________________
શ્રી વચનામૃતજી
અથવા તે ઉપદેશ વિસ્તારથી કર્યે પણ ગ્રહણ કરવાનું તેને વિશે તથારૂપ યોગ્યપણું ન હોય, તો જ્ઞાનીપુરુષ તે જીવોને ઉપદેશ કરવામાં સંક્ષેપ૫ણે પણ વર્તે છે; (૨) અથવા પોતાને બાહ્ય વ્યવહાર એવા ઉદયરૂપે હોય કે તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને પરિણમતાં પ્રતિબંધરૂપ થાય, અથવા તથારૂપ કારણ વિના તેમ વર્તી મુખ્યમાર્ગને વિરોધરૂપ કે સંશયના હેતુરૂપ થવાનું કારણ બનતું હોય તો પણ જ્ઞાનીપુરુષો સંક્ષેપપણે ઉપદેશમાં પ્રવર્તે અથવા મૌન રહે.
સર્વસંગપરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિરહિત થતો નથી, કેમ કે જ્યાં સુધી અંતરપરિણતિ પર દૃષ્ટિ ન થાય અને તથારૂપ માર્ગે ન પ્રવર્તાય ત્યાં સુધી સર્વસંગપરિત્યાગ પણ નામ માત્ર થાય છે; અને તેવા અવસરમાં પણ અંતરપરિણતિ પર દૃષ્ટિ દેવાનું ભાન જીવને આવવું કઠણ છે.
વધારે શું લખીએ ? જેટલી પોતાની શક્તિ હોય તે સર્વ શક્તિથી એક લક્ષ રાખીને, લૌકિક અભિનિવેશને સંક્ષેપ કરીને, કંઈ પણ અપૂર્વ નિરાવરણપણું દેખાતું નથી માટે સમજણનું માત્ર અભિમાન છે એમ જીવને સમજાવીને, જે પ્રકારે જીવ જ્ઞાન, દર્શન ચારિત્રને વિશે સતત જાગ્રત થાય તે જ કરવામાં વૃત્તિ જોડવી, અને રાત્રિદિવસ તે જ ચિંતામાં પ્રવર્તવું એ જ વિચારવાન જીવનું કર્તવ્ય છે; અને તેને માટે સત્સંગ, સત્શાસ્ત્ર અને સરળતાદિ નિજગુણો ઉપકારભૂત છે, એમ વિચારીને તેનો આશ્રય કરવો યોગ્ય છે.
૬૭૮
જેમાં ક્ષણવારમાં હર્ષ અને ક્ષણવારમાં શોક થઈ આવે એવા આ વ્યવહારમાં જે જ્ઞાનીપુરુષો સમદશાથી વર્તે છે, તેને અત્યંત ભક્તિથી ધન્ય કહીએ છીએ; અને સર્વ મુમુક્ષુ જીવને એ જ દશા ઉપાસવા યોગ્ય છે, એમ નિશ્ચય દેખીને પરિણતિ કરવી ઘટે છે.
૧૩૭
✩
५७७
Jain Education International
૧. જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મટ્યો છે, અને અન્ય પદાર્થને વિશે અહંતા મમતા વર્તતા નથી, તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે, અર્થાત્ જ્ઞાન સ્વરૂપપણું ભજે છે, તે જ્ઞાનને ‘નિરાવરણ જ્ઞાન' કહેવા યોગ્ય છે.
૨. સર્વ જીવોને એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ સમજાવો કઠણ છે, એ વાત યથાર્થ છે; કેમ કે કંઈક શુષ્કજ્ઞાની શીખી લઈને જ્ઞાનીના જેવો ઉપદેશ કરે, એટલે તેમાં વચનનું સમતુલ્યપણું જોવાથી શુષ્કજ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને, મંદ દશાવાન મુમુક્ષુ
For Personal & Private Use Only
www.jainelibrary.org