________________
શિક્ષામૃત
જન્મ, મરણ આદિ અનંત દુઃખનો આત્યંતિક (સર્વથા) ક્ષય થવાનો ઉપાય અનાદિકાળથી જીવના જાણવામાં નથી, તે ઉપાય જાણવાની અને કરવાની સાચી ઇચ્છા ઉત્પન્ન થયે જીવ જો સત્ પુરુષના સમાગમનો લાભ પામે તો તે ઉપાયને જાણી શકે છે, અને તે ઉપાયને ઉપાસીને સર્વ દુઃખથી મુક્ત થાય છે.
૨૧૦
તેવી સાચી ઇચ્છા પણ ઘણું કરીને જીવને સત્પુરુષના સમાગમથી જ પ્રાપ્ત થાય છે. તેવો સમાગમ, તે સમાગમની ઓળખાણ, દર્શાવેલા માર્ગની પ્રતીતિ, અને તેમ જ ચાલવાની પ્રવૃત્તિ જીવને પરમ દુર્લભ છે.
એવો સમાગમ થવો દુર્લભ છે, સમાગમ થાય તો ઓળખાણ થવી દુર્લભ છે. પ્રતીતિ થાય તો તે પ્રમાણે ચાલવાની પ્રવૃત્તિ થવી દુર્લભ છે.
મનુષ્યપણું, જ્ઞાનીના વચનોનું શ્રવણ પ્રાપ્ત થવું, તેની પ્રતીતિ થવી અને તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી પરમ દુર્લભ છે.
પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમ અને તે આશ્રયમાં વિચરતા મુમુક્ષુઓને મોક્ષ સંબંધી બધાં સાધનો અલ્પ પ્રયાસે અને અલ્પ કાળે પ્રાયે (ઘણું કરીને) સિદ્ધ થાય છે; પણ તે સમાગમનો યોગ પામવો દુર્લભ છે. તે જ સમાગમના યોગમાં મુમુક્ષુ જીવનું નિરંતર ચિત્ત વર્તે છે.
આરંભ પરિગ્રહ પરથી જેની વૃત્તિ ખેદ પામી છે, એટલે તેને અસાર જાણી તે પ્રત્યેથી જે જીવો ઓસર્યા છે, તે જીવોને સત્પુરુષોનો સમાગમ અને સત્શાસ્ત્રનું શ્રવણ વિશેષ કરીને હિતકારી થાય છે. આરંભપરિગ્રહ પર વિશેષ વૃત્તિ વર્તતી હોય તે જીવમાં સત્પુરુષનાં વચનનું અથવા સત્શાસ્ત્રનું પરિણમન થવું કઠણ છે.
✩
૭૮૬
‘સકળ સંસારી ઇન્દ્રિયરામી, મુનિગણ આતમરામી રે, મુખ્યપણે જે આતમરામી, તે કહિયે નિ:કામી રે.’
ઇન્દ્રિયોના વિષયોમાં ૨મણ કરનારા એ બધા સંસારી છે, ભલેને દીક્ષા લીધી હોય. જે આત્મામાં રમણતા કરનારા છે એવા જીવો દીક્ષા લીધી હોય કે ના લીધી હોય તો પણ તે મુનિજન છે, એ મુનિ છે, એ જ સાધક છે. જેને સદાયે આત્મામાં રમણતા જ રહે છે એવા મહાત્માઓ તો કેવળ નિષ્કામી છે. એમને સ્પૃહા હોય નહીં. કામ (વિષય)નો ક્ષય થયો હોય. તૃષ્ણા હોય નહીં.
Jain Education International
હે
આર્ય સોભાગની અંતરંગદશા અને દેહમુક્ત સમયની દશા, હે મુનિઓ ! તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org