________________
23
66
‘શ્રીમદ્ રાજચંદ્ર” શ્રી વચનામૃતજી
૧. પ્રથમ શતક
(શાર્દૂલવિક્રીડિત વૃત્ત)
ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા, કોડે કરું કામના; બોધું ધર્મદ મર્મ ભર્મ હરવા, છે અન્યથા કામના; ભાખું મોક્ષ સુબોધ ધર્મ ધનના, જોડે કશું કામના; એમાં તત્ત્વ વિચાર સત્ત્વ સુખદા, પ્રેરો પ્રભુ કામના.૧
(છપ્પય)
નાભિનંદન નાથ, વિશ્વવંદન વિજ્ઞાની; ભવ બંધનના ફંદ, કરણ ખંડન સુખદાની; ગ્રંથ પંથ આદ્યંત, ખંત પ્રેરક ભગવંતા; અખંડિત અરિહંત તંતહારક જયવંતા; શ્રી મરણહરણ તારણતરણ, વિશ્વોદ્ધારણ અઘ હરે; તે ઋષભદેવ પરમેશપદ, રાયચંદ વંદન કરે. ૨
Jain Education International
૨. પ્રભુ પ્રાર્થના
(દોહરા)
જળહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપાનિધાન; પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભયભંજન ભગવાન. ૩ નિત્ય નિરંજન નિત્ય છો, ગંજન ગંજ ગુમાન; અભિવંદન અભિવંદના, ભયભંજન ભગવાન. ૪ ધર્મધરણ તારણતરણ, શરણ ચરણ સન્માન; વિઘ્નહરણ પાવનકરણ, ભયભંજન ભગવાન. ૫ ભદ્રભરણ ભીતિહરણ, સુધાઝ૨ણ શુભવાન; ક્લેશહરણ ચિંતાચૂરણ, ભયભંજન ભગવાન. ૬ અવિનાશી અરિહંત તું, એક અખંડ અમાન; અજર અમર અણજન્મ તું, ભયભંજન ભગવાન. ૭ આનંદી અપવર્ગી તું, અકળ ગતિ અનુમાન; આશિષ અનુકૂળ આપજે, ભયભંજન ભગવાન. ૮ નિરાકાર નિર્લેપ છો, નિર્મળ નીતિનિધાન; નિર્મોહક નારાયણા, ભયભંજન ભગવાન. ૯
નોંધ : પરમ કૃપાળુદેવના વચનો જાડા (બોલ્ડ) અક્ષરોમાં છે. સ્વાધ્યાય દરમ્યાન પ. પૂ. બાપૂજીએ ઉચ્ચારેલ વચનો સામાન્ય (પ્લેન) શબ્દોમાં છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org