________________
શિક્ષામૃત
૨૮૨
મહાત્મા વ્યાસજીને એમ થયું હતું તેમ અમને હમણાં વર્તે છે. આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદ સંપન્ન થયા નહોતા, કારણ કે હરિરસ અખંડપણે ગાયો નહોતો. અમને પણ એમ જ છે. અખંડ એવો હરિરસ પરમ પ્રેમે અખંડપણે અનુભવતાં હજુ ક્યાંથી આવડે ? અને જ્યાં સુધી તેમ નહીં થાય ત્યાં સુધી અમને જગતમાંની વસ્તુનું એક અણુ પણ ગમવું નથી.
૨૮૪
૧. “પરસમય જાણ્યા વિના સ્વસમય જાણ્યા છે એમ કહી શકાય નહીં.”
સમય એ કાળનો નાનામાં નાનો ભાગ છે. પરસમય શું છે તે જાણવા જોઈએ. પુલાસ્તિકાય, અધર્માસ્તિકાય, ધર્માસ્તિકાય, આકાશ વિગેરેના ભાવ જાણવા તે પરસમય છે. આત્મા અને
તેના ગુણો જાણવા તે સ્વસમય છે. ૨. “પરદ્રવ્ય જાણ્યા વિના સ્વદ્રવ્ય જાણ્યું છે એમ કહી શકાય નહીં.”
પરદ્રવ્યનું જાણપણું કરે તે જ સ્વદ્રવ્યને જાણી શકે. પરદ્રવ્યને જાણે નહીં ત્યાં સુધી સ્વને જાણી શકતો નથી.
જેટલા વચન માર્ગ છે તેટલા નયવાદ છે; અને જેટલા નયવાદ છે તેટલા પરસમય છે.” નયની ભંગજાળમાં પડવા જેવું નથી. તેથી ગુંચવાડો થાય છે. તે બધા પરસમય છે. તેમાં માધ્યસ્થ ભાવ ધારણ કરવો.
કર્તા મટે તો છૂટે કર્મ, એ છે મહા ભજનનો મર્મ; જો તું જીવ તો કર્તા હરિ, જો તું શિવ તો વસ્તુ ખરી;
તું છો જીવને, તું છો નાથ, એમ કહી અને ઝટક્યા હાથ.” પરના કર્તાપણાનો જે ભાવ તારામાં રહેલો છે, તે કર્તાપણું છૂટી જાય એ જ ભજનભક્તિ કરવાનું રહસ્ય છે. એ જ મર્મ છે. જો તું જીવ છે તો જીવન-મુક્તદશા થઈ તો તું શિવ જ છે. તે પોતે જ જીવપણામાં છે અને જ્ઞાની થવાથી તું જ તારો પોતાનો ભગવાન છે. એમ અક્ષય (અખા) ભગત કહે છે.
૨૮૬ “હમ પરદેશી પંખી સાધુ, આરે દેશ કે નાહીં રે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org