________________
શ્રી વચનામૃતજી
પોતાની એક આંગળી અડવી દેખીને વૈરાગ્યના પ્રવાહમાં જેણે પ્રવેશ કર્યો, રાજસમાજને છોડીને જેણે કેવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું. એવા તે ભરતેશ્વરનું ચરિત્ર ધારણ કરીને આ ચોથું ચિત્ર પૂર્ણતા પામ્યું. તે જેવો જોઈએ તેવો વેરાગ્યભાવ દર્શાવીને જ્ઞાનીપુરુષનાં મનને રંજન કરનાર થાઓ !
પંચમ ચિત્ર ઃ અશુચિ ભાવના
(ગીતિવૃત્ત) ખાણ, મૂત્ર ને મળની, રોગ જરાનું નિવાસનું ધામ;
કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ. મળ અને મૂત્રની ખાણરૂપ, રોગ અને વૃદ્ધતાને રહેવાના ધામના જેવી કાયાને ગણીને તે ચૈતન્ય ! તેનું મિથ્યા માન ત્યાગ કરીને સનતકુમારની પેઠે તેને સફળ કર.
ષષ્ઠ ચિત્ર ઃ નિવૃત્તિબોધ (સંસાર ભાવના)
' (નારા, છંદ) અનંત સૌખ્ય નામ દુઃખ, ત્યાં રહી ને મિત્રતા ! અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા !! ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ રે નિહાળ તું;
નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું. જેમાં એકાંત અને અનંત સુખના તરંગ ઊછળે છે તેવાં શીલ, જ્ઞાનને માત્ર નામના દુઃખથી કંટાળી જઈને મિત્રરૂપે ન માનતાં તેમાં અભાવ કરે છે; અને કેવળ અનંત દુઃખમય એવાં જે સંસારનાં નામ માત્ર સુખ તેમાં તારો પરિપૂર્ણ પ્રેમ છે એ કેવી વિચિત્રતા છે ! અહો ચેતન ! હવે તું તારા ન્યાયરૂપી નેત્રને ઉઘાડીને નિહાળ રે નિહાળ !! નિહાળીને શીદ્યમેવ નિવૃત્તિ એટલે મહાવૈરાગ્યને ધારણ કર. અને મિથ્યા કામભોગની પ્રવૃત્તિને બાળી દે!
એવં પુરા જહા સુખ - હે પુત્ર ! તને સુખ થાય તેમ કરો.
જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર;
એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર. સમ્યકજ્ઞાન, ગુરુએ બતાવેલ ધ્યાન (સમ્યફ ધ્યાન) અને આંતરિક રીતે વૈરાગ્યમય સ્થિતિવાળા તથા જેની સુવિચારણા જાગૃત છે, તેવા વૈરાગ્યપ્રેરક એવી શુભ ભાવનાઓની અનુપ્રેક્ષા કરે તો તે જન્મમરણના ફેરામાંથી છૂટી જાય છે. અને અનંત અવ્યાબાધ સુખમાં બિરાજમાન થઈ જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org