________________
શ્રી વચનામૃતજી
૧૪૩ વર્તમાનમાં જૈનદર્શન એટલું બધું અવ્યવસ્થિત અથવા વિપરીત સ્થિતિમાં જોવામાં આવે છે કે, તેમાંથી જાણે જિનને... ગયો છે, અને લોકો માર્ગ પ્રરૂપે છે. બાહ્ય કુટારો બહુ વધારી દીધો છે, અને અંતર્માર્ગનું ઘણું કરી જ્ઞાન વિચ્છેદ જેવું થયું છે. વેદોક્ત માર્ગમાં બસે ચારસે વર્ષે કોઈ મોટા આચાર્ય થયા દેખાય છે કે જેથી લાખો માણસોને વેદોક્ત રીતિ સચેત થઈ પ્રાપ્ત થઈ હોય. વળી સાધારણ રીતે કોઈ કોઈ આચાર્ય અથવા તે માર્ગના જાણકાર સારા પુરુષો એમને એમ થયા કરે છે, અને જેને માર્ગમાં ઘણાં વર્ષ થયાં તેવું બન્યું દેખાતું નથી. જેને માર્ગમાં પ્રજા પણ ઘણી થોડી રહી છે, અને તેમાં સેંકડો ભેદ વર્તે છે, એટલું જ નહીં પણ મૂળમાર્ગની સન્મુખની વાત પણ તેમને કાને નથી પડતી, અને ઉપદેશકના લક્ષમાં નથી, એવી સ્થિતિ વર્તે છે.
૭૧૦
|
ૐ ||
જીવની ઊંચામાં ઊંચી દશા થાય એનું આ વર્ણન છે. એટલે આત્માનું-પરમાત્માનું સંપૂર્ણ વર્ણન છે. કૃપાળુદેવે કોઈના ઉપર આ પત્ર લખ્યો નથી પણ એમણે વડવામાં બેઠા બેઠા નોંધ કરી હશે.
આત્મા
आत्मा
સચ્ચિદાનંદ વિદ્વાનંદ્ર પહેલાં ઉપર ‘ૐ’ લખી, પછી ડાબી તરફ “આત્મા’, ‘સચ્ચિદાનંદ ગુજરાતીમાં લખ્યું એટલે લિપિ ગુજરાતી છે અને જમણી તરફ ‘આત્મા’, ‘સચ્ચિદાનંદ' એ બાળબોધ લિપિમાં લખ્યું.
એક જ ચીજ સત્ એટલે શુદ્ધ આત્મ દ્રવ્ય, ચિત્ એટલે સંપૂર્ણ જ્ઞાનવાળો અને આનંદ એટલે મોક્ષના સુખનો આનંદ ભોગવનારો. એવા આત્મા કોણ હોય? પરમાત્મા અને કાં તો સાધકનો મહાન આત્મા જે ઠેઠ સુધી લગભગ પહોંચ્યો હોય એવો આત્મા, એ સુખ કેવું છે ? એનાથી મોટું બીજું સુખ નથી અને એ સુખ એવું છે કે જો એક ફેરે આવી જાય તો પછી જાય નહીં. હવે આત્મા કેવો છે એની વ્યાખ્યા કૃપાળુદેવ પોતે નોંધે છે કે :
જ્ઞાનાપેક્ષાએ સર્વવ્યાપક, સચ્ચિદાનંદ એવો હું આત્મા એક છું. એમ વિચારવું, ધ્યાવવું.
આ માત્ર આત્માનું વર્ણન કર્યું છે. તમે કહો કે હું કોણ છું ? કેવી રીતે આત્મા ઓળખાય ? જુઓ અહીં એક એક શબ્દ આત્માને લગતો જ છે. ‘જ્ઞાનાપેક્ષાએ સર્વવ્યાપક છે. સર્વવ્યાપક એટલે સર્વ જાણંગપણે બધું જાણે છે. સામે કેટલાં બિલ્ડિંગ છે, કેટલા માળ છે, અહીં આપણે બેઠા છીએ તેના ગોખની જાળી, સળિયા ઝીણી ઝીણી વસ્તુઓ બધું જાણે છે. એ કોણ જાણે છે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org