________________
શ્રી વ્યાખ્યાનમાર-૨
૨૯૯
પસારીને કહે છે કે આવડો મોટો, પણ તે સાચું નથી. તેવી જ રીતે શ્રી આનંદઘનજી દ્વારા સ્તવનો, પદોમાં જે આશય વર્ણવવામાં આવેલ છે તે અતિ ગંભીર અને ઉદારભાવ સાથેનો છે તે અજ્ઞાનીથી કેમ સમજી શકાય ?
૨. મોક્ષમાર્ગ એ અગમ્ય તેમજ સરળ છે.
અગમ્ય એટલે ગમ પડે તેવો નથી, પહેલા તો ત્યાં જ મુશ્કેલી છે, એટલે દુર્ઘટ છે, તેમ સરળ પણ છે, એમ બન્ને કહ્યું. હવે કૃપાળુદેવ સમજાવશે કે અગમ્ય કેવી રીતે અને સરળ કેવી રીતે.
અગમ્ય :- માત્ર વિભાવ દશાને લીધે મતભેદો પડવાથી કોઈ પણ સ્થળે મોક્ષમાર્ગ સમજાય તેવું રહ્યું નથી.
કોઈ પણ પંથ કે વાડામાં મોક્ષમાર્ગ સમજાય તેવું રહ્યું નથી.
અને તેને લીધે વર્તમાનમાં અગમ્ય છે. માણસ મરી ગયા પછી અજ્ઞાન વડે નાડ ઝાલીને વેદાં કરવાના ફળની બરાબર મતભેદ પડવાનું ફળ થયું છે. અને તેથી મોક્ષમાર્ગ સમજાય તેમ નથી.
સરળ :- મતભેદની કડાકૂટ જવા દઈ આત્મા અને પુગલ વચ્ચે વહેંચણી કરી શાંતપણે આત્મા અનુભવવામાં આવે તો મોક્ષમાર્ગ સરળ છે; અને દૂર નથી.
દૂર તો ક્યાં છે ? આપણો આત્મા આપણાથી તલભાર દૂર નથી, છતાં ખબર નથી કે આપણે કોણ છીએ!
જેમ કે એક ગ્રંથ વાંચતાં કેટલોક વખત જાય અને તેને સમજતાં વધારે વખત જવો જોઈએ; તે પ્રમાણે અનેક શાસ્ત્રો છે તે એકેક વાંચ્યા પછી તેનો નિર્ણય કરવા માટે બેસવામાં આવે તો તે હિસાબે પૂર્વાદિકનું જ્ઞાન અને કેવળજ્ઞાન કેમે પ્રાપ્ત થાય નહીં, અર્થાત્ તેમ ભણવામાં આવતાં હોય તો કોઈ દિવસ પાર આવે નહીં; પણ તેની સંકલના છે, ને તે શ્રી ગુરુદેવ બતાવે છે કે અંતર્મુહૂર્તમાં મહાત્માઓ તે પ્રાપ્ત કરે છે. શ્રી કૃપાળુદેવ કહે છે :
૧૩. અમારી આજ્ઞાએ વર્તતાં પાપ લાગે તો તે અમે અમારે શીર ઓઢી લઈએ છીએ; કારણ કે જેમ રસ્તા ઉપર કાંટા પડ્યા હોય તે કોઈને વાગશે એમ જાણી માર્ગે ચાલતાં ત્યાંથી ઉપાડી લઈ કોઈને જ્યાં ન લાગે તેવી બીજી એકાંત જગોએ કોઈ મૂકે તો કાંઈ તેણે રાજ્યનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org