગળમાં તમે વિગત લખી તે સંબંધી હાલ વિકલ્પ કર્તવ્ય નથી. તે વિશે નિર્વિક્ષેપ રહેવું. લખવામાં વધારે ઉપયોગ હાલ પ્રવર્તવો શક્ય નથી. જે વ્યવહાર જ્ઞાન આત્માર્થીને માટે અજ્ઞાનરૂપ છે તેવા અસમ્યકજ્ઞાનથી જન્મ મરણના ફેરા વધ્યા છે. તેવા જ્ઞાનનું જાત્યાંતર કરવું એટલે કે તેની જાતિ ફેરવી નાખવી અર્થાત્ અસમ્યજ્ઞાનમાંથી તેને સમ્યજ્ઞાન કરી નાખવું, તેથી ભવની નિવૃત્તિ થાય છે. ૮૪૫ મોક્ષમાર્ગશ્ય નેતારં ભેસ્તારં કર્મભૂભૃતાં, જ્ઞાતારું વિશ્વ તત્ત્વાનાં વંદે તદ્ગણ લબ્ધયે. ૧ (તત્વાર્થ સૂત્ર ટીકા) અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા, ચક્ષુરુન્મીલિત યેન તસ્મ શ્રીગુરવે નમ:. ૨ (ગુરુગીતા-૪૫) મોક્ષ માર્ગના નેતા, મોક્ષ માર્ગે લઈ જનાર, કર્મરૂપ પર્વતના ભત્તા, ભેદનાર, સમગ્ર તત્ત્વના જ્ઞાતા, જાણનાર, તેને તે ગુણોની પ્રાપ્તિ અર્થે વંદું છું. અત્રે મોક્ષમાર્ગના નેતા એમ કહી આત્માના અસ્તિત્વથી માંડી તેના મોક્ષ અને મોક્ષના ઉપાય સહિત બધાં પદો તથા મોક્ષ પામેલાનો સ્વીકાર કર્યો, તેમ જ જીવ, અજીવ આદિ બધાં તત્ત્વોનો સ્વીકાર કર્યો. મોક્ષ, બંધની અપેક્ષા રાખે છે, બંધ, બંધના કારણો આશ્રવ–પુણ્ય, પાપ કર્મ અને બંધાનાર એવા નિત્ય અવિનાશી આત્માની અપેક્ષા રાખે છે. જેણે માર્ગ જોયો, જાણ્યો, અનુભવ્યો હોય તે નેતા થઈ શકે. એટલે મોક્ષમાર્ગના નેતા એમ કહી તેને પામેલા એવા સર્વજ્ઞ સર્વદર્શી વીતરાગનો સ્વીકાર કર્યો. આમ મોક્ષમાર્ગના નેતા એ વિશેષણથી જીવ અજીવાદિ નવ તત્ત્વ, છયે દ્રવ્ય, આત્માના હોવા પણા આદિ છયે પદ અને મુક્ત આત્માનો સ્વીકાર કર્યો. For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ૨ શિક્ષામૃત મોક્ષમાર્ગ ઉપદેશવાનું કાર્ય દેહધારી સાકાર મુક્તપુરુષ કરી શકે, દેહરહિત નિરાકાર ન કરી શકે. આમ કહી આત્મા પોતે પરમાત્મા થઈ શકે છે, મુક્ત થઈ શકે છે અને તે જ બોધ કરી શકે છે એમ સૂચવ્યું, દેહરહિત અપૌરુષેય બોધનો નિષેધ કર્યો. કર્મરૂપ પર્વતના ભેદનાર એમ કહી કર્મરૂપ પર્વતો તોડવાથી મોક્ષ થાય એમ સૂચવ્યું, અર્થાત્ કર્મરૂપ પર્વતો સ્વવીયૅ કરી દેહધારીપણે તોડ્યા, અને તેથી જીવનમુક્ત થઈ મોક્ષમાર્ગના નેતા, મોક્ષમાર્ગના બતાવનાર થયા અને કર્મો સમૂળા છેવાથી નાશ કર્યાથી ફરી દેહ ધારણ કરવાપણું નથી એમ સૂચવ્યું. વિશ્વ તત્ત્વના જ્ઞાતા, સમસ્ત દ્રવ્ય પર્યાયાત્મક લોકાલોકના, વિશ્વના જાણનાર એમ કહી મુક્ત આત્માનું અખંડ સ્વપર જ્ઞાયકપણું સૂચવ્યું. આવા જે ગુણોવાળા તેને તે ગુણની પ્રાપ્તિ અર્થે વંદુ છું-૧. અજ્ઞાનતિમિરાંધાનાં” અવિદ્યારૂપી, અજ્ઞાનરૂપી જે અંધારું હતું એને “જ્ઞાનાંજનશલાકયા-” જ્ઞાનરૂપી સળીથી અંજન કરીને એ અંધારુંનાશ કર્યું છે. અર્થાત્ અજ્ઞાનનો નાશ કરીને જ્ઞાન પ્રગટાવ્યું છે. “ચક્ષુરુન્મિલિતં યેન તેમૈ શ્રી ગુરુવે નમઃ” એમણે અમારાં બાહ્ય ચક્ષુને ઉલટાવીને દિવ્ય ચક્ષુ પ્રગટાવ્યાં છે એવા શ્રી ગુરુ ભગવંતને નમસ્કાર કરું છું. ૨. ૮૪૬ ૐ નમઃ अहो जिणेहिं असावज्जा, वित्ती साहूण देसिआ, मुकख साहण हेउस्स, साहुदेहस्स धारणा (દશવૈકાલિક સૂત્ર અપ-૯૨) ભગવાન જિને આશ્ચર્યકારક એવી નિષ્પાપવૃત્તિ (આહાર-ગ્રહણ) મુનિઓને ઉપદેશ (તે પણ શા અર્થે ?) માત્ર મોક્ષના સાધનને અર્થે મુનિને દેહ જોઈએ તેના ધારણાર્થે. (બીજા કોઈપણ હેતુથી નહીં) अहो निच्चं तवो कम्म, सव्व बुद्धेहिं वण्णिअं, जाव लज्जासमा वित्ती, एगभत्तं च भोयणं (દશવૈકાલિક સૂત્ર અ. ૬-૨૨) બુદ્ધ એવા સર્વ જિન ભગવંતોએ આશ્ચર્યકારક એવું તપ: કર્મ નિત્યને અર્થે ઉપદેશ્ય. (તે આ પ્રમાણે) સંયમના રક્ષણ અર્થે સમ્યફવૃત્તિએ એક વખત આહાર ગ્રહણ. For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૨ ૨૩ ૮૫o મારું ચિત્ત, મારી ચિત્તવૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કે કોઈ મૃગ પણ આ શરીરને જોઈ જ રહે, ભય પામી નાસી ન જાય ! કોઈ હરણ આ શરીરને જોઈ જ રહે, એને ખૂજલી આવતી હોય તો આ શરીર સાથે ઘસી લે. આત્મ પ્રદેશો કેટલા સ્થિર થાય ત્યારે એ થાય ? મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાઓ, કે કોઈ વૃદ્ધ મૃગ જેના માથામાં ખૂજલી આવતી હોય તે આ શરીરને જડ પદાર્થ જાણી પોતાનું માથું ખૂજલી મટાડવા આ શરીરને ઘસે. આપણી ચંચળતા કેટલી છે ? ક્યાંય આપણું મન ભટકતું હોય, આયોજન કરતું જ હોય. રાત્રે ઊંઘ ન આવે, પડખાં ફેરવે, કાલે શું કરવું ? એનું આયોજન કરે, નકશા દોરે, એવી ચંચળતા મટાડવાની છે. ૮૫૮ मा मुज़झह मा रज्जह मा दुस्सह इट्टणि?अत्थेसु थिरमिच्छह जई चित्तं विचित्तझाणप्पसिद्धीए. ४९ पणतीस सोल, छप्पण चहु दुगमेगंच ज्वह झाएह, परमेट्ठिवाचयाणं अण्णं च गुरुवएसेण. ५० (દ્રવ્યસંગ્રહ) જો તમે સ્થિરતા ઇચ્છતા હો તો પ્રિય અથવા અપ્રિય વસ્તુમાં મોહ ન કરો, રાગ ન કરો, દ્વેષ ન કરો. અનેક પ્રકારના ધ્યાનની પ્રાપ્તિને અર્થે પાંત્રીશ, સોળ, છ, પાંચ, ચાર બે અને એક એમ પરમેષ્ઠીપદના વાચક છે તેનું જાપૂર્વક ધ્યાન કરો. વિશેષ સ્વરૂપ શ્રી ગુરુના ઉપદેશથી જાણવું યોગ્ય છે. जं किंचि वि चितंतो निरीहवित्ती हवे जदा साहू, लखूणय एयत्तं तदाहु तं तस्स णिच्चयं. झाणं (દ્રવ્યસંગ્રહ ૫૯) ધ્યાનમાં એકાગ્રવૃત્તિ રાખીને સાધુ નિસ્પૃહ વૃત્તિવાન અર્થાત્ સર્વ પ્રકારની ઇચ્છાથી રહિત થાય તેને પરમ પુરુષો નિશ્ચય ધ્યાન કહે છે. For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૪ શિક્ષામૃત CG0 ‘નાકે રૂપ નિહાળતા’ એ ચરણનો અર્થ વીતરાગમુદ્રાસૂચક છે. રૂપ અવલોકન દષ્ટિથી સ્થિરતા પ્રાપ્ત થયે સ્વરૂપાવલોકન દૃષ્ટિમાં પણ સુગમતા પ્રાપ્ત થાય છે. દર્શનમોહનો અનુભાગ ઘટવાથી સ્વરૂપાવલોકન દૃષ્ટિ પરિણમે છે. મહપુરુષનો નિરંતર અથવા વિશેષ સમાગમ, વીતારાગશ્રત ચિંતવના, અને ગુણજિજ્ઞાસા દર્શનમોહનો અનુભાગ ઘટવાના મુખ્ય હેતુ છે. તેથી સ્વરૂપદૃષ્ટિ સહજમાં પરિણમે છે. ૮૪ ચરમાવર્ત હો ચરમકરણ તથા રે, ભવપરિણતિ પરિપાક; દોષ ટળે વળી દષ્ટિ ખૂલે ભલી રે, બાપતિ પ્રવચન વાક. ૧ પરિચય પાતિક ઘાતિક સાધુશું રે, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાત્મ શ્રવણ, મનન કરી રે, પરિશીલન નયત. ૨ મુગધ સુગમ કરી સેવન લખવે રે, સેવન અગમ અનુપ; દેજો કદાચિત્ સેવક યાચના રે, આનંદઘન રસરૂપ. ૩ (શ્રી આનંદઘન રચિત સંભવ જિનસ્તવન) જીવને સંસાર પરિભ્રમણમાં છેલ્લું પુલ પરાવર્તન બાકી રહ્યું હોય અને તેમાં છેલ્લું ગુણકરણ બાકી હોય, વળી ભવમાં પરિભ્રમણ કરવાનો કાળ પરિપક્વ થયો હોય તો એવા આત્માને પ્રવચન વાકુ (યથાર્થબોધ-ગુરુગમ)ની પ્રાપ્તિ થાય તો સાચી દૃષ્ટિ ખુલી જાય અને દોષોનો નાશ થઈ જાય - ૧ એવા આત્માને પછી પાપનો નાશ કરનાર એવા સાધુનો જ પરિચય કરવાનું મન થાય. એ પરિચયથી આત્માને નુકસાન કરનાર ભાવોને દૂર કરીશું. આમ થવાથી અધ્યાત્મગ્રંથોનું યથાર્થ શ્રવણ તથા મનન કરીને નયપૂર્વક સમજીને તેને આચરણમાં મૂકીશું - ૨ આપના પ્રત્યે મુગ્ધ ભાવવાળા - ભક્તિ ભાવવાળા સરલ આત્માઓ આપની સેવા ભક્તિ યથાર્થપણે સમજીને સુગમપણે આદરે છે. પણ પ્રભુની સેવા ગમ ન પડે તેવી અને ઉપમા ન આપી શકાય તેવી છે. માટે તે આનંદઘન ભગવાન ! આપના સેવકની વિનંતી માન્ય રાખીને કાંઈ સેવા આપવી હોય તો આનંદઘન રસ એટલે કે આનંદપુજના રસરૂપ સેવા આપજો એવી મારી યાચના છે. For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૮૬૫ उवसंतखीणमोहो, मग्गे जिणभासिदेण समुवगदो; नाणामग्गचारी निव्वाणपुरं वज्जदि धीरो. (પંચાસ્તિકાય ગાથા-૭૦) દર્શનમોહ ઉપશાંત અથવા ક્ષીણ થયો છે જેનો એવો ધીરપુરુષ વીતરાગોએ દર્શાવેલા માર્ગને અંગીકાર કરીને શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પરિણામી થઈ મોક્ષપુર પ્રત્યે જાય છે. આ જે અત્યારે વાંચી રહ્યા છીએ, તે પ.કૃ. દેવે આગમોની શાખ આપી પોતાના હસ્તાક્ષરે લખેલ છે. ૨૨૫ ૮૬૬ દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, નિગ્રંથપ્રવચનનું રહસ્ય છે. શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે. દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ, ધર્મકથાનુયોગ એ શાસ્ત્રોના ચાર અનુયોગ છે. એમાં દ્રવ્યાનુયોગ જાણવો એટલે છ એ દ્રવ્યો જાણવાં, એના પર્યાયો જાણવા, એનાં ગુણલક્ષણ જાણવાં. એમાં ભગવાન મહાવીરના પ્રવચનનું રહસ્ય છે. શુક્લધ્યાનથી કેવળજ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે; દર્શનમોહનો અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહત્ પુરુષના ચરણકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે. મિથ્યાત્વ, અજ્ઞાન, અવિદ્યા કે દર્શનમોહ જાય પછી મહત્પુરુષના આશ્રયમાં રહેવાથી દ્રવ્યાનુયોગ યથાર્થ સમજાય છે. જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે, તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યક્દર્શનનું નિર્મલત્વ છે. જેટલું સમક્તિ નિર્મળ, એટલી સંયમની વૃદ્ધિ. તેનું કારણ પણ દ્રવ્યાનુયોગ થાય છે. સામાન્યપણે દ્રવ્યાનુયોગની યોગ્યતા પામવી દુર્લભ છે. આત્મારામ પરિણામી, પરમવીતરાગ દૃષ્ટિવંત, પરમ અસંગ એવા મહાત્મા પુરુષો તેનાં મુખ્ય પાત્ર છે. એ ગુણો આવા મહાત્માઓમાં આવે. કોઈ મહત્ પુરુષના મનનને અર્થે પંચાસ્તિકાયનું સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું, તે મનન અર્થે આ સાથે મોકલ્યું છે. For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત હે આર્ય ! દ્રવ્યાનુયોગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તે આ પુરુષનાં વચન તારા અંતઃકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. વધારે શું ? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે. ૨૬ ✩ ૮૭૫ પરમકૃપાળુ મુનિવર્યના ચરણ કમળમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. અહો સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ ! સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ, નિર્વિકલ્પવભાવનાં કારણભૂત; છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્તો ! ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ - ૮૭૬ જેનો કાળ તે કિંકર થઈ રહ્યો, મૃગતૃષ્ણાજળ ત્રૈલોક જીવ્યું ધન્ય તેહનું. દાસી આશા પિશાચી થઈ રહી, કામ ક્રોધ તે કેદી લોક - જીવ્યું... ખાતાં પીતાં બોલતાં નિત્યે છે નિરંજન નિરાકાર - જીવ્યું... જાણે સંત સલૂણા તેહને, જેને હોય છેલ્લો અવતાર જગપાવનકર તે અવતર્યા, અન્ય માત ઉદરનો ભાર જીવ્યું... જીવ્યું... તેને ચૌદ લોકમાં વિચરતાં, અંતરાય કોઈયે નવ થાય - જીવ્યું... રિદ્ધિ સિદ્ધિ તે દાસીઓ થઈ રહી, બ્રહ્મઆનંદ હદે ન સમાય – maj... - જેની પાસે કાળ પણ દાસ થઈને રહે છે, જે ત્રણે લોકને મૃગ તૃષ્ણારૂપી પાણી સમાન માને છે. તેવા પુરુષનું જીવન ધન્ય થયું કહેવાય. પિશાચી તરીકે ઓળખાતી આશા-સ્પૃહા-તૃષ્ણા જેની દાસીપણે રહે છે અને કામ, ક્રોધ તેની પાસે કેદ થઈને પડ્યા તેવા પુરુષનું જીવન ધન્ય છે. ખાતી વખતે, બોલતી વખતે, પાણી કે પ્રવાહી પીતી વખતે જે હંમેશાં નિરંજન નિરાકાર સ્થિતિમાં જ રહે છે. તેવા પુરુષનું જીવન ધન્ય છે. જેને છેલ્લો અવતાર હોય તેવા સલૂણા સંતો આવી વાતો જાણે છે. તે જગતને પાવન કરનાર માતાની કૂખેથી જન્મ લે છે તેવી માતાનું જીવન પણ ધન્ય થઈ જાય છે. બાકી તે સિવાયના જે જન્મ્યા છે તે માતાના ઉદરના ભારરૂપ ગણાય છે. આવા For Personal & Private Use Only - Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૨ ૨૭ સલૂણા સંતને ચૌદ રાજલોકમાં ફરતાં કોઈપણ જાતનો અંતરાય થતો નથી. રિદ્ધિ સિદ્ધિ તેની દાસીઓ થઈને રહે છે અને બ્રહ્મ એટલે આત્માનો પોતાનો આનંદ હૃદયમાં સમાય નહીં તેવો હોય. આવા જે મહાપુરુષો છે તેનું જીવન ધન્ય થયું કહેવાય- કૃતાર્થ થયું કહેવાય. ૮૮૩ ૐ નમઃ 'बिना नयन पावे नहीं बिना नयन की बात. એ વાચનો હેતુ મુખ્ય આત્મદષ્ટિ પરત્વે છે. સ્વાભાવિક ઉત્કર્ષાર્થે એ વાક્ય છે. સમાગમના યોગે સ્પષ્ટાર્થ સમજાવા યોગ્ય છે. તેમજ બીજા પ્રશ્નોનાં સમાધાન માટે હાલ પ્રવૃત્તિ બહુ અલ્પ વર્તે છે. સત્સમાગમના યોગમાં સહજમાં સમાધાન થવા યોગ્ય છે. બિના નયન” આદિ વાક્યનો સ્વકલ્પનાથી કંઈ પણ વિચાર ન કરતાં, અથવા શુદ્ધ ચૈતન્યદૃષ્ટિ પ્રત્યેનું વલણ તેથી વિક્ષેપ ન પામે એમ વર્તવું યોગ્ય છે. “કાર્તિકેયાનુપ્રેક્ષા” અથવા બીજું સન્શાસ્ત્ર થોડા વખતમાં ઘણું કરીને પ્રાપ્ત થશે. દુષમકાળ છે, આયુષ્ય અલ્પ છે, સત્સમાગમ દુર્લભ છે, મહાત્માઓના પ્રત્યક્ષ વાક્ય, ચરણ અને આજ્ઞાનો યોગ કઠણ છે. જેથી બળવાન અપ્રમત્ત પ્રયત્ન કર્તવ્ય છે. તમારી સમીપ વર્તતા મુમુક્ષુઓને યથાવિનય પ્રાપ્ત થાય. શાંતિઃ. ૮૮૭ અગમ્ય છતાં સરળ એવા મહાપુરુષોના માર્ગને નમસ્કાર. સત્સમાગમ નિરંતર કર્તવ્ય છે. મહત્ ભાગ્યના ઉદય વડે અથવા પૂર્વના અભ્યસ્ત યોગ વડે જીવને સાચી મુમુક્ષતા ઉત્પન્ન થાય છે, જે અતિ દુર્લભ છે. તે સાચી મુમુક્ષતા ઘણું કરીને મહાપુરુષના ચરણ કમળની ઉપાસનાથી પ્રાપ્ત થાય છે અથવા તેવી મુમુક્ષતાવાળા આત્માને મહત્ પુરુષના યોગથી આત્મનિષ્ઠપણું પ્રાપ્ત થાય છે; સનાતન અનંત એવા જ્ઞાની પુરુષોએ ઉપાસેલો એવો સન્માર્ગ પ્રાપ્ત થાય છે. સાચી મુમુક્ષતા જેને પ્રાપ્ત થઈ હોય તેને પણ જ્ઞાનીનો સમાગમ અને આજ્ઞા અપ્રમત્તયોગ સંપ્રાપ્ત કરાવે છે. મુખ્ય મોક્ષમાર્ગનો ક્રમ આ પ્રમાણે જણાય છે. For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૮ શિક્ષામૃત વર્તમાનકાળમાં તેવા મહત્પષનો યોગ અતિ દુર્લભ છે. કેમ કે ઉત્તમકાળમાં પણ તે યોગનું દુર્લભપણું હોય છે, તેમ છતાં પણ સાચી મુમુક્ષતા જેને ઉત્પન્ન થઈ હોય, રાત્રિદિવસ આત્મકલ્યાણ થવાનું તથારૂપ ચિંતન રહ્યા કરતું હોય, તેવા પુરુષને તેવો યોગ પ્રાપ્ત થવો સુલભ છે. આત્માનુશાસન' હાલ મનન કરવા યોગ્ય છે. ૮૯૬ કૃપાળુદેવ જ્યાં સુધી સોભાગભાઈ હયાત હતા ત્યાં સુધી નવું વર્ષ બેસે એટલે પહેલો પત્ર સોભાગભાઈને લખતા હતા. સોભાગભાઈનો દેહ પડી ગયા પછી નવા વર્ષનો આ પ્રથમ પત્ર પ્રભુશ્રીને લખ્યો છે. પરમ વીતરાગોએ આત્મસ્થ કરેલું, યથાખ્યાત ચારિત્રથી પ્રગટેલું એવું પરમ અસગપણું નિરંતર વ્યક્તા વ્યક્તપણે સંભારું છું. પરમ કૃપાળુદેવે પોતાની દશા મથાળામાં લખી છે. તેઓ કહે છે કે હજી હું વીતરાગ તો થયો નથી. મારે એ વીતરાગ ભગવંતોએ જે દશા પ્રાપ્ત કરી તે કરવી છે. હું અત્યારે વ્યક્ત એટલે ક્યારેક અનુભવું છું, અને અવ્યક્ત એટલે ક્યારેક એ અનુભવાતું નથી એ સંભારું છું. છેલ્લામાં છેલ્લે અસંગપણું આવે, એ યથાખ્યાત ચારિત્રથી જ આવે. અસંગપણું એટલે આ દુનિયાની કોઈ ચીજથી, સ્થૂળ શરીર, અંદરનું તૈજસ્ શરીર, કાર્મણ શરીર, પાંચ ઇન્દ્રિયો એ બધાથી અસંગપણું, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ બધાંથી જુદાપણું એ અસંગપણું યથાખ્યાત ચારિત્ર પછી આવે. ‘એ સંભારું છું’ એટલે કે તેનું ધ્યાન કરું છું. આ દુષમકાળમાં સત્સમાગમનો યોગ પણ અતિ દુર્લભ છે, ત્યાં પરમ સત્સંગ અને પરમ અસંગપણાનો યોગ ક્યાંથી બને? જ્ઞાની પુરુષનો સત્સંગ રહે એને પરમ સત્સંગ કહ્યો છે ‘પરમ અસગપણાનો યોગ બનવો બહુ વિકટ છે, દુર્લભ છે. જો પરમ સત્સંગ મળે તો જ પછી પરમ અસંગપણાનો યોગ થાય. આ કોને લખે છે ? કૃપાળુદેવ મુનિઓને લખે છે. સત્સમાગમનો પ્રતિબંધ કરવા જણાવે તો તે પ્રતિબંધ ન કરવાની વૃત્તિ જણાવી તો તે યોગ્ય છે; યથાર્થ છે. For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૨ ૨૯ તે સમયે ખંભાતના સમાજના માણસોએ ચૌદ ઘર ખંભાતનાં ગૃહસ્થોનાં અને આ સાત મુનિઓને સંઘ બહાર મૂક્યા હતા. એમાં સમાધાન કરતાં એવી શરત મૂકવામાં આવી હતી કે તમારે હવેથી સત્સમાગમ ન કરવો. પરંતુ તમે પ્રતિબંધ ન સ્વીકારવાની વૃત્તિ જણાવી તે યોગ્ય જ છે. એમ કૃપાળુદેવ લખે છે. તે પ્રમાણે વર્તશો. સત્સમાગમનો પ્રતિબંધ કરવો યોગ્ય નથી; તેમ સામાન્યપણે તેમની સાથે સમાધાન રહે એમ વર્તન થાય તેમ હિતકારી છે. આપણી અંદર જરાપણ વેરનો, દ્વેષનો અંકુરો ફૂટવો ન જોઈએ એ પ્રમાણે તમે વર્તશો. પછી જેમ વિશેષ તે સંગમાં આવવું ન થાય એવા ક્ષેત્રે વિચરવું યોગ્ય છે, કે જે ક્ષેત્રે આત્મસાધન સુલભપણે થાય. પરમ શાંત કૃતના વિચારમાં ઇન્દ્રિયનિગ્રહપૂર્વક આત્મપ્રવૃત્તિ રાખવામાં સ્વરૂપસ્થિરતા અપૂર્વપણે પ્રગટે છે. આ વચનામૃત એ પરમશાંત શ્રત છે. આગમો પણ પરમશાંત શ્રત છે. જે પૂ. આનંદઘનજી, પૂ. દેવચંદ્રજી, પૂ. મોહનવિજયજી, પૂ. યશોવિજયજી વિગેરેનાં સ્તવનો છે, એમની સઝાય છે. એમની બનાવેલી પૂજાઓ છે એ બધું પરમ શાંતશ્રત છે. ઇન્દ્રિયોને એના વિષયોના વિકારથી જુદી પાડીને માત્ર આત્માકાર વૃત્તિ રાખવી અને એમ જો રાખવામાં આવે તો તે સ્વરૂપમાં કાયમ રહેવાય. સંતોષ આર્યા આદિએ યથાશક્તિ ઉપર દર્શિત કર્યું તે પ્રયત્ન યોગ્ય છે. 35 શાંતિ આર્યા સંતોષબાઈ સ્વામીએ પણ દર્શિત કર્યું છે, એ જે પુરુષાર્થ કરે છે, પ્રયત્ન કરે છે એ યોગ્ય છે. આપણને ખ્યાલ રહે કે એ જમાનો જ જુદો હતો. એટલે પ્રભુશ્રીએ કેટલી માનસિક હિમ્મત બતાવી હશે ! એ જમાનો એવો હતો કે સંઘ બહાર મૂકે એટલે સામાજિક કેટલીય મુશ્કેલીઓ ભોગવવી પડે ! છતાં એ બધા મક્કમ રહ્યા હતા. ૯૦૧ ગુરુ ગણધર, ગુણધર અધિક પ્રચુર પરંપર ઓર; - વતતપધર, તનું નગનધર, વંદો વૃષશિરમોર. (સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા - ટીકા દોહરો ૩) For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શિક્ષામૃત ગુરુ ગણ(સમૂહ)ના ધારણ કરનાર એટલે સમૂહને સાથે રાખીને ચાલનારા હોય, ગુણના ધારણહાર હોય, એ પણ અધિક પ્રમાણમાં હોય વ્રતરૂપી તપના કરનાર હોય, દિગંબર અવસ્થામાં વિચરતા હોય એવા વૃષભ સમાન સાધુઓમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા ભગવાનને વંદન કરું છું. ૯૦૧ ગુરુ ગણધર ગુણધર અધિક, પ્રચુર પરંપર ઓર; વ્રતતપધર, તનુ નગનધર, વંદો વૃષશિરમોર. જગત વિષયના વિક્ષેપમાં સ્વરૂપવિભ્રાંતિ વડે વિશ્રાંતિ પામતું નથી. આ જગતના લોકોને પાંચ ઇન્દ્રિયોના વિષયો અને એના વિક્ષેપથી સ્વરૂપ શું છે ? એ ખ્યાલ આવતો નથી. સ્વસ્વરૂપ વિશે એમને ભ્રાંતિ રહ્યા કરે છે. એટલે તેમને વિશ્રાંતિ શાંતિ મળતી નથી, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય, આત્માકાર વૃત્તિ થાય તો જ શાંતિ મળે. હવે સંસારમાં લોકો વિષયમાં જ મશગૂલ છે. ‘હું કોણ છું” એ વિચારવાનો એમને સમય જ નથી. ‘વત તપધર, તનુ નગનધર, વંદો વૃષશિરમોર' એટલે માથે ચઢાવવાના છે, કે નમસ્કાર કરવા યોગ્ય છે એમ જાણી એને વંદો. અનંત અવ્યાબાધ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠો છે. એના જેવું બીજું સુખ નથી. અવ્યાબાધ સુખ એટલે એ સુખમાં પછી ક્યારેય ભંગ ન પડે એને મેળવવાનો અનન્ય ઉપાય એટલે એના જેવો બીજો કોઈ ઉપાય, બળવાન ઉપાય નથી. તે ઉપાય શું છે? સ્વરૂપસ્થ થવું તે, સ્વરૂપસ્થ એટલે આત્માકાર વૃત્તિ થવી, એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠો છે. ભગવાન જિને દ્વાદશાંગી એ જ અર્થે નિરૂપણ કરી છે, અને એ જ ઉત્કૃષ્ટતાથી તે શોભે છે, જયવંત છે. ભગવાન જિને એટલે તીર્થકરોએ, એકલા ભગવાન મહાવીર સ્વામી નહીં, પણ બધા તીર્થકરોએ દ્વાદશાંગી એટલે બાર અંગની દેશના આપી છે અને તેની રચના ગણધરોએ કરેલ છે. એ રચના અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરવા માટે કરી છે. ગ્રંથો જ્યાં સુધી આપણને એમાં ગમ પડે નહીં, ત્યાં સુધી ઉપકારી થતા નથી. “જયવંત છે” એટલે એ દ્વાદશાંગી આ જગતમાં જય મેળવનારી છે. For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ શ્રી વચનામૃતજી જ્ઞાનીનાં વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ, ચેતન, જડને ભિન્નસ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે. આ જ્ઞાનીનાં વાક્યો છે. એને શ્રવણ કરીને ઉલ્લાસ પામતો એવો જીવ, ચેતન એટલે પોતાના આત્માને અને જડને એટલે આ ત્રણે શરીરો, ઇન્દ્રિયો ઇત્યાદિને ભિન્ન સ્વરૂપે યથાર્થપણે પ્રતીત કરે છે. એમાં બીજાં પાંચે દ્રવ્યો આવી ગયાં. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, પુદ્ગલ અને એનો વર્તના ગુણ એટલે કાળ. પહેલાં તો એ સમજીને એને પ્રતીત કરે છે, એટલે કે એમાં શ્રદ્ધા રાખે છે. પછી અનુભવે છે એટલે કે એ પુરુષાર્થ કરે છે અને અંદર એનો ભેદ પડે છે. એક વખત સ્વરૂપે પ્રગટ થઈ ગયું પછી એને માટે પુરુષાર્થ કરવાનો રહેતો નથી. એ સ્વરૂપ સહજ રીતે રહે એમાંથી બહાર નીકળવું પડે તો મહેનત કરવી પડે અને ત્યારે દુઃખ થાય. એવો અનુભવ થાય તો એ આત્મા સ્વરૂપસ્થ થયો કહેવાય. યશાસ્થિત અનુભવ થવાથી સ્વરૂપસ્થ થવા યોગ્ય છે. એનો પૂર્ણ અનુભવ થવો જોઈએ. દર્શનમોહ વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમભક્તિ સમુત્પન્ન થાય છે, તત્ત્વ પ્રતીતિ સમ્યકપણે ઉત્પન્ન થાય છે. પ્રથમ દર્શનમોહ જવો જોઈએ. એ ક્ષય થાય તો જ્ઞાનીનાં માર્ગમાં પરમ ભક્તિ ઉત્પન્ન થાય છે. નવે તત્ત્વ કે છ દ્રવ્યો એના ઉપર સમ્યપ્રતીતિ ઉત્પન્ન થાય છે. સમ્યક્ શા માટે લખ્યું ? સમ્યક્ એટલે સાચી. તત્ત્વપ્રતીતિ વડે શુદ્ધ ચેતન્ય પ્રત્યે વૃત્તિનો પ્રવાહ વળે છે. શુદ્ધ ચેતન્યના અનુભવ અર્થે ચારિત્રમોહ વ્યતીત કરવા યોગ્ય છે. જે સમયે તત્ત્વ ઉપર શ્રદ્ધા થઈ કે હા, આ શરીર એટલે હું નથી. હું કોણ ? એ મારે શોધી કાઢવું જોઈએ. શોધે તો એ શુદ્ધ ચૈતન્ય પ્રત્યે-શુદ્ધ આત્મા પ્રત્યે એ વૃત્તિનો પ્રવાહ વળે છે અત્યારે તો આપણી વૃત્તિ બહાર જ ભટકે છે. એને બદલે એ અંતરવૃત્તિ થાય. પછી વૃત્તિનો પ્રવાહ આત્મા તરફ જ વહે. દર્શનમોહ ગયા પછી ચારિત્રમોહ જાય. પણ એને થોડો સમય લાગે. આપણે તો પુરુષાર્થ એ ચારિત્રમોહ નાશ કરવાને માટે જ કરવાનો છે. એ શું ? તો કહે કે ઉદય આવે ત્યારે ઉદયને ઓળખવો અને સમપરિણામ ભોગવવો. ઉદય બધા માણસો ઓળખી શકતા નથી. હોય ઉદીરણા અને કહે કે ઉદય છે, તો એવા જીવોને રખડી મરવાનું છે. ચારિત્રમોહ, ચેતન્યન-જ્ઞાની પુરુષના સન્માર્ગના નૈષ્ઠિકપણાથી પ્રલય થાય છે. ચારિત્રમોહનો નાશ કેવી રીતે થાય ? તો કહે છે કે ચૈતન્ય માટે એટલે આત્મા માટે, જ્ઞાની For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત પુરુષોએ જે સન્માર્ગ બતાવ્યો છે, એના ઉપર નૈષ્ઠિકપણાથી એટલે પૂર્ણ અડગ શ્રદ્ધા રાખે તો ચારિત્રમોહનો પ્રલય થાય છે, એ બળી જાય છે, નાશ પામી જાય છે. અસંગતાથી પરમાવગાઢ અનુભવ થવા યોગ્ય છે. આ ઊંચી દશાની વાત છે. એ અસંગતા આવે તો આપણે ઘણે ઊંચે પહોંચી ગયા સમજવું. ત્યારે પરમાવગાઢ અનુભવ થવા યોગ્ય છે એટલે ત્યારે માત્ર આત્માનો અનુભવ અને તે પણ પરમઅવગાઢ એટલે દઢપણે ઉત્કૃષ્ટતાથી થવા યોગ્ય છે. હે આર્ય મુનિવરો ! એ જ અસંગ શુદ્ધ ચેતન્યાર્થે અસંયોગને અહોનિશ ઇચ્છીએ છીએ. હે મુનિવરો ! અસંગતાનો અભ્યાસ કરો. અસંગ-કોઈની સાથે લેવા દેવા નહીં, કોઈ નિમિત્ત નહીં એને. એવી અસંગતા અહોનિશ અમે ઇચ્છીએ છીએ એમ કૃપાળુદેવ લખે છે. ‘તમો પણ હે મુનિવરો ! અસંગતાનો અભ્યાસ કરો કારણ કે અંદર કેટલુંય ભર્યું હોય છે અને એ તરફ આપણો મોહ હોય છે; ગમતા ઉપર રાગ, રતિ હોય છે અને ન ગમતા ઉપર અરતિ હોય છે. બે વર્ષ કદાપિ સમાગમ ન કરવો એમ થવાથી અવિરોધતા થતી હોય તો છેવટે બીજો કોઈ સદુપાય ન હોય તો તેમ કરશો. બે વર્ષ સુધી શ્રાવકો અને સાધુઓનો સંગ ન કરવો, કારણ કે એમ થવાથી અવિરોધતા થતી હોય તો છેવટે બીજો કોઈ સદ્ધપાય ન હોય તો તેમ કરશો. જે મહાત્માઓ અસંગ ચેતન્યમાં લીન થયા, થાય છે અને થશે તેને નમસ્કાર. ૩% શાંતિઃ જે મહાપુરુષો અસંગ ચૈતન્યમાં એટલે શુદ્ધ આત્મામાં લીન થયા, ભગવાન આત્મામાં લીન થયા, થાય છે અને થશે તેને નમસ્કાર હો. ૐ શાંતિઃ ૯૦૨ જડ ને ચૈતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે; સ્વરૂ૫ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે શેય પણ પરદ્રવ્યમાંય છે; જડ અને ચેતન એ બેનો સ્વભાવ જુદો છે. જો સાધકને, મુમુક્ષુને, જે જડ છે એ ત્રણે કાળમાં જડ છે અને ચેતન છે એ ત્રણે કાળમાં ચેતન છે એવી અંદરથી સમજણ હોય તો જ પ્રતીતિ આવે. સમજણ સિવાય પ્રતીતિ આવે નહીં. આપણે રોજ રોજ ગાઈએ છીએ પણ આપણા વર્તનમાં એવું હોતું નથી, કેમ નથી હોતું ? For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૨૩૩ પોતાનું સ્વરૂપ ચેતન છે, અને આ શરીર જડ છે. એ બે નો સંબંધ છે. આપણું શરીર જડ છે. એ શરીર, આત્મા સાથે માત્ર સંયોગ સંબંધે છે. સંબંધ એટલે જુદો પાડી શકાય એવો સંબંધ છે. બન્નેનો સ્વભાવ જુદો છે. આત્માનો ગુણ જાણવા, દેખવાનો છે. પણ શરીરનો ગુણ જાણવા, દેખવાનો નથી. તમે કહેશો કે કેમ નથી. આ આંખોથી દેખાય છે, પરંતુ જેનામાંથી એક મિનિટ પહેલાં જીવ જતો રહ્યો છે એની આંખો દેખી શકે? આંખો છે, એ તો એનું નિમિત્ત છે, માધ્યમ છે, સાધન છે. જેમ ટેલિસ્કોપ-દૂરબીન સાધન છે તે દૂરનું જોવાનાં કામમાં આવે છે. એમ આંખ પણ આત્મા માટે બહાર જોવાનું સાધન છે; એટલે પરદ્રવ્ય છે. એ પોતે આત્મા નથી. પરદ્રવ્ય જ છે. એમ જ આ શરીર, ધૂળ-તૈજસુકાર્પણ શરીર, પાંચ ઇન્દ્રિયો, મન એ બધાં શૈય છે. બધાં સાધન છે, પરદ્રવ્ય છે. એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. ૧ આવો અનુભવનો પ્રકાશ, આત્માનો પ્રકાશ, સાધકને અંદર જ્યારે પ્રગટ થાય, એ વખતે એને ઉલ્લાસ આવે. એને શું થાય ? જડ વસ્તુ જેમ કે હીરા, માણેક, પન્ના હોય કે મિલ્કત હોય કે આ શરીર હોય એ બધાં તરફ એ ઉદાસીન થઈ જાય. આ જન્મ-મરણના ફેરા શું કામ થાય છે? ‘હું અને મારું માન્યાથી થાય છે. આપણામાંથી જો હું અને મારું કાઢી નાખીએ તો આપણે જન્મ મરણના ફેરા ઓછા કરવા પડે, પણ હું અને મારું એમ સહેલાઈથી નીકળે એવું નથી. ઘણા ભવના અધ્યાસથી રહેલું છે, એ અધ્યાસને દેહાધ્યાસ કહેવાય. એને ટાળવા માટે ખૂબ ખૂબ પુરુષાર્થ કરવો જોઈએ, સમજવું જોઈએ ત્યારે થાય. એટલે “જડથી ઉદાસ” એ શરીર તરફ ઉદાસીન થઈ જાય. “આત્મવૃત્તિ થાય છે. એટલે જે બહિવૃત્તિ હતી, જે બહાર ભટકતી હતી એ અંતવૃત્તિ થઈ જાય. આંખો ઉઘાડી હોય છતાં એને બહારનું કાંઈ દેખાય નહીં. જ્ઞાનીને આવી દશા હોય. આંખ ઘાડી છતાં બહારનું ન દેખે, કાન હોવા છતાં બહારનું ન સાંભળે, જીભ હોવા છતાં એ બોલે હીં. આપણે એવું થયું છે. શા માટે ? કારણ કે આપણે પોતે સ્વરૂપથી કોણ છીએ એ જાણવું ' . આપણે પરમાત્મા છીએ. આપણે પરમાત્મા થવું છે. જન્મ મરણના ફેરા ટાળવા છે. જો આ ન થાય ત્યાં સુધી એ બની શકશે નહીં. એટલે કહે છે કે “જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે !' જેને જ્ઞાન થાય તેને કાયાની માયા છૂટી જાય. કાયાને એ લોકો ભૂલી જાય, અને પોતાના સ્વરૂપમાં લીન થઈ જાય. આત્મામાં લીન થઈ જાય. આ “નિગ્રંથનો પંથ” એટલે આત્મસાક્ષાત્કાર દ્વારા અનુભવીને બતાવેલો મારગ છે. એ ભવનો અંત કરવા માટેનો ઉપાય છે. જન્મ મરણના ફેરા તો જ ટળે. નહીં તો કાંઈ ફેરા ટળવાના નથી. For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શિક્ષામૃત દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે; જીવનની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ, મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે; દેહ ક્રિયા કરે તો મેં ક્રિયા કરી’ એમ થાય છે. આપણે જ્યાં સુધી આત્માને જાણતા નથી ત્યાં સુધી ભલે તપ કરીએ, જપ કરીએ એથી દેવગતિ પ્રાપ્ત થાય, સારી ગતિ મળે, પણ જનમ મરણના ફેરા ન ટળે, કારણ કે એ ભવ પછી મનુષ્ય ભવ જ મળે એવું નક્કી નથી. દેવગતિ કોને મળે ? ઘણું જ પુણ્ય હોય અને નહિ જેવું પાપ હોય એને મળે. પરંતુ દેવગતિ ભોગ ભૂમિ છે, ત્યાં પુણ્ય ભોગવાઈ જાય પછી બાકીનાં પાપ કર્મો ભોગવવા નીચલી ગતિમાં જવું પડે. દેવને પોતાને અવધિજ્ઞાન હોય. એ જુવે કે મારે ક્યાં જવાનું છે ? જ્યાં જુવે ત્યાં એને ઘણે ભાગે તિર્યંચ ભવમાં જવાનું હોય. બહુ ઓછાને મનુષ્યગતિ મળે એટલે એ એટલો બધો દુઃખી થાય, છેલ્લા છે મહિના કે અરેરે મારે આ બધું સુખ છોડી અહીંયાથી જવું પડશે ? હવે માની લ્યો કે તિર્યંચની ગતિ આવી તો તિર્યંચની ગતિમાં ઘાણીનો બળદ થયો તો ગોળ ગોળ ચાલવું જ પડે, એને કોઈ ખાવા આપે ત્યારે ખવાય, પાણી આપે ત્યારે પીવાય. એ પાછો પશુમાંથી મનુષ્ય ક્યારે થાય, આવા જોગ ક્યારે મળે અને જન્મમરણના ફેરા ટળવાનો પુરુષાર્થ ક્યારે કરી શકે ? તો આવું છે. દેહ એટલે હું એટલે તેની “ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે.” હું “જે કરું છું એ સારું જ કરું છું” એમ માનીને દેહને અનુસરી ક્રિયા થાય છે. પણ હું કોણ છું એ ખબર નથી. દેહને જ ઓળખે છે અને હું અને મારું એમાં જ રચ્યોપચ્યો રહે છે. દેહનો જન્મ થયો તો આપણે જમ્યા. એ જીવની ઉત્પત્તિ પછી આ શરીરને રોગ થયો તો મને રોગ થયો; શોક આવી પડ્યો કે કોઈ દુ:ખનો પ્રસંગ બન્યો તો આ શરીરને અંગે છે અને મૃત્યુ થશે તો પણ આ શરીરનું થશે, આમ એ બધું શરીરનું છે, છતાં “દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે.” આ મને થયું, હું જન્મ્યો, મને રોગ થયો, મને શોક થયો, મને દુઃખ પડ્યું, મારું મૃત્યુ થશે એમ મનાય છે. આ જ અજ્ઞાન છે-અવિદ્યા છે-મિથ્યાત્વ છે-દર્શનમોહ છે. એ ટાળી સાચી સમજણ ન થાય ત્યાં સુધી હિમાલય ખોદી નાખો, તપસ્યા કરીને શરીરને ગાળી નાખો તો પણ જન્મ મરણના ફેરા ન ટળે. એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. ૨ એવો જે મિથ્યાત્વ ભાવ-તેનાથી દેહ અને આત્મા જે એકમેક થઈ ગયા લાગે છે એટલે કે જીવની ઓળખાણ પડતી નથી; અને દેહને જીવ માનીએ છીએ. એનું શું કારણ છે ? મિથ્યાત્વ ભાવ. સાચી સમજણ નથી. કૃપાળુદેવ કહે છે કે આ મિથ્યાત્વ ભાવ એ જ અજ્ઞાન છે, અંધારું છે. જ્યાં સુધી જ્ઞાનરૂપી અજવાળું ન થાય ત્યાં સુધી અજ્ઞાનરૂપી અંધારું ન જાય. અજ્ઞાન જાય નહીં, For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૨૩૫ ત્યાં સુધી સાચું કાર્ય થાય નહીં. આ અંધારું ક્યારથી ચાલ્યું આવે છે ? તો કહે છે કે અનાદિથી ચાલ્યું આવે છે. આ અંધારું “જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે.” જ્ઞાનનાં વચનો સાંભળો, વાંચો, વિચારો, તો આ મિથ્યાત્વભાવ દૂર થાય, નહીં તો કોઈ રીતે એ દૂર થાય એવું નથી. દેહનો સ્વભાવ જુદો, જીવનો સ્વભાવ જુદો. એનાં ગુણ-લક્ષણ અને દેહનાં ગુણ-લક્ષણ એ બન્ને યથાર્થ રીતે સમજ્યા અર્થાત્ એ બે જુદા ઓળખ્યાં, તો બે જુદા પાડ્યા અને તો “બન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે.” એટલે કે દેહ જડ છે તે જડરૂપે સમજાય અને ચેતન છે તે ચેતન રૂપે સમજાય. ચેતન જ્યારે ચેતન રૂપે થાય ત્યારે જ્ઞાન થયું કહેવાય-પ્રકાશ થયો-આત્મસાક્ષાત્કાર થયો એમ કહેવાય. પુરુષાર્થી જીવ અરિહંત પદને પામી શકે. પણ સમજણની ખામી છે. જીવને મન મેળવ્યું છે, તો આ મનનું કામ સમજવાનું છે. એને બદલે કેટલાય લોકો રાત્રે પલંગમાં પડખાં ફેરવતા ફેરવતાં આવતી કાલનું આયોજન કરતા હોય છે. આટલું કમાણા અને હવે આટલું કમાવું છે. પોતાના સ્વરૂપ વિષે વિચારવાની મનને ફૂરસદ નથી કે હું કોણ છું ? આવું સરસ સાધન મળ્યું છે, તો કોઈ કહે છે કે શું કરીએ સમય નથી મળતો. પરંતુ એ ખોટી વાત છે. ગપ્પાં મારવામાં અથવા કોઈની નિંદા કરવામાં અને કાં તો સ્વપ્નવતું સંસારના બધા તરંગો કરવામાં આયોજનો અને તૃષ્ણાઓમાં સમય ચાલ્યો જાય છે. આખા દિવસમાં સમજુ માણસે એક બે કલાક તો કાઢવા જોઈએ અને પોતાના વિષે વિચાર કરવો. પોતાના વિષે વાંચવું, નિદિધ્યાસન કરવું તો દુર્લભ મનુષ્યભવ જે મળ્યો છે એ સાર્થક થશે ! ૯૧૨ ધન્ય તે મુનિવરા જે ચાલે સમભાવે રે, જ્ઞાનવંત જ્ઞાનીશું મળતા તનમન વચને સાચા, દ્રવ્યભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા રે, ધન્ય તે મુનિવરા જે ચાલે સમભાવે રે. (સિદ્ધાંત રહસ્ય સીમંધર જિન સ્તવન શ્રી યશોવિજયજી) તે મુનિઓ ધન્ય છે કે જે સમભાવમાં જ વર્તી રહ્યા છે. એવા જ્ઞાનવંત જ્ઞાનીને જે મળે તેનું વર્તન મન, વચન અને કાયાથી સત્ય બની જાય. દ્રવ્ય તથા અમૃતમય ભાવો જે બોલે છે તે પરમાર્થ સત્યરૂપ હોય છે. તે જિનેશ્વરની જ વાણી છે. તે ધન્ય છે કે જે સમભાવમાં રહીને વિચરે છે. For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત ૯૧૩ આ પત્રમાં જેઓ સાધના કરતા હોય, પગથિયાં ચઢતાં હોય એના ચાર ભાગ બતાવ્યા છે. એ જીવ અમુક પગથિયે હોય તો આમ થાય; એનાથી ઊંચે હોય તો આમ થાય ત્યાંથી ઊંચે હોય તો આમ થાય અને સંપૂર્ણ સાધના કરી હોય તો એને આ ચારે હોય. એટલે આનો અર્થ અનુભવ ન હોય એ યથાર્થ રીતે જેટલો કરી શકે તેટલો કરી શકે. જ્યાં અનુભવની જરૂર હોય ત્યાં એને બરાબર બેસે નહીં. (એવું અમને પણ થતું હતું.) કૃપાળુદેવે આ પત્ર ધર્મપુર-ધરમપુર (વાસંદા પાસે)થી લખ્યો છે. સવંત ૧૯૫૬ની સાલ છે. કૃપાળુદેવનું ૩૩મું વર્ષ ચાલે છે. ગોધાવીના વનમાળીભાઈને આ પત્ર લખેલ છે. એમનો આત્મા પણ આવો સાધક હશે તો જ કૃપાળુદેવ એમને આવો પત્ર લખે. પત્ર સંપ્રાપ્ત થયું. અત્ર સમાધિ છે. અકસ્માત્ શારીરિક અશાતાનો ઉદય થયો છે અને તે શાંત સ્વભાવથી વેદવામાં આવે છે એમ જાણવામાં હતું, અને તેથી સંતોષ પ્રાપ્ત થયો હતો. વનમાળી ભાઈને શારીરિક અશાતાનો ઉદય હતો. એ સમભાવે કોણ વેદી શકે ? એ સાધક હોય અને દશાને પ્રાપ્ત કરી હોય તે જ અશાતાને સમભાવે વેદી શકે. હવે બોધની વાત કરે છે. સમસ્ત સંસારી જીવો કર્મવશાત્ શાતા-અશાતાનો ઉદય અનુભવ્યા જ કરે છે. બધા જીવોને માત્ર શાતા હોય નહીં, શાતા હોય અને અશાતા પણ હોય. એવો ઉદય સમસ્ત સંસારી જીવોને હોય છે. જે અશાતા વેદનીય કર્મ ઉદયમાં આવે છે એ ભોગવવાં જ પડે છે. જેમાં મુખ્યપણે તો અશાતાનો જ ઉદય અનુભવાય છે. અશાતાના ઉદયે, શારીરિક કે માનસિક વેદના, દુઃખ કષ્ટ અનુભવાય છે. શાતાનો ઉદય એ સુખ છે, એ મસ્તીમાં ચાલ્યું જાય છે. ક્વચિત્ અથવા કોઈક દેહસંયોગમાં શાતાનો ઉદય અધિક અનુભવાતો જણાય છે, પણ વસ્તુતાએ ત્યાં પણ અંતરદાહ બળ્યા જ કરતો હોય છે. શાતા તો અધિક સુખના સાધનો હોય તો ત્યાં અનુભવાય છે. આમ બાહ્ય સુખ હોય પણ અંદરમાં અંતરદાહ હોય, ચિંતાની ભઠ્ઠી સળગતી હોય છે. પૂર્ણ જ્ઞાની પણ જે અશાતાનું વર્ણન કરી શકવા યોગ્ય વચનયોગ ધરાવતા નથી, તેવી અનંત અનંત અશાતા આ જીવે ભોગવી છે, અને જો હજુ તેના કારણોનો નાશ કરવામાં ન આવે તો For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ભોગવવી પડે એ સુનિશ્ચિત છે, એમ જાણી વિચારવાન ઉત્તમ પુરુષો તે અંતરદાહરૂપ શાતા અને બાહ્યાવ્યંતર સંકલેશઅગ્નિરૂપે પ્રજ્વલિત એવી અશાતાનો આત્યંતિક વિયોગ કરવાનો માર્ગ ગવેષવા તત્પર થયા, અને તે સન્માર્ગ ગવેષી, પ્રતીત કરી, તેને યથાયોગ્યપણે આરાધી અવ્યાબાધ સુખ સ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવરૂપ પરમપદમાં લીન થયા. આપણે પણ જ્યારે નારકીમાં કે તિર્યંચમાં હોઈશું ત્યારે આપણે અનંત અશાતા ભોગવી છે. અશાતા હોય ત્યારે બહારથી અને અંદરથી પણ હોય. અંદર પણ બાળે અને બાહ્યમાં પણ બાળે. આ અશાતા મટે, નાશ થાય માટે એનો માર્ગ શોધવાને માટે નીકળ્યા, તે સન્માર્ગ ગવેષી, એ સન્માર્ગ સાચે સાચો છે એમ પ્રતીત કરીને એના ઉપર દૃઢ શ્રદ્ધા કરી, જેમ છે તેમ એની આરાધના કરી, સાધના કરી, જેમાં અવ્યાબાધ સુખ છે એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવરૂપ પરમ પદમાં લીન થયા, આત્મ પરિણતિમાં લીન થયા. ૨૩૭ શાતા-અશાતાનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાનાં મૂળ કારણોને ગવેષતા એવા તે મહત્ પુરુષોને એવી વિલક્ષણ સાનંદાશ્ચર્યક વૃત્તિ ઉદ્ભવતી કે શાતા કરતાં અશાતાનો ઉદય સંપ્રાપ્ત થયે અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થયે તેમનું વીર્ય વિશેષપણે જાગૃત થતું, ઉલ્લાસ પામતું અને તે સમય કલ્યાણકારી અધિકપણે સમજાતો. એ મહાત્મા પુરુષો જે શાતા અશાતાના કારણો શોધવા નીકળ્યા તેની એવી વિલક્ષણ આશ્ચર્યકારક વૃત્તિ થતી કે શાતા કરતાં જો અશાતા આવે તો એમાં તેમનું આત્મવીર્ય વધારે બળવાન થતું, ઉલ્લાસ પામતું, અશાતા ભોગવતાં વધારે આનંદ પામતું કે મારા આત્માનું વીર્ય કેટલું બળવાન છે, એ ચકાસવા માટે આ મને સારો અવસર મળ્યો. મારા આત્મામાં સમ પરિણામે ઉદય ભોગવવા માટે કેટલું બળ છે, એના માટે આ પ્રસંગ મળ્યો. અને તેને તે સમય કલ્યાણકારી અધિકપણે સમજાતો. અકામ નિર્જરારૂપ સમજાતો. કેટલાક કારણવિશેષને યોગે વ્યવહારષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય ઔષધાદિ આત્મર્યાદામાં રહી ગ્રહણ કરતા, પરંતુ મુખ્યપણે તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધ રૂપે ઉપાસતા. ઉપશમ અથવા શાંતરસ એ જ મોટામાં મોટી ઔષધિ છે, આ શરીરમાં, એના જેવી રોગ (બાહ્ય તેમજ આત્યંતર) બીજી કોઈ ઔષધિ નથી. મટાડવા, ઉપયોગ લક્ષણે સનાતનસ્ફુરિત એવા આત્માને, ઉપયોગ આત્માનું લક્ષણ છે. જે વગ૨ આપણે કાંઈ કરી શકતા નથી. એનાથી આત્માને પકડી શકાય એમ છે. દેહથી, તેજસ્ અને કાર્યણ શરીરથી ભિન્ન અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરી. એટલે આ સ્થૂળ ઔદારિક શરી૨ તથા સૂક્ષ્મ-તૈજસ્ અને કાર્યણ શરીરથી ભિન્ન અવલોકવાની દૃષ્ટિ ભેદજ્ઞાનથી મેળવી, સિદ્ધ કરી. For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શિક્ષામૃત તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા-અશાતા રૂ૫ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી. એમ નિશ્ચય કરી, જે શુભાશુભ પરિણામ ધારાની પરિણતિ વડે એમાં શુભ પરિણતિ હોય કાં અશુભ પરિણતિ હોય, એ ધારા વડે તે શાતા અશાતાનો સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ, એ આત્માની પરિણતિ વિભાવ પ્રત્યે ઉદાસીન થઈ, - દેહાદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી પરમ શુદ્ધ ચૈતન્યસ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે, તેથી ઉપરામ થઈ, મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં” એવું એક ગંગાસતીનું ભજન છે એમ એ હલે નહીં, ચલે નહીં તેમ જ “આ મને થયું” એ સકલંક પરિણામ એ જ ઓળખી શકે. જેમ ઉપશમિત થવાય, તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે. આ છેલ્લી દશા છે. તે સન્માર્ગને ગવેષતા, પ્રતીત કરવા ઇચ્છતા, તેને સંપ્રાપ્ત કરવા ઇચ્છતા એવા આત્માર્થીજનને પરમવીતરાગસ્વરૂપ દેવ, સ્વરૂપનેષ્ઠિક નિસ્પૃહ નિગ્રંથરૂ૫ ગુરુ, પરમ દયામૂળ ધર્મવ્યવહાર અને પરમશાંતરસ રહસ્યવાક્યમય સલ્લાસ્ત્ર, સન્માર્ગની સંપૂર્ણતા થતાં સુધી પરમભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે; જે આત્માના કલ્યાણનાં પરમકારણો છે. સ્વરૂપ નૈષ્ઠિક નિસ્પૃહ નિગ્રંથ ગુરુ” એટલે જેને સ્વરૂપે પ્રાપ્ત થયું છે, જે નિસ્પૃહ થયા છે અને જેની ગ્રંથિ છેદાઈ ગઈ છે એવા ગુરુ. અત્ર એક સ્મરણ પ્રાપ્ત થયેલી ગાથા લખી અહીં આ પત્ર સંક્ષેપીએ છીએ. भीषण नरयगईए, तिरियगईए कुदेवमणुयगईए; पत्तोसि तिव्व दुःखं, भावहि जिणभावणा जीव. ભયંકર નરકગતિમાં, તિર્યંચગતિમાં અને માઠી દેવ તથા મનુષ્યગતિમાં હે જીવ! તું તીવ્ર દુઃખને પામ્યો, માટે હવે તો જિન ભાવના (જિન ભગવાન જે પરમશાંત રસે પરિણમી સ્વરૂપસ્થ For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૨૩૯ થયા તે પરમશાંત સ્વરૂપ ચિંતવના) ભાવ-ચિંતવ (કે જેથી તેવા અનંત દુઃખોનો આત્યંતિક વિયોગ થઈ પરમ અવ્યાબાધ સુખ સંપત્તિ સંપ્રાપ્ત થાય.) ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૧૫ પરમ કૃપાળુદેવ પોતે ધર્મપુર ગયા છે. એમના કાકાજી સસરા ધર્મપુર સ્ટેટના મેડિકલ ઓફિસર હતા એટલે હવાફેર માટે કૃપાળુદેવ ત્યાં ગયા હતા. ત્યારે એમનું શરીર-સ્વાથ્ય બરાબર રહેલું નહોતું. ત્યાંથી એમણે ખંભાતના મુમુક્ષુઓ પર આ પત્ર લખ્યો છે. ૐ નમ: મુમુક્ષુઓ, તમે લખેલો કાગળ મુંબઈ મળ્યો હતો. અત્ર વીસ દિવસ થયા સ્થિતિ છે. કાગળમાં તમે બે પ્રશ્નોનું સમાધાન જાણવાની જિજ્ઞાસા દર્શાવી હતી તે બે પ્રશ્નોનું સમાધાન અત્રે સંક્ષેપમાં લખ્યું છે. ૧. ઉપશમશ્રેણીમાં મુખ્યપણે “ઉપશમસમ્યકત્વ” સંભવે છે. જેણે ઉપશમ શ્રેણી માંડી અને ઉપશમસમ્યકત્વ હોય. કૃપાળુદેવે પોતે પણ માંડી હતી. ૨. ચાર ઘનઘાતિ કર્મનો ક્ષય થતાં અંતરાય કર્મની પ્રકૃતિનો પણ ક્ષય થાય છે. અને તેથી દાનાંતરાય, લાભાંતરાય, વીર્યંતરાય, ભોગાંતરાય અને ઉપભોગવંતરાય એ પાંચ પ્રકારનો અંતરાય ક્ષય થઈ અનંતદાનલબ્ધિ, અનંતલાલબ્ધિ, અનંતવીર્યલબ્ધિ અને અનંતભોગઉપભોગલબ્ધિ સંપ્રાપ્ત થાય છે. અનંત લાભલબ્ધિ એટલે કોઈ પૈસાનો લાભ નહીં. ઇન્દ્રનું સુખ મળે તો પણ શું ? આ તો પોતાનાં સ્વરૂપનો લાભ છે, એ અનંત લાભ. અનંત દાનલબ્ધિ એટલે એ આત્માની એટલી શક્તિ હોય છે કે એ બીજા જીવને અમર, અભય બનાવી શકે એવું દાન કરી શકે. બીજા જીવના જન્મમરણના ફેરા ટળી જાય એવું એ દાન આપી શકે. અનંત ભોગલબ્ધિ, અનંત ઉપભોગલબ્ધિ એ પણ પોતાના સ્વરૂપનું જ સુખ છે. એ કાંઈ ઇન્દ્ર-ઇન્દ્રાણીનું કે ચક્રવર્તી રાજાને કે એની સ્ત્રીઓનું કે એની સંપત્તિનું સુખ નહીં પણ પોતાના સ્વભાવનું સુખ એ અનંત ભાગલબ્ધિ અને અનંત ઉપભોગ લબ્ધિ. અનંત વીર્યલબ્ધિ એ એવી શક્તિ છે કે જેનાથી ઊંચી કોઈ શક્તિ નથી. જેમ સિંહણનું દૂધ ઝીલવું હોય તો સોનાના વાસણમાં ઝીલવું પડે તેને બીજા વાસણમાં લ્યો તો વાસણ તૂટી જાય. એમ આ આત્માની એવી શક્તિ છે કે જેના વીર્યની શક્તિનો ધોધ ઉત્પન્ન થયો એ એને સહન કરી શકે, ટકાવી શકે. વીઆંતરાયનો ક્ષય થવાથી આ લબ્ધિ પ્રાપ્ત થાય છે. આ શક્તિ For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શિક્ષામૃત એવી છે કે તે ‘સ્વભાવમાં રહેવાનું ત્રિકાળ સંપૂર્ણ બળ પ્રાપ્ત કરાવે છે. તેને જ અનંતવીર્યલબ્ધિ કહેવામાં આવે છે એ અનંતસુખ કેવું હોય ? એ અનંતવીર્યનો પ્રવાહ કેવો હોય ? એનું બળ કેવું હોય ? આનાથી આપણા આત્માની શક્તિ કેટલી છે એનો ખ્યાલ આવે, એની ખબર પડે. જેથી તે અંતરાયકર્મ ક્ષય થયું છે, એવા પરમપુરુષ અનંત દાનાદિ આપવાને સંપૂર્ણ સમર્થ છે. કોનામાં આ શક્તિ છે ? કોઈ સંત-મહાત્મા કે જેને અંતરાય કર્મ ક્ષય થયું છે એવા પરમ પુરુષ અનંત દાનાદિ આપવાને સંપૂર્ણ સમર્થ છે. તથાપિ પુદ્ગલ દ્રવ્ય રૂપે એ દાનાદિ લબ્ધિની પરમપુરુષ પ્રવૃત્તિ કરતા નથી. એનામાં સિદ્ધિઓ હોવા છતાં પણ એ સિદ્ધિનો ઉપયોગ જરા પણ ન કરે. એ તરફ એની દૃષ્ટિ જ ન હોય. અને જો એ તરફ દષ્ટિ રહે તો એને પડવાનું થાય. મુખ્યપણે તો તે લબ્ધિની સંપ્રાપ્તિ પણ આત્માની સ્વરૂપભૂત છે, કેમ કે ક્ષાયિકભાવે તે સંપ્રાપ્તિ છે, ઉદયિક ભાવે નથી, તેથી આત્મસ્વભાવ સ્વરૂપભૂત છે, અને જે અનંત સામર્થ્ય આત્મામાં અનાદિથી શક્તિરૂપે હતું તે વ્યક્ત થઈ આત્મા નિજસ્વરૂપમાં આવી શકે છે. આ લબ્ધિઓ ક્યાંથી આવી ? આત્માના સ્વરૂપની જ શક્તિ છે. આત્માના સ્વરૂપમાં જ રહેલી છે. જેમ ચકમકના પથ્થરમાં અગ્નિ શક્તિરૂપે રહેલી છે, તેને બીજા પથ્થર સાથે ઘસવામાં આવે તો જ અગ્નિ પ્રગટે છે, એવી જ રીતે આ અનંત શક્તિ આત્મામાં હતી જ, પણ એ વ્યક્ત ન હતી. તરૂ૫ શુદ્ધ સ્વચ્છ ભાવે એક સ્વભાવે પરિણાવી શકે છે; તે અનંત દાનલબ્ધિ કહેવા યોગ્ય છે. આનો ઉપયોગ મહાપુરુષ, પરમપુરુષ જ બીજાને આપવાને માટે કરે છે. તેમજ અનંત સામર્થ્યની સંપ્રાપ્તિમાં કિંચિત્ માત્ર વિયોગનું કારણ રહ્યું નથી. એટલે જ આત્માનું અનંત બળ હતું એ સંપૂર્ણપણે પ્રાપ્ત થયું છે. એ જરા પણ આપણાથી છેટું નથી. તેથી અનંતલાભલબ્ધિ કહેવા યોગ્ય છે. વળી, અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિ સંપૂર્ણપણે પરમાનંદસ્વરૂપે અનુભવાય છે, તેમાં પણ કિંચિત્ માત્ર પણ વિયોગનું કારણ રહ્યું નથી; તેથી અનંતભોગઉપભોગલબ્ધિ કહેવા યોગ્ય છે, તેમજ અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિ સંપૂર્ણપણે થયા છતાં તે સામર્થના અનુભવથી આત્મશક્તિ થાકે કે તેનું સામર્થ્ય ઝીલી ન શકે, વહન ન કરી શકે For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૨૪૧ અથવા તે સામર્થ્યને કોઈપણ પ્રકારના દેશકાળની અસર થઈ કિંચિત્માત્ર પણ ન્યૂનાધિકપણું કરાવે એવું કશું રહ્યું જ નહીં, તે સ્વભાવમાં રહેવાનું સંપૂર્ણ સામર્થ્ય ત્રિકાળ સંપૂર્ણ બળ સહિત રહેવાનું છે, તે અનંતવીર્યલબ્ધિ કહેવા યોગ્ય છે. ક્ષાયિકભાવની દૃષ્ટિથી જોતાં ઉપર કહ્યા પ્રમાણે તે લબ્ધિનો પરમપુરુષને ઉપયોગ છે. વળી એ પાંચ લબ્ધિ હેતુ વિશેષથી સમજાવા અર્થે જુદી પાડી છે, નહીં તો અનંતવીર્યલબ્ધિમાં પણ તે પાંચેનો સમાવેશ થઈ શકે છે. આત્મા સંપૂર્ણ વીર્યને સંપ્રાપ્ત થવાથી એ પાંચે લબ્ધિનો ઉપયોગ પુદ્ગલ દ્રવ્યરૂપે કરે તો તેનું સામર્થ્ય તેમાં વર્તે છે, તથાપિ કૃતકૃત્ય એવા પરમ પુરુષમાં સંપૂર્ણ વીતરાગ સ્વભાવ હોવાથી તે ઉપયોગનો તેથી સંભવ નથી; અને ઉપદેશાદિના દાન રૂપે જે તે કૃતકૃત્ય પરમપુરુષની પ્રવૃત્તિ છે, તે યોગાશ્રિત પૂર્વબંધના ઉદયમાનપણાથી છે, આત્માના સ્વભાવના કિંચિત્ પણ વિકૃત ભાવથી નથી. આત્મસ્વરૂપ પરમ સુખ તરીકે અનુભવાય છે. પણ મન, વચન, કાયાના યોગનું પ્રવર્તન પૂર્વબંધના ઉદયમાનપણાથી છે. તીર્થકરને પૂર્વકર્મ એવું જ હતું. તીર્થંકર નામ કર્મ ઉપાર્જિત કરેલું હોવાથી ઉપદેશ દે છે. એ પ્રમાણે સંક્ષેપમાં ઉત્તર જાણશો. નિવૃત્તિવાળો અવસર સંપ્રાપ્ત કરી અધિક અધિક મનન કરવાથી વિશેષ સમાધાન અને નિર્જરા સંપ્રાપ્ત થશે. શું કહે છે ? નિવૃત્તિવાળી અવસર એટલે એવો સમય સંપ્રાપ્ત કરી, મેળવી આ વાતનું મનન નિદિધ્યાસન કરવાથી વિશેષ સમાધાન પ્રાપ્ત થશે અને સાથે તથારૂપ નિર્જરા પણ પ્રાપ્ત થશે. સઉલ્લાસ ચિત્તથી જ્ઞાનની અનુપ્રેક્ષા કરતાં, અનંત કર્મનો ક્ષય થાય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ એમ નહીં કે આ તો કંટાળો આવે છે. પોતાનું કામ કરવું તો એમાં ઉલ્લાસ ન આવે ? આવવો જ જોઈએ, ઉલ્લાસ આવે તો જ અનંત કર્મનો ક્ષય થઈ શકે. ૯૧૮ - તમે કેટલાંક પ્રશ્નો લખ્યાં તે પ્રશ્નોનું સમાધાન સમાગમમાં સમજવું વિશેષ ઉપકારરૂપ જાણું છું. તો પણ કિંચિત્ સમાધાન અર્થે યથામતિ સંક્ષેપમાં તેના ઉત્તર અત્ર લખું છું. સપુરુષની યથાર્થ જ્ઞાનદશા, સમ્યક્ત્વદશા, ઉપશમદશા તે તો જે યથાર્થ મુમુક્ષુ જીવ સપુરુષના સમાગમમાં આવે તે જાણે કેમકે પ્રત્યક્ષ કે ત્રણે દશાનો લાભ શ્રી પુરુષના ઉપદેશથી કેટલાક અંશે For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૨ શિક્ષામૃત થાય છે. જેમના ઉપદેશે તેવી દશાના અંશો પ્રગટે તેમની પોતાની દશામાં તે ગુણ કેવા ઉત્કૃષ્ટ રહ્યા હોવા જોઈએ તે વિચારવું સુગમ છે; અને એકાંત નયાત્મક જેમનો ઉપદેશ હોય તેથી તેવી એક પણ દશા પ્રાપ્ત થવી સંભવતી નથી તે પણ પ્રત્યક્ષ સમજાશે. સત્પષની વાણી સર્વ નયાત્મક વર્તે છે. બીજા પ્રશ્નોના ઉત્તર : પ્ર- ચાર કારણ મોક્ષ જવાને કહ્યાં છે. તે ચારમાંથી એક્ટ કારણ તોડીને મોક્ષે જાય કે ચાર કારણ સંયુક્તથી ? ઉ- જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચાર કારણ મોક્ષનાં કહ્યાં છે, તે એકબીજાં અવિરોધપણે પ્રાપ્ત થયે મોક્ષ થાય. અવિરોધપણે ક્યારે થાય ? જ્ઞાન એટલે આત્મા, દર્શન એટલે આત્મા, ચારિત્ર એટલે આત્મા અને તપ એટલે આત્મા એમ હોય ત્યારે અવિરોધપણે થાય, ત્યારે મોક્ષ થાય. પ્ર- સમકિત અધ્યાત્મની શૈલી શી રીતે છે ? ઉ- યથાર્થ સમજાયે પરભાવથી આત્યંતિક નિવૃત્તિ કરવી તે અધ્યાત્મ માર્ગ છે. કૃપાળુદેવ અહીં અધ્યાત્મમાર્ગની વ્યાખ્યા કહે છે કે પરભાવથી એટલે અજ્ઞાનથી આત્યંતિક નિવૃત્તિ કરવી તે અધ્યાત્મમાર્ગ છે. જેટલી જેટલી નિવૃત્તિ થાય તેટલા તેટલા સમ્યક અંશ છે. પ્ર- ‘પુલ મેં રાતો રહે છે. ઈ. ઉ- પુલમાં રક્તમાનપણું તે મિથ્યાત્વભાવ છે. પરપુલમાં રક્તમાનપણું છે, આસકિત છે, ગમવાપણાનો ભાવ છે, એ જ મિથ્યાત્વ છે. જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી રખડવાનું છે. પ્ર- “અંતરાત્મા પરમાત્માને ધ્યાવે ઈ. ઉ- અંતરાત્મપણે પરમાત્મસ્વરૂપ ધ્યાવે તો પરમાત્મા થાય. શ્રી આનંદઘનજીના સ્તવનમાં અંતરાત્મા અને પરમાત્માની વ્યાખ્યા આપી છે. એ પણ જોવી. પ્ર- અને હાલ ધ્યાન શું વર્તે છે ? ઈ. ઉ- સદ્ગુરુના વચનને વારંવાર વિચારી, અનુપ્રેક્ષીને પરભાવથી આત્માને અસંગ કરવો તે. For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ શ્રી વચનામૃતજી પ્ર- મિથ્યાત્વ (?) અધ્યાત્મની પ્રરૂપણા વગેરે તમે લખીને પૂછ્યું કે તે યથાર્થ કહે છે કે કેમ? અર્થાત્ સમકિતી નામ ધરાવી વિષયાદિની આકાંક્ષાને, પુગલ ભાવને સેવવામાં કંઈ બાધ સમજતા નથી અને અમને બંધ નથી એમ કહે છે તે યથાર્થ કહે છે કે કેમ? ઉ- જ્ઞાનીના માર્ગની દૃષ્ટિએ જોતાં તે માત્ર મિથ્યાત્વ જ કથે છે. પુદ્ગલભાવે ભોગવે અને આત્માને કર્મ લાગતાં નથી એમ કહે તે જ્ઞાનીની દૃષ્ટિનું વચન નથી, વાચા જ્ઞાનીનું વચન છે. પ્ર- જેન પુલભાવ ઓછો થયે આત્મધ્યાન પરિણમશે એમ કહે છે કે કેમ? ઉ- તે યથાર્થ કહે છે. પ્ર- સ્વભાવદશા શો ગુણ આપે ? ૧- તથારૂપ સંપૂર્ણ હોય તો મોક્ષ થાય. ‘તથારૂપ” અને “સંપૂર્ણ” એ બે મહત્ત્વની વાત હોવી જોઈએ. પ્ર- વિભાવદશા શું ફળ આપે ? ઉ- જન્મ, જરા, મરણાદિ સંસાર. પ્ર- વીતરાગની આજ્ઞાથી પોરસીનો સ્વાધ્યાય કરે તો શો ગુણ થાય? ઉ- તથારૂપ હોય તો યાવત્ મોક્ષ થાય. શું લાભ થાય ? એવો પ્રશ્ન છે. કહે છે કે તીર્થકર હોય તો પણ આ પ્રમાણે જવાબ આપે. બીજી રીતે જવાબ આપે નહીં. તથારૂપ એટલે ભગવાન જેમ ભાખી ગયા છે એ પ્રમાણે જો પોરસીનો સ્વાધ્યાય કરે તો એને યાવત્ મોક્ષ થાય. યાવત્ એટલે પરંપરાએ, વચમાં અટકે નહીં. મોક્ષ થાય જ . તપશ્ચર્યાના જે પ્રશ્નો કર્યા છે એનો જવાબ કૃપાળુદેવે એમ જ આપ્યો છે કે તથારૂપ હોય તો યાવત્ મોક્ષ થાય. એમાં ઉપયોગી બે શબ્દ છે એક ‘તથારૂપ' અને બીજો યાવત્. પ્ર- વીતરાગની આજ્ઞાથી પોરસીનું ધ્યાન કરે તો શું ગુણ થાય? ઉ- તથારૂપ હોય તો યાવત્ મોક્ષ થાય. આ પ્રમાણે તમારા પ્રશ્નોના સંક્ષેપમાં ઉત્તર લખું છું. લૌકિકભાવ છોડી દઈ, વાચાજ્ઞાન તજી દઈ, કલ્પિત વિધિનિષેધ તજી દઈ જે જીવ પ્રત્યક્ષજ્ઞાનીની આજ્ઞાને આરાધી, તથારૂપ ઉપદેશ પામી, તથારૂપ આત્માર્થે પ્રવર્તે તેનું અવશ્ય કલ્યાણ થાય. નિજ કલ્પનાએ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિનું સ્વરૂપ ગમે તેમ સમજી લઈને અથવા નિશ્ચય નયાત્મક બોલો શીખી લઈને સવ્યવહાર સોપવામાં જે પ્રવર્તે તેથી આત્માનું કલ્યાણ થવું સંભવતું નથી; અથવા કલ્પિત વ્યવહારના દુરાગ્રહમાં રોકાઈ રહીને પ્રવર્તતાં પણ જીવને કલ્યાણ થવું સંભવતું નથી. For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શિક્ષામૃત જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. (આત્મસિદ્ધિશાસ્ત્ર' ગાથા-૮). જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, ત્યાં ત્યાં તે તે સમજે, અને ત્યાં ત્યાં તે તે આચરે એ આત્માર્થી પુરુષનાં લક્ષણો છે. જે જે ઠેકાણે જે જે યોગ્ય છે એટલે જ્યાં ત્યાગ વૈરાગ્યાદિ યોગ્ય હોય ત્યાં ત્યાગ વૈરાગ્યાદિ સમજે, જ્યાં આત્મજ્ઞાન યોગ્ય હોય ત્યાં આત્મજ્ઞાન સમજે, એમ જે જ્યાં જોઈએ તે ત્યાં સમજવું અને ત્યાં ત્યાં તે તે પ્રમાણે પ્રવર્તવું, એ આત્માર્થી જીવનું લક્ષણ છે. અર્થાત્ મતાથ હોય કે માનાર્થી હોય તે યોગ્ય માર્ગને ગ્રહણ ન કરે અથવા ક્રિયામાં જેને દુરાગ્રહ થયો છે, અથવા શુષ્કજ્ઞાનના જ અભિમાનમાં જેણે જ્ઞાનીપણું માની લીધું છે, તે ત્યાગ વૈરાગ્યાદિ સાધનને અથવા આત્મજ્ઞાનને ગ્રહણ ન કરી શકે. જે આત્માર્થી હોય તે જ્યાં જ્યાં જે જે કરવું ઘટે છે તે તે કરે અને જ્યાં જ્યાં જે જે સમજવું ઘટે છે તેને સમજે, અથવા જ્યાં જ્યાં જે જે આચરવું ઘટે છે તે તે આચરે, એ આત્માર્થી કહેવાય. જે જે જ્યાં સમજવું ઘટે તે તે સમજવાની કામના જેને છે અને જે જે જ્યાં આચરવું ઘટે તે તે ત્યાં આચરવાની જેને કામના છે તે પણ આત્માર્થી કહેવાય. એકાંત ક્રિયાજડત્વમાં અથવા એકાંત શુષ્કજ્ઞાનથી જીવનું કલ્યાણ ન થાય. એકાંત ક્રિયાજડત્વમાં અથવા એકાંત શુષ્કજ્ઞાનથી જીવનું કલ્યાણ ન થાય. ૯૨૭ પત્ર સંપ્રાપ્ત થયું. યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે. સમયે સમયે જીવ તે દ્વારા એ વેદના જ વેદે છે. ક્વચિત્ શાતા અને પ્રાયે અશાતા જ વેદે છે. માનસિક અશાતાનું મુખ્યપણું છતાં તે સૂક્ષ્મ સમ્યગ્દષ્ટિવાનને જણાય છે. આ શરીરમાં કેટલા રોગ સમાયા છે તે વૈદ્યોને પૂછો તો તેઓ કહેશે કે આ શરીર વેદનાની જ મૂર્તિ છે. એ માનસિક અશાતા તો કેટલી વેદે છે એનું માપ જ ન નીકળે. સૂક્ષ્મ રીતે માનસિક અશાતાની ખબર સમ્યગ્દષ્ટિવાનને દૃષ્ટિવાનને પડે છે. For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૨૪૫ શારીરિક અશાતાનું મુખ્યપણું સ્થૂળ દષ્ટિવાનને પણ જણાય છે. જે વેદના પૂર્વે સુદઢ બંધથી જીવે બંધન કરી છે, તે વેદના ઉદય સંપ્રાપ્ત થતાં ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી. નિકાચિત સિવાય કોઈ કર્મ ઉદય આવે એ પહેલાં એની નિર્જરા થઈ શકે, પણ ઉદય આવ્યા પછી ભલેને જિનેન્દ્ર હોય કે સુરેન્દ્ર હોય એને એ ભોગવવાં જ પડે એ કર્મ ભોગવવાથી જ નિર્જરા થાય. તેનો ઉદય જીવે વેદવો જ જોઈએ. અજ્ઞાનદષ્ટિ જીવો ખેદથી વેદે તો પણ કંઈ તે વેદના ઘટતી નથી. અજ્ઞાની જીવો હાયવોય (આકુળતા-વ્યાકુળતા) કરીને એ વેદના વેદે તો પણ એથી કાંઈ વેદના ઓછી થતી નથી. કે તી રહેતી નથી. સત્યદૃષ્ટિવાન જીવો શાંત ભાવે વેદે તો તેથી તે વેદના વધી જતી નથી, પણ નવીન બંધનો હેતુ થતી નથી. આ મોટી વાત છે. સમ્યક્દષ્ટિવાન જીવને નવું કર્મ ન લાગે. અજ્ઞાનીને આર્તધ્યાનરૌદ્રધ્યાનને કારણે નવાં‘કર્મ પાછાં ભેગાં ને ભેગાં લાગે. પૂર્વની બળવાન નિર્જરા થાય છે. આત્માર્થીને એ જ કર્તવ્ય છે. આત્માર્થીએ તો જે અશાતાવેદનીય છે એને સમભાવે જ વેદવી જોઈએ. ‘હું શરીર નથી, પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું.’ આ ભાવનું નિરંતર રટણ રહેવું જોઈએ કે ‘હું શરીર નથી પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું.’ જાણવાવાળો આત્મા છું. તેમ નિત્ય શાશ્વત છું. નિત્ય છું, શાશ્વત છું, આત્માને આ શરીરની વેદના કે મૃત્યુ કાંઈ કરી શકે તેમ નથી. આ વેદના માત્ર પૂર્વકર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી. આત્માના સ્વરૂપમાં તો એક પ્રદેશની પણ વધઘટ થતી નથી. માટે મારે ખેદ કર્તવ્ય જ નથી, એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે. શાંતિઃ એમ જ આત્માર્થી અશાતાને વેદે છે. For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શિક્ષામૃત ૯૩૫ ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમય માત્ર પણ વિશેષ મૂલ્યવાન છે, એવો આ મનુષ્ય દેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત (માળવા) છતાં જો જન્મ મરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો ! આપણને મનુષ્યભવ મળ્યો છે. એ વિશે કૃપાળુદેવ એમ કહે છે કે ચક્રવર્તીની જેટલી સંપત્તિ હોય જેમ કે હાથી, ઘોડા, જમીન, રત્નો, મિલકત ઇત્યાદિ સર્વ સમસ્ત સંપત્તિ હોય એના કરતાં પણ આપણને મળેલા આ મનુષ્ય ભવનો એક સમય વિશેષ મૂલ્યવાન છે. તેથી પરમાર્થને અનુકૂળ સંયોગો મળવા છતાં જો જન્મ-મરણના ફેરા ટાળી ન શકીએ કે ઓછા ન કરી શકીએ તો આ મનુષ્ય શરીરમાં બેઠો છે એવો આત્મા વારંવાર ધિક્કારને પાત્ર બને છે. જેમણે પ્રમાદનો જય કર્યો તેમણે પરમપદનો જય કર્યો. પ્રમાદ એટલે આત્મામાં જાગૃતિ ન હોવી તે. જેને સતત જાગૃતિ હોય એને પ્રમાદ નથી. સદાય જાગૃત રહે એને મોક્ષ ત્વરિત મળે. પત્ર સંપ્રાપ્ત થયું, શરીર પ્રકૃતિ અમુક દિવસ સ્વસ્થ રહે છે અને અમુક દિવસ અસ્વસ્થ રહે છે. યોગ્ય સ્વસ્થતા પ્રત્યે હજુ ગમન કરતી નથી. તથાપિ અવિક્ષેપતા કર્તવ્ય છે. શરીર પ્રકૃતિના અનુકૂળ પ્રતિકૂળપણાને આધીન ઉપયોગ અકર્તવ્ય છે. શાંતિઃ ‘અવિક્ષેપતા કર્તવ્ય છે' એમ કૃપાળુદેવ લખે છે કે જેના ઉપર કાગળ લખ્યો છે એને માટે છે. શરીરની પ્રકૃતિમાં ઉપયોગ રાખવો એ અકર્તવ્ય છે. આત્મામાં જ ઉપયોગ રાખવો જોઈએ. ૯૩૬ ચિંતિત (ઇચ્છિત) જેનાથી પ્રાપ્ત થાય તે મણિને ચિંતામણિ કહ્યો છે, એવો મણિ આપણી પાસે હોય કે જે ઇચ્છીએ એ વસ્તુ આપણને મળે. એ જ આ મનુષ્ય દેહ છે કે જે દેહમાં, યોગમાં, આત્યંતિક એવા સર્વ દુઃખના ક્ષયની ચિંતિતા ધારી તો પાર પડે છે. મારે જન્મ-મરણનાં સર્વ દુઃખ નાશ કરવાં છે એવું આપણે મનમાં દઢ કરીને ધારીએ તો તે For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૨૪૭ પાર પડે છે. એવો આ મનુષ્યદેહ ચિંતામણિ જેવો છે. પણ આપણે આપણા દેહને ક્યાં વાપરીએ છીએ ? આપણે બધું બહારનું ભેગું કરવામાં વાપરીએ છીએ. અચિંત્ય જેનું માહાત્મ છે એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તો આ જગતને વિશે તે અગિયારમું આશ્ચર્ય જ છે. - જેનું માહાભ્ય અચિંત્ય છે, ચિંતવી શકાય નહીં, વર્ણવી શકાય નહીં એવું છે, એવો સત્સંગ મળે પછી, એ કલ્પવૃક્ષ પ્રાપ્ત થાય પછી જીવ ભીખારી રહે ? એમ બને તો એ આ જગતનું અગિયારમું આશ્ચર્ય કહેવાય, આ જગતમાં વર્તમાનકાળમાં આગ્રાનો તાજમહેલ, ચીનની દીવાલ, પિઝાનો ઢળતો ટાવર વગેરે ભૌતિક રચનાનાં આશ્ચર્યો ગણાય છે. ૯૪૩ કૃપાળુદેવે મોરબીથી આ પત્ર ખંભાત શ્રી અંબાલાલભાઈને લખ્યો હતો. જિનાય નમ: પરમ નિવૃત્તિ નિરંતર સેવવી એ જ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે; શું કહે છે ? આવો મનુષ્યદેહ અને નિવૃત્તિ સેવવાની વાતો કહે છે. એ પશ્ચિમના લોકો તો એમ કહેશે. યુરોપ અને અમેરિકાના લોકો કહેશે કે આ આળસુ પ્રજા છે. તો આ જ્ઞાની આમ કહે છે કે પરમ નિવૃત્તિ નિરંતર સેવવી અંતર વગર, કાંઈ ઊંઘવા માટે નહીં હોં! તથારૂપ યોગમાં અસમર્થતા હોય તો નિવૃત્તિ સદા સેવવી, એ ન બની શકતું હોય તો રોજ આપણે થોડો થોડો સમય આપણા આત્માના ધ્યાનને માટે, વાંચવાને માટે કાઢવો. અથવા સ્વાત્મવીર્ય ગોપવ્યા સિવાય બને તેટલો નિવૃત્તિ સેવવા યોગ્ય અવસર પ્રાપ્ત કરી આત્માને અપ્રમત્ત કરવો એમ આજ્ઞા છે. એ અવસર આપણે પ્રાપ્ત કરીને, એ વખત આપણે કાઢીશું નહીં તો તે નહીં મળે. અપ્રમત્ત સ્થિતિ સુધી પહોંચવાનું છે. અપ્રમત્ત ગુણસ્થાનક સુધી. અષ્ટમી ચતુર્દશી આદિ પર્વ તિથિએ એવા આશયથી સુનિયમિત વર્તનથી વર્તવા આજ્ઞા કરી છે. For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શિક્ષામૃત પાંચમ, આઠમ, ચૌદસ એ તિથિઓ સંયમી જીવન ગાળવાને માટે છે. કાવિઠા આદિ જે સ્થળે તે સ્થિતિથી તમને અને સમાગમવાસી ભાઈઓ બાઈઓને ધર્મ સુદઢતા સંપ્રાપ્ત થાય, ત્યાં શ્રાવણ વદ ૧૧થી ભાદ્રપદ પૂર્ણિમા પર્યત સ્થિતિ કરવી યોગ્ય છે, તમને અને બીજા સમાગમવાસીઓને જ્ઞાનીના માર્ગની પ્રતીતિમાં નિઃસંશયતા પ્રાપ્ત થાય, ઉત્તમ ગુણ, વ્રત, નિયમ, શીલ અને દેવગુરુ ધર્મની ભક્તિમાં વીર્ય પરમ ઉલ્લાસ પામી પ્રવર્તે એમ સુદઢતા કરવી યોગ્ય છે અને એ જ પરમ મંગળકારી છે. જ્યાં સ્થિતિ કરો ત્યાં તે તે સમાગમવાસીઓને જ્ઞાનીના માર્ગની પ્રતીતિ સુદૃઢ થાય અને અપ્રમત્તપણે સુશીલની વૃદ્ધિ કરે એવું તમારું વર્તન રાખજો. . શાંતિઃ વર્તમાન દુષમકાળ વર્તે છે. મનુષ્યોનાં મન પણ દુઃષમ જ જોવામાં આવે છે. આ કળિયુગ છે, પંચમકાળ છે, માણસોનાં મનમાં સરળતા નથી. આપણે સરળ જીવ થવું જોઈએ. આપણામાં જરા પણ વાંકાપણાનો સ્વભાવ ન હોવો જોઈએ. મનમાં કાંઈ, વચનમાં કાંઈ અને વર્તનમાં કાંઈ એવું આપણામાં જે દેખાય છે તે ન હોવું જોઈએ. ઘણું કરીને પરમાર્થથી શુષ્ક અંતઃકરણવાળા પરમાર્થનો દેખાવ કરી સ્વેચ્છાએ વર્તે છે. એવા વખતમાં તેનો સંગ કરવો, કેની સાથે કેટલું કામ પાડવું, તેની સાથે કેટલું બોલવું, કેની સાથે પોતાના કેટલા કાર્યવ્યવહારનું સ્વરૂપ વિદિત કરી શકાય, એ બધું લક્ષમાં રાખવાનો વખત છે. નહીં તો સવૃત્તિવાન જીવને એ બધાં કારણો હાનિકર્તા થાય છે. આનો આભાસ તો આપને પણ હવે ધ્યાનમાં આવતો હશે. ૯૫૧ સુરેન્દ્રનગરથી કૃપાળુદેવ રાજ કોટ ગયા. આ ફાગણ વદ આવી અને ચૈત્ર મહિનામાં તો એમણે દેહ મૂકી દીધો છે. તે સમયે તેઓ શું લખે છે ? ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો. આ જે મુસાફરી મેં શરૂ કરી હતી ત્યાં ઠેઠ સુધી ઘણી ઝડપથી મારે પહોંચી જવું હતું. ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૨૪૯ સહરાનું રણ કેવું હોય એ ખબર છે ને ? એ ઓળંગી ન શકાય એવું લાંબું પહોળું અને પાછું રેતી તેમજ તડકો. એટલે મુસાફરી થઈ શકે નહીં. આના ઉપરથી આપણે એમ વિચાર કરીએ છીએ કે એમને દેવગતિ પ્રાપ્ત થઈ. લાંબું આયુષ્ય. કૃપાળુદેવના કેટલાક અનુયાયીઓ વળી એમ પણ કહે છે કે તેઓ તો મહાવિદેહક્ષેત્રમાં વિચરે છે. એ જે હોય તે. માથે ઘણો બોજો રહ્યો હતો તે આત્મવીર્વે કરી જેમ અલ્પકાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતાં પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો. જે કર્મ હજી ભોગવવાનો બાકી હતાં. એ ઝટ વેદી લેવાય એવું તેઓ ગોઠવતા હતા અને એ પ્રમાણે વર્તન કરતા હતા, છતાં પગને એવું નિકાચિત કર્મ લાગ્યું કે ચાલી શકાય જ નહીં. આયુષ્ય જ પૂરું થઈ ગયું. જે સ્વરૂપ છે, તે અન્યથા થતું નથી એ જ અદ્ભુત આશ્ચર્ય છે. અવ્યાબાધ સ્થિરતા છે. જે સ્વરૂપ અહીં પ્રાપ્ત કર્યું એટલું તો રહેવાનું જ સ્વભાવમાં, આત્મામાં લીનતા અવ્યાબાધતા બસ એકધારી છે. પ્રકૃતિ ઉદયાનુસાર કંઈક અશાતા મુખ્યત્વે વેદી શાતા પ્રત્યે. ૐ શાંતિઃ શરીરની પ્રકૃતિ ખૂબ અશાતામય હતી. એમાં અત્યારે થોડી શાંતિ છે. ૫૪ શ્રી જિન પરમાત્મને નમઃ કૃપાળુદેવનું વર્ષ ૩૪મું છે. આ એમનું છેલ્લામાં છેલ્લું કાવ્ય છે. એનું નામ “અંતિમ સંદેશો” આપ્યું છે. ચૈત્ર વદ પાંચમે એમણે દેહ મૂક્યો છે. એટલે પોતાનો દેહ મૂકવો હતો તેના ૧૧ દિવસ પહેલાં એમણે આ કાવ્ય લખ્યું છે. તે બહુ જ અનુભવસિદ્ધ છે. એમનાં બધાં જ કાવ્યો અનુભવસિદ્ધ છે, પણ આ તો છેલ્લું લખ્યું છે એટલે તે વિશેષ સમજવા જેવું છે. ૧. ઇચ્છે છે જે જોગી જન, અનંત સુખસ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ. ૧ યોગીજન એટલે સાધક તમે બધા યોગીજન છો. શું ઇચ્છો છો ? શેનું પદ ? આત્માનું પદ મૂળ શુદ્ધ તે આત્મપદ.” એ કોના જેવું સ્વરૂપ ? સયોગી જિનસ્વરૂપ, યોગીજિન એટલે અરિહંત ભગવાન. સયોગીજિન એટલે કેવળજ્ઞાન થયા પછીના દેહધારી ભગવાન. એના જેવું સ્વરૂ૫ ઇચ્છીએ છીએ. એવું ઇચ્છીએ છીએ કે એના જેવું સુખ મળે. For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયો, તેહ સ્વરૂપ પ્રકાર. ૨ આત્મ સ્વભાવ અગમ્ય છે. એ જેમ તેમ જડે એવો નથી. ત્યારે એનું અવલંબન કોણ છે ? આધાર કોણ છે ? જિનપદ-જિનેશ્વર ભગવાન. અરિહંત દેવની આવ્યંતરસ્થિતિ એ એનું અવલંબન. એની ઓળખાણ થાય તો આપણા આત્માની ઓળખાણ થાય એમ દર્શાવ્યું છે. ‘તેહ સ્વરૂપ પ્રકાર.’ આપણા આત્માનું એવું સ્વરૂપ કરવું છે જેવું અરિહંત દેવનું હતું તેવું. જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. ૩ જિનેશ્વરનું પદ અને પોતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ એ બે એક જ છે, એમાં કાંઈ ભેદભાવ નથી. આનો લક્ષ થવાને માટે આગમો બનાવ્યાં છે. આગમ શાસ્ત્રો સુખ આપનારાં છે. એ આગમોમાંથી સમજાય છે કે શુદ્ધ આત્મસ્વરૂપ અને જિનેશ્વરદેવનું આત્મસ્વરૂપ એ બે એક જ છે. એમાં કોઈ ભેદભાવ નથી. જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખખાણ. ૪ આ જિન પ્રવચન છે, જે આપણાં આગમો છે; જિનની વાણી છે. એ સમજવી દુર્ગમ્ય છે. બહુ ઊંડી છે. તરત સમજાય એવી નથી. અતિમતિમાન-એટલે ખૂબ વિદ્વાન હોય, બુદ્ધિશાળી હોય તેવાઓ પણ કદાચ સમજી શકે નહીં એવી છે. પણ જો સદ્ગુરુનું અવલંબન મળે તો એ સુગમ છે. એ વાણી સાદિ અનંત સુખ આપે એવી ખાણ છે. શિક્ષામૃત ઉપાસના જિનચરણની, અતિશય ભક્તિસહિત; મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ યોગ ઘટિત. ૫ જિનેશ્વર ભગવાનનાં ચરણની ઉપાસના અતિશય ભક્તિ સહિત કરવી જોઈએ. તદુપરાંત સાધુપુરુષો- જ્ઞાનીપુરુષો તરફ અતિશય પ્રેમ અને મન વચન કાયાના યોગનો સંયમ આવે એવી દશા આવવી જોઈએ. ગુણપ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ; પ્રાપ્તિ શ્રી સદ્ગુરુ વડે, જિન દર્શન અનુયોગ. ૭ જ્યાં જ્યાં ગુણ દેખાય ત્યાં ત્યાં અંત૨માં પ્રમોદભાવ થાય અને મન, વચન, કાયાના યોગ અંતર્મુખ જ રહે, બહાર ન રખડે. આ પ્રાપ્તિ શ્રી સદ્ગુરુ વડે થાય તો જિન દર્શન અનુયોગ– જિન દર્શનમાં બતાવ્યું છે એ પ્રમાણે પ્રવર્તી શકાય. મોક્ષે જઈ શકાય. For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રી વચનામૃતજી ૨૫ ૧ પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઊલટી આવે એમ; પૂર્વ ચૌદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. ૭ પ્રવચન એટલે જે આગમોનો દરિયો છે. એ દરિયામાંથી આ જે એક બિંદુ અહીં લીધું તે તો એ દરિયાનો જ ભાગ છે. એનાથી ઊલટું એટલે કે આ બિંદુમાં દરિયો સમાય છે, તેમ સદ્ગુરુના ઉપદેશરૂપી બોપલબ્ધિરૂપ એક બિંદુ મળે તો ચૌદપૂર્વનું જ્ઞાન-ચૌદપૂર્વની લબ્ધિ પ્રાપ્ત થઈ જાય. વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અયોગ. ૮ હવે મતિ ઉપર લખતાં તેઓ કહે છે કે જેના મન, વચન, કાયાના યોગ એ વિષય અને વિકારમાં જ રખડતા હોય, સદાયે એમાં જ દોડતા હોય, લુબ્ધ હોય, એનું પરિણામ એને ખરાબ જ આવે. એને કદાચ સદ્ગુરુનો કે સાસ્ત્રનો, ભગવાનની વાણીનો, આગમોનો અને પરમાત્માનો જોગ થયો હોય તો પણ તેનો યોગ અયોગ (નિષ્ફળ) બને છે, કારણ કે એને આખી જિંદગીમાં આ કરવા જોગ કરવું નથી, બહારમાં જ રખડવું છે. એટલે એને માટે યોગ અયોગ સમાન છે. મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. ૯ પાંચ ઇન્દ્રિયોના વિષયો મંદ પડતા જાય, સ્વભાવમાં સરળતા આવે અને સુવિચારણા જાગે અને એ આજ્ઞા ઉઠાવે. તદુપરાંત એ કરુણાભાવથી ભરેલા હોય. એનો સ્વભાવ કોમળ હોય તથા એવા બીજા સદ્ગુણો એનામાં હોય. સાધકની- મુમુક્ષુની આ પ્રથમ ભૂમિકા છે. રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઇષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય. ૧૦. આ પહેલી ભૂમિકાથી જરાક ઊંચી મધ્ય ભૂમિકા છે. મધ્યમ સાધક કોણ કહેવાય ? જેણે ઇન્દ્રિયોના શબ્દાદિક પાંચ વિષયો રોક્યા હોય અને જેને સંયમની સાધનાનો રાગ હોય. સંયમનાં જેટલાં સાધન હોય એના તરફ એને રાગ છે. એને આ જગતમાં ગમે તે વસ્તુ હોય, ઇન્દ્રાસન હોય કે માણેક હોય કે નીલમ હોય એ આત્મા કરતાં વધારે ઇષ્ટ નથી. એવા જીવો આ મારગના મધ્યપાત્ર થયા. તેઓ મહાભાગ્યશાળી કહેવાય. જ નહિ તૃષ્ણા જીવ્યાતણી, મરણ યોગ નહિ ક્ષોભ; મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતલોભ. ૧૧ For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ૨ શિતામૃત જેને જીવવાની તૃષ્ણા નથી. પોતાનું લાંબું આયુષ્ય હો એવી જેને ઇચ્છા નથી અને બીજી બાજું મરણ આવે તો ક્ષોભ કે ભય લાગતો નથી કારણ કે તેઓ મરણને જીત્યા છે. તેઓ આ જિનના મારગ માટે મહાપાત્ર જીવો કહેવાય. તેઓએ લોભ અને તૃષ્ણાને જીતી લીધાં હોય છે. એમને તણખલા જેટલી પણ તૃષ્ણા ન હોય, તેઓ પરમ યોગ સાધનારા કહેવાય. એ ઉત્તમ ભૂમિકા કહેવાય. ૨. આત્રે બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ; આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. ૧ કૃપાળુદેવે અહીં આપણા પડછાયાનો દાખલો આપ્યો છે. સવારે આપણો પડછાયો પશ્ચિમ દિશા તરફ લાંબો હોય, સાંજે પૂર્વ દિશા તરફ લાંબો હોય, પણ બરોબર બપોરે બાર વાગે અાપણો પડછાયો આપણા પગ નીચે એટલે કે આપણામાં જ સમાઈ જાય એ ઉદાહરણ ઉપરથી એમ સમજાવ્યું કે આપણને જ્ઞાન પ્રગટ થઈ જાય અને આપણે સ્વભાવમાં લીન હોઈએ તે વખતે મનનો આત્મામાં લય થાય. મનનો લય થાય પછી સંકલ્પ વિકલ્પ કંઈ રહે નહીં, એવી ઉત્તમ દશા પ્રાપ્ત થાય. ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર. ૨, મોહના વિકલ્પથી એટલે મોહભાવ-સંસાર ભાવમાં જવાથી આપણો આખો સંસાર ઊભો થાય છે. પણ જો અંતર્મુખ થઈએ અને આત્મામાં જ લીન હોઈએ તો એ સંસારનો વિલય થતાં વાર લાગતી નથી. એટલે જન્મ મરણના ફેરા ટળતાં કાંઈ વાર લાગે નહીં. ૩. સુખ ધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તધ્યાનમહીં; પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે. ૧ આ છેલ્લી સ્થિતિ છે. સાધુ સંતો સુખધામરૂપ પોતાના સ્વભાવને અનુલક્ષીને-ચાહીને દિવસ રાત તેના ધ્યાનમાં રહે છે. અનંત સુખધામમાં રાત્રિ અને દિવસ જે રહે છે અને પછી ધ્યાન કરવાની ક્યાં જરૂર પડે છે ? એ પછી એમાં જ રહે છે. એને કેવો અનુભવ થાય ? અનંત અને પરમ શાંતિરૂપ અનુભવ થાય. વળી એ સુધામય છે. “પ્રણમું પદ તે” એટલે એ પદને હું પ્રણામ કરું છું. “વર તે” એટલે ખરેખરું એ માગવા જેવું વરદાન છે. “જય તે” એટલે આવી સ્થિતિ જયવંત વર્તે. For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશ નોંધ ઉ. નોં. - ૩ ચાહે ચકોર તે ચંદ્રને, મધુકર માલતી ભોગી રે; તેમ ભવિ સહગુણે હોયે, ઉત્તમ નિમિત્ત સંજોગી રે ચકોર પક્ષી ચંદ્રના અજવાળાને ઇચ્છે છે. ભમરો છે તે માલતીના ફૂલનો ભોગી છે. તેવી જ રીતે ઉત્તમ નિમિત્તનો સંયોગ મળતાં ભવ્ય જીવ સહજ ગુણોને પ્રાપ્ત કરે છે. ચરમાવર્ત વળી ચરમકરણ તથા રે, ભવપરિણતિ પરિપાક; દોષ ટળે ને દૃષ્ટિ ખૂલે અતિ ભલી રે, પ્રાપ્તિ પ્રવચન વાક. ઉ. નોં. – ૪ ‘પદર્શન સમુચ્ચય' અવલોકવા યોગ્ય છે. હરિભદ્રસૂરિએ સાંખ્ય, યોગ, મીમાંસા, ચાર્વાક, બૌદ્ધ અને જૈનદર્શન એ છ મુખ્ય ભારતીય દર્શના ગણાવ્યાં છે. “આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પણ છ પ્રશ્નો છે. એ પ્રશ્નો છએ દર્શનવાળાના પ્રો છે. અને એના જવાબ જૈનદર્શન આપે છે. એટલે તેઓ કહે છે કે ‘પર્દર્શન સમુચ્ચય' વાંચવા જેવું છે. ‘તત્ત્વાર્થસૂત્ર' વાંચવા યોગ્ય અને ફરી ફરી વિચારવા યોગ્ય છે. વાચક ઉમાસ્વાતિ કૃત ‘તત્ત્વાર્થસૂત્ર એ જૈનદર્શનનો નિચોડ છે. એટલે એ આપણે પણ વાંચવા જેવો અને ફરી ફરી વિચારવા જેવો ગ્રંથ છે. “યોગદૃષ્ટિ સમુચ્ચય' ગ્રંથ શ્રી હરિભદ્રાચાર્યે સંસ્કૃતમાં રચ્યો છે. શ્રી યશોવિજયજીએ ગુજરાતીમાં એની ઢાળબદ્ધ સઝાય રચી છે. તે કંઠાગ્રે કરી વિચારવા યોગ્ય છે. ઉપાધ્યાય યશોવિજયજી કૃત આઠદષ્ટિની સક્ઝાય બધાએ મોઢે કરી લેવી જોઈએ, જેથી કરીને બેઠાં બેઠાં વિચાર કરી શકાય. For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ એ દૃષ્ટિઓ આત્મદશામાપક (થર્મોમિટર) યંત્ર છે. એ આઠ દૃષ્ટિની સમજણ દ્વારા આપણી ભૂમિકા શું છે, આપણી આધ્યાત્મિક દશા શું છે, એનું માપ આપણે કાઢી શકીએ એવી છે. શાસ્ત્રને જાળ સમજનારા ભૂલ કરે છે. શાસ્ત્ર એ જાળ છે. નાસ્તિક એમ કહેતા હશે. શાસ્ત્ર એટલે શાસ્તાપુરુષનાં વચનો. જેને અનુભવ થયો છે એવા મહાત્માઓનાં એ વચનો છે. એ વચન સમજાવા દૃષ્ટિ સમ્યક્ જોઈએ. શિક્ષામૃત જ્યાં સુધી સભ્યષ્ટિ થાય નહીં ત્યાં સુધી એ વચનો સમજાય નહીં. સદુપદેષ્ટાની બહુ જરૂર છે. સદુપદેષ્ટાની બહુ જરૂર છે. પાંચસો હજાર શ્લોક મુખપાઠે કરવાથી પંડિત બની જવાતું નથી. છતાં થોડું જાણી ઝાઝાનો ડોળ કરનારા એવા પંડિતોનો તોટો નથી. ઋતુને સન્નિપાત થયો છે. કૃપાળુદેવે આ લખ્યું છે સં. ૧૯૫૫માં અને ૧૯૫૬માં કાળ પડવાનો છે એ એમને પહેલેથી ખબર પડી જાય છે. આપણે હમણાં બોલતા હતા કે હમણાં જ્યાં ગરમી હોવી જોઈએ ત્યાં ઠંડી છે અને જ્યાં ઠંડી હોવી જોઈએ ત્યાં ગરમી છે એટલે ઋતુ ઊંધી ચાલે. ઋતુને સન્નિપાત થયો છે એમ કૃપાળુદેવ પોતે લખે છે. એ ૧૯૫૬નો દુકાળ પડવાનો છે, એ ઋતુના ચિહ્ન પરથી પોતે કહે છે. અહીં નીચે ફૂટનોંધમાં લખ્યું છે કે - આ વર્ષ ૧૯૫૫નું ચોમાસું કોરું ગયું અને ૧૯૫૬નો ભયંકર દુકાળ પડ્યો. એટલે જ તેઓ કહે છે કે ઋતુને સન્નિપાત થયો છે. એક પાઈની ચાર બીડી આવે. હજાર રૂપિયા રોજ કમાતા બેરિસ્ટરને બીડીનું વ્યસન હોય અને તેની તલપ થતાં, બીડી ના હોય તો એક ચતુર્થાંશ પાઈની કિંમતની નજીવી વસ્તુ માટે વલખાં મારે ! હજાર રૂપિયા રોજ કમાનાર, અનંત શક્તિવંત આત્મા છે જેનો, એવો બેરિસ્ટર મૂર્છાયોગે નજીવી ચીજ માટે વલખાં મારે ! જીવને, આત્માની અને એની શક્તિની વિભાવ આડે ખબર નથી. આત્માની કેટલી શક્તિ છે તે જુઓ. અમે અંગ્રેજી ન ભણ્યા તે સારું થયું છે. ભણ્યા હોત તો કલ્પના વધત, કલ્પનાને તો છાંડવી છે. ભણેલું ભૂલ્યે છૂટકો છે. ભૂલ્યા વિના વિકલ્પ દૂર ન થાય. જ્ઞાનની જરૂર છે. For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશ નોંધ ૨૫ લો જુઓ ! આપણે તો હવે અંગ્રેજી માધ્યમ હોય એવી શાળામાં જ છોકરાઓને દાખલ કરો માટે પડાપડી કરીએ છીએ. પરંતુ કૃપાળુદેવ કહે છે કે “અમે અંગ્રેજી ન ભણ્યા તે સારું થયું.” આ માર્ગે જેને જવું હોય એને માટે લખે છે કે ખરી જરૂર સાચા જ્ઞાનની છે. ✩ ઉ. નોં. -- શ્રીમદ્ આનંદઘનજી શ્રી અજિતનાથજીના સ્તવનમાં સ્તવે છે ‘તરતમ યોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર – પંથડો.’ એનો અર્થ શું ? જેમ યોગનું - મન, વચન, કાયાનું તારતમ્ય અર્થાત્ અધિકપણું તેમ વાસનાનું પણ અધિકપણું, એવો ‘તરતમ યોગે રે તરતમ વાસના રે'નો અર્થ થાય છે; જેમ વધારે બુદ્ધિશાળી હોય એમ એનું અહંપણું વધારે હોય એટલે એની વાસના પણ વધારે હોય. - અર્થાત્ કોઈ બળવાન યોગવાળો પુરુષ હોય તેનું મનોબળ, વચનબળ આદિ બળવાન હોય અને તે પંથ પ્રવર્તાવતો હોય પણ જેવો બળવાન મન, વચનાદિ યોગ છે, તેવી જ પાછી બળવાન વાસના મનાવા, પૂજાવા, માન, સત્કાર, અર્થ (પેસો), વેભવ આદિની હોય તો તેવી વારાનાવાળાના બોધ વાસિત બોધ થયો; કષાયયુક્ત બોધ થયો; વિષયાદિની લાલસાવાળો બોધ થયો; માનાર્થ થયો; આત્માર્થે બોધ ન થયો. શ્રી આનંદઘનજી શ્રી અજિત પ્રભુને સ્તવે છે કે હે પ્રભુ ! એવો વાસિત બાંધ આધારરૂપ છે તે મારે નથી જોઈતો. મારે તો કષાયરહિત, આત્માર્થસંપન્ન, માનાદિ વાસનારહિત એવો બોધ જોઈએ છે. એવા માણસનો બોધ જોઈએ છે. એવા પંથની ગવેષણા હું કરી રહ્યો છું. ગવેષણા એટલે તપાસ, શોધ. મન વચનાદિ બળવાન યોગવાળા જુદાજુદા પુરુષો બોધ પ્રરૂપતા આવ્યા છે, પ્રરૂપે છે; પણ હે પ્રભુ ! વાસનાના કારણે તે બોધ વાસિત છે; મારે તો નિર્વાસિત બોધ જોઈએ છે. તે તો, હે વાસના વિષય કષાયાદિ જેણે જીત્યા છે એવા જિન વીતરાગ અજિતદેવ ! તારો છે. તે તારા પંધને હું ખોજી, નિહાળી રહ્યો છું. તે આધાર મારે જોઈએ છે. કારણ કે પ્રગટ સત્યથી ધર્મપ્રાપ્તિ થાય છે. આનંદઘનજીની ચોવીસી મુખપાઠે કરવા યોગ્ય છે. તેના અર્થ વિવેચનપૂર્વક લખવા યોગ્ય છે. તેમ કરશો. For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શિક્ષામૃત ઉ. નોં. - ૯ પ્ર.- આપ જેવા સમર્થ પુરુષથી લોકોપકાર થાય એવી ઇચ્છા રહે એ સ્વાભાવિક છે. કોઈએ કૃપાળુદેવને પૂછવું એનો ઉત્તર આપે છે. ઉ.- લોકાનુગ્રહ સારો ને જરૂરનો કે આત્મહિત? આમ આત્માનું હિત કરવું એ જરૂરનું છે કે લોકનો અનુગ્રહ કરવો એ સારો ? આત્મહિત કરવું એ સારું. ક્યારેક અનુગ્રહતામાં જોખમદારી ઘણી રહેલી હોય છે. માટે કોઈ એવો બોજો કરશો નહીં. અમારા તો જે મુમુક્ષુઓ થઈ ગયા એ તો થઈ ગયા. મ. એટલે મનસુખલાલ. ડૉક્ટર ભગવાનદાસભાઈના પિતાશ્રીએ કહ્યું. મ. - સાહેબ, બન્નેની જરૂર છે. એમ કરીને આ તો છટક્યા એટલે કહે છે કે બન્નેની જરૂર છે શ્રીમદ્ - શ્રી હેમચંદ્રાચાર્યને થયા આઠસો વરસ થયાં. શ્રી આનંદઘનજીને થયા બસો વરસ થયાં. શ્રી હેમચંદ્રાચાર્યે લોકાનુગ્રહમાં આત્મા અર્પણ કર્યો. લોકની ઉપર કૃપા કરવામાં આત્મા અર્પણ કર્યો, શ્રી આનંદઘનજીએ આત્મહિત સાધનપ્રવૃત્તિને મુખ્ય કરી. શ્રી હેમચંદ્રાચાર્ય મહાપ્રભાવક બળવાન ક્ષયોપશમવાળા પુરુષ હતા. તેઓ ધારત તો જુદો પંથ પ્રવર્તાવી શકે એવા સામર્થ્યવાન હતા. તેમણે ત્રીશ હજાર ઘરને શ્રાવક કર્યા. ત્રીસ હજાર ઘર એટલે સવાથી દોઢ લાખ માણસની સંખ્યા થઈ. આ ત્રીસ હજાર બધા ઓશવાળ છે. ઓશવાળ ઓરપાક જાતના રજપૂત હતા. એ બધા શ્રી હેમચંદ્રાચાર્ય પાસે વ્રત લઈ શ્રાવક બન્યા હતા. શ્રી સહજાનંદજીના સંપ્રદાયમાં એક લાખ માણસ હશે. એક લાખના સમૂહથી સહજાનંદજીએ પોતાનો સંપ્રદાય પ્રવર્તાવ્યો, તો દોઢ લાખ અનુયાયીઓનો એક જુદો સંપ્રદાય શ્રી હેમચંદ્રાચાર્ય ધારત તો પ્રવર્તાવી શકત. પણ શ્રી હેમચંદ્રાચાર્યને લાગ્યું કે સંપૂર્ણ વિતરાગ સર્વજ્ઞ, તીર્થકર જ ધર્મપ્રવર્તક હોઈ શકે. અમે તો તીર્થકરોની આજ્ઞાએ ચાલી તેમના પરમાર્થમાર્ગનો પ્રકાશ કરવા પ્રયત્ન કરનારા. પ્રકાશ કરનારા એમ નથી લખ્યું, પણ પ્રકાશ કરવા પ્રયત્ન કરનારા એમ લખ્યું. વીતરાગ માર્ગનો પરમાર્થ પ્રકાશવારૂપ લોકાનુગ્રહ શ્રી હેમચંદ્રાચાર્યે કર્યો. તેમ કરવાની જરૂર For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશ નોંધ ૨૫૭ હતી. વીતરાગમાર્ગ પ્રતિ વિમુખતા અને અન્ય માર્ગ તરફથી વિષમતા, ઇર્ષ્યા આદિ શરૂ થઈ ચૂક્યાં હતાં. આવી વિષમતામાં વીતરાગમાર્ગ ભણી લોકોને વાળવા, લોકોપકારની તથા તે માર્ગના રક્ષણની તેમને જરૂર જણાઈ. અમારું ગમે તેમ થાઓ, આ માર્ગનું રક્ષણ થવું જોઈએ. એ પ્રકારે તેમણે સ્વાર્પણ કર્યું. પણ આમ તેવા જ કરી શકે. તેવા ભાગ્યવાન, માહામ્યવાન, ક્ષયોપશમવાન જ કરી શકે. જુદાં જુદાં દર્શનોનો યથાવત્ તોલ કરી અમુક દર્શન સંપૂર્ણ સત્યસ્વરૂપ છે એવો નિર્ધાર કરી શકે તેવા પુરુષ લોકાનુગ્રહ, પરમાર્થપ્રકાશ, આત્માર્પણ કરી શકે. શ્રી હેમચંદ્રાચાર્યે ઘણું કર્યું. શ્રી આનંદઘનજી તેમના પછી છસો વરસે થયા. એ છસો વરસનાં અંતરાળમાં બીજા તેવા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. વિષમતા વ્યાપતી જતી હતી. કાળ ઉગ્ર સ્વરૂપ લેતો જતો હતો. શ્રી વલ્લભાચાર્યે શૃંગારયુક્ત ધર્મ પ્રરૂપ્યો. શૃંગારયુક્ત ધર્મ ભણી લોકો વળ્યા, આકર્ષાયા. વીતરાગધર્મ વિમુખતા વધતી ચાલી. અનાદિથી જીવ શૃંગાર આદિ વિભાવમાં તો મૂર્છા પામી રહ્યો છે, તેને વૈરાગ્ય સન્મુખ થવું મુશ્કેલ છે. ત્યાં તેની પાસે શૃંગાર જ ધર્મરૂપે મુકાય તો તે વેરાગ્ય ભણી કેમ વળી શકે? આમ વીતરાગમાર્ગ વિમુખતા વધી. ત્યાં પ્રતિમાપ્રતિપક્ષ-સંપ્રદાય જેનમાં જ ઊભો થયો. પ્રતિમાપ્રતિપક્ષ-સંપ્રદાય એટલે મૂર્તિપૂજામાં નહીં માનનાર એવા સ્થાનકવાસી ધર્મને માનનારા. ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણ એવી જિનપ્રતિમા પ્રતિ લાખો દષ્ટિવિમુખ થયા. વીતરાગશાસ્ત્ર કલ્પિત અર્થથી વિરાધાયાં, કેટલાક તો સમૂળગા ખંડાયાં. આમ આ છસો વરસના અંતરાળમાં વીતરાગમાર્ગરક્ષક બીજા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. અન્ય ઘણા આચાર્યો થયા, પણ તે શ્રી હેમચંદ્રાચાર્ય જેવા પ્રભાવશાળી નહીં એટલે વિષમતા સામે ટકી ન શકાયું. વિષમતા વધતી ચાલી. ત્યાં શ્રી આનંદઘનજી બસો વરસ પૂર્વે થયાં. શ્રી આનંદઘનજીએ સ્વપર હિતબુદ્ધિથી લોકોપકારપ્રવૃત્તિ શરૂ કરી. આ મુખ્ય પ્રવૃત્તિમાં આત્મહિત ગૌણ કર્યું, પણ વીતરાગધર્મવિમુખતા, વિષમતા એટલી બધી વ્યાપી ગઈ હતી કે લોકો ધર્મને કે આનંદઘનજીને પિછાણી ન શક્યાં, ઓળખી કદર કરી ન શક્યાં. પરિણામે શ્રી આનંદઘનજીને લાગ્યું કે પ્રબળ વ્યાપી ગયેલી વિષમતાયોગે લોકોપકાર, પરમાર્થપ્રકાશ કારગત થતો નથી, અને આત્મહિત ગૌણ થઈ તેમાં બાધા આવે છે, માટે આત્મહિતને મુખ્ય કરી તેમાં પ્રવર્તવું યોગ્ય છે. આવી વિચારણાએ, પરિણામે તે લોકસંગ ત્યજી દઈ વનમાં ચાલી નીકળ્યા. વનમાં વિચરતાં છતાં અપ્રગટપણે રહી ચોવીશી, પદ આદિ વડે લોકોપકાર તો કરી જ ગયા. નિષ્કારણ લોકોપકાર એ મહાપુરુષોનો ધર્મ છે. પ્રગટપણે લોકો આનંદઘનજીને ઓળખી ન શક્યાં. પણ આનંદઘનજી તો અપ્રગટ રહી તેમનું હિત કરતા ગયા. અત્યારે તો શ્રી આનંદઘનજીના વખત કરતાં પણ વધારે વિષમતા, વીતરાગમાર્ગ વિમુખતા વ્યાપેલી છે. શ્રી આનંદઘનજીને સિદ્ધાંતબોધ તીવ્ર હતો. તેઓ શ્વેતાંબર સંપ્રદાયમાં હતા. For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત ચૂર્ણિ, ભાષ્ય, સૂત્ર, નિર્યુક્તિ, વૃત્તિ, પરંપરા અનુભવરે ઇત્યાદિ પંચાંગીનું નામ તેમના શ્રી નેમિનાથજીના સ્તવનમાં ન આવ્યું હોત તો ખબર ન પડત કે તેઓ શ્વેતાંબર સંપ્રદાયના હતા કે દિગંબર સંપ્રદાયના ? ઉ. નોં. - ૧૧ મારું ગાયુ ગાશે, તે ઝાઝા ગોદા ખાશે; સમજીને ગાશે તે વહેલો વેકુંઠ જાશે. (નરસિહ મહેતા) સમજીને વિવેકપૂર્વક કરવાનું છે. પોતાની દશા વિના, વિના વિવેકે, સમજ્યા વિના જીવ અનુકરણ કરવા જાય તો માર ખાઈ જ બેસે. માટે મોટા કહે તેમ કરવું, કરે તેમ ન કરવું. જો આ પ્રમાણે કરે તો તે વહેલામાં વહેલો નિર્વાણને પામે. - ઉ. નોં. - ૧૨ પરમકૃપાળુદેવ મુંબઈમાં બીજા ભોઈવાડાના મંદિરમાં પ્રતિમા ભક્તિ કરે છે તેની નોંધ છે. (બીજા ભોઈવાડામાં શ્રી શાંતિનાથજીના દિગમ્બર મંદિરમાં દર્શન પ્રસંગનું વર્ણન) પ્રતિમા નીરખી છેટેથી વંદન કર્યું. છેટેથી દેખાણા ત્યારે વંદન કર્યું. ત્રણવાર પંચાંગ પ્રણામ કર્યા. ત્રણવાર ખમાસણા લીધા. શ્રી આનંદઘનજીનું શ્રી પદ્મપ્રભુનું સ્તવન સુમધુર, ગંભીર સુસ્પષ્ટ ધ્વનિએ ગાયું. જિન પ્રતિમાનાં ચરણ તળાંચાં (સ્પર્ધો). એક નાની પંચધાતુની જિન પ્રતિમા કાયોત્સર્ગ મુદ્રાની અંદરથી, કોરી કાઢેલી હતી. તે સિદ્ધની અવસ્થામાં થતાં ઘનની સૂચક હતી. તે અવગાહના બતાવી કહ્યું કે જે દેહે આત્મા સંપૂર્ણ સિદ્ધ થાય તે દેહપ્રમાણથી કિંચિત્ જૂન જે ક્ષેત્રપ્રમાણ ઘન થાય તે અવગાહના. જીવો જુદા જુદા સિદ્ધ થયા. તે એક ક્ષેત્રે સ્થિત છતાં પ્રત્યેક જુદા જુદા છે. નિજ ક્ષેત્રઘન પ્રમાણ અવગાહનારો છે. કૃપાળુદેવ પોતે અવગાહના સમજાવે છે. ઋષભદેવ ભગવાનની પ00 ધનુષની કાયાં હતી તો તે સિદ્ધાલયમાં એમની કાયાથી બે તૃતીયાંશ જેટલી જગ્યા રોકે. મહાવીર ભગવાનની ૭ હાથની કાયા હતી તો ૭ x ૨ = ૧૪૩ એટલે પાંચ હાથથી થોડુંક ન્યૂન એટલી અવગાહના, તે રોકે છતાં પોતપોતાના સ્વભાવમાં લીન હોય. આ કેમ બનતું હશે એમ પ્રશ્ન થાય. એના જવાબ એમ છે કે એક બત્તી હોય અને સામા પાંચ સાત દીવા મૂક્યા હોય તો એ દીવાનો પ્રકાશ For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશ નોંધ ૨૫૯ આ બત્તીના પ્રકાશમાં ભળી જાય છતાં બધા જુદા છે એ પ્રમાણે સિદ્ધાલયમાં દરેક જીવ પોતપોતાના પ્રદેશમાં આનંદમાં રહ્યા હોય. હિન્દુ ધર્મ એમ કહે છે કે પ્રકાશમાં પ્રકાશ ભળી ગયો. આપણા આત્માનો પ્રકાશ પરમાત્માના પ્રકાશમાં મળી ગયો. જો એમ હોય તો પછી સિદ્ધના સ્વરૂપનું જુદું અનુભવવાપણું ક્યાં રહ્યું ? એટલા માટે જૈન દર્શન એમ કહે છે. પ્રત્યેક સિદ્ધાત્માની જ્ઞાયક સત્ત્વ લોકાલોકપ્રમાણ, લોકને જાણનાર, છતાં લોકથી ભિન્ન છે. દરેક સિદ્ધાત્મા વિશેનું કથન છે. જાણવાની સત્તા લોકને જાણે, અલોકને જાણે. એ ઋષભદેવ ભગવાનનો આત્મા જાણે, અને મહાવીર ભગવાનનો આત્મા પણ જાણે અને ગૌતમસ્વામીનો આત્મા પણ જાણે. આ શરીર અને ઇંદ્રિયોને જાણનાર આત્મા છે, છતાં તેનાથી ભિન્ન છે. ત્રણે પ્રકારનાં શરીરથી ભિન્ન છે. પાંચે ઇન્દ્રિયોથી ભિન્ન છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારથી ભિન્ન છે. જુદા જુદા પ્રત્યેક દીવાનો પ્રકાશ એક થઈ ગયા છતાં દીવા જેમ જુદા જુદા છે, એ ન્યાયે પ્રત્યેક સિદ્ધ આત્મા જુદા જુદા છે. આ મુક્તાગિરિ અદિ તીર્થોની છબીઓ છે. આ ગોમટેશ્વર નામથી પ્રસિદ્ધ શ્રી બાહુબળસ્વામીની પ્રતિમાની છબી છે. બેંગલોર પાસે એકાંત જંગલમાં ડુંગરમાંથી કોતરી કાઢેલી સિત્તેર ફૂટ ઊંચી આ ભવ્ય પ્રતિમા છે. આઠમા સૈકામાં શ્રી ચામુંડરાયે એની પ્રતિષ્ઠા કરી છે. અડોલ ધ્યાને કાઉસગ્ગમુદ્રાએ શ્રી બાહુબળજી અનિમેષનેત્રે ઊભા છે. અડોલ ધ્યાન ! આપણું ધ્યાન કેવું રહે છે ? કાયોત્સર્ગ મુદ્રા જ એવી છે કે કાયાનો ઉત્સર્ગ. (કાયા બાદ)એ ધ્યાનમાં કાયાનું ધ્યાન જ ન હોય. એ કાયોત્સર્ગ મુદ્રામાં અને લાંબા હાથ કરીને જે ધ્યાન હોય તે. હાથપગે વૃક્ષની વેલીઓ વીંટાઈ છતાં દેહભાનરહિત ધ્યાનસ્થ શ્રી બાહુબળજીને તેની ખબર નથી. કૈવલ્ય પ્રગટ થવા યોગ્ય દશા છતાં જરા માનનો અંકુરો નડ્યો છે. એમની આંખો મટકું ન મારે. જ્ઞાની હોય, મહાત્મા હોય એની આંખો મટકું ન મારે કારણ કે એ આત્મામાં ડૂબેલા હોય. આંખ તો ઉઘાડી જ હોય, છતાં ડૂબેલાં હોય. કેવળજ્ઞાન પ્રાપ્ત થાય તેવી દશા છે છતાં પ્રગટ થતું નથી તેનું કારણ શું ? પોતે ઋષભદેવ ભગવાન પાસે જાય તો પોતાના ૯૮ નાનાભાઈ દીક્ષિત છે. પહેલા નાનાભાઈઓએ દીક્ષા લીધી.