________________
શ્રી વચનામૃતજી
આપણો આત્મા આપણાથી કેટલો છેટો છે ? એક તલ જેટલો પણ છેટો નથી. આપણે જ આત્મા છીએ. એ ‘સત્’નું એટલે તે ભગવાન આત્માનું નિશ્ચયપૂર્વક શ્રવણ કરવું, મનન કરવું, નિદિધ્યાસન કરવું.
૩૯૩
મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજા કામ કરત; તેમ શ્રુતધર્મે રે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત-ધન.
(આઠદેષ્ટિ)
ઘર સંબંધી બીજાં સમસ્ત કાર્ય કરતાં થકાં પણ જેમ પતિવ્રતા (મહિલા) સ્ત્રીનું મન પોતાના પ્રિય એવા ભરથારને વિશે લીન છે, તેમ સમ્યક્દષ્ટિ એવા જીવનું ચિત્ત સંસારમાં રહી સમસ્ત કાર્ય પ્રસંગે વર્તવું પડે છતાં, જ્ઞાની સંબંધી શ્રવણ કર્યો છે એવો જે ઉપદેશ ધર્મ તેને વિશે લીનપણે વર્તે છે.
વિક્ષેપ રહિત એવું જેનું વિચારજ્ઞાન થયું છે એવો ‘જ્ઞાનાક્ષેપકવંત’ આત્મકલ્યાણની ઇચ્છાવાળો પુરુષ હોય તે જ્ઞાનીમુખેથી શ્રવણ થયો છે એવો જે આત્મકલ્યાણરૂપ ધર્મ તેને વિશે નિશ્ચળ પરિણામે મનમાં દૃઢ કરે છે.
Jain Education International
62
ઈણવિધ પરખી મન વિસરામી, જિનવર ગુણ જે ગાવે; દીનબંધુની મહે૨ નજરથી, આનંદઘન પદ પાવે. હો મલ્લિજિન સેવક કિમ અવગણીએ
(શ્રી આનંદઘનજી)
હે. મલ્લિનાથ ! જિનેશ્વર ! અઢાર દોષ રહિત એવા આપને પૂરેપૂરા ઓળખીને પ્રતીત કરીને, મનને શાંત કરીને જે આત્માઓ આપના ગુણાનુવાદ ક૨શે તે આપ-દીનબંધુની કૃપાથી આનંદઘન પદ-મોક્ષપદને પામશે. આ રીતે ભગવાનને ઓળખી, મનને શાંત કરી, ભગવાનના ગુણગ્રામ ક૨શે તો ભગવાનની કૃપાથી- અનુગ્રહથી આનંદઘન પદને પ્રાપ્ત કરશે.
૩૯૫
અનાદિથી જીવને સંસારરૂપ અનંત પરિણતિ પ્રાપ્ત થવાથી અસંસારપણારૂપ કોઈ અંશ પ્રત્યે તેને બોધ નથી. ઘણાં કારણોનો જોગ પ્રાપ્ત થયે તે અંશદષ્ટિ પ્રગટવાનો જોગ પ્રાપ્ત થયો તો તે વિષમ એવી સંસારપરિણતિ આડે તેને તે અવકાશ પ્રાપ્ત થતો નથી; જ્યાં સુધી તે અવકાશ પ્રાપ્ત
For Personal & Private Use Only
www.jainelibrary.org