________________
શ્રી વચનામૃતજી
૭૩
આપણે આ દેહમાં પરદેશી પંખી જેવા છીએ તે સાધુ ! આપણે આ દેહરૂપી દેશના નથી.
૩૦૨
“સત્ય પર ઘીમfe” (એવું જ) પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ.
(શ્રીમદ્ ભાગવત્ સ્કંધ-૧૨, અ.૧૩. શ્લોક ૧૯)
૩૧૦/૩૧૧ અનુક્રમે સંયમ સ્પર્શતોજી, પામ્યો ક્ષાયક ભાવ રે;
સંયમ શ્રેણી ફૂલડેજી, પૂજું પદ નિષ્પાવ રે. આત્માની અભેદ ચેતનારૂપ સંયમની શ્રેણીના ફૂલથી (એક પછી એક ક્રમને અનુભવીને) ક્ષાયક ભાવને પામેલા એવા જે સિદ્ધાર્થના પુત્ર તેના નિર્મળ ચરણ કમળને હું પૂછું છું.
દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે;
હિતકરી જનને સંજીવની, ચારો તે ચરાવે રે. સદગુરુ આત્મજ્ઞાની હોવાના કારણે સર્વ દર્શનના નય ગ્રહણ કરે. પણ પોતાના સ્વભાવમાં જ રહે છે અને જીવો માટે જે હિતકારી હોય તે પ્રમાણે વાત કરે છે. નિશ્ચય અને વ્યવહાર નયરૂપ સંજીવનીનો ખોરાક (ચારો) જીવને ચરાવે છે. એટલે કે અન્યને હિતરૂપ થાય તેવી રીતે મધ્યસ્થતાથી વાસ્તવિક ધર્મનો ઉપદેશ આપે છે.
દર્શન જે થયાં જૂજવાં, તે ઓઘ નજરને ફેરે રે;
ભેદ થિરાદિક દૃષ્ટિમાં, સમકિત દષ્ટિને હરે રે. જગતમાં અનેક પ્રકારના ધર્મ મતો જોવામાં આવે છે તે ઓઘદૃષ્ટિને કારણે થયા છે. પરંતુ સ્થિરાદિક ચાર દૃષ્ટિમાં સમ્યકદર્શન-આત્માનો વાસ્તવિક યોગ હોય છે. પણ દરેકમાં જ્ઞાનની તારતમ્યતામાં ફેર-ભિન્નતા હોય છે.
યોગના બીજ ઈહાં ગ્રહે, “જિનવર” શુદ્ધ પ્રણામો રે;
‘ભાવાચારજ' સેવના, ભવ ઉગ સુઠામો રે. આ દૃષ્ટિમાં જીવ યોગનાં બીજ એટલે સમકિત પ્રાપ્ત થવાના બીજને-સાધનાપથના મર્મને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org