________________
શિક્ષામૃત
શુકદેવજીએ શું કહ્યું હતું ? હે પરીક્ષિત રાજા, હવે તારું મૃત્યુ આંગણામાં આવી ગયું છે . પરીક્ષિત રાજા કહે શું બોલો છો ? શુકદેવજીએ કહ્યું ‘હા’. પરીક્ષિત કહે, ‘ક્યારે આવશે તે કહોને ભગવાન ?' હજી સાત દિવસ બાકી છે. તક્ષક નામનો સર્પ તને કરડશે અને તું મરી જઈશ, તો પરીક્ષિત રાજા નાચ્યો. રાજી થયો કે હજી સાત દિવસ બાકી છે ને. તો શુકદેવજી કહે ‘હા’. તો ભગવાન મને એવો રસ્તો બતાવો કે એ મોતને હું જીતી લઉં. શુકદેવજીએ રસ્તો બતાવ્યો કે ‘ભાઈ આ રસ્તો છે, તું એની સાધના કર.' પછી પરીક્ષિત રાજાને તક્ષક નાગ કરડ્યો પરંતુ એ પહેલાં એમણે સાત દિવસમાં એ સાધના કરી લીધી અને પોતે પામી ગયા.
૪૮
૧૧. અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે, પોતાથી ાન પામે નહીં,
પોતાની ઇચ્છા મુજબ હું જાણું છું, સમજું છું એમ મહેનત કરે, જમીનને ખોદી નાખે, પરસેવા વાળ, પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. ક્યાં સુધી ? અનંતકાળ સુધી.
પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે.
જે જીવ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક થાય તે અંતર્મુહૂર્તમાં એટલે એક સામાયિક કરીએ તેટલા સમયમાં (અડતાલીસ મિનિટમાં) કેવળજ્ઞાન પામી જાય.
૧૨. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે, અને તે જીવને અધિકારી થવા માટે કહી છે;
આમાં આજ્ઞાઓ લખી છે પણ એ આજ્ઞાઓ પરોક્ષ છે. પોતાની ભૂમિકા તૈયાર થાય તે માટે કહી છે. મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. તો મોંક્ષ ઝડપથી થાય.
૧૩. આ જ્ઞાનમાર્ગની શ્રેણી કહી, એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી.
આ મોક્ષ માર્ગની નિસરણી કહી એ પામ્યા વિના મોક્ષ નથી. મોક્ષ માટે એક જ માર્ગ છે.
૧૪. એ ગુપ્ત તત્ત્વને જે આરાધે છે, તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે.
એટલે જેને ગુરુગમ મળે છે તે અમર થાય છે. ઇતિ શિવમ્
પત્રને અંતે “ઇતિ શિવમ્” લખ્યું છે. ઇતિ એટલે પૂરું કર્યું. મેં નિસરણી બતાવી છે. આ ચૌદ પગથિયાંની, શિવમ્ એટલે મોક્ષનું સુખ પામો.
૨૦૫
तत्र को मोहः कः शोकः एकत्वमनुपश्यतः ।
(શાવાસ્ય ઉપનિષદ્)
તેને મોહ શો, અને તેને શોક શો ? કે જે સર્વત્ર એકત્વ(પરમાત્મસ્વરૂપ)ને જ જુએ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org