________________
શિક્ષામૃત
સચરાચર સ્વયંભૂ પ્રભુ, સુખદ સોંપજે સાન; સૃષ્ટિનાથ સર્વેશ્વરા, ભયભંજન ભગવાન. ૧૦ સંકટ શોક સકળ હરણ, નૌતમ જ્ઞાન નિદાન; ઇચ્છા વિકળ અચળ કરો, ભયભંજન ભગવાન. ૧૧ આધિ વ્યાધિ ઉપાધિને, હરો તંત તોફાન; કરુણાળુ કરુણા કરો, ભયભંજન ભગવાન. ૧૨ કિંકરની કંકર મતિ, ભૂલ ભયંકર ભાન; શંકર તે સ્નેહે હરો, ભયભંજન ભગવાન. ૧૩ શક્તિ શિશુને આપશો, ભક્તિ મુક્તિનું દાન; તુજ જુક્તિ જાહેર છે, ભયભંજન ભગવાન. ૧૪ નીતિ પ્રીતિ નમ્રતા, ભલી ભક્તિનું ભાન; આર્ય પ્રજાને આપશો, ભયભંજન ભગવાન. ૧૫ દયા શાંતિ ઔદાર્યતા, ધર્મ મર્મ મનધ્યાન; સંપ જંપ વણ કંપ દે, ભયભંજન ભગવાન. ૧૬ હર આળસ એદીપણું, હર અઘ ને અજ્ઞાન; હર ભ્રમણા ભારત તણી, ભયભંજન ભગવાન. ૧૭ તન મન ધન ને અન્નનું, દે સુખ સુધાસમાન; આ અવનીનું કર ભલું, ભયભંજન ભગવાન. ૧૮ વિનય વિનંતી રાયની, ધરો કૃપાથી ધ્યાન; માન્ય કરો મહારાજ તે, ભયભંજન ભગવાન. ૧૯
૩. કાળ કોઈને નહીં મૂકે
(હરિગીત) મોતીતણી માળા ગળામાં મૂલ્યવંતી મલકતી, હીરાતણા શુભ હારથી બહુ કંઠકાંતિ ઝળકતી; આભૂષણોથી ઓપતા ભાગ્યા મરણને જોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. મણિમય મુગટ માથે ધરીને કર્ણ કુંડળ નાખતા, કાંચન કડાં કરમાં ધરી કશીયે કચાશ ન રાખતા; પળમાં પડ્યા પૃથ્વીપતિ એ ભાન ભૂતળ ખોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૨ દશ આંગળીમાં માંગલિક મુદ્રા જડિત માણિક્યથી, જે પરમ પ્રેમે પે'રતા પોંચી કળા બારીકથી; એ વેઢ વીંટી સર્વ છોડી ચાલિયા મુખ ધોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૩ મૂછ વાંકડી કરી ફાંકડા થઈ લીબુ ધરતા તે પરે, કાપેલ રાખી કાતરા હરકોઈનાં હૈયાં હરે; એ સાંકડીમાં આવિયા છટક્યા તજી સહુ સોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૪ છો ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજ્યા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઊપજ્યા; એ ચતુર ચક્રી ચાલિયા હોતા નહોતા હોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૫ જે રાજનીતિનિપુણતામાં ન્યાયતંતા નીવડ્યા, અવળાં કર્યો જેના બધા સવળા સદા પાસા પડ્યા; એ ભાગ્યશાળી ભાગિયા તે ખટપટો સો ખોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૭ તરવાર બહાદુર ટેકધારી પૂર્ણતામાં પેખિયા, હાથી હણે હાથે કરી એ કેશરી સમ દેખિયા; એવા ભલા ભડવીર તે અંતે રહેલા રોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org