હતી. શ્રી બાહુબળજી પાછળથી દીક્ષિત થયા હતા, એટલે પોતાના ૯૮ નાનાભાઈઓને પગે લાગવું પડે એ મનમાં For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ શિક્ષામૃત અહંકાર છે. તેઓ એમ વિચારે છે કે હું કેવળજ્ઞાન પ્રગટ કરીને જાઉં તો મારે એમને પગે લાગવું ન પડે ? માટે કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા છે. ઋષભદેવ ભગવાન એમના કેવળજ્ઞાનમાં બધું જોઈ રહ્યા છે, એટલે બ્રાહ્મી અને સુંદરીને બોલાવી કહે છે કે “જાઓ ! તમારા ભાઈ બાહુબળી પાસે જઈને એને બોધ આપો કે માન મૂકી દો ! આ બંને બહેનો ત્યાં જાય છે અને ગાય છે - “વીરા મારા ગજ થકી ઊતરો.” આ શબ્દો બાહુબળજીના કાનમાં પડે છે એટલે વિચારે છે કે “હું ક્યાં હાથી ઉપર બેઠો છું ?' અને આ શું ગાય છે ? તરત જ ક્રોધ, માન, માયા, લોભ યાદ આવ્યાં. તરત સમજી ગયા કે હું ત્યાં જતો નથી. એ માન રૂપી હાથી ઉપર હું બેઠો છું. મારામાંથી હજી માન ગયું નથી. એ માનરૂપી ગજથી ઊતરવાના પોતાની બહેનો બ્રાહ્મી અને સુંદરીના શબ્દો કર્ણગોચર થતાં સુવિચારે સજ્જ થઈ, માન મોડવા તૈયાર થતાં કેવલ્ય પ્રગટ્યું તે આ શ્રી બાહુબળજીની ધ્યાનસ્થ મુદ્રા છે. (દર્શન કરી શ્રી મંદિરની જ્ઞાન શાળામાં) દેરાસરમાં દર્શન કરી ત્યાં બાજુમાં જ્ઞાનશાળા હતી ત્યાં કૃપાળુદેવ ગયા. શ્રી ગોમટ્ટસાર’ લઈ તેનો સ્વાધ્યાય કર્યો. શ્રી પાંડવપુરાણ'માંનો પ્રદ્યુમ્ન અધિકાર વર્ણવ્યો. પ્રદ્યુમ્નનો વૈરાગ્ય ગાયો. વસુદેવે પૂર્વભવમાં સુરૂપસંપન્ન થવાના નિયાણાપૂર્વક ઉગ્ર તપશ્ચર્યા કરી. ભાવનારૂપ તપશ્ચર્યા ફળી. સુરૂપસંપન્ન દેહ પામ્યા. તે સુરૂપ ઘણા વિક્ષેપનું કારણ થયું. સ્ત્રીઓ વ્યામોહ પામી પાછળ ફરવા લાગી. નિયાણાનો દોષ વસુદેવને પ્રત્યક્ષ થયો. વિક્ષેપથી છૂટવા ભાગી જવું પડ્યું. મને આ તપશ્ચર્યાથી ઋદ્ધિ મળો કે વેભવ મળો કે અમુક ઇચ્છિત થાઓ” એવી ઇચ્છાને નિયાણું, નિદાન દોષ કહે છે. તેવું નિયાણું ન બાધવું ઘટે. સુત્ર જય વિયરાય'માં કહ્યું છે કે હે ભગવાન તારા શાસનમાં નિયાણા બાંધવાની ના કહી છે. ગમે તે ધાર્મિક ક્રિયાઓ, તપશ્ચર્યા, જપ, તપ કરતાં કાંઈપણ ઇચ્છા ન કરવી એમ કહ્યું છે, છતાં હું તો આટલું માગ્યા વગર રહી શકતો નથી કે ભવોભવ તારા પદની મને સેવા હોજો. એવું માગે છે એ પ્રશસ્ત નિયાણું ગણાય છે. ઉ. નોં. - ૧૪ જે બહુ ભોગવાય છે તે બહુ ક્ષીણ થાય છે. સમતાએ કર્મ ભોગવતાં તે નિર્જરે છે; ક્ષીણ થાય છે. (નાશ પામે છે.) શારીરિક વિષય ભોગવતાં શારીરિક શક્તિ ક્ષીણ થાય છે. For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશ નોંધ ૨૬૧ જ્ઞાનીનો માર્ગ સુલભ છે, પણ તે પામવો દુર્લભ છે; એ માર્ગ વિકટ નથી. સીધો છે, પણ તે પામવો વિકટ છે. અત્યાર સુધી એટલા માટે જ રખડીએ છીએ. કારણ કે એ સુલભ માર્ગ આપણને મળ્યાં નથી. એ માર્ગ પામવો કઠણ છે. પ્રથમ સાચા જ્ઞાની જોઈએ. તે ઓળખાવા જોઈએ. તેની પ્રતીતિ આવવી જોઈએ. કેવી રીતે ઓળખાય ? કપાળુદેવ વ્યાપાર કરતા હતા. શેનો ? ઝવેરાતનો, મોતીનો અને એમને સ્ત્રી હતી, સંસાર હતો, છોકરાઓ હતાં. હવે આ જ્ઞાની છે તે કેમ ઓળખાય ? ન જ ઓળખાય. ઓળખાય નહીં તો પ્રતીતિ શાની ? પ્રતીતિ એટલે શ્રદ્ધા કે આ જ જ્ઞાની છે એવી શ્રદ્ધા. પછી એના વચન પર શ્રદ્ધા રાખી નિઃશંકપણે (શંકા વગર) ચાલતાં માર્ગ સુલભ છે, પણ જ્ઞાની મળવા અને ઓળખાવા એ વિકટ છે, દુર્લભ છે. ગીચ ઝાડીમાં ભૂલા પડેલા માણસને વનોપકંઠે જવાનો માર્ગ કોઈ દેખાડે કે “જા નીચે નીચે ચાલ્યો જા. રસ્તો સુલભ છે' આ રસ્તો સુલભ છે પણ એ ભૂલા પડેલા માણસને જવું વિકટ છે; એ માર્ગે જતાં પહોંચશું કે નહીં એ શંકા નડે છે. શંકા કર્યા વિના જ્ઞાનીઓનો માર્ગ આરાધે તો તે પામવો સુલભ છે. ઉ. નોં. - ૧૬ ૧૯૫૭માં કૃપાળુદેવનું દેહાવસાન થાય છે. આ ૧૯૫૬માં કાર્તિક મહિનામાં તેઓશ્રી મુંબઈમાં હતા ત્યારે શું કહે છે ? જ્ઞાનીને ઓળખો. ઓળખીને એઓની આજ્ઞા આરાધો. ‘ઓળખો’, ‘ઓળખો’ કહીએ અને આપણે ઓળખીએ છીએ એમ પણ કહીએ છીએ પરંતુ એ ઓળખાણ સાચી નથી, ધ્યાન રાખજો જ્ઞાનીને આંતરિક રીતે ઓળખવા જોઈએ. કહેવાય છે કે એક શ્વાસોશ્વાસ સિવાય સાધકથી, મુમુક્ષુથી જ્ઞાનીની આજ્ઞા સિવાય કાંઈ થઈ શકે નહીં. આપણે તો કેટલું કરી નાખીએ છીએ ? વળી એમાં તો શું ? સંસારી વાત છે, આપણે કરવું જોઈએ તેથી કરીએ છીએ એમ માનીને ચાલે છે. જ્ઞાનીની એક આજ્ઞા આરાધતાં અનેકવિધ કલ્યાણ છે. એક આજ્ઞા આરાધો તેમાં કલ્યાણ કેટલું ? અનેકવિધ . આ કોણ લખે છે ? કૃપાળુદેવ લખ છે. For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૨ શિક્ષામૃત જ્ઞાનીઓ જગતને તૃણવત્ ગણે છે, એ એઓનાં જ્ઞાનનો મહિમા સમજવો. આખું જગત અને જગતની લક્ષ્મી, સંપત્તિ, ચક્રવર્તીની સંપત્તિ, ઇન્દ્રની સંપત્તિ અને જ્ઞાની તૃણવત્ ગણે છે, તણખલાની તોલે ગણે છે, કારણ કે એ ભેગું નથી આવતું. મૂળ મુશ્કેલી એ જ છે. ઘણો મોહ કર્યો, માયા કરી અને ભેગું કર્યું પણ એ ભેગું આવતું નથી. કોઈ મિથ્યાભિનિવેશી જ્ઞાનનો ડોળ કરી જગતનો ભાર મિથ્યા શિર વહેતો હોય તો તે હાંસીપાત્ર છે. જ્ઞાન ન હોય અને જ્ઞાની છું એમ ડોળ કરી બધાને બોધ આપતો હોય તો એ હાંસીપાત્ર છે. એને રખડી મરવાનું છે. એની પાછળ જનારનું પણ કલ્યાણ ન થાય. એ તો બિચારા સીધા સરળ હોય એટલે પાછળ જાય, પણ મિથ્યાભિનિવેશીને તો વધારે ભોગવવું પડે. પેલાને તો કાંઈક ફાયદો થવાનો હોય તો થાય અને ન થવાનો હોય તો ન થાય, પણ મિથ્યાજ્ઞાનીને તો અવશ્ય બૂડી મરવાનું છે. ઉ. નોં. - ૧૯ પ્રારબ્ધ અને પુરુષાર્થ એ શબ્દ સમજવા જેવા છે. પુરુષાર્થ કર્યા વિના પ્રારબ્ધની ખબર ન પડી શકે. પુરુષાર્થ કરવા છતાં ન મળ્યું, નાસીપાસ થયા, ફતેહમંદ ન થયા તો ત્યાં પ્રારબ્ધ ખરું પ્રારબ્ધમાં હશે તે થશે એમ કહી બેસી રહ્યું કામ ન આવે. નિષ્કામ પુરુષાર્થ કરવો. બેસી રહ્યું કામ આવે ? ન આવે. ચાલો તો માર્ગ કપાય. ન ચાલો તો માર્ગ ન કપાય. પુરુષાર્થ કરવો, પણ નિષ્કામભાવથી કરવો. આપણે તો કામના સહિત પુરુષાર્થ કરીએ છીએ. દરેકનો પુરુષાર્થ સ્વાર્થી છે. પોતે જેમાં સ્વાર્થ માન્યો છે, એ કરવાના. તો આ વાક્ય કહે છે કે એ કરો તો પણ તે નિષ્કામ હોવો જોઈએ. એમાં સ્વાર્થ નહીં પણ પરમાર્થ હોવો જોઈએ, એવો પુરુષાર્થ કરવો. સ્વાર્થ અને પરમાર્થ એ બે સમજવા જેવા છે. પ્રારબ્ધને સમપરિણામે વેદવું, ભોગવી લેવું એ મોટો પુરુષાર્થ છે. પ્રારબ્ધથી અશુભ કર્મ ઉદયમાં આવે ત્યારે ગમતું નથી ને મૂંઝવણમાં આકુળ વ્યાકુળ થઈ જવાય છે. ત્યારે સમજવું કે એ તો સમપરિણામે વેદો એમ કહ્યું છે. સમપરિણામ કોને કહેવાય ? કે આપણને ન ગમતું હોય તેવું કરવું પડે છતાં અંદર મૂંઝવણ ન થાય. For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશ નોંધ ૨૬૩ પછી જ્ઞાનીને એ જ પુરુષાર્થ રહે છે કે ઉદયમાં આવે એ સમભાવે ભોગવી લેવું. એ જ એનો પુરુષાર્થ. લ્યો, અને બીજો કોઈ પુરુષાર્થ કરવાનો નથી, જ્ઞાનીનું જીવન બે કામ માટે હોય છે. એક તો પારકાનું કલ્યાણ કરવું. કલ્યાણ એટલે મોક્ષમાર્ગ ચઢાવવા અને બીજું પોતાનો જે ઉદય હોય એ સમભાવે ભોગવી લેવો. સામાન્ય જીવ સમપરિણામે વિકલ્પરહિતપણે પ્રારબ્ધ વેદી ન શકે, વિષમ પરિણામ થાય જ. માટે તે ન થવા દેવા, ઓછા થવા ઉદ્યમ સેવવો. સમપણું અને વિકલ્પરહિતપણું સત્સંગથી આવે અને વધે. સમપણું અને નિર્વિકલ્પપણું આવે પણ સત્સંગથી. અને વધે પણ સત્સંગથી ઉ. નોં. – ૨૨ 'प्रशमरसनिमग्नंदृष्टियुग्मं प्रसन्नं, वदनकमलमंकः कामिनीसंगशून्यः करयुगमपि यत्ते शस्त्रसंबंधवंध्यं, तदसि जगति देवो वीतरागस्त्वमेव.' ભગવાનનું વર્ણન કરે છે. આપણું ધ્યેય પણ ભગવાન જેવા થવાનું છે, અને મોક્ષમાં જવું છે. ભગવાન કેવા છે ? તારાં બે ચક્ષુ પ્રશમરસમાં ડૂબેલાં છે, પરમશાંત રસને ઝીલી રહ્યાં છે. પ્રશમરસ એટલે શાંત રસ. હે ભગવાન, તારાં બન્ને નેત્રો શાંતરસમાં ડૂબેલાં છે. એમ દેખાય છે તારું મુખકમળ પ્રસન્ન છે; તેમાં પ્રસન્નતા વ્યાપી રહી છે. તારો ખોળો સ્ત્રીના સંગથી રહિત છે. તારા બે હાથ શસ્ત્રસંબંધ વિનાના છે, તારા હાથમાં શસ્ત્ર નથી. બીજા બધા ભગવાનોના હાથમાં હથિયારો હોય, વીતરાગ ભગવાનના હાથમાં હથિયાર નથી. સંગમ દેવતા ઉપસર્ગ કરે કે બીજા દેવતાઓ કરે. ગોશાળાએ એમના બે શિષ્યોને બાળી નાખ્યા. મહાવીર ભગવાન પોતે ધ્યાનમાં ઊભા હતા. બાજુમાં શિષ્યો ઊભા હતા. એક તરફ ગૌશાળાએ આવીને તેજલડ્યા મૂકી અખતરો કર્યો કે મારી તેજલેશ્યા ચાલે છે કે કેમ ? તો બે શિષ્યો બળી ગયા. તો મહાવીર ભગવાનને કંઈ નહીં થયું હોય ? એ ધારત તો ગોશાળાને ક્યાંય મૂકી આવે ગોશાળા પાસે લબ્ધિ હતી તો ભગવાન પાસે પણ લબ્ધિ હોય જ ને ! પણ ભગવાનને તો ગોશાળા પ્રત્યે અનુકંપા થાય છે. જેના દર્શન કરવાથી કર્મ છૂટે, એની હાજરીમાં ગોશાળાએ કેટલાં કર્મ બાંધ્યાં ? આમ તું જ વીતરાગ જગતમાં દેવ છે. દેવ કોણ ? વીતરાગ. દર્શનયોગ્ય મુદ્રા કઈ ? For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શિક્ષામૃત વીતરાગતા સૂચવે છે. “સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા' વેરાગ્યનો ઉત્તમ ગ્રંથ છે. દ્રવ્યને, વસ્તુને યથાવત્ લક્ષમાં રાખી વેરાગ્યનું એમાં નિરૂપણ કર્યું છે. દ્રવ્યનું સ્વરૂપ બતાવનાર ચાર શ્લોક અદ્ભુત છે. એને માટે આ ગ્રંથની રાહ જોતા હતા. ગઈ સાલ જેઠ માસમાં મદ્રાસ ભણી જવું થયું હતું. કાર્તિકસ્વામી એ ભૂમિમાં બહુ વિચર્યા છે. એ તરફના નગ્ન, ભવ્ય, ઊંચા, અડોલવૃત્તિથી ઊભેલા પહાડ નીરખી સ્વામી કાર્તિકેયાદિની અડોલ, વેરાગ્યમય દિગમ્બરવૃત્તિ યાદ આવતી હતી. નમસ્કાર તે સ્વામી કાર્તિકેયાદિને. ઉ. નોં. - ૨૩ ડૉક્ટર ભગવાનદાસભાઈના પિતાશ્રી મનસુખલાલભાઈ કૃપાળુદેવ જેટલું જ મોરબીમાં રહ્યા છે. એમણે આ નોધ કરી હતી અને તે છપાવ્યું છે. ‘પદ્ર્શનસમુચ્ચય', ને “યોગદષ્ટિસમુચ્ચય'નાં ભાષાંતર ગુજરાતીમાં કરવા યોગ્ય છે. ‘પદર્શનસમુચ્ચય'નું ભાષાંતર થયેલ છે પણ તે સુધારી ફરી કરવા યોગ્ય છે. ધીમે ધીમે થશે, કરશો. આનંદઘનજી ચોવીશીના અર્થ પણ વિવેચન સાથે લખશો. આપણે તો માત્ર શબ્દાર્થ નહીં પણ ભાવાર્થ કર્યા છે. શબ્દાર્થ તો એટલા માટે કે કોઈ શબ્દ એકદમ પકડીને એમ કહે કે આમ થાય ? આમ કેમ લખ્યું છે ? એટલા માટે ભાવાર્થ ઉપર ભાર મૂક્યો છે. આપણને કાંઈ ભાષાનું જ્ઞાન નથી, વ્યાકરણનું જ્ઞાન નથી, વિદ્વાન નથી. ન ભણેલો ભગત હોય, અનુભવી હોય અને ભજન કર્યું હોય તો ભલે ભાષાનું ઠેકાણું ન હોય પણ અનુભવહિત હોય એટલે વાંચનારને અસર થાય જ. એટલે દીવાથી દીવો થાય તેવું થાય. વિદ્વત્તાથી પાનાંનાં પાનાં ભર્યા હોય પણ કાંઈ ન થાય. नमो दुर्वाररागादिवैरिवारनिवारिणे, अर्हते योगिनाथाय महावीराय तायिने. શ્રી હેમચંદ્રાચાર્ય “યોગશાસ્ત્ર”ની રચના કરતાં મંગલાચરણમાં વીતરાગ સર્વજ્ઞ અરિહંત યોગીનાથ મહાવીરને સ્તુતિરૂપે નમસ્કાર કરે છે. કવા વીતરાગ સમજો છો ? અંશ પણ રાગ ન હોય તે વીતરાગ કહેવાય. સર્વજ્ઞ-એનું જ્ઞાન કેવું ?કેવળજ્ઞાન થયા પછી એનું જ્ઞાન જરા પણ ઊભું ન હોય. અરિહંત એટલે અંદરના બધા દુશ્મનો જેવા કે ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાય અને રતિ, અરતિ, ભય, જુગુપ્સા વિગેરેનો ઉપાય અને રાગ, દ્વેષ અને અજ્ઞાનને જેમણે હણી નાખ્યા છે એ અરિહંત કહેવાય. યોગીનાથ એટલે યોગીઓના પણ નાથ. For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશ નોંધ ૨૬૫ વાર્યા વારી ન શકાય, વારવા બહુ બહુ મુશ્કેલ એવા રાગ, દ્વેષ, અજ્ઞાનરૂપી શત્રુના સમૂહને જેણે વાર્યા, જીત્યા; જે વીતરાગ સર્વજ્ઞ થયા; વીતરાગ સર્વજ્ઞ થતાં જે અર્વત્ પૂજવા યોગ્ય થયા; અને વીતરાગ અત્ થતાં મોક્ષ અર્થે પ્રવર્તન છે જેનું એવા જુદા જુદા યોગીઓના જે નાથ થયા; નેતા થયા; અને એમ નાથ થતાં જે જગતના નાથ, તાત, ત્રાતા (રક્ષણહાર, તારણહાર) થયા; એવા જે મહાવીર તેને નમસ્કાર હો.” અહીં સદૈવના અપાયઅપગમ અતિશય, જ્ઞાન અતિશય, વચન અતિશય અને પૂજા અતિશય, સૂચવ્યા. આ મંગલ સ્તુતિમાં સમગ્ર “યોગશાસ્ત્ર'નો સાર સમાવી લીધો છે. સદૈવનું નિરૂપણ કર્યું છે. સમગ્ર વસ્તુસ્વરૂ૫, તત્ત્વજ્ઞાન સમાવી દીધું છે. ઉકેલનાર ખોજક જોઈએ. લૌકિક મેળામાં વૃત્તિને ચંચળ કરે એવા પ્રસંગ વિશેષ હોય. સાચો મેળો સત્સંગનો. એવા મેળામાં વૃત્તિની ચંચળતા ઓછી થાય, દૂર થાય. માટે સત્સંગ મેળાને જ્ઞાનીઓએ વખાણ્યો છે, ઉપદેશ્યો છે. ઉ. નોં. - ૨૬ કૃપાળુદેવ નીચે જે શ્લોક સમજાવ્યો છે તે ખાસ સમજવા જેવો અને માટે કરવા જેવા છે. 'देवागमनभोयानचामरादिविभूतयः मायाविष्वपि दृश्यंते, नातस्त्वमसि नो महान्' તારા પાસે દેવોનું આવવું થાય છે, વા આકાશમાં વિચરવું વા ચામર, છત્ર આદિ વિભૂતિ ભોગવે છે માટે તું અમારા મનને મહાન ! ના, ના. એ માટે તું અમારા મનને મહાન નહીં. તેટલાથી તારું મહત્ત્વ નહીં. એવું મહત્ત્વ તો માયાવી ઇંદ્રજાળીયા પણ દેખાડી શકે, ત્યારે સર્દેવનું મહત્ત્વ વાસ્તવિક શું? તો કે વીતરાગપણું એમ આગળ બતાવે છે. આ શ્રી સંમતભદ્રસૂરિ વિ.સં.ના બીજા સેકામાં થયા. તેઓ શ્વેતામ્બર દિગમ્બર બન્નેમાં એક સરખા સન્માનિત છે. તેઓએ દેવાગમસ્તોત્ર (ઉપર જણાવેલ સ્તુતિ આ સ્તોત્રનું પ્રથમ પદ ) અથવા આપ્તમીમાંસા રચેલ છે. તત્ત્વાર્થસૂત્રના મંગલાચરણની ટીકા કરતાં આ દેવાગમસ્તોત્ર લખાયું છે. અને તે પર અષ્ટસહસ્ત્રી ટીકા તથા ચોરાસી હજાર શ્લોકપુર “ગંધહસ્તી મહાભાષ્ય' ટિકા રચાયાં છે. આપ્તમીમાંસા', “યોગબિંદુનું અને ઉપમિતિભવપ્રપંચકથાનું ગુજરાતી ભાષાંતર કરશો. ‘યોગબિંદુ’નું ભાષાંતર થયેલ છે, ‘ઉપમિતિભવપ્રપંચ'નું થાય છે; પણ તે બંને ફરી કરવા યોગ્ય છે, તે કરશો, ધીમે ધીમે થશે. For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૩ શિક્ષામૃત લોકકલ્યાણ હિતરૂપ છે અને તે કર્તવ્ય છે. પોતાની યોગ્યતાની ન્યૂનતાથી અને જોખમદારી ન સમજાઈ શકવાથી અપકાર ન થાય એ પણ લક્ષ રાખવાનો છે. • ઉપકારને બદલે અપકાર થાય કોને ? લોકોને તો થાય, પણ ઉપદેશ આપનારને પોતાને પણ થાય. ઉ. નોં. - ૨૧ આસ્થા તથા શ્રદ્ધા : દરેક જીવે જીવના અસ્તિત્વથી તે મોક્ષ સુધીની પૂર્ણપણે શ્રદ્ધા રાખવી. એમાં જરાપણ શંકા રાખવી નહીં. જીવ છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. આ મોક્ષમાર્ગ છે. એમાં પૂર્ણપણે શ્રદ્ધા રાખવી. એમાં જરાપણ શંકા રાખવી નહીં. આ જગ્યાએ અશ્રદ્ધા રાખવી તે જીવને પતિત થવાનું કારણ છે, અને તે એવું સ્થાનક છે કે ત્યાંથી પડવાથી કાંઈ સ્થિતિ રહેતી નથી. સિત્તેર કોટાકોટિ સાગરોપમ સ્થિતિ અંતર્મુહૂર્તમાં બંધાય છે; જેને લઈને જીવને અસંખ્યાતા ભવ ભ્રમણ કરવા પડે છે. કોને ? દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયની ખબર નથી એને. દર્શનમોહ શું કહેવાય અને ચારિત્રમોહ શું કહેવાય ? એની ખબર નથી. અને બાહ્ય ચારિત્ર ઉપર જ ભાર દેવામાં આવે છે. એમ તો આપણે જ્ઞાનની પૂજાઓમાં અને જ્ઞાનનાં સ્તવનોમાં વાંચીએ છીએ કે સમજણ વગરની કોટિ ભવ સુધી ક્રિયા કરનારાઓ જેટલાં કર્મોનો નાશ કરે એટલાં કર્મોનો નાશ જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે. એટલે કૃપાળુદેવ કહે છે કે : ચારિત્રમોહનો લટક્યો તે ઠેકાણે આવે છે, પણ દર્શનમોહનો પડ્યો ઠેકાણે આવતો નથી. કારણ, સમજવા ફેર થવાથી કરવા ફેર થાય છે. વીતરાગરૂપ જ્ઞાનીનાં વચનમાં અન્યથાપણું હોવાનો સંભવ જ નથી. તેના અવલંબને રહી સાસુ રેડ્યું હોય એવી રીતે શ્રદ્ધાને ઓથે પણ મજબૂત કરવી. જ્યારે જ્યારે શંકા થવાનો પ્રસંગ આવે ત્યારે જીવે વિચારવું કે તેમાં પોતાની ભૂલ જ થાય છે. વીતરાગ પુરુષોએ જ્ઞાન જે મતિથી કહ્યું છે, તે મતિ આ જીવમાં છે નહીં અને આ જીવની મતિ તો શાકમાં મીઠું ઓછું પડ્યું હોય તો તેટલામાં જ રોકાઈ જાય છે. તો પછી વીતરાગના જ્ઞાનની મતિનો મુકાબલો ક્યાંથી કરી શકે? તેથી બારમા (ક્ષીણ મોહ) ગુણસ્થાનકના અંત સુધી પણ જીવે જ્ઞાનીનું અવલંબન લેવું એમ કહ્યું છે. For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશ નોંધ અધિકારી નહીં છતાં પણ ઊંચા જ્ઞાનનો ઉપદેશ કરવામાં આવે છે તે માત્ર આ જીવે પોતાને જ્ઞાની તથા ડાહ્યો માની લીધેલો હોવાથી તેનું માન ગાળવાના હેતુથી અને નીચેના સ્થાનકેથી વાતો કહેવામાં આવે છે તે માત્ર તેવો પ્રસંગ પ્રાપ્ત થયે નીચે ને નીચે જ રહે. ઉ. નોં. – ૩૨ जे अबुद्धा महाभागा वीरा असमत्तदंसिणो, असुद्धं तेसिं परक्कंतं सफलं होई सव्वसो. २२ जे य बुद्धा महाभागा वीरा सम्मत्तदंसिणो, सुद्धं तेसिं परक्कंतें अफलं होई सव्वसो. २३ મિથ્યાષ્ટિની ક્રિયા સફળ છે, ફળે કરીને સહિત છે, અર્થાત્ તેને પુણ્ય પાપ રૂપ ફળનું બેસવાપણું છે, સમ્યગ્દષ્ટિની ક્રિયા અફળ છે- ફળ રહિત છે, તેને ફળ બેસવાપણું નથી, અર્થાત્ નિર્જરા છે. એકની- મિથ્યાદૃષ્ટિની ક્રિયાનું સંસાર હેતુક સફળપણું અને બીજાની- સમ્યગ્દષ્ટિની ક્રિયાનું સંસાર હેતુક અફળપણું એમ પરમાર્થ સમજવા યોગ્ય છે. ઉ. નોં. ૩૩ જૂવા, આમિષ, મદિરા, દારી, આટક, ચોરી પરનારી એહિ સપ્તવ્યસન દુઃખદાઈ, દુરિતમૂળ દુર્ગતિકે જાઈ. એ સાત વ્યસન - જૂગટું, માંસ, મદિરા, વેશ્યાગમન, શિકાર, ચોરી અને પરસ્ત્રીગમન તે પરમ દુ:ખને તેમજ દુગર્તિનાં મૂળ છે માટે તેને ત્યાગો. ઉ. નોં. - ૩૫ સપુરુષ અન્યાય કરે નહીં, પુરુષ અન્યાય કરશે તો આ જગતમાં વરસાદ કોના માટે વરસશે? સૂર્ય કોના માટે પ્રકાશશે ? વાયુ કોના માટે વાશે? આત્મા કેવી અપૂર્વ વસ્તુ છે ! જ્યાં સુધી શરીરમાં હોય, ભલેને હજારો વરસ, ત્યાં સુધી શરીર સડતું નથી, પારાની જેમ આત્મા. ચેતન ચાલ્યું જાય, શરીર શબ થઈ પડે અને સડવા માંડે ! જીવમાં જાગૃતિ અને પુરુષાર્થ જોઈએ. કર્મબંધ પડ્યા પછી પણ તેમાંથી સત્તામાંથી) ઉદય આવ્યા પહેલાં છૂટવું હોય તો અબાધાકાળ પૂર્ણ થતાં સુધીમાં છૂટી શકાય. For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત ઉદયમાં આવે પછી ભોગવવું જ જોઈએ પણ સત્તામાં છે ત્યાં સુધી એ કર્મનો નાશ થઈ શકે છે. ૨૬૮ પુણ્ય, પાપ અને આયુષ્ય એ કોઈ બીજાને ન આપી શકે. તે દરેક પોતે જ ભોગવે. સ્વચ્છંદે, સ્વમતિકલ્પનાએ, સદ્ગુરુની આજ્ઞા વિના ધ્યાન કરવું એ તરંગરૂપ છે અને ઉપદેશ વ્યાખ્યાન કરવું એ અભિમાનરૂપ છે. દેહધારી આત્મા પંથી છે અને દેહ એ ઝાડ છે. આ દેહરૂપી ઝાડમાં (નીચે) જીવરૂપી પંથી વટેમાર્ગુ થાક લેવા બેઠો છે. તે પંથી ઝાડને જ પોતાનું કરી માને એ કેમ ચાલે ? ‘સુંદરવિલાસ’ સુંદર, સારો ગ્રંથ છે. તેમાં ક્યાં ઊણપ ભૂલ છે તે અમે જાણીએ છીએ, તે ઊણપ બીજાને સમજાવી મુશ્કેલ છે. ઉપદેશઅર્થે એ ગ્રંથ ઉપકારી છે. કૃપાળુદેવ અહીં છ દર્શન ઉપર દૃષ્ટાંત આપતાં આધ્યાત્મિક વૈદ્યની વાત કરે છે. છ દર્શન ઉપર દૃષ્ટાંત ઃ- છ જુદા જુદા વૈદ્યોની દુકાન છે. તેમાં એક વૈદ્ય સંપૂર્ણ સાચો છે. તે તમામ રોગોને, તેના કારણને અને તે ટાળવાના ઉપાયને જાણે છે. તેના નિદાન, ચિકિત્સા સાચાં હોવાથી રોગીનો રોગ નિર્મૂળ થાય છે. વૈદ્ય કમાય છે પણ સારું. આ જોઈ બીજા પાંચ કૂટવેઘો પણ પોતપોતાની દુકાન ખોલે છે. તેમાં સાચા વૈદ્યના ઘરની દવા પોતા પાસે હોય છે, તેટલા પૂરતો તો રોગીનો રોગ દૂર કરે છે, અને બીજી પોતાની કલ્પનાથી પોતાના ઘરની દવા આપે છે, તેથી ઊલટો રોગ વધે છે; પણ દવા સસ્તી આપે છે, એટલે લોભના માર્યા લોક લેવા બહુ લલચાય છે. અને ઊલટા નુકસાન પામે છે. આનો ઉપનય એ જે, સાચો વૈદ્ય તે વીતરાગ દર્શન છે; જે સંપૂર્ણ સત્ય સ્વરૂપ છે. તે મોહ, વિષયાદિને, રાગદ્વેષને, હિંસા આદિને સંપૂર્ણ દૂર કરવા કહે છે, જે વિષયવિવશ રોગીને મોંઘા પડે છે, ભાવતાં નથી; અને બીજા પાંચ કૂટવૈદ્યો છે તે કુદર્શનો છે; તે જેટલા પૂરતી વીતરાગના ઘરની વાતો કરે છે, તેટલા પૂરતી તો રોગ દૂર કરવાની વાત છે, પણ સાથે સાથે મોહની, સંસારવૃદ્ધિની, મિથ્યાત્વની, હિંસા આદિની ધર્મના બહાને વાત કરે છે તે પોતાની કલ્પનાની છે, અને તે સંસારરૂપ રોગ ટાળવાને બદલે વૃદ્ધિનું કારણ થાય છે. વિષયમાં રાચી રહેલ પામર સંસારીને મોહની વાતો તો મીઠી લાગે છે, અર્થાત્ સસ્તી પડે છે, એટલે કૂટવૈદ્ય તરફ ખેંચાય છે, પણ પરિણામે વધારે રોગી થાય છે. વીતરાગ દર્શન ત્રિવેદ્ય (ઔષધમાં ત્રણ ગુણ) જેવું છે, અર્થાત્ (૧) રોગીનો રોગ ટળે છે. (૨) નીરોગીને રોગ થવા દેતું નથી, (૩) આરોગ્યની પુષ્ટિ કરે છે. અર્થાત્ (૧) જીવનો સમ્યગ્દર્શન વડે For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશ નોંધ ૨૬૯ મિથ્યાત્વ રોગ ટાળે છે, (૨) સમ્યાન વડે જીવને રોગનો ભોગ થતાં બચાવે છે અને (૩) સમ્યફચારિત્ર વડે સંપૂર્ણ શુદ્ધ ચેતનારૂપ આરોગ્યની પુષ્ટિ કરે છે. ઉ. નોં. - ૩૬ સર્વ વાસનાનો ક્ષય કરે તે સંન્યાસી. કૃપાળુદેવે અહીં સંન્યાસીની સરસ વ્યાખ્યા આપી. સંન્યાસીને કોઈ વાસના હોય નહીં. ઇન્દ્રિયોને કાબુમાં રાખે તે ગોસાંઈ. સંસારનો પાર પામે તે યતિ (જતિ). સમકિતીને આઠ મદમાંનો એક્ક મદ ન હોય. (૧) અવિનય (૨) અહંકાર (૩) અર્ધદગ્ધપણું, પોતાને જ્ઞાન નહીં છતાં પોતાને જ્ઞાની માની બેસવાપણું અને (૪) રસલુબ્ધપણું, એ ચારમાંથી એક પણ દોષ હોય તો જીવને સમકિત ન થાય. આમ શ્રી ઠાણાંગસૂત્ર'માં કહ્યું છે. ‘સિઝઝંતિ', પછી ‘બુઝંતિ', પછી ‘મુઐતિ', પછી પરિસિવાયંતિ', પછી ‘સલ્વદુખાણાંતંકરંતિ', એ શબ્દોનાં રહસ્યાર્થ વિચારવા યોગ્ય છે. “ સિઝંતિ.” અર્થાત્ સિદ્ધ થાય, તે પછી બુઝંતિ' બોધસહિત, જ્ઞાન સહિત હોય એમ સૂચવ્યું. સિદ્ધ થયા પછી શૂન્ય (જ્ઞાનરહિત) દશા આત્માની કોઈ માને છે તેનો નિષેધ “બુજઝંતિથી સૂચવ્યો. જ્યાં સિદ્ધશિલામાં બિરાજતા હોય ત્યાં પણ એ પોતે જ્ઞાન સહિત હોય, બોધ સહિત હોય. એમ સિદ્ધ થાય, બુદ્ધ થાય, તે પાછા મુઍતિ' એટલે સર્વ કર્મથી રહિત થાય અને તેથી પાછા પરિણિબાયંતિ' અર્થાત્ નિર્વાણ પામે, કર્મરહિત થયા હોવાથી ફરી જન્મ, અવતાર ધારણ ન કરે. મુક્ત જીવ કારણવિશેષે અવતાર ધારણ કરે તે મતનો “પરિસિવાયંતિ’ કરી નિષેધ સૂચવ્યો. ભવનું કારણ કર્મ, એથી સર્વથા જે મુકાયા છે તે ફરી ભવ ધારણ ન કરે. કારણ વિના કાર્ય ન નીપજે. આમ નિર્વાણ પામેલા “સબદુખ્ખાણમાં કરંતિ” અર્થાત્ સર્વ દુઃખનો અંત કરે, તેમને દુઃખનો સર્વથા અભાવ થાય, તે સહજ સ્વાભાવિક સુખ આનંદ અનુભવે. આમ કહી મુક્ત આત્માઓને શૂન્યતા છે એ મતનો નિષેધ સૂચવ્યો. ઉ. નોં. - ૩૭ 'मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृताम् ज्ञातारं विश्वतत्त्वानां वंदे तद्गुणलब्धये.'। १ For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત મોક્ષમાર્ગના નેતા, મોક્ષમાર્ગે લઈ જનાર, કર્મરૂપ પર્વતના ભેત્તા, ભેદનાર, સમગ્ર તત્ત્વના જ્ઞાતા, જાણનાર, તેને તે ગુણોની પ્રાપ્તિ અર્થે હું વંદું છું. ૨૭૦ અત્રે મોક્ષમાર્ગના નેતા એમ કહી આત્માના અસ્તિત્વથી માંડી તેના મોક્ષ અને મોક્ષના ઉપાય સહિત બધાં પદો તથા મોક્ષ પામેલાનો સ્વીકાર કર્યો, તેમ જ જીવ, અજીવ આદિ બધાં તત્ત્વોનો સ્વીકાર કર્યો. મોક્ષ, બંધની અપેક્ષા રાખે છે, બંધ, બંધના કારણો આસવ, પુણ્ય પાપ કર્મ, અને બંધાનાર એવા નિત્ય અવિનાશી આત્માની અપેક્ષા રાખે છે. તેમજ મોક્ષ, મોક્ષના માર્ગની, સંવરની, નિર્જરાની, બંધનાં કારણો ટાળવારૂપ ઉપાયની અપેક્ષા રાખે છે. જેણે માર્ગ જોયો, જાણ્યો, અનુભવ્યો હોય તે નેતા થઈ શકે. એટલે મોક્ષમાર્ગના નેતા એમ કહી તેને પામેલા એવા સર્વજ્ઞ સર્વદર્શી વીતરાગનો સ્વીકાર કર્યો. આમ મોક્ષમાર્ગના નેતા એ વિશેષણથી જીવઅજીવાદિ નવે તત્ત્વ, છયે દ્રવ્ય, આત્માના હોવાપણા આદિ છયે પદ અને મુક્ત આત્માનો સ્વીકાર કર્યો. મોક્ષમાર્ગ ઉપેદશવાનું, તે માર્ગે લઈ જવાનું કાર્ય દેહધારી સાકાર મુક્ત પુરુષ કરી શકે, દેહરહિત નિરાકાર ન કરી શકે. આમ કહી આત્મા પોતે પરમાત્મા થઈ શકે છે, મુક્ત થઈ શકે છે. એવા દેહધારી મુક્ત પુરુષ જ બોધ કરી શકે છે એમ સૂચવ્યું. દેહરહિત અપૌરુષેય બોધનો નિષેધ કર્યો. કર્મરૂપ પર્વતના ભેદનાર એમ કહી કર્મરૂપ પર્વતો તોડવાથી મોક્ષ થાય એમ સૂચવ્યું; અર્થાત્ કર્મરૂપ પર્વતો સ્વવીર્યે કરી દેહધારીપણે તોડ્યા, અને તેથી જીવન્મુક્ત થઈ મોક્ષમાર્ગના નેતા, મોક્ષમાર્ગના બતાવનાર થયા. ફરી ફરી દેહ ધારણ કરવાનું, જન્મવા મરવારૂપ સંસારનું કારણ કર્મ છે; તેને સમૂળાં છેઘાથી, નાશ કર્યાથી, તેમને ફરી દેહ ધારણ કરવાપણું નથી એમ સૂચવ્યું. મુક્ત આત્મા ફરી અવતાર ન લે એમ સૂચવ્યું. વિશ્વતત્ત્વના જ્ઞાતા, સમસ્ત દ્રવ્યપર્યાયાત્મક લોકાલોકના, વિશ્વના જાણનાર એમ કહી મુક્ત આત્માનું અખંડ સ્વપરજ્ઞાયકપણું સૂચવ્યું. મુક્ત આત્મા સદા જ્ઞાનરૂપ જ છે એમ સૂચવ્યું. આવા જે ગુણવાળા તેને તે ગુણની પ્રાપ્તિ અર્થે વંદુ છું; એમ કહી પરમ આપ્ત, મોક્ષમાર્ગ અર્થે વિશ્વાસ કરવા યોગ્ય, વંદન કરવા યોગ્ય, ભક્તિ કરવા યોગ્ય, જેની આજ્ઞાએ ચાલવાથી નિઃસંશય મોક્ષ પ્રાપ્ત થાય, તેમને પ્રગટેલ ગુણોની પ્રાપ્તિ થાય, તે ગુણો પ્રગટે, એવા કોણ હોય તે સૂચવ્યું. તે For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશ નોંધ ૨૭૧ ઉપર જણાવેલા ગુણવાળા મુક્ત પરમ આપ્ત, વંદન યોગ્ય હોય, તેમણે બતાવેલ તે મોક્ષમાર્ગ, અને તેમની ભક્તિથી મોક્ષની પ્રાપ્તિ હોય, તેમને પ્રગટ થયેલા ગુણો તેમની આજ્ઞાએ ચાલનાર ભક્તિમાનને પ્રગટે એમ સૂચવ્યું. ઉ. નોં. - ૩૯ કર્મની મૂળ પ્રકૃતિ આઠ. તેમાં ચાર ઘાતિની અને ચાર અઘાતિની કહેવાય છે. ચાર ઘાતિનીનો ધર્મ આત્માના ગુણની ઘાત કરવાનો, અર્થાત્ (૧) તે ગુણને આવરણ કરવાનો અથવા (૨) તે ગુણનું બળવીર્ય રાંધવાનો, અથવા (૩) તેને વિકળ કરવાનો છે અને તે માટે ઘાતિની એવી સંજ્ઞા તે પ્રકૃતિને આપી છે. આત્માનાં ગુણોનું આવરણ કરે, ગુણ, બળ, વીર્યનો રોધ કરે અને આત્માને વિકળ કરી નાંખે, ભાનમાં રહેવા ન દે, એવો ગુણ ઘાતિ કર્મનો છે એટલે એનું નામ ઘાતકર્મ છે. આત્માના ગુણ જ્ઞાન, દર્શન તેને આવરણ કરે તેને અનુક્રમે (૧) જ્ઞાનાવરણીય અને (૨) દર્શનાવરણીય એવું નામ આપ્યું, અંતરાય પ્રકૃતિ તે ગુણને આવરતી નથી પણ તેના ભોગઉપભોગ આદિને, તેના વીર્યબળને રોકે છે. આ ઠેકાણે આત્મા ભોગાદિને સમજે છે, જાણે દેખે છે એટલે આવરણ નથી; પણ સમજતાં છતાં ભોગાદિમાં વિદન, અંતરાય કરે છે માટે તેને આવરણ નહીં પણ અંતરાય પ્રકૃતિ કહી. આ ભોગ વિગેરે સુખ આત્માના અનુભવનું સુખ છે. પંચ વિષયાદિના સુખની વાત નથી. આમ ત્રણ આત્મઘાતિની પ્રકૃતિ થઈ. ચોથી ઘાતિની પ્રકૃતિ મોહનીય છે. આ પ્રકૃતિ આવરતી નથી, પણ આત્માને મૂછિત (મૂઢ બનાવી દઈને.) કરી, મોહિત કરી વિકળ કરે છે. જ્ઞાન, દર્શન છતાં, અંતરાય નહીં છતાં પણ આત્માને વખતે વિકળ કરે છે, ઊંધા પાટા બંધાવે છે, મુંઝવે છે માટે તેને મોહનીય કહી. આમ આ ચારેય સર્વઘાતિની પ્રકૃતિ કહી. બીજી ચાર પ્રકૃતિ જો કે આત્માના પ્રદેશ સાથે જોડાયેલી છે તથા તેનું કામ કર્યા કરે છે, અને ઉદય અનુસાર વેદાય છે, તથાપિ તે આત્માના ગુણને આવરણ કરવા રૂપે કે અંતરાય કરવા રૂપે કે તેને વિકળ કરવા રૂપે ઘાતક નથી માટે તેને અઘાતિની કહી છે. For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશ છાયા ઉ. છા. - ૨ પ્ર. :કેવળજ્ઞાનીએ સિદ્ધાંતો પ્રરૂપ્યા તે ‘પરઉપયોગ’ કે ‘સ્વઉપયોગ’ ? શાસ્ત્રમાં કહ્યું છે કે કેવળજ્ઞાની સ્વઉપયોગમાં જ વર્તે. ઉ. :- તીર્થંકર ઉપદેશ દે, તેથી કરી કાંઈ ‘પરઉપયોગ’ કહેવાય નહીં. ‘પરઉપયોગ’ તેને કહેવાય કે જે ઉપદેશ દેતાં રતિ, અતિ, હર્ષ, અહંકાર થતા હોય. જ્ઞાનીપુરુષને તો તાદાત્મ્યસંબંધ હોતો નથી. જેથી ઉપદેશ દેતાં રિત, અરિત ન થાય. રિત, અરિત થાય તે ‘પરઉપયોગ’ કહેવાય. આપણે ગમે ત્યાં ભાષણ સાંભળશું, ટી.વી. પર ઘણીવાર જોઈએ છીએ તો, બોલનાર ભાવ પ્રમાણે શરીરનો અભિનય કરતાં જ હોય છે. જ્ઞાની શરીરનો અભિનય કરે નહીં. એ શરીરની સાથે ન જોડાય. એને રતિ, અતિ હોય નહીં, તીર્થંકર પરમાત્માના મોઢામાંથી જે વાણી નીકળે એ તો પ્રવાહની જેમ નીકળે. ઘડીમાં ખુશી ખુશી થઈ જાય, ઘડી દિલગીર થઈ જાય, વળી હાથનાં ચાળા કરે, ઘડી આમ કરે એવું એવું તીર્થંકર ભગવંતમાં ન હોય. એકધારી તેમની વાણી નીકળતી હોય, કારણ કે એમને રતિ, અતિ, રાગ-દ્વેષ ન હોય. જો એમ હોય તો કેવળી લોકાલોક જાણે છે, દેખે છે તે પણ પરઉપયોગ કહેવાય. પણ તેમ નથી, કારણ તેને વિશે રતિપણું, અતિપણું નથી. સિદ્ધાંતના બાંધા વિશે એમ સમજવું કે આપણી બુદ્ધિ ન પહોંચે તેથી તે વચનો અસત્ છે એમ ન કહેવું; કારણ કે જેને તમે અસત્ કહો છો, તે શાસ્ત્રથી જ પ્રથમ તો તમે, જીવ, અજીવ, એવું કહેતાં શીખ્યા છો; અર્થાત્ તે જ શાસ્ત્રોને આધારે જ તમે જે કાંઈ જાણો છો તે જાણ્યું છે તો પછી તેને અસત્ કહેવાં તે ઉપકારને બદલે દોષ કરવા બરાબર ગણાય. વળી શાસ્ત્રનાં લખનારાઓ પણ વિચારવાન હતા; તેથી તે સિદ્ધાંત વિશે જાણતા હતા. મહાવીર સ્વામી પછી ઘણે વર્ષે લખાણાં છે માટે અસત્ કહેવા તે દોષ ગણાય. પ્રાપ્ત = જ્ઞાન પામેલો પુરુષ. આપ્ત = વિશ્વાસ કરવા યોગ્ય પુરુષ. For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશ છાયા ૨૭૩ ઉ. છા. - ૩ ત્રણ પ્રકારના જ્ઞાની પુરુષ-પ્રથમ, મધ્યમ અને ઉત્કૃષ્ટ. સપુરુષનું ખરેખરું સ્વરૂપ જાણવું જરૂરનું છે. મધ્યમ સપુરુષ હોય તો વખતે થોડા કાળે તેમનું ઓળખાણ થવું સંભવે, કારણ કે જીવની મરજી અનુકૂળ તે વર્તે, સહજ વાતચીત કરે અને આવકારભાવ રાખે તેથી જીવને પ્રીતિ થવાનું કારણ બને. પણ ઉત્કૃષ્ટ પુરુષને તો તેવી ભાવના હોય નહીં અર્થાત્ નિસ્પૃહતા હોવાથી તેવો ભાવ રાખે નહીં, તેથી કાંતો જીવ અટકી જાય અથવા મૂંઝાય અથવા તેનું થવું હોય તે થાય. જેમ બને તેમ સવૃત્તિ અને સદાચાર સેવવાં. જ્ઞાનીપુરુષ કાંઈ વ્રત આપે નહીં અર્થાત્ જ્યારે પ્રગટ માર્ગ કહે અને વ્રત આપવાનું જણાવે ત્યારે વ્રત અંગીકાર કરવા. પણ ત્યાં સુધી યથાશક્તિ સદ્ગત અને સદાચાર સેવવાં એમાં સદાય જ્ઞાની પુરુષની આજ્ઞા છે. દેવ અરિહંત, ગુરુ નિગ્રંથ, અને ધર્મ કેવળીનો પ્રરૂપેલો, એ ત્રણેની શ્રદ્ધાને જૈનમાં સમ્યકત્વ કહ્યું છે. અરિહંત એટલે ચાર ઘાતી કર્મનો જેણે નાશ કર્યો છે. કેવળજ્ઞાન જેને પ્રાપ્ત થયું છે. જેની ગ્રંથિ છેદાઈ ગઈ છે એટલે કે સાત પ્રકૃતિની ગાંઠ જેની છેદાઈ ગઈ છે એ નિગ્રંથ ગુરુ કહેવાય અને કેવળીએ પ્રરૂપેલો ધર્મ એ ત્રણની પાકી શ્રદ્ધા એનું નામ સમકિત. માત્ર ગુરુ અસત્ હોવાથી દેવ અને ધર્મનું ભાન નહોતું. સદ્ગુરુ મળવાથી તે દેવ અને ધર્મનું ભાન થયું. તેથી સદ્ગુરુ પ્રત્યે આસ્થા એ જ સમ્યકત્વ. જેટલી જેટલી આસ્થા અને અપૂર્વપણું તેટલું તેટલું સમ્યકત્વનું નિર્મળપણું સમજવું. આવું સાચું સમ્યકત્વ પામવાની ઇચ્છા, કામના સદાય રાખવી. આશાતના કરવાની બુદ્ધિએ આશાતના કરવી નહીં. સત્સંગ થયો છે તે સત્સંગનું ફળ થવું જોઈએ. કોઈ પણ અયોગ્ય આચરણ થાય અથવા અયોગ્ય વ્રત સેવાય તે સત્સંગનું ફળ નહીં. સત્સંગ થયેલા જીવથી તેમ વર્તાય નહીં, તેમ વર્તે તો લોકોને નિંદવાનું કારણ થાય, તેમ તેથી સપુરુષની નિંદા કરે, અને પુરુષની નિંદા આપણા નિમિત્તે થાય એ આશાતનાનું કારણ અર્થાત્ અધોગતિનું કારણ થાય માટે તેમ કરવું નહીં. ઉ. છા. - ૪ ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વછંદ ટળે, અને સીધા માર્ગે ચાલ્યું જવાય; અન્ય વિકલ્પો મટે. આવો એ ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે. For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ પ્ર. :- આત્મા કોણે અનુભવ્યો કહેવાય ? ઉ. :- તરવાર મ્યાનમાંથી કાઢવાથી જેમ જુદી માલૂમ પડે છે, તેમ દેહથી આત્મા સ્પષ્ટ જુદો બતાવે છે તેણે આત્મા અનુભવ્યો કહેવાય. શિક્ષામૃત એનું નામ ભેદજ્ઞાન. ભેદજ્ઞાન એ જ્ઞાનીનો તેજાબ છે. તેજાબથી સોનું અને મેલ બે જુદાં પડે, એમ ભેદજ્ઞાનથી આત્મા અને દેહ જુદા પડે. દૂધ ને પાણી ભેળાં છે તેવી રીતે આત્મા અને દેહ રહેલા છે. દૂધ અને પાણી ક્રિયા કરવાથી જુદા પડે ત્યારે જુદા કહેવાય. તેવી રીતે આત્મા અને દેહ ક્રિયાથી જુદા પડે ત્યારે જુદા કહેવાય. દૂધ દૂધના અને પાણી પાણીના પરિણામ પામે ત્યાં સુધી ક્રિયા કહેવી. આત્મા જાણ્યો હોય તો પછી એક પર્યાયથી માંડી આખા સ્વરૂપ સુધીની ભ્રાંતિ થાય નહીં. પોતાના દોષ ઘટે, આવરણ ટળે, તો જ જાણવું કે જ્ઞાનીનાં વચનો સાચાં છે. જ્ઞાન તેનું નામ કે જે હર્ષ, શોક વખતે હાજર થાય; અર્થાત્ હર્ષ, શોક થાય નહીં. સમ્યગ્દષ્ટિ હર્ષ શોકાદિ પ્રસંગમાં તદ્દન એકાકાર થાય નહીં. તેમના નિર્ધ્વસ પરિણામ થાય નહીં; અજ્ઞાન ઊભું થાય કે જાણવામાં આવ્યે તરત જ દાબી દે; બહુ જ જાગૃતિ હોય. જેમ કોરો કાગળ વાંચતા હોય તેમ તેમને હર્ષશોક થાય નહીં. ભય અજ્ઞાનનો છે. જેમ સિંહણને સિંહ ચાલ્યો આવતો હોય અને ભય લાગતો નથી પણ મનુષ્ય ભય પામી ભાગી જાય છે; જાણે તે કૂતરો ચાલ્યો આવતો હોય તેમ સિંહણને લાગે છે. તેવી રીતે જ્ઞાની પૌદ્ગલિક સંયોગ સમજે છે. રાજ્ય મળ્યે આનંદ થાય તો તે અજ્ઞાન. જ્ઞાનીની દશા બહુ જ અદ્ભુત છે. યથાતથ્ય કલ્યાણ સમજાયું નથી તેનું કારણ-વચનને આવરણ કરનાર દુરાગ્રહ ભાવ, કષાય રહ્યા છે. દુરાગ્રહ ભાવને લીધે મિથ્યાત્વ શું છે તે સમજાય નહીં; દુરાગ્રહને મૂકે કે મિથ્યાત્વ દૂર ખસવા માંડે. કલ્યાણને અકલ્યાણ અને અકલ્યાણને કલ્યાણ સમજે તે મિથ્યાત્વ, દુરાગ્રહાદિ ભાવને લીધે જીવને કલ્યાણનું સ્વરૂપ બતાવ્યા છતાં સમજાય નહીં. કષાય સત્તાપણે છે, નિમિત્ત આવે ત્યારે ઊભા થાય છે, ત્યાં સુધી ઊભા થાય નહીં. × × × મિથ્યાદૅષ્ટિને વચમાં સાક્ષી (જ્ઞાનરૂપી) નથી. દેહ ને આત્મા બન્ને જુદા છે તેવો જ્ઞાનીને ભેદ પડ્યો છે. જ્ઞાનીને વચમાં સાક્ષી છે. જ્ઞાનજાગૃતિ હોય તો જ્ઞાનના વેગે કરી, જે જે નિમિત્ત મળે તેને પાછું વાળી શકે. જીવ વિભાવ પરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે; અને સ્વભાવ પરિણામમાં પ્રવર્તે તે વખતે કર્મ બાંધે નહીં. એમ સંક્ષેપમાં પરમાર્થ કહ્યો. For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશ છાયા ૨૭૫ સ્વછંદ ટળે તો જ મોક્ષ થાય. સદ્ગુરુની આજ્ઞા વિના આત્માર્થી જીવના શ્વાસોચ્છવાસ સિવાય બીજું ન ચાલે એવી જિનની આજ્ઞા છે. ચોદપૂર્વધારી અગિયારમેથી પાછો પડે છે તેનું કારણ પ્રમાદ છે. પ્રમાદનાં કારણથી તે એમ જાણે છે કે હવે મને ગુણ પ્રગટ્યો.” આવા અભિમાનથી પહેલે ગુણસ્થાનકે જઈ પડે છે; અને અનંતકાળનું ભ્રમણ કરવું પડે છે. માટે જીવે અવશ્ય જાગ્રત રહેવું, કારણ કે વૃત્તિઓનું પ્રાબલ્ય એવું છે કે દરેક પ્રકારે છેતરે છે. સ્પષ્ટ પ્રીતિથી સંસાર કરવાની ઇચ્છા થતી હોય તો સમજવું કે જ્ઞાની પુરુષને જોયા નથી. જે પ્રકારે પ્રથમ સંસારમાં રસ સહિત વર્તતો હોય તે પ્રકારે જ્ઞાનીનો યોગ થયા પછી વર્તે નહીં એ જ જ્ઞાનીનું સ્વરૂપ. જ્ઞાનીને જ્ઞાનદષ્ટિથી, અંતરદષ્ટિથી જોયા પછી સ્ત્રી જોઈને રાગ ઉત્પન્ન થાય નહીં; કારણ કે જ્ઞાનીનું સ્વરૂપ વિષયસુખકલ્પનાથી જુદું છે. અનંત સુખ જાણ્યું હોય તેને રાગ થાય નહીં; અને જેને રાગ થાય નહીં તેણે જ જ્ઞાનીને જોયા, અને તેણે જ જ્ઞાનીપુરુષનાં દર્શન કર્યા, પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં, કારણ કે જ્ઞાનીનાં વચનો યથાર્થ રીતે સાચાં જાણ્યાં છે. જ્ઞાનીની સમીપ દેહ અને આત્મા જુદા પૃથક પૃથક જાણ્યા છે તેને દેહ બાદ કરી આત્મા ભિન્ન ભિન્ન ભાસે; અને તેથી સ્ત્રીનાં શરીર અને આત્મા જુદા ભાસે છે. તેણે સ્ત્રીનું શરીર માંસ, માટી, હાડકાં આદિનું પૂતળું જાણ્યું છે એટલે ત્યાં રાગ ઉત્પન્ન થતો નથી. કેશીસ્વામી મોટા હતા, અને પાર્શ્વનાથસ્વામીના શિષ્ય હતા, તો પણ પાંચ મહાવ્રત અંગીકાર કર્યા હતાં. કેશીસ્વામી અને ગૌતમસ્વામી મહા વિચારવાન હતા, પણ કેશીસ્વામીએ એમ ન કહ્યું, “હું દીક્ષાએ મોટો છું માટે તમે મારી પાસે ચારિત્ર લો.” વિચારવાની અને સરળ જીવ જેને તરત કલ્યાણયુક્ત થઈ જવું છે તેને આવી વાતનો આગ્રહ હોય નહીં. ગૌતમસ્વામી ચાર જ્ઞાનના ધર્તા હતા અને આનંદશ્રાવક પાસે ગયા હતા. આનંદશ્રાવકે કહ્યું મને જ્ઞાન ઊપસ્યું છે. ત્યારે ગૌતમ સ્વામીએ કહ્યું “ના, ના એટલું બધું હોય નહીં, માટે આપ For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શિક્ષામૃત ક્ષમાપના લો.” ત્યારે આનંદશ્રાવકે વિચાર્યું કે આ મારા ગુરુ છે, કદાચ આ વખતે ભૂલ ખાય છે, તો પણ ભૂલ ખાઓ છો તેમ કહેવું યોગ્ય નથી, ગુરુ છે માટે શાંતિથી કહેવું યોગ્ય છે એમ ધારી આનંદશ્રાવકે કહ્યું ‘મહારાજ ! સદ્ભૂત વચનનો મિચ્છા મિ દુક્કડં કે અસદ્ભૂત વચનનો મિચ્છા મિ દુક્કડં ? ‘ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું કે ‘અસદ્ભૂત વચનનો મિચ્છા મિ દુક્કડં. ‘ત્યારે આનંદશ્રાવકે કહ્યું ‘મહારાજ ! હું મિચ્છા મિ દુક્કડં લેવાને યોગ્ય નથી. ‘એટલે ગૌતમસ્વામી ચાલ્યા ગયા; અને જઈને મહાવીરસ્વામીને પૂછ્યું, (ગૌતમસ્વામી તેનું સમાધાન કરે તેવા હતા, પણ છતે ગુરુએ તેમ કરે નહીં જેથી મહાવીરસ્વામી પાસે જઈ હકીકત કહી.) મહાવીરસ્વામીએ કહ્યું ‘હે ગૌતમ ! હા, આનંદ દેખે છે એમ જ છે, અને તમારી ભૂલ છે; માટે તમે આનંદ પાસે જઈ ક્ષમાપના લો.’ ‘તહત્' કહી ગૌતમસ્વામી ક્ષમાવવા ગયા. જો ગૌતમસ્વામીમાં મોહ નામનો મહા સુભટ પરાભવ પામ્યો ન હોત તો ત્યાં જાત નહીં, અને કદાપિ ગૌતમસ્વામી એમ કહેત કે ‘મહારાજ ! આપના આટલા બધા શિષ્ય છે તેમની હું ચાકરી (વૈયાવચ્ચ) કરું, પણ ત્યાં તો નહીં જાઉં;' તો વાત કબૂલ થાત નહીં. ગૌતમસ્વામી પોતે ત્યાં જઈ ક્ષમાવી આવ્યા ! × × X ‘દુર્બળ દેહને માસ ઉપવાસી, જો છે માયારંગ રે; તોપણ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગ રે.’ માસ માસના ઉપવાસ કરીને દેહને દુર્બળ કર્યો છે, પણ તેની સાથે મોહ, માયા રહેલી છે, તો તેને અનેક જન્મ મરણ કરવા પડશે એમ બીજા અંગ સૂત્રકૃતાંગમાં કહેલ છે. × X × બીજાને ઊંચા ગુણે ચઢાવવા, પણ કોઈની નિંદા કરવી નહીં. કોઈને સ્વચ્છંદે કાંઈ કહેવું નહીં. કહેવા યોગ્ય હોય તો અહંકારરહિતપણે કહેવું. પરમાર્થદષ્ટિએ રાગદ્વેષ ઘટ્યા હોય તો ફળીભૂત થાય, વ્યવહારથી તો ભોળા જીવોને પણ રાગદ્વેષ ઘટ્યા હોય; પણ પરમાર્થથી રાગદ્વેષ મોળા પડે તો કલ્યાણનો હેતુ છે. મોટા પુરુષોની દૃષ્ટિએ જોતાં સઘળાં દર્શન સરખાં છે. જેનમાં વીસ લાખ જીવો મતમતાંતરમાં પડ્યા છે ! જ્ઞાનીની દૃષ્ટિએ ભેદાભેદ હોય નહીં. X × X જ્યાં જાઓ ત્યાં કલ્યાણની વૃદ્ધિ થાય તેવી દૃઢ મતિ કરવી, કુળગચ્છનો આગ્રહ મુકાવો એ જ સત્સંગનું મહાત્મ્ય સાંભળવાનું પ્રમાણ છે. ધર્મના મતમતાંતરાદિ મોટા મોટા અનંતાનુબંધી પર્વતની ફાટની માફક મળે જ નહીં; કદાગ્રહ કરવો નહીં, ને કદાગ્રહ કરતા હોય તેને ધીરજથી સમજાવીને For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશ છાયા ૨૭૭. મુકાવવા ત્યારે સમસ્યાનું ફળ છે. અનંતાનુબંધી માન, કલ્યાણ થવામાં આડા સ્તંભરૂપ કહેલ છે. જ્યાં જ્યાં ગુણી મનુષ્ય હોય ત્યાં ત્યાં તેનો સંગ કરવાનું વિચારવાન જીવ કહે. અજ્ઞાનીનાં લક્ષણો લોકિક ભાવનાં છે. જ્યાં જ્યાં દુરાગ્રહ હોય ત્યાં ત્યાંથી છૂટવું, “એને મારે જોઈતા નથી એ જ સમજવાનું છે. આ વ્યાખ્યાનમાં કેશીસ્વામી અને ગૌતમસ્વામી સંબંધી ઉલ્લેખ આવ્યો. આપણને કાંઈ વિચાર થયો કે આમાં શું ઉલ્લેખ આવ્યો ? કેશીસ્વામી પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય હતા અને ગૌતમસ્વામી એ મહાવીર ભગવાનના શિષ્ય હતા. હવે વિચારવાનું એ કે પાર્શ્વનાથભગવાનના સાધુ મહાવીર ભગવાનના સાધુ કહે એમ કરે એવું બને ? આપણે કહીએ કે બને. પણ તેમ નથી બનતું અને જીવો પોતાના જનમ મરણના ફેરા વધારી દે છે, એને દાખલો દેવા માટે લખ્યું છે કે જુઓ કેટલી સરળતા છે. પાર્શ્વનાથ ભગવાનના વખતમાં તો ચાર જ વ્રત હતાં. મહાવીરસ્વામીના વખતમાં પાંચ હતાં. ચોથું વ્રત બ્રહ્મચર્ય એ પરિગ્રહમાં સમાવી દીધું હતું. કલ્પસૂત્રમાં એમ કહ્યું છે કે મહાવીરસ્વામીના વખતમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા વક્ર અને જડ થશે. સરળ તો નહીં પણ બુદ્ધિના જડ અને પાછા વાંકા. સામા દલીલ કરે. દોષ પર જો કોઈ ધ્યાન દોરે તો દલીલ કરે. એવું આગળના વખતમાં હતું નહીં. ગૌતમસ્વામી જેવા લબ્ધિધારી પહેલા ગણધર, એ આનંદશ્રાવકને ખમાવવા જાય ? આમાં બે વાત આવી. એક તો શ્રાવકને જો આગલા ભવની આરાધના હોય તો પોતાના ગુરુ કરતાં વધારે જ્ઞાન થઈ શકે છે. ગૌતમસ્વામી જેવા ગણધર કરતાં પણ વધારે જ્ઞાન થઈ શકે છે. અને બીજું જ્યારે મહાવીર ભગવાને કહ્યું કે, “હા ગૌતમ ! આનંદ દેખે છે એ બરાબર છે, માટે તમે જાવ અને એને ખમાવી આવો' તો ‘તહત્' કહી ગૌતમસ્વામી એ જ વખતે ખમાવવા ચાલી નીકળે છે. આ ઉપરથી આપણને ધર્મ કરનારાને ક્યાં ક્યાં અહંવૃત્તિ આડી આવે છે એનો વિચાર કરવો જોઈએ. તેઓ તો મહાન આત્મા હતા પણ આપણે આ માર્ગે જવું હશે તો અહંવૃત્તિ, મોટાઈ બિલકુલ ગાળી નાંખવી પડશે. તો જ આગળ વધાશે. વડવા, રાળજ મુકામે પરમ કૃપાળુદેવ હતા ત્યારે તેઓનું વ્યાખ્યાન સાંભળવા બધા આવ્યા હતા, અંબાલાલભાઈએ એનો આ ઉતારો કર્યો છે. ઉ. છા. - ૫ પ્રમાદથી યોગ ઉત્પન્ન થાય છે. અજ્ઞાનીને પ્રમાદ છે. યોગથી અજ્ઞાન ઉત્પન્ન થતું હોય તો જ્ઞાનીને વિશે પણ સંભવે, માટે જ્ઞાનીને યોગ (મન, વચન, કાયાના યોગી હોય પણ પ્રમાદ હોય નહીં. * * * For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ અનંત વૃત્તિઓ અનંત પ્રકારે સ્ફુરે છે, અને અનંત પ્રકારે જીવને બંધન કરે છે. આપણને ખબર જ નથી કે આપણે જાગૃત નથી. ફિલ્મ ચાલતી હોય, એમ આપણા ચિત્તમાંમનમાં અનંત વૃત્તિઓ એમ ને એમ સ્ફુરે છે. એ બધી બાહ્યવૃત્તિઓ છે, એટલે જીવને કર્મ બંધાય છે. શિક્ષામૃત બાળજીવોને આ સમજાય નહીં તેથી જ્ઞાનીઓએ તેના સ્થૂલ ભેદો સમજણ પડે તે રીતે કહ્યા છે. વૃત્તિઓનો મૂળથી ક્ષય કર્યો નથી તેથી ફરી ફરી સ્ફુરે છે. વૃત્તિઓને ક્ષય કરવી જોઈએ. એને દબાવીએ તો દબાયેલી રહે પણ પાછી નિમિત્ત મળતાં એ સ્ફુરે. દરેક પદાર્થને વિશે સ્કુરાયમાન થતી બાહ્યવૃત્તિઓને અટકાવવી, અને તે વૃત્તિ-પરિણામ અંતર્મુખ કરવા. અનંતકાળનાં કર્મ અનંતકાળ ગાળ્યે જાય નહીં પણ પુરુષાર્થથી જાય. અનંતકાળનાં કર્મો ગાળવા અનંતકાળ જોઈએ એવું નથી. માટે કર્મમાં બળ નથી પણ પુરુષાર્થમાં બળ છે. તેથી પુરુષાર્થ કરી આત્માને ઊંચો લાવવાનો લક્ષ રાખવો. પરમાર્થની વાત એકની એક, એક સો વાર પૂછો તો પણ જ્ઞાનીને કંટાળો આવે નહીં; પણ અનુકંપા રહે કે આ બિચારા જીવને આ વાત વિચારે કરી આત્મામાં સ્થિર થાય તો સારું. ક્ષયોપશમ પ્રમાણે શ્રવણ થાય છે. સમ્યક્ત્વ એવી વસ્તુ છે કે એ આવે ત્યારે છાનું ના રહે. વૈરાગ્ય પામવો હોય તો કર્મને નિંદવાં. કર્મને પ્રધાન ન કરવાં પણ આત્માને માથે રાખવો-પ્રધાન કરવો. X X × મિથ્યાદષ્ટિ સમકિતી પ્રમાણે જપતપાદિ કરે છે, એમ છતાં મિથ્યાદષ્ટિનાં જપતપાદિ મોક્ષના હેતુભૂત થતાં નથી, સંસારના હેતુભૂત થાય છે. સમકિતીનાં જપતપાદિ મોક્ષનાં હેતુભૂત થાય છે. બે જણા તપ કરે છે, એમાં એક મિથ્યાદષ્ટિ છે અને એકને સમકિત પ્રાપ્ત થયું છે. એમાંથી મિથ્યાદૃષ્ટિ જે કરે છે એનાથી એને મોક્ષ ન મળે, તે મોક્ષના હેતુભૂત ન થાય, પણ સંસારનાં હેતુભૂત થાય. સમકિતીના જપતપાદિ મોક્ષના હેતુભૂત થાય છે. સમકિતી દંભરહિત કરે છે, આત્માને જ નિંદે છે, કર્મો કરવાનાં કારણોથી પાછો હઠે છે. આમ કરવાથી તેના અહંકારાદિ સહેજે ઘટે છે. અજ્ઞાનીનાં બધાં જપતપાદિ અહંકાર વધારે છે, અને સંસારના હેતુ થાય છે. For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશ છાયા ૨૭૯ અજ્ઞાનીએ માસખમણ કર્યું, ચૌવિહારા ઉપવાસ કર્યા અને છતાં તે સંસારના હેતુ થાય છે. એનું પુણ્ય તો મળે, તેમાં દેવગતિ પણ મળે, પણ જનમ મરણના ફેરા ન ટળે એટલું જ છે. અલબત્ત, એનો અર્થ એ કે પાપ કરતાં તે સારું છે. જીવને જ્ઞાની પુરુષ સમીપે તેમનાં અપૂર્વ વચનો સાંભળવાથી અપૂર્વ ઉલ્લાસ પરિણામ આવે છે, પણ પછી પ્રમાદી થતાં અપૂર્વ ઉલ્લાસ આવતો નથી. જેમ અગ્નિની સગડી પાસે બેઠા હોઈએ ત્યારે ટાઢ વાય નહીં, અને સગડીથી વેગળા ગયા એટલે