________________
૨૪
શિક્ષામૃત
૯૩૫
ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમય માત્ર પણ વિશેષ મૂલ્યવાન છે, એવો આ મનુષ્ય દેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત (માળવા) છતાં જો જન્મ મરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો !
આપણને મનુષ્યભવ મળ્યો છે. એ વિશે કૃપાળુદેવ એમ કહે છે કે ચક્રવર્તીની જેટલી સંપત્તિ હોય જેમ કે હાથી, ઘોડા, જમીન, રત્નો, મિલકત ઇત્યાદિ સર્વ સમસ્ત સંપત્તિ હોય એના કરતાં પણ આપણને મળેલા આ મનુષ્ય ભવનો એક સમય વિશેષ મૂલ્યવાન છે. તેથી પરમાર્થને અનુકૂળ સંયોગો મળવા છતાં જો જન્મ-મરણના ફેરા ટાળી ન શકીએ કે ઓછા ન કરી શકીએ તો આ મનુષ્ય શરીરમાં બેઠો છે એવો આત્મા વારંવાર ધિક્કારને પાત્ર બને છે.
જેમણે પ્રમાદનો જય કર્યો તેમણે પરમપદનો જય કર્યો.
પ્રમાદ એટલે આત્મામાં જાગૃતિ ન હોવી તે. જેને સતત જાગૃતિ હોય એને પ્રમાદ નથી. સદાય જાગૃત રહે એને મોક્ષ ત્વરિત મળે.
પત્ર સંપ્રાપ્ત થયું, શરીર પ્રકૃતિ અમુક દિવસ સ્વસ્થ રહે છે અને અમુક દિવસ અસ્વસ્થ રહે છે. યોગ્ય સ્વસ્થતા પ્રત્યે હજુ ગમન કરતી નથી. તથાપિ અવિક્ષેપતા કર્તવ્ય છે.
શરીર પ્રકૃતિના અનુકૂળ પ્રતિકૂળપણાને આધીન ઉપયોગ અકર્તવ્ય છે. શાંતિઃ
‘અવિક્ષેપતા કર્તવ્ય છે' એમ કૃપાળુદેવ લખે છે કે જેના ઉપર કાગળ લખ્યો છે એને માટે છે. શરીરની પ્રકૃતિમાં ઉપયોગ રાખવો એ અકર્તવ્ય છે. આત્મામાં જ ઉપયોગ રાખવો જોઈએ.
૯૩૬
ચિંતિત (ઇચ્છિત) જેનાથી પ્રાપ્ત થાય તે મણિને ચિંતામણિ કહ્યો છે, એવો મણિ આપણી પાસે હોય કે જે ઇચ્છીએ એ વસ્તુ આપણને મળે.
એ જ આ મનુષ્ય દેહ છે કે જે દેહમાં, યોગમાં, આત્યંતિક એવા સર્વ દુઃખના ક્ષયની ચિંતિતા ધારી તો પાર પડે છે.
મારે જન્મ-મરણનાં સર્વ દુઃખ નાશ કરવાં છે એવું આપણે મનમાં દઢ કરીને ધારીએ તો તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org