________________
શ્રી વચનામૃતજી
* ૧૦૫ આ આત્માનો મોક્ષ છે જ. કર્મ બંધાય છે તો આનો કોઈ ઉપાય નહીં હોય ? મારે તો જન્મ મરણ મટાડવાં છે. મહાત્માઓ કહે છે કે જન્મ મરણ મટી શકે છે. મોક્ષ છે, તું મુંઝાઈશ નહીં, તું સાચું સમજ તો મોક્ષ છે. તો હવે મોક્ષ શું છે ? કેવી રીતે મોક્ષ મળે ? ત્રીજા પદમાં અનુપચારિત વ્યવહારથી કર્મનો કર્તા કહ્યો, ચોથા પદમાં કર્તા હોવાથી જીવને ભોક્તા કહ્યો તો તે કર્મ ટાળીને એટલે કષાયાદિ ભાવની સામે અકષાયાદિ ભાવ કરવાથી, કર્મ ટાળી શકાય છે અને પોતાના શુદ્ધ આત્મસ્વભાવમાં રમણતા કરી શકે છે. આ મોક્ષભાવ છે. એ મોક્ષનો ઉપાય છે.
છઠું પદ :- “મોક્ષનો ઉપાય છે.” જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય, તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં, પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વેરાગ્ય, ભજ્યાદિ, સાધન પ્રત્યક્ષ છે; જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે.
આ છ પદના માત્ર મુખ્ય મુદ્દા સમજાવ્યા છે. રોજ બોલીએ છીએ કે મોક્ષ છે, પણ આપણને ખાતરી છે કે મોક્ષ છે ? જો હોય તો આ જન્મમરણના ફેરામાં રખડવાનું કોને ગમે ? જો ખાતરી હોય કે મોક્ષ છે તો જીવને આ કર્મોથી મુક્ત કરવો જોઈએ, નહીં તો એમાં આપણને પૂરો વિશ્વાસ નથી એમ કહેવાય. પૂરો વિશ્વાસ હોય તો બીજી બધી પ્રવૃત્તિ કરતાં આને મુખ્યતા આપવી જોઈએ. આત્માનો મોક્ષ છે, એમ નક્કી કરો એટલે પછી પૂરું નથી થઈ જતું. એ મોક્ષનો ઉપાય છે. તમારે એ પ્રમાણે પુરુષાર્થ કરવો જોઈએ. તે મોક્ષમાર્ગ આ પ્રમાણે છે. જેમ કષાયાદિ ભાવથી કર્મબંધ થાય છે તેમ જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધનથી કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, શાંત થાય છે, ક્ષીણ થાય છે. માટે બીજી બધી વાત બાજુ પર મૂકીને ગુરુની આજ્ઞા અનુસાર આ માર્ગે ચાલવું પડશે. સાચા માર્ગે પુરુષાર્થ કરશો તો અવશ્ય મોક્ષે જશો. આપણને પૂરેપૂરી ખબર પડે કે સાયેલાથી પાલીતાણા આ રીતે જવાય, પછી આપણે ચાલવા માંડીએ, ખબર છે કે વચમાં બોટાદ, સોનગઢ, શિહોર આવે અને છેલ્લે પાલીતાણા આવે. પણ જેને ખબર જ નથી તો તે કેવી રીતે પહોંચે ? તો ભેગો એક જાણકાર જોઈએ. જો ખબર છે અને આપણે ચાલવા માંડીએ તો પાલીતાણા આવે એમાં ફેર ન પડે. એમ આ મોક્ષનો ઉપાય છે. એ આપણે સંપૂર્ણ રીતે માનતા હોઈએ તો એ રસ્તે જવું જોઈએ. આ દેહ ક્યારે પડશે ? ક્યારે આંખ મિંચાશે એની ખબર નથી. કાલની કોઈને ખબર નથી. તેથી મોક્ષમાર્ગે ચાલવાનો પુરુષાર્થ કરવો જોઈએ. બીજી બધી વાત બાજુ પર મૂકીને ચાલવું પડશે. ગુરૂ માત્ર આંગળી ચીંધી માર્ગ બતાવશે, પણ ચાલવું તો આપણે જ પડશે.
હવે આ છ પદ પછીનો ભાગ પણ મહત્ત્વનો છે. કૃપાળુદેવ કહે છે :શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યગ્દર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org