________________
શ્રી વ્યાખ્યાનસાર-૧
૨૯૩
૯૧. પરદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી વૃત્તિ બહાર ન જતાં અંતરંગને વિશે રહે છે; અને સ્વરૂપ સમજ્યા પછી તેના થયેલા જ્ઞાનથી તે તેનો વિષય થઈ રહેતાં અમુક અંશે સમજવાથી તેટલો તેનો વિષય થઈ રહેતાં, વૃત્તિ પાધરી બહાર નીકળી પરપદાર્થો વિશે રમણ કરવા દોડે છે; ત્યારે પારદ્રવ્ય કે જેનું જ્ઞાન થયું છે, તેને સૂક્ષ્મભાવે ફરી સમજવા માંડતા વૃત્તિને પાછી અંતરંગમાં લાવવી પડે છે; અને તેમ લાવ્યા પછી વિશેષપણે સ્વરૂપ સમજાયાથી જ્ઞાને કરી તેટલો તેનો વિષય થઈ રહેતાં વળી વૃત્તિ બહાર દોડવા માંડે છે; ત્યારે જાણ્યું હોય તેથી વિશેષ સૂક્ષ્મભાવે ફરી વિચારવા માંડતાં વળી પણ વૃત્તિ પાછી અંતરંગને વિશે પ્રેરાય છે. એમ કરતાં કરતાં વૃત્તિને વારંવાર અંતરંગભાવમાં લાવી શાંત કરવામાં આવે છે; અને એ પ્રમાણે વૃત્તિને અંતરંગમાં લાવતાં લાવતાં આત્માનો અનુભવ વખતે થઈ જાય છે, અને જ્યારે એ પ્રમાણે થાય છે ત્યારે વૃત્તિ બહાર જતી નથી, પરંતુ આત્માને વિશે શુદ્ધ પરિણતિરૂપ થઈ પરિણમે છે; અને તે પ્રમાણે પરિણમવાથી બાહ્ય પદાર્થનું દર્શન સહજ થાય છે. આ કારણોથી પરદ્રવ્યનું વિવેચન કામનું અથવા હેતુરૂપ થાય છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, પરમાણુ આ પરદ્રવ્યો શા માટે જાણવાં ? એનાં ગુણ લક્ષણો શા માટે જાણવાં ? તે કૃપાળુદેવે અહીં સમજાવ્યું છે.
૯૪. જીવ કર્મબંધ જે કરે છે, તે દેહસ્થિત રહેલો જે આકાશ તેને વિશે રહેલાં જે સૂમ પુલ તેમાંથી ગ્રહીને કરે છે. બહારથી લઈ કર્મ બાંધતો નથી.
૧૦૧. કોઈ જીવ કંઈ પદાર્થ યોજી મરણ પામે, અને તે પદાર્થની યોજના એવા પ્રકારની હોય કે તે યોજેલો પદાર્થ જ્યાં સુધી રહે, ત્યાં સુધી તેનાથી પાપક્રિયા થયા કરે; તો ત્યાં સુધી તે જીવને અવિરતિપણાની પાપક્રિયા ચાલી આવે છે; જો કે જીવે બીજો પર્યાય ધારણ કર્યાથી (દેહ બદલાયાથી) અગાઉના પર્યાય સમયે જે જે પદાર્થની યોજના કરેલી છે તેની તેને ખબર નથી તો પણ, તથા હાલના પર્યાયને સમયે તે જીવ તે યોજેલા પદાર્થની ક્રિયા નથી કરતો તોપણ, જ્યાં સુધી તેનો મોહભાવ વિરતિપણાને નથી પામ્યો ત્યાં સુધી, અવ્યક્તપણે તેની ક્રિયા ચાલી આવે છે.
દા.ત. કોઈ શેઠે મિલ ચાલુ કરી હોય અને પછી તે મૃત્યુ પામે તો પણ તે મિલ દ્વારા થતી પાપક્રિયાનાં કર્મ તેને ચાલ્યા આવે છે. સમ્યક્રષ્ટિ થાય પછી ન આવે. એ સમ્યદૃષ્ટિપણાનું માહાત્મ છે.
૧૦૫. મિથ્યાત્વની હાજરી હોય ત્યાં સુધી અવિરતિપણું નિર્મૂળ થતું નથી એટલે જતું નથી; પરંતુ જો મિથ્યાત્વપણું ખસે તો અવિરતિપણાને જવું જ જોઈએ એ નિઃસંદેહ છે; કારણ કે મિથ્યાત્વસહિત વિરતિપણું આદરવાથી મોહભાવ જતો નથી. મોહભાવ કાયમ છે ત્યાં સુધી અત્યંતર અવિરતિપણું રહેતું નથી અને બાહ્ય જો વિરતિપણું આદરવામાં ન આવ્યું હોય તોપણ જો અત્યંતર છે તો સહેજે બહાર આવે છે.
૧૦૮. જો એવી આશંકા કરવામાં આવે કે પાંચ ઇન્દ્રિય અને છઠું મન, તથા પાંચ સ્થાવરકાય અને છઠ્ઠી ત્રસકાય, એમ બાર પ્રકારે વિરતિ આદરવામાં આવે તો લોકમાં રહેલા જીવ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org