SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વચનામૃતજી ૪. ધર્મ વિષે (કવિત) સાહ્યબી સુખદ હોય, માનતણો મદ હોય, ખમા ખમા ખુદ હોય, તે તે કશા કામનું? જુવાનીનું જોર હોય, એશનો અંકોર હોય, દોલતનો દોર હોય, એ તે સુખ નામનું વનિતા વિલાસ હોય, પ્રોઢતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હોય, હોય સુખ ધામનું વદે રાયચંદ એમ, સદ્ધર્મને ધાર્યા વિના, જાણી લેજે સુખ એ તો, બેએ જ બદામનું! ૧ મોહ માન મોડવાને, ફેલપણું ફોડવાને, જાળફેદ તોડવાને, હેતે નિજ હાથથી; કુમતિને કાપવાને, સુમતિને સ્થાપવાને, મમત્વને માપવાને, સકલ સિદ્ધાંતથી; મહા મોક્ષ માણવાને, જગદીશ જાણવાને, અજન્મતા આણવાને, વળી ભલી ભાતથી; અલોકિક અનુપમ, સુખ અનુભવવાને, ધર્મ ધારણાને ધારો, ખરેખરી ખાંતથી. ૨ દિનકર વિના જેવો, દિનનો દેખાવ દીસે, શશી વિના જેવી રીતે, શર્વરી સુહાય છે; પ્રજાપતિ વિના જેવી, પ્રજા પુરતણી પેખો, સુરસ વિનાની જેવી, કવિતા કહાય છે; સલિલ વિહીન જેવી, સરિતાની શોભા અને, ભર વિહીન જેવી, ભામિની ભળાય છે; વદે રાયચંદ વીર, સદ્ધર્મને ધાર્યા વિના, માનવી મહાન તેમ, કુકર્મી કળાય છે. ૩ ચતુરો ચોંપેથી ચાહી ચિંતામણિ ચિત્ત ગણે, પંડિતો પ્રમાણે છે પારસમણિ પ્રેમથી; કવિઓ કલ્યાણકારી કલ્પતરુ કથે જેને, સુધાનો સાગર કથે, સાધુ શુભ ક્ષેમથી; આત્મના ઉદ્ધારને ઉમંગથી અનુસરો જો, નિર્મળ થવાને કાજે, નમો નીતિ નેમથી; વદે રાયચંદ વીર, એવું ધર્મરૂપ જાણી, “ધર્મવૃત્તિ ધ્યાન ધરો, વિલખો નવેમથી.”૪ ૧૧. મુનિ સમાગમ પામ્યા મોદ મુનિ સુણી મન વિશે, વૃત્તાંત રાજા તણો, પાછું નિજ ચરિત્ર તે વરણવ્યું, ઉત્સાહ રાખી ઘણો; થાશે ત્યાં મન ભૂપને દઢ દયા, ને બોધ જારી થશે, ત્રીજો ખંડ ખચીત માન સુખદા, આ મોક્ષમાળા વિશે (અપૂર્ણ) ૧૨ “संसारविषवृक्षस्य द्वे फले अमृतोपमे । વાવ્યામૃતસારવાર માતા: નર્નઃસE IT” (શંકરાચાર્ય) સંસારમાં સજ્જનતા એ જ સુખપ્રદ છે એમ આ શ્લોક દર્શાવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005553
Book TitleShikshamrut
Original Sutra AuthorN/A
AuthorLadakchand Manekchand Vora
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy