________________
૩૧ ૨
શિક્ષામૃત
જીવન પુરુષાધીન છે એ શું કરી શકે ? વળી જ્યાં પુરુષમાં જ આળસ હોય તો સ્ત્રીઓ પણ શું કરી શકે ? પણ પુરુષાર્થ કરીને કાયાનું નિયમિતપણું લાવવું જરૂરી છે.
વચનનું સ્યાદ્વાદપણું,
વચન સાચાં જ બોલવાં જોઈએ, નહીં તો મૌન ધારણ કરવું જોઈએ. સ્યાદ્વાદપણું આવે કયારે ? યથાર્થ સ્યાદ્વાદ સમજાય, બધા નય સમજાય, અને અનુભવમાં આવે તો એની વાણીમાં ફેર ન પડે. એની વાણી અવિરોધવાળી હોય છે.
મનનું ઓદાસીન્યપણું,
ઔદાસીપણું એટલે શું ? હરખ નહીં અને શોક નહીં એનું નામ ઔદાસીન્યપણું. જે ઉદય ભાગવીએ છીએ એમાં હરખ પણ નહીં અને શોક પણ નહીં.
આત્માનું મુક્તપણું, (આ છેલ્લી સમજણ)
આત્માને મુક્ત રાખવો, ક્યાંય એને ભેળવવો નહીં. મન, વચન, કાયાના વ્યાપાર સાથે આત્માને નહીં ભેળવવાનો. કોણ લખે છે આ ? કૃપાળુદેવ, આ એમણે પોતે પોતાની જે ખાનગી ડાયરી છે. એમાં, પોતાની જે પરિણતિ પોતે જોયા કરે છે, એના ઉપરથી, આ નોંધ કરી છે. પરંતુ આપણને એ ઉપયોગી થાય એમ છે, જો એને યથાર્થપણે સમજીએ તો.
આત્મ સાધન આમાં શું છે ? કૃપાળુદેવે આ હાથ-નોંધ કરી છે. એ કાંઈ તારીખ વાર ક્રમસર નથી કરી. પોતે બેઠા હોય અને કાંઈ યાદ આવ્યું તો બાજુમાં ડાયરી પડી હોય એ ઉઘાડે, અને જે પાનું નીકળે તેના પર તેઓ લખી નાંખે. એટલે કઈ હાથનોંધ કેટલામે વર્ષે કરી એ નીકળી શકે નહીં. જ્યારે એમનાં ‘વચનામૃત'માં તો વરસ વાર પત્રો મૂક્યા છે. વળી સાધકની ભૂમિકા શું છે અને એના ઉપરનો કાગળ-દરેકની ભૂમિકા જુદી હોય તો જુદો આવે. અને તારીખમાં પણ એ પોતે ચઢતી દશાએ જેમ આવે એમ એમનું લખાણ બહુ શક્તિવાળું, બળવાન અસર થાય એવું હોય. આપણે ધ્યાન ધરીએ ત્યારે એમ વિચારવું જોઈએ કે આપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી કોણ છીએ ? તેની નોંધ આમાં કરી છે.
દ્રવ્ય-હું એક છું, અસંગ છું. સર્વ પરભાવથી મુક્ત છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org