________________
૨૮૪
શિક્ષામૃત
વળગણા છે તેથી મન જુદું કહેવાય.
શું વળગણા છે ? સ્ત્રી, પુત્ર, પતિ, મકાન, મોટરો, હીરા, માણેક, આભૂષણો, સંપત્તિ એ બધી વળગણા છે. સંકલ્પ વિકલ્પ મૂકી દેવા તે “ઉપયોગ.”
જ્યાં સુધી સંકલ્પ વિકલ્પ આવે ત્યાં સુધી ઉપયોગ બરાબર કામ ન કરી શકે. એની શક્તિ વધે નહીં.
જ્ઞાનને આવરણ કરનારું નિકાચિત કર્મ ન બાંધ્યું હોય તેને સપુરુષનો બોધ લાગે છે. આયુષનો બંધ હોય તે રોકાય નહીં.
શ્રેણિક મહારાજા ભાવિ તીર્થકર થશે, પણ તે પહેલાં નારકીનો બંધ પડી ગયો હતો તેથી અત્યારે નરકમાં છે.
* * * ઇન્દ્રિયોના નિગ્રહનું ન હોવાપણું, કુળધર્મનો આગ્રહ, માનશ્લાઘાની કામના, અમધ્યસ્થપણું તે કદાગ્રહ છે.
ઇન્દ્રિયો તોફાન કરે. તોફાની ઘોડાની જેમ તે કહે એ પ્રમાણે કરવાપણું. મને બધા મોટો માને એવી ઇચ્છા. મધ્યસ્થપણું ન હોય, મારું તે સાચું એમ ધારીને બૈઠા હોય. પણ જેનામાં મધ્યસ્થપણું હોય તે એમ ધારીને બેસે કે જ્યાં જ્યાં સાચું તે મારું.
તે કદાગ્રહ જ્યાં સુધી જીવ ન મૂકે ત્યાં સુધી કલ્યાણ થાય નહીં. નવ પૂર્વ ભણ્યો તોય રખડ્યો ! ચૌદ રાજલોક જાણ્યો પણ દેહમાં રહેલો આત્મા ને ઓળખ્યો; માટે રખડ્યો ! જ્ઞાનીપુરુષ બધી શંકાઓ ટાળી શકે છે; પણ તરવાનું કારણ પુરુષની દૃષ્ટિએ ચાલવું તે છે; અને તો જ દુઃખ મટે. આજ પણ પુરુષાર્થ કરે તો આત્મજ્ઞાન થાય. જેને આત્મજ્ઞાન નથી તેનાથી કલ્યાણ થાય નહીં.
ઉ. છા. - ૧૦ સપુરુષ અને સન્શાસ્ત્ર એ વ્યવહાર કંઈ કલ્પિત નથી. સદ્ગર, સાસ્ત્રરૂપી વ્યવહારથી સ્વરૂપ શુદ્ધ થાય, કેવળ વર્તે, (કેવળજ્ઞાન થાય) પોતાનું સ્વરૂપ સમજે તે સમક્તિ. સપુરુષનું વચન સાંભળવું દુર્લભ, શ્રદ્ધવું દુર્લભ છે, વિચારવું દુર્લભ છે, તો અનુભવવું દુર્લભ હોય તેમાં શી નવાઈ ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org