પછી ટાઢ વાય; તેમ જ્ઞાની પુરુષ સમીપ તેમનાં અપૂર્વ વચનો સાંભળ્યા ત્યારે પ્રમાદાદિ જાય, અને ઉલ્લાસ પરિણામ આવે, પણ પછી પ્રમાદાદિ ઉત્પન્ન થાય. જો પૂર્વના સંસ્કારથી તે વચનો અંતર્પરિણામ પામે તો દિનપ્રતિદિન ઉલ્લાસ પરિણામ વધતાં જાય; અને યથાર્થ રીતે ભાન થાય. અજ્ઞાન મચ્ચે બધી ભૂલ મટે, સ્વરૂપ જાગૃતમાન થાય. બહારથી વચન સાંભળીને અંતર્પરિણામ થાય નહીં, તો જેમ સગડીથી વેગળા થયા એટલે ટાઢ વાય તેની પેઠે દોષ ઘટે નહીં. પ્રત્યેક ઇન્દ્રિય પોતપોતાનો સ્વભાવ કર્યા કરે છે, પણ આત્માનો ઉપયોગ તે રૂપ થઈ, તાદાભ્યરૂપ થઈ તેમાં હર્ષવિવાદ કરે નહીં તો કર્મબંધ થાય નહીં. ઇન્દ્રિયરૂપ આત્મા થાય તો કર્મબંધનો હેતુ છે. આત્માનો ઉપયોગ ઇન્દ્રિયોના વિષયમાં ભળી જાય તો કર્મબંધ થાય, થાય ને થાય. આમ જ બને છે. ઉપયોગ છૂટો પડે નહીં ત્યાં સુધી કર્મબંધ આત્માને રોગ-સમાન કહી શકાય. ઉ. છા. - ૬ શ્રી આનંદઘનજીએ શ્રી અનંતનાથ સ્વામીના સ્તવનમાં કહ્યું છે કે : એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી, ફળ અનેકાંત લોચન ન દેખે, ફળ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિમાંહી લેખે.” કોઈ એક એમ કહે છે કે અમે જુદી જુદી ક્રિયા કરીને ભગવાનની સેવા ભક્તિ કરીએ છીએ, પરંતુ તે ક્રિયાનાં ફળ જુદાં જુદાં આવે છે જેને એ લોકો દેખી શકતા નથી. તેથી અનેકાંત ફળ આપનારી જુદી જુદી ક્રિયાઓ કરીને બિચારા એ લોકો ચાર ગતિમાં રખડે છે. * * * For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત જ્ઞાનીપુરુષરૂપી સૂર્ય પ્રગટ થયા પછી ખરા અધ્યાત્મીઓ શુષ્ક રીતે પ્રવર્તે નહીં, ભાવ અધ્યાત્મમાં પ્રગટપણે વર્તે. ૨૮૦ એનું વર્તન જ ભાવ અધ્યાત્મવાળું હોય. આત્મામાં ખરેખરા ગુણો ઉત્પન્ન થયા પછી મોક્ષ થાય. આ કાળમાં દ્રવ્યઅધ્યાત્મીઓ, જ્ઞાનદગ્ધો ઘણા છે. દ્રવ્યઅધ્યાત્મી દેવળના ઈંડાના દૃષ્ટાંતે મૂળ પરમાર્થ સમજતા નથી. દ્રવ્યઅધ્યાત્મી માટે દેવળના ઈંડાનો દાખલો કહ્યો છે. દેવળનું ઈંડું એટલે દેવળના શિખર ઉપર છેલ્લે ઈંડા જેવી આકૃતિ હોય છે તે. દેવળના ઈંડા સંબંધે જૂના સમયની વાત છે : એક શેઠ હતા. તેમણે દેહ મૂકી દીધો. એમના છોકરાઓએ જોયું કે બાપાએ મિલકત અંગે કાંઈ વાતચીત તો કરી નથી. માટે લાવો એમની નોંધનો ચોપડો જોઈએ. નોંધના ચોપડામાં લખેલું કે “દેવળના ઈંડામાં સંપત્તિ છે.” એટલે દીકરાઓએ ઘેર જે દેરાસર હતું, એના શિખર ઉપરનું ઈંડુ લઈને જાળવીને કઢાવ્યું અને તેને આમતેમ જોયું, પૂરું તપાસ્યું પણ ક્યાંયથી કશું નીકળ્યું નહીં. થોડા વખત પછી એમના ઘરે કોઈ સગા મહેમાન તરીકે આવ્યા. વાત થઈ કે પિતા પાસે કંઈ હતું તો ખરું, એમણે લખ્યું પણ છે, બધી મહેનત કરી જોઈ પણ કંઈ હાથ નથી આવતું. તે સગાએ કહ્યું “લાવો જોઈએ, તમારો નોંધનો ચોપડો.” તો નોંધનો ચોપડો લીધો તો તેમાં એમ લખેલું કે, “દેવળનું ઈંડું ઉત્તરાયણ સમય...” મહેમાન સમજી ગયા. એમણે કહ્યું “તમે જ્યાં ત્યાં નહીં ખોદો. હવે ઉત્તરાયણ આવે ત્યાં સુધી રાહ જુઓ. ઉત્તરાયણને દિવસે એ સમયે ઈંડાનો જ્યાં પડછાયો પડતો હોય ત્યાં ખોદજો.” તેઓએ તે પ્રમાણે રાહ જોઈ. ઉત્તરાયણના દિવસે એ સમયે ખોદ્યું તો ત્યાં શેઠની બધી સંપત્તિ મળી. એમ લોકો પરમાર્થ સમજતા નથી. પરમાર્થ સમજાવનાર હોય તો સમજાય. બાકી આપણા પોતાના સ્વચ્છંદથી સમજાતું નથી. એટલે દ્રવ્ય અધ્યાત્મી દેવળના ઈંડાના દૃષ્ટાંતે મૂળ પરમાર્થ સમજતા નથી. જેની પાસે સમજવા જઈએ એ પણ સમજતા નથી, તો તે આપણને શું સમજાવે ? × X X શ્રી માણેકદાસજી કહે છે કે : “નિજ છંદન સે ના મિલે, હેરો વૈકુંઠ ધામ; સંતકૃપાસે પાઈએ, સો હરિ સબસેં ઠામ.” પોતાના સ્વચ્છંદ વડે કરીને ભગવાન આત્માને મેળવવાનો અને મોક્ષે જવાનો પ્રયત્ન કરે તો For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશ છાયા ૨૮ ૧ પણ તે તેને પ્રાપ્ત થાય નહીં. પણ જો તેના ઉપર સંતની કૃપા, સંતનો અનુગ્રહ થાય તો હરિભગવાન આત્માની પ્રાપ્તિ થાય. ઉ. છા. - ૮ કર્મ ગણી ગણીને નાશ કરાતાં નથી. જ્ઞાનીપુરુષ તો સામટો ગોટો વાળી નાશ કરે છે. જ્ઞાની પુરુષની શક્તિ છે કે એ કર્મનો ગોટો વાળીને નાશ કરી શકે છે. “વચનામૃત' તો આપણે ઘણી વાર વાંચી ગયા છીએ પણ આમાં તો જ્યાં જરૂર હોય ત્યાં લક્ષ દોરવું પડે કે જેથી સાચી સમજણ પડે. સાચી સમજણ આવે તો સાચો પુરુષાર્થ થાય એટલા માટે જ્યાં જ્યાં લક્ષ દોરવા જેવું છે, એ બધા ઉતારા આપણા “મોક્ષમાર્ગ પ્રકાશ” પુસ્તકમાં કર્યા છે. માટીમાં ઘડો થવાની સત્તા છે; પણ દંડ, ચક્ર કુંભારાદિ મળે તો થાય. તેમ આત્મા માટીરૂપ છે, તેને સદ્ગુરુ આદિ સાધન મળે તો આત્મજ્ઞાન થાય. જે જ્ઞાન થયું હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીઓએ સંપાદન કરેલું છે તેને પૂર્વાપર મળતું આવવું જોઈએ. જ્ઞાન માની બેસીએ એમ નહીં. આગળના મહાત્માઓને શું અનુભવ થયો છે ? એવો જ અનુભવ આપણને થાય છે કે કેમ ? એને મળતું આવવું જોઈએ. અને વર્તમાનમાં પણ જે જ્ઞાની પુરુષોએ જ્ઞાન સંપાદન કરેલું છે. તેનાં વચનોને મળતું આવવું જોઈએ, નહીં તો અજ્ઞાનને જ્ઞાન માન્યું છે એમ કહેવાય. x x x સામાયિક કાયાનો યોગ રોકે; આત્માને નિર્મળ કરવા માટે કાયાનો યોગ રોકવો. રોકવાથી પરિણામે કલ્યાણ થાય. કાયાની સામાયિક કરવા કરતાં આત્માની સામાયિક એક વાર કરો. જ્ઞાની પુરુષનાં વચનો સાંભળી સાંભળીને ગાંઠે બાંધો તો આત્માની સામાયિક થશે. આ કાળમાં આત્માની સામાયિક થાય છે. સામાયિક કાયાનો યોગ રોકે. આત્માને નિર્મળ કરવા માટે કાયાનો યોગ રોકવો. કાયાને બાંધી રાખે. પેલા છોકરાની વહુએ કહ્યું ને કે “સસરાજી ઢંઢવાડે ગયા છે” એની જેમ પુરુષાર્થ શું કરવો ? આપણા આત્માને નિર્મળ કરવાનો. ક્યાં ગાંઠે બાંધીએ છીએ આપણે ? અહીંયા ફરી ફરીને, ઠોકી ઠોકીને કહેવામાં આવ્યું છે, For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ૨ શિક્ષામૃત દશ વર્ષથી કહેવામાં આવે છે. મારે તો આ એક જ કામ કરવું છે. આત્માની સામાયિક એકવાર કરી એટલે શું ? ૪૮ મિનિટ જો આપણે આત્મામાં લીન એક વાર થઈએ ને તો બસ આત્મા પ્રગટ થઈ જાય પછી એને માટે પુરુષાર્થ ન કરવો પડે. કોઈ એમ કહે કે આ કાળ પંચમ કાળ છે, આ થાય નહીં, મફતની ખોટી શું મહેનત કરો છો ? તો કહે છે કે આ કાળમાં આત્માની સામાયિક થાય છે. દ્રવ્ય સામાયિક બેસીને કરીએ છીએ તેમ આત્માની સામાયિક થાય છે. મોક્ષનો ઉપાય અનુભવ ગોચર છે. જેમ અભ્યાસે અભ્યાસ કરી આગળ જવાય છે. તેમ મોક્ષને માટે પણ છે. સપુરુષો મળે, જીવને તે બતાવે કે તું જે વિચાર કર્યા વિના કર્યે જાય છે તે કલ્યાણ નથી, છતાં તે કરવા માટે દુરાગ્રહ રાખે તે કષાય. આ અનંતાનુબંધી કષાય છે તે સાચું સમજવાની જ ના પાડે, નથી સમજવું, અમે જે કરતાં હોઈશું તે જ કરશું. ઉન્માર્ગને મોક્ષમાર્ગ માને અને મોક્ષમાર્ગને ઉન્માર્ગ માને તે ‘મિથ્યાત્વ મોહનીય.” આ ગાંઠ છોડવી છે. અનંતાનુબંધી કષાય તથા મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીય અને સમ્યકત્વ મોહનીયની ગાંઠ છે, ગ્રંથિ છે, તે છોડવી છે. ઉન્માર્ગથી મોક્ષ થાય નહીં માટે માર્ગ બીજો હોવો જોઈએ એવો જે ભાવ તે મિશ્ર મોહનીય.” ઉન્માર્ગથી એટલે ખોટા માર્ગે ચાલવાથી મોક્ષ થાય નહીં. આત્મા આ હશે ?' તેવું જ્ઞાન થાય તે “સમ્યકત્વ મોહનીય.” કંઈ કંઈ આ આત્મા હશે એમ છે. પૂરેપૂરી ખાતરી નથી એ. ચાર અનંતાનુબંધી કષાય અને ત્રણ દર્શન મોહનીયની પ્રકૃતિ એ સાતની ગાંઠ છે, ગ્રંથિ છે. એ ગાંઠ છૂટી જાય તો સમ્યક્દર્શન પ્રાપ્ત થયું કહેવાય, તો સમ્યક્દષ્ટિ જીવ કહેવાય. આજ સુધી આ ગાંઠ તોડવા માટે જીવ કેટલીય વાર, લગભગ આવી ગયો છે, પણ ત્યાંથી નબળો થઈ પાછો પડી જાય કે અહોહો ! આ તો મારાથી નહીં તૂટે એવી નિબિડ ગાંઠ છે. હું આ નહીં કરી શકું એમ કરીને પાછો વળ્યો છે. એટલા માટે જનમ મરણ ઊભાં રહ્યાં છે. આત્મા આ છે' એવો નિશ્ચયભાવ તે “સમ્યકત્વ'. એ સમક્તિ. For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશ છાયા ૨૮ ૩ ઉ. છા. - ૯ પ્ર. મોક્ષ એટલે શું? ઉ. આત્માનું અત્યંત શુદ્ધપણું તે, અજ્ઞાનથી છૂટી જવું તે, સર્વ કર્મથી મુક્ત થવું તે “મોક્ષ.” યથાતથ્ય જ્ઞાન પ્રગટ્ય મોક્ષ. ભ્રાંતિ રહે ત્યાં સુધી આત્મા જગતમાં છે. અનાદિકાળનું એવું જે ચેતન તેનો સ્વભાવ જાણપણું, જ્ઞાન છે, છતાં ભૂલી જાય છે તે શું? જાણપણામાં ન્યૂનતા છે, યથાતથ્ય જાણપણું નથી. તે ન્યૂનતા કેમ મટે ? તે જાણપણારૂપી સ્વભાવને ભૂલી ન જાય; તેને વારંવાર દઢ કરે તો ન્યૂનતા મટે. જ્ઞાનીપુરુષનાં વચનોનું અવલંબન લેવાથી જાણપણું થાય. સાધન છે તે ઉપકારના હેતુઓ છે. જેવા જેવા અધિકારી તેવું તેવું તેનું ફળ. સપુરુષની દષ્ટિએ ચાલવાથી જ્ઞાન થાય છે. પુરુષોનાં વચનો આત્મામાં પરિણામ પામ્ય મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, અશુભયોગ વિગેરે બધા દોષો અનુક્રમે મોળા પડે. આત્મજ્ઞાન વિચારવાથી દોષો નાશ થાય છે. પુરુષો પોકારી પોકારીને કહી ગયા છે, પણ જીવને લોકમાર્ગમાં પડી રહેવું છે; અને લોકોત્તર કહેવરાવવું છે; ને દોષ કેમ જતા નથી એમ માત્ર કહ્યા કરવું છે. લોકનો ભય મૂકી પુરુષોનાં વચનો આત્મામાં પરિણમાવે તો સર્વ દોષ જાય. જીવે મારાપણું લાવવું નહીં. મોટાઈ ને મહત્તા મૂક્યા વગર સમ્યકત્વનો માર્ગ આત્મામાં પરિણામ પામવો કઠણ છે. 1 x x x અંતરાત્મા નિરંતર કષાયાદિ નિવારવા પુરુષાર્થ કરે છે. ચોદમા ગુણસ્થાનક સુધી એ વિચારરૂપી ક્રિયા છે. કર વિચાર તો પામ.” આપણને મન મળ્યું છે. આત્માએ બળિયા થઈને એ મન મેળવ્યું છે. તે શા માટે ? એ મનનો જો સાચો ઉપયોગ કરવામાં આવે તો આત્માને જેલમાંથી છોડાવે. જન્મ મરણનાં દુઃખમાંથી છોડાવે. જેને વૈરાગ્ય ઉપશમ વર્તતો હોય તેને જ વિચારવાનું કહીએ. એકલી વિદ્વત્તા હોય તેને વિચારવાન ગણ્યા નથી, જેનામાં વૈરાગ્ય ઉપશમ વર્તતા હોય તેને જ વિચારવાન કહીએ. વિચારવાનમાં વૈરાગ્ય અને ઉપશમ હોવા જોઈએ. આત્માઓ મુક્ત થયા પછી સંસારમાં આવતા નથી. આત્મા સ્વાનુભવગોચર છે, તે ચક્ષુથી દેખાતો નથી. પરમાત્મા આ ચક્ષુથી દેખાય ? ઇન્દ્રિયથી રહિત એવું જે જ્ઞાન તે જાણે છે. આત્માનો ઉપયોગ મનન કરે તે મન છે. આત્માના ઉપયોગ સાથે ભળી જાય છે અને મનન કરે તે મન છે. For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શિક્ષામૃત વળગણા છે તેથી મન જુદું કહેવાય. શું વળગણા છે ? સ્ત્રી, પુત્ર, પતિ, મકાન, મોટરો, હીરા, માણેક, આભૂષણો, સંપત્તિ એ બધી વળગણા છે. સંકલ્પ વિકલ્પ મૂકી દેવા તે “ઉપયોગ.” જ્યાં સુધી સંકલ્પ વિકલ્પ આવે ત્યાં સુધી ઉપયોગ બરાબર કામ ન કરી શકે. એની શક્તિ વધે નહીં. જ્ઞાનને આવરણ કરનારું નિકાચિત કર્મ ન બાંધ્યું હોય તેને સપુરુષનો બોધ લાગે છે. આયુષનો બંધ હોય તે રોકાય નહીં. શ્રેણિક મહારાજા ભાવિ તીર્થકર થશે, પણ તે પહેલાં નારકીનો બંધ પડી ગયો હતો તેથી અત્યારે નરકમાં છે. * * * ઇન્દ્રિયોના નિગ્રહનું ન હોવાપણું, કુળધર્મનો આગ્રહ, માનશ્લાઘાની કામના, અમધ્યસ્થપણું તે કદાગ્રહ છે. ઇન્દ્રિયો તોફાન કરે. તોફાની ઘોડાની જેમ તે કહે એ પ્રમાણે કરવાપણું. મને બધા મોટો માને એવી ઇચ્છા. મધ્યસ્થપણું ન હોય, મારું તે સાચું એમ ધારીને બૈઠા હોય. પણ જેનામાં મધ્યસ્થપણું હોય તે એમ ધારીને બેસે કે જ્યાં જ્યાં સાચું તે મારું. તે કદાગ્રહ જ્યાં સુધી જીવ ન મૂકે ત્યાં સુધી કલ્યાણ થાય નહીં. નવ પૂર્વ ભણ્યો તોય રખડ્યો ! ચૌદ રાજલોક જાણ્યો પણ દેહમાં રહેલો આત્મા ને ઓળખ્યો; માટે રખડ્યો ! જ્ઞાનીપુરુષ બધી શંકાઓ ટાળી શકે છે; પણ તરવાનું કારણ પુરુષની દૃષ્ટિએ ચાલવું તે છે; અને તો જ દુઃખ મટે. આજ પણ પુરુષાર્થ કરે તો આત્મજ્ઞાન થાય. જેને આત્મજ્ઞાન નથી તેનાથી કલ્યાણ થાય નહીં. ઉ. છા. - ૧૦ સપુરુષ અને સન્શાસ્ત્ર એ વ્યવહાર કંઈ કલ્પિત નથી. સદ્ગર, સાસ્ત્રરૂપી વ્યવહારથી સ્વરૂપ શુદ્ધ થાય, કેવળ વર્તે, (કેવળજ્ઞાન થાય) પોતાનું સ્વરૂપ સમજે તે સમક્તિ. સપુરુષનું વચન સાંભળવું દુર્લભ, શ્રદ્ધવું દુર્લભ છે, વિચારવું દુર્લભ છે, તો અનુભવવું દુર્લભ હોય તેમાં શી નવાઈ ? For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશ છાયા ૨૮૫ ઉપદેશજ્ઞાન અનાદિથી ચાલ્યું આવે છે. એકલાં પુસ્તકથી જ્ઞાન થાય નહીં. પુસ્તકથી જ્ઞાન થતું હોય તો પુસ્તકનો મોક્ષ થાય ! સદ્ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવું એમાં ભૂલી જવાય તો પુસ્તક અવલંબનભૂત છે. ચૈતન્યપણું ગોખે તો ચૈતન્યપણું પ્રાપ્ત થાય, ચૈતન્યપણું અનુભવગોચર થાય. સદ્ગુરુનું વચન શ્રવણ કરે, મનન કરે, ને આત્મામાં પરિણમાવે તો કલ્યાણ થાય. જ્ઞાન અને અનુભવ હોય તો મોક્ષ થાય, વ્યવહારને નિષેધવો નહીં, એકલા વ્યવહારને વળગી રહેવું નહીં. આત્મજ્ઞાનની વાત સામાન્ય થઈ જાય એવી રીતે કરવી ઘટે નહીં. આત્મજ્ઞાનની વાત એકાંતે કહેવી. આત્માનું હોવાપણું વિચારવામાં આવે તો અનુભવવામાં આવે; નહીં તો તેમાં શંકા થાય છે. જેમ એક માણસને વધારે પડળથી દેખાતું નથી તેમ આવરણની વળગણાને લીધે આત્માને થાય છે. ઊંઘમાં પણ આત્માને સામાન્યપણે જાગૃતિ છે. આત્મા કેવળ ઊંઘે નહીં; તેને આવરણ આવે. આત્મા હોય તો જ્ઞાન થાય. જડ હોય તો જ્ઞાન કોને થાય ? પોતાને પોતાનું ભાન થવું, પોતે પોતાનું જ્ઞાન પામવું, જીવન્મુક્ત થવું. x x x (૧) શમ = ક્રોધાદિ પાતળાં પાડવાં તે. કષાયો પાતળાં પાડવાં તે ‘શમ' એટલે ક્રોધ, માન, માયા, લોભાદિને પાતળાં પાડવાં તે ‘શમ' (૨) સંવેગ = મોક્ષમાર્ગ સિવાય બીજી કોઈ ઇચ્છા નહીં તે.. મોક્ષમાર્ગ સિવાય બીજી ઇચ્છા નહીં તે સંવેગ. ઘરેણાની ઇચ્છા થાય જ નહીં. પૈસાની, નાણાંની ઇચ્છા થાય જ નહીં. સુખની ઇચ્છા થાય જ નહીં. માત્ર એક મોક્ષમાર્ગની જ ઇચ્છા થાય. (૩) નિર્વેદ = સંસારથી થાકી જવું તે-સંસારથી અટકી જવું તે. હવે આ જન્મ-મરણ ક્યારે મટશે તેવો વિચારભાવ થવો એનું નામ નિર્વેદ. (૪) આસ્થા = સાચા ગુરુની, સદ્ગુરુની આસ્થા થવી તે. એટલે સતુદેવ, સદ્ગુરુ અને સધર્મની આસ્થા થવી તે. (૫) અનુકંપા = સર્વ પ્રાણી પર સમભાવ રાખવો તે, નિર્વેરબુદ્ધિ રાખવી તે. બધા આત્મા પર આપણા આત્મા જેવા ભાવ રાખવા તે. આ ગુણો સમકિતી જીવમાં સહેજે હોય. - X X X For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શિક્ષામૃત પ્રશ્ન :- વ્રતનિયમ કરવા કે નહીં? ઉત્તર :- વ્રતનિયમ કરવાનાં છે. તેની સાથે કજિયા, કંકાસ છોકરાં છેયાં અને ઘરમાં મારાપણું કરવું નહીં. ઊંચી દશાએ જવા માટે વ્રતનિયમ કરવાં. તિથિને અર્થે ઉપવાસ કરવાના નથી; પણ આત્માને અર્થે ઉપવાસ કરવાના છે. બાર પ્રકારે તપ કહ્યું છે. તેમાં આહાર ન કરવો તે તપ જિલ્લાઇન્દ્રિય વશ કરવાનો ઉપાય જાણીને કહ્યો છે. જિલ્લાઇન્દ્રિય વશ કરી, તો બધી ઇન્દ્રિયો વશ થવાનું નિમિત્ત છે. આત્મા અને સદ્ગુરુ એક જ સમજવા. આ વાત વિચારથી ગ્રહણ થાય છે. તે વિચાર એ કે દેહ નહીં અથવા દેહને લગતા બીજા ભાવ નહીં, પણ સદ્ગુરુનો આત્મા એ સદ્ગુરુ છે. જેણે આત્મસ્વરૂપ લક્ષણથી, ગુણથી અને વેદનથી પ્રગટ અનુભવ્યું છે અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે તે આત્મા અને સદ્ગુરુ એક જ એમ સમજવાનું છે. પૂર્વે જે અજ્ઞાન ભેળું કર્યું છે તે ખસે તો જ્ઞાનીની અપૂર્વ વાણી સમજાય. X XX સદ્ગુરુની આજ્ઞામાં બધાં સાધનો સમાઈ ગયાં. જે જીવો તરવાના કામી હોય છે તેની બધી વાસનાનો નાશ થાય છે. જેમ કોઈ સો પચાસ ગાઉ વેગળો હોય, તો બે ચાર દિવસે પણ ઘર ભેગો થાય, પણ લાખો ગાઉ વેગળો હોય તે એકદમ ઘર ભેગો ક્યાંથી થાય ? તેમ આ જીવ કલ્યાણમાર્ગથી થોડો વેગળો હોય, તો તે કોઈક દિવસ કલ્યાણ પામે, પણ જ્યાં સાવ ઊંધે રસ્તે હોય ત્યાં ક્યાંથી પાર પામે? તેરવાનો કામી હોય તે માથું કાપીને આપતા પાછો હટે નહીં. શિથિલ હોય તે સહેજ પગ ધોવા જેવું કુલંક્ષણ હોય તે પણ મૂકી શકે નહીં; અને વીતરાગની વાત મેળવવા જાય. વીતરાગ જે વચન કહેતાં ડર્યા છે તે અજ્ઞાની સ્વચ્છેદે કરી કહે છે, તો તે કેમ છૂટશે? મહાવીરસ્વામીના દીક્ષાના વરઘોડાની વાતનું સ્વરૂપ જો વિચારે તો વૈરાગ્ય થાય. એ વાત અદ્ભુત છે. તે ભગવાન અપ્રમાદી હતા. તેઓને ચારિત્ર વર્તતું હતું, પણ જ્યારે બાહ્યચારિત્ર લીધું ત્યારે મોક્ષે ગયા. For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશ છાયા ૨૮૭ પ્રશ્ન :- સપુરુષ કેમ ઓળખાય? ઉત્તર :- પુરુષો તેમનાં લક્ષણોથી ઓળખાય. પુરુષોનાં લક્ષણો :- તેઓની વાણીમાં પૂર્વાપર અવિરોધ હોય, તેઓ ક્રોધનો જે ઉપાય કહે તેથી ક્રોધ જાય, માનનો જે ઉપાય કહે તેથી માન જાય. જ્ઞાનીની વાણી પરમાર્થરૂપ જ હોય છે; તે અપૂર્વ છે. જ્ઞાનીની વાણી બીજા અજ્ઞાનીની વાણીની ઉપર ને ઉપર જ હોય. જ્યાં સુધી જ્ઞાનીની વાણી સાંભળી નથી, ત્યાં સુધી સૂત્રો પણ છાશબાકળા જેવા લાગે. સદ્ગુરુ અને અસદ્ગુરુનું ઓળખાણ, સોનાની અને પીતળની કંઠીના ઓળખાણની પેઠે થવું જોઈએ. તરવાના કામી હોય, અને સગુરુ મળે, તો કર્મ ટળે. સરુ કર્મ ટાળવાનું કારણ છે. કર્મ બાંધવાનાં કારણો મળે તો કર્મ બંધાય, અને કર્મ ટાળવાનાં કારણો મળે તો કર્મ ટળે. તરવાના કામી હોય તે ભવસ્થિતિ આદિનાં આલંબન ખોટાં કહે છે. તરવાના કામી કોને કહેવાય? જે પદાર્થને જ્ઞાની ઝેર કહે તેને ઝેર જાણી મૂકે, અને જ્ઞાનીની આજ્ઞા આરાધે તેને તરવાના કામી કહેવાય. * * * નિજ સ્વભાવજ્ઞાનમાં કેવળ ઉપયોગે, તન્મયાકાર, સહજસ્વભાવે, નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે કેવળજ્ઞાન' છે. તથારૂપ પ્રતીતિપણે પરિણામે તે “સમ્યકત્વ' છે. નિરંતર તે પ્રતીતિ વર્યા કરે તે “ક્ષાયિકસમ્યકત્વ' (આસિ.ગા. ૧૧૧-૧૧૨) કહીએ છીએ. ક્વચિત્ મંદ, ક્વચિત્ તીવ્ર, ક્વચિત્ વિસર્જન, ક્વચિત્ સ્મરણરૂપ. એમ પ્રતીતિ રહે તેને “ક્ષયોપશમ સમ્યકત્વ' કહીએ છીએ. તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદય આવ્યા નથી; ત્યાં સુધી ‘ઉપશમ સમ્યકત્વ' કહીએ છીએ. આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય છે તેને સાસ્વાદન સમ્યકત્વ કહીએ છીએ. અત્યંત પ્રતીતિ થવાના યોગમાં સત્તાગત અલ્પ પુદ્ગલનું વેદવું જ્યાં રહ્યું છે, તેને ‘વેદક સમ્યકત્વ' કહીએ છીએ. તથારૂપ પ્રતીતિ થયે અન્યભાવ સંબંધી અહમમત્વાદિ, હર્ષ, શોક ક્રમે કરી ક્ષય થાય. મનરૂપ યોગમાં તારતમ્યસહિત જે કોઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે; અને જે સ્વરૂપસ્થિરતા ભજે તે “સ્વભાવસ્થિતિ પામે છે. નિરંતર સ્વરૂપલાભ, સ્વરૂપાકાર ઉપયોગનું પરિણમન એ આદિ સ્વભાવ અંતરાયકર્મના ક્ષયે પ્રગટે છે. કેવળ-સ્વભાવપરિણામી જ્ઞાન તે કેવળજ્ઞાન” છે. અહીં બેઠા આટલું થાય તો અહીં કેવળજ્ઞાન છે. ઉ. છા. - ૧૧ કનકવાની દોરી જેમ હાથમાં છે તેમ સમક્તિ દૃષ્ટિના હાથમાં તેની વૃત્તિરૂપી દોરી છે. સમકિતદષ્ટિ જીવને સહજ સમાધિ છે. For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શિક્ષામૃત કનકવાની દોરી એટલે પતંગની દોરી, એ જેના હાથમાં છે એ પતંગને બરાબર કાબુમાં રાખી શકે. સત્તામાં કર્મ રહ્યાં હોય, પણ પોતાને સહજસમાધિ છે. બહારનાં કારણોથી તેને સમાધિ નથી. બહારનાં કારણો ગમે તે હોય, પણ એને આત્મામાં સહજ સમાધિ છે. સાચા પુરુષનો બોધ પ્રાપ્ત થવો તે અમૃત પ્રાપ્ત થવા બરોબર છે. અજ્ઞાની ગુરુઓએ બિચારા મનુષ્યોને લૂંટી લીધા છે. કોઈ જીવને ગચ્છનો આગ્રહ કરાવી, કોઈને મતનો આગ્રહ કરાવી; ન તરાય તેવા આલંબનો દઈને સાવ લૂંટી લઈ મૂંઝવી નાંખ્યા છે; મનુષ્યપણું લૂંટી લીધું છે. સમવસરણથી ભગવાનની ઓળખાણ થાય એ બધી કડાકૂટ મૂકી દેવી. લાખ સમોવસરણ હોય, પણ જ્ઞાન ન હોય તો કલ્યાણ થાય નહીં. જ્ઞાન હોય તો કલ્યાણ થાય. ભગવાન માણસ જેવા માણસ હતા. તેઓ ખાતા, પીતા, બેસતા, ઊઠતા; એવો ફેર નથી, ફેર બીજો જ છે. સમોવસરણાદિના પ્રસંગો લોકિક (બહિદ્રષ્ટિ જીવોને આકર્ષે એવા) ભાવના છે. ભગવાનનું સ્વરૂપ એવું નથી. ભગવાનનું સ્વરૂપ સાવ નિર્મળ આત્મા સંપૂર્ણ જ્ઞાન પ્રગટ્યો હોય છે તેવું છે. સંપૂર્ણ જ્ઞાન પ્રગટે તે જ ભગવાનનું સ્વરૂપ. વર્તમાનમાં ભગવાન હોત તો તમે માનત નહીં. ભગવાનનું માહાભ્ય જ્ઞાન છે. ભગવાનના સ્વરૂપનું ચિંતવન કરવાથી આત્મા ભાનમાં આવે; પણ ભગવાનના દેહથી ભાન પ્રગટે નહીં. જેને સંપૂર્ણ એશ્વર્ય પ્રગટે તેને ભગવાન કહેવાય. જેમ ભગવાન વર્તમાનમાં હોત, અને તમને બતાવત તો માનત નહીં; તેમ વર્તમાનમાં જ્ઞાની હોય તો મનાય નહીં. સ્વધામ પહોંચ્યા પછી કહે કે એવા જ્ઞાની થવા નથી. પછવાડેથી જીવો તેની પ્રતિમાને પૂજે, પણ વર્તમાનમાં પ્રતીત (શ્રદ્ધા) ના કરે. જીવને જ્ઞાનીનું ઓળખાણ પ્રત્યક્ષમાં, વર્તમાનમાં થતું નથી. સમકિતને ખરેખરું વિચારે તો નવમે સમયે કેવલજ્ઞાન થાય ? સમક્તિ આવ્યા પછી, ગ્રંથિભેદ થયા પછી, નવ સમયમાં કેવળજ્ઞાન થાય, જો ખરેખરો પુરુષાર્થ કરે તો. નહીં તો એક ભવમાં કેવળજ્ઞાન થાય? છેવટે પંદરમે ભવે કેવળજ્ઞાન થાય જ. માટે સમકિત સર્વોત્કૃષ્ટ છે. જુદા જુદા વિચારભેદો આત્મામાં લાભ થવા અર્થે કહ્યા છે; પણ ભેદમાં જ આત્માને ગૂંચવવા કહ્યા નથી. દરેકમાં પરમાર્થ હોવો જોઈએ. સમકિતીને કેવળજ્ઞાનની ઇચ્છા નથી ! ચેલાતીપુત્ર કોઈનું માથું કાપી લાવ્યો હતો. ત્યાર બાદ જ્ઞાનીને મળ્યો અને કહ્યું કે મોક્ષ આપ; For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશ છાયા ૨૮૯ નહીં તો માથું કાપી નાખીશ. પછી જ્ઞાનીએ કહ્યું કે બરાબર નક્કી કહે છે ? વિવેક (સાચાને સાચું સમજવું), શમ (બધા પર સમભાવ રાખવો), અને ઉપશમ (વૃત્તિઓને બહાર જવા દેવી નહીં અને અંતવૃત્તિ રાખવી) વિશેષ વિશેષ આત્મામાં પરિણમાવવાથી આત્માનો મોક્ષ થાય છે. પહેલાં સાચું શું અને ખોટું શું એ સમજવું. વૃત્તિઓને આત્મામાં પરિણમાવવાથી આત્માનો મોક્ષ થાય છે. આ ચાર વાત કહી પેલો ચેલાતીપુત્ર તો મંડી પડ્યો. ખૂન કર્યું હતું તો પણ એનું કામ થઈ ગયું. જીવ તો સદાય જીવતો જ છે. તે કોઈ વખત ઊંઘતો નથી કે મરતો નથી. આપણે એટલે શરીર ઊંઘતું હોય ત્યારે જીવ તો જાગતો જ હોય છે. જીવ ઊંઘતો નથી હોતો. મરવો સંભવતો નથી. સ્વભાવે સર્વ જીવ જીવતા જ છે. જેમ શ્વાસોચ્છવાસ વિના કોઈ જીવ જોવામાં આવતો નથી તેમ જ્ઞાનસ્વરૂપ ચૈતન્ય વિના કોઈ જીવ નથી. આત્માના ગુણ (૧) જાણવાવાળો-જ્ઞાનસ્વરૂપ અને (૨) જીવતો જાગતો-ચૈતન્યસ્વરૂપ. x x x અનુભવી વેદ્ય તો દવા આપે, પણ દરદી જો ગળે ઉતારે તો રોગ મટે; તેમ સદ્ગુરુ અનુભવ કરીને જ્ઞાનરૂપ દવા આપે, પણ મુમુક્ષુ ગ્રહણ કરવારૂપ ગળે ઉતારે ત્યારે મિથ્યાત્વરૂ૫ રોગ ટળે. સાચા દેવ અહંત, સાચા ગુરુ નિગ્રંથ, સાચા હરિ રાગદ્વેષ ને અજ્ઞાન જેના ગયા છે તે. ભગવાન કોણ ? કે જેને રાગદ્વેષ અને અજ્ઞાનનો ક્ષય થયો છે, જેના રાગદ્વેષ અને અજ્ઞાન ટળ્યાં છે તે. ગ્રંથિરહિત એટલે ગાંઠરહિત, મિથ્યાત્વ તે આંતરુ ગ્રંથિ છે; પરિગ્રહ તે બાહ્યગ્રંથિ છે, મૂળમાં અત્યંતરગ્રંથિ ન છેદાય ત્યાં સુધી ધર્મનું સ્વરૂપ સમજાય નહીં. જેની ગ્રંથિ ગઈ છે તેવા પુરુષ મળે તો ખરેખરું કામ થાય; તેમાં વળી તેના સમાગમમાં રહે, તો વિશેષ કલ્યાણ થાય. જે મૂળ ગાંઠ છે દવા શાસ્ત્રમાં કહ્યું છે તે સહુ ભૂલી ગયા છે; ને બહારથી તપશ્ચર્યા કરે છે. દુઃખ સહન કરવા છતાં મુક્તિ થતી નથી તો દુઃખ વેદવાનું કારણ જે વેરાગ્ય તે ભૂલી ગયા. દુઃખ અજ્ઞાનનું છે. ઉ. છા. - ૧૨ હું કર્તા’, ‘હું કરું છું’, ‘હું કેવું કરું છું?” આદિ જે વિભાવ છે તે જ મિથ્યાત્વ. For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શિક્ષામૃત સવારથી ઊઠીને તે રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી આપણે ‘હું અને હું’, ‘હું કર્તા છું’ - આવું ક્યાં સુધી થાય છે ? રાત્રે યાદ કરજો તો એમ થશે કે આખો દિવસ તે કરીએ છીએ, એ જ વિભાવ છે. એ જ મિથ્યાત્વ છે. અને ત્યાં સુધી નવાં કર્મો બંધાય છે. × × × અહંકારથી કરી સંસારમાં અનંત દુઃખ પ્રાપ્ત થાય; ચારે ગતિમાં રઝળે. ✩ ઉ. છા. - ૧૩ પંદર ભેદે સિદ્ધ કહ્યા તેનું કારણ રાગ, દ્વેષ અને અજ્ઞાન જેના ગયા તેનું ગમે તે વેષે, ગમે ં તે જગોએ, ગમે તે લિંગે કલ્યાણ થાય તે છે. પંદર ભેદે સિદ્ધ કહ્યા છે. અમુક પ્રકારનાં કપડાં પહેર્યાં હોય, તો જ સિદ્ધ થાય એમ નથી. એ પંદર ભેદમાં એમ કહ્યું છે કે જૈન લિંગી, જૈનના સાધુ, સાધ્વી અને શ્રાવક શ્રાવિકા એ મોક્ષે જાય ? તો કહે, હા, જાય. ‘અન્ય લિંગી’, “બીજા ધર્મના સાધુઓ મોક્ષે જાય ?' તો કહે, હા, જાય. “નપુંસક મોક્ષે જાય ?” તો કહે હા, જાય. એમ પંદર ભેદ કહ્યા છે. એટલે કૃપાળુદેવ એમ કહે છે કે આવું જ હોય તો જ મોક્ષે જાય એવું કશું નથી. ✩ ઉ. છા. - ૧૪ જે જ્ઞાનીને આકુળતાવ્યાકુળતા મટી ગઈ છે તેને અંતરંગ પચ્ચખાણ છે. તેને બધાં પચ્ચખાણ આવી જાય છે. જેને રાગદ્વેષ મટી ગયા છે તેને વીશ વર્ષનો છોકરો મરી જાય, તો પણ ખેદ થાય નહીં. શરીરને વ્યાધિ થવાથી જેને વ્યાકુળપણું થાય છે, અને જેનું કલ્પના માત્ર જ્ઞાન છે તે પોલું અધ્યાત્મજ્ઞાન માનવું. આવા કલ્પિત જ્ઞાની તે પોલા જ્ઞાનને અધ્યાત્મજ્ઞાન માની અનાચાર સેવી બહુ જ રખડે છે. જો શાસ્ત્રનું ફળ ! × X X જ્ઞાની કહે છે તે કૂંચીરૂપી જ્ઞાન વિચારે, તો અજ્ઞાનરૂપી તાળું ઊઘડી જાય; કેટલાંય તાળાં ઊઘડી જાય. કૂંચી હોય તો તાળું ઊઘડે; બાકી પહાણા માર્યે તો તાળું ભાંગી જાય. X × X જે દૃઢ નિશ્ચય કરે કે ગમે તેમ કરું, ઝેર પીઉં, પર્વત પરથી પડું, કૂવામાં પડું પણ કલ્યાણ થાય તે જ કરું. એનું જાણપણું સાચું. તે જ તરવાનો કામી (ઇચ્છુક, અભિલાષી) કહેવાય. For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ શ્રી વ્યાખ્યાનમાર-૧ ૧. પહેલે ગુણસ્થાનકે ગ્રંથિ છે તેનું ભેદન કર્યા વિના આત્મા આગળના ગુણસ્થાનકે જઈ શકતો નથી. જોગાનુજોગ મળવાથી અકામનિર્જરા કરતો જીવ આગળ વધે છે, ને ગ્રંથિભેદ કરવાની નજીક આવે છે. અહીં આગળ ગ્રંથિનું એટલું બધું પ્રબલપણું છે કે, તે ગ્રંથિભેદ કરવામાં મોળો પડી જઈ અસમર્થ થઈ જઈ પાછો વળે છે; હિમ્મત કરી આગળ વધવા ધારે છે; પણ મોહનીયના કારણથી રૂપાંતર સમજાઈ પોતે ગ્રંથિભેદ કરે છે એમ સમજે છે; અને ઊલટું તે સમજવારૂપ મોહના કારણથી ગ્રંથિનું નિબિડપણું (ગાંઠનું વધારે દ્રઢપણું) કરે છે. તેમાંથી કોઈક જ જીવ જોગાનુજોગ પ્રાપ્ત થયે અકામ નિર્જરા કરતાં અતિ બળવાન થઈ તે ગ્રંથિને મોળી પાડી અથવા પોચી કરી આગળ વધી જાય છે. જે અવિરતિસમ્યફદષ્ટિનામાં ચોથું ગુણસ્થાનક છે; જ્યાં મોક્ષમાર્ગની સુપ્રતીતિ થાય છે. આનું બીજું નામ “બોધબીજ' છે. અહીં આત્માના અનુભવની શરૂઆત થાય છે અર્થાત્ મોક્ષ થવાનું બીજ અહીં રોપાય છે. ૨. આ બોધબીજ ગુણસ્થાનક' - ચોથા ગુણસ્થાનક-થી તેરમા ગુણસ્થાનક સુધી આત્મઅનુભવ એક સરખો છે; પરંતુ જ્ઞાનાવરણીય કર્મની નિરાવરણતાનુસાર જ્ઞાનની વિશુદ્ધતા ઓછી અદકી હોય છે, તેના પ્રમાણમાં અનુભવનું પ્રકાશવું કહી શકે છે. ૫. હાલના સમયમાં જૈનદર્શનને વિશે અવિરતિસમ્યફદષ્ટિનામાં ચોથા ગુણસ્થાનકથી અપ્રમત્તનામા સાતમા ગુણસ્થાનક સુધી આત્મઅનુભવ સ્પષ્ટ સ્વીકારેલ છે. એટલે આ પંચમ કાળમાં પણ સાતમા ગુણસ્થાનક સુધી જઈ શકાય છે. ૮. પાંજરામાં પૂરેલો સિંહ પાંજરાથી પ્રત્યક્ષ જુદો છે, આ સિહ કર્મરૂપી પાંજરામાં પુરાણો છે, એ આત્મા છે. પાંજરાથી જુદો છે. તોપણ બહાર નીકળવાનું સામર્થ્યરહિત છે. તેમજ ઓછા આયુષ્યના કારણથી અથવા સંઘયણાદિ અન્ય સાધનોના અભાવે આત્મારૂપી સિંહ કર્મરૂપી પાંજરામાંથી બહાર આવી શકતો નથી એમ માનવામાં આવે તો તે માનવું કારણ છે. ૨૧. સમ્યકજ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેની એક્યતા તે “મોક્ષ.” તે સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્ર એટલે વીતરાગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. તેનાથી જ આ અનંત સંસારથી મુક્તપણું પમાય છે. For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ૨ શિક્ષામૃત ૨૯. વાટે ચાલતાં એક ફાળિયું કાંટામાં ભરાયું અને રસ્તાની મુસાફરી હજુ છે, તો બની શકે તો કાંટા દૂર કરવા, પરંતુ કાંટા કાઢવાનું ન બની શકે તો તેટલા સારું ત્યાં રોકાઈ રાત ન રહેવું; પણ ફળિયું મૂકી દઈ ચાલી નીકળવું. તેવી જ રીતે જિનમાર્ગનું સ્વરૂપ તથા તેનું રહસ્ય શું છે તે સમજ્યા વિના, અથવા તેનો વિચાર કર્યા વિના અલ્પ અલ્પ શંકાઓ માટે બેસી રહી આગળ ન વધવું તે ઉચિત નથી. જિનમાર્ગ ખરી રીતે જોતાં તો જીવને કર્મક્ષય કરવાનો ઉપાય છે, પણ જીવ પોતાના મતથી ગૂંચાઈ ગયેલ છે. ૪૪. ક્યારેય પણ બાદર અને બાહ્યક્રિયાનો નિષેધ કરવામાં આવ્યો નથી, કારણ કે અમારા આત્માને વિશે તેવો ભાવ કોઈ દિવસ સ્વપ્નેય પણ ઉત્પન્ન થાય તેમ છે નહીં. ૫૧. હજી પણ શંકા કરવી હોય તો કરવી; પણ એટલું તો ચોક્કસપણે શ્રદ્ધવું કે જીવથી માંડી મોક્ષ સુધીનાં જે પાંચ પદ (જીવ છે, તે નિત્ય છે, તે કર્મનો કર્યા છે, તે કર્મનો ભોક્તા છે, મોક્ષ છે) તે છે; અને મોક્ષનો ઉપાય પણ છે. કક. સમ્યકત્વ અચોક્ત રીતે પોતાનું દૂષણ બતાવે છે :- સમકિત બોલે છે. સમકિતને વાચા હોય ? એને જીભ હશે ? પાછું અવળું બોલે છે. સમક્તિ પોતાનું અહંપણું બતાવે છે એમ નથી. ‘મને ગ્રહણ કરવાથી ગ્રહણ કરનારની ઇચ્છા ન થાય તો પણ મારે તેને પરાણે મોક્ષે લઈ જવો પડે છે; માટે ગ્રહણ કરવા પહેલાં એ વિચાર કરવો કે મોક્ષે જવાની ઇચ્છા ફેરવવી હશે તો પણ કામ આવવાની નથી; મને ગ્રહણ કરવા પછી નવમે સમયે મારે તેને મોક્ષે પહોંચાડવો જોઈએ. ગ્રહણ કરનાર કદાચ શિથિલ થઈ જાય તો પણ બને તો તે જ ભવે, અને ન બને તો વધારેમાં વધારે પંદર ભવે મારે તેને મોક્ષે પહોંચાડવો જોઈએ. કદાચ મને છોડી દઈ મારાથી વિરુદ્ધ આચરણ કરે અથવા પ્રબળમાં પ્રબળ એવા મોહને ધારણ કરે તો પણ અર્ધપુદ્ગલપરાવર્તનની અંદર મારે તેને મોક્ષે પહોંચાડવો એ મારી પ્રતિજ્ઞા છે ! અર્થાત્ અહીં સમ્યકત્વની મહત્તા બતાવી છે. ૧૭. સમ્યક્ત્વ કેવળજ્ઞાનને કહે છે :- “હું જીવને મોક્ષે પહોંચાડું એટલે સુધી કાર્ય કરી શકું છું અને તું પણ એ જ કાર્ય કરે છે; તું તેથી કાંઈ વિશેષ કાર્ય કરી શકતું નથી, તો પછી તારા કરતાં મારામાં ન્યૂનતા શાની? એટલું જ નહીં, પરંતુ તને પામવામાં મારી જરૂર રહે છે.” સમકિત ન હોય તો કેવળજ્ઞાન થાય નહીં એ વાત અહીં કૃપાળુદેવે વિશિષ્ટ શૈલીથી કહી છે. ૭૩. જ્ઞાનીના માર્ગને વિશે ચાલનારને કર્મબંધ નથી; તેમ જ તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલનારને પણ કર્મબંધ નથી, કારણ કે ક્રોધ, માન, માયા, લોભાદિનો ત્યાં અભાવ છે; અને તે અભાવના હેતુએ કરી કર્મબંધ ન થાય. તો પણ દરિયાપથ'ને વિશે વહેતાં ઇરિયાપથ'ની ક્રિયા જ્ઞાનીને લાગે છે; અને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલનારને પણ તે ક્રિયા લાગે છે. એટલા માટે પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિ છે. For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ શ્રી વ્યાખ્યાનસાર-૧ ૨૯૩ ૯૧. પરદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી વૃત્તિ બહાર ન જતાં અંતરંગને વિશે રહે છે; અને સ્વરૂપ સમજ્યા પછી તેના થયેલા જ્ઞાનથી તે તેનો વિષય થઈ રહેતાં અમુક અંશે સમજવાથી તેટલો તેનો વિષય થઈ રહેતાં, વૃત્તિ પાધરી બહાર નીકળી પરપદાર્થો વિશે રમણ કરવા દોડે છે; ત્યારે પારદ્રવ્ય કે જેનું જ્ઞાન થયું છે, તેને સૂક્ષ્મભાવે ફરી સમજવા માંડતા વૃત્તિને પાછી અંતરંગમાં લાવવી પડે છે; અને તેમ લાવ્યા પછી વિશેષપણે સ્વરૂપ સમજાયાથી જ્ઞાને કરી તેટલો તેનો વિષય થઈ રહેતાં વળી વૃત્તિ બહાર દોડવા માંડે છે; ત્યારે જાણ્યું હોય તેથી વિશેષ સૂક્ષ્મભાવે ફરી વિચારવા માંડતાં વળી પણ વૃત્તિ પાછી અંતરંગને વિશે પ્રેરાય છે. એમ કરતાં કરતાં વૃત્તિને વારંવાર અંતરંગભાવમાં લાવી શાંત કરવામાં આવે છે; અને એ પ્રમાણે વૃત્તિને અંતરંગમાં લાવતાં લાવતાં આત્માનો અનુભવ વખતે થઈ જાય છે, અને જ્યારે એ પ્રમાણે થાય છે ત્યારે વૃત્તિ બહાર જતી નથી, પરંતુ આત્માને વિશે શુદ્ધ પરિણતિરૂપ થઈ પરિણમે છે; અને તે પ્રમાણે પરિણમવાથી બાહ્ય પદાર્થનું દર્શન સહજ થાય છે. આ કારણોથી પરદ્રવ્યનું વિવેચન કામનું અથવા હેતુરૂપ થાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, પરમાણુ આ પરદ્રવ્યો શા માટે જાણવાં ? એનાં ગુણ લક્ષણો શા માટે જાણવાં ? તે કૃપાળુદેવે અહીં સમજાવ્યું છે. ૯૪. જીવ કર્મબંધ જે કરે છે, તે દેહસ્થિત રહેલો જે આકાશ તેને વિશે રહેલાં જે સૂમ પુલ તેમાંથી ગ્રહીને કરે છે. બહારથી લઈ કર્મ બાંધતો નથી. ૧૦૧. કોઈ જીવ કંઈ પદાર્થ યોજી મરણ પામે, અને તે પદાર્થની યોજના એવા પ્રકારની હોય કે તે યોજેલો પદાર્થ જ્યાં સુધી રહે, ત્યાં સુધી તેનાથી પાપક્રિયા થયા કરે; તો ત્યાં સુધી તે જીવને અવિરતિપણાની પાપક્રિયા ચાલી આવે છે; જો કે જીવે બીજો પર્યાય ધારણ કર્યાથી (દેહ બદલાયાથી) અગાઉના પર્યાય સમયે જે જે પદાર્થની યોજના કરેલી છે તેની તેને ખબર નથી તો પણ, તથા હાલના પર્યાયને સમયે તે જીવ તે યોજેલા પદાર્થની ક્રિયા નથી કરતો તોપણ, જ્યાં સુધી તેનો મોહભાવ વિરતિપણાને નથી પામ્યો ત્યાં સુધી, અવ્યક્તપણે તેની ક્રિયા ચાલી આવે છે. દા.ત. કોઈ શેઠે મિલ ચાલુ કરી હોય અને પછી તે મૃત્યુ પામે તો પણ તે મિલ દ્વારા થતી પાપક્રિયાનાં કર્મ તેને ચાલ્યા આવે છે. સમ્યક્રષ્ટિ થાય પછી ન આવે. એ સમ્યદૃષ્ટિપણાનું માહાત્મ છે. ૧૦૫. મિથ્યાત્વની હાજરી હોય ત્યાં સુધી અવિરતિપણું નિર્મૂળ થતું નથી એટલે જતું નથી; પરંતુ જો મિથ્યાત્વપણું ખસે તો અવિરતિપણાને જવું જ જોઈએ એ નિઃસંદેહ છે; કારણ કે મિથ્યાત્વસહિત વિરતિપણું આદરવાથી મોહભાવ જતો નથી. મોહભાવ કાયમ છે ત્યાં સુધી અત્યંતર અવિરતિપણું રહેતું નથી અને બાહ્ય જો વિરતિપણું આદરવામાં ન આવ્યું હોય તોપણ જો અત્યંતર છે તો સહેજે બહાર આવે છે. ૧૦૮. જો એવી આશંકા કરવામાં આવે કે પાંચ ઇન્દ્રિય અને છઠું મન, તથા પાંચ સ્થાવરકાય અને છઠ્ઠી ત્રસકાય, એમ બાર પ્રકારે વિરતિ આદરવામાં આવે તો લોકમાં રહેલા જીવ અને For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ શિક્ષામૃત અજીવરાશિ નામના બે સમૂહ છે તેમાંથી પાંચ સ્થાવરકાય અને છઠ્ઠી ત્રસકાય મળી જીવરાશિની વિરતિ થઈ; પરંતુ લોકમાં રખડાવનાર (જન્મ-મરણ કરાવનાર) એટલે અજીવરાશિ જે જીવથી પર છે તે પ્રત્યે પ્રીતિ તેનું નિવૃત્તિપણું આમાં આવતું નથી, ત્યાં સુધી વિરતિ શી રીતે ગણી શકાય ? તેનું સમાધાન :- પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનથી જે વિરતિ કરવી છે તેનું જે વિરતિપણું છે તેમાં અજીવરાશિની વિરતિ આવી જાય છે. ૧૩૪. સિદ્ધાંત છે એ પ્રત્યક્ષ છે. જ્ઞાનના અનુભવગમ્યની બાબત છે, તેમાં અનુમાનપણું કામ આવતું નથી. અનુમાન એ તર્કનો વિષય છે, અને તર્ક એ આગળ જતાં કેટલીક વાર ખોટો પણ પડે; પરંતુ પ્રત્યક્ષ જે અનુભવગમ્ય છે તેમાં કાંઈ પણ ખોટાપણું સમાતું નથી. ૧૩૭. યથાપ્રવૃત્તિકરણ, અનિવૃત્તિકરણ, અપૂર્વકરણ ઉપરાંત યુજનકરણ અને ગુણકરણ છે. યુજનકરણને ગુણકરણથી ક્ષય કરી શકાય છે. ૧૩૮. યુજનકરણ એટલે પ્રકૃતિને યોજવી તે. આત્મગુણ જે જ્ઞાન, ને તેનાથી દર્શન, ને તેનાથી ચારિત્ર, એવા ગુણકરણથી યુજનકરણનો ક્ષય કરી શકાય છે. અમુક અમુક પ્રકૃતિ જે આત્મગુણરોધક છે તેને ગુણકરણે કરી ક્ષય કરી શકાય છે. ૧૯. આંખ, જીભાદિ ઇન્દ્રિયોની એકેક આંગળ જેટલી જગો જીતવી જેને મુશ્કેલ થઈ પડે છે, અથવા જીતવું અસંભવિત થઈ પડે છે, તેને મોટું પરાક્રમ કરવાનું અથવા મોટું ક્ષેત્ર જીતવાનું કામ સોંપ્યું હોય તો તે શી રીતે બની શકે? એકદમ ત્યાગ કરવાનો વખત આવે ત્યારની વાત ત્યારે, એ વિચાર તરફ લક્ષ રાખી હાલ તો આસ્તે આસ્તે ત્યાગની કસરત કરવાની જરૂર છે. તેમાં પણ શરીર અને શરીર સાથે સંબંધ રાખતાં સગાસંબંધીઓના સંબંધમાં પ્રથમ અજમાયશ કરવી; અને શરીરમાં પણ આંખ, જીભ અને ઉપસ્થ એ ત્રણ ઇન્દ્રિયોના વિષયના દેશ દેશે (અંશે અંશે) ત્યાગ તરફ પ્રથમ જોડાણ કરાવવાનું છે, અને તેના અભ્યાસથી એકદમ ત્યાગ સુગમતાવાળો થઈ પડે છે. - ૨0૧. ઘનઘાતી એવા ચાર કર્મ મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય, જે આત્માના ગુણને આવરનારાં છે, તે એક પ્રકારે ક્ષય કરવા સહેલાં પણ છે. વેદનીયાદિ કર્મ જે ઘનઘાતી નથી તો પણ તે એક પ્રકારે ખપાવવાં આકરાં છે. તે એવી રીતે કે વેદનીયાદિ કર્મનો ઉદય પ્રાપ્ત થાય તે ખપાવવા સારું ભોગવવાં જોઈએ. તે ન ભોગવવાં તેવી ઇચ્છા થાય તો પણ ત્યાં તે કામ આવતી નથી; ભોગવવા જ જોઈએ; અને જ્ઞાનાવરણીયનો ઉદય હોય તે યત્ન કરવાથી ક્ષય થાય છે. ઉદાહરણ તરીકે, એક શ્લોક જે જ્ઞાનાવરણીયના ઉદયથી યાદ ન રહેતો હોય તે બે, ચાર, આઠ, સોળ, બત્રીસ, ચોસઠ, સો અર્થાત્ વધારે વાર ગોખવાથી જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ અથવા ક્ષય થઈ, યાદ રહે છે; અર્થાત્ બળવાન થવાથી તે તે જ ભવમાં અમુક અંશે ખપાવી શકાય છે, તેમ જ દર્શનાવરણીય કર્મના સબંધમાં સમજવું. મોહનીયકર્મ જે મહા જોરાવર તેમ ભોળું પણ છે, તે For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્રી વ્યાખ્યાનમાર-૧ ૨૯૫ તરત ખપાવી શકાય છે. જેમ તેની આવણી, વેગ આવવામાં જબ્બર છે તેમ તે જલદીથી ખસી પણ શકે છે. મોહનીયકર્મનો તીવ્રબંધ હોય છે, તો પણ તે પ્રદેશબંધ ન હોવાથી તરત ખપાવી શકાય છે. નામ, આયુષ્યાદિ કર્મ, જેનો પ્રદેશબંધ હોય છે તે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય પછી પણ છેડા સુધી ભોગવવા પડે છે; જ્યારે મોહનીયાદિ ચાર કર્મ તે પહેલાં ક્ષય થાય છે. ૨૦૫. ‘વિભાવ” એટલે ‘વિરુદ્ધભાવ' નહીં, પરંતુ વિશેષભાવ.” આત્મા આત્મારૂપે પરિણમે તે “ભાવ” છે, અથવા “સ્વભાવ' છે. જ્યારે આત્મા અને જડનો સંયોગ થવાથી આત્મા સ્વભાવ કરતાં આગળ જઈ વિશેષભાવે’ પરિણમે તે વિભાવે છે. આ રીતે જડને માટે પણ સમજવું. ૨૧૯. જ્ઞાન બે પ્રકારે બતાવવામાં આવ્યું છે. આત્મા ઇન્દ્રિયોની સહાય વિના સ્વતંત્રપણે જાણે દેખે તે આત્મપ્રત્યક્ષ. આત્મા ઇન્દ્રિયોની સહાય વડે કરી એટલે આંખ, કાન, જિલ્લાદિક વડે જાણે દેખે તે ઇન્દ્રિયપ્રત્યક્ષ છે. વ્યાઘાત અને આવરણના કારણને લઈને ઇન્દ્રિયપ્રત્યક્ષ ન હોય તેથી આત્મપ્રત્યક્ષને બાધ નથી. જ્યારે આત્માને પ્રત્યક્ષ થાય છે ત્યારે ઇન્દ્રિયપ્રત્યક્ષ સ્વયમેવ થાય છે. અર્થાત્ ઇન્દ્રિયપ્રત્યક્ષનું જે આવરણ તે દૂર થયે જ આત્મપ્રત્યક્ષ છે. ૨૨૨. ધર્મ સંબંધી (શ્રી રત્નકરંડ શ્રાવકાચાર) : આત્માને સ્વભાવમાં ધારે તે ધર્મ. આત્માનો સ્વભાવ તે ધર્મ. સ્વભાવમાંથી પરભાવમાં ન જવા દે તે ધર્મ. પરભાવ વડે કરીને આત્માને દુર્ગતિએ જવું પડે તે ન જવા દેતાં સ્વભાવમાં ધરી રાખે તે ધર્મ. સમ્યફશ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ; ત્યાં બંધનો અભાવ છે. સમ્યકજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્મચારિત્ર એ રત્નત્રયીને શ્રી તીર્થકરદેવ ધર્મ કહે છે. પદ્રવ્યનું શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ. જે સંસારપરિભ્રમણથી છોડાવી ઉત્તમ સુખમાં ધરી રાખે તે ધર્મ. આપ્ત એટલે સર્વ પદાર્થોને જાણી તેના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ કરનાર. આગમ એટલે આખે કહેલા પદાર્થની શબ્દ દ્વારાએ કરી રચનારૂપ શાસ્ત્ર. આપ્તનાં પ્રરૂપ્યાં શાસ્ત્રાનુસાર આચરણ કરવાવાળા, આપ્તના દર્શાવેલા માર્ગે ચાલનારા તે સદ્ગુરુ. સમ્યક્દર્શન એટલે સત્ય આખ, શાસ્ત્ર અને ગુરુનું શ્રદ્ધાન. સમ્યફદર્શન ત્રણ મૂઢતા કરી રહિત, નિઃશંકાદિ આઠ અંગ સહિત, આઠ મદ અને છ અનાયતનથી રહિત છે. સાત તત્ત્વ અથવા નવ પદાર્થના શ્રદ્ધાનને શાસ્ત્રમાં સમ્યક્દર્શન કહ્યું છે. પરંતુ દોષરહિત શાસ્ત્રના ઉપદેશ વિના સાત તત્ત્વનું શ્રદ્ધાન કેવી રીતે થાય ? નિર્દોષ આખ વિના સત્યાર્થ આગમ શી રીતે પ્રગટ થાય ? તેથી સમ્યક્દર્શનનું મૂળ કારણ સત્યાર્થ આપ્ત જ છે. આપ્તપુરુષ ક્ષુધાતૃષાદિ અઢાર દોષ રહિત હોય છે. ધર્મનું મૂળ આખ ભગવાન છે. આખ ભગવાન નિર્દોષ, સર્વજ્ઞ અને હિતોપદેશક છે. For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ શ્રી વ્યાખ્યાનમાર-૨ ૧. જ્ઞાન વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે હોય છે; એકલાં ન હોય. ૨. વેરાગ્ય શૃંગાર સાથે ન હોય, અને શૃંગાર સાથે વેરાગ્ય ન હોય. . ૩. વીતરાગવચનની અસરથી ઇંદ્રિયસુખ નીરસ ન લાગ્યાં તો જ્ઞાનીનાં વચનો કાને પડ્યાં જ નથી, એમ સમજવું. ૪. જ્ઞાનીનાં વચનો વિષયનું વમન, વિરેચન કરાવનારાં છે. ૫. છેવસ્થ એટલે આવરણયુક્ત. ૭. શેલેશીકરણ - શૈલ = પર્વત + ઈશ = મોટા, એટલે પર્વતોમાં મોટા મેરુ જેવા અકંપ ગુણવાળા. ગંગાસતી તેમનાં ભજનમાં કહે છે કે :- “મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં” એ જ પ્રમાણે આ કહ્યું છે. ૭. અકંપ ગુણવાળા = મન, વચન, કાયાના યોગની સ્થિરતાવાળા. ૮. મોક્ષમાં આત્માના અનુભવનો જો નાશ થતો હોય તો તે મોક્ષ શા કામનો ? ૯. આત્માનો ઊર્ધ્વ સ્વભાવ છે. આત્માનો સ્વભાવ જ ઊંચે ઊડવાનો છે. એટલે આ ખોળિયામાંથી નીકળી એ સીધો સરેરાટ પહેલાં ઊંચે જાય પણ એની સાથે કર્મ હોય એટલે એ નીચે આવે. તે પ્રમાણે પ્રથમ ઊંચો જાય અને વખતે સિદ્ધશિલાએ ભટકાય; પણ કર્મરૂપી બોજો હોવાથી નીચે આવે. નીચે આવીને જ્યાં ગર્ભ ધારણ કરવો હોય ત્યાં કરે. કેવી રીતે તો કહે છે કે - For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ શ્રી વ્યાખ્યાનસાર-૨ જેમ ડૂબેલો માણસ ઉછાળાથી એક વખત ઉપર આવે છે તેમ. તરતા ન આવડતું હોય એવો માણસ ડૂબે તો પણ એ ઉપર આવે, એક અડધી મિનિટ આવે અને પછી ડૂબી જાય. ૧૦. ભરતેશ્વરની કથા. (ભરત ચેત, કાળ ઝપાટા દેત.) ભરત ચક્રવર્તીને એવા નોકર રાખવાની શી જરૂ૨ ? તેમણે એવા નોકરો રાખેલા કે જેની ફરજ એ જ કે આખો વખત કહ્યા કરે કે “ભરત, ચેત ! કાળ ઝપાટા દેત.” ૧૧. સગર ચક્રવર્તીની કથા. (૬૦,૦૦૦ પુત્રોના મૃત્યુના શ્રવણથી વૈરાગ્ય) ૧૨. નમિરાજર્ષિની કથા. (મિથિલા બળતી દેખાડી વગેરે.) મિથિલા નગરી બળતી દેખાડી તો કહે કે એમાં મારું કાંઈ બળતું નથી. ✩ 3 ૧૩. આયુ:કર્મ પૃથ્વી સમાન છે; અને બીજા કર્મો ઝાડ સમાન છે. (જો પૃથ્વી હોય તો ઝાડ હોય.) આયુષ્ય કર્મ ઉપર બીજાં કર્મો ઝાડ જેમ ઊગ્યાં હોય છે. આયુષ્યકર્મ તમારું જો ક્ષય થઈ જાય તો પછી બીજાં ઝાડ (કર્મ) હોય નહીં. ૧૪. આયુષ્યના બે પ્રકાર છે :- (૧) સોપક્રમ અને (૨) નિરૂપક્રમ. આમાંથી જે પ્રકારનું બાંધ્યું હોય તે પ્રકારનું ભોગવાય છે. ૨૯૭ પર્યાય ઉત્પન્ન થાય અને વ્યય પણ થાય. ૧૭. જિન અને જૈન શબ્દનો અર્થ : ४ ૯. દ્રવ્ય ધ્રુવ, સનાતન છે. આત્મા અને બીજાં દ્રવ્યો ધ્રુવ સનાતન છે. ધ્રુવ એટલે કાયમ રહેનારાં, દ્રવ્ય છે. જે પર્યાય છે એ ઉત્પન્ન થાય અને એનો નાશ થાય. પર્યાય બદલાય તોય દ્રવ્ય