________________
૧ ૧૦
શિલામૃત
જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, કેટલું કહે છે કે આ કાળમાં પ્રગટપણે કેવળજ્ઞાનની ઉત્પત્તિ નથી, તો પણ. પણ જેના વચનના વિચારયોગે શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે.
ભગવાન મહાવીરના વિચાર કે ગણધર ભગવંતના વચનના વિચારયોગે કે, શ્રી આનંદઘનજી મહારાજ સાહેબ કે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ, સોળમા સૈકા સુધી થઈ ગયા ત્યાં સુધીનાઓથી, મારામાં શક્તિપણે કેવળ જ્ઞાન છે એટલે કે જેમ ચકમક પથ્થરમાં અગ્નિ છે એમ સ્પષ્ટ જાણ્યું છે.
શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે.
શ્રદ્ધા છે કે કેવળજ્ઞાન છે જ. બુદ્ધિથી વિચારતાં પણ કેવળજ્ઞાન છે એમ ખાતરી થઈ છે. ઇરછાથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું છે. એટલે આટલી આવી દશાએ જે પહોંચ્યા હોય એને તો ઇચ્છા હોય કે જલદી કમ હું સંપૂર્ણ રીતે જ્ઞાન પ્રાપ્ત કરું. મુખ્ય ન્ય એટલે નિશ્ચયનયથી કેવળજ્ઞાન છે એમ ખાતરીપૂર્વક માન્યું છે.
તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો તે પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો ! નમસ્કાર હો !
અહીં ફરી સહજ' શબ્દ વાપર્યો છે. આપણે એ માટે કોઈ પર્વત ખોદી નાખવાનો નથી કે કાંઈ ખાણ ખોદવાની નથી. તેઓ કહે છે કે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય છે. અવ્યાબાધ સુખને સહજ માત્રમાં પામવાની યોગ્યતા અર્પનાર એવા સપુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો .
પ૦૧
सव्वं पाणाईवायं पच्चक्खामि, सव्वं मुसावायं पच्चक्खामि, सव्वं अदिन्नादाणं
पच्चक्खामि, सव्वं मेहुणं पच्चक्खामि, सव्वं परिग्गहं पच्चक्खामि. સર્વ પ્રાણાતિપાતથી હું નિવત્ છું, સર્વ પ્રકારના મૃષાવાદથી હું નિવત્ છું, સર્વ પ્રકારના અદત્તાદાનથી હું નિવર્તુ છું. સર્વ પ્રકારના મૈથુનથી નિવર્તુ છું અને સર્વ પ્રકારના પરિગ્રહથી નિવતું છું. (સર્વ પ્રકારના રાત્રી ભોજનથી તથા બીજા તેવાં કારણોથી નિવત્ છું, એમ સાથે ઘણાં ત્યાગનાં કારણો જાણવા).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org