________________
૧
૦
શિક્ષામૃત
શિક્ષાપાઠ ૩૪. બ્રહ્મચર્ય વિશે સુભાષિત
(દોહરા)
નીરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન;
ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. ૧ બ્રહ્મચર્ય એ સૌથી ઉત્કૃષ્ટ વ્રત છે. યુવાન સ્ત્રીને જોઈને પણ જેને વિષયની વાસના ઉત્પન્ન થતી નથી, અને તેને લાકડાની પૂતળી સમાન જે ગણે છે તે ભગવાન સમાન છે. ૧
આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ;
એ ત્યાગી, ત્યાગું બધું, કેવળ શોકસ્વરૂપ. ૨ આ આખા સંસારમાં સ્ત્રી એ મુખ્ય પાત્ર છે. તેના તરફની દૃષ્ટિ જ સંસાર ઉત્પન્ન કરે છે. માટે તેનો ત્યાગ કરો તો બધું જ ત્યાગી દીધું ગણાશે અને એમ થતાં જે કાંઈ શોકસ્વરૂપ હતું તેનો ત્યાગ થઈ જશે. ૨
એક વિષયને જીતતાં, જીત્યો સૌ સંસાર;
નૃપતિ જીતતાં જીતિયે, દળ, પુર ને અધિકાર. ૩ જેમ એક રાજાને જીતી લેતાં તેનાં બધાં જ સશસ્ત્ર દળો, નગરો અને અધિકાર જીતી લીધા એમ કહેવાય છે. તેમ એક વિષય (સ્પર્શેન્દ્રિય) ભાવને જીતી લેતાં આખો સંસાર જીતાઈ જાય એટલે સંસારથી પર થઈ શકે. ૩
વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન;
લેશ મદિરાપાનથી, છાકે જ્યમ અજ્ઞાન. ૪ જો અંતરમાં વિષયરૂપી અંકુર ફૂટે-પ્રગટે તો જ્ઞાન અને ધ્યાન જે મોક્ષના કારણ છે, તેનો નાશ થઈ જાય. જેમ થોડા પણ દારૂનું સેવન કરવામાં આવે તો જેમ અજ્ઞાન ઉછાળા મારવા માંડે છે તેમ વિષય પણ તેવો જ છે. ૪
જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ;
ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ. ૫ નવ વાડ બ્રહ્મચર્ય તે માટે કહી છે. તે શિયળને વિશુદ્ધ કરવા માટે છે અને સુખનું આપનાર છે. જો આ રીતે બ્રહ્મચર્ય પાળે તો પછી તેના ભવ બહુ જ ઓછા થઈ જાય એવું તત્ત્વવચન શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org