ધ્રુવ અને સનાતન છે. ૧૦. પર્યાય ઉત્પાદવ્યયવંત છે. For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શિક્ષામૃત ઘટ ઘટ અંતર્ જિન બસે, ઘટ ઘટ અંતર્ જેન, મત મદિરાકે પાનસે, મતવારા સમજે ન. (સમયસાર નાટક) પોતાના હૃદયમાં જિનેશ્વરનો વાસ છે. પણ જૈનોમાં ભેદ રહેલા છે. મતરૂપી, સંપ્રદાયરૂપી મદિરા-દારૂ પીને મસ્ત થઈને પોતાને જૈન કહેવડાવતા ફરે છે. આવા મતવાળા જૈન ધર્મને સમજી શકે તેમ નથી. ૨૦. જેનધર્મનો આશય, દિગંબર તેમજ શ્વેતાંબર આચાર્યોનો આશય ને દ્વાદશાંગીનો આશય માત્ર આત્માનો સનાતન ધર્મ પમાડવાનો છે અને તે જ સારરૂપ છે. આ વાતમાં કોઈ પ્રકારે જ્ઞાનીઓનો વિકલ્પ નથી. તે જ ત્રણે કાળના જ્ઞાનીઓનું કહેવું છે, હતું અને થશે; પણ તે નથી સમજાતું એ જ મોટી આંટી છે. ૩૦. જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે શાંતપણામાં વિચરે તો અંતર્મુહૂર્તમાં મુક્ત થાય છે. ૩. આત્મા છે. આત્મા નિત્ય છે. પ્રમાણો :આત્મા છે, આત્મા નિત્ય છે એ અમે કેવી રીતે માનીએ ? (૧) બાલકને ધાવતાં ખટખટાવવાનું કોઈ શીખવે છે ? તે પૂર્વાભ્યાસ છે. બાળક જન્મે અને તરત જ ખટખટાવે છે. (૨) સર્પ અને મોરને; હાથી અને સિંહને; ઉંદર અને બિલાડીને સ્વાભાવિક વૈર છે. તે કોઈ શીખવાડતું નથી. પૂર્વ ભવના વેરની સ્વાભાવિક સંજ્ઞા છે, પૂર્વજ્ઞાન છે. ૧૬. “આશય આનંદઘન તણો, અતિ ગંભીર ઉદાર; બાલક બાંય પસારીને, કહે ઉદધિ વિસ્તાર, જેમ બાળકને પૂછવામાં આવે કે સમુદ્ર કેવો હોય ? તો તે તેનો જવાબ પોતાની બાંય For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ શ્રી વ્યાખ્યાનમાર-૨ ૨૯૯ પસારીને કહે છે કે આવડો મોટો, પણ તે સાચું નથી. તેવી જ રીતે શ્રી આનંદઘનજી દ્વારા સ્તવનો, પદોમાં જે આશય વર્ણવવામાં આવેલ છે તે અતિ ગંભીર અને ઉદારભાવ સાથેનો છે તે અજ્ઞાનીથી કેમ સમજી શકાય ? ૨. મોક્ષમાર્ગ એ અગમ્ય તેમજ સરળ છે. અગમ્ય એટલે ગમ પડે તેવો નથી, પહેલા તો ત્યાં જ મુશ્કેલી છે, એટલે દુર્ઘટ છે, તેમ સરળ પણ છે, એમ બન્ને કહ્યું. હવે કૃપાળુદેવ સમજાવશે કે અગમ્ય કેવી રીતે અને સરળ કેવી રીતે. અગમ્ય :- માત્ર વિભાવ દશાને લીધે મતભેદો પડવાથી કોઈ પણ સ્થળે મોક્ષમાર્ગ સમજાય તેવું રહ્યું નથી. કોઈ પણ પંથ કે વાડામાં મોક્ષમાર્ગ સમજાય તેવું રહ્યું નથી. અને તેને લીધે વર્તમાનમાં અગમ્ય છે. માણસ મરી ગયા પછી અજ્ઞાન વડે નાડ ઝાલીને વેદાં કરવાના ફળની બરાબર મતભેદ પડવાનું ફળ થયું છે. અને તેથી મોક્ષમાર્ગ સમજાય તેમ નથી. સરળ :- મતભેદની કડાકૂટ જવા દઈ આત્મા અને પુગલ વચ્ચે વહેંચણી કરી શાંતપણે આત્મા અનુભવવામાં આવે તો મોક્ષમાર્ગ સરળ છે; અને દૂર નથી. દૂર તો ક્યાં છે ? આપણો આત્મા આપણાથી તલભાર દૂર નથી, છતાં ખબર નથી કે આપણે કોણ છીએ! જેમ કે એક ગ્રંથ વાંચતાં કેટલોક વખત જાય અને તેને સમજતાં વધારે વખત જવો જોઈએ; તે પ્રમાણે અનેક શાસ્ત્રો છે તે એકેક વાંચ્યા પછી તેનો નિર્ણય કરવા માટે બેસવામાં આવે તો તે હિસાબે પૂર્વાદિકનું જ્ઞાન અને કેવળજ્ઞાન કેમે પ્રાપ્ત થાય નહીં, અર્થાત્ તેમ ભણવામાં આવતાં હોય તો કોઈ દિવસ પાર આવે નહીં; પણ તેની સંકલના છે, ને તે શ્રી ગુરુદેવ બતાવે છે કે અંતર્મુહૂર્તમાં મહાત્માઓ તે પ્રાપ્ત કરે છે. શ્રી કૃપાળુદેવ કહે છે : ૧૩. અમારી આજ્ઞાએ વર્તતાં પાપ લાગે તો તે અમે અમારે શીર ઓઢી લઈએ છીએ; કારણ કે જેમ રસ્તા ઉપર કાંટા પડ્યા હોય તે કોઈને વાગશે એમ જાણી માર્ગે ચાલતાં ત્યાંથી ઉપાડી લઈ કોઈને જ્યાં ન લાગે તેવી બીજી એકાંત જગોએ કોઈ મૂકે તો કાંઈ તેણે રાજ્યનો For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શિક્ષામૃત ગુનો કર્યો કહેવાય નહીં; તેમ રાજા તેને દંડ કરે નહીં, તેમ મોક્ષનો શાંત માર્ગ બતાવતાં પાપ કેમ સંભવે ? ૧૪. જ્ઞાનીની આજ્ઞાએ ચાલતાં જ્ઞાનગુરુએ ક્રિયાઆશ્રયી યોગ્યતાનુસાર કોઈને કાંઈ બતાવ્યું હોય અને કોઈને કાંઈ બતાવ્યું હોય તેથી મોક્ષ (શાંતિ)નો માર્ગ અટકતો નથી. જ્ઞાની તો દરેકને ભૂમિકા પ્રમાણે બતાવે. તમે બાળકને જમ્યા પછી દૂધ પીવડાવો તો ઠીક છે પણ જમ્યા પછી તરત ઘેબર ખવરાવો તો ? દરેકની ભૂમિકા જ્ઞાની જોઈ રહ્યા હોય કે આ કઈ ભૂમિકા પર છે, ત્યાંથી એક પગલું આગળ ચાલે એવું જ બતાવે એટલે બધાનું સરખું હોય નહીં. જે પુમાન પરધન હરે, સો અપરાધી અજ્ઞ, જે અપનો ધન વિવહરે, સો ધનપતિ ધર્મજ્ઞ (સમયસાર નાટક - શ્રી બનારસીદાસ) જે પુરુષ જડ, પર ઘન અથવા પર સમય ગ્રહણ કરે છે તે અપરાધી અને અજ્ઞાની છે પણ જે પોતાનું ધન અથવા સ્વસમય, ચૈતન્યમય દશાનો વ્યવહાર કરે છે તે ધનપતિ અને ધર્મને કરવાવાળો કહેવાય છે. તે જ પોતાની આંતર્ સંપત્તિનો ધણી છે. ૨૩. णग्गो विमोक्खमग्गो, सेसा य उम्मग्गया सव्वे નાગાનો એટલે નગ્ન સ્થિતિવાળાનો મોક્ષમાર્ગ છે, બાકી તો ઉન્મત માર્ગ છે. નગ્ગો એટલે જેણે આત્મા ઉપરના કષાયો ખંખેરી નાખ્યા છે, નાશ કરી નાખ્યા છે તે. આવી સ્થિતિવાળાને નગ્ન કહેવાનો ભાવાર્થ છે. ૪. નિર્જરાનો અસંખ્યાતગુણો ઉત્તરોત્તર ક્રમ છે, સમ્યક્દર્શન પામેલ નથી, (જે ચોથે ગુણ સ્થાનકે આવેલ નથી,) એવા મિથ્યાષ્ટિ જીવ કરતાં સમદષ્ટિ અસંખ્યાતગુણી નિર્જરા કરે છે. For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ શ્રી વ્યાખ્યાન સાર-૨ ૩૦૧ ૨૦ ૪. દશવૈકાલિકમાં પહેલી ગાથા : धम्मो मंगलमुक्किटुं, अहिंसा संजमो तवो; देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो. એમાં સર્વ વિધિ સમાઈ જાય છે. પણ અમુક વિધિ એમ કહેવામાં આવેલ નથી તેથી એમ સમજવામાં આવે છે કે સ્પષ્ટપણે વિધિ બતાવ્યો નથી. ૬. સર્વોત્કૃષ્ટ શાંત સ્વભાવ કરવાથી પરસ્પર વૈરવાળા પ્રાણીઓ પોતાનો વેરભાવ છોડી દઈ શાંત થઈ બેસે છે, એવો શ્રી તીર્થકરનો અતિશય છે. તીર્થકરા અને મહાન આત્માઓ હોય એની પાસે એક બાજુ સિંહ હોય ને સામે બકરી બંટી હોય તો પણ જ્ઞાનની શાંતિની દશા તેમના પર એવી અસર કરે છે કે પોતાનું કુદરતી વૈર એને કાંઈ યાદ આવ નહીં. ૩૦ 'कम्मदव्वेहिं संमं, संजोगो होई जो उ जीवस्स; सो बन्धो नायव्वो, तस्स विओगो भवे मुक्खो.' અર્થ :- કર્મદ્રવ્યની એટલે પુદ્ગલદ્રવ્યની સાથે જીવનો સંબંધ થવો તે બંધ. તેનો વિયોગ થવો તે મોક્ષ. સંમમ્ = સારી રીતે સંબંધ થવો, ખરેખરી રીતે સંબંધ થવો, જેમ તેમ કલ્પના કરી સંબંધ થયાનું માની લેવું તેમ નહીં. ૧૯. સમ્યગ્દષ્ટિ પુરુષને નાખુદાની માફક પવન વિરુદ્ધ હોવાથી વહાણ મરડી રસ્તો બદલવો પડે છે. તેથી તેઓ પોતે લીધેલો રસ્તો ખરો નથી એમ સમજે છે, તેમ જ્ઞાની પુરુષો ઉદયવિશેષને લઈને વ્યવહારમાં પણ અંતરાત્મદષ્ટિ ચૂકતા નથી. નાખુદા દરિયામાં વહાણને લઈ જાય છે. એમાં ભમરી આવી, જો ત્યાં લઈ જાય તો તો વહાણ ભમરીમાં ચક્કર ખાય અને ડૂબે, એટલે નાખુદા વહાણને પહેલાં આમ તેમ આડું અવળું લઈ જાય અને પછી માર્ગે ચઢાવે. એ નાખુદાને (કેપ્ટન) ખબર છે કે હું જાણી જોઈને મારા વહાણને થોડું બીજે રસ્તે ચલાવું છું. એમ જ્ઞાની મહાત્માઓ હોય એને ઉદય વિશેષ હોય તો એ લોકો જાણે કે, ઉદય આત્માના જોર કરતાં વધારે જોરવાળો છે, છતાં અંતર્મુખપણાને છોડી દેતાં નથી. તમાં જ રહે છે. For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ આવ્યંતર પરિણામ અવલોકન હાથનોંધ - ૧ હાથનોંધનાં આ લખાણો કૃપાળુદેવે એકાંતમાં કર્યાં હતાં. પોતાના આત્મા સાથે તે સમયે તેમણે જે વિચારો કર્યા તે ઉતારી લીધા છે. શુદ્ધ એવા સ્ફટિકને વિશે અન્ય રંગનું પ્રતિભાસવું થવાથી તેનું જેમ મૂળ સ્વરૂપ લક્ષગત થતું નથી, તેમ શુદ્ધ નિર્મળ એવું આ ચેતન અન્ય સંયોગના તાદામ્યવત્ અધ્યાસે પોતાના સ્વરૂપનો લક્ષ પામતું નથી. અન્ય સંયોગ એટલે આ શરીર. શરીર એટલે ત્રણે શરીર-સ્થૂળ- દારિક શરીર, સૂક્ષ્મતૈજસ્ શરીર અને કાશ્મણ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એની સાથે આત્માનો સંયોગ તો થયો છે. એની સાથે એકમેક થવાથી એ પોતાના સ્વરૂપનો લક્ષ પામતું નથી. અહીંયાં સ્ફટિક હોય, દેખનારા તમે જુદા છો. અહીં ધારો કે મેં સ્ફટિકની પાછળ ગુલાબી રંગનું કાર્ડ ધર્યું હોય તો તમને સ્ફટિકનો રંગ કેવો લાગશે? ગુલાબી લાગશે. પીળું કાર્ડ ધર્યું હોય તો પીળો લાગશે, કાળું ધર્યું હોય તો કાળો લાગશે. ત્યારે ખરેખર સ્ફટિક કેવો છે ? પારદર્શક (Transparent) સફેદ છે. તો બોલો પેલામાં ભૂલ ખાઈ જવાય ને ? એ તાદાસ્ય અધ્યાસ આપણા શરીર સાથેનો છે, એ છોડવો જોઈએ. શરીર સાથે તાદાભ્યા અધ્યાસ એટલે ‘શરીર જ હું છું એમ માનવું છે. અને હું કોણ છું એ ખબર નથી. એ શરીર એટલે તો આ કપડું, મેં પહેર્યું છે તે, એને કાઢી શકાય, આપણે રોજ કાઢીએ છીએ, એમ આ શરીરને બદલવાનો વખત તો આવે જ છે. તમે માનો કે ન માનો તો પણ આવે જ છે. યત્કિંચિત્ પર્યાયાંતરથી એ જ પ્રકારે જૈન, વેદાંત, સાંખ્ય, યોગાદિ કહે છે. જૈન પણ આમ કહે છે. વેદાંત પણ આમ કહે છે. સાંખ્ય પણ આમ કહે છે. યોગ સાધનારા પણ આમ કહે છે. બધું એકનું એક છે. For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ આત્યંતર પરિણામ અવલોકન ૩૦૩ હવે આમાં આત્માને ઓળખવો હોય તો મુશ્કેલ તો છે જ કારણ કે સ્ફટિક રંગે જ જુદો દેખાય છે. સહજ જે પુરુષ આ ગ્રંથમાં સહજ નોંધ કરે છે, તે પુરુષ માટે પ્રથમ સહજ તે જ પુરુષ લખે છે. ડાયરીમાં જે નોંધ કરી છે તે વિશે કૃપાળુદેવ કહે છે કે હું પોતે મારા માટે લખું છું.” એટલે એ બધું કાંઈ આપણા માટે છે નહીં, પણ આપણે એના પગલે ચાલીએ અને એ દશાએ પહોંચીએ તો તે આપણા માટે પણ છે. તેની હમણાં એવી દશા અંતરંગમાં રહી છે કે કંઈક વિના સર્વ સંસારી ઇચ્છાની પણ તેણે વિસ્મૃતિ કરી નાખી છે. ' કાંઈક ઇચ્છા તે પણ ઉદયમાં હોય છે. દાખલા તરીકે વેદનો ઉદય એટલે ગૃહસ્થાશ્રમ. એ સિવાય ક્યારેય કોઈપણ ચીજની ઇચ્છા થતી નથી. એવી તેમની દશા છે. તે કંઈક પામ્યો પણ છે, અને પૂર્ણનો પરમ મુમુક્ષુ છે, છેલ્લા માર્ગનો નિશંક જિજ્ઞાસુ છે. મોક્ષે પહોંચવું એ તો નિઃશંક, એનો જિજ્ઞાસુ છે. હમણાં જે આવરણો તેને ઉદય આવ્યાં છે, તે આવરણોથી એને ખેદ નથી, પરંતુ વસ્તુભાવમાં થતી મંદતાનો ખેદ છે. આ અહીયાં એની પરીક્ષા છે, એ એનો પુરુષાર્થ છે. એને ખેદ થાય તો કચાશ છે. મારગ રોકે છે. મારે જલદી મોશે પહોંચવું છે, અને આ રોકે છે. એમાં મંદ ગતિ થઈ જાય છે એનો ખેદ છે. તે ધર્મની વિધિ, અર્થની વિધિ, કામની વિધિ, અને તેને આધારે મોક્ષની વિધિને પ્રકાશી શકે તેવો છે. ઘણા જ થોડા પુરુષોને પ્રાપ્ત થયો હશે એવો એ કાળનો ક્ષયોપશમી પુરુષ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ જો લોકોને સમજાવવું હોય તો સમજાવી શકાય એવું છે. આ કાળમાં ક્ષયોપશમી એટલે અનુભવ અને બુદ્ધિ બન્નેની શક્તિવાળો હોય એવો પુરુષ છે. તેને પોતાની સ્મૃતિ માટે ગર્વ નથી, તર્ક માટે ગર્વ નથી, તેમ તે માટે તેનો પક્ષપાત પણ નથી; તેમ છતાં કંઈક બહાર રાખવું પડે છે, તેને માટે ખેદ છે. કાંઈપણ ભૂલે નહીં. શતાવધાની થયા. સો ચીજ યાદ રાખે અને અત્યારે ને અત્યારે કહી દે, For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ કોઈ એની સ્મરણશક્તિ કેવી હશે ! તો પણ તેને માટે તેને ગર્વ નથી. બોલાઈ જવાય છે, આવ્યો અને એની પાસે મોઢું ઊઘડી જાય છે એનો ખેદ છે. શિક્ષામૃત મુમુક્ષુ તેનું અત્યારે એક વિષય વિના બીજા વિષયપ્રતિ ઠેકાણું નથી. તે પુરુષ જો કે તીક્ષ્ણ ઉપયોગવાળો છે. તથાપિ તે તીક્ષ્ણ ઉપયોગ બીજા કોઈપણ વિષયમાં વાપરવા તે પ્રીતિ ધરાવતો નથી. તીક્ષ્ણ ઉપયોગવાળો એટલે તીક્ષ્ણ રીતે અંદર જાગૃત છે, કે ક્યાંય કષાય કે નોકષાય કે રાગદ્વેષ ઊભા થતા નથી ને, તે ઉપયોગ પોતાને કાંઈ નુકસાન કરવામાં વાપરવાની ઇચ્છા ધરાવતો નથી. કૃપાળુદેવે અહીં નાટક અને સંવાદની શૈલીએ ગુણસ્થાનકની સમજ માર્મિક રીતે આપી છે. એકવાર તે સ્વભુવનમાં બેઠો હતો. તે એટલે કોણ ? કૃપાળુદેવ પોતે સ્વભુવનમાં બેઠા હતા. અંદર જ જોતા હતા. જગતમાં કોણ સુખી છે, તે જોઉં તો ખરો, પછી આપણે આપણે માટે વિચાર. એની એ જિજ્ઞાસા પૂર્ણ કરવા અથવા પોતે તે સંગ્રહસ્થાન જોવા ઘણા પુરુષો (આત્માઓ), ઘણા પદાર્થો તેની સમીપે આવ્યા. સ્ટેજ ઉપર શું આવ્યું ? ઘણા જીવો, પુરુષો. જીવો અને પદાર્થો પણ આવ્યા. ‘એમાં કોઈ જડ પદાર્થ હતો નહીં.’ ‘કોઈ એકલો આત્મા જોવામાં આવ્યો નહીં.' એકલો એટલે જેને આ પુદ્ગલ ન વળગ્યું હોય. માત્ર એકલો આત્મા, એ કોઈ હતું નહીં. માત્ર કેટલાક દેહધારીઓ હતા. એટલે આત્મા તો ખરા પણ એણે દેહનું ખોખું પહેર્યું હતું. જેઓ મારી નિવૃત્તિને માટે આવ્યા હોય એમ તે પુરુષને શંકા થઈ. મને છોડાવવાના માટે આવ્યા હોય એમ શંકા થઈ. વાયુ, અગ્નિ કે પાણી, ભૂમિ એ કોઈ કેમ આવ્યું નથી ? વાયુ, પાણી, અગ્નિ, ભૂમિ એટલે પૃથ્વી એ કેમ આવ્યા નથી તો કહે કે ભાઈ, તમારે તો આ જગતમાં સુખી કોણ છે એ જોવું છે ને તો આ લોકો તો અત્યારે એકેન્દ્રિયમાં છે. એટલે નેપથ્યમાંથી, આકાશમાંથી બોલ્યા કે : (નેપથ્ય) તેઓ સુખનો વિચાર પણ કરી શકતા નથી. દુઃખથી બિચારાં પરાધીન છે. For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ આત્યંતર પરિણામ અવલોકન ૩૦૫ દુ:ખ ! હા એક જ ઇન્દ્રિય છે. બીજુ કાંઈ નથી. ત્યારે બે ઇન્દ્રિય જીવો કેમ આવ્યા નથી? (નેપથ્થ) એને માટે પણ એ જ કારણ છે. આ ચક્ષુથી જુઓ. મારે વારેઘડીએ કહેવું એના કરતાં આ ચક્ષુથી જુઓ. અને પછી દિવ્ય નેત્રો આપ્યાં, ચક્ષુ ચટાવ્યો કે જેથી જેમ હોય તેમ દેખી શકે. આ અત્યારે દેખાય છે તેમ નહીં, પણ ખરેખરું શું સ્વરૂપ છે એ દેખી શકાય. તેઓ બિચારાંને કેટલું બધું દુઃખ છે? તેનો કંપ, તેનો થરથરાટ, પરાધીનપણું ઇત્યાદિક જોઈ શકાય તેવું નહોતું, તે બહુ દુઃખી હતાં. (નેપથ્થ) એ જ ચક્ષુથી હવે તમે આખું જગત જોઈ લ્યો. પછી બીજી વાત કરો. કોને ? બે ઇન્દ્રિય જીવોને. આપણે આ બધામાંથી પસાર થતા આવ્યા છીએ. જોઈએ ને તો ત્યાં અરેરાટી છૂટી જાય કે અરર ! આટલાં બધાં દુઃખી. અવાજ આવ્યો કે હવે તમે આ ચક્ષુથી આખું જગત જોઈ લ્યો. કોણ સુખી છે ? આ ચર્મચક્ષુથી એ નહીં દેખાય પણ આ એને બીજા ચક્ષુ આપ્યા એનાથી જોઈ લ્યો. પછી બીજી વાત કરો. ઠીક ત્યારે, દર્શન થયું, આનંદ પામ્યો; પણ પાછો ખેદ જન્મ્યો. આ જોવા મળ્યું તેથી આનંદ થયો પણ પાછું જોઈને પોતાને ખેદ થયો. શું ખેદ થયો ? (નેપથ્થ) હવે ખેદ કાં કરો છો? જવાબ આપે છે. મને દર્શન થયું તે શું સમ્યફ હતું? જે જોયું એ જ પ્રમાણે સાચું હતું ? “હા.” સમ્યફ હોય તો પછી ચક્રવર્યાદિક તે દુઃખી કેમ દેખાય? એમાં તો ચક્રવર્તી રાજા હતો, એ પણ દુઃખી દુ:ખી હતો. કોઈ પ્રશ્ન એમ કરે કે ચક્રવર્તીને શું દુઃખ ? એને કાંઈ દુઃખ હોય ? જેને મોટા વેપાર હોય, મોટા કારખાનાં હોય એના માલિકને પૂછી જોજો. તો પછી આ તો ચક્રવર્તી છે. એને તો કેટલીયે જાતના અંદર પ્રોબ્લેમ્સ (Problems) હોય, અને મૂંઝવણ થાય એવું હોય ત્યારે ‘દુઃખી હોય તે દુઃખી, અને સુખી હોય તે સુખી દેખાય.” તાલ : For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શિક્ષામૃત ભાઈ, તમને જે દર્શન થયું ને તે સાચું છે. ચક્રવર્તી બહુ દુઃખી હોય. એ દુઃખી છે માટે દુઃખી દેખાયા. સુખી હોય તે સુખી દેખાય. ચક્રવર્તી તો દુઃખી નહીં હોય? “જેમ દર્શન થયું તેમ શ્રદ્ધો.” વિશેષ જોવું હોય તો ચાલો મારી સાથે. જેમ તમને આ દર્શન થયું, તમે જે સ્ટેજ પર જુઓ છો તે પર શ્રદ્ધા રાખો. તેમ શ્રદ્ધાં.” અત્યારે તો દલીલ કરવી નકામી છે. વિશેષ જોવું હોય તો ચાલો મારી સાથે. “એમ કહી એને બતાવવા નીકળ્યા એટલે ચક્રવર્તી બેઠા છે ત્યાં સ્ટેજ ઉપર આવે છે.” ચક્રવર્તીના અંતઃકરણમાં પ્રવેશ કર્યો. અંતઃકરણ જોઈને પેલું દર્શન સમ્યફ હતું એમ મેં માન્યું. આહાહા ! આ તો બહુ દુઃખી છે. તેનું અંતઃકરણ બહુ દુઃખી હતું. ચક્રવર્તીને શેનો ભય હોય એમ તમારો પ્રશ્ન હોય તો એને પણ ભય હોય. નવા દેશ જીતવાના હોય, જે છે એ પણ બીજા કોઈ જીતી ન જાય એનો ભય હોય. એનું રક્ષણ કરવાનું હોય છે. અનંત ભયના પર્યાયથી તે થરથરતું હતું. કાળ આયુષ્યની દોરીને ગળી જતો હતો. એને પણ આવરદા રોજ કપાતી હતી. એને પણ મૃત્યુ આવવાનું હતું. હાડમાંસમાં એની વૃત્તિ હતી, કાંકરામાં તેને પ્રીતિ હતી, ક્રોધ, માનનો તે ઉપાસક હતો. એની વૃત્તિ, એની જે મહારાણીઓ હોય એની સાથે, વિષય, ભોગ ભોગવવામાં હતી. તે તો હાડમાંસનાં પૂતળાં હતાં. બીજું શું હતું ? કાંકરા એટલે રૂપિયા. મિલકત. એનો ભંડાર પૈસાથી છલકાવો જ જોઈએ. તિજોરી અને બેન્ક બેલેન્સ વધવું જ જોઈએ. એને ક્રોધ થાય ત્યારે આગલાને ચપટીમાં ચોળી નાંખું એમ થાય. અને માન એવું ઊપજે કે ચક્રવર્તી જેવો અહંકાર કોઈને હોય નહીં. એટલે તે ક્રોધ, માનનો ઉપાસક હતો. બહુ દુ:ખ તમારે મજા થઈ ગઈ. આજે તમને નાટક જોવા મળશે. નાટક પૈસા ખરચીને જોવા જઈએ છીએ. પણ આ નાટક તો ચૌદ ગુણસ્થાનકનું છે. આપણું પોતાનું છે. વારુ, આ દેવોનું દર્શન પણ સમ્યક સમજવું? આ દેવોની અંદર દાખલ થયો અને મેં જે જોયું એ શું બરાબર હતું ? For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ આત્યંતર પરિણામ અવલોકન ૩૦૭ નિશ્ચય કરવા માટે ઇન્દ્રના અંતઃકરણમાં પ્રવેશ કરીએ. સાધારણ દેવ નહીં, પણ ઇન્દ્રના અંતઃકરણમાં પ્રવેશ કરીએ. ચાલો ત્યારે – (તે ઇન્દ્રની ભવ્યતાથી ભૂલ ખાધી.) પ્રવેશ કરીએ. ભવ્યતા આંજી નાખે એવી હતી. તે પણ પરમ દુઃખી હતો. બિચારો ચવીને કોઈ બીભત્સ સ્થળમાં જન્મવાનો હતો. એને આ દેવનું આયુષ્ય પૂરું થવાનું હતું, દેવોને અવધિજ્ઞાન હોય એટલે એમાં જોયું તો નીચે કોઈ બીભત્સ જગ્યાએ એનો હવે પછીનો અવતાર થવાનો હતો. માટે ખેદ કરતો હતો. તેનામાં સમ્યક્દષ્ટિ નામની દેવી વસી હતી. તે તેને ખેદમાં વિશ્રાંતિ હતી. સમ્યક્દષ્ટિ ન હોય, તો તો હાયવોય કરે, પરંતુ આ દેવમાં કેટલીક સમજણ હતી, એટલે વિશ્રાંતિ હતી. એ મહાદુઃખ સિવાય તેના બીજા ઘણાંય અવ્યક્ત દુઃખ હતાં. આ મોટું દુ:ખ, પણ એ સિવાય પણ ઇન્દ્રને ઘણાં દુઃખ હતાં. પણ (નેપથ્થ) – આ જડ એકલાં કે આત્મા એકલા જગતમાં નથી શું છે? તેઓએ મારા આમંત્રણને સન્માન આપ્યું નથી. મેં તો બધાને આમંત્રણ આપ્યું હતું. આ જડ કેમ દેખાતાં નથી ? અને સિદ્ધના આત્મા કેમ દેખાતા નથી ? જડને જ્ઞાન નહીં હોવાથી તમારું આમંત્રણ તે બિચારાં ક્યાંથી સ્વીકારે ? જડને જ્ઞાન નથી. તમે બોલો, પણ એને ક્યાં સાંભળવાનું છે ? તમે આમંત્રણ આપ્યું પરંતુ એને ક્યાં એનો ખ્યાલ જ છે ? એ તો માત્ર જડ છે. સિદ્ધ (એકાત્મભાવી) તમારું આમંત્રણ સ્વીકારી શકતા નથી. તેની તેમને કંઈ દરકાર નથી.” એને આવવાનું કોઈ કારણ નથી એટલે આવી શકે નહીં. ત્યાં રહ્યાં રહ્યાં સુખ અને આનંદ ભોગવે છે. એટલી બધી બેદરકારી ? આમંત્રણને તો માન્ય કરવું જોઈએ; તમે શું કહો છો ? આટલું ભાવથી આપણે આમંત્રણ આપ્યું છતાં આટલી બધી બેદરકારી ? For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત ‘એને આમંત્રણ-અનામંત્રણથી સંબંધ નથી. તેઓ પરિપૂર્ણ સ્વરૂપસુખમાં બીરાજમાન છે.’ એ મને બતાવો. એકદમ બહુ ત્વરાથી. ૩૦૮ કોણ ? સિદ્ધના આત્માઓ. એટલે જડની ખબર પડી તેમજ સિદ્ધના આત્માની પણ ખબર પડી. મારે જોવું છે એમ ભગવાનને કહે છે. તેનું દર્શન બહુ દુર્લભ છે. લો આ અંજન આંજી દર્શન પ્રવેશ ભેળાં કરી જુઓ.' અંજન આપ્યું. એ સંપૂર્ણ જોઈ શકે એવું. અહો ! આ બહુ સુખી છે. એને ભય પણ નથી. કોને ? ચક્રવર્તીને ભય છે. ઇન્દ્રને છે પણ સિદ્ધના જીવોને ભય નથી. શોક પણ નથી. હાસ્ય પણ નથી. વૃદ્ધતા નથી. રોગ નથી. આધિયે નથી, વ્યાધિયે નથી, ઉપાધિયે નથી. એ બધુંય નથી. પણ... અનંત અનંત સચ્ચિદાનંદ સિદ્ધિથી તેઓ પૂર્ણ છે. આપણને એવા થવું છે. બસ જલ્દી કરો. હવે આવું થવું છે. ક્રમે કરીને થઈ શકશો. મારે સિદ્ધ થવું છે, તો કહે, હા, એ ક્રમે કરીને થઈ શકાશે. પગથિયે પગથિયે ચઢી શકાશે. ક્રમ બ્રમ અહીં ચાલશે નહીં, અહીં તો તુરત તે જ પદ જોઈએ. ‘જરા શાંત થાઓ. સમતા રાખો; અને ક્રમને અંગીકાર કરો. નહીં તો તે પદયુક્ત થવું નહીં સંભવે.’ પગથિયાં તો ચડવાં જ પડશે એમ ને એમ ઉડાશે નહીં. નહીં તો મોક્ષમાં જવાશે નહીં. અં સુખ ભોગવવાનું બનશે નહીં. ‘થવું નહીં સંભવે’ એ તમારાં વચન તમે પાછા લ્યો. નહીં થઈ શકે, એ તમારાં વચન પાછાં લ્યો. ક્રમ ત્વરાથી બતાવો. અને તે પદમાં તુરત મોકલો. મોક્ષમાર્ગ બતાવો. એનાં પગથિયાં બતાવો. એ ઠેકાણે એટલે સિદ્ધગતિમાં તુરત મોકલો. ‘ઘણા માણસો આવ્યા છે. તેમને અહીં બોલાવો. તેમાંથી તમને ક્રમ મળી શકશે.' જુઓ હવે સ્ટેજ ઉપર. સાધક હોય તેને બોલાવો. એમાંથી તમને એનાં ક્રમ મળી રહેશે. ઇછ્યું કે તેઓ આવ્યા : For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ આભ્યતર પરિણામ અવલોકન ૩૦૯ તમે મારું આમંત્રણ સ્વીકારી આવ્યા તે માટે તમારો ઉપકાર માનું છું. તમે સુખી છો, એ વાત ખરી છે શું ? તમારું પદ શું સુખવાળું ગણાય છે એમ ? તમાંથી એકાદ જવાબ દે છે તે બધાને લાગુ પડે છે. ‘તમારું આમંત્રણ સ્વીકારવું, ન સ્વીકારવું એવું અમને કંઈ બંધન નથી. અમે સુખી છીએ કે દુઃખી તેવું બતાવવાને પણ અમારું અહીં આગમન નથી. અમારા પદની વ્યાખ્યા કરવા માટે પણ આગમન નથી. તમારા કલ્યાણને અર્થે અમારું આગમન છે.” એક વૃદ્ધ પુરુષે કહ્યું. એટલા બધા હતા એમાંથી એક જ્ઞાની હતા ને મહાત્મા હતા તેમણે આ જવાબ આપ્યો. કૃપા કરીને ત્વરાથી કહો, આપ મારું શું કલ્યાણ કરશો તે. અને આવેલા પુરુષોનું ઓળખાણ પાડો. તેમણે પ્રથમ ઓળખાણ પાડી. આ વર્ગમાં ૪-૫-૬-૭-૮-૯-૧૦-૧૨ એ અંક વાળા મનુષ્યો છે. ચોથા ગુણસ્થાનકવાળા, પાંચમાં ગુણસ્થાનકવાળા, એમ ૬-૭-૮-૯-૧૦- ૧રમાં ગુણસ્થાનકવાળા અમ જુદી જુદી ભૂમિકાવાળા પુરુષો છે. તે સઘળા તમે જે પદને પ્રિય ગણ્યું તેના આરાધક યોગીઓ છે. તમારે જે મોક્ષ જોઈએ છે. જેને તમે પ્રિય ગયું, તમે વાલુ ગયું છે તેના આરાધક યોગીઓ છે. અહીં બેઠા છે ને તે બધા પણ યોગીઓ છે. ૪થી તે પદ જ સુખરૂપ છે, બાકીની જગત વ્યવસ્થા અમે જેમ માનીએ છીએ તેમ માને છે. તે પદની અંતરંગની તેની અભિલાષા છે. શેની ? સિદ્ધગતિની. પણ તેઓ પ્રયત્ન કરી શકતા નથી, કારણ કે થોડો વખત સુધી તેમને અંતરાય છે. અંતરાય શો ? કરવા માટે તૈયાર થાય એટલે થયું. વૃદ્ધ :- તમે ત્વરા ન કરો. જ્ઞાની કહે છે કે ઉતાવળ ન કરો. તેનું સમાધાન હમણાં જ તમને મળી શકશે, મળી જશે. ઠીક, આપની તે વાતને સમ્મત થઉં છું. વૃદ્ધ :- આ “પ'ના અંકવાળો એ કંઈક પ્રયત્ન પણ કરે છે. For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ પાંચમા ગુણસ્થાનકવાળો કાંઈક પુરુષાર્થ કરે છે, બાકી ‘૪’ના પ્રમાણે છે. ‘૬’ સર્વપ્રકારે પ્રયત્ન કરે છે. પણ પ્રમત્તદશાથી પ્રયત્નમાં મંદતા આવી જાય છે. છઠ્ઠા ગુણસ્થાનકવાળા પ્રયત્ન કરે છે પણ પ્રમાદથી પુરુષાર્થ કરવામાં મંદતા આવી જાય છે. ‘૭' સર્વપ્રકારે અપ્રમત્તપ્રયત્ની છે. શિક્ષામૃત એ પૂરેપૂરો પુરુષાર્થ કરે છે. ‘૮-૯-૧૦’ તેના કરતાં ક્રમે ઉજ્જવળ, પણ તે જ જાતિના છે. ‘૧૧’ના અંકવાળા. (એટલે ૧૧મા ગુણસ્થાનકવાળા.) પતિત થઈ જાય છે માટે અહીં તેનું આગમન નથી. દર્શન થવા માટે બારમે જ હું-હમણાં હું તે પદને સંપૂર્ણ જોવાનો છું. કોણ ? વૃદ્ધ માણસ કહે છે. જ્ઞાની કહે કે હમણાં હું ક્ષીણમોહગુણસ્થાનકે પહોંચવાનો છું. અને મને પણ કેવળજ્ઞાન થવાનું છે. પરિપૂર્ણતા પામવાનો છું. આયુષ્યસ્થિતિ પૂરી થયે તમે જોયેલું પદ, એટલે સિદ્ધગતિ તેમાં એક મને પણ જોશો. પિતાજી, તમે મહાભાગ્ય છો. જ્ઞાનીને કહે છે. આવા અંક કેટલા છે ? વૃદ્ધ :- ત્રણ અંક પ્રથમના તમને અનુકૂળ ન આવે. ૧, ૨, ૩ એટલે પહેલું, બીજું, અને ત્રીજું ગુણસ્થાનક એ નકામું છે. અગિયારમાનું પણ તેમ જ. ત્યાંથી પડાય છે માટે અનુકૂળ નથી. ‘૧૩-૧૪’ તમારી પાસે આવે એવું નિમિત્ત રહ્યું નથી. તેરમા ગુણસ્થાનકવાળા અને ચૌદમા ગુણસ્થાનકવાળા તમારી પાસે આવે તેવું કોઈ કારણ તેમને રહ્યું નથી. ‘૧૩’ યત્કિંચિત્ આવે; પણ પૂર્વ કર્મ હોય તો તેઓનું આગમન થાય, નહીં તો નહીં. ચૌદમાનું આગમનકારણ માગશો નહીં, કારણ નથી. ૧૪ એટલે તો દેહ પડી જાય અને મોક્ષમાં જાય. એટલે એને આવવાનું કારણ નથી. For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ આત્યંતર પરિણામ અવલોકન ૩૧૧ (નેપથ્ય) એટલે આકાશમાં પાછી વાચા થઈ. “તમે એ સઘળાના અંતરમાં પ્રવેશ કરો. હું સહાયક થઉં છું. કોણ કહે છે ? જ્ઞાની વૃદ્ધ કહે છે કે આંતરિક રીતે તમે એની દશા પ્રાપ્ત કરતા જાઓ. ચાલો. ૪ થી ૧૧ + ૧૨ સુધી ક્રમે ક્રમે સુખની ઉત્તરોત્તર ચઢતી લહરીઓ છૂટતી હતી. જેમ જેમ ઉપલા ગુણસ્થાનકે આવે એમ આપણા આત્માનો આનંદ વધતો જાય. લહરીઓ છૂટતી જાય. વધું શું કહીએ? મને તે બહુ પ્રિય લાગ્યું અને એ જ મારું પોતાનું લાગ્યું. પ્રિય અને પોતાનું લાગ્યું. આ બધો ચળકાટ છે એ પોતાનો લાગે તો આ પોતાનું ન લાગે. આ તો અંદરની સમૃદ્ધિ છે. વૃદ્ધ મારા મનોગત ભાવ જાણીને કહ્યું એ જ તમારો કલ્યાણમાર્ગ. જ્ઞાનીએ મારા મનના વિચારો અને ભાવ જાણીને કહ્યું. તમારે મોક્ષે જવું હોય, કલ્યાણ કરવું હોય તો આ જ માર્ગ છે. જાઓ તો ભલે; અને આવો તો આ સમુદાય રહ્યો. તમારે ભાગી જવું હોય તો ભાગી જાઓ, અને અમારામાં ભળવું હોય તો અહીં આવી જાઓ. લ્યો, ચૌદ ગુણસ્થાનક. આને શું કહ્યું? ઊઠીને ભળી ગયો. (સ્વવિચારભુવન, વાર પ્રથમ) અંદરનું પોતાનું. આ નાટકનો પહેલો અંક પૂરો થયો. છેલ્લી સમજણ આપણી આવી હોવી જોઈએ. કાયાનું નિયમિતપણું, કાયાનું નિયમિતપણું એટલે શું ? છ વાગે ઊઠે એટલે છ વાગે જ ઊઠે. એવી જ રીતે જમવાનો સમય, કામ કરવાનો સમય, અને સૂવાનો સમય એ નિયમિત હોય. કાયાનું નિયમિતપણું કેવું ? એ ઘડિયાળના કાંટા પ્રમાણે ચાલે. એ વાત પુરુષો અમલમાં મૂકી શકે. બાકી જે સ્ત્રીઓનું For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૨ શિક્ષામૃત જીવન પુરુષાધીન છે એ શું કરી શકે ? વળી જ્યાં પુરુષમાં જ આળસ હોય તો સ્ત્રીઓ પણ શું કરી શકે ? પણ પુરુષાર્થ કરીને કાયાનું નિયમિતપણું લાવવું જરૂરી છે. વચનનું સ્યાદ્વાદપણું, વચન સાચાં જ બોલવાં જોઈએ, નહીં તો મૌન ધારણ કરવું જોઈએ. સ્યાદ્વાદપણું આવે કયારે ? યથાર્થ સ્યાદ્વાદ સમજાય, બધા નય સમજાય, અને અનુભવમાં આવે તો એની વાણીમાં ફેર ન પડે. એની વાણી અવિરોધવાળી હોય છે. મનનું ઓદાસીન્યપણું, ઔદાસીપણું એટલે શું ? હરખ નહીં અને શોક નહીં એનું નામ ઔદાસીન્યપણું. જે ઉદય ભાગવીએ છીએ એમાં હરખ પણ નહીં અને શોક પણ નહીં. આત્માનું મુક્તપણું, (આ છેલ્લી સમજણ) આત્માને મુક્ત રાખવો, ક્યાંય એને ભેળવવો નહીં. મન, વચન, કાયાના વ્યાપાર સાથે આત્માને નહીં ભેળવવાનો. કોણ લખે છે આ ? કૃપાળુદેવ, આ એમણે પોતે પોતાની જે ખાનગી ડાયરી છે. એમાં, પોતાની જે પરિણતિ પોતે જોયા કરે છે, એના ઉપરથી, આ નોંધ કરી છે. પરંતુ આપણને એ ઉપયોગી થાય એમ છે, જો એને યથાર્થપણે સમજીએ તો. આત્મ સાધન આમાં શું છે ? કૃપાળુદેવે આ હાથ-નોંધ કરી છે. એ કાંઈ તારીખ વાર ક્રમસર નથી કરી. પોતે બેઠા હોય અને કાંઈ યાદ આવ્યું તો બાજુમાં ડાયરી પડી હોય એ ઉઘાડે, અને જે પાનું નીકળે તેના પર તેઓ લખી નાંખે. એટલે કઈ હાથનોંધ કેટલામે વર્ષે કરી એ નીકળી શકે નહીં. જ્યારે એમનાં ‘વચનામૃત'માં તો વરસ વાર પત્રો મૂક્યા છે. વળી સાધકની ભૂમિકા શું છે અને એના ઉપરનો કાગળ-દરેકની ભૂમિકા જુદી હોય તો જુદો આવે. અને તારીખમાં પણ એ પોતે ચઢતી દશાએ જેમ આવે એમ એમનું લખાણ બહુ શક્તિવાળું, બળવાન અસર થાય એવું હોય. આપણે ધ્યાન ધરીએ ત્યારે એમ વિચારવું જોઈએ કે આપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી કોણ છીએ ? તેની નોંધ આમાં કરી છે. દ્રવ્ય-હું એક છું, અસંગ છું. સર્વ પરભાવથી મુક્ત છું. For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ આાંતર પરિણામ અવલોકન ૩૧ ૩ આ બધા મારા નહીં ? જેને હું મારા કરી બેઠો છું તે મારા નહીં ? તો કહે “હા.” હું એક છું, એકલો આવ્યો છું અને એકલો જવાનો છું. અહીં તો સંગમાં મોહથી આપણે બધાને બહુ વળગેલા છીએ. ધારો કે બાજુમાંથી કોઈ એક માણસ ચાલ્યો જતો હોય, તે ચીંથરેહાલ હોય તો કાંઈ થાય ? અને તે આપણો પુત્ર હોય તો શું થાય ? ખૂબ મોહ આવે. પરંતુ આવી અસંગદશા બહુ મોડી આવે છે. એનો અર્થ એવો નહીં સમજતા કે અસંગદશા બહુ મોડે આવે છે તો અત્યારથી આપણે શું કરવું ? એ તો આંતરિક દશાની વાત છે. આપણે કર્મધારા અને આત્મધારાને જુદી પાડીએ અને અમૂક ભૂમિકાએ આવીએ ત્યારે એ અસંગદશા આવે છે. શું પરભાવ ? કે આ શરીર છું, પત્ની એટલે મારી પત્ની, ભાઈ એટલે મારો ભાઈ, પુત્ર એટલે મારી પુત્ર, ઘર એટલે મારું ઘર, મોટર એટલે મારી મોટર, ઘરેણું એટલે મારું ઘરેણું, બેક બેલન્સ એટલે મારી બેંક બેલેન્સ આમ પરભાવથી ભરેલા છીએ કે પરભાવથી મુક્ત છીએ ? પરભાવથી મુક્ત રહેવું એમ કહે છે. કાંઈ આપણું નથી. એક સમય પણ સાથે આવતી નથી. પછી ક્ષેત્રથી શું છે ? તે કહે છે :ક્ષેત્ર-અસંખ્યાત નિજઅવગાહના પ્રમાણ છું. અસંખ્યાત પ્રદેશો છે અને નિજઅવગાહના એટલે મારી આ અંગૂઠાથી મસ્તકની ટોચ સુધી એટલું ક્ષત્ર હું રોકીને બેઠો છું. એના પ્રમાણમાં અવગાહના પામું છું. કાળથી શું છે ? તે કહે છે : કાળ-અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાયપરિણામી સમયાત્મક છું. મારામાંથી કાંઈ ઘટતું નથી, હું અમર છું. મારે સદાયે રહેવાનું છે, મરવાનું નથી, કાયમ ટકનારો શાશ્વત છું. પોતાના સ્વભાવના પર્યાય અને એની પરિણતિવાળો છું. એમાં જ રહેવું જોઈએ. સમય એટલે આપણા ઉપયોગ. એ જ્યારે એક સમયવર્તી થાય, ત્યારે તો કેવળજ્ઞાન આવે. સંપૂર્ણ શુદ્ધ આત્મા સમયાત્મક છે. (હવે ભાવથી હું કોણ છું ? તે કહે છે) ભાવ-શુદ્ધ ચૈતન્યમાત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું. શુદ્ધ એટલે જરાપણ ડાઘ નથી. બધા જ ડાઘ કાઢી નાખ્યા ત્યાર પછીની સ્થિતિ. ચૈતન્ય એટલે ? જીવતો જાગતો, ભાગી શકે, ચાલી શકે એવો. આ ટેબલ છે તે જડ છે. એ ચાલી શકશે ? એને ઉપાડીને મૂકવું પડશે. મોટર હોય તો પણ તેને ચલાવવી પડશે. એને ગેરેજમાં મુકવી હોય તો પણ ચલાવવી પડશે, કોણ ચલાવે છે ? ચૈતન્ય જે આત્મા તે, ચૈતન્યની આગળ શુદ્ધ શબ્દ છે. એટલે કે સ્વપરપ્રકાશક સ્થિતિમાં શુદ્ધપણે રહેલ. જ્ઞાનસ્વરૂપી ચૈતન્ય છું. For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શિક્ષામૃત નિર્વિકલ્પ એટલે સંસારની પરિસ્થિતિની કોઈ અસર ન થાય તેવી સ્થિતિ, નિર્વિકલ્પ સ્થિતિ સાથે દ્રષ્ટા એટલે જે કાંઈ હોય, સામે આવે તેને શેયરૂપે જોવાની શક્તિવાળો. તેમાં જરાપણ ફેરફાર કે વિકાર નહીં કરવાવાળો ફક્ત ઉદાસીનપણે જોવાવાળો છું. માત્ર દ્રષ્ટા છું. દ્રષ્ટા કોને કહેવાય કે આપણને કાંઈ થાય નહીં. જાણનાર, જાણવાવાળો દ્રષ્ટા સાક્ષી છું. આપણે ચાલ્યા જતા હોઈએ અને અકસ્માત થાય તો બધા “અરેરે” કરીએ. પણ આપણનેઆત્માને કંઈ થાય ? એવો આ આત્મા છે. આપણા બધાના શરીરને કાંઈ થાય, કુટુંબમાં કાંઈ થાય વેપારમાં નફો થાય કે નુકસાન થાય તો એ કાંઈ મારું નથી. હું માત્ર એનો દ્રષ્ટા છું. એમ થવું જોઈએ. પણ આપણે મોહમાં પડીને કેટલાં બધાં કર્મ બાંધીએ છીએ! કાંઈ ભેગું આવવાનું નથી. છતાં સવારે ઊઠીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી સ્વાર્થની જ વાત છે, પરમાર્થની નહીં. જે અધ્યાત્મિક દશામાં છે એને તો પરીક્ષા ત્યાં થાય છે કે સ્વાર્થની ડિગ્રી કેટલી છે, અને પરમાર્થની કેટલી છે ? આવું થાય નહીં ત્યાં સુધી આગળ કેવી રીતે વધી શકાય? ઠીક, આપણે દ્રવ્યથી, ક્ષેત્રથી કાળથી અને ભાવથી હું કોણ છું? એવી કૃપાળુદેવે પોતે આપણા માટે નોંધ બનાવી છે, તેઓ તો આ દશા પામી ગયા છતાં આપણને ઉપકારભૂત થાય માટે કહી ગયા છે. ૧૨ મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ; હોતા સો તો જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ. સમજ, પિઓં સબ સરલ છે, બિનૂ સમજ મુશકીલ; યે મુશકીલી ક્યા કહું? ... કૃપાળુદેવને પોતાને આ નોંધ લખતી વખતે ખૂબ ઉલ્લાસ આવે છે. શું કામ ? તો કહે “મારગ સાચા મિલ ગયા છૂટ ગયે સંદેહ, “સંદેહ શું ? હું કોણ છું ? મને કર્મ કેમ લાગે છે ? કર્મ ન બંધાય એની કોઈ રીત હશે ? આત્મા અમર છે કે કેમ ? આ બધા સંદેહ છૂટી ગયા. એક પણ સંદેહ ન મળે. બરાબર પોતાની ઓળખાણ થઈ ગઈ. કર્મસહિત જે બધી પરવસ્તુ વળગેલી હતી, એ બધું જલી ગયું, એનો નાશ થયો. દેહને આત્માથી જુદો પાડી દીધો. એ જુદો છે. આપણે રોજ ગાઈએ છીએ પણ જેમ અસિ ને મ્યાન. તલવાર મ્યાનની અંદર હોય ત્યાં સુધી તે એક જ લાગે. મ્યાન એ જ તલવાર લાગે. પણ અંદરથી જ્યારે જુદા કરે ત્યારે મ્યાન જુદું અને તલવાર જુદી હોય. એવી રીતે આ દેહ જુદો છે અને અંદર રહેલો આત્મા જુદો છે. એમ કાયમ આપણને લાગ્યા કરે, ત્યારે આપણે એ પ્રમાણે રહી શકીએ. ત્યારે “ભિન્ન કિયા નિજ દેહ” કહેવાય. એ સમજાય ત્યારે સાવ સરળ છે કારણ કે પોતાના ઘરની વાત છે. અત્યારે તો એ પોતાનું For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ આભ્યતર પરિણામ અવલોકન ૩૧૫ ઘર ચૂકી ગયો છે અને પરમાં મશગૂલ થયો છે. એ યથાર્થ સમજણ આવે તો સરળ છે પણ “બિન સમજે મુશ્કેલ” સમજાય નહીં ત્યાં સુધી એ દુર્ઘટ છે- મુશ્કેલ છે. અને એ મુશ્કેલ ન હોત તો આપણે ક્યારના મોક્ષે ચાલ્યા ગયા હોત. “યે મુશકીલી ક્યા કહું ?” એમ પ્રશ્નાર્થ કરીને મૂકી દીધો છે. આ મુશ્કેલીની શું વાત કરું ? અજ્ઞાની માણસોને કેટલી મુશ્કેલી છે એમ કહીને પછી, નીચે બતાવ્યું છે : ખોજ પિંડ બ્રહ્માંડકા, પત્તા તો લગ જાય; યેહિ બ્રહ્માંડ વાસના, જબ જાવે તબ.... આપ આપકું ભૂલ ગયા, ઇનસે ક્યાં અંધેર ? સમર સમર અબ હ સત હે, “નહિ ભૂલેંગે ફેર... આ બ્રહ્માંડ છે. એમાં આપણું બ્રહ્માંડ આપણું જગત એ આપણા પગના અંગૂઠાથી મસ્તક સુધી આપણું જગત છે. એની અંદર ખોજ , ગોત તો પત્તો લાગી જાય કે તું કોણ છે ? એ તને હાથ આવશે. યેહિ બ્રહ્માંડ વાસના-પણ આ શરીર છે, એ તું જોઈશ તો એ વાસનાથી ભરેલું જણાશે, કેટલી જાતની વાસનાઓ હોય છે. કોઈ આગલા ભવના સંસ્કારો અને અત્યારે પણ સાચી સમજણ ન હોય તો માર્ગ કપાય નહીં. જબ જાવે તબ... આ વાસનાનો ક્ષય થાય ત્યારે મારગ કપાય. કુપાળુદેવ કહે છે કે : પોતે પોતાને ભૂલી ગયો છે એ કેટલું મોટું અંધારું કહેવાય. આનાથી મોટું અંધારું હોય ? આપણે બધું જાણીએ છીએ. આપણે જગતમાં ડાહ્યા ગણાઈએ, મોટા કહેવાઈએ છીએ. પાંચ જણા પૂછે છે. પરંતુ આપણે પોતે પોતાને જાણતા નથી. આ કેવું મોટું અંધારું કહેવાય ! પછી કૃપાળુદેવ કહે છે કે હવે તો એ યાદ આવે છે કે હું પોતે પોતાને ભૂલી ગયો હતો તો મને હસવું આવે છે. “નહિ ભૂલેંગે ફેર.” હવે તો એ ભૂલવાપણું ક્યાં છે ? એક ફેરે-એકવાર પ્રગટ થાય ભગવાન આત્મા પછી એ જાય નહીં એટલે કહે છે કે હવે તો ક્યારેય એને ભૂલવો નથી. જહાં કલપના - જલપના, તહાં માનું દુઃખ છાંઈ, મિટે કલપના - જલપના, તબ વસૂતિન પાઈ. ૫ હે જીવ ! ક્યાં ઇચ્છત હવે? હૈ ઇચ્છા દુઃખ મૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ. ૭ આપણા મગજમાં ફીલ્મ ચાલતી હોય છે - આખો દિવસ. તમે નવરા પડશો એટલે શાનો વિચાર કરશો ? આયોજન, આયોજન અને આયોજન. આનું આમ કરવું છે અને આનું તેમ કરવું છે. આ આમ ન કરવું. ફલાણાને મળવું છે. આ બધી કલ્પના અને જલ્પના એટલે સંકલ્પો છે. પછી વિકલ્પ એ વિવિધ પ્રકારના ચાલતા જ હોય છે; અને એ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી જનમ-મરણ રહે. શા માટે રહે ? એ કલ્પનાથી. મન જે એનો વેપાર કરે છે એથી જ કર્મ બંધાય છે. મનનો વેપાર બંધ થાય તો જ કર્મો બંધાતાં બંધ થાય. તો પછી જૂનાં કર્મો જ બાકી રહે. એક For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શિક્ષામૃત કોઠીમાં દસ મણ દાણા કે ચોખા ભર્યા હોય અને રોજ કિલો, કિલો કાઢતા હોઈએ તો એ બસો દિવસે પૂરા થાય કે નહીં ? ઉપરથી નાંખવાનું તો છે નહીં. આ તો એક કિલો ઓછું થાય ત્યારે પાછું પાંચ કિલો જેટલું બાંધીએ છીએ. એ જૂના કર્મો ભોગવતાં, ભાંગવતાં નવાં કર્મો બાંધીએ છીએ. સુખ હોય ત્યાં અહંકાર થાય કે મારા જેવો સુખી કોઈ નહીં, મોજ શોખમાં જ રાચે, દુઃખ હોય તો દુ:ખનાં રોદણાં રડે. મિટે કલપના-જલપના, તબ વસ્તુ તિન પાઈ.” વસ્તુ ત્રણ કઈ ? સમ્યજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યકુચારિત્ર. એ પ્રાપ્ત થાય. અને જેના ફળરૂપે મોક્ષ મળે તે સાચું સુખ મળે. હે જીવ ! હજી તું કેમ ઇચ્છે છે ? આપણે કાંઈ ઇચ્છીએ છીએ ? લાખ હોય, અને પાંચ લાખ થાય તો સારું એમ ઇચ્છે છે. અને પાંચ લાખ હોય એ પચ્ચીસ લાખ ઇચછે છે. અને પચ્ચીસ લાખ હોય એ પચાસ લાખ ઇચ્છે છે. અને પચાસ લાખ હોય એ એમ ઇચ્છે છે કે એક કરોડ થાય તો સારું. પણ કૃપાળુદેવ કહે છે કે “હે ઇચ્છા દુઃખ ભૂલ.' તો ઇચ્છા બિલકુલ ન થાય. કોઈ વસ્તુ માટે ઝાંવા ન મારીએ એવું થાય ખરું ? તો જો એવું થાય તો દુઃખનાં મૂળ જાય. જ્યારે ઇચ્છાના નાશ થાય ત્યારે મિટે અનાદિ ભૂલ. આ ભૂલ ક્યારથી ચાલી આવે છે ? અનાદિથી. અને અનાદિથી આપણે જનમ-મરણ કરતાં આવીએ છીએ. ઐસી કહૉસે મતિ ભઈ, આપ આપ હે નાહિ, આપનકું જબ ભુલ ગયે, અવર કહસે લાઈ. આપ આપ એ શોધસે, આપ આપમિલ જાય; આપમિલન નય બાપકો, ............ આવી બુદ્ધિ કાયમથી ચાલી આવે છે, એ અજ્ઞાનને લીધે છે. આપ આપ એ હું નથી એમ નથી કહતા પણ એમ કહે છે કે હું આ શરીર છું. આ શરીર એ આ ભવનું બાંધેલું છે. એનું નામ, એના સગાસબંધી, કુટુંબીઓ એ હું છું એમ માનીએ છીએ. અને હું કોણ છું એ ભૂલી ગયા છીએ. ‘આપનકું જબ ભૂલ ગયું, અવર કાંસે લાઈ.” પોતાને ભૂલી ગયો તો બીજું બધું ક્યાંથી આવ્યું. જે પોતાનું માન્યું એ આત્મા સંબંધી ઋણાનુબંધવાળા છે. પણ આત્માને ઓળખતો નથી આગલાના કુટુંબીઓના) પણ શરીરને ઓળખે છે અને પોતાના પણ શરીરને જ ઓળખે છે. આ અધૂરું મૂક્યું છે. પોતાની શોધ કરો. તમે તમારાથી જરાય પણ દૂર નથી, પણ આ દુનિયા, દુનિયાની ચીજવસ્તુઓ અને તેમાં તમારા મોહને લીધે આ ભવના બધા સંબંધીઓને આપણા માન્યા છે. એ સિવાય આપણે કોઈ બીજા છીએ એને ગોતો, અને શોધો. તો શું થાય ? ‘આપ આપ મિલ જાય, તો ચોકકસ તમે પોતાને ગાતી શકશો. અને એક વખત ગાત્યા એટલ બસ આ ભવ સફળ થઈ ગયો. આપ મિલન નય બાપકો...' એમ કહીને બાકી રાખ્યું છે. પોત For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ આખ્યતર પરિણામ અવલોકન ૩૧૭ મળે. ન્ય તો ઘણા છે પણ બાપકો એટલે નિશ્ચય નયથી પોતાનો આત્મા એ પકડાઈ જશે ત્યારે બીજા નય બધા છૂટી જશે. ૧૪ હોત આસવા પરિસવા, નહિ ઈનમેં સંદેહ; માત્ર દષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહિ. આશ્રવ એટલે પાપ આવવાનાં ગરનાળાં. પાંચ ઇન્દ્રિયો, (હિન્દુ ધર્મ પ્રમાણે દસ ઇન્દ્રિયો) કષાય, યોગ વિગેરે બધાં પાપનાં ગરનાળાં છે. પાપ ત્યાંથી ચાલ્યું આવે છે. ક્યાં સુધીનું પાપ કહ્યું? તો કહે કે આજથી ચાર, પાંચ ભવ પહેલાં એક મિલ કરી હોય. હવે ત્યાર પછી ચાર ભવ ચાલ્યા ગયા. અત્યારે પાંચમો ભવ ચાલે છે. એ મિલમાં જે પાપ થયાં એનો હિસ્સો આપણને ચાલ્યો આવે. એ ક્યાં સુધી ચાલ્યો આવે ? આપણું અજ્ઞાન દૂર થાય ત્યાં સુધી એટલે સમ્યગદર્શન થાય, ગ્રંથિભેદ થાય ત્યારે બંધ થઈ જાય. એટલે પછી નવા કર્મ ન બંધાય. એ માટે આપણે જાગૃત રહેવું જોઈએ. એ આશ્રવનાં કાણાં, છિદ્રો આપણે પૂરી દેવા જોઈએ. વહાણમાં છિદ્રો હોય તો તેમાં પાણી ભરાય અને પાણી ભરાય તો વહાણ ડૂબે. એટલે વહાણ ન ડૂબે તે માટે કાણાં પૂરી દેવાં જોઈએ. એ જ આશ્રવનાં દ્વાર એ સંવર થઈ જાય છે. કૃપાળુદેવ એમ કહે છે કે એમાં કાંઈ શંકા નથી, માત્ર દૃષ્ટિકી ભૂલ છે. પરંતુ દૃષ્ટિની ભૂલ મટાડવી એમ સહેલી છે ? દષ્ટિની ભૂલ શું ? આ દેહદૃષ્ટિ. આ દેહ એટલે હું. આ દેહનાં સગાં એટલે મારાં સગાં આ દેહની સંપત્તિ એટલે મારી સંપત્તિ. આ જ મિથ્યાત્વ છે. આ જ દર્શનમોહ છે. એ જ્યારે ચોથે ગુણસ્થાનકે આવે ત્યારે એને ગ્રંથિભેદ થાય. સમ્યગ્દર્શન પામે. પછી એ બધાં ગરનાળાં બંધ થાય. આગલાં કર્મ તો ખપે, પણ નવાં પણ કર્મ ઉદય ભોગવતાં છતાં ન બંધાય એવી કૂંચી હાથ આવે. એટલે નવાં કર્મ બંધાય નહીં. આપણે દર્શનમોહ ઉપર ઘા કરવાનો છે. દર્શનમોહને કાઢવાનો છે. એ રીત આપણે શીખવી જોઈએ. એ સહેલી વાત નથી. આ દુનિયાની જેટલી વળગણા છે એ બધી છોડી દેવી જોઈએ. છોડી દેવી એટલે જંગલમાં જવું એમ નહીં, પણ અંદરથી જેને આપણાં માન્યાં છે – મોહથી, માયાથી, એ મારાપણું છોડી દેવું જોઈએ. જ્યારે સમ્યગદર્શન થાય ત્યારે એ મટે... આ ચર્મચક્ષુથી કાંઈ સાચું જણાતું નથી. એટલે દિવ્યદૃષ્ટિ, એ દિવ્ય નેત્રો મેળવવાં જોઈએ. એ દિવ્ય નેત્રો આવે એટલે દૃષ્ટિ સવળી થઈ જાય. For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શિક્ષામૃત રચના જિન ઉપદેશકી, પરમોત્તમ તિન કાલ; ઈનમેં સબ મત રહત હૈ, કરતે નિજ સંભાલ. જિનેશ્વર ભગવાને, અરિહંત દેવે જે કહ્યું છે તેમાં બધા દર્શનો આવી જાય છે. અરિહંત એટલે અંદરના દુશ્મનો જેણે કાઢયા છે એ. એમાં ક્યાં જૈનનું નામ આવે છે ? અરિહંત દેવએની રચના કેવી છે ? કે ત્રણે કાળમાં પરમ ઉત્તમ, અને બીજાં દર્શનોની સાથે સરખાવતાં પણ સવગી છે. બીજાં દર્શનોએ એક, એક અંગ પકડ્યા છે, એક, એક નય પકડ્યા છે, પણ જૈન દર્શને બધા નન્ય પકડ્યા છે. જૈન દર્શન કહે છે કે આ હિન્દુ ધર્મ કહે છે એ સાચું છે પણ તે એક અપેક્ષાએ. બૌદ્ધ દર્શન કહે છે એ પણ સાચું, પણ તે એક અપેક્ષાએ. અને એ બધાં અંગોને જૈન દર્શન જુદી જુદી અપેક્ષાએ માને છે. એટલે સાચી જે દૃષ્ટિ આવવી જોઈએ એ આવે છે ‘ઈનમેં સબ મત રહિત છે:- જેમ આંધળા માણસો હાથીને જુએ તો જેના હાથમાં પૂંછડી આવી એ કહે કે હાથી દોરડા જેવો છે. જેના હાથમાં પગ આવ્યો તે કહે કે હાથી થાંભલા જેવો છે. જેના હાથમાં પેટ આવ્યું તે કહે કે હાથી દિવાલ જેવો છે. જેના હાથમાં કાન આવ્યા તે કહે છે કે હાથી સૂપડા જેવો છે. જેના હાથમાં લૂંટ આવી તે કહે કે હાથી સાંબેલા જેવો છે. આ પ્રમાણે બધા મત છે. ત્યારે જૈન ધર્મ તે બધાથી ઊંચો છે. જે દેખતો માણસ છે. જે જુએ છે તેને તો ખબર પડે કે હાથી કેવો છે. તે કહે કે તમે બધા અંશે સાચા છો, પણ સર્વાગે બીજું છે. એના જેવું છે. અમારા ગુરુ પૂ. છોટાભાઈ આમ હસાવે કે જુઓને લાડચંદભાઈ એકનો પગ લીધો, આનો કાન લીધો, આની પૂંછડી લીધી, આની સૂંઢ લીધી, પેટ લીધું, એ બધું ભેગું કરીને “સબસે બડે હમ.” આ જૈન દર્શન એવું છે. આગળ કહે છે કે “કરતે નિજ સંભાલ” - બધા મત એની અંદર આવી જાય છે. અને એ મતની દૃષ્ટિએ પોતાની સંભાળ કરી શકે છે. જિન સો હી હૈ આતમા, અન્ય હોઈ સો કર્મ; કર્મ કરે સો જિન વચન, તત્ત્વજ્ઞાનીકો મર્મ. જિન એટલે સર્વાગે શુદ્ધ સંપૂર્ણ આત્મા. એ સિવાયનું જે કાંઈ છે એ કર્મ જ છે. એટલા માટે જ આપણે અત્યાર સુધી જનમ મરણ કરીએ છીએ. તો કર્મનો નાશ કોણ કરે છે? તો કહે છે કે જિનેશ્વર ભગવાનનાં વચન. જિનેશ્વર ભગવાનનાં વચન યથાર્થ આપણે સમજીએ તો આપણાં કર્મોનો નાશ અવશ્ય થાય. તત્ત્વજ્ઞાનીઓ આ જાણે છે. એનો આ મર્મ છે. જે પંડિતો કાશીમાં ભણ્યા છે, વ્યાકરણતીર્થો, ન્યાયવિશારદો બધા છે, એમના હાથમાં શાસ્ત્રો ફરે છે પણ એ એનો મર્મ યથાર્થ સમજી શકતા નથી. એ કોણ જાણે ? જે અનુભવી હોય તે જાણે. જેને જ્ઞાન થયું હોય એ For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ આત્યંતર પરિણામ અવલોકન ૩૧૯ જાણે. જ્ઞાન થયું હોય એથી જ અજ્ઞાન નાશ પામે. એ માર્ગ પકડે તો અજ્ઞાનનો નાશ થાય. અજ્ઞાન એટલે અંધારું. આપણને બે આંખો છે, છતાં આપણે આંધળા છીએ. જ્ઞાન થાય તો દેખતા થઈએ. જબ જાન્યો નિજરૂપકો, તબ જાન્યો સબ લોક; નહિ જાન્યો નિજરૂપકો, સબ જાન્યો સો ફોક. જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. આ કડી એમ કહે છે કે જેણે પોતાના આત્માને જાણ્યો, તેને આખા જગતનું, ચૌદ રાજલોકનું જ્ઞાન થયું. ચૌદ પૂર્વધારી હોય પણ અંશે ન્યૂન એટલે આત્માનો અનુભવ કે જાણપણું ન હોય તો એને સબ જાન્યો તે ફોક. જે જે જાણ્યું તે બધું ફોક છે નકામું છે. એનું જ્ઞાન એના જન્મ મરણ ટાળનારું નથી. એહિ દિશાકી મૂઢતા, હું નહિ જિનર્ષે ભાવ; જિનમેં ભાવ બિનુ કબૂ, નહિ છૂટત દુઃખદાવ. જેના ભાવમાં દિશામૂઢતા છે. મોહનીય કર્મ એ મૂઢતા છે-દિશા ભ્રમ છે-દર્શન મોહ છે. એટલે શું ? તો કહે કે પૂર્વ તરફ એક ગામ આવ્યું છે, ત્યાં જવું છે પણ પશ્ચિમ તરફ ચાલવા માંડ્યું છે. પશ્ચિમ દિશાને જ પૂર્વ દિશા છે એમ તે માને છે, એ ભ્રમ છે. એ ભ્રમ કયો છે ? તો કહે છે કે “આ દેહ જ હું છું’ એમ જે માને છે તે. હું કોણ છું તેની તેને ખબર નથી. પરમાત્મા કેવા હોય એની એને ખબર નથી. જ્યાં સુધી આ દિશાની મૂઢતા જશે નહીં અને સાચો ભાવ પ્રગટ થશે નહીં ત્યાં સુધી આ જનમ મરણનાં દુ:ખ મટવાનાં નથી. વ્યવહારસે દેવ જિન, નિચેસે છે આપ; એહિ બચનમેં સમજ લે, જિનપ્રવચનકી છાપ. પહેલાં ભગવાનને એટલે અરિહંતદેવને ઓળખવા પડશે. ઓળખવા એટલે જાણવા પડશે કે એના કયા ગુણ અને લક્ષણ છે. એણે કયા ગુણ પ્રાપ્ત કર્યા છે, અને કયા દોષ કાઢ્યા છે, એ બરાબર સમજવું જોઈશે. એવા જ આપણા આદર્શો હોવા જોઈએ. લક્ષ હોવું જોઈએ. આપણે જિન થવું છે તો જે થવું છે એ કેવા હોય એ પહેલાં જાણવું જોઈએ. એ જાણ્યા પછી એમણે જે કર્યું એ પ્રમાણે કરવું જોઈએ. એક વખત એ પણ આપણા જેવા જ હતા. એમને પણ કર્મ હતાં, જન્મ મરણ હતાં. એ કેવી રીતે મોક્ષે ગયા એ જાણ્યા પછી, એનો માર્ગ જાણ્યા પછી એ પ્રમાણે ચાલવું જોઈએ. આધાર કોન ? સર્વજ્ઞ દેવનો- અરિહંત દેવનો આધાર. ‘ નિચૈસે હૈ આંપ' - એ વ્યવહારથી જ્યારે પોતાનો આત્મા પ્રગટ થઈ જાય ત્યારે નિશ્ચયથી આપણે પોતે જ ભગવાન થઈ જઈએ. “એહિ બચનમેં સમજ લે, જિનપ્રવચનકી છાપ.” આ For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨૦ શિક્ષામૃત વચન એવાં છે, જેણે નિશ્ચયથી યથાર્થ રીતે અનુભવથી વર્ણન કર્યું છે એ જિનપ્રવચન છે. એ જિનપ્રવચનની છાપ છે એટલે કાંઈપણ સંશય રાખ્યા વગર, તારા મનમાં એને અવધાર અને એ જ પ્રમાણે પુરુષાર્થ કર એહિ નહીં કલ્પના, એહી નહીં વિભંગ; જબ જાગેંગે આતમા, તબ લાગેંગે રંગ. આ કંઈ કલ્પના નથી અને આ તો અનુભવની વાત છે. તેમ આ વિર્ભાગજ્ઞાન પણ નથી. વિર્ભાગજ્ઞાન એ અજ્ઞાનનો ભાંગો છે. અજ્ઞાન એ પણ જ્ઞાન જ છે, પણ અસમ્યકજ્ઞાન છે, ખોટું જ્ઞાન છે, સાચું નહીં. તમારો આત્મા જ્યારે જાગશે, યથાર્થ સમજશે, મનમાં પુરુષાર્થ કરવાનો સંકલ્પ કરશે તબ લાગેંગે રંગ, ત્યારે તમને એનો રંગ લાગશે કે આપણે પરમેશ્વર થવું છે, એટલે જેને રંગ લાગે તે પુરુષાર્થ કરે તો એ પણ ભગવાન થઈ શકે છે, ભલે ને બે, ત્રણ ભવે; એટલે કે આ ભવ, એક દેવનો ભવ અને ત્રીજો-એટલે ત્રીજા ભવે તો એ મોક્ષે જાય, ત્યાં સુધી આ કાળમાં પહોંચી શકાય છે. અત્યારે મોક્ષ નથી એવાં વાક્યો સાંભળીને આપણને દોડવું હતું અને ઢાળ મળ્યો, એમ માનીને બેસી રહેશો નહીં. ૧૯ કૃપાળુદેવ પોતે પોતાના માટે કહે છે. છતાં આ વાત આપણને બધાને લાગુ પડે એવી છે. માટે તેના પર વિચાર કરો. તે દશા શાથી અવરાઈ ? અને તે દશા વર્ધમાન કેમ ન થઈ? લોકના પ્રસંગથી, માનેચ્છાથી, અજાગૃતપણાથી, સ્ત્રી આદિ પરિષહનો જય ન કરવાથી. આત્મજાગૃતિ રૂપ દશા પર આવરણ કેમ આવ્યું ? લોકના પ્રસંગથી. તેથી એ વધારે અવરાઈ. કુટુંબીઓનો સંગ, સગાઓ, મિત્રોનો સંબંધ થવાથી, માનનું પોષણ થાય એવી ઇચ્છાથી, જ્ઞાન પ્રત્યે અજાગૃતપણું થવાથી તેમજ પુરુષવેદના ઉદયને કારણે સ્ત્રીપરિષહનો જય ન થવાથી. આત્માનું બળ-જાગૃતિ રૂપી બળ ઓછું પડવાથી. જે ક્રિયાને વિશે જીવને રંગ લાગે છે, તેને ત્યાં જ સ્થિતિ હોય છે, એવો જે જિનનો અભિપ્રાય તે સત્ય છે. જ્યાં આપણને રંગ લાગે ત્યાં સ્થિતિ થાય. એમાં પોતે તો ઘણું લખ્યું છે. ત્યાં સુધી કહ્યું છે કે માણસ ટોપીનો વ્યાપાર કરતો હોય અને ટોપી, ટોપી કરતો હોય તો એને આત્મા ટોપી જેવો For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ આત્યંતર પરિણામ અવલોકન ૩ ૨૧ દેખાય. જેને આખો દિવસ જે રટણ હોય એવી સ્થિતિ હોય. જે ક્રિયાને વિશે રંગ લાગે છે એવી સ્થિતિ હોય. ત્રીસ મહા મોહનીયનાં સ્થાનક શ્રી તીર્થકરે કહ્યાં છે તે સાચાં છે. સંગમાં રહેવું નહીં, કારણ કે મોહનીયનાં ત્રીસ સ્થાનક કહ્યાં છે, એ વર્જવાં જોઈએ. પરંતુ આપણે તો એમાં જ ભર્યા પડ્યા છીએ. ડૂળ્યા છીએ. અનંતા જ્ઞાની પુરુષોએ જેનું પ્રાયશ્ચિત કહ્યું નથી, જેના ત્યાગનો એકાંત અભિપ્રાય આપ્યો છે એવો જે કામ તેથી જે મુંઝાયા નથી, તે જ પરમાત્મા છે. બ્રહ્મચર્યને કેટલું બધું મહત્ત્વ આપ્યું છે ! એટલે એ પાંચ મહાવ્રતમાં એ વ્રત ઘણું કઠિન મનાયું છે. એથી દેવગતિ તો થાય જ, પણ પછી કેટલાક મોક્ષ તરફ પ્રયાણ કરે અને કેટલાકને પરિભ્રમણ પણ થાય. સમજીને આ રસ્તે જનારા હોય તો દેવગતિ એ વચમાં વિસામો લેવાનો છે. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજસાહેબ એમ કહે છે કે જે આખો દિવસ ચાલ્યો હોય એણે રાત્રે વિસામો લેવો જોઈએ. એવી રીતે આત્માને વિસામો લેવાનું સ્થાન દેવગતિ છે. પણ કેવા જીવોને-સમ્યક્દૃષ્ટિ જીવોને. બીજાને નહીં. સંસાર તરફનું પાછું એનું પ્રયાણ તો ચાલુ જ હોય. ૨૦ કૃપાળુદેવે પોતાના આત્માની, પોતાની પરિણતિથી પોતે જ જે વાતો કરી છે એ આપણને પણ ઉપયોગી થાય પણ તેમાં સાધકની દશાનો વિચાર કરવો જોઈએ. દરેકની દશા, પરિણતિ, ઉદય કર્મો બધું જુદું જુદું હોય છે. આ દશા પ્રાપ્ત હોય એવા અમુક જ જીવો છે કે જે આના ઉપર અત્યારે વિચાર કરીને પ્રગતિ કરી શકે. એવા અધિકારી જીવો પાસે જ તે રજૂ કરાય. કોઈ બ્રહ્મરસના ભોગી, કોઈ બ્રહ્મરસના ભોગી, જાણે કોઈ વિરલા યોગી, કોઈ બ્રહ્મરસના ભોગી. કોઈ કોઈ વિરલા આ જાણે છે. બધાને આની ખબર નથી. ૨૧ ૨-૨-૩માં – ૧૯૫૧ પોષ વદ બીજે ૧૯૫૧ને દિવસે આ નોંધ કરી છે. (૨જી તિથિ એટલે બીજ, રજો પક્ષ એટલે શુકલ અને કૃષ્ણ પક્ષ એટલે વદ, ૩મા એટલે ત્રીજો મહિનો પોષ) For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨૨ શિક્ષામૃત દ્રવ્ય - એક લક્ષ. કૃપાળુદેવને કેટલા રૂપિયા જોઈએ છે ? એક લક્ષ. એ કોના માટે. એમના પિતાશ્રીનું, આગલા ભવનું દેવું હતું, એ પૂરું કરવાને માટે જોઈએ છે. ક્ષેત્ર - મોહમયી. મુંબઈમાં તેમનો ઉદય છે. કાળ - માં.વ. ૮ - ૧ એક વર્ષ ને આઠ માસ. આ તારીખથી. ઉદયભાવ. રહેવાનું કેવી રીતે ? વિચરે ઉદય પ્રયોગ’ પ્રમાણે. જેમ ઉદયમાં આવે તેમ અને પાછું સમભાવથી, સમપરિણતિએ. પછી નીચે લખ્યું છે. દ્રવ્ય – એક લક્ષ ઉદાસીન ક્યારે એ એક લક્ષ ભેગા થશે, એ બાબતમાં ઉદાસીન છે. ભાવ - ક્ષેત્ર - મોહમયી કાળ – ઇચ્છા મા.-વ. ૮ - ૧ કાળ-એક વર્ષ આઠ માસ આ ઇચ્છા છે. ત્યાર પછી છોડી દેવું છે. શું? વેપાર. બાકી વેદને તો વાર છે. ભાવ – ઉદયભાવ પ્રારબ્ધ રહેવાનું કેવી રીતે ? જેમ પ્રારબ્ધ હોય, જેમ ઉદય આવે, તેમ ભોગવવું. ૨૩ અપ્રાપ્યકારી. મન અપ્રાપ્યકારી. ચેતનનું બાહ્ય અગમન (ગમન નહીં તે) For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ આત્યંતર પરિણામ અવલોકન ૩ ૨૩ ૨૪ જ્ઞાની પુરુષોને સમયે સમયે અનંતા સંયમપરિણામ વર્ધમાન થાય છે, એમ સર્વશે કહ્યું છે તે સત્ય છે. ‘સમય’ તો એટલો સૂક્ષ્મ કાળ છે કે આપણે એક મટકું મારીએ એમાં તો કેટલા બધા ‘સમય’ ચાલ્યા જાય. હવે જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે એવા જ્ઞાનીઓને સમયે સમયે અનંત સંયમ પરિણામ વર્ધમાન થાય છે. તે સંયમ, વિચારની તીક્ષ્ણ પરિણતિથી તથા બ્રહ્મરસ પ્રત્યે સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે. એ શાંતરસ પ્રત્યે સ્થિર થાય છે. જેટલું સ્થિર થવાય એટલો આપણો સંયમ વધતો જાય છે. આંતરિક સંયમ. શ્રી તીર્થકર આત્માને સંકોચવિકાસનું ભાજન યોગદશામાં માને છે, તે સિદ્ધાંત વિશેષે કરી વિચારવા યોગ્ય છે. જ્યાં સુધી જન્મ મરણ છે ત્યાં સુધી આત્માના પ્રદેશોનો સંકોચ વિકાસ થાય છે. કીડીમાં કીડી જેટલી અવગાહના રહે અને હાથમાં હાથી જેટલી અવગાહના રહે. જન્મ મરણ મટી ગયા. મોક્ષે ગયા. ત્યારે તો એને છેલ્લો ભવ હોય તે વખતના દેહની જેટલી અવગાહના હોય તેના ૧ ૩ અંશે ઊણું એટલી જગ્યા એ સિદ્ધશિલામાં રોકે. ૨ ૩ એટલે ઋષભદેવને ૫૦૦ ધનુષની કાયા હતી, એટલે ૫00 x ૨/૩ = ૧OOO૩ ધનુષ. મહાવીર સ્વામીની ૭ હાથની કાયા હતા તો ૭ X ૨/૩ = ૧૪/૩ = ૫ હાથમાં થોડી પૂન એટલી જગ્યા એ સિદ્ધશિલામાં રોકે, હવે ક્યાં ૫૦૦ ધનુષ્ય અને ક્યાં પાંચ હાથ. છતાં બંનેનું સુખ સરખું હોય તો આપણને પ્રશ્ન થાય કે કેવી રીતે બધા ત્યાં સમાઈ શકતા હશે ? તો કહે કે અહીં અત્યારે આ દીવાનો પ્રકાશ છે, અહીં બીજા પાંચ દીવા મૂકીએ તો તેનો પ્રકાશ પણ આ પ્રકાશમાં સમાઈ જાય. હવે તેમાં કયો પ્રકાશ કોનો છે એ દેખાય નહીં, છતાં દરેક દીવાના પ્રકાશ સ્વતંત્ર છે. એમ જ સિદ્ધશિલામાં સિદ્ધાત્માઓની અવગાહના રહેલી છે. ૨૬ ધ્યાન રાખો. આમાં જે ધ્યાન કરે છે એમાં શુદ્ધ આત્માનું. શુદ્ધ આત્મા કેવો હોય ? સિદ્ધનો આત્મા કેવો હોય કે કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી આપણી શું દશા હોય એ ધ્યાનમાં વિચારવા માટે પોતે આ પ્રમાણે ધ્યાન કરે છે. For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨૪ શિક્ષામૃત ચિત્ ધાતુમય ચિદ્ મૂળ સ્વરૂપ ચિત્ એટલે to know એટલે જ્ઞાનથી સંપૂર્ણ આપણો આત્મા છે. પરમશાંત, અડગ મેરૂની પેઠે ડગે નહીં, એકાગ્ર, એક સ્વભાવમય અસંખ્યાત પ્રદેશાત્મક પુરુષાકાર પુરુષનો આકાર. ચિદાનંદ ઘન ચિદુ અને આનંદ એટલે જ્ઞાન અને આનંદનો ઘન એટલે આખો નક્કર હોય, એમ તેનું ધ્યાન કરો. જ્ઞા વ દવ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચારે ઘાતિ કર્મોનો આત્યંતિક અભાવ. પ્રદેશ સંબંધ પામેલાં હવે બાકીનાં અઘાતી કર્મો પૂર્વ નિષ્પન્ન, જે કર્મ આગળ બાંધ્યાં છે તે. સત્તાપ્રાપ્ત, અત્યારે સત્તામાં રહેલાં છે તે. ઉદયપ્રાપ્ત, ઉદીરણાપ્રાપ્ત ચાર એવા ના.ગો.આ. વેદનીય નામ, ગોત્ર, આયુષ્ય, વેદનીય, વેદવાથી અભાવ જેને છે એવું શુદ્ધસ્વરૂપ જિન એટલે ભગવાન ચિક્યૂર્તિ જ્ઞાનની મૂર્તિ સર્વ લોકાલોકભાસક ચમત્કારનું ધામ. આવા ભગવાન છે. આત્મા છે. એનું ધ્યાન કરવું જોઈએ. ૩૨ ધન્ય રે દિવસ આ અહો, જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે રે ધારા ઊલસી, મટ્યો ઉદયકર્મનો ગર્વ રે. ધન્ય For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ આત્યંતર પરિણામ અવલોકન ૩૨૫ આજનો દિવસ મારો ધન્ય છે એમ કૃપાળુદેવ પોતાની ડાયરીમાં લખે છે કારણ કે મને અપૂર્વ શાંતિ આજે પ્રગટ થઈ છે. અપૂર્વ એટલે પૂર્વે કોઈ દિવસ ન પ્રગટી હોય તેવી. “દશ વર્ષે રે ધારા ઊલસી” – દશ વર્ષ થઈ ગયાં, મહેનત કરતાં, ત્યારે આ ઉલ્લાસમય ધારા પ્રાપ્ત થઈ છે. અને તેથી “મો ઉદયકર્મનો ગર્વ રે.” ઉદયકર્મ તો બધાને આવે; જ્ઞાનીને પણ આવે અને અજ્ઞાનીને પણ આવે. પણ એ ભોગવતાં, અજ્ઞાનીને નવાં કર્મ બંધાય છે. ત્યારે જ્ઞાનીને નિર્જરા થાય. એ ઉદય કર્મ ભોગવે પણ એને નવાં કર્મ ન બંધાય. એટલે એનો ગર્વ મટી ગયો. ઉદયકર્મથી આજ સુધી હારતા હતા તે એનો ગર્વ મટી ગયો. ઓગણીસસે ને એકત્રીસે, આવ્યો અપૂર્વ અનુસાર રે; ઓગણીસસેં ને બેતાલીસ, અદ્ભુત વૈરાગ્ય ધાર રે. ધન્ય ઓગણીસસો ને એકત્રીસની સાલમાં, (એમનો જન્મ થયો હતો ઓગણીસસોને ચોવીસની સાલમાં,) એટલે જ્યારે એમને સાત વર્ષ પૂરાં થયા ત્યારે એમને પૂર્વભવનું જ્ઞાન થયું હતું. સ્મશાનમાં, બાવળ ઉપરથી, ચિતાને બળતી જુએ છે અને એ સાત વર્ષના છોકરાને એમ થાય કે અરે ! આ કાલે હાલતા ચાલતા હતા, અને આજે, લાકડાને બાળે એમ, એને બાળી નાંખે છે. આ શું છે ? એમાં વિચારે ચઢયા તો પોતાના પૂર્વભવનું એમને જાણે તાદશ જોતાં હોય તેવું જ્ઞાન થયું. પછી ઓગણીસસો ને બેતાલીસમાં એટલે ૧૮ વર્ષની ઉંમરે ખભા પર ખેસ નાંખીને બેઠા છે, જામનગરી પાઘડી બાંધી છે ને લાંબો કોટ પહેર્યો છે, ત્યારે એકદમ એવો વૈરાગ્ય આવ્યો; ખસ્યો ખસે નહીં એવો એ વૈરાગ્ય હતો. ઓગણીસસેં ને સુડતાલીસે, સમક્તિ શુદ્ધ પ્રકાણ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય ત્રેવીસ વર્ષ પૂરાં થયાં, ત્યાર પછી ૨૪મું વર્ષ બેસે એ વચમાં એમને શુદ્ધ સમક્તિ પ્રકાશ્યગ્રંથિભેદ થયો, અને આત્માનો અનુભવ થયો, એટલે શુદ્ધ સમકિત પ્રકાશ્ય. આત્મસિદ્ધિની ૧૧૦, ૧૧૧ અને ૧૧૨ કડી લખી તે સમકિતની છે. એથી શ્રુતજ્ઞાન એટલે જે વાંચ્યું હતું. તેનાથી અને ધ્યાન કરવાથી અનુભવ દશા એમ ને એમ વધતી ચાલી. “નિજ સ્વરૂપ અવભાસ્યું રે” પોતાને આત્માનો ઉઘાડ થયો. આત્માનો સાક્ષાત્કાર થયો. ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક રંચ રે. ધન્ય એમાં કોણ જાણે શું બન્યું, એવો ઉદય આવ્યો કે પ્રવૃત્તિ એમ ને એમ વધતી જં ચાલી. For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨૬ શિક્ષામૃત પરિગ્રહ પણ વધ્યો અને પ્રપંચ પણ વધ્યો. એને જેમ જેમ હડસેલીએ તેમ તેમ ઓછો ન થયો પણ એ વધતો જ ગયો, વધતો જ ગયો. એકમંચ પણ ઘટે નહીં, પણ વધે. વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઈ રે; ક્રમે કરીને જે તે જશે, એમ ભાસે મનમાંહી રે. ધન્ય પ્રવૃત્તિ વધતી જ ગઈ પણ હવે કાંઈ જાણે ઓછું થયું હોય એમ દેખાય છે. એટલે તેઓ કહે છે કે “ક્રમે કરીને એ પ્રવૃત્તિ સાવ ઓછી થઈ જશે એમ મારા મનમાં હવે ભાસે છે-લાગે છે.” યથા હેતુ જે ચિત્તનો, સત્ય ધર્મનો ઉદ્ધાર રે; થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરધાર રે. ધન્ય હવે મારા ચિત્તમાં એમ લાગે છે કે સત્ય ધર્મનો, શ્રી મહાવીર ભગવાનના સનાતન ધર્મનો, ઉદ્ધાર મારાથી થશે- અવશ્ય આ દેહથી થશે, એમ હવે મને ચોક્કસ લાગે છે. આવી અપૂર્વ વૃત્તિ અહો, થશે અપ્રમત્ત યોગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિયોગ રે. ધન્ય અપૂર્વ વૃત્તિ એટલે અંતરવૃત્તિનું અપૂર્વપણું. તેથી મારો અપ્રમત્ત યોગ એટલે અપ્રમત્ત ગુણસ્થાનક-મન, વચન, કાયાનાં સ્થિર યોગ એ ચોક્કસ મને પ્રાપ્ત થશે. અને કેવળ લગભગની ભૂમિકાને સ્પર્શીને મારો આ દેહ પડશે, એમ મને હવે લાગે છે. , અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે; તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય અંદર જોઉં છું તો હવે કર્મનો ભાગ થોડોક જ બાકી રહે છે. બહુ ઝાઝાં કર્મ નથી. એટલા માટે એક દેહ ધારીને સ્વરૂપનાં સ્વદેશમાં એટલે મારા પોતાના દેશમાં-સ્વભાવમાં મોક્ષમાં, સિદ્ધાલયમાં હું જઈશ, એમ કૃપાળુદેવ લખે છે. ૩૭ શ્રીમાન મહાવીર સ્વામી જેવાએ અપ્રસિદ્ધ પદ રાખી ગૃહવાસ વેદ્યો-ગૃહવાસથી નિવૃત્ત થયે પણ સાડાબાર વર્ષ જેવા દીર્ઘકાળ સુધી મૌન આચર્યું. મહાવીર ભગવાન ત્રીસ વર્ષ ઘરમાં રહ્યા હતા. ૨૮મે વર્ષે એમનાં માતા-પિતાનો સ્વર્ગવાસ થયો. ત્યારબાદ બે વર્ષ એમના મોટાભાઈના કહેવાથી ઘરમાં રહ્યા. પણ ત્યારે એમને કોઈ ઓળખતું હશે કે આ તીર્થંકર છે ? એટલે ‘અપ્રસિદ્ધ પદ રાખી” અંદર તો એમની દશા હોય For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ આત્યંતર પરિણામ અવલોકન ૩ ૨૭ જ છતાં એમના ઉદયમાં ગૃહવાસ હતો. ‘અપ્રસિદ્ધ પદ રાખી’ એટલે પોતાને આત્મજ્ઞાન છે, ક્ષાયિક સ્થિતિ છે એ વાત કોઈને જણાવા દીધી નહીં, સામાન્ય વ્યક્તિ તરીકે જ રહ્યા પણ સંપૂર્ણ ત્યાગીની સ્થિતિમાં. રાત ને દિવસ, સાડાબાર વર્ષ સુધી ઉગ્ર તપશ્ચર્યા કરતા રહ્યા. સતત મૌન રાખતા. એમનાં કર્મ એટલાં બધાં ભારે હતાં કે એમ કરે નહીં તો એમનાં કર્મનો ક્ષય થાય નહીં. નિદ્રા તજી વિષમ પરિષહ સહ્યા એનો હેતુ શો? અને આ જીવ આમ વર્તે છે, તથા આમ કહે છે, એનો હેતુ શો ? બન્નેનો હેતુ એક જ છે. એમને પણ ઉદય આવે, એ કર્મ સમભાવે વેદવાનાં છે. અને આ જીવ એટલે કૃપાળુદેવનો જીવ, એ આમ વર્તે છે, બાહ્ય પ્રવૃત્તિરૂપ વેપાર કરે છે, ગૃહવાસ ભોગવે છે, એ એમને પણ ઉદય સમભાવે વેચવાનો છે. આપણે પણ આમ જ વર્તીએ છીએ ને? જે પુરુષ સદ્ગુરુની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મસ્વરૂપનો નિર્ધાર કરે તે માત્ર પોતાના સ્વચ્છંદના ઉદયને વેદે છે, એમ વિચારવું ઘટે છે. જે જીવ પુરુષના ગુણનો વિચાર ન કરે, અને પોતાની કલ્પનાના આશ્રયે વર્તે તે જીવ સહજમાત્રમાં ભાવવૃદ્ધિ (સંસાર વધારી દે છે.) ઉત્પન્ન કરે છે. કેમ કે અમર થવા માટે ઝેર પીએ છે. કેટલું સચોટ લખ્યું છે ! ૩૮ સર્વસંગ મહાશ્રવરૂપ શ્રી તીર્થકરે કહ્યો છે, તે સત્ય છે. આવી મિશ્રગુણસ્થાનક જેવી સ્થિતિ ક્યાં સુધી રાખવી? જે વાત ચિત્તમાં નહીં, તે કરવી, અને જે ચિત્તમાં છે તેમાં ઉદાસ રહેવું એવો વ્યવહાર શી રીતે થઈ શકે? વેશ્યવેષે અને નિગ્રંથભાવે વસતા કોટિ કોટિ વિચાર થયા કરે છે. વેષ તો વાણિયાનો છે. પ્રવૃત્તિ પણ એવી જ કરે છે. અને ગૃહસ્થાવાસમાં છે. એમની ગ્રંથિ છેદાઈ ગઈ છે. એમને વેપાર સાથે કાંઈ લાગતું વળગતું નથી. સંસાર સાથે કાંઈ લાગતું વળગતું નથી. વેષ અને તે વેષ સબંધી વ્યવહાર જોઈ લોકદષ્ટિ તેવું માને એ ખરું છે, અને નિગ્રંથભાવે વર્તતું ચિત્ત તે વ્યવહારમાં યથાર્થ ન પ્રવર્તી શકે તે પણ સત્ય છે; જે માટે એવા બે પ્રકારની સ્થિતિ કરી વર્તી શકાતું નથી, કેમ કે પ્રથમ પ્રકારે વર્તતા નિગ્રંથભાવથી ઉદાસ રહેવું પડે તો જ યથાર્થ વ્યવહાર સાચવી શકાય એમ છે, અને નિગ્રંથભાવે વસીએ તો પછી તે વ્યવહાર ગમે તેવો થાય તેની ઉપેક્ષા કરવી ઘટે, જો ઉપેક્ષા ન કરવામાં આવે તો નિગ્રંથભાવ હાનિ પામ્યા વિના રહે નહીં. For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત તે વ્યવહાર ત્યાગ્યા વિના અથવા અત્યંત અલ્પ કર્યા વિના નિગ્રંથતા યથાર્થ રહે નહીં, અને ઉદયરૂપ હોવાથી વ્યવહાર ત્યાગ્યો જતો નથી. આ સર્વ વિભાવયોગ મટ્યા વિના અમારું ચિત્ત બીજા કોઈ ઉપાયે સંતોષ પામે એમ લાગતું નથી. તે વિભાવયોગ બે પ્રકારે છે : એક પૂર્વે નિષ્પન્ન કરેલો એવો ઉદયસ્વરૂપ (પૂર્વનાં કર્મનો) અને બીજો આત્મબુદ્ધિએ કરી રંજનપણે કરવામાં આવતો ભાવસ્વરૂપ. આ બીજો જેટલો વખત થાય એટલો વખત એમાં નવાં કર્મ બંધાય. આત્મભાવે વિભાવ સંબંધી યોગ તેની ઉપેક્ષા જ શ્રેયભૂત લાગે છે. નિત્ય તે વિચારવામાં આવે છે, તે વિભાવપણે વર્તતો આત્મભાવ ઘણો પરિક્ષીણ કર્યો છે, અને હજી પણ તે જ પરિણતિ વર્તે છે. ૩૨૮ તે સંપૂર્ણ વિભાવયોગ નિવૃત્ત કર્યા વિના ચિત્ત વિશ્રાંતિ પામે એમ જણાતું નથી, અને હાલ તો તે કારણે કરી વિશેષ ક્લેશ વેદન કરવો પડે છે, કેમ કે ઉદય વિભાવક્રિયાનો છે અને ઇચ્છા આત્મભાવમાં સ્થિતિ કરવાની છે. તથાપિ એમ રહે છે કે, ઉદયનું વિશેષકાળ સુધી વર્તવું રહે તો આત્મભાવ વિશેષ ચંચળ પરિણામને પામશે; કેમ કે આત્મભાવ વિશેષ સંધાન કરવાનો અવકાશ (સમય) ઉદયની પ્રવૃત્તિને લીધે પ્રાપ્ત ન થઈ શકે, અને તેથી તે આત્મભાવ કંઈ પણ અજાગૃતપણાને પામે. જે આત્મભાવ ઉત્પન્ન થયો છે, તે આત્મભાવ પર જો વિશેષ લક્ષ કરવામાં આવે તો અલ્પકાળમાં તેનું વિશેષ વર્ધમાનપણું થાય, અને વિશેષ જાગૃતાવસ્થા ઉત્પન્ન થાય, અને થોડા કાળમાં હિતકારી એવી ઉગ્ર આત્મદશા પ્રગટે, અને જો ઉદયની સ્થિતિ પ્રમાણે ઉદયનો કાળ રહેવા દેવાનો વિચાર કરવામાં આવે તો હવે આત્મશિથિલતા થવાનો પ્રસંગ આવશે, એમ લાગે છે, કેમકે દીર્ઘકાળનો આત્મભાવ હોવાથી અત્યાર સુધી ઉદયબળ ગમે તેવું છતાં તે આત્મભાવ હણાયો નથી, તથાપિ કંઈક કંઈક તેની અજાગૃતાવસ્થા થવા દેવાનો વખત આવ્યો છે; એમ છતાં પણ હવે કેવળ ઉદય પર ધ્યાન આપવામાં આવશે તો શિથિલભાવ ઉત્પન્ન થશે. જ્ઞાનીપુરુષો ઉદયવશ દેહાદિ ધર્મ નિવર્તે છે. દેહાદિ એટલે એ દેહ વિગેરેનો સંસાર, એમાં પ્રવૃત્તિ કરી હોય તો એ રીતે પ્રવૃત્તિ કરી હોય તો આત્મભાવ હણાવો ન જોઈએ; એ માટે એ વાત લક્ષ રાખી ઉદય વેદવો ઘટે છે, એમ વિચાર પણ હમણાં ઘટતો નથી, કેમ કે જ્ઞાનના તારતમ્ય કરતાં ઉદયબળ વધતું જોવામાં આવે તો જરૂર ત્યાં જ્ઞાનીએ પણ જાગૃત દશા કરવી ઘટે, એમ શ્રી સર્વજ્ઞે કહ્યું છે. અત્યંત દુષમકાળ છે તેને લીધે અને હતપુણ્ય (જેનું પુણ્ય હણાઈ ગયું છે એવા) લોકોએ ભરતક્ષેત્ર ઘેર્યું છે. For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ આત્યંતર પરિણામ અવલોકન ૩ ૨૯ ભરતક્ષેત્રમાં અત્યારે ઓછા પુણ્યવાળા લોકો-જીવો છે : તેને લીધે પરમ સત્સંગ, સત્સંગ કે સરળ પરિણામી જીવોનો સમાગમ પણ દુર્લભ છે, એમ જાણી જેમ અલ્પકાળમાં સાવધાન થવાય તેમ કરવું ઘટે છે. ૩૯ મીનદશા ધારણ કરવી ? વ્યવહારનો ઉદય એવો છે કે તે ધારણ કરેલી દશા લોકોને કષાયનું નિમિત્ત થાય તેમ વ્યવહારની પ્રવૃત્તિ બને નહીં. આસપાસના લોકો, જેની સાથે પૂર્વકર્મને કારણે સંગ છે એવા લોકોને કષાય ભાવ જાગૃત થાય, તે ન થાય તેમ વ્યવહાર કરવો શક્ય નથી. તો શું કરવું? ત્યારે તે વ્યવહાર નિવૃત્ત કરવો? તે પણ વિચારતાં બનવું કઠણ લાગે છે, કેમ કે તેવી કંઈક સ્થિતિ વેદવાનું ચિત્ત રહ્યા કરે છે. પછી તે શિથિલતાથી, ઉદયથી કે પરેચ્છાથી કે સર્વજ્ઞ દૃષ્ટિથી, એમ છતાં પણ અલ્પકાળમાં આ વ્યવહારને સંક્ષેપ કરવા ચિત્ત છે. તે વ્યવહાર કેવા પ્રકારે સંક્ષેપ થઈ શકશે? કેમ કે તેનો વિસ્તાર વિશેષપણે જોવામાં આવે છે. વ્યાપારસ્વરૂપે, કુટુંબપ્રતિબંધ, યુવાવસ્થા-પ્રતિબંધ, દયાસ્વરૂપે, વિકારસ્વરૂપે, ઉદયસ્વરૂપે એ આદિ કારણે તે વ્યવહાર વિસ્તારરૂપ જણાય છે. હું એમ જાણું છું કે અનંતકાળથી અપ્રાપ્તવત્ એવું આત્મસ્વરૂપ કેવળજ્ઞાન-કેવળદર્શનસ્વરૂપે અંતર્મુહૂર્તમાં ઉત્પન્ન કર્યું છે. - પરમ કૃપાળુદેવ એમ કહેવા માંગે છે કે “જેમણે સાધના યથાર્થપણે કરી તેઓએ અનંતકાળથી જે આત્મસ્વરૂપ પ્રાપ્ત થયું ન હતું તેને અંતર્મુહૂર્તમાં ઉત્પન્ન કર્યું છે. એટલે કે કેવળજ્ઞાનકેવળદર્શન સ્વરૂપે સ્થિતિ કરી છે.” તો પછી વર્ષ છ માસ કાળમાં આટલો આ વ્યવહાર કેમ નિવૃત્ત નહીં થઈ શકે? માત્ર જાગૃતિના ઉપયોગાંતરથી તેની સ્થિતિ છે, અને તે ઉપયોગના બળને નિત્ય વિચાર્યેથી અલ્પકાળમાં તે વ્યવહાર નિવૃત્ત થઈ શકવા યોગ્ય છે. તો પણ તેની કેવા પ્રકારે નિવૃત્તિ કરવી, એ હજી વિશેષપણે મારે વિચારવું ઘટે છે, એમ માનું છું, કેમ કે વીર્યને વિશે કંઈ પણ મંદ દશા વર્તે છે. તે મંદ દશાનો હેતુ શો ? અજાગૃતિ અને પ્રમાદને કારણે વ્યવહાર છે. પણ ઉપયોગના બળ વડે પુરુષાર્થ કરવામાં For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત આવે તો તે અલ્પકાળમાં નિવૃત્ત થઈ શકે પણ તે વિશે વીર્ય મંદપણે પ્રવર્તે છે. તેનું શું કારણ હોઈ શકે ? હવે જણાવે છે. ૩૩૦ ઉદયબળે પ્રાપ્ત થયો એવો પરિચય, માત્ર પરિચય, એમ કહેવામાં કંઈ બાધ છે ? તે પરિચયને વિશે વિશેષ અરુચિ રહે છે, તે છતાં તે પરિચય કરવો રહ્યો છે. તે પરિચયનો દોષ કહી શકાય નહીં, પણ નિજદોષ કહી શકાય. અરુચિ હોવાથી ઇચ્છારૂપ દોષ નહીં કહેતાં ઉદયરૂપ દોષ કહ્યો છે. ૪૨ अवि अप्पणो वि देहंमि, नायरंति ममाइयं મને આ દેહમાં મારાપણું કે પ્રેમ કે પ્રીતિ નથી. ୪୪ હે જીવ ! અસારભૂત લાગતા એવા આ વ્યવસાયથી હવે નિવૃત્ત થા, નિવૃત્ત ! આપણને કદી એમ થાય છે ? નથી લાગતો અસારભૂત. આપણને તો એ મીઠો લાગે છે. તે વ્યવસાય કરવાને વિશે ગમે તેટલો બળવાન પ્રારબ્ધોદય દેખાતો હોય તો પણ તેથી નિવૃત્ત થા, નિવૃત્ત ! જો કે શ્રી સર્વશે એમ કહ્યું છે કે ચૌદમે ગુણઠાણે વર્તતો એવો જીવ પણ પ્રારબ્ધ વેદ્યા વિના મુક્ત થઈ શકે નહીં, તો પણ તું તે ઉદયનો આશ્રયરૂપ હોવાથી નિજ દોષ જાણી તેને અત્યંત તીવ્રપણે વિચારી તેથી નિવૃત્ત થા, નિવૃત્ત ! કેવળ માત્ર પ્રારબ્ધ હોય, અને અન્ય કર્મદશા વર્તતી ન હોય તો તે પ્રારબ્ધ સહેજે નિવૃત્ત થવા દેવાનું બને છે, એમ પરમ પુરુષે સ્વીકાર્યું છે, પણ તે કેવળ પ્રારબ્ધ ત્યારે કહી શકાય કે જ્યારે પ્રાણાંતપર્યંત નિષ્ઠાભેદષ્ટિ ન થાય. મૃત્યુ આવે તો પણ નિષ્ઠાભેદષ્ટિ ન થાય ત્યારે પ્રારબ્ધ નિવૃત્ત થવાનો યોગ થાય છે. એ કહી ગયા છે એમાં સંપૂર્ણ શ્રદ્ધા, એમાં જરા પણ ફેર છે નહીં. અને તને સર્વ પ્રસંગમાં એમ બને છે, એવું જ્યાં સુધી કેવળ નિશ્ચય ન થાય ત્યાં સુધી શ્રેય એ છે કે, તેને વિશે ત્યાગબુદ્ધિ ભજવી, આ વાત વિચારી તે જીવ ! હવે તું અલ્પકાળમાં નિવૃત્ત થા, નિવૃત્ત ! For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ આપ્યંતર પરિણામ અવલોકન ૪૫ હે જીવ ! હવે તું સંગનિવૃત્તિરૂપ કાળની પ્રતિજ્ઞા કર, પ્રતિજ્ઞા કર ! કેવળસંગનિવૃત્તિરૂપ પ્રતિજ્ઞાનો વિશેષ અવકાશ જોવામાં ન આવે તો અંશસંગનિવૃત્તિરૂપ એવો આ વ્યવસાય તેને ત્યાગ ! એટલે કે ધંધો બંધ કર. બે વસ્તુ હતી એક ગૃહસ્થાવાસ હતો અને બીજું આ ધંધો હતો. તો ધંધો બંધ કર. ૩૩૧ જે જ્ઞાનદશામાં ત્યાગાત્યાગ કંઈ સંભવે નહીં તે જ્ઞાનદશાની સિદ્ધિ છે જેને વિશે એવો તું સર્વસંગત્યાગદશા અલ્પકાળ વેદીશ તો સંપૂર્ણ જગત પ્રસંગમાં વર્તે તો પણ તને બાધરૂપ ન થાય. એ પ્રકાર વર્તો છતે પણ નિવૃત્તિ જ પ્રશસ્ત સર્વજ્ઞે કહી છે. કેમ કે ઋષભાદિ સર્વ પરમ પુરુષે છેવટે એમજ કર્યું છે. તેઓ રાજ અને સંસાર મૂકીને ચાલી નીકળ્યા છે. ૪૮ “જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જ જીવ સ્વભાવ રે; તે જિન વીરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય અભાવ રે.” કષાય જરાય ન હોય. ૫૬ ત્રણે કાળમાં જે વસ્તુ જાત્યંતર થાય નહીં તેને શ્રી જિન દ્રવ્ય કહે છે. `એટલે મૂળ દ્રવ્ય. એ પુદ્ગલ હોય કે આત્મા હોય. એના પર્યાય બદલાય પણ મૂળ દ્રવ્ય ન બદલાય. કોઈપણ દ્રવ્ય પરપરિણામે પરિણમે નહીં. સ્વપણાનો ત્યાગ કરી શકે નહીં. કોઈપણ દ્રવ્ય પરપરિણતિ ન કરે. સ્વપરિણતિ જ કરે. પ્રત્યેક દ્રવ્ય (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી) સ્વપરિણામી છે. છયે દ્રવ્ય પોતાની પરિણતિમાં જ એટલે સ્વપરિણતિમાં દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવથી રહે છે. અજ્ઞાનદશામાં હોય તો અજ્ઞાનદશાએ, એ જ્ઞાનની પરિણતિ જ છે પણ અસમ્યજ્ઞાન છે, એટલે જ્ઞાનની ઊંધી પરિણતિ છે. For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત નિયત અનાદિ મર્યાદાપણે વર્તે છે. એટલે બધાં જ દ્રવ્યો નિત્ય-ત્રણે કાળ રહેવાવાળાં તથા અનાદિથી પોતપોતાની મર્યાદામાં રહીને વર્તી રહ્યાં છે. જે ચેતન છે, તે કોઈ દિવસ અચેતન થાય નહીં; જે અચેતન છે, તે કોઈ દિવસ ચેતન થાય નહીં. આપણી અંદર બેઠેલો આત્મા ક્યારેય જડ થાય નહીં અને આત્મા વગરનો દેહ ક્યારેય ચેતન થાય નહીં. ૩૩૨ ५० જે જે પ્રકારે આત્માને ચિંતન કર્યો હોય તે તે પ્રકારે તે પ્રતિભાસે છે. “ભૃગી ઇલિકાને ચટકાવે તે ભૃગી જગ જુએ રે,” એવું છે. તેમ આત્માને જે પ્રકારે ચિંતન કરો તે પ્રમાણે જણાય છે. વિષયાર્તાપણાથી મૂઢતાને પામેલી વિચારશક્તિવાળા જીવને આત્માનું નિત્યપણું ભાસતું નથી. જીવ પાંચે ઇન્દ્રિયોના વિષયમાં મૂઢ છે, તેથી એની બુદ્ધિ મૂઢ થઈ ગઈ છે, તેથી આત્માનું નિત્યપણું ભાસતું નથી. આપણે નિત્ય રહેવાના છીએ ? આત્મા નથી મરતો, શરીર મરે છે એમ ૨૪ કલાક આપણને રહે છે ? જો રહેતું હોય તો તો આવાં ઝાવાં ન મારીએ. એમ ઘણું કરીને દેખાય છે, તેમ થાય છે, તે યથાર્થ છે; કેમ કે અનિત્ય એવા વિષયને વિશે આત્મબુદ્ધિ હોવાથી, પોતાનું પણ અનિત્યપણું ભાસે છે. વિચારવાનને આત્મા વિચારવાન લાગે છે. શૂન્યપણે ચિંતન કરનારને આત્મા શૂન્ય લાગે છે, અનિત્યપણે ચિંતન કરનારને અનિત્ય લાગે છે, નિત્યપણે ચિંતન કરનારને નિત્ય લાગે છે. ચેતનની ઉત્પત્તિના કંઈ પણ સંયોગો દેખાતા નથી, તેથી ચેતન અનુત્પન્ન છે. તે ચેતન વિનાશ પામવાનો કંઈ અનુભવ થતો નથી માટે અવિનાશી છે-નિત્ય અનુભવસ્વરૂપ હોવાથી નિત્ય છે. સમયે સમયે પરિણામાંતર પ્રાપ્ત થવાથી અનિત્ય છે. સ્વસ્વરૂપનો ત્યાગ કરવાને અયોગ્ય હોવાથી મૂળ દ્રવ્ય છે. ૬૪ સિદ્ધ આત્મા લોકાલોકપ્રકાશક છે, પણ લોકાલોકવ્યાપક નથી, વ્યાપક તો સ્વઅવગાહના પ્રમાણ છે. જે મનુષ્યદેહે સિદ્ધિ પામ્યા તેના ત્રીજા ભાગ ઊણે તે પ્રદેશ ઘન છે, એટલે આત્મદ્રવ્ય લોકાલોક વ્યાપક નથી પણ લોકાલોક પ્રકાશક એટલે લોકાલોકજ્ઞાયક છે, લોકાલોક પ્રત્યે આત્મા For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ આપ્યંતર પરિણામ અવલોકન જતો નથી, અને લોકાલોક કંઈ આત્મામાં આવતાં નથી, સર્વે પોતપોતાની અવગાહનામાં સ્વસત્તામાં રહ્યા છે, તેમ છતાં આત્માને તેનું જ્ઞાનદર્શન શી રીતે થાય છે ? અત્રે જો એવું દૃષ્ટાંત કહેવામાં આવે કે જેમ અરીસામાં વસ્તુ પ્રતિબિંબિત થાય છે, તેમ આત્મામાં પણ લોકાલોક પ્રકાશિત થાય છે, પ્રતિબિંબિત થાય છે, તો એ સમાધાન પણ અવિરોધ દેખાતું નથી, કેમ કે અરીસામાં તો વિસ્રસાપરિણામી પુદ્ગલરશ્મિથી પ્રતિબિંબિત થાય છે. ૩૩૩ આ તો એ અરીસાનો ગુણ જ એવો છે કે એમાં એ પ્રતિબિંબિત થાય એટલે વિસસાપરિણામી પુદ્ગલરશ્મિ પુદ્ગલનું પ્રતિબિંબ પડે. આત્માનો અગુરુલઘુ ધર્મ છે, તે ધર્મને દેખતાં આત્મા સર્વ પદાર્થને જાણે છે. તે સાચું છે. ગુણ સાથે પોતાના આ અગુરુલઘુ ગુણનો અવિર્ભાવ કરતાં આત્મા સર્વ પદાર્થને જાણે છે. કેમ કે સર્વ દ્રવ્યમાં અગુરુલઘુ ગુણ સમાન છે. એમ કહેવામાં આવે છે, ત્યાં અગુરુલઘુ ધર્મનો અર્થ શું સમજવો ? ૬ सम्मोदया सट्ट दोसा न जस्स सो देवो; सो हु गुरु जो नाणी आरंभपरिग्गहा विरओ. એટલે કે ધર્મ એ છે કે જેના મૂળમાં દયા હોય. દેવ એ છે કે જેના અઢારે દોષ ગયા હોય. સદ્ગુરુ એ કે જે જ્ઞાની હોય અને આરંભપરિગ્રહથી વિરતિ પામેલા હોય. ૮૭ અકિંચનપણાથી વિચરતાં એકાંત મૌનથી જિનસદેશ ધ્યાનથી તન્મયાત્મસ્વરૂપ એવો ક્યારે થઈશ ? અકિંચનપણાથી એટલે એક પાઈ પણ પાસે નહીં અને બહાર જંગલમાં વિચરતા હોય. એકાંત મૌનથી – માનસિક મૌન પણે રહીને કોઈ સાથે બોલવાનું નહીં. જિનસદશ ધ્યાનથી એટલે અરિહંત ભગવાન હોય એમના જેવા ધ્યાનથી. તન્મયાત્મસ્વરૂપ = આત્મામાં તન, મન બધું ડૂબેલું હોય એવો ક્યારે થઈશ ? આત્મસ્વરૂપમાં લીન સ્વરૂપે રહેલ. For Personal & Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ શિક્ષામૃત હાથનોંધ - ૨ રાગ, દ્વેષ અને અજ્ઞાનનો આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારું સ્મરણ, ધ્યાન અને પામવા યોગ્ય સ્થાન છે. અમારું સ્વરૂપ એ છે; અમારું ધ્યાન એ છે અને એ સ્થાન અમારે પામવા યોગ્ય છે. સર્વજ્ઞપદનું ધ્યાન કરો. એમ જ કરો. સર્વજ્ઞ કેવા હોય એ આંતરિક રીતે જાણવું જોઈએ. અરિહંત ભગવાન, સર્વજ્ઞ, કેવળજ્ઞાની થયા પછી કેવા હોય એ જાણીને એનું ધ્યાન કરો. એટલું જ. હે જીવ ! સ્થિર દૃષ્ટિથી કરીને તું અંતરંગમાં જો, આપણે સ્થિરષ્ટિ જ ક્યાં કરીએ છીએ? તો પછી અંતરંગમાં જોવાની ક્યાં વાત જ આવે ? તો સર્વ પરદ્રવ્યથી મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે. હે જીવ ! અસફદર્શનને લીધે તે સ્વરૂપ તને ભાસતું નથી. તે સ્વરૂપમાં તને શંકા છે, વ્યામોહ અને ભય છે. સમ્યફદર્શનનો યોગ પ્રાપ્ત કરવાથી તે અભાસનાદિની નિવૃત્તિ થશે. તે સમ્યફદર્શની ! સમ્યફચારિત્ર જ સમ્યફદર્શનનું ફળ ઘટે છે, માટે તેમાં અપ્રમત્ત થા. જે પ્રમત્તભાવ ઉત્પન્ન કરે છે તે કર્મબંધની તને સુપ્રતીતિનો હેતુ છે. હે સચ્ચારિત્રી ! હવે શિથિલપણું ઘટતું નથી. ઘણો અંતરાય હતો તે નિવૃત્ત થયો, તો હવે નિરંતરાય પદમાં શિથિલતા શા માટે કરે છે ? દુઃખનો અભાવ કરવાને સર્વ જીવ ઇચ્છે છે. દુઃખનો આત્યંતિક અભાવ કેમ થાય ? તે નહીં જણાવાથી દુઃખ ઉત્પન્ન થાય તે માર્ગને દુઃખથી મુકાવાનો ઉપાય જીવ સમજે છે. For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ આત્યંતર પરિણામ અવલોકન ૩૩૫ જન્મ, જરા, મરણ મુખ્યપણે દુઃખ છે. તેનું બીજ કર્મ છે. કર્મનું બીજ રાગદ્વેષ છે, અથવા આ પ્રમાણે પાંચ કારણ છે : - મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ. પહેલા કારણનો અભાવ થયે બીજાનો અભાવ, પછી ત્રીજાનો, પછી ચોથાનો, અને છેવટે પાંચમા કારણનો એમ અભાવ થવાનો ક્રમ છે. અક્રમ માર્ગ નથી. આ તો ક્રમવાળો માર્ગ છે. જ્યાં સુધી મિથ્યાત્વ જાય નહીં ત્યાં સુધી અવિરતિ જાય નહીં, વિરતિ આવે નહીં, મિથ્યાત્વ અને અવિરતિ જાય નહીં ત્યાં સુધી પ્રમાદ ખસે નહીં અને મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદ એ ત્રણે જાય નહીં ત્યાં સુધી કષાય ક્ષય થાય નહીં અને આ ચારે જાય નહીં ત્યાં સુધી આ યોગ જાય નહીં. મન, વચન, કાયાના યોગ એ છેલ્લામાં છેલ્લા ચૌદમાં ગુણસ્થાનકે જાય. મિથ્યાત્વ મુખ્ય મોહ છે. અવિરતિ ગૌણ મોહ છે. આપણો મોટામાં મોટો મોહ શું છે ? મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે શું? તો કહે ઊંધી સમજણ કે આ દેહ એટલે જ હું. પ્રમાદ અને કષાય અવિરતિમાં અંતર્ભાવી શકે છે. યોગ સહચારીપણે ઉત્પન્ન થાય છે. ચારે વ્યતીત થયા પછી પણ પૂર્વહેતુથી યોગ હોઈ શકે. અરિહંત ભગવાનને યોગ હોય છે. આયુષ્ય હોય ત્યાં સુધી મન, વચન, કાયાના યોગ રહે. ૧૩માં ગુણસ્થાનક સુધી યોગ રહે. હે મુનિઓ ! જ્યાં સુધી કેવળ સમવસ્થાનરૂપ સહજ સ્થિતિ સ્વાભાવિક ન થાય ત્યાં સુધી તમે ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહો. જીવ કેવળ સ્વાભાવિક સ્થિતિમાં સ્થિત થાય ત્યાં કંઈ કરવું રહ્યું નથી. જ્યાં જીવનાં પરિણામ વર્ધમાન, હીયમાન થયા કરે છે ત્યાં ધ્યાન કર્તવ્ય છે. અર્થાત ધ્યાનલીનપણે સર્વ બાહ્યદ્રવ્યના પરિચયથી વિરામ પામી નિજસ્વરૂપના લક્ષમાં રહેવું ઉચિત છે. ઉદયના ધક્કાથી તે ધ્યાન જ્યારે જ્યારે છૂટી જાય ત્યારે ત્યારે તેનું અનુસંધાન ઘણી ત્વરાથી કરવું. For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શિક્ષામૃત વચ્ચેના અવકાશમાં સ્વાધ્યાયમાં લીનતા કરવી. સર્વ પરદ્રવ્યમાં એક સમય પણ ઉપયોગ સંગ ન પામે એવી દશાને જીવ ભજે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. - ૧૦ એકાંત આત્મવૃત્તિ. એકાંત આત્મા. કેવળ એક આત્મા. કેવળ એક આત્મા જ. કેવળ માત્ર આત્મા. કેવળ માત્ર આત્મા જ. આત્મા જ. શુદ્ધાત્મા જ. સહજાત્મા જ. નિર્વિકલ્પ, શબ્દાતીત સહજ સ્વરૂ૫ આત્મા જ. આપણે રટણ કરવા યોગ્ય આ વચનો છે. ૧૩ જિન ચૈતન્ય પ્રતિમા જિનેશ્વર અરિહંત ભગવાનની પ્રતિમા કેવી હોય ? પ્રશમરસનિમગ્ન. સર્વાગસંયમ. એકાંત સ્થિર સંયમ. એકાંત શુદ્ધ સંયમ. કેવળ બાહ્યભાવ નિરપેક્ષતા. આત્મતત્ત્વવિચાર. જગતતત્ત્વવિચાર. જિનદર્શનતત્ત્વવિચાર. બીજાં દર્શનતત્ત્વવિચાર. સમાધાન જેણે ધ્યાન કરવું હોય અને આગળ વધવું હોય એણે આ બધું કરવું જોઈએ. ૧૪ સ્વપર પરમોપકારક પરમાર્થમય સત્યધર્મ જયવંત વર્તે. આશ્ચર્યકારક ભેદ પડી ગયા છે. જૈનોમાં શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી વગેરે ભેદ પડી ગયા છે. ખંડિત છે. મોક્ષમાર્ગ ખંડિત છે. સંપૂર્ણ કરવાનું સાધન દુર્ગમ્ય દેખાય છે. સંપૂર્ણપણે આ બધું કાઢીને માર્ગ પ્રવર્તાવવો હોય તો તે બહુ મુશ્કેલ દેખાય છે. દુર્ગમ્ય દેખાય છે. તે પ્રભાવને વિશે મહત્ અંતરાય છે. For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ આત્યંતર પરિણામ અવલોકન દેશકાળાદિ ઘણા પ્રતિકૂળ છે. દેશ પ્રતિકૂળ છે, કાળ પણ પ્રતિકૂળ છે. વીતરાગોનો મત લોકપ્રતિકૂળ થઈ પડ્યો છે. રૂઢિથી જે લોકો તેને માને છે તેના લક્ષમાં પણ તે સુપ્રતીત જણાતો નથી. રૂઢિથી લોકોને અનુકૂળ આવે એમ અત્યારની સ્થિતિ નથી. એને પૂરેપૂરો વિશ્વાસ હોય કે આ જ માર્ગ છે, એવી ખાતરી થઈ હોય એવું હજી જણાતું નથી. અથવા અન્ય મત તે વીતરાગોનો મત સમજી પ્રવર્તે જાય છે. જે વીતરાગનો મત નથી પણ બીજું છે. યથાર્થ વીતરાગોનો મત સમજવાની તેમનામાં યોગ્યતાની ઘણી ખામી છે. દષ્ટિરાગનું પ્રબળ રાજ્ય વર્તે છે. દૃષ્ટિરાગ બહુ છે. જેનું જ્યાં લાગ્યું ત્યાં દૃષ્ટિરાગ થઈ ગયો. વેષાદિ વ્યવહારમાં મોટી વિટંબના કરી મોક્ષમાર્ગનો અંતરાય કરી બેઠા છે. તુચ્છ પામર પુરુષો વિરાધક વૃત્તિના ધણી અગ્રભાગે વર્તે છે. કિંચિત્ સત્ય બહાર આવતાં પણ તેમને પ્રાણઘાતતુલ્ય દુઃખ લાગતું હોય એમ દેખાય છે. ૧૭ હું અસંગ શુદ્ધચેતન છું. વચનાતીત નિર્વિકલ્પ એકાંત શુદ્ધ અનુભવસ્વરૂપ છું. હું પરમ શુદ્ધ, અખંડ ચિધાતુ (જ્ઞાનમય) છું. અચિધાતુના સંયોગાસનો આ આભાસ તો જુઓ ! આશ્ચર્યવતું, આશ્ચર્યરૂપ, ઘટના છે. કંઈ પણ અન્ય વિકલ્પનો અવકાશ નથી. સ્થિતિ પણ એમ જ છે. ૧૮ પરાનુગ્રહ પરમકારુણ્યવૃત્તિ કરતાં પણ પ્રથમ ચેતન્ય જિનપ્રતિમા થા. ચેતન્ય જિનપ્રતિમા થા. તેવો કાળ છે? કૃપાળુદેવ પોતે પોતાને પ્રશ્ન કરે છે. અને એનો જવાબ પણ પોતે જ આપે છે. તે વિશે નિર્વિકલ્પ થા. એનો કંઈ વિચાર ન કર. તેવો ક્ષેત્રયોગ છે ? ગવેષ. એટલે એની શોધ કર કે કયા ક્ષેત્રમાં એની શરૂઆત કરવી ? For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ શિક્ષામૃત તેવું પરાક્રમ છે? અપ્રમત્ત શૂરવીર થી તારામાં આત્માનું એટલું વીર્ય છે ? એમાં કંઈ શંકા ન કર અને શૂરવીર થા. અપ્રમત્ત દશા રાખ. તેટલું આયુષબળ છે? શું લખવું? શું કહેવું? અંતર્મુખ ઉપયોગ કરીને જો. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૦ હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક્દર્શન ! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો. ' આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવો તારા આશ્રય વિના અનંત અનંત દુઃખને અનુભવે છે. જનમ અને મરણ કરે છે. તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રુચિ થઈ. પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો. સમ્યગ્દર્શનને કહે છે કે તારી કૃપાથી ભાગ્યશાળી થવાનો માર્ગ હાથમાં આવ્યો. છે જિન વીતરાગ ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે. હે કુંદકુંદાદિ આચાર્યો ! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિશે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. કુંદકુંદાદિ એટલે કુંદકુંદાચાર્ય ખરા પણ તેમના ઉપરાંત બીજા આચાર્યો પણ ખરા ! સમ્યક્દર્શનને નમસ્કાર કર્યા; વીતરાગ દેવોને કર્યા, કુંદકુંદાદિ આચાર્યોને કર્યા અને એની સાથે સોભાગભાઈને બેસાડી દીધા છે. એટલે સોભાગભાઈની સ્થિતિ કેવી સમજવી ? હે શ્રી સોભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી (કૃપાથી) આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર बंधविहाण विमुक्कं, वंदिअ सिरिवद्धमाणजिणचंदं सिररिवीर जिणं वंदिअ, कम्म विवागं समासओ वृच्छं, For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ આત્યંતર પરિણામ અવલોકન ૩૩૯ कीरई जिएण हेउहिं, जेणं तो भण्णए कम्म कम्म दव्वेहिं सम्मं, संजगो होई जो उ जीवस्स सो बंधो नायव्यो, तस्स विओगो, भवे मुक्खो બંધથી મુક્ત થવા માટે જિનેશ્વર શ્રી મહાવીર સ્વામીને વંદન કરું છું. શ્રી વીર જિનેશ્વરને વંદન કરું છું કે જેમણે કાર્મણ વર્ગણાને સમૂળગી ઉચ્છેદી નાખી છે. જેણે તેને હેય જાણેલી છે. તેવા જિનેશ્વર કર્મ વિશે કહે છે કે : કર્મ દ્રવ્યની એટલે કાશ્મણ વર્ગણારૂપી પુદ્ગલ દ્રવ્યની સાથે સંબંધ થવો તે બંધ. તેનો વિયોગ થવો તે મોક્ષ તે પછી બંધનમાં આવતો નથી અને એ ભવના અંતે મોક્ષે જાય છે. ૨૩ કેવળ સમવસ્થિત શુદ્ધચેતન મોક્ષ. તે સ્વભાવનું અનુસંધાન તે મોક્ષમાર્ગ. પ્રતીતિરૂપે તે માર્ગ જ્યાં શરૂ થાય છે ત્યાં સમ્યગ્દર્શન. સતદેવ, સધર્મ અને સગુરુમાં દૃઢ શ્રદ્ધા થાય ત્યારે સમ્યગ્દર્શન થાય. દેશ આચરણરૂપે તે પંચમ ગુણસ્થાનક. સર્વઆચરણરૂપે તે છઠું ગુણસ્થાનક. અપ્રમત્તપણે તે આચરણમાં સ્થિતિ તે સપ્તમ ગુણસ્થાનક. અપૂર્વ આત્મજાગૃતિ તે અષ્ટમ ગુણસ્થાનક. સત્તાગત છૂળ કષાય બળપૂર્વક સ્વરૂપસ્થિતિ તે નવમ ગુણસ્થાનક સત્તાગત સૂક્ષ્મ કષાય બળપૂર્વક સ્વરૂપસ્થિતિ તે દશમ ગુણસ્થાનક સત્તાગત ઉપશાંત કષાય બળપૂર્વક સ્વરૂપસ્થિતિ તે એકાદશમ ગુણસ્થાનક સત્તાગત ક્ષીણ કષાય બળપૂર્વક સ્વરૂપસ્થિતિ તે દ્વાદશમ ગુણસ્થાનક w w w w For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ શિક્ષામૃત હાથનોંધ - 3 ૐ નમઃ સર્વ જીવ સુખને ઇચ્છે છે. દુઃખ સર્વને અપ્રિય છે. દુઃખથી મુક્ત થવા સર્વ જીવ ઇચ્છે છે. બધા જીવ ઇચ્છે છે કે આપણે આ દુઃખથી છૂટીએ. વાસ્તવિક તેનું સ્વરૂપ ન સમજાવાથી તે દુઃખ મટતું નથી. તે દુઃખના આત્યંતિક અભાવનું નામ મોક્ષ કહીએ છીએ. માર્ગ શું ? એની ખબર નહીં હોવાથી સ્વરૂપ સમજાતું નથી એટલે જનમ મરણનું દુઃખ મટતું. નથી. જનમ મરણ મટી જાય ત્યારે મોક્ષ કહેવાય. અત્યંત વીતરાગ થયા વિના આત્યંતિક મોક્ષ હોય નહીં. મોક્ષે જવું હોય તો વીતરાગ થવું જોઈએ. એટલે રાગનું આટલું પૂમડું પણ નહીં જોઈએ. બીલકુલ રાગ નહીં તે વીતરાગ. સમ્યકજ્ઞાન વિના વીતરાગ થઈ શકાય નહીં. સમ્યક્દર્શન વિના જ્ઞાન અસમ્યક કહેવાય છે. વીતરાગ થવું હોય તો સમ્યકજ્ઞાન જોઈએ. જેથી અંદર પ્રકાશ થાય. આપણે અજ્ઞાની છીએ એટલે આપણું જ્ઞાન અસમ્યક્ કહેવાય. વસ્તુની જે સ્વભાવે સ્થિતિ છે, તે સ્વભાવે તે વસ્તુની સ્થિતિ સમજાવી તેને સમ્યકજ્ઞાન કહીએ છીએ. સમ્યજ્ઞાનદર્શનથી પ્રતીત થયેલા આત્મભાવે વર્તવું તે ચારિત્ર છે. એ ત્રણેની એકતાથી મોક્ષ થાય. સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્મચારિત્ર એ ત્રણે અભેદ થઈ જાય ત્યારે પછી મોક્ષ થાય. જીવ સ્વાભાવિક છે. પરમાણુ સ્વાભાવિક છે. જીવ અનંત છે. પરમાણુ અનંત છે. જીવ અને પુદ્ગલનો સંયોગ અનાદિ છે. જ્યાં સુધી જીવને પુદ્ગલસંબંધ છે, ત્યાં સુધી સકર્મ જીવ કહેવાય. કર્મસહિત જીવ કહેવાય. ભાવકર્મનો કર્તા જીવ છે. ભાવકર્મનું બીજું નામ વિભાવ કહેવાય છે. ભાવકર્મના હેતુથી જીવ પુદ્ગલ ગ્રહ છે. તેથી તૈજસાદિ શરીર અને દારિકાદિ શરીરનો યોગ થાય છે. ભાવકર્મથી વિમુખ થાય તો નિજભાવપરિણામી થાય. પોતાના સ્વભાવપરિણામી થાય. સમ્યક્દર્શન વિના વાસ્તવિકપણે જીવ ભાવકર્મથી વિમુખ ન થઈ શકે. સમ્યક્દર્શન થવાનો મુખ્ય હેતુ જિનવચનથી તત્ત્વાર્થપ્રતીતિ થવી તે છે. For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ આત્યંતર પરિણામ અવલોકન તત્ત્વ જાણીને તેમાં શ્રદ્ધા થાય તે તત્ત્વાર્થપ્રતીતિ. હું કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂ૫ સહજ નિજ અનુભવસ્વરૂ૫ છું. વ્યવહારદષ્ટિથી માત્ર આ વચનનો વક્તા છું. પરમાર્થથી તો માત્ર તે વચનથી વ્યંજિત મૂળ અર્થરૂપ છું. તમારાથી જગત ભિન્ન છે, અભિન્ન છે, ભિન્નભિન્ન છે ? ભિન્ન, અભિન્ન, ભિન્નભિન્ન, એવો અવકાશ સ્વરૂપમાં નથી. વ્યવહારદૃષ્ટિથી તેનું નિરૂપણ કરીએ છીએ. જગત મારા વિશે ભાસ્યમાન હોવાથી અભિન્ન છે, પણ જગત જગતસ્વરૂપે છે, હું સ્વસ્વરૂપે છું, તેથી જગત મારાથી કેવળ ભિન્ન છે. તે બન્ને દૃષ્ટિથી જગત મારાથી ભિન્નભિન્ન છે. 