________________
૨૧૪
શિક્ષામૃત
કશું પ્રયોજન નથી. “સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ.”
આત્માની ઊંચામાં ઊંચી દશા, શુદ્ધ સ્ફટિક જેવો આત્મા છે. એ જ સિદ્ધિ છે. એ જ મોક્ષ છે. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ જીવનમાં હોય તો જ સર્વોત્કૃષ્ટ સિદ્ધિ મળે.
છે આર્યજનો! આ પરમ વાચનો આત્માપણે તમે અનુભવ કરો.
૮૩૩
સાયલાના ડુંગરભાઈ ગોસલીયા ઉપરનો આ પત્ર છે. વચનામૃતની બીજી આવૃત્તિમાં પાછળ લખાયું નથી કે આ પત્ર ડુંગરભાઈ પર છે. પણ જૂની આવૃત્તિમાં કદાચ લખાયું હશે ! વચનામૃત'માં આ પણ એક ઊંચામાં ઊંચો, ઉત્તમમાં ઉત્તમ પત્ર છે. કૃપાળુદેવે સૌભાગ્યભાઈનું જીવન સુધારી દીધું. તેમને આત્મા પ્રગટ થયા પછી દેહ છૂટી ગયો. ડુંગરભાઈને માટે પણ એમણે ખૂબ પ્રયત્ન કર્યા હતા. જ્યાં જ્યાં સૌભાગ્યભાઈને બોલાવે ત્યાં કહે કે ડુંગરભાઈને લેતા આવશો. ડુંગરભાઈ એવા અહેવાળા હતી કે તેઓ કહે કે મારે ક્યાંય જવાની શું જરૂર છે ? તેઓ કૃપાળુદેવને પૂછે કે તમે કહો મને પંદર ઉપર સોળમો ભવ છે ? તે વખતમાં લોકો ખેસ રાખતા હતા તો ડુંગરભાઈ નીચે બેસી આમ પગ પર ખેસ બાંધીને બતાવે કે જુઓ મારે આમ બેસી રહેવું છે, કાંઈ કરવું નથી. છતાં મારે સોળમો ભવ છે ? કહો ! શું કહે કૃપાળુદેવ ! એમને તો એવી ઇચ્છા કે પંદર ભવ શું કામ ? અગિયાર, નવ, સાત, પાંચ, ત્રણ ભવ કેમ નહીં ? એમને તો એટલી અનુકંપા હોય કે કેમ જલદી પહોંચાય.
ડુંગરભાઈનો દેહ છૂટી જવાનો છે એમ કૃપાળુદેવને ખબર છે, એટલે એમનું સમાધિ મરણ થાય માટે આ ઉત્તમમાં ઉત્તમ પત્ર લખ્યો છે. આ પત્ર જ્યારે છેલ્લી અવસ્થા હોય તે અવસ્થામાં દર્દી ભાનમાં હોય ત્યારે સમજાવીને વંચાય તો એને સમાધિ મરણ થાય. આ પત્ર આપણને બરાબર સમજાય તો આપણી છેલ્લા વખતમાં તેનું મનન ઉપયોગી થઈ પડે.
સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજસ્વરૂપમાં સ્થિત થયા તે પરમપુરુષોને નમસ્કાર.
પહેલું જે લખે છે, આપણે સર્વ દ્રવ્યથી જુદા થયા છીએ ? આ શરીરથી જુદા થયા છીએ ? સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ બીજા ભાવથી આત્માને જુદો કર્યો છે ? પરમ પુરુષો કેવા હોય ? પરમ પુરુષો એવા હોય કે એને કોઈ દ્રવ્ય બાંધે નહીં. એણે કાંઈ ગાંઠે બાંધ્યું નથી. એને પોતાનું કહી શકાય એવું કોઈ ક્ષેત્ર, સ્થાવર મિલકત ઇત્યાદિ નથી, આ શરીર પણ નહીં. સર્વ કાળથી એટલે એને કાળ કાંઈ અસર કરે નહીં, અને સર્વ ભાવ એટલે બીજા ભાવો એને કાંઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org