________________
શ્રી વચનામૃતજી
તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સત્પુરુષો, તેના ચરણારવિંદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો !
અને આંતરિક રીતે ઓળખીને ગમે ત્યાં બેઠા હોય અને સ્મરણ કરતા હોઈએ તો પણ કહે છે કે આત્મસ્વભાવ પ્રગટ થાય. ‘એવા સર્વ સત્પુરુષો, તેના ચરણારવિંદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો.’ હું એને ક્યારેય ભૂલું નહીં એને નિરંતર યાદ કર્યા કરું.
૧૦૯
જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગીકાર કર્યે સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વ કાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ, નિર્ભય થાય છે.
જેને આત્મસ્વરૂપ પ્રગટ થયું છે એને સુખ અને આનંદ એવા મળે કે એ સર્વકાળ ટકી રહે.
તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે, કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મભાવ તે જાણે કંઈ પણ ઇછ્યા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિશે આ મારો શિષ્ય છે, અથવા ભક્તિનો કર્તા છે, માટે મારો છે, એમ કદી જોયું નથી, એવા જે સત્પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો !
જેણે સંસાર ત્યાગ્યો છે તેને શિષ્ય ઉપર મોહ કેમ હોય ? કરુણા જરૂર હોય, એને માર્ગે પહોંચાડવાની ઇચ્છા હોય, પણ શિષ્ય પ્રત્યે મોહ ન હોય.
જે સત્પુરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે.
કોઈ કદાચ કહે કે સત્પુરુષે પોતાની ભક્તિ કરાવવી હોય એટલે એમ જ લખે ને ? પરંતુ કૃપાળુદેવ સ્પષ્ટતા કરે છે કે સત્પુરુષે સદ્ગુરુની ભક્તિ પોતાના માન માટે કહી છે એમ નથી, પણ મુમુક્ષુને એ કર્યા.વિના છૂટકો નથી.
જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે,
સદ્ગુરુના આત્માની ચેષ્ટા ઓળખાતી જ નથી. જો ઓળખાય તો તો આપણી વૃત્તિ એમાં ચોંટી જાય. અહાહા ! આ ગુણ તો અપૂર્વ કહેવાય એ એના જાણવામાં આવે. ‘હું બધું જાણું છું’ એવો પોતાનો સ્વચ્છંદ મટે.
અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org