________________
શ્રી ઉપદેશ છાયા
૨૮૫
ઉપદેશજ્ઞાન અનાદિથી ચાલ્યું આવે છે. એકલાં પુસ્તકથી જ્ઞાન થાય નહીં. પુસ્તકથી જ્ઞાન થતું હોય તો પુસ્તકનો મોક્ષ થાય ! સદ્ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવું એમાં ભૂલી જવાય તો પુસ્તક અવલંબનભૂત છે. ચૈતન્યપણું ગોખે તો ચૈતન્યપણું પ્રાપ્ત થાય, ચૈતન્યપણું અનુભવગોચર થાય. સદ્ગુરુનું વચન શ્રવણ કરે, મનન કરે, ને આત્મામાં પરિણમાવે તો કલ્યાણ થાય.
જ્ઞાન અને અનુભવ હોય તો મોક્ષ થાય, વ્યવહારને નિષેધવો નહીં, એકલા વ્યવહારને વળગી રહેવું નહીં.
આત્મજ્ઞાનની વાત સામાન્ય થઈ જાય એવી રીતે કરવી ઘટે નહીં. આત્મજ્ઞાનની વાત એકાંતે કહેવી. આત્માનું હોવાપણું વિચારવામાં આવે તો અનુભવવામાં આવે; નહીં તો તેમાં શંકા થાય છે. જેમ એક માણસને વધારે પડળથી દેખાતું નથી તેમ આવરણની વળગણાને લીધે આત્માને થાય છે. ઊંઘમાં પણ આત્માને સામાન્યપણે જાગૃતિ છે. આત્મા કેવળ ઊંઘે નહીં; તેને આવરણ આવે. આત્મા હોય તો જ્ઞાન થાય. જડ હોય તો જ્ઞાન કોને થાય ? પોતાને પોતાનું ભાન થવું, પોતે પોતાનું જ્ઞાન પામવું, જીવન્મુક્ત થવું.
x x x (૧) શમ = ક્રોધાદિ પાતળાં પાડવાં તે.
કષાયો પાતળાં પાડવાં તે ‘શમ' એટલે ક્રોધ, માન, માયા, લોભાદિને પાતળાં પાડવાં તે ‘શમ'
(૨) સંવેગ = મોક્ષમાર્ગ સિવાય બીજી કોઈ ઇચ્છા નહીં તે..
મોક્ષમાર્ગ સિવાય બીજી ઇચ્છા નહીં તે સંવેગ. ઘરેણાની ઇચ્છા થાય જ નહીં. પૈસાની, નાણાંની ઇચ્છા થાય જ નહીં. સુખની ઇચ્છા થાય જ નહીં. માત્ર એક મોક્ષમાર્ગની જ ઇચ્છા થાય.
(૩) નિર્વેદ = સંસારથી થાકી જવું તે-સંસારથી અટકી જવું તે. હવે આ જન્મ-મરણ ક્યારે મટશે તેવો વિચારભાવ થવો એનું નામ નિર્વેદ. (૪) આસ્થા = સાચા ગુરુની, સદ્ગુરુની આસ્થા થવી તે. એટલે સતુદેવ, સદ્ગુરુ અને સધર્મની આસ્થા થવી તે. (૫) અનુકંપા = સર્વ પ્રાણી પર સમભાવ રાખવો તે, નિર્વેરબુદ્ધિ રાખવી તે. બધા આત્મા પર આપણા આત્મા જેવા ભાવ રાખવા તે. આ ગુણો સમકિતી જીવમાં સહેજે હોય.
- X X X
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org