________________
૧ ૫
શ્રી વચનામૃતજી
એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા,
તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. ૪ હું કોણ છું? ક્યાંથી આવ્યો છું ? મારું સાચું સ્વરૂપ શું છે ? આ બધી વળગણા કયા સંબંધ પકડી રાખી છે-ગ્રહણ કરી રાખી છે. આ બધી રાખવા જેવી છે કે છોડવા જેવી છે ? એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવથી કરવામાં આવે તો સંપૂર્ણ આત્મજ્ઞાનના સિદ્ધાંત-મૂળભાવો આપણને અનુભવમાં આવે. અને છેવટે આપણે મોક્ષસુખ પ્રાપ્ત કરી શકીએ. ૪
તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માનો તેહ' જેણે અનુભવ્યું રે ! આત્મ તારો ! આત્મ તારો ! શીધ્ર એને ઓળખો,
સર્વાત્મમાં સમદષ્ટિ ઘો આ વચનને હૃદયે લખો. ૫ આ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવા કોનું વચન સાચું માનવું ? બધા જ મતપંથવાળા કહે છે કે અહીં આવો તો કલ્યાણ, નહિતર બીજે જશો તો મિથ્યાત્વ- ભ્રાંતિમાં જ રહેશો. આમ તે કાંઈ ધર્મ હોઈ શકે ? ધર્મ શું છે? તે પરમ કૃપાળુદેવ આ કડીમાં સ્પષ્ટ સમજાવે છે કે – જેણે પોતાના આત્માનો સાક્ષાત્કાર કર્યો છે તેનું વચન સાચું માનવું. હે ભવ્ય જીવો ! હવે તેને આ સંસારમાંથી છોડાવવા માટે ત્વરાથી ઓળખી લ્યો. આ સ્થિતિ મેળવવા માટે બધા જીવોમાં પોતા સમાન “આત્મદષ્ટિ કેળવો એટલે કે બધા જ મારા જેવા આત્મા છે. આ વચનને હમેશાં હૃદયમાં કોતરી રાખો. આ માર્ગ જે યથાર્થ સમજે તે મોક્ષે જાય. અભણ જેવા ભક્તો મોક્ષે જાય છે અને ભણેલા તર્કમાં પડી રખડી મરે છે. હે ભવ્ય જીવો ! આત્માને તારો ! મુક્ત કરો ! "
પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ ૧૬ વર્ષ-૫ માસની ઉંમરે મોક્ષમાળા લખી છે. તે લખતાં ૬૭માં પાઠ ઉપર શાહી ઢોળાઈ જતાં તે પાઠ ફરીને લખવાનો થયો, ત્યારે તેમણે વિચાર કર્યો કે કાંઈક અધ્યાત્મ માર્ગમાં ઉપયોગી થાય તેવો પાઠ લખવો. તેના ફળ સ્વરૂપે આપણને આ ‘અમૂલ્ય તત્ત્વવિચાર' નામનું કાવ્ય પ્રાપ્ત થયું છે.
( શિક્ષાપાઠ ૧૦૭. જિનેશ્વરની વાણી
(મનહર છંદ) અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત ના નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારિણી હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org