________________
૨૮ ૨
શિક્ષામૃત
દશ વર્ષથી કહેવામાં આવે છે. મારે તો આ એક જ કામ કરવું છે. આત્માની સામાયિક એકવાર કરી એટલે શું ? ૪૮ મિનિટ જો આપણે આત્મામાં લીન એક વાર થઈએ ને તો બસ આત્મા પ્રગટ થઈ જાય પછી એને માટે પુરુષાર્થ ન કરવો પડે. કોઈ એમ કહે કે આ કાળ પંચમ કાળ છે, આ થાય નહીં, મફતની ખોટી શું મહેનત કરો છો ? તો કહે છે કે આ કાળમાં આત્માની સામાયિક થાય છે. દ્રવ્ય સામાયિક બેસીને કરીએ છીએ તેમ આત્માની સામાયિક થાય છે.
મોક્ષનો ઉપાય અનુભવ ગોચર છે. જેમ અભ્યાસે અભ્યાસ કરી આગળ જવાય છે. તેમ મોક્ષને માટે પણ છે.
સપુરુષો મળે, જીવને તે બતાવે કે તું જે વિચાર કર્યા વિના કર્યે જાય છે તે કલ્યાણ નથી, છતાં તે કરવા માટે દુરાગ્રહ રાખે તે કષાય.
આ અનંતાનુબંધી કષાય છે તે સાચું સમજવાની જ ના પાડે, નથી સમજવું, અમે જે કરતાં હોઈશું તે જ કરશું.
ઉન્માર્ગને મોક્ષમાર્ગ માને અને મોક્ષમાર્ગને ઉન્માર્ગ માને તે ‘મિથ્યાત્વ મોહનીય.”
આ ગાંઠ છોડવી છે. અનંતાનુબંધી કષાય તથા મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીય અને સમ્યકત્વ મોહનીયની ગાંઠ છે, ગ્રંથિ છે, તે છોડવી છે.
ઉન્માર્ગથી મોક્ષ થાય નહીં માટે માર્ગ બીજો હોવો જોઈએ એવો જે ભાવ તે મિશ્ર મોહનીય.” ઉન્માર્ગથી એટલે ખોટા માર્ગે ચાલવાથી મોક્ષ થાય નહીં. આત્મા આ હશે ?' તેવું જ્ઞાન થાય તે “સમ્યકત્વ મોહનીય.” કંઈ કંઈ આ આત્મા હશે એમ છે. પૂરેપૂરી ખાતરી નથી એ. ચાર અનંતાનુબંધી કષાય અને ત્રણ દર્શન મોહનીયની પ્રકૃતિ એ સાતની ગાંઠ છે, ગ્રંથિ છે. એ ગાંઠ છૂટી જાય તો સમ્યક્દર્શન પ્રાપ્ત થયું કહેવાય, તો સમ્યક્દષ્ટિ જીવ કહેવાય. આજ સુધી આ ગાંઠ તોડવા માટે જીવ કેટલીય વાર, લગભગ આવી ગયો છે, પણ ત્યાંથી નબળો થઈ પાછો પડી જાય કે અહોહો ! આ તો મારાથી નહીં તૂટે એવી નિબિડ ગાંઠ છે. હું આ નહીં કરી શકું એમ કરીને પાછો વળ્યો છે. એટલા માટે જનમ મરણ ઊભાં રહ્યાં છે.
આત્મા આ છે' એવો નિશ્ચયભાવ તે “સમ્યકત્વ'. એ સમક્તિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org