________________
શ્રી વચનામૃતજી
આ પૂલ શરીર એ હું નથી, પણ આપણે તો એના ઉપર જ, એ જ હું છું એમ માનીને ઘાવસેલ લઈએ છીએ. ઘાવસેલ ખબર છે ને ક્યારે ઘાવસેલ લેવાય ? મહોરમમાં તાજીઆ નીકળે ત્યારે. આપણે પણ સવારથી સાંજ સુધી એ જ કરીએ છીએ. સમજ્યા ને !
આ સૂક્ષ્મ શરીર એ હું નથી. આ સ્થૂળ શરીરને કાંઈ થાય લોહી નીકળે તો કાંઈ આપણને થાય ? જો ન થાય તો આપણે પામી જઈએ. આ શરીર તો પડવાનું જ છે.
રાજાનું મૃત્યુ થાય ત્યારે ગરુડપુરાણ વંચાય, એમાં પરિક્ષિત રાજાને એના ગુરુએ કહ્યું હવે તારું મૃત્યુ આવે છે.” રાજા પૂછે છે ભગવાન કેટલા દિવસમાં ?' તો કહે, ‘સાત દિવસની વાર છે.' તો રાજા નાચ્યો. બસ મને મારગ બતાવો કે આ દેહમાં રહ્યા છતાં હું મુક્ત થઈ જાઉં. સાત દિવસમાં મુક્ત થઈ ગયા. એમનું કામ કરી લીધું-સાત દિવસમાં, એવો આ માર્ગ છે. આપણું આ સ્થૂળ શરીર એ આત્મા નથી. અંદર તૈજસ્ શરીર છે, જે બધાને અંદર ગરમી આપે છે અને ઠેકાણે રાખે છે. એ તૈજસ્ શરીર એ પણ આત્મા નથી. ત્યારે ત્રીજું કાર્મણ શરીર છે, જે આ દેહમાંથી મરણ વખતે નીકળે છે અને આત્માની સાથે ભેગું જાય છે. આત્માને કર્મ વળગેલાં છે. આત્માનો સ્વભાવ તો ઉર્ધ્વગતિનો છે એ તો સિદ્ધ શિલાએ જઈ ભટકાય પણ કર્મ બાંધ્યાં છે એનું વજન છે એટલે જેવાં કર્મબાંધ્યાં હોય તેવી ગતિમાં જઈને એને જન્મ લેવો પડે છે. એ જે કાર્પણ શરીર છે તે પણ આત્મા નથી.
પાંચ ઇન્દ્રિય એ આત્મા નથી, મન એ આત્મા નથી, બુદ્ધિ એ આત્મા નથી, ચિત્ત એ આત્મા નથી, અહંકાર- અહંભાવ એ આત્મા નથી. એ સિવાયનો જે જાણનારો, જાગતો, અંદર આ બધી દૃષ્ટિ કરનારી બેઠો છે એ આત્મા છે. એ હું છું આ નેતિ નેતિ'નું આપણે ટૂંકુ સ્વરૂપ કરી દીધું.
જે સર્વને જાણે છે તે આત્મા છે.
આટલામાં આપણે બધા બેઠા છીએ તેઓ જાણે છે કે જ્યારે આપણે ભણતા હતા ત્યારે શાળામાં “મેમરી રેસ' (Memory race) લેવરાવતા. આ રૂમમાં જોઈ લ્યો, કેટલા આર્ટિકલ છે. બે મિનિટ જોવા દે. પછી પાંચ મિનિટ લખવા દે. આંખ બંધ કરી દો અને બીજી રૂમમાં જાઓ અને લખો કેટલા આર્ટિકલ છે. તો એ જાણનારો અંદર બેઠો છે; દેખનારો અંદર બેઠો છે. એ ન હોય તો દેખાય ?
આમાં આપણે જોઈએ કેટલી વસ્તુઓ પડી છે ? બધાં પુસ્તકો પડ્યાં છે, ટેબલ છે, પલંગ છે, સોફા છે, વગેરે વગેરે. જો એ અંદર બેઠો છે તો આપણે દેખીયે છીએ અને જાણીએ છીએ. એ ન હોય તો ? ત્યારે એ ગુણ અંદર ક્યાં છે એ શોધી કાઢો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org