________________
૧ ૧૩
શિક્ષામૃત
તો જે પોતાનું નથી અને કોઈ દિવસ પોતાનું થવાનું નથી અને માટે અરેરાટી કરે છે. એ ઘોર અજ્ઞાન નહીં તો બીજું શું છે ? એ ઘોર અજ્ઞાનને લીધે જ કર્મ બંધાય છે. આમ જ્ઞાનની વ્યાખ્યા કરી, અને બીજું ‘એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે-પોતાની મેળે, વર્ષો સુધી વાંચે, વિચારે તો પણ આત્માનું સ્વરૂપ સમજી શકાય એવું નથી. એ સદ્ગુરુના ઉપદેશથી જ્યારે યથાર્થ જાણવામાં આવે ત્યારે સમજાય તો સમ્યગૂજ્ઞાન પ્રાપ્ત થાય.
જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, મૂળ,
કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત. મૂળ૦ ૭ જ્ઞાન કરીને આત્માનું સ્વરૂપ જાણ્યું , એનાં ગુણ લક્ષણ જાણ્યાં, બીજાં પાંચ દ્રવ્યો અને એના પણ ગુણ લક્ષણ જાણ્યાં છે, પણ આ જે જાણ્યું તે સદગુરુના ઉપદેશથી. ગમે તે ગુરુના ઉપદેશથી નથી કહ્યું, પણ સત્ લગાડવું છે એટલે સગુરુષા ઉપદેશથી. બધાને સત્ લાગે. જ્યાં સત્ હાય એ જ સદ્ગુરુ, સતુ શાસ્ત્ર, સદ્વિચારણા, એ જ સમ્યજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યગ્રચારિત્ર. બધામાં સતુ લાગવું જોઈએ. એની શુદ્ધ પ્રતીતિ એટલે વિશ્વાસ દઢ હોય. કેટલો દૃઢ હોય કે કોઈ માયાજાળ કરનાર આવીને ભગવાનનું રૂપ બનાવે. અને કહે કે “જુઓ હું તમારો તીર્થકર છે. હું કહું છું કે આ બધું ખોટું છે. આ આત્માનું સ્વરૂપ નથી પણ જે કહું છું એ આત્માનું સ્વરૂપ છે.” તો પણ એ માને નહીં. એની પ્રતીતિ એટલી દઢ હોય, પોતાની શ્રદ્ધામાં, વિશ્વાસમાં જરા પણ એ ડગે નહીં. એનું નામ સમ્યગદર્શન છે. એનું બીજું નામ સમકિત છે.
આ ભવમાં જ સમકિત આવી જાય તો આ દેહ ભલે પાંચમાં આરામાં જન્મ્યો હોય તો પણ એની કિંમત આંકી શકાય નહીં, કારણ કે સમ્યગ્ગદર્શન આવ્યા પછી વધારેમાં વધારે પંદર ભવે તો એ જીવ મોક્ષે જાય, જાય ને જાય જ. ગળિયોબળદ થઈને બસે તો પણ જાય.
શ્રી સોભાગભાઈના જમાનામાં બધા પ્રેસ રાખતા હતા. તો આમ પગ પર ખંસ બાંધીને પરમ કૃપાળુદેવને પૂ. ડુંગરભાઈ કહે કે જુઓ મારે તો આમ બેસી જ રહેવું છે ? તો પણ મન સાળમો ભવ છે ? તમે કહો ? શું કહે કૃપાળુદેવ ? સાચી વાત છે. સોળમો ભવ નથી. પણ કૃપાળુદેવને તો ઇચ્છા એવી કે શું કામ પંદર ભવ કરવા. શા માટે તેર, અગિયાર, નવ, સાત, પાંચ ભવ નહીં અને ત્રણ જ ભવ કેમ નહીં ? ત્રણ ભવ સુધી તો આ ક્ષેત્રે આ કાળમાં જવાય છે. તો ત્રણ ભવ શા માટે નહીં ?
કૃપાળુદેવ એમ કહે છે કે આ સમ્યગદર્શનનું, સમકિતનું, શ્રદ્ધાનું એટલું બળ છે કે એ ન હોય તો મોલ જઈ શકાય નહીં. જે વિજ ચાર સુરા સ્ટેટ રે ગ્રસ્ટ . એના વિન. હજુ પણ જન્મ મરણમાં રખડીએ છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org