________________
૪
૧૩. શ્રી શાંતિનાથ ભગવાન (સ્તુતિ)
પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને; નીરાગી મહા શાંત મૂર્તિ તમારી, પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી. દઉં ઉપમા તો અભિમાન માટું, અભિમાન ટાળ્યા તણું તત્ત્વ તારું; છતાં બાળરૂપે રહ્યો શિર નામી, સ્વીકારો ઘણી શુદ્ધિ એ શાંતિ સ્વામી. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજ્યા મહા શાંતિ આનંદ ધામે. (અપૂર્ણ)
૧૫. દોહરા
જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોય; જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. ૧ મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય. ૨ વચનામૃત વીતરાગના, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ. ૩ જન્મ જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ; કારણ તેનાં બે કહ્યાં, રાગ દ્વેષ અણહેતુ. ૪ નથી ધર્યો દેહ વિષય વધારવા; નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. પ ૧૬. ભાવનાબોધ - ઉપોદ્ઘાત
भोगे रोगभयं कुले च्युतिभयं वित्तेनृपालाद्भयं माने दैन्यभयं बलेरिपुभयं रूपे तरुण्या भयं, सास्त्रे वादभयं, गुणे खलभयं, काये कृतांताद्भयं सर्व वस्तु भयान्वितं भुवि नृणां वैराग्यमेवाभयं. ભર્તૃહરિ વૈરાગ્યશતક ૩૧ ભોગમાં રોગનો ભય છે; કુળને પડવાનો ભય છે; લક્ષ્મીમાં રાજાનો ભય છે; માનમાં દીનતાનો ભય છે; બળમાં શત્રુનો ભય છે; રૂપથી સ્ત્રીને ભય છે; શાસ્ત્ર જાણનારને વાદનો ભય છે; ગુણમાં ખળતાનો ભય છે; અને કાયા પર કાળનો ભય છે. એમ સર્વ વસ્તુ ભયવાળી છે; માત્ર એક વૈરાગ્ય જ અભય છે.
Jain Education International
શિક્ષામૃત
-
અધુવે અસાસંમિ સંસારંમિ દુષ્કૃપઉરાએ, કિં નામ હુજ્જ કમ્મ જેણા ં દુગ્ગઈ ન ગચ્છિ જ્જા.
૧. અશ્રુવ અને અશાશ્વત સંસારમાં અનેક પ્રકારનાં દુઃખ છે, હું એવી શું કરણી કરું કે જે કરણીથી કરી દુર્ગતિ પ્રતિ ન જાઉં ?
ન
પ્રભુ ભજો નીતિ સજો, પરઠો પરોપકાર.
પ્રભુની ભક્તિ કરો, નીતિમય જીવન જીવો અને જે કાંઈ બને તે પરોપકાર કરવાની વૃત્તિ રાખો. ‘નિવ્વાણસેઢા જહ સર્વાધમ્મા' (સૂ.કૃતાંગ)
For Personal & Private Use Only
www.jainelibrary.org