________________
આભ્યતર પરિણામ અવલોકન
૩૧૫
ઘર ચૂકી ગયો છે અને પરમાં મશગૂલ થયો છે. એ યથાર્થ સમજણ આવે તો સરળ છે પણ “બિન સમજે મુશ્કેલ” સમજાય નહીં ત્યાં સુધી એ દુર્ઘટ છે- મુશ્કેલ છે. અને એ મુશ્કેલ ન હોત તો આપણે ક્યારના મોક્ષે ચાલ્યા ગયા હોત. “યે મુશકીલી ક્યા કહું ?” એમ પ્રશ્નાર્થ કરીને મૂકી દીધો છે. આ મુશ્કેલીની શું વાત કરું ? અજ્ઞાની માણસોને કેટલી મુશ્કેલી છે એમ કહીને પછી, નીચે બતાવ્યું છે :
ખોજ પિંડ બ્રહ્માંડકા, પત્તા તો લગ જાય; યેહિ બ્રહ્માંડ વાસના, જબ જાવે તબ.... આપ આપકું ભૂલ ગયા, ઇનસે ક્યાં અંધેર ? સમર સમર અબ હ સત હે, “નહિ ભૂલેંગે ફેર...
આ બ્રહ્માંડ છે. એમાં આપણું બ્રહ્માંડ આપણું જગત એ આપણા પગના અંગૂઠાથી મસ્તક સુધી આપણું જગત છે. એની અંદર ખોજ , ગોત તો પત્તો લાગી જાય કે તું કોણ છે ? એ તને હાથ આવશે. યેહિ બ્રહ્માંડ વાસના-પણ આ શરીર છે, એ તું જોઈશ તો એ વાસનાથી ભરેલું જણાશે, કેટલી જાતની વાસનાઓ હોય છે. કોઈ આગલા ભવના સંસ્કારો અને અત્યારે પણ સાચી સમજણ ન હોય તો માર્ગ કપાય નહીં. જબ જાવે તબ... આ વાસનાનો ક્ષય થાય ત્યારે મારગ કપાય.
કુપાળુદેવ કહે છે કે :
પોતે પોતાને ભૂલી ગયો છે એ કેટલું મોટું અંધારું કહેવાય. આનાથી મોટું અંધારું હોય ? આપણે બધું જાણીએ છીએ. આપણે જગતમાં ડાહ્યા ગણાઈએ, મોટા કહેવાઈએ છીએ. પાંચ જણા પૂછે છે. પરંતુ આપણે પોતે પોતાને જાણતા નથી. આ કેવું મોટું અંધારું કહેવાય ! પછી કૃપાળુદેવ કહે છે કે હવે તો એ યાદ આવે છે કે હું પોતે પોતાને ભૂલી ગયો હતો તો મને હસવું આવે છે. “નહિ ભૂલેંગે ફેર.” હવે તો એ ભૂલવાપણું ક્યાં છે ? એક ફેરે-એકવાર પ્રગટ થાય ભગવાન આત્મા પછી એ જાય નહીં એટલે કહે છે કે હવે તો ક્યારેય એને ભૂલવો નથી. જહાં કલપના - જલપના, તહાં માનું દુઃખ છાંઈ, મિટે કલપના - જલપના, તબ વસૂતિન પાઈ. ૫ હે જીવ ! ક્યાં ઇચ્છત હવે? હૈ ઇચ્છા દુઃખ મૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ. ૭
આપણા મગજમાં ફીલ્મ ચાલતી હોય છે - આખો દિવસ. તમે નવરા પડશો એટલે શાનો વિચાર કરશો ? આયોજન, આયોજન અને આયોજન. આનું આમ કરવું છે અને આનું તેમ કરવું છે. આ આમ ન કરવું. ફલાણાને મળવું છે. આ બધી કલ્પના અને જલ્પના એટલે સંકલ્પો છે. પછી વિકલ્પ એ વિવિધ પ્રકારના ચાલતા જ હોય છે; અને એ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી જનમ-મરણ રહે. શા માટે રહે ? એ કલ્પનાથી. મન જે એનો વેપાર કરે છે એથી જ કર્મ બંધાય છે. મનનો વેપાર બંધ થાય તો જ કર્મો બંધાતાં બંધ થાય. તો પછી જૂનાં કર્મો જ બાકી રહે. એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org