________________
શ્રી વચનામૃતજી
૨ ૨૧
૮૩૯ અપાર મહામોહજળને અનંત અંતરાય છતાં ધીર રહી જે પુરુષ તર્યા તે શ્રી પુરુષ ભગવાનને
નમસ્કાર.
અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપે કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર.
નિવૃત્તિ યોગમાં સત્સમાગમની વૃત્તિ રાખવી યોગ્ય છે. “આત્મસિદ્ધિની પ્રત વિશે આ કાગળમાં તમે વિગત લખી તે સંબંધી હાલ વિકલ્પ કર્તવ્ય નથી. તે વિશે નિર્વિક્ષેપ રહેવું. લખવામાં વધારે ઉપયોગ હાલ પ્રવર્તવો શક્ય નથી.
જે વ્યવહાર જ્ઞાન આત્માર્થીને માટે અજ્ઞાનરૂપ છે તેવા અસમ્યકજ્ઞાનથી જન્મ મરણના ફેરા વધ્યા છે. તેવા જ્ઞાનનું જાત્યાંતર કરવું એટલે કે તેની જાતિ ફેરવી નાખવી અર્થાત્ અસમ્યજ્ઞાનમાંથી તેને સમ્યજ્ઞાન કરી નાખવું, તેથી ભવની નિવૃત્તિ થાય છે.
૮૪૫
મોક્ષમાર્ગશ્ય નેતારં ભેસ્તારં કર્મભૂભૃતાં, જ્ઞાતારું વિશ્વ તત્ત્વાનાં વંદે તદ્ગણ લબ્ધયે. ૧
(તત્વાર્થ સૂત્ર ટીકા) અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા, ચક્ષુરુન્મીલિત યેન તસ્મ શ્રીગુરવે નમ:. ૨
(ગુરુગીતા-૪૫) મોક્ષ માર્ગના નેતા, મોક્ષ માર્ગે લઈ જનાર, કર્મરૂપ પર્વતના ભત્તા, ભેદનાર, સમગ્ર તત્ત્વના જ્ઞાતા, જાણનાર, તેને તે ગુણોની પ્રાપ્તિ અર્થે વંદું છું. અત્રે મોક્ષમાર્ગના નેતા એમ કહી આત્માના અસ્તિત્વથી માંડી તેના મોક્ષ અને મોક્ષના ઉપાય સહિત બધાં પદો તથા મોક્ષ પામેલાનો સ્વીકાર કર્યો, તેમ જ જીવ, અજીવ આદિ બધાં તત્ત્વોનો સ્વીકાર કર્યો. મોક્ષ, બંધની અપેક્ષા રાખે છે, બંધ, બંધના કારણો આશ્રવ–પુણ્ય, પાપ કર્મ અને બંધાનાર એવા નિત્ય અવિનાશી આત્માની અપેક્ષા રાખે છે. જેણે માર્ગ જોયો, જાણ્યો, અનુભવ્યો હોય તે નેતા થઈ શકે. એટલે મોક્ષમાર્ગના નેતા એમ કહી તેને પામેલા એવા સર્વજ્ઞ સર્વદર્શી વીતરાગનો સ્વીકાર કર્યો. આમ મોક્ષમાર્ગના નેતા એ વિશેષણથી જીવ અજીવાદિ નવ તત્ત્વ, છયે દ્રવ્ય, આત્માના હોવા પણા આદિ છયે પદ અને મુક્ત આત્માનો સ્વીકાર કર્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org