________________
૨૯૦
શિક્ષામૃત
સવારથી ઊઠીને તે રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી આપણે ‘હું અને હું’, ‘હું કર્તા છું’ - આવું ક્યાં સુધી થાય છે ? રાત્રે યાદ કરજો તો એમ થશે કે આખો દિવસ તે કરીએ છીએ, એ જ વિભાવ છે. એ જ મિથ્યાત્વ છે. અને ત્યાં સુધી નવાં કર્મો બંધાય છે.
×
×
×
અહંકારથી કરી સંસારમાં અનંત દુઃખ પ્રાપ્ત થાય; ચારે ગતિમાં રઝળે.
✩
ઉ. છા. - ૧૩
પંદર ભેદે સિદ્ધ કહ્યા તેનું કારણ રાગ, દ્વેષ અને અજ્ઞાન જેના ગયા તેનું ગમે તે વેષે, ગમે ં તે જગોએ, ગમે તે લિંગે કલ્યાણ થાય તે છે.
પંદર ભેદે સિદ્ધ કહ્યા છે. અમુક પ્રકારનાં કપડાં પહેર્યાં હોય, તો જ સિદ્ધ થાય એમ નથી. એ પંદર ભેદમાં એમ કહ્યું છે કે જૈન લિંગી, જૈનના સાધુ, સાધ્વી અને શ્રાવક શ્રાવિકા એ મોક્ષે જાય ? તો કહે, હા, જાય. ‘અન્ય લિંગી’, “બીજા ધર્મના સાધુઓ મોક્ષે જાય ?' તો કહે, હા, જાય. “નપુંસક મોક્ષે જાય ?” તો કહે હા, જાય. એમ પંદર ભેદ કહ્યા છે. એટલે કૃપાળુદેવ એમ કહે છે કે આવું જ હોય તો જ મોક્ષે જાય એવું કશું નથી.
✩
ઉ. છા. - ૧૪
જે જ્ઞાનીને આકુળતાવ્યાકુળતા મટી ગઈ છે તેને અંતરંગ પચ્ચખાણ છે. તેને બધાં પચ્ચખાણ આવી જાય છે. જેને રાગદ્વેષ મટી ગયા છે તેને વીશ વર્ષનો છોકરો મરી જાય, તો પણ ખેદ થાય નહીં. શરીરને વ્યાધિ થવાથી જેને વ્યાકુળપણું થાય છે, અને જેનું કલ્પના માત્ર જ્ઞાન છે તે પોલું અધ્યાત્મજ્ઞાન માનવું. આવા કલ્પિત જ્ઞાની તે પોલા જ્ઞાનને અધ્યાત્મજ્ઞાન માની અનાચાર સેવી બહુ જ રખડે છે. જો શાસ્ત્રનું ફળ !
× X X
જ્ઞાની કહે છે તે કૂંચીરૂપી જ્ઞાન વિચારે, તો અજ્ઞાનરૂપી તાળું ઊઘડી જાય; કેટલાંય તાળાં ઊઘડી જાય. કૂંચી હોય તો તાળું ઊઘડે; બાકી પહાણા માર્યે તો તાળું ભાંગી જાય.
X
×
X
જે દૃઢ નિશ્ચય કરે કે ગમે તેમ કરું, ઝેર પીઉં, પર્વત પરથી પડું, કૂવામાં પડું પણ કલ્યાણ થાય તે જ કરું. એનું જાણપણું સાચું. તે જ તરવાનો કામી (ઇચ્છુક, અભિલાષી) કહેવાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org