________________
શ્રી વચનામૃતજી
૨ ૨૯
તે સમયે ખંભાતના સમાજના માણસોએ ચૌદ ઘર ખંભાતનાં ગૃહસ્થોનાં અને આ સાત મુનિઓને સંઘ બહાર મૂક્યા હતા. એમાં સમાધાન કરતાં એવી શરત મૂકવામાં આવી હતી કે તમારે હવેથી સત્સમાગમ ન કરવો. પરંતુ તમે પ્રતિબંધ ન સ્વીકારવાની વૃત્તિ જણાવી તે યોગ્ય જ છે. એમ કૃપાળુદેવ લખે છે.
તે પ્રમાણે વર્તશો. સત્સમાગમનો પ્રતિબંધ કરવો યોગ્ય નથી; તેમ સામાન્યપણે તેમની સાથે સમાધાન રહે એમ વર્તન થાય તેમ હિતકારી છે.
આપણી અંદર જરાપણ વેરનો, દ્વેષનો અંકુરો ફૂટવો ન જોઈએ એ પ્રમાણે તમે વર્તશો.
પછી જેમ વિશેષ તે સંગમાં આવવું ન થાય એવા ક્ષેત્રે વિચરવું યોગ્ય છે, કે જે ક્ષેત્રે આત્મસાધન સુલભપણે થાય.
પરમ શાંત કૃતના વિચારમાં ઇન્દ્રિયનિગ્રહપૂર્વક આત્મપ્રવૃત્તિ રાખવામાં સ્વરૂપસ્થિરતા અપૂર્વપણે પ્રગટે છે.
આ વચનામૃત એ પરમશાંત શ્રત છે. આગમો પણ પરમશાંત શ્રત છે. જે પૂ. આનંદઘનજી, પૂ. દેવચંદ્રજી, પૂ. મોહનવિજયજી, પૂ. યશોવિજયજી વિગેરેનાં સ્તવનો છે, એમની સઝાય છે. એમની બનાવેલી પૂજાઓ છે એ બધું પરમ શાંતશ્રત છે.
ઇન્દ્રિયોને એના વિષયોના વિકારથી જુદી પાડીને માત્ર આત્માકાર વૃત્તિ રાખવી અને એમ જો રાખવામાં આવે તો તે સ્વરૂપમાં કાયમ રહેવાય.
સંતોષ આર્યા આદિએ યથાશક્તિ ઉપર દર્શિત કર્યું તે પ્રયત્ન યોગ્ય છે. 35 શાંતિ
આર્યા સંતોષબાઈ સ્વામીએ પણ દર્શિત કર્યું છે, એ જે પુરુષાર્થ કરે છે, પ્રયત્ન કરે છે એ યોગ્ય છે. આપણને ખ્યાલ રહે કે એ જમાનો જ જુદો હતો. એટલે પ્રભુશ્રીએ કેટલી માનસિક હિમ્મત બતાવી હશે ! એ જમાનો એવો હતો કે સંઘ બહાર મૂકે એટલે સામાજિક કેટલીય મુશ્કેલીઓ ભોગવવી પડે ! છતાં એ બધા મક્કમ રહ્યા હતા.
૯૦૧
ગુરુ ગણધર, ગુણધર અધિક પ્રચુર પરંપર ઓર; - વતતપધર, તનું નગનધર, વંદો વૃષશિરમોર.
(સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા - ટીકા દોહરો ૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org