________________
૧૦૮
શિક્ષામૃત
આનંદપણું પ્રાપ્ત થાય. એ સદાયે આનંદમાં જ હોય. આ બધું તેને અંતરરહિત તેના અનુભવમાં આવે છે.
સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી એક્યતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે, એમ સ્પષ્ટ-પ્રત્યક્ષ-અત્યંત પ્રત્યક્ષ-અપરોક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિશે તેને ઇષ્ટ-અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી.
આપણે વિભાવ પરિણતિમાં જ છીએ. આ દુનિયાની વસ્તુઓ, આ શરીર, સગાં, સંપત્તિ એ બધાંની સાથે એકપણું અધ્યાસથી થયેલું છે, પોતે કેવળ એનાથી સંપૂર્ણ રીતે ભિન્ન છે. પહેલાં એકલું ‘પ્રત્યક્ષ' કહ્યું, પરંતુ એથી વધારે ભાર આપવા “અત્યંત પ્રત્યક્ષ કહ્યું. આપણો આત્મા આપણાથી કેટલો છેટો છે ? એક તલભાર પણ છેટો નથી. એ પ્રગટ થાય ત્યારે અત્યંત પ્રત્યક્ષ થાય છે. અનુભવમાં આવે છે. આ દેહ વિનાશી છે, કુટુંબ વિનાશી છે. આ ઇષ્ટ છે એટલે કે આ હોય તો સારું અને આ અનિષ્ટ છે એટલે આ ન હોય તો સારું. એવું એને અનુભવ થયા પછી કાંઈ થાય જ નહીં.
જન્મ, જરા, મરણ, રોગાદિ બાધારહિત સંપૂર્ણ માહાભ્યનું ઠેકાણું એવું નિજસ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે.
આ આત્માને જન્મ નથી, મરણ નથી, રોગ નથી. જન્મ મરણ એ દેહનો સ્વભાવ છે આપણે તો આખો દિવસ એની જ લોલુપતા અને એનો જ ખેદ કરતા હોઈએ છીએ. પરંતુ દેહ આપણો નથી. પહેલાં તે નિજસ્વરૂપ જાણી, પછી વેદી એટલે પોતાના સ્વરૂપનો અનુભવ કરી આત્મા પ્રગટ કરી કૃતાર્થતા અનુભવે છે.
જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવા પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે, તે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે. આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વ સંગથી રહિત થયા છે, થાય છે, અને ભાવિકાળમાં પણ તેમ જ થશે.
જેણે આત્મા પ્રગટ કર્યો છે, એવા સપુરુષના વચનથી આત્માનો નિશ્ચય થયો છે એવા પુરુષો ‘સ્વસ્વરૂપને પામ્યા છે.” આધિ એટલે મનનો તાપ, તમારા મનમાં જરાય તાપ છે? વ્યાધિ એટલે શરીરનો રોગ, ઉપાધિ એટલે મફતની કેટલાયની ઉપાધિ. તે તે પુરુષો સર્વ પ્રકારના બાહ્ય સંગથી રહિત થયા છે, થાય છે અને ભાવિકાળમાં પણ આમ જ થશે.
જે સપુરુષોએ જન્મ, જરા મરણનો નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે, તે પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે.
એમાં ભક્તિથી નમસ્કાર કહ્યું હોય તો ન ચાલે ? પણ અત્યંત ભક્તિથી નમસ્કાર કહ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org