________________
શ્રી વચનામૃતજી
૨૧૫
પ્રતિબંધ કરી શકે નહીં, કર્મ લાગી શકે નહીં એવી દશા જેમણે પ્રાપ્ત કરી હોય એવા પુરુષોને નમસ્કાર છે.
જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, જેને માન-અપમાન, લાભ-અલાભ, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ આદિ દ્વન્દનો અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિશે સ્થિતિ પામ્યા છે, પામે છે, અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે.
જેને માન નથી- અપમાન નથી એટલે કે જેને માન-અપમાન કાંઈ અસર કરી શકતાં નથી. જેને લાભ-અલાભ, હર્ષ-શોક કાંઈ થતાં નથી, હર્ષ કે શોકના પ્રસંગો પણ જેને કાંઈ અસર કરી શક્તા નથી એવા પુરુષો કે જેને દ્વન્દ્ર છે જ નહીં. જન્મ-મૃત્યુ આદિ નથી અને પોતાના આત્માના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં સ્થિતિ પામ્યા છે. એમની શૂરવીરતા જોઈ આનંદ સહ આશ્ચર્ય ઉપજાવે છે. એક તરફથી આશ્ચર્ય થાય છે કે આવું ! અને બીજી તરફ આનંદ થાય છે. એટલે આનંદ સહિત આશ્ચર્ય ઉપજાવે છે કે કેવા પરાક્રમી પુરુષો !
દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે, તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથાતથ્ય દીઠો છે, મ્યાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે; અબદ્ધ, સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહત્ પુરુષોને જીવન અને મરણ બન્ને સમાન છે.
એ તો અબદ્ધ જ છે, પણ જ્યારે સ્પષ્ટ આત્માને અનુભવે ત્યારે જ અબદ્ધ છે, ત્યાં સુધી તો તેને કર્મ તો લાગે જ. પણ અબદ્ધ, સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે તેવા મહાત્માઓને જન્મમરણ બન્ને સમાન જ છે. જીવન હોય તો પણ ભલે અને દેહ છૂટી જાય તો પણ ભલે. એને કાંઈ અસર થઈ શકે નહીં.
જે. અચિંત્ય દ્રવ્યની શુદ્ધચિતિસ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજસ્વરૂપ છે એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પરુષે પ્રકાશ્યો તેનો અપાર ઉપકાર છે.
અચિંત્ય દ્રવ્ય એટલે આપણો આત્મા, શુદ્ધચિતિ એટલે સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ, પૂર્ણ પ્રકાશ કાંતિરૂ૫. એ દ્રવ્ય પૂર્ણ પ્રગટ હોય. એટલે સંપૂર્ણ જ્ઞાન સહિત એવું સ્વરૂપ. એનાથી ઉત્પન્ન થયેલો પ્રકાશ તે પ્રગટ થઈ અચિંત્ય કરે છે એટલે સહજ સ્વરૂપ પરિણતિ પ્રગટ થઈ જાય છે. ન ધાર્યું હોય એવું, આશ્ચર્ય થાય એવું કરે છે. એ અચિંત્ય દ્રવ્ય પોતાનો આત્મા જ છે. એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પષે પ્રકાશ્યો તેનો અપાર ઉપકાર છે.
ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org