________________
૧૧ ૨
શિક્ષામૃત
છે. માટે જેની વ્યવહારને વિશે અનાસક્ત બુદ્ધિ થઈ છે, તેવા પુરુષે પણ જો તેવા ઉદયનું પ્રારબ્ધ હોય તો તેની ક્ષણે ક્ષણે નિવૃત્તિ ચિંતવવી અને નિજભાવની જાગૃતિ રાખવી.
નિજભાવની એટલે સ્વભાવની. સ્વભાવમાં જાગૃત રહેવું એટલે આત્મભાવમાં જાગૃતિ રાખવી.
આ પ્રકારે જ્ઞાની પુરુષને મહાજ્ઞાની એવા શ્રી તીર્થકરાદિકે ભલામણ દીધી છે; તો પછી, જેને માર્ગાનુસારી અવસ્થામાં પણ હજી પ્રવેશ થયો નથી, એવા જીવને તો આ સર્વ વ્યવસાયથી વિશેષવિશેષ નિવૃત્તિ ભાવ રાખવો; અને જાગૃતિ રાખવી યોગ્ય છે; એમ જણાવવા જેવું પણ રહેતું નથી, કેમ કે તે તો સમજણમાં સહેજે આવી શકે એવું છે.
બોધ બે પ્રકારથી જ્ઞાની પુરુષોએ કર્યો છે. એક તો “સિદ્ધાંત બોધ' અને બીજો તે સિદ્ધાંત બોધ થવાને કારણભૂત એવો ઉપદેશબોધ. જો ઉપદેશ બોધ જીવને અંતઃકરણમાં સ્થિતિમાન થયો ન હોય તો સિદ્ધાંત બોધનું માત્ર તેને શ્રવણ થાય તે ભલે, પણ પરિણામ થઈ શકે નહીં. “સિદ્ધાંત બોધ' એટલે પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ છે,
આત્મસ્વરૂપ જે સિદ્ધ થયેલું છે તે. પરમાણુનું સ્વરૂપ જે સિદ્ધ થયેલું છે તે. જેનાથી કર્મ બંધાય છે તેનું જે ખરું સ્વરૂપ છે તે.
જ્ઞાની પુરુષોએ નિષ્કર્ષ કરી જે પ્રકારે છેવટે પદાર્થ જામ્યો છે તે જે પ્રકારથી વાણી દ્વારાએ જણાવાય તેમ જણાવ્યો છે એવો જ બોધ છે તે સિદ્ધાંત બોધ' છે. પણ પદાર્થના નિર્ણયને પામવા જીવને અંતરાયરૂપ તેની અનાદિ વિપર્યાસભાવને પામેલી એવી બુદ્ધિ છે, કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપર્યાસપણે પદાર્થસ્વરૂપને નિર્ધારી લે છે;
ઊંધી બુદ્ધિ તમે એમ કહેશો કે અમારી બુદ્ધિ કાંઈ ઊંધી નથી. અમે તો બુદ્ધિશાળી છીએ. અમારા સમાજમાં અમે ડાહ્યા ગણાઈએ છીએ તો. આ તો એમ કહે છે કે વિપર્યાસપણાને પામેલી એવી બુદ્ધિ છે.” જે ઊંધી રીતે પદાર્થને સમજે છે. ઊંધી રીતે એટલે શું ? તો આ દેહ એટલે હું અને હું કોણ તેની ખબર નથી. આ જ વિપર્યાસ બુદ્ધિ છે. આપણે બધાં કાર્યો આ દેહ એટલે હું એમ માનીને જ કરીએ છીએ. આ દેહ ઉપર મોહ છે. એવી રીતે પુત્ર, સ્ત્રી સંપત્તિ, કુટુંબ, મિલકત એ બધાં ઉપર જે મોહ છે એ વિપર્યાસ બુદ્ધિ છે.
તે વિપર્યાસ બુદ્ધિનું બળ ઘટવા, યથાવત્ વસ્તુસ્વરૂપ જાણવાને વિશે પ્રવેશ થવા, જીવને વૈરાગ્ય અને ઉપશમ સાધન કહ્યાં છે;
દરેક પદાર્થ યથાર્થ જાણવો હોય તો વૈરાગ્ય જોઈએ. એટલે કે આ બધો સંસાર કડવો લાગે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org