________________
શ્રી વચનામૃતજી
૨૧૩
સદ્ભૂત એટલે આગમાદિ શાસ્ત્રો કે જેમાં આત્માની વાત કરીને માર્ગ બતાવ્યો હોય, જેમાં શાંતરસથી ગર્ભિત એવો ઉપદેશ સમાયેલો હોય. એવા સત્કૃતના સેવનથી ઘણો લાભ થાય છે. તેવો લાભ સપુરુષના સમાગમથી અલ્પકાળમાં પ્રાપ્ત થાય છે.
૮૩૨ દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક, પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ.
આપણે હજી દેહથી આત્માને ભિન્ન ક્યાં કર્યો છે ? તો પછી તેમાં ડૂબી જવાની વાત ક્યાં આવી ? એ તો ભેદજ્ઞાન જેણે સાધ્યું હોય અને આત્મા જુદો થયો હોય એ જ સ્વપરપ્રકાશક જ્યોતિસ્વરૂપ આત્માને જાણી શકે.
હે આર્યજનો ! અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો.
સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે;
એ જ પુરુષાર્થ કરે છે. આપણા બધાને કાંઈક ને કાંઈક પ્રાપ્ત થાય તો જ આપણને સુખ લાગે છે.
મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ, પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે; અને મેળવવામાં સુખ માને છે; પણ અહો ! જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણત કર્યો કે કિંચિત્ માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે.
તેઓ કહે છે કે કિંચિત્ માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. એ સુખ છે જ નહીં. આપણે મનથી સુખ માન્યું છે. આ બધું ક્યાં ભેગું આવવાનું છે? અહીં જ પડ્યું રહેવાનું છે. છતાં આપણે તો એના માટે જ મહેનત કરીએ છીએ અને ગ્રહણ કરીએ ત્યારે રાજી થઈએ છીએ.
વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્ત્વ ક્યાંથી પ્રતીતિમાં
આવે?
પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ તેથી હવે હું વિરામ પામવાને જ ઇચ્છું છું. અમારે પરિગ્રહને શું કરવો છે ?
ચંદ્રને જેમ રાહુ ગ્રહણ કરે તેવી રીતે ધર્મરૂપ પરિણામ આપણામાં છે. તેને આરંભ પરિગ્રહ એ રાહુ સમાન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org