________________
શ્રી વચનામૃતજી
આ શુભ શીતળ છાંયો ભક્તિમાં રહેલો છે અને જેનું ફળ કાયમી સુખમાં આવે છે. માટે કલ્પવૃક્ષ સમાન એટલે જ્યાં મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે એવા કલ્પતરુ સમાન જિનેશ્વરની ભક્તિ કરો અને એ ભગવાનને ભજીને ભવનો અંત પ્રાપ્ત કરો. ભગવાનની નિસ્પૃહ ભક્તિ વડે આ ભવ ભ્રમણના ફેરા ટાળી દો. ૧
નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મનતાપ ઉતાપ તમામ મટે;
અતિ નિર્જરતા વણદામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લો. ૨ પ્રભુ ભક્તિ કરવાથી પોતાનું આત્મસ્વરૂપ જેમ છે તેમ પ્રગટશે. અને મનના બધા જ પ્રકારના તાપ-આકુળતા વિગેરે નાશ પામી જશે. અને કોઈ પણ જાતના પૈસા ખર્યા વગર તીવ્રપણે નિર્જરાને પ્રાપ્ત થશો. માટે ભગવાનની ભક્તિ કરી ભવનો અંત લો. ૨
સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે;
શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લો. ૩ આમ કરવાથી પરિણામે સમતાવાળા થશો. જડ તથા મંદબુદ્ધિવાળા, અધોગતિરૂપ જન્મો (જેવાં કે સ્ત્રી, નપુંસક, હલકી કોટીના દેવો, નારક, તિર્યચ, અનાર્યકુલ વગેરે)માં જન્મો લેવા નહીં પડે, સંપૂર્ણ શુભ મંગળ (કલ્યાણ)ને તમે ઇચ્છો, ચાહો. માટે ભગવાનની ભક્તિ કરી ભવનો અંત લો. ૩
શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો;
નહિ એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લો. ૪ અશુભ ભાવ સામે શુભ ભાવ મૂકી મનને શુદ્ધ-નિર્મળ કરો, તે માટે નવકાર મહામંત્રનું સ્મરણ કરો કારણ કે એના જેવો આ જગતમાં બીજો સુમંત્ર નથી. માટે ભગવાનની ભક્તિ કરી ભવનો અંત કરો. ૪
કરશો ક્ષય કેવળ રાગ કથા, ધરશો શુભ તત્ત્વસ્વરૂપ યથા;
નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજીને ભગવંત ભવંત લો. ૫ જ્યારે રાગ ભાવને સંપૂર્ણપણે ક્ષય કરી નાખશો ત્યારે જ શુભ તત્ત્વરૂપ જે આત્મસ્વરૂપ છે તે યથાર્થપણે પ્રાપ્ત કરી શકશો માટે શ્રીમદ્ નૃપચંદ્ર(રાજચંદ્ર)જી કહે છે કે. અનંત પ્રકારના જે પ્રપંચોમાં રાચી રહ્યા છો તેને બાળી નાખો અને ભગવાનને ભજીને ભવનો અંત લો. ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org