________________
શ્રી વચનામૃતજી
૧૦૭.
છે, મારે આટલી મૂડી છે. મારે આ ધંધો છે. હું સંપૂર્ણ રીતે સુખી છું, પુત્ર છે, સ્ત્રી છે અને કુટુંબ પરિવાર છે, ઘણું છે. મારે શું દુઃખ છે ? તો આ સ્વપ્નદશા છે. આપણને એમ લાગે છે કે આ મારું સ્વપ્ન છે. પણ જેમ મેઘ ગર્જના કરે અને ફટ આંખ ઊઘડી જાય ત્યારે એમ થાય કે આહાહા ! આ તો સ્વપ્ન હતું. તે વખતે ખેદનો પાર નહીં રહે. એ સ્વપ્ન રાતની ઊંઘનું હતું. એ આંખ ઊઘડે ત્યારે પૂરું થાય અને જીવનું આ સ્વપ્ન તો કાયમની આંખ મિચાય ત્યારે પૂરું થાય. ધ્યાન રાખજો કે આ જિંદગી એ પણ સ્વપ્ન છે. એમાં કશું આપણું નથી. સ્વપ્નમાં આપણને હું, હું અને હું એવો અહંભાવ અને મમત્વભાવ છે. આ બધું મારું છે એવું સ્વપ્નમાં દેખાય છે. આ અહંભાવ મમત્વભાવ મટી જાય એને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે.
તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યગદર્શનને પ્રાપ્ત થાય; સમ્યગદર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે.
આ સ્વપ્નદશા છે એ મટી જાય, અહંભાવ અને મમત્વપણું જાય તો સ્વરૂપની પ્રાપ્તિ થાય. જ્યાં સુધી તમે ગુણે, લક્ષણે યથાર્થ રીતે આત્માને જાણો નહીં, ત્યાં સુધી એનો અનુભવ થાય નહીં. એ જાણવાનો એક જ રસ્તો છે, કે આજ્ઞા પ્રમાણે વાંચવું અને જેટલું બની શકે તેટલું જ્ઞાનીપુરુષના મુખેથી સમજવું; તો સમજણ થાય. તમે પોતાની જાતે એક મહિનો વાંચો અને જ્ઞાનીપુરુષ પાસે રહી એક દિવસ સાંભળે એ બન્ને બરાબર છે. એટલું બધું સપુરુષ, સત્ શાસ્ત્ર, અને માર્ગનું મહત્ત્વ છે. માત્ર માને એમ નહીં પણ અંદરથી પરિણતિમાં જાગૃત થઈ જાય એને સમ્યગદર્શન થાય. અંશે આત્માનો અનુભવ થાય અને જેવો અંશ અનુભવી થયો, ગ્રંથિભેદ થયો એટલે એ જીવ અવશ્ય મોક્ષને પામે અને તેનું પ્રયાણ ભાંજે (ભાંગે) નહીં. શ્રી યશોવિજયજી આઠ દૃષ્ટિની સઝઝાયમાં લખે છે :
દષ્ટિ થિરાદિક ચારમાં મુગતિ પ્રયાણ ન ભાંજે રે;
રયણિશયન જિમ શ્રમ હરે, સુર નર સુખ તિમ છાજે રે. વીર. ૫ રાત્રે આરામ લેવાથી થાક દૂર થાય એમ સાધના કરતાં દેવગતિ વચ્ચે આવી જાય છે. એનું કારણ કે આ સાધના કરતાં ઘણું પુણ્ય બંધાય છે. મોક્ષ છે તે સાધનાનું ફળ છે. પણ ફળ પહેલાં ફૂલ આવે એટલે કે વચ્ચે દેવગતિ મળી હોય તો પણ એનું મોક્ષ તરફનું પ્રયાણ ન ભાંજે (અટકે નહીં) એ ભોગ ભૂમિમાં હોવા છતાં સમ્યગ્દષ્ટિપણું હોવાથી એને ભોગ અનિષ્ટ લાગે છે.
કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિશે તેને હર્ષ શોક, સંયોગ ઉત્પન્ન ન થાય.
તે વિચારે સ્વ-સ્વરૂપને વિશે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. ' આ સ્વભાવ પ્રાપ્ત થાય એટલે કે સ્વસ્વભાવ, શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું અત્યંત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org