________________
૧૪૪
શિક્ષામૃત
અંદર બેઠેલો આત્મા. એટલે સર્વવ્યાપી ત્યાં પણ પહોંચી ગયો. બીજો દાખલો આ એક વૃક્ષ છે એ હું જાઉં છું એ આખું વૃક્ષ, એની ડાળીઓ, એના પાંદડે પાંદડાં મેં જાણ્યાં, એટલે વ્યાપકપણે ત્યાં જાણ્યું. એટલે એને પાંદડે પાંદડે મારો ઉપયોગ ફરી વળ્યો. એવી આત્માની શક્તિ છે. વિચાર શેનો કરવો કે સચ્ચિદાનંદ એવો આત્મા હું એક છું. અત છું, બૈત (બેપણું) નથી.
ક્યારે વિચારીએ ? આપણે તો વિચારને તાળું માર્યું છે. લોકોનું મન તો જાણે ભટકવા માટે સરજાયેલું છે. પણ હવે આપણું મન તો કાંઈ ભટકવા માટે નથી, વિચારવા માટે છે. તો એમ વિચારવું અને પછી એનું ધ્યાન કરવું.
આત્મા કેવો છે ? નિર્મળ, અત્યંત નિર્મળ, પરમ શુદ્ધ, ચૈતન્યઘન, પ્રગટ આત્મસ્વરૂપ છે.
નિર્મળક્યાંય ડાઘ નહીં, ચૈતન્યઘન અત્યંત નિર્મળ છે. સ્ફટિક જેવો નિર્મળે, એનામાં કાંઈ પણ ડાઘ નથી, ડાઘ તો આપણે થરના થર લગાડ્યા છે, અને હજી લગાડીએ છીએ. આત્મા છે, એને બદલે આ બધી જંજાળ છે, એ હું અને મારું. આ શરીર એટલે હું એમ માન્યું છે, તો નવા કર્મો બંધાતાં જાય છે, બંધાતાં જ જાય છે. ફક્ત શુદ્ધ નહીં, પણ પરમ શુદ્ધ એના જેવો શુદ્ધ કોઈ ન હોય.
ચૈતન્યાનપણું એ આત્માનો મોટો ગુણ છે. ચૈતન્ય ગુણ કોનામાં કહેવાય ? આ શરીરમાં આત્મા હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે, ઊડી શકે. આ શરીર આત્મા વગરનું હોય તો ઊડે કે ચાલે ? એમ આ ચૈતન્યઘન શબ્દ સમજવા જેવો છે. છ પદમાં કૃપાળુદેવે એમ કહ્યું છે કે ઘટપટાદિ આપણે ઓળખવા હોય તો એના ગુણ જોવા જોઈએ. એમ આત્માને આળખવા હોય તો એના ગુણ જોવા જોઈએ. તો ગુણ ક્યા છે ? સ્વપર પ્રકાશકપણું. પોતાને જાણે અને પરને જાણે. પરને એટલે બાહ્ય જગત આખાને જાણે, અને ચૈતન્યઘન એટલે જીવતો જાગતાં પ્રકાશમય. ચૈતન્યઘન એટલે જીવતું જાગતું-પ્રગટ આત્મ સ્વરૂપ. એ ચૈતન્ય છે એટલે ભય લાગે ત્યાર બાગ. સર્પ નીકળે તો હમણાં બધા ઊઠીને ભાગવા માંડશે. એ અંદર ચૈતન્ય છે તો દોડી શકાય છે. જો ચૈતન્ય ચાલ્યું ગયું હોય તો શબ પડ્યું રહે ત્યાં જ ભાગી ન શકે.
સર્વને બાદ કરતાં કરતાં જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે.
આ આત્મા છે. ચાખ્ખો બતાવ્યો છે. કાળિદાસભાઈ તો એમ કહેતા કે આ શરીરમાં આત્મા શું છે ? એને છોટમની વાણીમાં છેલ્લું કાવ્ય છે તેમાં પાંચ વડીયા બાંધી અને આત્માને આમ દેડવી મૂક્યા લ્યો આ આત્મા. કેટલું સ્પષ્ટ સમજાવ્યું, એમ આ પત્રમાં સમજાવ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org