________________
૨૧૧
શ્રી વચનામૃતજી
અહીં કયા મુનિઓને સંબોધન છે? પ્રભુશ્રીને અને એમની સાથે રહેતા મુનિઓને સંબોધન છે.
હે મુનિઓ ! દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, અને ભાવથી અસંગપણે વિચરવાનો સતત ઉપયોગ સિદ્ધ કરવો યોગ્ય છે.
ઉપયોગ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી અસંગપણે હોવો જોઈએ.
જેમણે જગતસુખસ્પૃહા છોડી જ્ઞાનીના માર્ગનો આશ્રય ગ્રહણ કર્યો છે, તે અવશ્ય તે અસંગ ઉપયોગને પામે છે. જે શ્રુતથી અસંગતા ઉલ્લસે તે શ્રુતનો પરિચય કર્તવ્ય છે.
૭૮૭
આર્ય સોભાગની બાહ્યાભંતર દશા પ્રત્યે વારંવાર અનુપ્રેક્ષા કર્તવ્ય છે. અંતરંગ અને બહારની એમની દશા કેવી હતી તેનો વારંવાર વિચાર કરવા જેવો છે.
૭૯૩ સમ્યગ્દષ્ટિ પુરુષને અલ્પમાત્ર વ્રત નથી હોતું તો પણ સમ્યગ્દર્શન આવ્યા પછી ન વમે તો વધારેમાં વધારે પંદર ભવે મોક્ષ પામે, એવું સમ્યગ્દર્શનનું બળ છે, એવા હેતુએ દર્શાવેલી વાતને બીજા રૂપમાં લઈ ન જવી. સપુરુષની વાણી વિષય અને કષાયના અનુમોદનથી અથવા રાગદ્વેષના પોષણથી રહિત હોય છે, એવો નિશ્ચય રાખવો અને ગમે તેવે પ્રસંગે તે જ દષ્ટિથી અર્થ કરવો યોગ્ય છે.
૮૧૦ જે અનિત્ય છે, જે અસાર છે અને જે અશરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિદિવસ વિચારવા યોગ્ય છે.
આ શરીર અનિત્ય છે, અસાર છે, બહારના બધાય ભોગનાં સાધનો અને બાહ્ય વસ્તુઓ એ બધું અસાર અને અશરણરૂપ છે, છતાં આ જીવને તે પ્રીતિનું કારણ કેમ થાય છે એવો પ્રશ્ન વારંવાર વિચારવો જોઈએ.
૮૧૭
આત્મદશાને પામી નિદ્ધપણે યથાપ્રારબ્ધ વિચરે છે, એવા મહાત્માઓનો યોગ જીવને દુર્લભ છે. તેવો યોગ બન્યું જીવને તે પુરુષની ઓળખાણ પડતી નથી, અને તથારૂપ ઓળખાણ પડ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org