________________
શિક્ષામૃત
દીકરો. હું નગીનદાસ. આપણે ભેગા હતા.’ અરે ભાઈ ! આ તો આ ભવનું, આ શરીરનું નામ છે. એમાં ક્યાં હું હતો ? હું તો અંદર બેઠો છું. એને ઓળખી કાઢવો જોઈએ.' તો કહેવાનું છે કે આ ઊંધી સમજ જ્યાં સુધી છે, ત્યાં સુધી આપણને કર્મ લાગે છે, અને કર્મ લાગે છે ત્યાં સુધી આ જન્મમરણના ફેરા થાય છે. તો આપણે સવળું સમજશું કે નહીં ? અત્યાર સુધી તો સમજ્યા નથી, એટલે તો આ જન્મમરણના ચક્કરમાં છીએ. તો હવે સાચું સમજવાનો મોકો મળ્યો છે. આપણને કોઈ ગાળ આપે તો આપણને લાગે ? મને આવીને કોઈ કહે કે આ તમારા ફલાણા ભાઈ તો તમારું વાંકું બોલતા હતા. તો મને કાંઈ થાય ? આત્માનું ત્રીજું કર્તાપણું તો એની શક્તિ બતાવવા કહ્યું છે. ગ્રામ, નગ૨, એરોપ્લેન, બધું બનાવનાર આત્મા છે. એ કારીગરોમાં આત્મા ન હોત તો સાયલામાં આશ્રમમાં વિમાન જેવો ‘કલ્યાણ હોલ’ ક્યાંથી બાંધી શકત ? માટે એ કર્તા છે. આ ત્રણ કર્તાપણામાં સાચું કર્યું ? તો સાચું કર્તાપણું તો સ્વભાવ પરિણતિ છે. સ્વભાવ પરિણતિ કોને કહેવાય ? તો કહે ભાઈ ! આ સ્વભાવ પરિણતિ કહેવાય સ્વસ્વભાવમાં રમણતા કરવી એ સ્વભાવ પરિણતિ છે. સવારે ઊઠે ત્યારથી સાંજ સુધી પ્રવૃત્તિ કરે છે, પણ એ કરાવનારો કોણ છે ? મડદું કરે ? શરીરની અંદર આત્મા છે તો થાય છે.
૧૦૪
ચોથું પદ :- ‘આત્મા ભોક્તા છે.’ જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ; અગ્નિ સ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ; હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી ભોક્તા છે.
જે જે ક્રિયા હોય એ સફળ છે એટલે કે એનું ફળ બેસે, બેસે ને બેસે. તમે ગોળ ખાવ તો ગળ્યો લાગે જ. એમ તમને હિમ અડે તો ઠંડું લાગે, અગ્નિ અડે તો ગરમી લાગે, દઝાય, તેમ આ જીવ કષાય પરિણામ કરે તો તેનું ફળ તેને ભોગવવું જ પડે. અકષાય ભાવ કરે તો, સમભાવમાં રહે, તો વીતરાગભાવમાં રહે તો તેનું ફળ તેને જ મળે. કેમકે આ કષાયભાવ કે અકષાયભાવ એ આત્માની ક્રિયા છે. દરેકનાં કર્મ જુદાં છે. સર્વને કર્મ પ્રમાણે જન્મ, રોગ, શોક, મરણ થાય છે. વળી તે શરીરને થાય છે, છતાં આપણે માનીએ છીએ કે તે મને થાય છે.
પાંચમું પદ :- ‘મોક્ષપદ છે.' જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું; તે કર્મનું ટળવાપણું પણ છે; કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધ ભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org