3% શુદ્ધ નિર્વિકલ્પ ચેતન્ય. ઉૐ નમઃ કેવળજ્ઞાન. એક જ્ઞાન. સર્વ અન્ય ભાવના સંસર્ગરહિત એકાંત શુદ્ધ જ્ઞાન. સર્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું સર્વ પ્રકારથી એક સમયે જ્ઞાન. તે કેવળજ્ઞાનનું અમે ધ્યાન કરીએ છીએ. નિજસ્વભાવરૂપ છે. (પોતાના સ્વભાવરૂપ છે.) સ્વતન્તભૂત છે. પોતાના તત્ત્વમય છે.) નિરાવરણ છે. (આવરણ રહિત છે.) અભેદ છે. નિર્વિકલ્પ છે. સર્વભાવનું ઉત્કૃષ્ટ પ્રકાશક છે. હું કેવળ જ્ઞાનસ્વરૂપ છું, એમ સમ્યફ પ્રતીત થાય છે. તેમ થવાના હેતુઓ સુપ્રતીત છે. સર્વ ઇન્દ્રિયોનો સંયમ કરી, સર્વ પદ્રવ્યથી નિજસ્વરૂપ વ્યાવૃત કરી, યોગને (મન, વચન, કાયાને) અચલ કરી, ઉપયોગથી ઉપયોગની એકતા કરવાથી કેવળજ્ઞાન થાય. ૧૧ હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. અસંખ્યાત પ્રદેશાત્મક નિજઅવગાહના પ્રમાણ છું. For Personal & Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ૨ શિક્ષામૃત અજન્મ, અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાયપરિણામી સમયાત્મક છું. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ માત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું. સર્વ પરભાવથી રહિત છું. ચૈતન્ય લક્ષણ જીવ. સ્વરૂપથી શુદ્ધ ચૈતન્ય સંયોગે વિભાવમાં પરિણામે પ્રતીતિએ શુદ્ધ ચૈતન્ય સર્વ ૧૩ एगे समणे भगवं महावीरे इमीसेण उसप्पिणीए चउवीसं तित्थयराणं चरिमे तिथ्थयरे सिद्ध बुद्धे मुत्ते परिनिव्वुडे,सव्वदुःखप्पहीणे (ઠાણાંગ સૂત્ર) આ અવસર્પિણી કાળમાં ચૌવીસ તીર્થકરોમાં છેલ્લા તીર્થકર શ્રમણ ભગવાન મહાવીરે એકલા દીક્ષા લીધી, એકલા સિદ્ધ થયા, એકલા બુદ્ધ-જ્ઞાની થયા, જ્ઞાન સહિત સર્વકર્મથી મુક્ત એકલા થયા અને એકલા જ સર્વ દુઃખનો અંત કર્યો- નિર્વાણ પામ્યા. ૧૪ આત્યંતર ભાન અવધૂત, વિદેહીવત્ (દેહનાં ભાન વગર), જિનકલ્પવિત્, સર્વ પરભવ અને વિભાવથી વ્યાવૃત્ત, નિજસ્વભાવના ભાનસહિત, અવધૂતવત્ વિદેહીવત્ જિનકલ્પાવત્ વિચરતા પુરુષ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ. For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ આત્યંતર પરિણામ અવલોકન ૧૭ ૐ નમઃ સર્વજ્ઞ-વીતરાગ દેવ (સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો સર્વ પ્રકારે જાણનાર, રાગદ્વેષાદિ સર્વ વિભાવ જેણે ક્ષીણ કર્યા છે તે ઈશ્વર.) તે પદ મનુષ્યદેહને વિશે સંપ્રાપ્ત થવા યોગ્ય છે. સંપૂર્ણ વીતરાગ થાય તે સંપૂર્ણ સર્વજ્ઞ થાય. સંપૂર્ણ વીતરાગ થઈ શકાય એવા હેતુઓ સુપ્રતીત થાય છે. ૧૮ પ્રત્યક્ષ નિજ અનુભવસ્વરૂપ છું, તેમાં સંશય શો ? તે અનુભવમાં જે વિશેષ વિશે, વિશેષને વિશે બહિર્મુખ ઉપયોગથી ક્રોધ, માન, માયા, લોભ વિગેરે થાય ત્યારે, ન્યૂનાધિકપણું થાય છે, તે જો મટે તો કેવળ અખંડાકાર સ્વાનુભવસ્થિતિ વર્તે. અપ્રમત્ત ઉપયોગે તેમ થઈ શકે. અપ્રમત્ત ઉપયોગ થવાના હેતુઓ સુપ્રતીત છે. તેમ વર્ષે જવાય છે તે પ્રત્યક્ષ સુપ્રતીત છે. અવિચ્છિન્ન (ભંગ ન પડે) તેવી ધારા વર્તે તો અદ્ભુત અનંત જ્ઞાનસ્વરૂપ અનુભવ સુસ્પષ્ટ સમવસ્થિત વર્તે. પ્રગટ થાય. ૩૪૩ ૧૯ સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે, મોક્ષસંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે ‘બ્રહ્મચર્ય’ અદ્ભુત અનુપમ સહાયકારી છે, અથવા મૂળભૂત છે. ૨૨ સર્વજ્ઞોપદિષ્ટ આત્મા સદ્ગુરુકૃપાએ જાણીને નિરંતર તેના ધ્યાનના અર્થે વિચરવું, સંયમ અને તપ પૂર્વક ૨૩ અહો ! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ For Personal & Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ ३४४ શિક્ષામૃત અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવ :અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીતિ કરાવ્યો એવા પરમકૃપાળુ સદ્દગુરુદેવઆ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તા, જયવંત વર્તો. ૨૬ સ્વપર ઉપકારનું મહત્કાર્ય હવે કરી લે ! ત્વરાથી કરી લે! અપ્રમત્ત થા-અપ્રમત્ત થા. શું કાળનો ક્ષણવારનો પણ ભરૂસો (ભરોસો) આર્ય પુરુષોએ કર્યો છે? હે પ્રમાદ ! હવે તું જા, જા. હે બ્રહ્મચર્ય ! હવે તું પ્રસન્ન થા, પ્રસન્ન થા. હે વ્યવહારોદય ! હવે પ્રબળથી ઉદય આવીને પણ તું શાંત થા, શાંત. હે દીર્ઘસૂત્રતા ! સુવિચારનું, ધીરજનું, ગંભીરપણાનું પરિણામ તું શા માટે થવા ઇચ્છે છે ? એટલે તરત નિર્ણય નહીં લેવો. કોઈના સ્વભાવમાં એવું હોય કે તરત નિર્ણય લઈ લેવા પણ એવું ન હોવું જોઈએ. અહીં તો દરેક દૃષ્ટિએ વિચારીને ચાલવું એનું નામ દીર્ઘસૂત્રતા. હે બોધબીજ ! તું અત્યંત હસ્તામલકવત્ વર્ત, વર્ત. એટલે હાથમાં કોઈ વસ્તુ હોય અને તે જેમ સહજ પણે દેખી શકાય તેમ છે બોધબીજ તું પણ એમ સહજ રૂપ થઈ જા. તેમ વર્ત. હે જ્ઞાન ! તું દુર્ગમ્યને પણ હવે સુગમ સ્વભાવમાં લાવી મૂક. હે ચારિત્ર! પરમ અનુગ્રહ કર, પરમ અનુગ્રહ કર. એ ક્યારે થાય ? હે યોગ ! તમે સ્થિર થાઓ, સ્થિર થાઓ. હે ધ્યાન ! તું નિજસ્વભાવાકાર થા, નિજસ્વભાવાકાર થા. આત્માના સ્વભાવના આકારવાળું થઈ જાય ત્યારે એ ધ્યાન કહેવાય. અત્યારે તો ધ્યાનમાં કંઈક વિચાર આવતા હોય. હે વ્યગ્રતા ! (આકુળતા) તું જતી રહે, જતી રહે. હે અલ્પ કે મધ્ય અલ્પ કષાય ! કોઈ કષાય હજી થોડા થોડા રહ્યા છે. કયા ? ક્રોધ, માન, માયા, લોભ. કયા ? પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની, સંજ્વલન એ બધા. For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ આત્યંતર પરિણામ અવલોકન ૩૪૫ હવે તમે ઉપશમ થાઓ, ક્ષીણ થાઓ, અમારે કંઈ તમારા પ્રત્યે રુચિ રહી નથી. હે સર્વજ્ઞપદ ! યથાર્થ સુપ્રતીતપણે તું હૃદયાવેશ કર, હૃદયાવેશ કર. હૃદયમાં આવેશ કર એટલે પ્રવેશ કર. હે અસંગ નિગ્રંથપદ ! તું સ્વાભાવિક વ્યવહારરૂપ થા. વ્યવહારમાં પણ અસંગતા લાવી મૂક. હે પરમ કરૂણામય સર્વ પરમહિતના મૂળ વીતરાગ ધર્મ ! પ્રસન્ન થા, પ્રસન્ન. હે આત્મા ! તું નિજસ્વભાવાકાર વૃત્તિમાં જ અભિમુખ થા ! અભિમુખ થા. હે વચનસમિતિ! હે કાય અચપળતા ! હે એકાંતવાસ અને અસંગતા! તમે પણ પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ ! કાયાની અચપળતા એટલે કાયાને સ્થિર રાખવી. વગર કારણે એ ચાલે નહીં, દોડાદોડ કરે નહીં, આમ કરે નહીં, તેમ કરે નહીં, મનની પછવાડે ભમે નહીં એટલે અચપળતા. કાયાને સ્થિર રાખવી. અને વચનસમિતિ એટલે જરૂર સિવાય બોલે નહીં. એકાંતવાસ એટલે એમને એકાંતવાસ જોઈએ છે. એમને ઝાઝાનો સંગ જોઈતો નથી. તેઓ અસંગતા ઇચછે છે. કોઈ સાથે સંગ નહીં. અંદરથી લગવાડ નહીં તે અસંગતા છે. ખળભળી રહેલી એવી જે આત્યંતર વર્ગણા તે કાં તો આત્યંતર જ વેદી લેવી, કાં તો તેને સ્વચ્છપુટ દઈ ઉપશમ કરી દેવી. શેની વર્ગણા ? કર્મની–એ ઊકળતા પાણીની જેમ ખળભળી રહી છે. તેને અંતર્મુખ ઉપયોગ કરી સમભાવે વેદી લેવી અથવા તો ઉપશમાવી દેવી. જેમ નિ:સ્પૃહતા બળવાન તેમ ધ્યાન બળવાન થઈ શકે, કાર્ય બળવાન થઈ શકે. નિ:સ્પૃહતા એ ગુણ આવવો જોઈએ. કોઈ ઇચ્છા નહીં, કોઈ સ્પૃહા નહીં. તૃષ્ણા એ મોટી વાત છે. તૃષ્ણા તો ન હોય પણ જરા જેટલી પણ સ્પૃહા હોય નહીં. કે મનને જરા પણ લોભ હોય નહીં. નિ:સ્પૃહ આત્મા હોય એનું ધ્યાન બળવાન હોય, એનું કાર્ય બળવાન થઈ શકે. ૨૭ इणमेव निग्गंथ्थं पावयणं सच्चं अणुतरं केवलियं पडिपूणसंसुद्धं णेयाउयं सल्लकत्तणं सिद्धिमग्गं मुत्तिमग्गं विज्जाणमग्गं निव्वाणमग्गं अवितहमसंदिठं सव्वदुख्खपहीणमग्गं । एथ्थं For Personal & Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ શિક્ષામૃત ठिया जीवा सिझंति बुझ्झंति मुच्चंति परिणिव्वायंति सव्व दुख्खाणमंतं करंति तंमाणाए तहा गच्छामो तहा चिठ्ठामो | तहा णिसियामो तहा सुयट्टामो तहा भुंजामो तहा भासामो तहा अब्भुठ्ठामो तहा उठाए उद्वेमोति पाणाणं भूयाणं जीवाणं सत्ताणं संजमेणं संजमामोत्ति ।। (સૂ. શ્રુ. ૨.૭.૧૫) સલ્વદુઃખહીણમĪ - આ નિગ્રંથ અરહિતોની પ્રવચન વાણી (દ્વાદશાંગી પણ પ્રાપ્ત થયેલી) સત્ય છે, અનુત્તર છે, કેવળ પરિપૂર્ણ છે, સમ્યક્ શુદ્ધ છે, ન્યાયપૂર્ણ છે, ત્રણ શલ્ય (માયા, નિયાણું, મિથ્યાત્વ)ને કાપવા વાળી છે. જે ભવ્ય સિદ્ધિને મેળવવા માગે છે, તેનો માર્ગ છે, આઠ મુખ્ય કર્મોથી મુક્ત કરવાવાળી છે. (એટલે કે કર્મથી છોડાવવાની શક્તિ ધરાવનારી છે), ચાર ગતિ રૂ૫ પરિભ્રમણમાંથી બહાર કાઢવા વાળી છે, નિર્વાણ-સંપૂર્ણ શાંતિ મેળવવાનો માર્ગ છે, ક્યારેય નિષ્ફળ જતી નથી. તે સંદેહ કરવા યોગ્ય નથી, સંદેહથી પર છે, સર્વ પ્રકારનાં શારીરિક, માનસિક દુઃખોને દૂર કરવા વાળી છે. આ અરિહંતના માર્ગમાં જે જીવ આરૂઢ થયેલો છે તે સિદ્ધ થાય, બોધ સહિત-જ્ઞાન સહિત સિદ્ધ થાય, સર્વ કર્મથી રહિત થાય, નિર્વાણને પામે અને સર્વ પ્રકારનાં દુઃખોનો નાશ કરે. એવા અરિહંત દેવની આજ્ઞાનુસાર જયણાપૂર્વક ચાલે, જયણાપૂર્વક ઊભો રહે, જયણાપૂર્વક બેસે, જયણાપૂર્વક સૂવે, જયણાપૂર્વક આહાર કરે, જયણા રાખીને ભાષા બોલે, એના પાલન માટે તત્પર રહે. એના માટે ઊભા થતા, ઊભા થાય. ત્રણ વિક્સેન્દ્રિય (બેઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિયવાળા જીવો) વનસ્પતિ, પંચેન્દ્રિય ચાર સ્થળારનો સંયમ વડે સંયમ પાળે. (એટલે કે આ જીવોની યત્ના રાખીને સંયમનો નિર્વાહ કરે, સંયમનું આચરણ કરે). ૐ નમ: સર્વ વિકલ્પનો, તર્કનો ત્યાગ કરીને મનનો વચનનો કાયાનો ઇન્દ્રિયનો આહારનો નિદ્રાનો જય કરીને For Personal & Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭. આત્યંતર પરિણામ અવલોકન નિર્વિકલ્પપણે અંતર્મુખવૃત્તિ કરી આત્મધ્યાન કરવું. માત્ર અનાબાધ અનુભવસ્વરૂપમાં લીનતા થવા દેવી, બીજી ચિંતવના ન કરવી. જે જે તર્કદિ ઊઠે, તે નહીં લંબાવતાં ઉપશમાવી દેવાં. 30 વીતરાગદર્શન સંક્ષેપ મંગલાચરણ :- શુદ્ધ પદને નમસ્કાર. ભૂમિકા :- મોક્ષ પ્રયોજન. તે દુઃખ મટવા માટે જુદા જુદા મતો પૃથક્કરણ કરી જોતાં તેમાં વીતરાગદર્શન પૂર્ણ અને અવિરુદ્ધ છે એવું સામાન્ય કથન. તે દર્શનનું (જૈન) વિશેષ સ્વરૂપ. તેની જીવને અપ્રાપ્તિ અને પ્રાપ્તિએ અનાસ્થા થવાનાં કારણો. મોક્ષાભિલાષી જીવે તે દર્શનની કેમ ઉપાસના કરવી. આસ્થા-તે આસ્થાના પ્રકાર અને હેતુ. વિચાર-તે વિચારના પ્રકાર અને હેતુ. વિશુદ્ધિ-તે વિશુદ્ધિના પ્રકાર અને હેતુ. મધ્યસ્થ રહેવાનાં સ્થાનક તેનાં કારણો. ધીરજનાં સ્થાનક-તેનાં કારણો. શંકાનાં સ્થાનક - તેનાં કારણો. પતિત થવાનાં સ્થાનક - તેનાં કારણો. ઉપસંહાર. * * આસ્થા - પદાર્થનું અચિંત્યપણું, બુદ્ધિમાં વ્યામોહ, કાળદોષ. “શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથ સમાપ્ત For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ વંદન તથા પ્રણિપાત સ્તુતિ અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ, અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપીયો, વર્તુ ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તો પ્રભુ આધીન; દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન. ષસ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત્, એ ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીનાં ચરણમાં, હો વંદન અગણિત. હે પરમકૃપાળુદેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળધર્મ (માર્ગ) આપ શ્રીમદ્રે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમદ્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું મન, વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિદમાં નમસ્કાર કરું છું. આપની પરમભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભવપર્યંત અખંડ જાગૃત રહો એટલું માગું છું, તે સફળ થાઓ. ક્ષમાપના હે ભગવાન ! હું બહુ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારા કહેલા અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતાને મેં ઓળખ્યાં નહીં. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ હે ભગવાન ! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા ! તમારાં કહેલાં તત્ત્વ For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ અન્ય પદો અને સ્તવનો : ૩૪૯ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી પરમાત્મા ! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થવું એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું, તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહું ? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧. મોહની નિંદમાં (પૂ. શ્રી કાળિદાસભાઈ કૃત) મોહની નિંદમાં સૂઈ મત રહો સદા, વ્યતિત બહુ કાળ એમ વ્યર્થ કીધો; નિજરૂપ નિરખવા, નેત્ર ખોલ્યું નહીં, સુપનનાં સુખ તણો લહાવો લીધો. મોહની. ૧ હે ભવ્ય ! મોહરૂપી નિદ્રામાં ક્યાં સુધી સૂઈ રહેવું છે ? ઊઠો, પુરુષાર્થ કરવાનો સમય મળ્યો છે. અત્યાર સુધી રખડ્યા છીએ. અનંતા કાળ ભમતાં ભમતાં કાળને વ્યર્થ ગુમાવી દીધો છે. પોતાના સ્વરૂપનાં દર્શન કરવા માટે દિવ્યનેત્રો ખોલ્યાં નથી અને સ્વપ્નના સુખ સમાન સંસારનાં સુખોમાં જ રચ્યોપચ્યો રહ્યો છે. “ભિખારીના ખેદની કથામાં આવે છે તેમ સ્વપ્નમાં જ રાચી રહ્યો છે.” - ૧ વસ્તુસ્થિતિ સમજનું છાણું વાયુ ભલું, શુદ્ધ સમકિતનો ભાનુ ભાસે, નિજ પર રૂપનો ભેદ પ્રગટે જહાં, મોહ મિથ્યાત્વ અહંકાર નાશે. મોહની. ૨ - વસ્તુસ્થિતિનું સમજણરૂપી પ્રભાત થયું અને તેથી શુદ્ધ સમ્યકત્વરૂપી સૂર્યની પ્રાપ્તિ થઈ છે. પાતાનું સ્વરૂપ અને પરસ્વરૂપનો ભેદ જ્ઞાનમાં જ્યાં પ્રગટી જાય, ત્યાં પછી મિથ્યાત્વમોહ અને અહંકારનો નાશ થઈ જાય છે. સ્વ-પરનો ભેદ પ્રગટે એટલે મિથ્યાત્વરૂપી અહંકાર નાશ પામી જાય છે. - ૨ For Personal & Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ શિક્ષામૃત પ્રેમથી પરખીએ, નિરખીએ નાથને, અવર અધ્યાસને અલગ કીજે, ગ્રહણ કર જ્ઞાન ગુરુ બોધના બીજનું, પરમરસપાનથી કાજ સીઝે. મોહની. ૩ બીજાનો અધ્યાસ થઈ ગયો છે, દેહાધ્યાસ થઈ ગયેલો છે માટે દેહને પોતાનાથી જુદો સમજો. અનુરાગ વડે પોતાના સ્વરૂપને ઓળખીએ. જ્ઞાનગુરુ પાસેથી બોધિ બીજનું જ્ઞાન મેળવવાની રીત મેળવ અને તે પ્રમાણે ઉત્કૃષ્ટ રસપાન કરવાથી પોતાનું ધ્યેય પ્રાપ્ત થઈ જાય એટલે કે આત્મઅનુભવ થઈ જાય. - ૩ તું નહીં પુગલી, દેહ પુલ સદા, પ્રગટ જડ દ્રવ્ય નહીં રૂપ તારું, પુદ્ગલી પ્રપંચમાં પોતે ભૂલી ગયો, અન્યથા રૂપ માં માન્ય મારું. મોહની. ૪ તું પુદ્ગલી પદાર્થ નથી, દેહ પુદ્ગલ પદાર્થમાંથી સદા બને છે. જે આ પ્રગટ રૂ૫ શરીર દેખાય છે તે તો જડ છે, તે તું નથી. આ પુગલના પ્રપંચમાં રચ્યોપચ્યો રહીને પોતે કોણ છે તેનું ભાન તને રહ્યું નથી. અન્ય રૂપ છે તેને તું મારું માની રહ્યો છે. માટે તારું સાચું રૂપ કયું છે તેની શોધ કર. - ૪ સર્વવ્યાપકપણે સાક્ષી તું સર્વદા, જ્ઞાનગુણ લક્ષણે ભિન્ન ભાસે; શુદ્ધ ઉપયોગી તું ચિત્ત ચૈતન્યઘન, અચલ અવિનાશી ગુણ કેમ નાચે... મોહની. ૫ સાક્ષી-દ્રષ્ટાપણે તે સર્વવ્યાપકપણે રહેલો છે, પણ જ્ઞાનગુણપ્રગટતાં તે બધા જ ભિન્ન ભિન્ન ભાસશે. આત્મા અને પર ભિન્ન ભાસશે. તું શુદ્ધ ઉપયોગવાળો ચૈતન્યઘનરૂપ છે. તારી અંદર જ ભગવાન આત્મા ચૈતન્યરૂપે દેખાશે. આ તારું અચલ, અવિનાશીરૂપ છે તેનો નાશ કેવી રીતે થાય ? થાય પ્રતિભાસ એ શેયનો જ્ઞાનમાં, પણ નહીં જ્ઞાન તું જ શેય ભાવે, જેમ જલપાત્ર રવિ દેખિયે નિરમળો, ભાસ દર૫ણ વિશે તેમ થાવ. મોહની. ૭ જે કાંઈ યરૂપે તારી સામે આવે છે, તેનો જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે, પણ તે શેયરૂપે તું નથી. જેમ પાણીનાં પાત્રો ભરેલાં હોય તો તેમાં સૂર્યના પ્રતિબિંબરૂપ ભાસ તેમાં થાય છે, તેવી જ રીતે દર્પણમાં પ્રતિબિંબ પડે છે તે જોય છે. આત્મા શેયરૂપ નથી તે તો આ બધાને જાણવાવાળો સર્વને જાણ તે જાણ રૂપ તારું, અન્યમાં જાણ ગુણ જ્ઞાન નાવે; એમ ભિન્ન ભિન્ન ગુણ લક્ષણે અનુભવી, અલખરૂપ આપનું લક્ષ લાવે. મોહની. ૭ બધાને જાણવાની વાત સાચી પણ જાણપણું થાય તેનાથી તને તારા રૂપની-સ્વરૂપની પ્રાપ્તિ For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ અન્ય પદો અને સ્તવનો : ૩૫૧ થવી જોઈએ. અન્ય પદાર્થનું ફક્ત જ્ઞાન કરવાથી જ્ઞાન ગુણ પ્રગટ થતો નથી. આમ જુદા જુદા ગુણ લક્ષણ વડે આત્માનો અનુભવ કરીને પોતાનું જે અલક્ષરૂપ-સ્વરૂપ છે; ભગવાન આત્માનું પકડાય, લક્ષ અને અલક્ષનો પંથ તે મત્સ્યેન્દ્રનાથ અને ગોરખનાથનો ચલાવેલો છે. લક્ષ એટલે સંસારી પદાર્થો જે દેખાય છે તે અને અલક્ષ એટલે અરૂપી એવો આત્મા. - ૭ લક્ષ રહે જ્યાં સુધી નિત્ય નિરમળપણે, કરમનો ડાઘ કહો કેમ લાગે ? કોઈ સંત વિરલા સમજશે સાનમાં, સહજ સ્થિર સ્થિતિનું ભાગ્ય જાગે. મોહની. ૮ જ્યાં સુધી પોતાના નિર્મળ આત્માનું નિત્ય લક્ષ રહ્યા કરે ત્યાં સુધી નવા કર્મનું બંધન થતું નથી; કારણ આ વખતે વિભાવ પરિણતિનો અભાવ છે, તેથી બંધ ન થાય. તેથી કર્મનો ડાઘ કેમ લાગે ? ન જ લાગે. આ વાતને કોઈ સંત વિરલા સાનમાં સમજી જશે અને પોતાનું જે સહજ સ્વરૂપ છે, તે સ્થિતિની પ્રાપ્તિ થશે. ૮ ૨. શ્રી આનંદઘન પદ જીય જાને મેરી સફલ ઘરીરી (૨) સુત, વનિતા, યૌવન ધન માતો, ગર્ભતણી વેદના વિસરીરી – ૧ આ જીવ પોતે પોતાનું જીવન ધન્ય છે એમ માને છે. કોઈ જીવ એવો નથી કે જે મનથી પોતાને મુરખ માનતો હોય. આ જીવ પુત્ર, સ્ત્રી, યુવાની અને ધનમાં મસ્ત થઈને મહાલી રહ્યો છે અને જન્મ પહેલાં જે ગર્ભની વેદના ભોગવી હતી તેને ભૂલી ગયો છે. - ૧ = સુપનકો રાજ સાચ કરી માચત, રાચત છાંહદે ગગન બદરીરી; આઈ અચાનક કાલ તોપચી, ગહેગો જ્યું નાહર બકરીરી... ૨ જે સંસાર પ્રાપ્ત થયો છે, તે સ્વપ્નના રાજ જેવું છે, પણ તેને સાચું માનીને તેમાં રાચી રહ્યો છે, એમાં જ રમણતા કરી રહ્યો છે. આ સંસારનું સુખ તો આકાશમાં ચડી આવેલી વાદળીથી પ્રાપ્ત થતી છાયા જેવું છે. વાદળીનો છાયો કાંઈ કાયમ જ્યાં ને ત્યાં રહેતો નથી. માંડ હાશ કરીને મુસાફર બેસે ત્યાં તો છાંયો હટી જાય છે અને તડકો લાગવા માંડે છે. જેમ નાર નામનું પ્રાણી બકરીને ગળેથી પકડીને ખેંચી જાય છે તેમ કાળરૂપી જમ આવીને આત્માને આ શરીરમાંથી લઈ જશે. - ૨ અજ હુ ચેત કછું ચેતત નાહિ, પકરી ટેક હારિલ લકરીરી; આનંદઘન હીરો જન છારત; નર મોહ્યો માયા કકરીરી... ૩ માટે હે ચેતન તું ચેતી જા. અત્યારે જ ચેતી જા. કેમ ચેતી જતો નથી ? પણ તું તો હારિલ For Personal & Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ૨ શિક્ષામૃત પક્ષીની જેમ વર્તી રહ્યો છે. હારિલ નામનું પક્ષી ઝાડની ડાળીને પકડીને ઊંધા માથે લટકી જાય છે અને પછી એમ માને છે કે ઝાડની ડાળે મને પકડી રાખ્યું છે. જો તે ઝાડની ડાળી ઉપરની પકડ છોડી દે તો તે છૂટું જ છે. તેમ જીવ એમ માને છે કે સંસારે મને પકડી રાખ્યો છે, પણ સાચી વાત તો એ છે કે પોતે જ સંસારને પકડીને બેઠો છે. શ્રીમદ્ આનંદઘનજી કહે છે કે મનુષ્ય આ હીરા સમાન પ્રાપ્ત થયેલ જન્મને સાર્થક કરવાને બદલે મોહરૂપી માયા કાંકરી સાથે રમત માંડીને બેઠો છે અને જન્મ મરણના ફેરા વધે તેમ વર્તી રહ્યો છે. ૩ ૩. છોટમનું પદ રોમે રોમે ચઢે, રામરસ રોમે રોમે ચઢે (ટેક) પીતાં પૂર્ણ અનુભવ પ્રગટે, અનંત નેત્ર ઉઘડે; દ્વાદશ અંગુલ ભરી પીએ તો, નવી સૃષ્ટિને ઘડે. ૧ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ “વચનામૃત ”માં લખેલ છે કે “છોટમ જ્ઞાની હતા.” તઓ નાગર ગૃહસ્થ હતા. તેઓ જ્ઞાની હતા તેની ખાતરી તેમના પદ ઉપરથી થાય છે. આ માર્ગના મર્મરૂપ ગુરુગમ ઉપરનું આ પદ . રામરસ જો પોતાના રોમ રોમમાં પ્રસરી જાય તો શરીરમાં રહેલ વિષયરૂપી વિષ બહાર નીકળી જાય. અને આ શરીર પણ પવિત્ર થઈ જાય. એ રસનું પાન કરતાં કરતાં જ ભગવાન આત્માનો અનુભવ થાય છે; અને દિવ્ય નેત્રોનો ઉઘાડ થઈ જાય. અનંત નંત્ર શબ્દ મૂક્યો છે તેનો અર્થ એ છે કે જ્ઞાનીના પ્રદેશ પ્રદેશ નેત્રો ઊઘડી જાય છે એટલે જ્ઞાનીને અનંત નેત્રો છે. પૂ. કાળિદાસભાઈ કહે છે કે “દ્વાદશ અંગુલ” એટલે સતત રસના પાન સાથે બાર વર્ષ સુધી આ સાધના કર્યા કરે તો પોતે પોતાની નવી દુનિયાનું સર્જન કરે. એટલે કે પોતાના સ્વરૂપમાં ભગવાન આત્મામાં જ લીન થઈ જાય - ૧ સુંઘે તેને સ્વરૂપ દરશે, પાછો ભવ ના પડે; આપે નિર્ભય સઘળે વરતે, જો જિવાએ અડે. ૨ એકવાર જો આ રામરસનો આસ્વાદ લઈ લે તો તેને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય અને ભવભ્રમણ અટકી જાય. જો આ સુધારસનું પાન કર્યા કરે તો પછી પોતે સંપૂર્ણપણે નિર્ભય થઈ જાય. પછી તેને જન્મમરણના ભયનો નાશ થઈ જાય. - ૨ અજર ખુમારી અભુત ભારી; બ્રહ્મ વિશે જઈ ભડે; પિંડ બ્રહ્માંડની પાર રહ્યા તે, હંસ થઈ નિવડે... ૩ આ સાધના કરતા જીવની ખુમારી અજર-જરી ન જાય તેવી, નાશ ન પામે તેવી હોય તો For Personal & Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ અન્ય પદો અને સ્તવનો : ૩૫૩ તે બ્રહ્મરૂપ-પરમાત્મારૂપ બની જાય. જો તે આ શરીરરૂપી બ્રહ્માંડથી પર થાય તો “હંસ” થઈ જાય એટલે પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરી લે. એવી આ રામરસની મહત્તા છે. મરજીવા તે મહારસ માણે, તેથી નહીં કોઈ બડે; જન છોટમ એવા જન મળતાં, ભાગ્ય ભલા ઊઘડે.. ૪ જે મરજીવા હોય, એટલે કે સાધના કરવા માટે જેની અદ્ભુત યોગ્યતા હોય અને પુરુષાર્થ કરવા માટેની તીવ્રતા હોય તે જ આ મહારસનું યથાર્થ પાન કરી શકે અને પોતાના ધ્યેયને પ્રાપ્ત કરી શકે. આ જગતમાં એનાથી કોઈ મોટું નથી. શ્રી છોટમ કહે છે કે આવા મહાત્માની પ્રાપ્તિ થાય તો આપણું ભાગ્ય ખૂલી જાય અને સંસારથી પાર ઊતરી જવાય. - ૪ ૪. પ્રીતમનું પદ સદ્ગુરુના તે શબ્દ વિચારતાં, માટે મોહમાયાને વિકાર, હરિરસ પીજીએ (ટેક) બાળી ભસ્મ કરે બીજી વાસના, ઉર પ્રગટે પ્રેમ અપાર - હરિ ૧ સદ્ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલ વચન ઉપર વિચાર કરવામાં આવે તો માયા અને મોહના વિકાર જે થયા કરે છે, તેનો નાશ થાય માટે હરિરસનું પાન કરો. આ હરિરસ એવો છે કે તે બધા જ પ્રકારની સંસારની વાસનાઓને બાળી નાખે છે, ક્ષય કરી નાખે છે અને હૃદયમાં ભગવાન આત્મા માટે અપાર પ્રેમ પ્રગટાવે એવો છે. - ૧ એવો અજર અમી રસ જે પીએ, તેનાં નેણા વેણા પલટાય.. હરિ. લાગી બ્રહ્મ ખુમારી ન ઊતરે, સુખ મુખે કહ્યું નવ જાય.. હરિ. ૨ એવો અજર કરે તેવા અમીરસનું જે પાન કરે તેની દૃષ્ટિ અને વચનો બદલાઈ જાય. બ્રહ્મના-આત્માના અનુભવને કારણે ઉત્પન્ન થયેલી ખુમારી છે તે પછી ક્યારેય જતી રહેતી નથી. તેનાથી પ્રાપ્ત થયેલ સુખની વાત મુખ વડે કહી શકાતી નથી. તે તો ફક્ત અનુભવી શકાય... ૨ તેને સંભવ નહીં રે શરીરનો, થયો આતમ દષ્ટ ઉઘાડ. હરિ. મરજીવા થઈ હરિને મળે, ગાળે જ્ઞાન હિમાળે હાડે. હરિ. ૩ જેને આત્માના અનુભવરૂપી સુખ પ્રાપ્ત થયું છે, તેને પછી ભવભ્રમણ કરવાનું રહેતું નથી. જેમ મરજીવો સાચા મોતી પ્રાપ્ત કરવા સમુદ્રમાં ઊંડે સુધી ડૂબકી મારીને મોતી લઈ આવે છે તેમ આવો મરજીવા જેવો સાધક જ હરિની પ્રાપ્તિ - આત્માની પ્રાપ્તિ કરી શકે છે અને પછી જ્ઞાનરૂપી હિમાલયમાં જે પોતાને કાશ્મણ વર્ગણા રૂપે શરીર પ્રાપ્ત થયું છે તેનો નાશ કરી નાખે છે. - ૩ બ્રહ્મધ્યાને ગગનવત્ થે રહે, જેમ કુંભ મહાજળ માંય. હરિ. કૃષ્ણ પોતામાં પોતે શ્રીકૃષ્ણમાં, કૃષ્ણ વિના ન દીસે કાંય. હરિ. ૪ For Personal & Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શિક્ષામૃત આવો સાધક પછી પોતાના આત્મસ્વરૂપમાં જ મસ્ત થઈને રહે છે. જેવી રીતે ઘડો પાણીમાં નાખ્યો હોય તો તે મહાજળ-સમુદ્રમય થઈ જાય છે તેમ તે ભગવાન આત્મામય થઈને રહે છે. હવે ભગવાન પોતાનામાં છે અને પોતે ભગવાનમાં છે. તેના સિવાય તેને હવે બીજું કાંઈ દેખાતું નથી. જેમ સરિતા સાગરમાં જઈ ભળે, તેનું નામ નદી ટળી જાય. હરિ. કહે પ્રીતમ સદ્ગુરુ સેવતા, ટળે અંતર એકરસ થાય. હરિ. ૫ જે નદી સાગરમાં જઈને મળી જાય પછી તે નદી તરીકે ઓળખાતી નથી, તેમ આત્મા પરમાત્મા થઈ જાય, પછી તે જીવ તરીકે ઓળખાતો નથી. સંત પ્રીતમ કહે છે કે સદ્ગુરુના ચરણમાં - આશ્રમમાં રહી તેની આજ્ઞા પ્રમાણે ચાલવામાં આવે તો બન્ને વચ્ચેનું અંતર ટળી જાય, એટલે સદ્ગુરુ અને શિષ્ય એકરૂપ થઈ જાય. ૫. નીરાંત ભગતનું પદ નામ સુધારસ સાર સરવમાં, પરખી પ્રેમેસુ પીધો રે. (ટેક) ભૂતળ પતિપદ તેને ન ભાવે, લહાવો નૌતમ લીધો રે. નામ- ૧ આ નીરાંત ભગત અભણ હતા. આપણે આપણી જાતને ભણેલા માનીએ છીએ. પણ આ ભગત અભણ હતા છતાં મોક્ષે કેમ જવું તેનું જ્ઞાન તેઓની પાસે હતું. તે કેવી રીતે કહે છે તે સાંભળીએ . બધી જ વસ્તુમાં સારરૂપ વસ્તુ જો કોઈ હોય તો તે “સુધારસ” છે. તેની બરાબર ઓળખાણ કરીને જેણે પ્રેમથી પુરુષાર્થ વડે તેનું પાન કર્યું છે, તથા જેને આ રસની પ્રાપ્તિ થઈ હોય પછી તેને આખી પૃથ્વીનો રાજા બનાવવામાં આવે તો પણ તેમાં ગમવાપણું ન થાય. અત્યાર સુધીની રખડપટ્ટીમાં જ નહોતું મળ્યું તે મને પ્રાપ્ત થયું છે. તેની પાસે બીજું બધું નકામું–કિંમત વગરનું છે, એવી તેને સમજ આવી જાય છે. આ એ રસ મોઘે મૂલે મળે નહીં, વૈકુંઠ નાથને વહાલો રે; અજ ઉમિયાપતિ ઇચ્છક એનાં, અદ્વૈત પદનો પ્યાલો રે. નામ. ૨ આ રસ અઢળક ધન પૈસા આપીને પણ મળે તેવો નથી. તેની કોઈ કિંમત આંકી શકાય તેમ નથી. આ રસ પરમાત્મા (વિષ્ણુને) પણ ગમવારૂપ છે. અજ-ભગવાન ઉમિયાપતિ શંકર પણ એને મેળવવા ઇચ્છે છે. કારણ કે અદ્વૈત પદ મેળવવા માટેનો એ રસ્તો છે. વૈતભાવ એટલે શરીર અને આત્મા બન્ને ભેગા હોય તે. અદ્વૈતપણું એટલે માત્ર આત્મા-પરમાત્મામય સ્થિતિ. -૨ પુરણ બ્રહ્મ એ રસને પ્રીછે, નથી સમોવડ એવો રે; જગતનું જીવન એને રે કહીએ, મહા વિરલાનો મેવો રે. નામ, ૩ For Personal & Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ અન્ય પદો અને સ્તવનો : ૩૫૫ પૂર્ણ બ્રહ્મદેવ પણ એ રસને ઇચ્છી રહ્યા છે. એની સાથે બીજી કોઈ વસ્તુને સરખાવી ન શકાય એવો આ રસ છે અને જગતનું જીવન પણ એ જ છે અને મહાપુરુષો-જ્ઞાનીઓ માટે તો એ એવા સમાન છે. - ૩. કોટી જગનને જપ તપ તીરથ, તોએ તુલ્ય ન આવે રે; પૃથ્વી પાત્રને મુક્તા ભરીયું, એથી અધિક પાવે રે. નામ૪ કોટી યજ્ઞો કરો, જપ કરો, તપ કરો, તીર્થયાત્રા કરો તો પણ એની સરખામણી આ ‘સુધારસ’ સાથે ન થઈ શકે. કારણ કે એ તો એનાથી પણ મહત્તાવાળી વાત છે. આખી પૃથ્વીને પાત્ર ગણી તેને સાચા મોતીથી ભરવામાં આવે તો પણ આ “સુધારસની કિંમત સામે તે નહીંવત્ છે. તેની સરખામણી જ ન થઈ શકે એવી આ ચીજ છે – ૪ નામ સમોવડ કોઈ ન આવે, અમુલ્ય વસ્તુ એવી રે; સદ્ગુરુ સ્વામી કૃપા કરે તો, ત્યાંથી મળે તેવી રે. નામ ૫ આ “સુધારસની સરખામણી કોઈની સાથે ન થઈ શકે એવી વાત છે. આ ખૂબ જ અમુલ્ય વસ્તુ છે. મેળવવી દુર્લભ છે પણ જો સદ્ગુરુ સ્વામીની કૃપા થાય તો તેઓની પાસેથી જ આ પ્રાપ્ત થાય તેમ છે. ૫ દુર્લભ દીઠોને મહારસ મીઠો, સ્વાદ કહ્યો નવ જાયે રે; નીરાંત નામ સુધારસ પીતાં, હરિ સરખો થઈ જાવે રે... નામ ૭ આ રસને પ્રાપ્ત કરવો એ દુર્લભ વાત છે. વળી તેની મીઠાશ ખૂબ જ છે. પણ તેનો સ્વાદ કહી શકાય તેમ નથી. તેનો આસ્વાદ લઈ શકાય. પણ બોલીને બતાવી શકાય નહીં. નીરાંત ભગત કહે છે કે આ અમૂલ્ય વાત પ્રાપ્ત થાય અને એ પ્રમાણે એનું પાન કરે તો તે હરિ સમાન પરમાત્મા જેવો બની જાય - ૬ ૬. ચિદાનંદજી કૃત પદ પૂરવ પુણ્ય ઉદય કરી ચેતન, નીકા નરભવ પાયા રે (૨) દીનાનાથ દયાળ દયાનિધિ, દુર્લભ અધિક બતાયા રે; દશ દષ્ટાંતે દોહિલા નરભવ, ઉત્તરાધ્યયને ગાયા રે. પૂરવ૦ ૧ હે ચેતન ! પૂર્વે ઘણાં ઘણાં પુણ્ય ભેગાં કર્યા હશે તેના ઉદયરૂપે આ મનુષ્યભવ પ્રાપ્ત થયો છે. દીનાનાથ, નિષ્કારણ કરુણાસાગર, દયાના ભંડાર એવા ભગવાને આ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરવો તે બહુ જ દુર્લભ બતાવ્યો છે. આને માટે ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રની અંદર દશ દષ્ટાંત For Personal & Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ શિક્ષામૃત આપીને મનુષ્યભવ મેળવવો કેટલો દુર્લભ છે- અઘરો છે તેનું વર્ણન કરેલ છે. તે દશ દૃષ્ટાંતનાં નામ આ પ્રમાણે છે. ૧. ચક્રવર્તીનું ભોજન ૨. ઘોંસરુ અને કિલિકા ૩. તોફાને ચડેલા દેવનું ૪. મંત્રેલા પાસા વડે જુગારનું ૫. અનાજના ઢગલાનું ૬. કાચબાનું ૭. રત્નનું દષ્ટાંત ૮. સ્વપ્ન એક પુરુષ અને એક ભુવાનું ૯. ચક્ર-રાધાવેધ ૧૦. ધૂત-જુગાર – ૧ અવસર પાય વિષય રસ રાચત, તે તો મૂઢ કાયા રે; કાગ ઉડાવણ કાજ વિપ્ર જિમ, ડાર મણિ પછતાયા રે. પૂરવ૦ ૨ મનુષ્યભવ મળ્યો છે અને જે પાંચ ઇન્દ્રિયોના વિષયમાં રાચે છે, તેને ભગવાને મૂઢ (મૂર્ખ) કહ્યા છે. બુદ્ધિ વગરના કહ્યા છે કારણ કે તે પેલા બ્રાહ્મણની જેમ પાછળથી પસ્તાશે. બ્રાહ્મણને રસ્તામાં ચાલતાં મણિ પ્રાપ્ત થયો, પણ તેની પહેચાન નહીં હોવાથી, ગાય ઉપર બેઠેલા કાગડાને ઉડાડવા માટે તેના ઉપર ફેંકી દીધો, ત્યાર પછી તેને બીજા જોડે વાત થતાં જણાયું કે તે તો મણિ હતો અને તે બદલ તેને પસ્તાવો થયો. તેમ આપણે પણ જો આ મનુષ્યભવને વિષયોમાં ફેંકી દીધો છે તો પસ્તાવો થશે પણ પછી હાથની વાત નહીં રહે. માટે હે ચેતન ! તું ચેતી જા - ૨ નદી ધોલ પાસાન ન્યાય કર, અર્ધ વાટ તો આયા રે; અર્ધ સુગમ આગલ રહી તિનકું, જિન કહુ મોહ ઘટાયા રે. પૂરવ૦ ૩ જેમ પર્વતમાંથી છૂટી પડેલી શીલા, પાણી સાથે અથડાતી કુટાતી તળેટીમાં આવી પહોંચે છે ત્યારે તે સરસ ગોળ પથ્થરરૂપ થઈ જાય છે અને તેનો તો અર્ધો રસ્તો કપાઈ ગયો છે. પણ હવે સમુદ્ર તરફ આગળ વધવું લીસાપણાને લીધે મુશ્કેલ બની જાય છે. તેમ તે ચેતન ! આ મનુષ્યભવ મેળવ્યો છે તેથી તે તારો મોક્ષ તરફનો અર્થો રસ્તો તો કાપી નાખ્યો છે. પણ હવે જો તું મોહને ઘટાડીશ અને સદ્ગુરુ સન્મુખ થઈશ તો બાકીની અડધી વાટ-બાકીનો અર્થો રસ્તો પણ કપાઈ જશે - ૩ ચેતન ! ચાર ગતિમાં નિચ્ચે, મોક્ષ દ્વાર એ કાયા રે; કરત કામના સુર પણ યાકી, જિનકું અનર્ગલ માયા રે. પૂરવ. ૪ હે ચેતન ! સંસારમાં રહેલી ચાર ગતિમાંથી નિશ્ચયથી એક મનુષ્ય દેહ જ મોક્ષનો દરવાજો છે. તેના વડે જ આત્મસાધના કરીને મોક્ષે જઈ શકાય છે. બાકીની ગતિમાંથી મોક્ષ થતો નથી. આ મનુષ્ય દેહને દેવો પણ ઇચ્છે છે કે જેની પાસે અનર્ગળ - માપી ન શકાય તેટલી સંપત્તિ છે, કારણ મોક્ષ જવા માટે મનુષ્ય દેહ જ ઉપયોગી છે – ૪ રોહણગિરિજિમ રતન ખાણ તિમ ગુણી સહુ યામેં સમાયા રે; મહિમા મુખથી વરણાત જાકી, સુરપતિ મન શંકાયા રે. પૂરવ ૫ For Personal & Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ અન્ય પદો અને સ્તવનો : ૩૫૭ રોહણગિરિ પર્વત છે એ જેમ રત્નોની ખાણથી ભરપૂર છે તેમ આ મનુષ્ય દેહ છે જે આ બધા ગુણો આત્મરૂપી રત્ન મેળવવાની ખાણ છે. આવું માહાભ્ય મનુષ્યદેહનું સાંભળીને ઇન્દ્રને પણ શંકા થઈ કે આટલું મહત્ત્વ મનુષ્યદેહનું ન હોવું જોઈએ ? પણ સાચી સ્થિતિ એ છે કે આ આમ જ છે - પ. કલ્પવૃક્ષ સમ સંયમ કેરી, અતિ શીતલ જિંહા છાયા રે; ચરણ કરણ ગુણ ધરણ મહામુનિ, મધુકર મન લોભાયા રે. પૂરવ. ૭ કલ્પવૃક્ષ સમાન આંતરિક રમણતારૂપ શીતળ છાયા જ્યાં મળે છે એવો આ મનુષ્ય દેહ છે. કર્મભૂમિમાં જ પુરુષાર્થ થઈ શકે છે. ચારિત્ર અને ગુણો ધારણ કરવા માટે મહામુનિ, જેમ ભમરો સુગંધમાં માહાય છે તેમ મહામુનિ-સાધક મોક્ષે જવા માટે લોભાયમાન થાય છે. એટલે કે તે સ્થિતિ પ્રાપ્ત કરવા તૈયાર થાય છે - ૬ યા તન વિણ તિહું કાલ કહો કિમ, સાચા સુખ નિપજાયા રે; અવસર પાય ન ચૂક ચિદાનંદ, સગુરુ યું દરસાયા રે. પૂરવ૦ ૭ આ મનુષ્ય શરીર વિના ત્રણે કાળમાં કોણે મોક્ષનું સુખ પ્રાપ્ત કર્યું છે ? કોઈએ પણ નહીં ! માટે હે ચિદાનંદ ! આ અવસર તને પ્રાપ્ત થયો છે માટે તું ગુમાવ નહીં એમ સદ્ગુરુએ કહ્યું છે. ૭. શ્રી વિમળનાથ જિનસ્તવન - શ્રી આનંદઘનજી કૃત દુઃખ દોહગ દૂરે ટળ્યાં રે, સુખ સંપદશું ભેટ; ધિંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર એટ. વિમલ જિન, દીઠા લોયણ આજ, મારા સીધ્યાં વાંછિત કાજ. - ૧ હ ભગવાન ! મારાં દુઃખ અને દુર્ભાગ્ય દૂર ચાલ્યાં ગયાં કારણ કે આત્મ-ભગવાનનાં મને દર્શન થયાં. મને સદેહ મોક્ષ સુખ ભોગવવાની સકળ સિદ્ધિ સાંપડી કારણ કે મારા માથે ધીંગ મહાત્મા એવા આપને ધારણ કર્યા છે. અને તેથી કોઈથી પણ હવે ભય રહ્યો નથી. ભૂત વિગેરેથી પણ ભય ન પામું એવી સ્થિતિ પ્રાપ્ત થઈ છે. તે વિમળનાથ ભગવાન આપના જેવી આંતરદૃષ્ટિ મને પ્રાપ્ત થઈ છે. તેથી આ જિંદગીમાં મારી જે કાર્ય સિદ્ધ કરવાની ઇચ્છા હતી તે પૂર્ણ થઈ છે – ૧ ચરણ કમલ કમલા વસે રે, નિર્મળ થિર પદ દેખ; સમલ અથિર પદ પરિહરી રે, પંકજ પામર પેખ. વિમલ૦ ૨ હે ભગવાન ! આપના ચરણકમળમાં લક્ષ્મી આવીને વસેલ છે. કારણ કે આપના ચરણોમાં રહેવાનું સ્થાન નિર્મળ અને સ્થિર છે. બાકીના બીજા બધા પદ મળવાળા - કષાયથી ભરેલા અને For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ શિક્ષામૃત નાશવંત છે માટે તે છોડવા જ પડે છે. જેમ કાદવમાંથી ઉત્પન્ન થયેલું કમળ, કાદવથી નિર્લેપ રહે છે તેમ હું પણ હવે આ સંસારરૂપી કાદવથી પર થઈને રહીશ - ૨ મુજ મન તુજ પદ પંકજે રે, લીનો ગુણ મકરંદ; રંક ગણે મંદિરધરા રે, ઇંદ, ચંદ, નાગિંદ. વિમલ૦ ૩ હે ભગવાન ! મારું મન તારા ચરણકમળમાં રહેવા માગે છે, કારણ કે તે પ્રાપ્ત કરેલા ગુણોરૂપી ભમરાને મારે પ્રાપ્ત કરવો છે. આ ગુણો જેને પ્રાપ્ત થઈ જાય પછી તેને મન મેરૂ પર્વતની સુવર્ણભૂમિ પ્રાપ્ત થાય કે ઇન્દ્રનું પદ મળે કે નાગેન્દ્રનું પદ મળે કે ચંદ્રનું પદ મળે તો પણ તે તુચ્છ લાગે છે. કારણ કે બધા જ સમય સાથે નાશ પામી જાય છે – ૩. સાહિબ સમરથ તું ધણી રે, પામ્યો પરમ ઉદાર; મન વિશરામી વાલો રે, આતમચો આધાર. વિમલ૦ ૪ હે વહાલા પ્રભુ ! તું સમર્થ ધણી છે. આવો પરમ ઉદાર સાહેબ મને મળ્યો છે કે જેણે મારા ઉપર પરમ પરમ ઉપકાર કર્યો છે. હે ભગવાન! તું જ મારા મનના વિશ્રામનું સ્થાન છે અને મારા આત્માના આધ દરિસણ દીઠે જિન તણું રે, સંશય ન રહે વેધ; દિનકર કરભર પસતા રે, અંધકાર પ્રતિષેધ. વિમલ૦ ૫ હે ભગવાન ! સૂર્યનું એક જ કિરણ પ્રગટતાં જ રાત્રીના અંધકારનો નાશ થઈ જાય છે તેમ હે ભગવાન ! તારાં દર્શન થતાં જ મારા મનના બધા જ સંશયનો નાશ થઈ ગયો છે અને અજ્ઞાનરૂપી અંધકારનો પણ નાશ થઈ ગયો- ૫ અભિયભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કોય; શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય. વિમલ૦ ૩ હે પરમાત્મા ! આપની મૂર્તિ, આપની મુદ્રા એવી અમૃતરસથી ભરેલી છે કે એને કોઈ પણ ઉપમા આપી શકાય તેમ નથી, અનુપમ છે. આપની શાંત અમૃતરસમાં સ્નાન કરતી એવી તે મૂર્તિનાં દર્શન કરતાં તૃપ્તિ જ થતી નથી - ૬. એક અરજ સેવક તણી રે, અવધારો જિન દેવ; કૃપા કરી મુજ દીજિએ રે, આનંદઘન પદ સેવ. વિમલ૦ ૭ હે ભગવાન ! આ સેવકની એક અરજ છે કે તેને બરાબર આપ અવધારો- ધ્યાનમાં લો, અને કૃપા કરીને મને આનંદઘન એવા આપના ચરણની સેવા પ્રાપ્ત થાય એવું કરો. એટલે કે આપના જેવા શુદ્ધ આનંદઘનરૂપી આત્માની પ્રાપ્તિ થાય તેવી કૃપા કરો – ૭ For Personal & Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ અન્ય પદો અને સ્તવનો : ૩૫૯ ૮. શ્રી ધર્મનાથ જિનસ્તવન - શ્રી આનંદઘનજી ધર્મ જિનેસર ગાઉં રંગ, ભંગ મ પડશો હો પ્રીત; જિનેસર બીજો મનમંદિર આણું નહીં, એ અમ કુળવટ રીત, જિનેસર ધર્મ૧ હે ભગવાન ! શ્રી ધર્મનાથ જિનેશ્વર ! હું તારી ભક્તિ રંગથી કરું છું. તેમાં મારી પ્રીતિઅનુરાગ રહેલો છે તેમાં ભંગ ન પડે તેવું માગું છું. હું હવે મારા મનરૂપી મંદિરમાં બીજા કોઈ દેવને ધારણ કરીશ નહીં, એ અમારા ભક્તોના કુળની રીત છે. બીજા કોઈ હવે અમારા મનમાં વસી શકે તેમ નથી. - ૧ ધરમ ધરમ કરતો જગ સહુ ફિરે, ધરમ ન જાણે હો મર્મ, જિનેસર. ધરમ જિનેસર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ, જિનેસર. ધર્મ૨ આ દુનિયાના બધા લોકો અમે ધર્મ કરીએ છીએ એમ માનીને ફર્યા કરે છે, પણ ધર્મનો મર્મ રહસ્ય શું છે તેની તેમને જાણ નથી. સાચી વાત તો એ છે કે હે ભગવાન ! જો તારા ચરણમાં રહ્યા હોય અને મર્મ જાણતા હોય તો નવા કર્મનું બંધન થાય નહીં અને એ જ સાચો ધર્મ છે. - ૨ પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન; જિનેસર. હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન, જિનેસર. ધર્મ, ૩ જો સદ્ગુરુ અનુગ્રહ કરીને પ્રવચનરૂપી અંજનશલાકા વડે અંજન કરે તો જીવો પોતાના આત્મ સંપત્તિરૂપ ઉત્કૃષ્ટ ભંડારને પ્રાપ્ત થાય અને પોતાના હૃદયમાં ભગવાન આત્માને - પરમાત્માને નિહાળે, અનુભવે, જેનો મહિમા મેરૂ પર્વત કરતાં પણ અનેક ઘણો વધારે છે. - ૩ દોડતા દોડતા દોડતા દોડિયો, જેતી મનની રે દોડ; જિનેસર . પ્રેમ પ્રતીત વિચારો ટુંકડી, ગુરુગમ લેજો રે જોડ, જિનેસર ધર્મ ૪ હે ભગવાન ! મનની દોડવાની જેટલી શક્તિ છે તે બધી જ શક્તિ લગાડીને ધર્મ પામવા માટે આખા જગતમાં ફરી વળ્યો, પણ કાંઈ હાથમાં આવ્યું નહીં. પણ હે ભાઈ ! એ તો તારી પાસે જ છે. તું શા માટે બહાર દોડ્યા કરે છે. તેને શોધવા માટે ગુરુગમ-ગુરુની કૃપા પ્રાપ્ત કરે તો તે તને તારી અંદર જ બેઠેલા દેખાશે. આત્મા-ભગવાનનાં દર્શન થશે. ૪ એક પછી કેમ પ્રીતિ વરે પડે, ઉભય મિલ્યા હવે સંધિ, જિનેસર હું રાગી, હું મોહે હૃદયો, તું નિરાગી નિરબંધ, જિનેસર ધર્મ૫ એક પક્ષીય પ્રીતિ-અનુરાગ કે પ્રેમ કેમ ઠેકાણે પડે ! જેમ એક પૈડાથી ગાડી ચાલે નહીં તેમ. For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ શિક્ષામૃત બંને મળી જઈએ તો એક સમાન થઈ જવાય. પણ હે ભગવાન ! હું તો મોહરૂપી ફંદમાં પડ્યો છું. માહમાં ફસાયેલો છું. જ્યારે તું તો વીતરાગ દેવ છો અને કર્મમાં નવા બંધ ન પડે તેવી સ્થિતિવાળો છે. - ૫ પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંઘી હો જાય, જિનેસર જ્યોતિ વિના જુઓ જગદીશની, અંધોઅંધ પલાય, જિનેસર ધર્મ૩ ભગવાન આત્મા મુખ આગળ જ પ્રગટ છે. પોતાનો ભંડાર અંદર જ પડેલ છે. માટે તેને પ્રાપ્ત કરો. જો તેની પ્રાપ્તિ થઈ જાય તો જન્મમરણના ફેરા ટળી જાય. જગતને ઉલ્લંઘી જાય મોક્ષે ચાલ્યો જાય. પણ ભગવાનરૂપી આત્માની જ્યોતિ પ્રગટવી જોઈએ. નહિતર પછી આંધળાની પાછળ આંધળો જાય તેવી સ્થિતિ થાય - ૬ નિર્મલ ગુણ મણિ રોહણ ભુધરા, મુનિજન માનસ હંસ, જિનેસર ધન્ય તે નગરી ધન્ય વેળા ઘડી, માતપિતા કુલવંશ જિનેસર ધર્મ૭. હે ભુધર ! રોહણાચળ પર્વતમાં થતાં નિર્મળ મણિ જેવા આપ ગુણવાન છો. મુનિઓને મન તો આપ માન સરોવરમાં વિહરતા હંસ સમાન છો. હે ભગવાન ! આપની જન્મભૂમિ-નગરી ધન્ય છે. આપના જન્મ સમયની એ ઘડીને ધન્ય છે. આપનાં માતા-પિતા તથા તે વંશને પણ ધન્ય છે કે જ્યાં આપ જેવા મહાત્માનો જન્મ થયો અને જગત દિવાકર થયા. ૭ મન મધુકર વર કર જોડી કહે, પદકજ નિકટ નિવાસ; જિનેસર ઘનનામી આનંદઘન સાંભળો, એ સેવક અરદાસ, જિનેસર ધર્મ, ૮ આનંદઘનરૂપ જેનું ઘન સ્વરૂપ છે એવા હે ભગવાન ! આપ મારી એક અરજ સાંભળો. મારા મનરૂપી ભમરો બે હાથ જોડીને આપને વિનંતી કરે છે કે મને આપના ચરણકમળમાં તદ્દન નજીકનું સ્થાન આપો. ૮ ૯. શ્રી શાંતિનાથ જિનસ્તવન - શ્રી યશોવિજયજી હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં (ટેક) (૨) વિસર ગઈ દુવિધા તન મનકી, અચિરાસુત ગુણ ગાનમેં. હમ ૧ અમે ભગવાનના ધ્યાનમાં મગ્ન થઈએ છીએ. અમે અચિરાસુત-અચિરા દેવીના પુત્ર એવા ભગવાન શાંતિનાથના ગુણોની અનુમોદના કરતાં કરતાં અમારાં તન, મનની દુવિધા - સંસારના તાપ વિસરી ગયા છીએ - ૧ For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ અન્ય પો અને સ્તવનો : હરિ હર બ્રહ્મ પુરંદરકી રિદ્ધ, આવત નહીં કોઈ માનમેં, ચિદાનંદકી મોજ મચી હૈ, સમતા રસકે પાનમેં. હમ૦ ૨ – હિર એટલે કૃષ્ણ, હર એટલે શિવ, બ્રહ્મા અને પુરંદર - ઇન્દ્રની રિદ્ધિની કોઈ કિંમત અમારા મનમાં નથી કારણ કે જ્ઞાન અને આનંદની મોજ માણી રહ્યા છીએ અને અમે સમતારસનું પાન કરી રહ્યા છીએ - ૨ ઈતને દિન તું નાંહિ પિછાન્યો, મેરો જનમ ગમાયો અજાનમેં; અબ તો અધિકારી હોઈ બેઠે, પ્રભુ ગુણ અખય ખજાનમેં. હમ૦ ૩ આટલા સમય સુધી હે ભગવાન ! તને ઓળખી શક્યો નહીં. મારો જન્મ અજ્ઞાનમાં જ અત્યાર સુધી ગુમાવ્યા કર્યો. પણ હવે તો પ્રભુના ગુણરૂપી અક્ષય ખજાનાને પ્રાપ્ત કરવા માટેની યોગ્યતા-પાત્રતા પ્રાપ્ત થઈ છે. ગઈ દીનતા સબહી હમારી, પ્રભુ ! તુજ સમકિત દાનમેં; પ્રભુ ગુણ અનુભવ કે રસ આગે, આવત નહીં કોઉ માનમેં, હમ૦ ૪ બધા જ પ્રકારની દીનતા-ગરીબાઈનો નાશ હે ભગવાન ! આપે આપેલ સમકિતરૂપી ધનથી થઈ ગયો છે. પ્રભુના ગુર્ણાના અનુભવરૂપી રસ પાસે કોઈની કાંઈ કિંમત નથી. તે વાત એવી છે કે તેની સરખામણી કોઈની સાથે થઈ શકે તેમ નથી - ૪ ૩૬૧ જિનહિ પાયા તિનહિ છિપાયા, ન કહે કોઉકે કાનમેં; તાલી લાગી જબ અનુભવકી, તબ જાને કોઉ સાનમેં, હમ૰ પ જેણે આ આત્મસ્વરૂપના અનુભવને પ્રાપ્ત કર્યો છે તેને તે છુપાવીને બેઠા છે, કોઈને કહેતા નથી. પણ જ્યારે સાધકને તેનો અનુભવ થાય છે ત્યારે તે પોતે પણ સાનમાં જાણી જાય છેસમજી જાય છે ! એટલે કે આ વાત અનુભવની છે. તેના વગર તે સમજાય તેમ નથી – પ પ્રભુ ગુણ અનુભવ ચંદ્રહાસ જ્યોં, સો તો ન રહે મ્યાનમેં; વાચક યશ કહે મોહ મહા અરિ, જીત લિયો હે મેદાનમેં, હમ૦ ૬ ચંદ્રહાસરૂપી ખડ્ગ (તલવાર જેવું સાધન) કે જે ઇન્દ્ર પાસે હોય છે, તે જેમ મ્યાનમાં રહી શકતું નથી તેમ પ્રભુનો અનુભવ છે તે છુપા રહી શકતાં નથી. