________________
અન્ય પો અને સ્તવનો :
હરિ હર બ્રહ્મ પુરંદરકી રિદ્ધ, આવત નહીં કોઈ માનમેં, ચિદાનંદકી મોજ મચી હૈ, સમતા રસકે પાનમેં. હમ૦ ૨
–
હિર એટલે કૃષ્ણ, હર એટલે શિવ, બ્રહ્મા અને પુરંદર - ઇન્દ્રની રિદ્ધિની કોઈ કિંમત અમારા મનમાં નથી કારણ કે જ્ઞાન અને આનંદની મોજ માણી રહ્યા છીએ અને અમે સમતારસનું પાન કરી રહ્યા છીએ - ૨
ઈતને દિન તું નાંહિ પિછાન્યો, મેરો જનમ ગમાયો અજાનમેં;
અબ તો અધિકારી હોઈ બેઠે, પ્રભુ ગુણ અખય ખજાનમેં. હમ૦ ૩
આટલા સમય સુધી હે ભગવાન ! તને ઓળખી શક્યો નહીં. મારો જન્મ અજ્ઞાનમાં જ અત્યાર સુધી ગુમાવ્યા કર્યો. પણ હવે તો પ્રભુના ગુણરૂપી અક્ષય ખજાનાને પ્રાપ્ત કરવા માટેની યોગ્યતા-પાત્રતા પ્રાપ્ત થઈ છે.
ગઈ દીનતા સબહી હમારી, પ્રભુ ! તુજ સમકિત દાનમેં;
પ્રભુ ગુણ અનુભવ કે રસ આગે, આવત નહીં કોઉ માનમેં, હમ૦ ૪
Jain Education International
બધા જ પ્રકારની દીનતા-ગરીબાઈનો નાશ હે ભગવાન ! આપે આપેલ સમકિતરૂપી ધનથી થઈ ગયો છે. પ્રભુના ગુર્ણાના અનુભવરૂપી રસ પાસે કોઈની કાંઈ કિંમત નથી. તે વાત એવી છે કે તેની સરખામણી કોઈની સાથે થઈ શકે તેમ નથી - ૪
૩૬૧
જિનહિ પાયા તિનહિ છિપાયા, ન કહે કોઉકે કાનમેં;
તાલી લાગી જબ અનુભવકી, તબ જાને કોઉ સાનમેં, હમ૰ પ
જેણે આ આત્મસ્વરૂપના અનુભવને પ્રાપ્ત કર્યો છે તેને તે છુપાવીને બેઠા છે, કોઈને કહેતા નથી. પણ જ્યારે સાધકને તેનો અનુભવ થાય છે ત્યારે તે પોતે પણ સાનમાં જાણી જાય છેસમજી જાય છે ! એટલે કે આ વાત અનુભવની છે. તેના વગર તે સમજાય તેમ નથી – પ
પ્રભુ ગુણ અનુભવ ચંદ્રહાસ જ્યોં, સો તો ન રહે મ્યાનમેં;
વાચક યશ કહે મોહ મહા અરિ, જીત લિયો હે મેદાનમેં, હમ૦ ૬
ચંદ્રહાસરૂપી ખડ્ગ (તલવાર જેવું સાધન) કે જે ઇન્દ્ર પાસે હોય છે, તે જેમ મ્યાનમાં રહી શકતું નથી તેમ પ્રભુનો અનુભવ છે તે છુપા રહી શકતાં નથી. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ કહે છે કે મોહરૂપી સૌથી મોટા શત્રુને મેં સાધનારૂપી મેદાનમાં તેની સાથે લડાઈ કરીને જીતી લીધો છે અને પ્રભુના ધ્યાનમાં જ મગ્ન થઇને રહ્યો છું. - ૬
For Personal & Private Use Only
www.jainelibrary.org