________________
૨૩૦
શિક્ષામૃત
ગુરુ ગણ(સમૂહ)ના ધારણ કરનાર એટલે સમૂહને સાથે રાખીને ચાલનારા હોય, ગુણના ધારણહાર હોય, એ પણ અધિક પ્રમાણમાં હોય વ્રતરૂપી તપના કરનાર હોય, દિગંબર અવસ્થામાં વિચરતા હોય એવા વૃષભ સમાન સાધુઓમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા ભગવાનને વંદન કરું છું.
૯૦૧
ગુરુ ગણધર ગુણધર અધિક, પ્રચુર પરંપર ઓર;
વ્રતતપધર, તનુ નગનધર, વંદો વૃષશિરમોર. જગત વિષયના વિક્ષેપમાં સ્વરૂપવિભ્રાંતિ વડે વિશ્રાંતિ પામતું નથી.
આ જગતના લોકોને પાંચ ઇન્દ્રિયોના વિષયો અને એના વિક્ષેપથી સ્વરૂપ શું છે ? એ ખ્યાલ આવતો નથી. સ્વસ્વરૂપ વિશે એમને ભ્રાંતિ રહ્યા કરે છે. એટલે તેમને વિશ્રાંતિ શાંતિ મળતી નથી, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય, આત્માકાર વૃત્તિ થાય તો જ શાંતિ મળે. હવે સંસારમાં લોકો વિષયમાં જ મશગૂલ છે. ‘હું કોણ છું” એ વિચારવાનો એમને સમય જ નથી. ‘વત તપધર, તનુ નગનધર, વંદો વૃષશિરમોર' એટલે માથે ચઢાવવાના છે, કે નમસ્કાર કરવા યોગ્ય છે એમ જાણી એને વંદો.
અનંત અવ્યાબાધ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠો છે.
એના જેવું બીજું સુખ નથી. અવ્યાબાધ સુખ એટલે એ સુખમાં પછી ક્યારેય ભંગ ન પડે એને મેળવવાનો અનન્ય ઉપાય એટલે એના જેવો બીજો કોઈ ઉપાય, બળવાન ઉપાય નથી. તે ઉપાય શું છે? સ્વરૂપસ્થ થવું તે, સ્વરૂપસ્થ એટલે આત્માકાર વૃત્તિ થવી, એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠો છે.
ભગવાન જિને દ્વાદશાંગી એ જ અર્થે નિરૂપણ કરી છે, અને એ જ ઉત્કૃષ્ટતાથી તે શોભે છે, જયવંત છે.
ભગવાન જિને એટલે તીર્થકરોએ, એકલા ભગવાન મહાવીર સ્વામી નહીં, પણ બધા તીર્થકરોએ દ્વાદશાંગી એટલે બાર અંગની દેશના આપી છે અને તેની રચના ગણધરોએ કરેલ છે. એ રચના અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરવા માટે કરી છે. ગ્રંથો જ્યાં સુધી આપણને એમાં ગમ પડે નહીં, ત્યાં સુધી ઉપકારી થતા નથી. “જયવંત છે” એટલે એ દ્વાદશાંગી આ જગતમાં જય મેળવનારી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org