________________
શિક્ષામૃત
આવે તો તે અલ્પકાળમાં નિવૃત્ત થઈ શકે પણ તે વિશે વીર્ય મંદપણે પ્રવર્તે છે. તેનું શું કારણ હોઈ શકે ? હવે જણાવે છે.
૩૩૦
ઉદયબળે પ્રાપ્ત થયો એવો પરિચય, માત્ર પરિચય, એમ કહેવામાં કંઈ બાધ છે ? તે પરિચયને વિશે વિશેષ અરુચિ રહે છે, તે છતાં તે પરિચય કરવો રહ્યો છે. તે પરિચયનો દોષ કહી શકાય નહીં, પણ નિજદોષ કહી શકાય. અરુચિ હોવાથી ઇચ્છારૂપ દોષ નહીં કહેતાં ઉદયરૂપ દોષ કહ્યો છે.
૪૨
अवि अप्पणो वि देहंमि, नायरंति ममाइयं
મને આ દેહમાં મારાપણું કે પ્રેમ કે પ્રીતિ નથી.
୪୪
હે જીવ ! અસારભૂત લાગતા એવા આ વ્યવસાયથી હવે નિવૃત્ત થા, નિવૃત્ત ! આપણને કદી એમ થાય છે ? નથી લાગતો અસારભૂત. આપણને તો એ મીઠો લાગે છે.
તે વ્યવસાય કરવાને વિશે ગમે તેટલો બળવાન પ્રારબ્ધોદય દેખાતો હોય તો પણ તેથી નિવૃત્ત થા, નિવૃત્ત !
જો કે શ્રી સર્વશે એમ કહ્યું છે કે ચૌદમે ગુણઠાણે વર્તતો એવો જીવ પણ પ્રારબ્ધ વેદ્યા વિના મુક્ત થઈ શકે નહીં, તો પણ તું તે ઉદયનો આશ્રયરૂપ હોવાથી નિજ દોષ જાણી તેને અત્યંત તીવ્રપણે વિચારી તેથી નિવૃત્ત થા, નિવૃત્ત !
કેવળ માત્ર પ્રારબ્ધ હોય, અને અન્ય કર્મદશા વર્તતી ન હોય તો તે પ્રારબ્ધ સહેજે નિવૃત્ત થવા દેવાનું બને છે, એમ પરમ પુરુષે સ્વીકાર્યું છે, પણ તે કેવળ પ્રારબ્ધ ત્યારે કહી શકાય કે જ્યારે પ્રાણાંતપર્યંત નિષ્ઠાભેદષ્ટિ ન થાય.
મૃત્યુ આવે તો પણ નિષ્ઠાભેદષ્ટિ ન થાય ત્યારે પ્રારબ્ધ નિવૃત્ત થવાનો યોગ થાય છે. એ કહી ગયા છે એમાં સંપૂર્ણ શ્રદ્ધા, એમાં જરા પણ ફેર છે નહીં.
અને તને સર્વ પ્રસંગમાં એમ બને છે, એવું જ્યાં સુધી કેવળ નિશ્ચય ન થાય ત્યાં સુધી શ્રેય એ છે કે, તેને વિશે ત્યાગબુદ્ધિ ભજવી, આ વાત વિચારી તે જીવ ! હવે તું અલ્પકાળમાં નિવૃત્ત થા, નિવૃત્ત !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org