________________
૧૪૩
શિક્ષામૃત
તો એ સર્વને જાણે છે. એ કોણ છે? અંદર બેઠો છે એ આત્મા એના સામું જુઓ. સર્વને જોવે છે, એ એમાં પોરવાય. પોતાના શરીરમાં પોરવાય. એ પોતે જ જુએ છે, જાણે છે એની ગમ નથી.
જે સર્વ ભાવને પ્રકાશે છે તે આત્મા છે.
સર્વ ભાવ શું ? સ્વભાવ, વિભાવ, ચેતનનો ભાવ, જડ-પુદ્ગલનો ભાવ, ક્રોધ, માન, માયા, લોભ એમાં પરિણતિ આપણી જે થાય એને જે પ્રકાશે છે, એ તમને કહે છે કે જુઓ આ વિભાવ અને આ સ્વભાવ, તે આત્મા છે. આ આત્માનો મોટામાં મોટો ગુણ છે.
હમણાં ક્રોધ આવે તો ક્રોધને પણ એ પિછાણે. અંદર બેઠો છે એ. અત્યારે તો એ મય થઈ ગયેલ છે; તેથી ન પિછાણે. પણ એનાથી જુદો રહે તો ખબર પડે, કે ક્રોધ તું આવ્યો છે પણ ચાલ્યો જા, અહી તારું કામ નથી. ક્રોધને બદલે ક્ષમા, માનને બદલે લઘુતા-નમ્રતા, માયાને બદલે સરળતા, લોભને બદલે સંતોષ, એમ બધા ભાવને એ પકડે છે. કોણ ? જ્ઞાની માણસ. અજ્ઞાની તો એની સાથે ભળી જાય છે. ત્યારે જ્ઞાની તો દ્રષ્ટા ભાવે રહે. એટલે જે આવે એને ચાલ્યા જવું પડે.
ઉપયોગમય આત્મા છે.' | ઉપયોગ સિવાય એક સળીના બે કટકા કરવા હોય તો થઈ શકે નહીં. તમે અહીંયાં આવ્યા. કોઈ વાહનમાં, કોઈ બસમાં આવ્યા હશો, પણ અંદર આત્મા છે તો જ ખબર પડી કે આમાં બેસવું છે, આ ૬૭ નંબરની બસમાં - એમાં જ બેસવાનું છે. આ બધું કોને ખબર પડે છે ? એકલા આત્માને. એ એનો ઉપયોગ છે. બસમાં, ચઢવાનું એક તરફથી હોય, ઊતરવાનું બીજી તરફથી હોય, જો એ ઉપયોગ ન રાખે તો એ ઊતરવાને ઠેકાણે ચઢવા જાય અને ચઢવાને ઠેકાણે ઊતરવા જાય તો ગોટાળો થાય. આ બધો ગોટાળો નથી થતો એનું કારણ આત્મા છે. સોય પરોવવી હોય તો આત્મા છે તો પરોવાય. પહેલાં સોયના નાકા જેટલો દોરો પાતળો કરવો પડે, પછી એ ઉપયોગ વડે પોરવાય. તો એ ઉપયોગ એમ કહે છે કે જુઓ હું આત્મા છું. તમે લક્ષ આપો. આ પાંચ ઇન્દ્રિયો છે, એના દ્વારા, જેમ ટોર્ચથી આપણે લાઇટ ફેંકીએ છીએ, એમ આત્માની લાઈટ ફેંકાય છે. જે કામ કરવું હોય એના ઉપર લાઈટ ફેંકાય છે તો જ થાય છે. એ ઉપયોગ એમ કહે છે કે આ આત્મા છે. આત્માને પકડવો હોય તો ઉપયોગથી પકડવો. આ આત્માએ બળિયા થઈને પાંચ ઇન્દ્રિયો મેળવી છે. તેના મારફત પ્રકાશ ફેંકે છે. બે આંખ દ્વારા ટોર્ચ ફેંકીને કહે છે કે જુઓ હું અહીંયા છે. તેવી જ રીતે નાક દ્વારા, જીભ દ્વારા, કાન દ્વારા, સ્પર્શ દ્વારા જણાવે છે કે જુઓ હું અહીંયા છું. આત્મા પાંચ ઇન્દ્રિયો દ્વારા એમ કહે છે કે તમારે મને જોવો છે તો હું અહીંયા બેઠો છું. કાનનું કામ પડે ત્યારે ઉપયોગ ત્યાં મૂકવો પડે, આંખનું કામ હોય તો ઉપયોગ ત્યાં મૂકવો પડે, નાકનું કામ હોય તો ઉપયોગ ત્યાં મૂકવો પડે, મોઢાનું કામ હોય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org