________________
શ્રી ઉપદેશ છાયા
૨૮ ૧
પણ તે તેને પ્રાપ્ત થાય નહીં. પણ જો તેના ઉપર સંતની કૃપા, સંતનો અનુગ્રહ થાય તો હરિભગવાન આત્માની પ્રાપ્તિ થાય.
ઉ. છા. - ૮ કર્મ ગણી ગણીને નાશ કરાતાં નથી. જ્ઞાનીપુરુષ તો સામટો ગોટો વાળી નાશ કરે છે.
જ્ઞાની પુરુષની શક્તિ છે કે એ કર્મનો ગોટો વાળીને નાશ કરી શકે છે. “વચનામૃત' તો આપણે ઘણી વાર વાંચી ગયા છીએ પણ આમાં તો જ્યાં જરૂર હોય ત્યાં લક્ષ દોરવું પડે કે જેથી સાચી સમજણ પડે. સાચી સમજણ આવે તો સાચો પુરુષાર્થ થાય એટલા માટે જ્યાં જ્યાં લક્ષ દોરવા જેવું છે, એ બધા ઉતારા આપણા “મોક્ષમાર્ગ પ્રકાશ” પુસ્તકમાં કર્યા છે.
માટીમાં ઘડો થવાની સત્તા છે; પણ દંડ, ચક્ર કુંભારાદિ મળે તો થાય. તેમ આત્મા માટીરૂપ છે, તેને સદ્ગુરુ આદિ સાધન મળે તો આત્મજ્ઞાન થાય. જે જ્ઞાન થયું હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીઓએ સંપાદન કરેલું છે તેને પૂર્વાપર મળતું આવવું જોઈએ.
જ્ઞાન માની બેસીએ એમ નહીં. આગળના મહાત્માઓને શું અનુભવ થયો છે ? એવો જ અનુભવ આપણને થાય છે કે કેમ ? એને મળતું આવવું જોઈએ.
અને વર્તમાનમાં પણ જે જ્ઞાની પુરુષોએ જ્ઞાન સંપાદન કરેલું છે. તેનાં વચનોને મળતું આવવું જોઈએ, નહીં તો અજ્ઞાનને જ્ઞાન માન્યું છે એમ કહેવાય.
x x x સામાયિક કાયાનો યોગ રોકે; આત્માને નિર્મળ કરવા માટે કાયાનો યોગ રોકવો. રોકવાથી પરિણામે કલ્યાણ થાય. કાયાની સામાયિક કરવા કરતાં આત્માની સામાયિક એક વાર કરો. જ્ઞાની પુરુષનાં વચનો સાંભળી સાંભળીને ગાંઠે બાંધો તો આત્માની સામાયિક થશે. આ કાળમાં આત્માની સામાયિક થાય છે.
સામાયિક કાયાનો યોગ રોકે. આત્માને નિર્મળ કરવા માટે કાયાનો યોગ રોકવો.
કાયાને બાંધી રાખે. પેલા છોકરાની વહુએ કહ્યું ને કે “સસરાજી ઢંઢવાડે ગયા છે” એની જેમ પુરુષાર્થ શું કરવો ? આપણા આત્માને નિર્મળ કરવાનો.
ક્યાં ગાંઠે બાંધીએ છીએ આપણે ? અહીંયા ફરી ફરીને, ઠોકી ઠોકીને કહેવામાં આવ્યું છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org