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ કહે છે કે મોહરૂપી સૌથી મોટા શત્રુને મેં સાધનારૂપી મેદાનમાં તેની સાથે લડાઈ કરીને જીતી લીધો છે અને પ્રભુના ધ્યાનમાં જ મગ્ન થઇને રહ્યો છું. - ૬ For Personal & Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ૨ શિક્ષામૃત ૧૦. શ્રી નમિનાથ જિનસ્તવન - શ્રી આનંદઘનજી ષ દરિશણ જિનઅંગ ભણીને, ન્યાસષડંગ જો સાધે રે; નમિ જિનવરના ચરણ ઉપાસક, ષટુ દરિશન આરાધે રે, ષ૮ ૧ છયે દર્શન શ્રી જિનેશ્વર પ્રભુના છ અંગરૂપે છે એમ (ન્યાસ) ગોઠવણ કરીને છયે દર્શનની આરાધના કરનારા શ્રી નમિ જિનેશ્વરના ચરણોની ઉપાસના કરનાર છયે દર્શનનો આરાધક બની જાય છે. સાંખ્ય અને વેદાંત દર્શન દ્રવ્યાર્થિક દૃષ્ટિને જ માન્ય રાખે છે. બૌદ્ધ દર્શન માત્ર પર્યાયદૃષ્ટિને જ માન્ય રાખે છે, ચાર્વાક દર્શને આત્માના અસ્તિત્વને જ સ્વીકારતું નથી. નૈયાયિક વેશેષિક વિ. દર્શનો એકાંત નૈગમ દૃષ્ટિથી ઉદ્ભવેલાં દર્શનો છે. જ્યારે જૈન દર્શન દ્રવ્યાર્થિક નય, પર્યાયાર્થિક નય, નૈગમ નય વિગેરે બધા નયોની માન્યતા સાક્ષીપણે માન્ય રાખે છે. તેથી તે સર્વાંગિક દર્શન છે. સાંખ્ય દર્શન, યોગ દર્શન, બૌદ્ધ દર્શન, મીમાંસક દર્શન, ચાર્વાક દર્શન અને જૈનદર્શન એ છયે દર્શનો જિનેશ્વર ભગવાનનાં અંગસ્વરૂપે છે. તેથી જો જિનેશ્વર ભગવાનનાં છ અંગોમાં છયે દર્શનોનો ન્યાર્ અર્થાત્ સ્થાપના કરવામાં આવે તો છયે દર્શન જિનેશ્વરના અંગરૂપે જણાશે. તેથી આ છયે દર્શનો જિનેશ્વરના અંગરૂપ છે માટે નમિ જિનવરના ચરણ ઉપાસકને છયે દર્શનોનો આરાધક જાણવો. - ૧ જિન સુર પાદ૫ પાય વખાણું, સાંખ્ય જોગ દોય ભેદ રે; આતમ સત્તા વિવરણ કરતાં, હો દુગ અંગ અખેદે રે, પદ્ગ ૨ જૈનદર્શનના બે પાદ-પગ વખાણવા લાયક કયા? તો કહે છે કે એક સાંખ્ય દર્શન અને બીજુ યોગ-દર્શન કારણ કે આત્મસત્તાનું વિવરણ આ બન્નેમાં જૈન દર્શનને અનુરૂપ કરેલ છે. માટે આ બે અંગને જૈન દર્શનના અંગ ખેદરહિતપણે જાણવા. જૈન દર્શન છે તેનાં સાંખ્ય અને યોગ એ બન્ને પગ છે એમ જાણો. સાંખ્ય અને યોગ એ બન્ને આત્મા હોવાનું માને છે તેમજ પ્રત્યેક શરીરે ભિન્ન આત્મા માને છે. સાંખ્યો આત્મસત્તાનું વિવરણ કરતાં આત્માને અકર્તા અને અભોક્તા માને છે, જ્યારે જૈન દર્શન શુદ્ધ નયની અપેક્ષાએ અકર્તા અને વ્યવહાર નયે કર્તા અને ભોક્તા માને છે. સાંખ્ય આત્માને માત્ર સાક્ષીભાવે માને છે. રાગદ્વેષને પ્રકૃતિના ધર્મો માને છે. જ્યારે જૈનદર્શન રાગદ્વેષાદિને આત્માના વિકારી ભાવો માને છે અને આત્માને શુદ્ધ અપેક્ષાએ સાક્ષી પણ માને છે. બન્ને દર્શનોને જિનેશ્વરના પગરૂપ કહ્યા છે. બે પગ છે તો ઊભા રહી શકાય છે, ચાલવું હોય For Personal & Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ અન્ય પદો અને સ્તવનો : ૩૬૩ તો ચાલી શકાય છે, તેમ આત્માના અસ્તિત્વ વિના કોઈ પણ આત્મવાદી દર્શન ઊભું જ ન રહી શકે. સાંખ્ય દર્શનના પ્રણેતા શ્રી કપિલમુનિ હતા. યોગના પ્રણેતા પતંજલી હતા. - ૨ ભેદ અભેદ સૌગત મીમાંસક, જિનવર દોય કર ભારી રે; લોકાલોક અવલંબન ભજીએ, ગુરુગમથી અવધારી રે, ષ૦ ૩ સૌગત-બૌદ્ધ દર્શનવાળા કે જે આત્માને ક્ષણિક માને છે, મીમાંસક-પૂર્વ અને ઉત્તર મીમાંસક - પૂર્વમીમાંસક-શ્રી જૈમિની અને ઉત્તરમીમાંસક વેદાંત છે. જે આત્માને અભેદ-અભિન્ન માને છે. આ બે દર્શનો એ જિનેશ્વરના બે હાથ છે. જો ગુરુગમથી સમજવામાં આવે તો તે લોક અને અલોકનું અવલંબન છે. બૌદ્ધ દર્શન ભેદગ્રાહી છે અને વેદાંતદર્શન અભેદગ્રાહી છે. જ્યારે જૈનદર્શન ભેદ-અભેદ ગ્રાહી છે. તેથી આ બે દર્શન જિનેશ્વરના બે મોટા હાથ છે. આ વાતને ગુરુગમથી અત્યંત સૂક્ષ્મતાપૂર્વક અવધારીને આ બન્ને જાણે લોકાલોકના અવલંબનરૂપે છે, એ સ્વરૂપે ભજવા જોઈએ. સન્માર્ગથી નીચે પડતા આત્માઓ માટે જિનેશ્વરના બન્ને હાથ અવલંબનરૂપ નીવડે છે. પણ આ બધું ગુરુગમથી જાણવું જોઈએ. ગુરુગમ ન હોય તો ધ્યાનમાર્ગ કે યોગમાર્ગમાં ગોથાં જ ખાવાં પડે. બૌદ્ધ એમ માને છે કે આત્મા ક્ષણે ક્ષણે બદલાય છે એટલે કે ક્ષણિક છે. જૈનદર્શન પણ આત્માને દ્રવ્ય નિત્ય માનીને પર્યાયે પલટાતો માને છે એટલે કે જેનદૃષ્ટિ દ્રવ્ય પર્યાય ઉભયને માન્ય કરે છે. માટે સત્ય છે. બૌદ્ધ દર્શન આંશિક સત્ય હોવાથી જિનેશ્વરના એક હાથરૂપ ગણવામાં વિરોધ નથી. મીમાંસક એમ માને છે કે આત્મા એક નિત્ય, નિર્ગુણી, સર્વગત છે, તે બંધાતો નથી અને મુકાતો પણ નથી. આ દ્રવ્યાર્થિક નય જૈનને પણ પર્યાય દૃષ્ટિનો લોપ કર્યા વિના માન્ય છે, તે પણ આંશિક સત્ય હોવાથી જિનેશ્વરના બીજા એક હાથરૂપે માન્ય છે. - ૩ લોકાયતિક કૂખ જિનવરની, અંશ વિચારી જો કીજે રે; તત્ત્વવિચાર સુધારસ ધારા, ગુરૂગમ વિણ કેમ પીજે રે ? ષ૮ ૪ 'જો વિચાર કરીએ તો લોકાયતિક એટલે ચાર્વાક દર્શન છે તે અંગે જૈનદર્શનની કૂખ-પેટ સમાન છે એમ સમજાય છે. પણ આવી તત્ત્વવિચારરૂપ સુધારસધારા ગુરુગમ-ગુરુના અનુગ્રહ વગર કેમ પીવાય ? જો આંશિક રીતે વિચારવામાં આવે તો લોકાયતિક યાને ચાર્વાક દર્શન છે, તે જિનેશ્વર ભગવાનની કૂખરૂપે છે. પેટમાં જેમ પોલંપોલ હોય તેમ નાસ્તિક દર્શનમાંયે પોલંપોલ છે કે જે આત્માને માનતા જ નથી. તેઓ માને છે કે “આ ભવ મીઠો ને પરભવ કોણે દીઠો ?” For Personal & Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ શિક્ષામૃત આ બધું સમજવા માટે સાચા સદ્ગુરુનો ભેટો થાય તો જ કંઈક મેળ પડે તેમ છે કે જે આ પદર્શનને જિનેશ્વરના અંગ તરીકે યથાર્થ સમજાવી શકે. કારણ કે તત્ત્વરૂપી જે સુધારસ ધારા છે તે ગુરુના અનુગ્રહ વગર કોઈ રીતે પી શકાતી નથી, યથાર્થપણે સમજાતી નથી. આમ ચાવાક દર્શનને માનવાવાળા નાસ્તિક છે. નાસ્તિક છે તે પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે. અનુમાનાદિ પ્રમાણોને માન્ય રાખતો નથી. છતાં પ્રત્યક્ષને માનતો થયો તો ક્યારેક બીજા પ્રમાણોને પણ માનતો થશે. જ્યાં સુધી જીવને કોઈપણ દર્શનનું જ્ઞાન થયું નથી, ત્યાં સુધી જીવને ધર્મ ઉપર આસ્થા બેસતી નથી અને તે નાસ્તિક જેવો રહે છે. જ્ઞાન મેળવ્યા પછી તે તત્ત્વવિચાર કરી શકે છે, માટે નાસ્તિકમત - ચાવાર્ક દર્શનને ભગવાનની કૂખ ગણેલ છે – ૪ જેને જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતરંગ બહિરંગે રે અક્ષર ન્યાસ ધરા આરાધક, આરાધ ધરી સંગે રે, ૫૦ ૫ જિનેશ્વર ભગવાન દ્વારા ભાખેલ જૈનદર્શન બધાં દર્શનમાં, શરીરમાં મસ્તકની જેમ ઉત્તમ છે. અંતરંગ અને બહિરંગથી બધી રીતે બધાં દર્શનોમાં જૈન દર્શન ઉત્તમ છે. એ દર્શનનો પરિચય કરીને, સંગ કરીને શરીરનાં જુદાં જુદાં અંગો પર અક્ષરોની સ્થાપના કરીને, ધ્યાન કરનારા યાગીપુરુષો સાધના કરે છે. આચાર્ય હરિભદ્રસૂરી કહે છે કે “વચનારાધનયા ખલુ ધર્મસ્ત બાધયાવધર્મ.” એટલે કે “જિનેશ્વરના વચનની આરાધના-ગુરુના વચનની આરાધના એ જ ધર્મ છે અને વચનની વિરાધના કે બાધા કરવી તે અધર્મ છે.” જેનદર્શન આત્માને નિત્યાનિત્ય, ભિન્નભિન્ન, બંદાભેદ સ્વરૂપે માને છે તે જ જૈનદર્શનની મૌલિકતા છે. એટલા માટે જ જૈનદર્શનને જિનેશ્વરનાં ઉત્તમ અંગરૂપ કહ્યું છે. - આત્મામાં અસ્તિ સ્વભાવ જ માનવામાં આવે અને નાસ્તિ સ્વભાવ ન માનવામાં આવે તો એકાંતે સત્ માનવાથી યોગાભ્યાસ નિરર્થક પુરવાર થશે. આમ થતાં વિશ્વમાં બધું એકાકાર થઈ જાય અને સંકર દોષ આવીને ઊભો રહે છે. માટે પદાર્થ માત્ર સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવની અપેક્ષાએ અતિ સ્વભાવે છે એટલે સત્ છે અને પરદ્રવ્ય, પક્ષેત્ર, પરકાળ અને પરભાવની અપેક્ષાએ નાસ્તિ સ્વભાવ છે એટલે અસત્ છે. માટે સ્વરૂપથી સત્ અને પરરૂપથી અસતુ પરિણામ રૂપ આત્મા માનવામાં આવે ત્યારે જ આરાધેલો મોક્ષમાર્ગ સફળ બને છે – ૫. જિનવરમાં સઘળાં દર્શન છે, દર્શને જિનવર ભજના રે; સાગરમાં સઘળી તટિની સહી, તટિનીમાં સાગર ભજના રે.. પ૮૬ For Personal & Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ અન્ય પદો અને સ્તવનો : ૩૬૫ જૈનદર્શનમાં બધાય દર્શન સમાય છે, અને છયે દર્શનમાં જિનવરનાં દર્શનનો અંશ છે. જેમ કે સમુદ્રમાં બધી નદીઓ સમાયેલી છે. પણ બધી નદીઓમાં તેના મુખ આગળ સાગરનો અંશ હોય પણ ખરો અને ન પણ હોય. જ્યાં સુધી સમ્યકત્વ પ્રાપ્ત ન થયું હોય, ત્યાં સુધી કોઈપણ સંપ્રદાય કે દર્શન મારફત જીવ અંશથી જૈનધર્મની આરાધના કરે છે, ત્યાર પછી સર્વાશે જૈનદર્શનની આરાધના પ્રાપ્ત થાય છે. - ૬ જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે; મૂંગી ઇલિકાને ચટકાવે, તે ભૂંગી જગ જોવે રે, ષ૦ ૭. જિન થઈને એટલે સાંસારિક ભાવને વિશેથી આત્મભાવ ત્યાગીને, જે કોઈ જિનને એટલે કૈવલ્યજ્ઞાનીને - વીતરાગને આરાધે છે, તે નિશ્ચયે જિનવર એટલે કેવલ્યપદે યુક્ત હોય છે. આ વાત ભૂંગી અને ઇલિકાનું દષ્ટાંત આપી સમજાવી છે. જે કોઈ આત્મા નિજસ્વરૂપને સમજે તે જિનસ્વરૂપ થઈ શકે છે. જે કોઈ આત્મા મોક્ષમાર્ગે પુરુષાર્થ કરે તે પરમાત્મપદ પામી શકે છે. “માટીમાં ઈયળ ઉત્પન્ન થાય છે. તેને ભમરી ડંખ મારે છે. અર્થાત્ ચટકા મારે છે. તે ચટકાની મીઠાશને લીધે ઈયળ ભમરીના વિચારમાં તદાકાર થઈ જાય છે અને એમ ૧૨૧ દિવસ પસાર થતાં ઈયળ મટીને ભમરી બની જાય છે.” તે અહીં લાગુ પડે છે. તેવી જ રીતે આત્મા પરમાત્માના સ્વરૂપને સમજી લેવા રૂપ ચટકાને પ્રાપ્ત કરે તો તેમાં તદાકાર થઈને છેવટે તે પરમાત્મા બની જાય છે. - ૭ ચૂર્ણ, ભાષ્ય, સૂત્ર, નિર્યુક્તિ, વૃતિ પરંપરા અનુભવ રે; સમય પુરુષના અંગ કહ્યા છે, જે છેદે તે દુર્ભવિ રે, પ૮ ૮ સત્ શ્રત (આગમ). ઉપરાંત જે ચૂર્ણ, ભાષ્ય, સૂત્ર, નિર્યુક્તિ, વૃત્તિ અને ગુરુ પરંપરાએ ચાલ્યો આવતો અનુભવ એ બધાય સમયપુરુષ એટલે કે આપ્ત પુરુષનાં અંગ છે, આમાંથી કોઈ કોઈને માને, કોઈને ન માને તો તે જીવો દુર્ભવિ જાણવા. ચૂર્ણિ - પ્રાકૃત ભાષામાં રચાયેલા હોય તે ભાષ્ય - નિયુક્તિના રહસ્યને જરા વિસ્તારથી સમજાવવાની પદ્ધતિ તે. સૂત્ર - મૂળ સૂત્ર - ગણધરો દ્વારા કહેવાયાં હોય તે. નિર્યુક્તિ - સૂત્રના શબ્દોને છુટા પાડીને સમજાવવાની પદ્ધતિ છે. સૂત્રની વિવેચના. વૃતિ - સંસ્કૃત ભાષામાં વિસ્તારથી સૂત્ર, નિર્યુકિત વગેરેના રહસ્યો જેમાં સમજાવ્યાં હોય તે વૃતિ અથવા ટીકા. For Personal & Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ શિક્ષામૃત પરંપરા અનુભવ - જે ગુરુ પરંપરાથી ચાલ્યું આવે તેને અનુભવ કહેવાય. આ છ સમય પુરુષનાં (આપ્તપુરુષનાં) અંગો છે. તેનાથી એકનો પણ છેદ કરવો (ઉડાડી દેવું) તે પણ દોષનું કારણ છે એટલે તે જીવ દુર્ભવિ બની જાય છે. - ૮ મુદ્રા, બીજ, ધારણા, અક્ષર ન્યાસ, અરથ વિનિયોગે રે, જે ધ્યાવે તે નવિ વંચજે, ક્રિયા અવંચક ભોગે રે, પ૦ ૯ યોગ સાધવામાં મુદ્રા, બીજ, ધારણા, અક્ષર, ન્યાસ, અને વિનિયોગ યથાર્થ રીતે કરીને જે ધ્યાતા ધ્યાન કરે છે, તે આત્મા છેતરાતો નથી, તેની ક્રિયા પણ છેતરામણી હોતી નથી. જેમ ઉપરની આઠમી ગાથામાં સમય પુરુષનાં છ અંગ કહ્યાં તેમ આ ગાથામાં યોગનાં અથવા ધ્યાનનાં છ અંગો કહે છે. ૧. મુદ્રા ૨. બીજ ૩. ધારણા ૪. અક્ષર ન્યાસ પ. અર્થ ૬. વિનિયોગ. જે કાંઈપણ બોલીએ તેના અર્થની સમ્યક વિચારણા કરવી જેથી ક્રિયામાં ઉલ્લાસ પ્રગટે અને જે વસ્તુ પોતાને પ્રાપ્ત થાય તેનો બીજા સુપાત્ર જીવોમાં વિનિયોગ કરવો. આમ મુદ્રા, બીજ, ધારણા, અક્ષર ન્યાસ, અર્થ અને વિનિયોગ કરી જે કોઈ સાધક . જિનેશ્વરને ધ્યાવે તે પોતાના જીવનને સાર્થક કરે છે. આ રીતે વિધિપૂર્વક ક્રિયા કરવાથી અવંચક યોગની પ્રાપ્તિ થાય છે અને તેથી આત્માને છેતરાવાપણું રહેતું નથી. અવચંક યોગ વડે કરવામાં આવતી ક્રિયા પણ અવંચક થાય. ક્રિયા અવંચક થવાથી તેનું ફળ પણ અવંચક જ મળે એટલે કે મોક્ષ ફળની પ્રાપ્તિ થાય. - ૯ શ્રુત અનુસાર વિચારી બોલું, સુગુરુ તથા વિધિ ન મિલે રે; ક્રિયા કરી નવિ સાવિ શકીએ, એ વિષવાદ ચિત્ત સઘળે રે, ષ૮ ૧૦ હું આગમ અનુસાર વિચારું છું તો મને તેમાં સુગુરુ તથા તેની વિધિની પ્રાપ્તિ થતી નથી. માત્ર ક્રિયા કરવાથી જ કાંઈ સાધ્ય થતું નથી. આ વિષવાદ-કલેશ બધા ઠેકાણે જોવામાં આવે છે. જો આ માર્ગમાં અનુભવી ન મળે તો સ્વચ્છેદ ક્રિયા કરવાથી કાંઈ સાધ્ય થતું નથી. સદ્ગુરુનાં લક્ષણો. ગુણો વર્ણવેલા છે તેવા સદ્ગુરુનો યોગ મળતો નથી અને સદ્ગુરુના યોગ વગર એકલી ક્રિયાઓ કરવાથી કશું સાધ્ય થતું નથી. - ૧૦ તે માટે ઊભા કર જોડી, જિનવર આગળ કહીએ રે; સમય ચરણ સેવા શુદ્ધ દેજો, જેમ આનંદઘન લહીએ રે, પ0 ૧૧ હે ભગવાન! તે માટે બે હાથ જોડીને આપ જિનવરની પાસે વિનંતી કરીએ છીએ કે સમય એટલે આત્મા પ્રાપ્ત કર્યો છે એવા ગીતાર્થ જ્ઞાનીના ચરણની શુદ્ધ સેવા અમને આપો કે જેથી આનંદઘન એટલે મોક્ષનું સુખ અમે પામીએ. - ૧૧ For Personal & Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ અન્ય પદો અને સ્તવનો : ૧૧. શ્રી ઉદયરત્ન મહારાજ વિરચિત - સજ્ઝાયો (૧) ક્રોધની સજ્ઝાય કડવાં ફળ છે ક્રોધના, જ્ઞાની એમ બોલે; રીસ તણો રસ જાણીને, હલાહલ તોલે, કડવાં ૧ આ ક્રોધ, માન, માયા, લોભ ચાર કષાયોની સજ્ઝાય, શ્રી ઉદયરત્ન મહારાજ સાહેબ બનાવેલ છે. તેઓ જ્ઞાની સંતપુરુષ હતા. એમ એમની સજ્ઝાયો ઉપરથી જાણી શકાય છે. ૩૬૭ જ્ઞાની પુરુષો એમ કહે છે કે ક્રોધ કરવાથી જીવને તેનાં કડવા ફળ ભોગવવાં પડે છે. રીસક્રોધ થાય છે તે હલાહલ ઝેર સમાન છે. હલાહલ ઝેર જેમ પ્રાણીના પ્રાણ તુરત હરી લે છે તેમ આ ક્રોધ જીવને જન્મમરણના ફેરામાં ફેંકી દે છે. - ૧ ક્રોધે ક્રોડ પૂરવતણું, સંજમ ફળ જાય; ક્રોધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય, કડવાં ૨ એક વાર ક્રોધ કરવાથી ક્રોડ પૂર્વ સુધી કરેલા સંયમતપનું ફળ નાશ પામી જાય છે. જે ક્રોધરૂપી કષાય સાથે તપ કરી રહ્યા છે તે તો કાંઈ લેખામાં આવતું નથી. એટલે કે મોક્ષની અપેક્ષાએ નિષ્ફળ તપ કહેવાય છે. - ૨ સાધુ ઘણો તપીયો હતો, ધરતો મન વૈરાગ; શિષ્યના ક્રોધ થકી થયો, ચંડકોશીઓ નાગ, કડવાં૦ ૩ સિદ્ધાંત-શાસ્ત્રોમાં એક દૃષ્ટાંત આવે છે કે વૈરાગ સાથે ખૂબ જ તપ એક સાધુ કરી રહ્યા હતા, પણ એમાં એક બનાવને કારણે શિષ્ય ઉપર ક્રોધ થઈ જતાં તે ક્રોધમાં ને ક્રોધમાં આયુષ્ય પૂર્ણ કરતાં ચંડકૌશિક સર્પ તરીકે ઉત્પન્ન થવું પડ્યું હતું. એ માટે ગુરુ-ચેલાનું દૃષ્ટાંત આ પ્રમાણે છે. રસ્તામાં ચાલતા ગુરુના પગ નીચે આવી જવાથી દેડકી દબાઈ ગઈ છે એમ શિષ્યના ખ્યાલમાં આવ્યું. શિષ્ય ગુરુને તે માટે પ્રાયશ્ચિત લેવા માટે વારંવાર યાદ અપાવી. છેવટે પ્રતિક્રમણ કરવા બેઠા ત્યારે ક્ષમાપના કરતી વખતે પણ દેડકી વાળી વાત યાદ અપાવી અને ગુરુના ઉપર ક્રોધ સવાર થઈ ગયો. શિષ્યને રજોહરણ લઈ મારવા દોડ્યા અને એમ કરતાં અંધારામાં ઉપાશ્રયના થાંભલા જોડે અથડાયા અને એ જ સમયે આયુષ્ય પૂર્ણ થતા ક્રોધ કષાયની પ્રબળતાને લીધે ચંડકૌશિક સર્પ તરીકે ઉત્પન્ન થવું પડ્યું. આવું ક્રોધનું પરિણામ છે. - ૩ આગ ઊઠે જે ઘર થકી, તે પહેલું ઘર બાળે; જળનો જોગ ન મળે તો પાસેનું પરજાળે, કડવાં૦ ૪ જે ઘરમાં આગ લાગે, તે ઘરને આગ સૌથી પ્રથમ બાળી નાખે. જો તે વખતે તેને ઓલવવા માટે પાણીનો યોગ ન મળે તો પાસેના ઘરને પણ સળગાવે. તેવી જ રીતે ક્રોધરૂપી આગ પહેલાં પોતાના મનને બાળે છે. પછી બીજાના મનની પણ એવી જ સ્થિતિ ઉત્પન્ન કરે છે. - ૪ ક્રોધ તણી ગતિ એહવી, કહે કેવળ નાણી; હાણ કરે જે હેતની, જાળવજો એ જાણી, કડવાં પ For Personal & Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શિક્ષામૃત કેવળજ્ઞાની ભગવંતો કહે છે કે “ક્રોધ કરવાથી આવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. જે હેત પ્રેમની હાની-નાશ કરે છે માટે તેને ઓળખીને ક્રોધને છોડવો. - ૫ - ઉદયરત્ન કહે ક્રોધને, કાઢજો ગલે સાહીકાયા કરજો નિર્મળી, ઉપશમરસ નાહી, કડવાં) ૭ શ્રી ઉદયરત્નજી કહે છે કે ક્રોધને તમારી અંદરથી પકડીને બહાર કાઢી નાખજો. જેથી ઉપશમરસના ઉપયોગથી પોતાની કાયા નિર્મળ થઈ જશે. - ક (૨) માનની સક્ઝાય રે જીવ ! માન ન કીજીએ, માને વિનય ન આવે રે; વિનય વિના વિદ્યા નહીં, તો કિમ સમક્તિ પાવે રે.. રે જીવ. ૧ : " હે જીવ! તું માન-અભિમાન કરતો નહીં કારણ કે અભિમાન કરવાથી વિનય-આવતો નથી અને વિનય ન હોય તો વિદ્યા પરિણમે નહીં, જ્ઞાન પ્રાપ્ત થાય નહીં. જો જ્ઞાનની સમજણ નહીં આવે તો સમ્યકત્વ કેમ પ્રાપ્ત થશે ? ક્રોધ ઓળખી શકાય છે, પણ માન જલદી પકડમાં આવતું નથી. અંદર જ ખળભળાટ કરાવ્યા કરે છે. - ૧ સમક્તિ વિણ ચારિત્ર નહીં, ચારિત્રવિણ નહીં મુક્તિ રે; મુક્તિનાં સુખ છે શાશ્વતાં, તે કેમ લહીએ જુક્તિ રે.... રે જીવ... ૨ જો સમ્યક્દર્શન પ્રાપ્ત નહીં થાય તો, ચારિત્ર એટલે આત્મરણતા પ્રાપ્ત નહીં થાય અને જ્યાં સુધી આત્મરણતારૂપ ચારિત્ર નહીં પ્રાપ્ત થાય ત્યાં સુધી મુક્તિ પણ મળશે નહીં. આ મુક્તિનું સુખ શાશ્વતું છે. એટલે ત્રણે કાળ પછી એ જ સ્થિતિ રહે છે. સાદિ અનંતકાળ એ જ સ્થિતિ રહે છે. તે મેળવવા માટેની જુક્તિ-યુક્તિ (ગુરુગમ) કેમ મેળવવી ? તે મળે તો જ આ મુક્તિની સ્થિતિ પ્રાપ્ત થાય. - ૨ વિનય વડો સંસારમાં, ગુણમાં અધિકારી રે; માને ગુણ જાયે ગલી, પ્રાણી જો જો વિચારી રે, રે જીવ.. ૩ સંસારમાં વિનય એ જ મુખ્ય ગુણ છે. બીજા બધા ગુણ પ્રાપ્ત કરવા માટે, પાત્રતા થવા વિનય જરૂરી છે. જો અંદરમાં માન ઊભું થાય તો ગુણ હોય તો પણ નાશ પામી જાય. આનો વિચાર એ પ્રકા તર્મ કરી જો જો. - ૩ માન કર્યું જો રાવણે, તે તો રામે માર્યો રે, દુર્યોધન ગર્વે કરી, અંતે સવિ હાર્યો રે, રે જીવ. ૪ For Personal & Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ અન્ય પદો અને સ્તવનો : ૩૬૯ રાવણે અભિમાન - અહંકાર કર્યો તો તે રામના હાથે માર્યો ગયો. તેમજ દુર્યોધને પણ અહંકારે કરીને પોતાનું સઘળું ગુમાવ્યું. - ૪ સુકાં લાકડાં સરીખો, દુઃખદાયી એ ખોટો રે; ઉદયરત્ન કહે માનને, દેજો દેશવટો રે, રે જીવ. ૫ માન છે તે સૂકાં લાકડાં જેવો છે. તેનાથી ખૂબ જ દુઃખ ભોગવવું પડે છે. માટે ઉદયરત્નજી મહારાજ કહે છે કે હે ભવ્ય પ્રાણીઓ! તમે તમારામાંથી માનને બહાર કાઢીને ફેંકી દેજો. જેમ સૂકું લાકડું વાગવાથી દુઃખ થાય છે તેમ માનથી પણ દુઃખ જ પ્રાપ્ત થાય છે. - ૫ (૩) માયાની સક્ઝાય સમક્તિનું મૂલ જાણીએજી, સત્ય વચન સાક્ષાત; સાચામાં સમક્તિ વસેજી, માયામાં મિથ્યાત રે પ્રાણી મ કરીશ માયા લગાર - ૧ સમ્યક્ત્વનું મૂળ કારણ તમે સમજવા પ્રયત્ન કરો. જ્યાં સત્ય હોય ત્યાં સમ્યકત્વ થાય છે. સાચમાં જ સમ્યક્તનો વાસ રહે છે. જો માયા-કપટ કરી કોઈને છેતરવાની વાત કરે તો તે તો મિથ્યાત્વ જ થયું કહેવાય માટે હે પ્રાણી ! જરા પણ માયા કરતો નહીં, કપટ કરતો નહીં. - ૧ મુખ મીઠો જૂઠો મનેજી, કૂડ કપટનો રે કોટ; જીભે તો જીજી કરે, ચિત્તમાંહે તાકે ચોટ રે, પ્રાણી- ૨ મુખથી તો મીઠાશ ભરેલાં વચનો બોલે છે અને કૂડ-કપટનો કિલ્લો પોતાની આસપાસ ફરતો રાખે છે. મોઢેથી તેં હા, જી ! હા, જી ! કરે છે અને મનમાં તો એમ જ વિચારતો હોય છે કે ક્યારે લાગ મળે ને તેને બરાબર મારો હાથ બતાવી દઉં. - ૨ આપ ગરજે આઘો પડેછે, પણ ન ધરે વિશ્વાસ; મનસુ રાખે આંતરોજી, એ માયાનો વાસ રે, પ્રાણી૩ પોતાને ગરજ હોય, પોતા માટે કોઈની જરૂર પડે તો તેને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવામાં જરાપણ વાર ન લગાડે, પણ એ વિશ્વાસ તો કોઈની પ્રત્યે રાખે જ નહીં, મનમાં એકબીજા પ્રત્યે ભેદભાવ રાખ્યા જ કરે. આમ જે કરે તેનામાં માયા કપટનો વાસ થયેલો છે. - ૩ જેહશું બાંધે પ્રીતડીજી, તેહશું રહે પ્રતિકૂલ; મેલ ન છોડે મન તણોજી, એ માયાનું મૂલ રે, પ્રાણી, ૪ For Personal & Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ શિક્ષામૃત જેના પ્રત્યે પ્રેમ રાખે, જેની સાથે પ્રેમ કરે, તેની સાથે જ મનથી પ્રતિકૂળપણે વર્તે. મનમાં જે મેલ ભર્યો પડ્યો છે, કૂડ કપટનો કચરો ભર્યો પડ્યો છે તેને છાંડતો જ નથી. આ જ માયાનું મૂળ છે. - ૪ તપ કીધું માયા કરીજી, મિત્રશું રાખ્યો ભેદ; મલ્લિ જિનેશ્વર જાણજોજી, તો પામ્યા સ્ત્રીવેદ રે, પ્રાણીઓ ૫ તપ કરતી વખતે કપટ ભાવ વડે મિત્રો સાથે ભેદ કરવાથી શ્રી મલ્લિનાથ ભગવાનના જીવે સ્ત્રીવેદનું ઉપાર્જન કર્યું હતું તેમ શાસ્ત્રમાં ઉલ્લેખ છે. ભગવાન શ્રી મલ્લિનાથના જીવે પૂર્વભવમાં પોતાના જ મિત્રો સાથે દીક્ષા લીધી હતી. ભગવાન મલ્લિનાથનો જીવ રાજાના કુંવર હોવાથી સાધુઓમાં પણ પ્રમુખ હતા. તપ કરતી વખતે તેઓને વિચાર આવ્યો કે આ ભવમાં તો રાજાના કુંવર તરીકે પ્રધાનપણું ભોગવી રહ્યો છું. પણ જો બધા જ મિત્રો સરખું તપ કરીશું તો આવતા ભવમાં હું મુખ્ય નહીં રહું, આ વિચારથી તેઓએ મિત્રો સાથે કપટથી વધારે તપ કરવા માંડ્યું. જે મિત્રો સાથે કપટ હતું, માયા હતી તેના ફળરૂપે તીર્થંકરના ભવમાં તેઓને સ્ત્રીવેદનો ઉદય આવ્યો હતો. - ૫ ઉદયરત્ન કહે સાંભળોજી, મેલો માયાની બુદ્ધ; મુક્તિપુરી જાવા તણોજી, એ મારગ છે શુદ્ધ રે, પ્રાણી૬ શ્રી ઉદયરત્ન મહારાજ સાહેબ કહે છે કે હે ભવ્ય જીવો !તમે મારી વાત સાંભળો, ધ્યાનમાં લો કે, કપટ-માયા કરવાની બુદ્ધિ છે તેને મૂકી દો. જો માયા-કપટને છોડી દેશો તો, તે જ રસ્તો મુક્તિ- મોક્ષ જવા માટેનો છે. અને એ જ શુદ્ધ માર્ગ-યથાર્થ માર્ગ છે માટે મનની શુદ્ધિ કરવા માટે માયા-કપટનો ત્યાગ કરો. - ૯ (૪) લોભની સઝાય તુમે લક્ષણ જોજો લોભનાં રે, લોભે મુનિજન પામે ક્ષોભના રે; લોભે ડાહ્યા મન ડોલ્યા કરે રે, લોભે દુર્ઘટ પંથ સંચરે રે, તુમે૧ લોભનાં લક્ષણ શું છે તેને જાણો. લોભ કપાયના ઉદય વડે મુનિઓ પણ ક્ષોભ (અવહેલના) પામે છે. લોભ કષાય વડે આપણું મન ચંચળતાને જ પ્રાધાન્યપણું આપે છે, એટલે મન આમ તેમ ડોલ્યા કરે છે. લોભ કરવાથી જીવને દુર્ઘટ પંથ પ્રાપ્ત થાય છે એટલે કે ઘણા કાળ સુધી નીચલી દુ:ખદાયી ગતિમાં પરિભ્રમણ કરવું પડે છે. - ૧ તજે લોભ તેનાં લઉં ભામણાં રે, વળી પાયે નમીને કરું ખામણા રે; લોભે મર્યાદા ન રહે કેની રે, તમે સંગત મેલો તેહની રે, તુમે, ૨ For Personal & Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ અન્ય પદો અને સ્તવનો : ૩૭૧ ઉદયરત્ન મહારાજ સાહેબ કહે છે કે :- જે પ્રાણીઓ લોભને છોડી સંતોષને ધારણ કરે છે, તેના હું ઓવારણા - મીઠડા લઉં અને તેમના ચરણમાં વંદના કરીને તેમને ખામણા આપું, બહુમાન કર્યું કારણ કે લોભના ઉદયથી કોઈપણ જાતની મર્યાદા રહેતી નથી, માટે હે ભવ્ય પ્રાણીઓ ! તેની સંગત છોડી દો. - ૨ લોભે ઘર મેલી રણમાં મરે રે, લોભે ઊંચ તે નીચું આચરે રે; લોભ પાપ ભણી પગલાં ભરે રે, લોભે અકાર્ય કરતાં ન ઓસરે રે, તુમેo ૩ કીર્તિના લોભમાં જીવો યુદ્ધ મેદાનમાં પોતાનો જીવ અર્પણ કરી દે છે એટલે કે મૃત્યુને વરે છે. લોભને કારણે ઉચ્ચ વ્યક્તિ પણ ન કરવા જેવા નીચ કાર્યો પણ કરવા લાગી જાય છે. લોભ કષાયના કારણે જીવો પાપ કર્મ કરતાં અચકાતા નથી. તેમજ લોભથી ન કરવા જેવા કાર્યો કરવામાંથી જીવ પાછો ફરતો નથી માટે તેની સંગત હે જીવો ! તમે છોડો. - ૩ લોભે મનડું ન રહે નિર્મળું રે, લોભે સગપણ નાસે વેગળું રે; લોભ ન રહે પ્રીતિ ને પાવઠું રે, લોભે ધન મેલે બહુ એકઠું રે, તુમેo ૪ લોભના કારણે મન મળથી ખરડાય છે, શુદ્ધ નિર્મળ રહેતું નથી. લોભના કારણે સગપણનો પણ નાશ થઈ જાય છે. લોભ થવાથી બીજા જીવો પ્રત્યે પ્રેમભાવ રહેતો નથી. લોભ વડે કરીને ઘણું જ ધન ભેગું કરે છે કે જેનો ભોગવટો તે કરી શકતો નથી અને મૂકીને પરભવમાં સંચરી જાય છે-ચાલ્યો જાય છે. - ૪ લોભે પુત્ર પ્રત્યે પિતા હણે રે, લોભે હત્યા પાતક નવિ ગણે રે; તે તો દાતણે લોભે કરી રે, ઉપર મણિધર થાયે તે મરી રે, તુમે. ૫ લોભને કારણે પિતા પુત્રને હણી નાખે છે, લોભ જેનામાં ઉદય થાય છે તે હત્યા કરવામાં પાપ થશે એમ ગણતો નથી. તેમજ ધનના લોભને કારણે તે જીવ મરીને ભેગા કરેલા ધનને સાચવવા માટે તે મણિધર સર્પ થઈને ત્યાં જ પાછો ઉત્પન્ન થાય છે. - ૫ જોતાં લોભનો થોભ દીસે નહીં રે; એવું સૂત્ર સિદ્ધાંતે કહ્યું સહી રે; લોભે ચક્રી સુભમ નામે જુઓ રે, તે તો સમુદ્રમાં ડૂબી મુઓ રે, તુમ ૩ જોતાં-વિચારતાં એમ જણાય છે કે લોભનો કાંઈ અંત હોતો નથી. એમ સૂત્ર-સિદ્ધાંતમાં ભગવંતો ભાખી ગયા છે. દા.ત. સુમ નામના ચક્રવર્તીને છ ખંડ પ્રાપ્ત થયા પછી વિચાર આવ્યો કે છ ખંડ તો બધા જ ચક્રવર્તી જીતે છે માટે હું બધાથી વધારે ખંડ જીતું તો બધાથી મહાન કહેવાઉ, તેવી ઇચ્છાથી તેણે પોતાનું ચર્મરત્ન દરિયામાં મૂક્યું અને આખા સૈન્યને લઈને ચાલી For Personal & Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ૨ શિક્ષામૃત નીકળ્યો પણ ચર્મરત્નના હંકારનારા દેવોમાં વિચાર આવ્યો કે “હું એક થોડો સમય દેવલોકમાં જઈ આવું તો કાંઈ વાંધો નહીં આવે એમ વિચારીને એક પછી એક દેવ ચાલ્યા ગયા આમ થતાં ચર્મરત્નના અધિષ્ઠાયક દેવોની ગેરહાજરીથી તે ડૂબી ગયું અને સાથે સુભૂમ ચક્રવર્તી અને તેનું સૈન્ય ડૂબી મર્યું. લોભનું આવું ફળ છે માટે હે જીવો ! ચેતો ! હું એમ જાણીને લોભને છાંડજો રે, એક ધર્મશુ મમતા મંડજો રે; કવિ ઉદયરત્ન ભાખે મુદા રે, વંદુ લોભ તો તેને રે, તુમે. ૭ આમ જાણીને લોભને છોડજો. અને એક ધર્મ પ્રત્યે પ્રેમભાવ રાખજો. શ્રી ઉદયરત્ન મહારાજ કહે છે કે જે લોભને છોડી દેશે તેને હું વંદન કરીશ. - ૭ ૧૨. આત્મસિદ્ધિ શાસ્ત્ર - પરમ કૃપાળુદેવ પતિત જન પાવની, સૂર સરિતા સમી, અધમ ઉદ્ધારિણી, આત્મસિદ્ધિ, જન્મ જન્માંતરો, જાણતા જોગીએ, આત્મ અનુભવ વડે આજ દીધી, તે પતિત) ૧ ભક્ત ભગીરથ સમા, ભાગ્યશાળી મહા, ભવ્ય સૌભાગ્યની વિનતિથી, ચારુતર ભૂમિના, નગર નડિયાદમાં, પૂર્ણ કૃપા પ્રભુ એ કરી'તી, તે પતિત) ૨ આ કૃતિ છે તે સંસારમાં પતિત થયેલા, પાપકર્મમાં ખૂંપેલા જીવોને પવિત્ર કરનારી, ગંગાનદી જેવી પવિત્ર છે. તે અધમ જીવોનો સંસાર સમુદ્રમાંથી ઉદ્ધાર કરનારી છે. પોતાના પૂર્વભવોની જાણકારી ધરાવનાર એવા યોગી શ્રીમદ્ રાજચંદ્રજી દ્વારા પોતાના આત્મઅનુભવ સાથે રચવામાં આવી છે. આ રચનાના નિમિત્તભૂત પૂ. શ્રી સૌભાગ્યભાઈ છે. છ પદનો પત્ર મુખપાઠે રહેતો નહીં હોવાથી આ જ વસ્તુ જો પદ્યરૂપે આપવામાં આવે તો મુખપાઠ કરીને તેનું રટણ કરી શકાય એવી વિનંતી પૂ. શ્રી સૌભાગ્યભાઈ તરફથી થતાં ચરોતર વિસ્તારમાં આવેલા નડિયાદમાં પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી દ્વારા રચવામાં આવેલ એક સવંગ શાસ્ત્ર છે. એનું નામ જ આત્માની સિદ્ધિ કરવા માટે છે તે સૂચવે છે. એ એક સ્વતંત્ર શાસ્ત્ર છે. જેનું યથાર્થ ચિંતન-મનન કરવાથી મોક્ષમાં લઈ જાય તેવું છે. ભવ્ય શ્રી સૌભાગ્યભાઈને પરમકૃપાળુદેવે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં વણી લીધા છે તે દર્શાવતી કડીઓ આ પ્રમાણે છે : એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. ૨૦ For Personal & Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ અન્ય પદો અને સ્તવનો : પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાંગ; સમજુ મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય. ૯૬ શ્રી સોભાગ્યને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ; તથા ભવ્યહિત કારણે કહ્યો બોધ સુખસાજ. એકવાર સાયલા ગામમાં કોઈ ભાઈનું મૃત્યુ થવાથી પૂ. શ્રી કાળિદાસભાઈ, તથા પૂ. બાપુજી વિગેરે સ્મશાન સાથે ગયા હતા તે વખતે સ્મશાનથી સીધા તળાવે જઈ સ્નાન કરી ઘેર જવાનો રિવાજ હતો. તેથી સ્મશાનમાંથી પૂ. શ્રી કાળિદાસભાઈ તથા પૂ. બાપુજી વિગેરે તળાવે ગયા. આ તળાવ શ્રી સિદ્ધરાજની માતા મિનળદેવીએ બંધાવેલ છે. તળાવે ગયા પછી પૂ. બાપુજીને પૂ. શ્રી કાળિદાસભાઈનો વિવેક કરવાનું સૂઝી આવતાં તેઓશ્રીને કહ્યું કે “લાવો કાળિદાસભાઈ આપનું પંચિયું હું છબછબાવી દઉં” પણ પૂ. શ્રી કાળિદાસભાઈએ ના પાડી અને તે પછેડી ધોવા માંડી અને પથ્થર ઉપર ધોતાં ધોતાં બોલ્યા કે – “જુઓ લાડકચંદભાઈ કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. ૧૦૨ કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. ૧૦૩ ૩૭૩ એટલે કે કર્મ અનંત પ્રકારનાં કહ્યાં છે, તેમાં મુખ્ય આઠ પ્રકાર છે. તે આઠમાં પણ મુખ્યપણે મોહનીય કર્મ રહેલું છે તેનો નાશ કેમ થાય તે કહું છું. મોહનીયના પણ બે ભેદ છે. એક દર્શન મોહનીય અને બીજું ચારિત્ર મોહનીય. દર્શનમોહ છે એ સત્યાત્મબોધથી નાશ કરી શકાય અને ચારિત્ર મોહનીય વીતરાગતાથી” એમ કહી પછેડીને પથ્થર ઉપર પછાડી તે ઉપરથી પૂ. બાપુજીના મનમાં સચોટ છાપ પડી કે પ્રથમ દર્શન મોહનીયને જ હણવાનો પુરુષાર્થ કરવો પડશે. તેઓ (પૂ. બાપુજી) હમેશાં સાધકોને કહે છે કે સૌ પ્રથમ દર્શનમોહ(મિથ્યાત્વ મોહ)નો નાશ કરવાનો પુરુષાર્થ કરો. એ જશે તો જ ચારિત્ર મોહનીયનો નાશ થઈ શકશે. એટલે કે પ્રથમ દર્શનમોહ ઉ૫૨ ઘા ક૨વો, પછી ચારિત્રની પ્રકૃતિ ધીમે ધીમે જશે. સમ્યગ્દર્શન છે એ ચારિત્ર મોહની પ્રકૃતિ સામે લડવા માટે જીવને મળેલ બખ્તર સમાન છે. તેનાથી જ ચારિત્ર મોહને હરાવી શકાય છે. પ્રત્યક્ષ સત્પુરુષનું માહાત્મ્ય શું છે તે દર્શાવતી આત્મસિદ્ધિની કડીઓ આ પ્રમાણે છે : જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. ૧ For Personal & Private Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ उ७४ શિક્ષામૃત પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મ વિચાર. ૧૧ સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ સમજ્યા વણ ઉપકાર શો, સમજ્ય જિનસ્વરૂપ. ૧૨ પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. ૧૯ સ્વચ્છંદ મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ; સમક્તિ તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ, ૧૭ માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય, ૧૮ પ્રત્યક્ષ સદ્ગુરુ યોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ; અસદ્ગુરુને દઢ કરે, નિજ માનાર્થે મુખ્ય, ૨૬ પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર, ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. ૩૫ સમ્યત્ત્વનું તથા કેવળજ્ઞાનનું સ્વરૂપ સમજાવતી આત્મસિદ્ધિશાસ્ત્રની કડીઓ આ પ્રમાણે છે. મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ; લહે શુદ્ધ સમક્તિ છે, જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦ (ઉપશમ સમકિત) વર્ત નિજસ્વભાવનું, અનુભવ લક્ષ પ્રતીત; વૃતિ વહે નિજભાવમાં, પરમાર્થે સમક્તિ. ૧૧૧ (લયોપશમ સમકિત) વર્ધમાન સમક્તિ થઈ, ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રનો, વીતરાગપર વાસ. ૧૧૨ (ક્ષાયિક સમકિત) કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ૧૧૩ (કેવળજ્ઞાન) ૧૩. ચૈત્યવંદન ત્રણ ખમાસણા દઈ, બેસી ડાબો ઢીંચણ ઊભો રાખી જમણો ઢીંચણ નીચે રાખીને બેસવું અને નીચે પ્રમાણે કહેવું. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું ? ઇચ્છે.” “શ્રી સકલકુશલવલ્લી પુષ્પરાવર્તમેળો, દુરિતતિમિરભાનુઃ કલ્પવૃક્ષોપમાનઃ ભવજલનિધિપોતઃ સર્વસંપત્તિહે તુઃ સ ભવતુ સતત વ: શ્રેયસે શાંતિનાથ: શ્રેયસે પાર્શ્વનાથ:” બધા સુખોની વેલ સમાન, બારે મેઘ ખાંગા થાય તેવા વરસાદ રૂપ સુખો આપનાર. For Personal & Private Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ અન્ય પદો અને સ્તવનો : દુરિતરૂપ-સંસારમાં રખડાવનાર અંધકારનો નાશ કરવા માટે સૂર્ય સમાન એટલે કે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરવા માટે સૂર્યના પ્રકાશ સમાન. વળી કલ્પવૃક્ષ સમાન - ઇચ્છિત આપવાની ક્ષમતાવાળા, ભવ સમુદ્રને તરવા માટે વહાણ સમાન, બધી સંપત્તિના હેતુ – કારણ સમાન એટલે કે આત્માની સંપૂર્ણ સંપત્તિ પ્રાપ્ત કરાવવા માટેના નિમિત્તભૂત કારણ, તેમજ સતતપણે મોક્ષ તરફ આગળ વધારવાના કારણ એવા શ્રી શાંતિનાથ, એવા શ્રી પાર્શ્વનાથ ભગવાન પ્રસન્ન થાઓ. - નમો સિદ્ધાણં : નમો અરિહંતાણં : પૂર્વ આચાર્યોએ પંચ પરમેષ્ઠી ભગવંતની સ્તુતિ કરી છે. તેમાં યથાર્થ વાતો કરી છે. આંતરિક દુશ્મનોરૂપ ચાર ઘનઘાતી કર્મોનો નાશ કરીને કેવળજ્ઞાન કેવળદર્શન પ્રાપ્ત કર્યું છે તેને નમસ્કાર. એટલે અરિહંત પોતાના આંતરિક દુશ્મનોને હણનાર તેઓ બાર ગુણના ધારણહાર છે. આઠ પ્રતિહાર્ય (૧) અશોકવૃક્ષ, (૨) સુરપુષ્પવૃષ્ટિ, (૩) દિવ્ય ધ્વનિ, (૪) ચામર, (૫) આસન, (૬) ભામંડલ, (૭) દુંદુભિ, (૮) છત્ર. ચાર મૂળ અતિશય, (૯) અપાય અપગમ અતિશય, (૧૦) જ્ઞાનાતિશય, (૧૧) પૂજાતિશય, (૧૨) વચનાતિશય નમો આયરિયાણં : નમો ઉવજ્ઝાયાણં : નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં નમો લોએ સવ્વ સાહૂણં ! એસો પંચ નમુક્કારો, સવ્વ પાવ પણાસણો, મંગલાણં ચ સવ્વેસિ પઢમં હવઈ મંગલ !! ૩૭૫ આઠ કર્મોનો ક્ષય કરી જે સિદ્ધપદમાં બિરાજી રહ્યા છે તેઓને નમસ્કાર કરું છું. તેઓ આઠ ગુણના ધારણહાર છે. ૧. અનંતજ્ઞાન, ૨. અનંતદર્શન, ૩. અવ્યાબાધ સુખ, ૪. અનંતચારિત્ર, ૫. અક્ષયસ્થિતિ, ૬. અરૂપીપણું, ૭. અગુરુલઘુગુણ, ૮. અનંતવીર્ય. પાંચ આચાર પોતે પાળે અને બીજાને પાળવાનો ઉપદેશ આપે તથા ગચ્છ(સમુદાય)ના નાયક, તેમને નમસ્કાર. તેઓ ૩૬ ગુણના ધારણહાર છે. સત્ શાસ્ત્રોના સિદ્ધાંતના પારગામી, અને બીજાને ભણાવે તેવા ઉપાધ્યાય ભગવંતને નમસ્કાર. તેઓ ૨૫ ગુણના ધારક છે. નમો લોએ સવ્વસાહૂણં :સર્વ વિરતિરૂપ ચારિત્ર અંગીકાર કરી મોક્ષમાર્ગની સાધના કરી રહ્યા છે એવા સાધુઓને નમસ્કાર હો. તેઓ ૨૭ ગુણના ધારક છે. એસો પંચ નમુક્કારો એ પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવારૂપ મંત્ર તે. 0:0 For Personal & Private Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ સવ્વપાવ પણાસણો : મંગલાણં ચ સવ્વેસિ : પઢમં હવઈ મંગલ : સર્વ પાપનો નાશ કરનાર તથા કરાવનાર. બધાં જ માંગલિકોને વિશે મંગળરૂપ. પ્રથમ મંગળ છે. *કિંચિ સૂત્ર જંકિંચિ નામતિર્થં, સન્ગે પાયાલે માણુસે લોએ; જાઈ જિણબિંબાઈ તાઈ સવ્વાઈ વંદામિ. ૧ સ્વર્ગ, પાતાળ, મનુષ્યલોકમાં જે કોઈ નામરૂપ - પ્રસિદ્ધ તીર્થો હોય તેમજ જે કોઈ જિનેશ્વર ભગવાનની પ્રતિમા હોય તે સર્વને હું વંદના કરું છું. એટલે કે ત્રણે લોકમાં રહેલાં તીર્થો તથા ત્યાં રહેલા પ્રતિમાજીને વંદન કરું છું. શ્રી નમુન્થુણં - શક્રસ્તવસૂત્ર નમુણું, અરિહંતાણં', ભગવંતાણં આઈગરાણ, તિયરાણં, સયંસંબુદ્ધાણં૪ - ૧, ૨ રાગદ્વેષરૂપી શત્રુઓને જિતનાર અરિહંત ભગવંતોને, ધર્મની શરૂઆત કરનારા તથા તીર્થના સ્થાપક અને સ્વયં પોતે જ પોતાની મેળે બોધને પ્રાપ્ત થયેલા છે તેમને નમસ્કાર કરું છું. પુરિસત્તમાણં, પુરિસસિદ્ધાણં; પુરિસવરપુંડરીઆણં, પુરિસવરગંધહથ્થીર્ણ – ૩ પુરુષોમાં ઉત્તમ, પુરુષોમાં સિંહ સમાન, પુરુષોમાં ઉત્તમ પુંડરીક કમળ જેવા, પુરુષોમાં ઉત્તમ ગંધહસ્તિ સમાન જે છે (તેમને નમસ્કાર કરું છું) શિક્ષામૃત લોગુત્તમાણું, લોગનાહાણં', લોગહિઆણં૧, લોગપઇવાણં૧૨, લોગ ૫જ્જોયગરાણ૩ – ૪ - ત્રણે લોકમાં ઉત્તમ છે. ત્રણે લોકના નાથ, ત્રણ લોકમાં રહેલાનું હિત કરના૨, ત્રણે લોકમાં જ્ઞાનરૂપી દીવા સમાન, લોકને વિશે અતિશય ઉદ્યોતના કરનારને (નમસ્કાર કરું છું) અભયદયાણું૪, ચખ્ખુદયાણ'પ, મગદયાણું, સ૨ણદયાણં૧૭, જીવદયાણં, બોહિદયાણં૯ – ૫ સર્વ જીવોને અભયદાન આપનારને, સમ્યજ્ઞાન-દર્શનરૂપી ચક્ષુના આપનારને, For Personal & Private Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ અન્ય પદો અને સ્તવનો : ૩૭૭ મોક્ષમાર્ગના દાતાને, શરણાગતને શરણ આપનારને, જીવોની દયા પાળનાર બોધિબીજના આપનારને (નમસ્કાર કરું છું) ધમ્મદયાણ, ધમ્મદેસિયાણું૦, ધમ્મનાયગાણું, ધમ્મસારહણ, ધમ્મરચારિત ચક્કવટીણ - ૭ દીવો તાણે સરણ ગઈ પઈઠા, અપ્પડિહયવરના દંસણ ધરાણ વિયછઉમાણ૫ – ૭ સધર્મના આપનારને, સધર્મના ઉપદેશ આપનારને, ધર્મના નાયકને (આચાર્ય), ધર્મના સારથિને, ચારગતિનો અંત કરનાર ઉત્તમ ધર્મરૂપ ચક્રના ધારણ કરનારને અને જેઓ શરણમાં આવ્યા છે તેને શરણ આપી માર્ગદર્શન આપનારને, કોઈથી જેનો નાશ ન થઈ શકે તેવા કેવળ જ્ઞાનદર્શન ધારણ કરનાર છે તેમને તથા ચારઘાતિકર્મ રહિત છે તેમને નમસ્કાર કરું છું) ૬, ૭ જિણાણ, જાવયાણ૭, તિન્નાણ૮ તારયાણ ૨૯, બુદ્ધાણં9, બોહયાણ", મુત્તાસંગ, મોઅગાણું - ૮ કર્મરૂપી શત્રુને જીતનાર, બીજા જીવોને પણ કર્મથી કેમ જીતવું તે સમજાવનાર, સંસાર સમુદ્રથી તરનાર, અને બીજાને સંસાર સમુદ્રથી તારનાર પોતે પામેલા છે બોધ એવા, બીજાને બોધ પમાડનાર એવા, મુક્તિ પ્રાપ્ત કરી છે તેવા અને બીજાઓને મુક્તિ પ્રાપ્ત કરાવનારને (નમસ્કાર કરું છું) - ૮ સવલૂર્ણ સવદરિસીણં૫, સિવમલંમરુઅ, મહંત મકખાં મવાબાઈ મપુણરાવિતી સિદ્ધિગઈનામધેય, ઠાણે સંપત્તાણ, નમો જિહાણે, જિયભયાણ - ૯ સર્વ જાણનાર એવા સર્વજ્ઞ, સર્વ દેખનાર સર્વદર્શીને, ઉપદ્રવરહિત, અચલ, રોગ રહિત, અનંત, અક્ષય અવ્યાબાધ, જ્યાંથી ફરી જન્મ લેવો પડતો નથી એવી સિદ્ધગતિ નામવાળા સ્થાનને પામેલા એવા જિનેશ્વરો કે જેમણે સર્વ ભયને જીતી લીધા છે તેમને નમસ્કાર થાઓ - ૯. જે આ અઈઆ સિદ્ધા, જે અ ભવિસ્તૃતિ અણાગએ કાલે, સંપઈ અ વર્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ - ૧૦ જેઓ ભૂતકાળમાં સિદ્ધ થયા છે, જેઓ ભવિષ્યમાં સિદ્ધ થવાના છે અને જેઓ વર્તમાનકાળમાં વિચરી રહ્યા છે, તે સર્વ તીર્થકરોને હું ત્રણ પ્રકારે (મન, વચન, કાયાએ) વંદુ છું - ૧૦ શક્ર એટલે ઇન્દ્ર, ભગવાનની સ્તુતિ કરતાં આ બોલે છે, શરૂઆતમાં અરિહંત ભગવાનની જુદા જુદા ૩૫ વિશેષણો દ્વારા સ્તુતિ કરવામાં આવી છે અને પછી ત્રણે કાળના સિદ્ધ પરમાત્માના મોક્ષનું સ્વરૂપ બતાવવાપૂર્વક સ્તુતિ કરવામાં આવી છે. For Personal & Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ શિક્ષામૃત જાવંતિ ચેઈઆઈં સૂત્ર જાવંતિ ચેઇઆઈ, ઉઢે આ અહે અ તિરિયલોએ અ; સવાઇ તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ – ૧ જેટલાં ચૈત્યો સ્વર્ગમાં, પાતાળમાં અને મનુષ્યલોકમાં આવેલા છે, તેને અહીં રહીને ત્યાં રહેલા સર્વ ચૈત્યોને હું વંદના કરું છું. (જિનચૈત્યો - પ્રતિમાઓને) જાવંત કેવિસાહૂ સૂત્ર જાવંત કેવિ સાહૂ, ભરહેરવય મહાવિદેહે અ; સવૅસિં તેસિંપણઓ, તિવિહેણતિદંડ વિરયાણ. ૧ જેટલા પણ સાધુઓ પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં છે કે જેઓ મન, વચન, કાયાએ કરીને ત્રણ દંડથી વિરામ પામેલા છે તે સર્વને હું પ્રણામ કરું છું - ૧ પંચ પરમેષ્ઠિ નમસ્કાર સૂત્ર નમોડર્વત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્ય. ૧ અરિહંત-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય અને સર્વ સાધુઓને નમસ્કાર થાઓ. શ્રી ઉવસગ્ગહરં સૂત્ર ઉવસગ્ગહરં પાર્સ, પાસે વંદામિ કમ્મઘણમુક્ક; વિસર વિસનિન્નાસ, મંગલકલ્યાણઆવાસં. ૧ ઉપસર્ગને હરનાર જેમનો પાર્થ નામનો યક્ષ સેવક છે તથા કર્મના સમૂથી મૂકાયેલા એવા પાર્શ્વનાથને વંદુ છું. તેઓ ઝેરનો નાશ કરનાર તેમજ મંગળ તથા કલ્યાણના ઘર સમાન છે – ૧ વિસહર, કુલિંગમંત, કંઠે ધારે ઈ જો સયા મણુઓ; તસ્સ ગહરોગમારિ, દુઠજરા જંતિ ઉવસામ. ૨ વિષહર રૂલિંગ નામના મંત્રને જે મનુષ્ય હમેશાં કંઠને વિશે ધારણ કરે છે, તેના ગ્રહ નડતર કે રાંગ અને મરકી તથા ખરાબ તાવ શાંત પામે છે. - ૨ | ચિઠ્ઠઉ દૂરે મતો, તુજ પણામો વિ બહુફલો હોઈ; નરતિરિએ સુવિ જીવા, પાવંતિ ન દુઃખદોગચ્યું. ૩ એ મંત્ર તો દૂર રહ્યો પણ તેમને કરેલા નમસ્કાર પણ ઘણા ફળને આપનારો થાય છે (તેથી) તે જીવો મનુષ્ય અને તિર્યંચ ગતિમાં પણ દુઃખ અને દરિદ્રતાને પામતા નથી. - ૩ For Personal & Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૭૯ અન્ય પદો અને સ્તવનો : તુહ સમ્મતે લદ્ધ, ચિંતામણી કuપાયવક્મણિએ; પાવંતિ અવિશ્થણ, જીવા અયરામાં ઠાણ. ૪ તમારું સમ્યક દર્શન પામવાથી ચિંતામણિ અને કલ્પવૃક્ષથી પણ અધિક એવા મોક્ષ સ્થાનને જીવો વિપ્ન વિના પામે છે. - ૪ ઇઅ સંઘુઓ મહાયસ, ભત્તિબ્બર નિમ્બરેણ હિઅએણ; તા દેવ ! દિક્સ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ. ૫ હે મોટા યશવાળા ! એ પ્રકારે આપની સ્તુતિ, ભક્તિના સમૂહથી પૂર્ણ ભરેલા હૃદયે કરું છું તે કારણ માટે હે દેવ ! હે પાર્થ જિનચંદ્ર ભવોભવને વિશે બોધીબીજ આપો. - ૫ જયવીયરાય સૂત્ર જયવીયરાય ! જગગુરુ ! હોઉ મમ તુહ પભાવઓ ભયવં; ભવ નિવેઓ મગાણુસારિયા ઇઠફલ સિદ્ધિ - ૧ હે વીતરાગ ! હે જગતના ગુરુ ! તમે જય પામો. હે ભગવાન! તમારા પ્રભાવથી મને (૧) ભવનું ઉદાસીપણું - સંસાર પરિભ્રમણથી ત્રાસ થાઓ અને ભવનો નિવેડો આવો તથા (૨) માર્ગાનુસારીપણું પ્રાપ્ત થાઓ કે જેથી (૩) વાંચ્છિત ફળની સિદ્ધિ થાઓ - ૧ લોકવિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઓ પરત્થકરણ ચ; સુહ ગુરુ જોગો તવણસેવણા આભવમખંડા - ૨ (૪) લોકની વિરુદ્ધ કામોનો ત્યાગ થાઓ (૫) ગુરુજનની પૂજા અને (૬) પરોપકાર મારા વડે થાઓ (૭) સદ્ગુરુનો જોગ પ્રાપ્ત થાઓ (૮) તેમનાં વચનો પ્રમાણે સેવા-આજ્ઞા પાળવાની શક્તિ – આટલી વસ્તુઓ આ ભવ પર્યત મને અખંડિતપણે હોજો. વારિ જ્જઈ જઈવિ નિયાણબંધણું, વિયરાય તુહ સમએ; તહવિ મમ હુજસેવા, ભવે ભવે તુહ ચલણાણ - ૩ જોકે હે ભગવાન ! હે વીતરાગ ! તારા શાસનમાં તેં નિયાણું કરવાની ના પાડી છે, તો પણ હું માનું છું કે “મને તમારા ચરણોની સેવા ભવોભવને વિશે પ્રાપ્ત હોજો, થજો” - ૩ દુક્કમ્બઓ, કમ્બખ્તઓ, સમાહિચરણં ચ બોહિલાભો અ; સંપન્જઓ મહ એએ, તુહ નાહ પણામ કરણેણં – ૪ ભગવાનું તમને પ્રણામ કરવાથી દુઃખનો ક્ષય, કર્મનો ક્ષય થાય અને બોધિલાભની પ્રાપ્તિ થઈ સમાધિમરણનો મને લાભ પ્રાપ્ત થાઓ. - ૪ For Personal & Private Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ * શિક્ષામૃત સર્વ મંગલમાંગલ્ય, સર્વ કલ્યાણકારણે; પ્રધાન સર્વ ધર્માણાં, જેન જયતિ શાસનમ્ - ૫ સર્વ મંગળમાં મંગળરૂપ, સર્વ કલ્યાણનું કારણ અને સર્વ ધર્મોમાં પ્રધાન એવું જૈનશાસન તે જય પામો. (જય પામે છે) ૫ અરિહંત ચેઈયાણં સૂત્ર અરિહંત ચેઇયાણ કરેમિ કાઉસ્સગ્ગ, - ૧ અરિહંતની પ્રતિમાઓને વાંદવા માટે હું કાઉસ્સગ કરું છું - ૧ વંદણવત્તિયાએ, પૂઅણ વત્તિયાએ, સક્કાર વત્તિયાએ, સમ્માણવત્તિયાએ, બોદિલાભ વતિયાએ, નિસગ્ગવત્તિયાએ – ૨ વંદનથી થતા ફળ માટે, પૂજા કરવાથી થતા ફળ માટે, સત્કાર કરવાથી થતા ફળ માટે સન્માન કરવાથી થતા ફળ માટે, બોધિબીજના લાભને માટે, મોક્ષ સ્થાન પામવાને માટે (હું કાઉસ્સગ કરું છું) સદ્ધાએ, મેહાએ, ધીઈએ, ધારણાએ, અણુપેહાએ, વઢમાણીએ, કામિ કાઉસ્સગ્ગ... ૩ શ્રદ્ધાથી, નિર્મળબુદ્ધિથી, ધીરજથી, ધારણાથી અને સ્મૃતિપૂર્વક વારંવાર સંભારવા વડે તત્ત્વ ચિંતનથી એ પાંચ વૃદ્ધિ પામતા થકા હું કાઉસગ્ન કરું છું. - ૩ શ્રી કલ્યાણકંદં સ્તુતિ સૂત્ર કલ્યાણ કંદ પઢમં નિણંદ, સંતિતઓ નેમિજિર્ણ મુણિદં; પાસ પયાસ સુગણિwઠાણે, ભત્તિ) વંદે સિરિવદ્ધમાણ - ૧ કલ્યાણના જ કંદરૂપ એવા પહેલા શ્રી ઋષભ જિનેન્દ્રને, શ્રી શાંતિનાથને અને મુનિઓના ઇન્દ્ર એવા શ્રી નેમિનિને તેમજ ત્રણ ભુવનમાં પ્રકાશ કરનાર એવા શ્રી પાર્શ્વનાથને અને સારા ગુણોવાળા શ્રી વર્ધમાન સ્વામીને હું ભક્તિપૂર્વક વંદુ છું. - ૧ “શિક્ષામૃત” ગ્રંથ સંપૂર્ણ For Personal & Private Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ Jain Education international For Personal & Private Use Only