________________
શ્રી વચનામૃતજી
૧ ૧ ૧
પ૦૬
જે જીવો સાધના કરવા છતાં આગળ નથી વધતા એનું કારણ શું છે ? એ કારણો આ પત્રમાં બતાવ્યાં છે. અમને એમ લાગે છે કે આ સિદ્ધાંતબોધ કેટલાય જીવોમાં કેમ પરિણમતો નથી ! તો એ માટે ઉપશમ અને વૈરાગ્ય એ બે ઉપર જેમાં ભાર મૂકવામાં આવ્યો હોય એવા પત્રોનો સ્વાધ્યાય ફરી ફરીને કરવો જોઈએ. આગમોમાં સિદ્ધાંતની વાત લખી છે, એ કરતાં ઉપશમ અને વૈરાગ્યની વાત વધુ લખી છે. એ શા માટે ? જે સાધક છે, મુમુક્ષુ છે એની પોતાની યોગ્યતા કેળવાય અને ભૂમિકા તૈયાર થાય તે માટે.
શ્રી તીર્થકરાદિ મહાત્માઓએ એમ કહ્યું છે કે જેને વિપર્યાસ મટી દેહાદિને વિશે થયેલી આત્મબુદ્ધિ, અને આત્મભાવને વિશે થયેલી દેહબુદ્ધિ તે મટી છે, એટલેં આત્મા આત્મપરિણામી થયો છે, તેવા જ્ઞાની પુરુષને પણ જ્યાં સુધી પ્રારબ્ધ વ્યવસાય છે ત્યાં સુધી જાગૃતિમાં રહેવું યોગ્ય છે.
વેપાર છે. થોડો પણ આરંભ સમારંભ છે ત્યાં સુધી આત્મામાં જાગૃતિ રાખવી યોગ્ય છે કેમ કે, અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વિપર્યાસ ભયનો હેતુ ત્યાં પણ અમે જાણ્યો છે. મોકો મળે તો ઘણા ભવનો પેલો અભ્યાસ છે તે એ ધક્કો મારી દે એમ છે.
ચાર ઘનઘાતી કર્મ જ્યાં છિન્ન થયાં છે, એવા સહજ સ્વરૂપ પરમાત્માને વિશે તો સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ જાગૃતિરૂપ તુર્યાવસ્થા છે;
ચોથી અવસ્થા છે. (૧) સ્વપ્ન નહીં (૨) નિદ્રા નહીં (૩) જાગર ઉજાગરતા નહીં, પણ ચાથી તુર્ભાવસ્થા છે.
એટલે ત્યાં અનાદિ વિપર્યાસ નિર્ભીકપણાને પ્રાપ્ત થવાથી કોઈપણ પ્રકારે ઉદ્ભવ થઈ શકે જ નહીં;
વિપર્યાસબુદ્ધિ બળી ગઈ છે, ય થઈ ગઈ છે ત્યાં એ ભય છે જ નહીં, કારણ કે એ બુદ્ધિ બળી ગઈ છે.
તથાપિ તેથી ન્યૂન એવા વિરત્યાદિ ગુણસ્થાનકે વર્તતા એવા જ્ઞાનીને તો કાર્યું કાર્યો અને ક્ષણે ક્ષણે આત્મજાગૃતિ હોય છે.
એટલે ચોથે પાંચમે ગુણસ્થાનકે જે મુમુક્ષુઓ સાધના કરતા હોય, એને પણ જાગૃત રહેવું જોઈએ, નહીં તો ધક્કો લાગી જાય.
પ્રમાદવશે ચૌદપૂર્વ અંશે ન્યૂન જાણ્યા છે એવા જ્ઞાની પુરુષને પણ અનંતકાળ પરિભ્રમણ થયું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org